________________ ઉપસર્ગ’ અને ‘પરિષહ જૈન ધર્મના પારિભાષિક શબ્દો છે આ શબ્દો એક વિશિષ્ટ લાક્ષણિક અર્થમાં વપરાય છે. - ઉપસર્ગ એટલે આવી પડેલું ભયંકર કષ્ટ છે જે મૃત્યુમાં પરિણમનારું પણ હોઈ શકે. દેવકૃત, મનુષ્યકૃત અને તિર્યંચ (પશુ,પક્ષી,જંતુ)થી. ઉપસર્ગ આ ઉપરાંત ભય,પિત કફ અને સન્નિપાતથી આવતા ઉપસર્ગ આત્મ સંવેદનીય છે. સંચમ-સાધના માર્ગથી ચલિત ન થવા માટે તથા કર્મ નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તેને પરિષહ કહે છે. સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશવિ. મળીને બાવીશપ્રકારના પરિષહો છે.. જૈન આગમ ગ્રંથો-જૈન ઈતિહાસમાં હજારો ઉપસર્ગ અને પરિષહ પ્રધાન કથાઓ છે. સાધુજી સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકા સમતા ભાવે પરિષહ સહન કરી ઉપસર્ગ સામે ઝઝૂમી વિજય મેળવનાર આત્માર્થી મોક્ષ પંથના પ્રવાસી બન્યા છે. આવી પ્રેરક કથાઓ અહીં ગ્રંથસ્થ છે જે સાધક જીવન માટે પ્રેરણાની પરબ સમાન છે.