Page #1
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનધારા - ૧૩
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
– ગુણવંત બરવાળિયા
Page #2
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનધારા - ૧૩
Upsarg Ane Parishah Pradhan Jain Kathanako Edited by : Gunvant Barvalia Jan. 2016
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન
જૈન કથાનકો
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો સંપાદન : ગુણવંત બરવાળિયા પ્રકાશન સૌજન્ય : (૧) માતુશ્રી પુષ્પાબેન ભૂપતરાય બાવીશી
હસ્તે: યોગેશભાઈ (૨) માલતીબહેન કે. શેઠ
હસ્તે : પ્રતીક, અમેય, નાસિક
: સંપાદન :
ગુણવંત બરવાળિયા
: પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨.
ફોન નં. : ૨૨૦૧૦૨૧૩
: પ્રકાશક : અહંમ સ્પીરીચ્યુંઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જેન ફિલોસોફિકલ એન્ડ લીટરરી રીસર્ચ સેંટર, મેવાડ, ઓફિસ નં. ૨, પાટણવાલા એસ્ટેટ, એલ.બી.એસ. રોડ, ઘાટકોપર વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૮૬. Ph.: 022-42153545
મૂલ્ય :- ૨૦૦ રૂા.
પતાસા પોળ સામે, ગાંધી રોડ,
અમદાવાદ-૧.
મુદ્રણ વ્યવસ્થા :
Page #3
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનધારા - ૧૩
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
અનુક્રમણિકા
શીર્ષક
કથાનકોની વિરાટ સૃષ્ટિ આપણી અમૂલ્ય સંપદા છે !
૨. જૈનદર્શનમાં ઉપસર્ગ અને પરિષહ
૩.
ક્રમ
૧.
૪.
૫.
૬.
૭.
૮.
૯.
ગુણવંત બરવાળિયા
પૂ. માણેકચંદ્રજી મ.સા. ના જીવનમાં પૂ. મુનિ સુપાર્શ્વચંદ્ર
ઉપસર્ગ
ઢંઢણમુનિનો અલાભ પરિષહ
તપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. તથા પૂ. તપસ્વી પૂ. માણેકચંદ્રજીના
ઉપસર્ગ અને શ્રુતઆરાધિકા
પૂ. લીલમબાઈ મ.સ. નો રોગપરિષહ સાગરચંદ્રની કથા
ઉપસર્ગના માર્ગે સમતા જે ધરે, મુક્તિ પદ તે પામે
શ્રાવક કામદેવના ઉપસર્ગની કથા સનતકુમાર ચક્રવર્તીના પરિષહની
લેખકનું નામ ગુણવંત બરવાળિયા
(3)
પાના નં.
ડૉ. અભય દોશી
ડૉ. સેજલ શાહ
૬
૧૨
૧૭
પૂ. ડૉ. તરુલતાજી સ્વામી ૨૫ પૂ. ડૉ. સાધ્વી આરતી
૩૩
૫૦
ડૉ. પૂર્ણિમા એસ. મહેતા ૬૨ ડૉ. સાધ્વી ડોલર
૬૭
કથા
ડૉ. ભાનુબહેન શાહ (સત્રા) ૭૩
૧૦. વિશલ્યા અને મહાશતકની કથા ૧૧. આચાર્ય કાલકની શૌર્યકથા
ડૉ. રેણુકાબહેન પોરવાલ ૭૬
૧૨. સાધ્વીરત્ના પૂ. હીરુબાઈ મ.સ. તથા સાધશિશુ સાધ્વી ઊર્મિલા ૮૫ પ્રદેશી રાજાની કથા
૧૩. ઝાંઝરિયા મુનિની કથા
ડૉ. રતનબેન છાડવા
૯૩
૧૪. શાસનસમ્રાટ પૂ. ધર્મસિંહ સ્વામીના ડૉ. મધુબહેન જી. બરવાળિયા ૧૦૦ ઉપસર્ગની કથા
૧૫. કાલવૈશિક મુનિ અને સતી દમયંતિની ભાવેશ બી. શાહ
કથા
૧૬. દેઢવીર્યમુનિનું કથાનક
૧૭. આચાર્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામી
૧૮. સ્કંદાચાર્યની કથા
૧૯. સુકુમાલ અને શ્રીદત્ત મુનિની કથા ૨૦. સતી ચંદના તથા ચિલાતી પુત્રની કથા ૨૧. આર્યરક્ષિતસૂરી, સ્કંદકુમાર તથા સુભદ્રાની કથા ૨૨. સંગમાચાર્ય તથા સુકોશલ મુનિની મંજુલાબેન આર. શાહ
કથા
૨૩. સ્થૂલિભદ્ર તથા કુરગડુ મુનિની કથા ૨૪. કદરૂપો નંદિષણ તથા મેતારજ
મુનિની કથા ૨૫. સુનંદ શ્રાવકની કથા
૨૬. સ્થૂલિભદ્રજીની કથા
૨૭. હસ્તિમિત્રની કથા
૨૮. સુદર્શન શેઠ અને સિંહશ્રેષ્ઠીની કથા ૨૯. અર્જુનમાળીની કથા
૩૦. સોમદત્ત, સોમદેવ તથા ઉદયન રાજર્ષિની કથા
૩૧. દર્શન પરિષહ ઉપર અષાડાભૂતિ આચાર્યની કથા
(૪)
૧૧૩
૧૨૭
ખીમજીભાઈ છાડવા ડૉ. પાર્વતીબહેન ખીરાણી ૧૧૯ જેપલ શાહ મિતેશભાઈ એ. શાહ ડૉ. શોભના ૨. શાહ ડૉ. રશ્મિ ભેદા
૧૩૦
૧૩૮ ૧૪૬
૧૦૬
ચિત્રાબહેન મોદી ડૉ. છાયાબેન પી. શાહ રજનીકાંતભાઈ શાહ મીતાબહેન ગાંધી
રમેશભાઈ ગાંધી
બીનાબેન શાહ
૧૫૬
ડૉ. કાન્તિભાઈ બી. શાહ ૧૬૪ ભારતીબેન મહેતા
૧૬૯
૧૮૦
૧૮૪
૧૯૦
૧૯૪
૨૦૧
૨૦૩
પારૂલબેન ભરતકુમાર ગાંધી ૨૦૮
Page #4
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
સંપાદકનું નિવેદન ગુજરાત વિદ્યાપીઠ આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્રના સહયોગથી સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરરી સેંટર, મુંબઈ (ઘાટકોપર), જૈન વિશ્વકોશ અને ઈન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા. ૨૩-૧૦-૨૦૧૫ અને ૨૪-૧૦-૨૦૧૫ ના ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં જૈન સાહિત્ય જ્ઞાનસત્ર- ૧૩નું આયોજન થયું હતું.
આ જ્ઞાનસત્રમાં પચાસ વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો વિષયમાં ૩૦ જેટલા વિદ્વાનોએ પોતાના શોધપત્રો પ્રસ્તુત કર્યા હતા. આ નિબંધો શોધપત્રોને ગ્રંથરૂપે પ્રગટ કરતા અમે આનંદ અનુભવીએ છીએ.
જ્ઞાનસત્રના પ્રમુખસ્થાને બિરાજમાન પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ અને સત્રના પ્રેરિતદાતા ડૉ. રતનબહેન ખીમજીભાઈ છાડવાનો આભાર. શોધપત્રો પ્રસ્તુત કરનાર તમામ વિદ્વાનોનો આભાર.
આ જ્ઞાનસત્ર સફળ બનાવવા માટે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિકભાઈ શાહ, કુલસચિવ શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, ડૉ. પૂર્ણિમા મહેતા અને ડૉ. શોભના શાહનો ઋણ સ્વીકાર કરીએ છીએ,
આયોજનનો કાર્યભાર સંભાળનાર ડૉ. નલિનીબહેન દેસાઈ, ખીમજીભાઈ છાડવા, યોગેશભાઈ બાવીશી તથા ભાવેશ શાહનો આભાર. જ્ઞાનસત્રના બીજા વિષય “જૈન દર્શન અને ગાંધી વિચારધારા” ના નિબંધો અલગ પુસ્તકરૂપે પ્રગટ કર્યા છે.
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) કથાનકોની વિરાટ સૃષ્ટિ આપણી અમૂલ્ય સંપદા છે !
• ગુણવંત બરવાળિયા (ગુણવંતભાઈ સી.એ. સુધી અભ્યાસ કર્યા બાદ ટેક્ષટાઈલ ઈન્ડ.માં પ્રવૃત છે. તેઓએ ૬૦ જેટલા પુસ્તકોનું સર્જન - સંપાદન કર્યું છે. જૈન સાહિત્ય જ્ઞાનસત્રોના આયોજનમાં રસ લે છે અને કેટલીક ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.)
જગતભરમાં કથાસાહિત્યનું સ્થાન અદ્વિતીય અને અનુપમ છે. कहा-बंधे त णस्थि जयम्मि जं कह वि चुक्का कुवलयमाला
જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે જેને કથારચનામાં સ્થાન મળ્યું ન હોય. પ્રત્યક્ષ દુનિયામાં જે માનવપ્રજા વસે છે તેમાં ભણેલા, કુશાગ્રબુદ્ધિવાળા અલ્પ છે કે જે વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, ભૂગોળ, ખગોળ, ગણિત, આયુર્વેદ, અધ્યાત્મ, યોગ, પ્રમાણશાસ્ત્ર જેવા ગહન અને તાત્ત્વિક વિષયોમાં રસ લઈ ઊંડા ઊતરી શકે. આથી તેઓને સ-રસ અને સમજ પડે તેવા અને તે સમજ દ્વારા જીવનનો રસ માણી શકાય તેવા સાહિત્યની અપેક્ષા છે. આથી આપણા પૂર્વ ઋષિમુનિઓએ વિપુલ પ્રમાણમાં કથાઓ દ્વારા તેમની અપેક્ષાને પૂર્ણ રીતે સંતોષી છે. તેઓના સપ્તરંગી મેઘધનુષ્યની વિવિધતા અને ભાતીગળ મનોરંજનથી ભર્યું કથાસાહિત્ય આપણી જાતની સૂધબૂધ વિસરાવી કથારસના અલૌકિક પ્રદેશમાં દોરી જાય છે. વિશ્વના કોઈપણ ધર્મ-દર્શન, શિક્ષણ કે સમાજના ક્ષેત્રમાં સિદ્ધાંતો કે નિયમો સમજાવવા કે જે તે ક્ષેત્રના સહેતુ બર લાવવા પ્રેરકબળ તરીકે કથાનકોનો ઉપયોગ અનિવાર્ય રીતે કરવામાં આવ્યો છે; જેમાં જીવનમાં ઘટિત થયેલા પ્રેરક પ્રસંગો, ઉપનય કથાઓ, દષ્ટાંત કથાઓનો સમાવેશ કરવામાં આવે છે.
મુંબઈ
તા. ૦૧-૧૨-૨૦૧૫
ગુણવંત બરવાળિયા
(9)
Page #5
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
સમાજના વિવિધ વર્ગમાં સદાચારનું સિંચન કરવા માટે, વિવિધ જાતિ, સંપ્રદાય કે ધર્મના લોકોને ધર્માભિમુખ કરવા માટે વિવિધ પ્રકારની કથાઓનો આશ્રય લેવામાં આવ્યો છે.
આપણા પુરાણો, વેદ, ઉપનિષદો, આગમ ઉપરાંત આપણા મહાકાવ્યો રામાયણ - મહાભારતમાં પણ ભરપૂર કથાનકો સંગ્રહિત છે. કથાઓમાં પંચતંત્ર, હિતોપદેશ, ઈસપની નીતિકથાઓ, બૌદ્ધની જાતકકથાઓ, પરીકથાઓ, જૈન કથાસાહિત્યમાં આગમયુગની કથાઓ, બાલાવબોધ, ઉપદેશમાળાના કથાનકોનો સમાવેશ થાય છે.
ધર્મમાં શ્રદ્ધા વધારવા માટે પર્વકથાઓ, વ્રતકથાઓ અને તત્ત્વબોધકથાઓનો ફાળો નોંધપાત્ર છે.
જૈન ધર્મમાં જ્ઞાનપ્રાપ્તિ માટેના માર્ગ-અનુયોગ દ્વારના ચાર પ્રકાર બતાવ્યા છે - દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ.
ધર્મકથાનુયોગમાં ત્રિષષ્ટિશલાકા પુરુષ આદિ મહાત્માઓ, દાની, શ્રાવક શ્રેષ્ઠીઓ, સતી સ્ત્રીઓના પ્રેરક જીવનને કથાનકો દ્વારા વર્ણવવામાં આવ્યા છે. જૈન કથાસાહિત્યમાં જ્ઞાતાધર્મકથા આગમમાં સાડા ત્રણ કરોડ કથાઓ હતી તેવી શ્રુતપરંપરાથી માહિતી મળે છે, પરંતુ આજે આટલી મોટી સંખ્યામાં કથાઓ ઉપલબ્ધ નથી. કથાનુયોગ એ સામાન્ય જનસમૂહ માટે ધર્મમાર્ગમાં પ્રવેશદ્વારની ભૂમિકા પૂરી પાડે છે.
કથા-લોકકથા એ સાહિત્યનું હૃદય છે. આબાલવૃદ્ધ ગરીબ-તવંગર, સાક્ષર-નિરક્ષર સર્વ કોઈને કથા સમસ્વરૂપે એકસૂત્રતાથી જકડી બાંધી રાખે છે. આ ઉપરાંત તેની વિશેષતા એ છે કે એને જેટલી સાંભળવા કે વાંચવામાં આવે (૭)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
એટલી જ સહેલાઈથી, સરળતાથી તે હૃદયંગમ થઈ શકે છે. આથી જ પ્રત્યેક ધર્માચાર્યોએ પોતાનો ધર્મોપદેશ કથાના માધ્યમ દ્વારા કરવાનું યોગ્ય, ઉચિત માન્યું છે. માનવજીવનમાં ધાર્મિક સંસ્કારોના સિંચન માટે કથાથી ઉત્તમ સરળ, સહજ અને યોગ્ય કોઈ માધ્યમ નથી અને આથી જ વિશ્વના પ્રત્યેક ધર્મમાં કથાસાહિત્યની લોકપ્રિયતા, પ્રચલિતતા વ્યાપકપણે જણાય છે. ભગવાન મહાવીરે ધર્મોપદેશ દરમિયાન ધર્મ, વિજ્ઞાન અને તત્ત્વદર્શન જેવા ગૂઢ અને ગંભીર તત્ત્વોને અધિક સરળ, સુગમ, સુબોધ અને રુચિકર બનાવવા માટે કથાનો આશ્રય લીધો; જેને આગમસાહિત્યમાં સંગ્રહિત-સંકલિત કરવામાં આવ્યો.
આગમ સાહિત્ય પછી ક્રમશઃ થતી કથારચનામાં પરિવર્તન આવતું ગયું. આગમમાંથી પ્રાપ્ત કથાઓ, ચરિત્ર અને મહાપુરુષોના જીવનના નાનામોટા અનેક પ્રસંગોમાંથી મૂળ કથાવસ્તુમાં અવાંતર કથાઓનું સંયોજન અને મૂળ ચરિત્રના પૂર્વજન્મોની ઘટનાઓને સમૃદ્ધ કરવી, એની કથાવસ્તુનો વિકાસ અને વિસ્તાર કરવાની પદ્માવર્તી શૈલી બની ગઈ, જે શૈલીનો પ્રભાવ રામાયણ, મહાભારત કે જાતકથી માંડીને ચારિત્રો, પારાયણો, આખ્યાયિકા, કથાકોશો ઈત્યાદિમાં પરંપરાગત રીતે જણાઈ આવે છે.
વિશ્વભરના ધર્મ અને સાહિત્યએ દૃષ્ટાંતકથાનો સહારો લીધો છે. બાળદશાના શ્રોતાઓ અને વાચકોને ધર્મ અને તત્ત્વના ગહન રહસ્યો સરળતાથી રસમય રીતે સમજાય એ તેનો મુખ્ય ઉદ્દેશ છે. કથાઓ દ્વારા પરિચિતતાની માધુરી અને અપરિચિતતાનો આનંદ આપી શકાય છે. દ્રવ્યાનુયોગના ગહન તત્ત્વો પ્રાથમિક દશાના વાચકો માટે સમજવા મુશ્કેલ અઘરાં છે, પરંતુ દ્રવ્યાનુયોગ કથાનુયોગ પર સવાર થઈ વાચકના હૃદય સુધીની યાત્રા સરળતાથી કરી શકે છે.
(૮)
Page #6
--------------------------------------------------------------------------
________________
- ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) જૈન કથાનકોની વિરાટ સૃષ્ટિ આપણી અમૂલ્ય સંપદા છે. ધર્મ અને દર્શનને જગત સુધી પહોંચાડવા કથાનુયોગ સૌથી વધુ ઉપકારક બને છે. આગમમાં કથાનુયોગ અભિપ્રેત છે. કાદમ્બરીનો ભાવાનુવાદ કરનાર કવિ ભાલણની ઉક્તિ અમારા હૃદયભાવને વાચા આપે છે,
“મુગ્ધ રસિક સાંભળવા ઇચ્છી પણ પ્રીચ્છી નવ જાય, તેહને પ્રીછુવા કારણે કીધું ભાલણે ભાષા બંધ.”
મુગ્ધરસિક શ્રોતા સાંભળવા અને સમજવા ઇચ્છે છે, પરંતુ સમજી શકતા નથી અને સરળ રીતે સમજાવવા ભાલણ જે રીતે આસ્વાદ-ભાવાનુવાદનો પુરુષાર્થ કરે છે તેમ આપણે પણ કથાનકો દ્વારા આસ્વાદનો પુરુષાર્થ કરવો જોઈએ.
વિશ્વના કથાસાહિત્યમાં જાસૂસી કથાઓ, જુગુપ્સાપ્રેરક કથાઓ, બીભત્સકથાઓ, હિંસાત્મક વીરકથાઓ પુષ્કળ છે, પરંતુ ધર્મ કે દર્શનસાહિત્યમાં આવી કથાઓને સ્થાન નથી.
અહીં નીતિ-સદાચાર પ્રેરકકથાઓ, ચારિત્ર્યકથાઓ, તપ-ત્યાગની કથાઓ જ ધર્મકથાઓ છે, જે માનવજીવનને ઊર્ધ્વગામી કરી શકે છે. વળી, જ્ઞાનીઓએ ચાર વિકથાનો ત્યાગ કરવા જણાવ્યું છે; જેમાં પાપહેતુભૂત સ્ત્રીપુરુષની કથા છે. એ જ રીતે રાજકથા અને દેશકથા કરવાથી નિંદા દ્વારા આત્મા અનર્થદંડથી દંડાય અને કર્મબંધન કરે છે, તો વળી ક્યારેક આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમાં ફસાઈ જાય છે. જયારે ભોજનકથામાં આસક્તિ અભિપ્રેત છે. આવી વિકથાનો આરાધક આત્માઓએ ત્યાગ કરી માત્ર ધર્મકથાનો જ આશ્રય લેવો જોઈએ. આસક્તિ અને સંજ્ઞાઓને પાતળી પાડવા આ કથાનકો પાયાનું કામ કરે છે. શાસ્ત્રકાર પરામર્શીઓ, જૈન દાર્શનિકો, મુનિઓ કે જૈન સર્જક
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સાહિત્યકારો એમ દઢપણે માને છે કે સાહિત્ય અને કલાના સર્જનનો ઉદ્દેશ શુભતત્ત્વોના દર્શનનો હોય તો જ સાર્થક.
કથા, કાવ્ય, સાહિત્ય, સંગીત અને લલિતકલાઓથી જીવન સભર બને છે. માટે અહીં જીવનમાં કલાની આવશ્યકતા જ નહિ, પરંતુ અનિવાર્યતા સ્વીકારાઈ છે, પરંતુ જીવનની સભરતા અને મધુરતાનું શું? માત્ર કલ્પનામાં વિહાર કરવાથી જીવનમાં સભરતા અને મધુરતા આવી શકે ? સર્જનશક્તિ ખીલવવા માટે કલ્પનાના વિકાસની એક નિશ્ચિત હદ છે. એ સરહદ પાર કર્યા પછી નિરર્થક છે.
કથા, કાવ્ય, સાહિત્ય કે સંગીત વગેરે કલાઓ માત્ર ભક્તિ પ્રયોજનરૂપ ન હોય, સદાચારપ્રેરક ન હોય તો માત્ર કલ્પિત અને નિરર્થક બની રહેશે. જે સર્જનમાં નિજ સ્વરૂપને પામવાની ઝંખના નથી તે કૃતિ ઈન્દ્રિયોના મનોરંજન કરનારી નીવડે છે, જેનું પરિણામ ભોગ-ઉપભોગ અને તૃષ્ણા વધારનારું, રાગ-દ્વેષ ને સંસાર વધારનાર છે. સૂરદાસ, તુલસીદાસ, મીરાં, નરસિંહ, કબીર, આનંદઘનજી, શ્રીમદ્ રાજચંદ્રજી, પૂ. યશોવિજયજી, પૂ. હરિભદ્રસૂરિ, કલિકાલ - સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, પૂ. કુંદકુંદાચાર્યનું સાહિત્ય આત્માર્થે હોવાથી ચિરંજીવ બની અમરત્વને પામ્યું.
પ્રાચીન કે મધ્યકાલીન કથામંજુષા ખોલી સાહિત્યસર્જકો, કથાઓના શ્રદ્ધાતત્ત્વને અકબંધ રાખી સાંપ્રત પ્રવાહ પ્રમાણે આધુનિક-વૈજ્ઞાનિક અભિગમથી એ કથાઓ નવી પેઢી સમક્ષ રજૂ કરશે તો યુવાનોને ધર્માભિમુખ થવાની નવી દિશા મળશે.
જૈન કથાનુયોગમાં શ્રાવક, શ્રાવિકા, સાધુ-સાધ્વી વગેરેના જીવનના આદર્શ પાસાનું નિરૂપણ તો કરવામાં આવે જ છે, પરંતુ જૈન કથાઓની
(૯)
(૧૦)
Page #7
--------------------------------------------------------------------------
________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) જૈનદર્શનમાં ઉપસર્ગ અને પરિષહ
- ગુણવંત બરવાળિયા
- ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) વિશિષ્ટતા એ છે કે તે પશુપંખીનાં પાત્રોને, તેના જીવનના આદર્શને રજૂ કરી પ્રેરણા પૂરી પાડે છે. સિંહના જીવનનું પરિવર્તન થતાં તે ભૂખ્યા રહેવા છતાં હિંસા કરતો નથી. ચંડકૌશિક સર્પને જાતિસ્મરણ થતાં તે કીડીને પણ નુક્સાન કરતો નથી. આમ, જૈન કથાનુયોગની કથાઓનું જીવનઘડતરમાં મૂલ્યવાન યોગદાન રહ્યું છે.
જૈન કથા સાહિત્યમાં પરિષહ અને ઉપસર્ગ પ્રધાન કથાઓ પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા - એમ ચતુર્વિધ સંઘને ઉપસર્ગો નડે છે. દેવકૃત, મનુષ્યકૃત ને તિર્યંચ (પ્રાણી, પશુ, પંખી) કૃત ઉપસર્ગો આવે ત્યારે મહાન આત્માઓ સમભાવથી આવા ઉપસર્ગો સહન કરી કર્મનો ક્ષય કરે છે. સાધના જીવનમાં બાવીસ પ્રકારના પરિષદો આવે છે. પરિષહ પ્રધાન કથાઓમાં મહાન આત્માઓ કઈ રીતે સમતાભાવે પરિષહ સહન કરે છે તે વાંચતા આપણા જીવનમાં અનન્ય પ્રેરણા મળે છે.
ઉપસર્ગ' શબ્દ જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. આ શબ્દ એક વિશિષ્ટ લાક્ષણિક અર્થમાં વપરાય છે. મૂળ તો ઉપસર્ગ શબ્દ સંસ્કૃત ભાષાનો છે. એના જુદા જુદા અર્થ થાય છે. દા.ત. માંદગી, વિધિ, ઈજા, હાનિ, વળગાડ, મરણનો ભય, આફત, દેવ, મનુષ્ય કે તિર્યંચ (પશુ-પંખી, જંતુ વિ.) જળચર, ખેચર સ્થળચર વિ. ની તરફથી થતી કનડગત કે તેનાથી અપાતો ત્રાસ કે પીડા.
સૂત્રકૃતાંગ નામના આગમ ગ્રંથમાં ઉપસર્ગ (ક વરસ) પર એક અધ્યયન છે. ભદ્રબાહુ રચિત ઉવસગહર સ્તોત્ર જૈનોમાં પ્રચલિત છે. આ મંત્રગર્ભિત સ્તોત્ર ઉપસર્ગ હરનારું માનવામાં આવે છે.
જૈન પરંપરામાં ઉપસર્ગ એટલે આવી પડેલું ભયંકર કષ્ટ છે. જે કષ્ટ મૃત્યુમાં પરિણમનારું પણ હોઈ શકે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૩૧ માં અધ્યયનમાં કહ્યું છે, दिल्वे य जे ज्वसम्गे तहा तिरिच्छ माणुस्से । जे भिक्खू सहई निच्चं से न अच्छड़ मण्डले ॥
જે ભિક્ષુ દેવતા, તિર્યંચ કે મનુષ્ય કરેલા ઉપસર્ગો નિત્ય સહન કરે છે તેને સંસારરૂપી મંડલમાં પરિભ્રમણ કરવું પડતું નથી.
| ઉપસર્ગના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની દૃષ્ટિએ છે પ્રકાર છે. પ્રતિલોમ ઉપસર્ગ એટલે શરીરને અતિશય કષ્ટ આપનાર ઉપસર્ગ, અનુલોમ ઉપસર્ગ એટલે અનુકૂળ ઉપસર્ગ. દા.ત. કુશીલ સી. આવા ઉપસર્ગ પર વિજય મેળવવાનું કઠિન બની જાય છે.
(૧૨)
(૧૧)
Page #8
--------------------------------------------------------------------------
________________
- ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) શારકારે આ ચાર મુખ્ય પ્રકારના ઉપસર્ગના સોળ પેટા પ્રકાર નીચે પ્રમાણે કહ્યાં છે : ૧.દેવકૃતઃ
(૧) રાગથી અથવા હાસ્યથી, (૨) દ્વેષથી, (૩) વિમર્શથી અથવા પરીક્ષાથી (વેદના સહન કરી શકે છે કે નહિ તે દેઢતા જોવા માટે પરીક્ષા કરવી તે), (૪) પૃથવિમાત્રા (ધર્મની ઈર્ષ્યા આદિને અંગે વૈક્રિય શરીર કરીને ઉપસર્ગ કરે છે તે). ૨. મનુષ્યકૃત:
(૧) રાગથી અથવા હાસ્યથી, (૨) દ્વેષથી, (૩) વિમર્શથી, (૪) કુશીલથી (ઉ.ત., બ્રહ્મચારીથી પુત્ર થાય તે બળવાન હોય છે એમ ધારીને કોઈ શ્રી ધર્મવાસના વિનાના સાધુને બ્રહ્મચર્યથી ચલિત કરવા અનુકૂળ ઉપસર્ગ કરે તે.) ૩. તિર્યંચકૃત:
(૧) ભયથી મનુષ્યને જોઈને તે મને મારશે એમ ધારીને વાઘ, સિંહ વગેરે સામે ધરે તે), (૨) પિત્તથી, (૩) કફથી અને (૪) સંનિપાતથી થતા ભયંકર રોગરૂપી ઉપસર્ગ, આત્મસંવેદનીયના આ ચાર પેટાપ્રકાર બીજી રીતે પણ ગણાવવામાં આવે છે; જેમ કે, (૧) નેત્રમાં પડેલું કશું વગેરે ખેંચવું, (૨) અંગોનું ખંભિત થવું, (૩) ખાડા વગેરે ઉપરથી પડી જવું અને (૪) બાહુ વગેરે અંગોનું પરસ્પર અથડાવું.
સાધકો, સાધુ, સાધ્વી, ગૃહસ્થો સમતાભાવે આવા ઉપસર્ગો સહન કરી કર્મનિર્જરા કરી મુક્તિપંથગામી બને છે.
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) જૈન ધર્મમાં આવા ભયંકર ઘોર, બિહામણા ઉપસર્ગો પ્રત્યે પણ સવળી તાત્ત્વિક દૃષ્ટિ પ્રવર્તમાન છે.
પરિષહ એ જૈન ધર્મનો વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે.
તત્ત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વાતિએ પરિષહ વિશે મારો નિર્ણાય વરિષ તથા: પરીષદ: કહ્યું છે અર્થાત્ સંયમમાર્ગમાંથી ચલિત ન થવાને માટે તથા કર્મોની નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તેને પરિષહ કહે છે. ઉત્તરાધ્યયન સૂત્રનું બીજું અધ્યયન પરિષદનું છે. શાસ્ત્રોમાં ગણાવેલ બાવીશ પરિષહ આ પ્રમાણે છે :
(૧) ક્ષુધા પરિષહ – મુનિ મહારાજે ક્ષુધા સંતોષવા ગોચરી (ભિક્ષા) વહોરવા (લેવા) જવું પડે છે. ૪૨ પ્રકારના દોષથી રહિત ભિક્ષા વાપરવાની હોય છે અને ન મળે ત્યાં સુધી ક્ષુધા-ભૂખ સહન કરવાની હોય છે.
(૨) તૃષા પરિષદ - મુનિ મહારાજને તરસ લાગે ત્યારે દોષ રહિત અચિત પાણી જ વાપરવાનું હોય છે. તે ન મળે તો પાણી ન વાપરે.
(૩) શીત પરિષહ - શિયાળાની ઠંડીમાં મુનિ મર્યાદા ઉપરાંત વસ્ત્રો ન રાખે - તાપણા કે હીટર વગેરેનો પણ ઉપયોગ ન કરે ને ઠંડી સહન કરે.
(૪) ઉષ્ણ પરિષહ – ઉનાળાની ગમે તેવી ગરમીથી બચવા મુનિ સ્નાનાદિ, જળ કે ઔષધિનો ઉપયોગ ન કરે, ઈલેક્ટ્રીક ઉપકરણો (એ.સી., ફેન વગેરે) કે શીતોપચાર સેવે નહીં.
| (૫) દંશ પરિષહ - ડાંસ, મચ્છર, માખી, વગેરે પીડા કરે તો મુનિ તે સમભાવથી સહન કરે.
(૧૩)
(૧૪)
Page #9
--------------------------------------------------------------------------
________________
- ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - (૬) અખેલક પરિષહ - જીર્ણ વસ્ત્રો, ફાટેલા વસ્ત્રો કે હલકા વસ્ત્રોથી દીનતા કે ક્ષોભ ન અનુભવે. જિનકલ્પી સાધુઓ કે દિગમ્બર સાધુ વસ્રરહિત હોય તે નગ્ન પરિષદને સ્વેચ્છાએ સ્વીકારે છે.
(૭) અરતિ - અરઈ પરિષહ – અરતિ એટલે આનંદનો અભાવ. પ્રતિકૂળ પદાર્થોમાં ગ્લાનિ, શોક કે ચિંતા ન કરે.
(૮) સ્ત્રી (ઈન્દી) પરિષહ – સાધુ ભગવંતોને ક્યારેક દુરાચારી સ્ત્રી તરફથી પરિષહ સહન કરવાના પ્રસંગો આવે છે. તેના હાવભાવ, કટાક્ષના આકર્ષણથી ચળ્યા વિના નવ વાડે વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે.
(૯) ચર્યા પરિષહ - એક ગામથી બીજે ગામ વિચરતા વિહારના થાક, વિઘ્નો કષ્ટ સમભાવે સહે એ સ્થળે લાંબો સમય નિવાસ ન કરે.
(૧૦) નૌષધિકી (નિસ્ત હિયા) પરિષહ -વિહારમાં રહેવા, કાયોત્સર્ગ, પ્રતિક્રમણ આદિ ક્રિયા કરવા ખંડેર, સ્મશાન, જંગલ જે સ્થળ મળે તેને ગમાં અણગમા વિના સ્વીકારે.
(૧૧) શયા (સેજા) પરિષહ - વિરાટ કે ચાતુર્માસમાં ઊંચી-નીચી ટાઢ – તડકા, પવન વાળી જગા સૂવા મળે તો પ્રસન્ન ચિત્તે સ્વીકારે છે.
(૧૨) આક્રોશ પરિષહ - કૂતરા ભસે કે અજ્ઞાન માણસો ભાંડે કે નિંદે તેનો ગુસ્સો, આક્રોશ ન કરે.
| (૧૩) વધુ પરિષહ- કોઈ ક્રોધી મારે તો પણ શાંતિથી સહન કરે.
(૧૪) યાચના પરિષહ - ગોચરી લેવા જવા ક્ષોભ કે અભિમાન ન કરે. ગોચરી ન મળે તો પણ સ્વસ્થ રહે.
(૧૫)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) (૧૫) અલાભ પરિષહ – ખપતી વસ્તુ કે ગોચરી ન મળે તો ગ્લાનિ વિના લાભાંતરનો ઉદય છે તેમ સ્વીકારે.
(૧૬) રોગ પરિષહ - તીવ્ર રોગના ઉદયે સમતાભાવમાં રહે છે.
(૧૭) તૃણ સ્પર્શ (તણફાસ પરિષહ) – ઘાસના સંથારા કે ખરબચડી જમીનમાં સૂવું પડે તો સમભાવે સહન કરે.
(૧૮) મલ પરિષહ - શરીર કે વસ્ત્રો પરના મેલ કાઢવા સ્નાનની ઇચ્છા ન કરે.
(૧૯) સત્કાર પુરસ્કાર પરિષહ – માન - અપમાનમાં સમતા રાખે.
(૨૦) પ્રજ્ઞા પરિષહ - ગમે તેવા સંજોગોમાં જ્ઞાનનો ગર્વ ન કરે, પણ પોતા પાસે જે જ્ઞાન છે તે બીજાને આપવાની ભાવના રાખે.
(૨૧) અજ્ઞાન પરિષહ – જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં જ્ઞાન ન મળે તો ખેદ ન કરે, પણ તપ-જપ-સમિતિ-ગુપ્તિ આરાધે.
(૨૨) દર્શન (દંસણ) પરિષહ - સમ્યક પરિષહ કસોટીના સમયે પણ દેવ, ગુરુ અને ધર્મમાં શ્રદ્ધા રાખે.
આ પરિષદોને સમતાભાવે સહન કરનાર સાધુ, સાધ્વી કે શ્રાવક – શ્રાવિકાઓ કોટિ કર્માન્ત નિર્જરા કરી આત્માનું ઊર્ધ્વગમન કરી શકે છે.
જૈન આગમ ગ્રંથો - જૈન ઈતિહાસ અને કથાનુયોગમાં હજારો ઉપસર્ગ અને પરિષહ પ્રધાન કથાનકો જોવા મળે છે. પરિષહને સહન કરી ઉપસર્ગો સામે ઝઝૂમી વિજય મેળવનાર આત્માઓ મોક્ષપંથના પ્રવાસી બન્યા છે.
(૧૬)
Page #10
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) 'દાદાગુર, પૂ. માણેકચંદ્રજી મ.સા.ના જીવનમાં ઉપસર્ગ
- મુનિ સુપાર્જચંદ્ર (બો.સં.). (બોટાદ સંપ્રદાયના પૂ.શ્રી જયેશચંદ્ર મુનિના સુશિષ્ય, જૈન દર્શનના અભ્યાસ મુનિ સુપાર્શચંદ્ર કલ્યાણમંદિર સ્તોત્ર પર Ph.D.નો અભ્યાસ કરી રહ્યા છે.)
જગત વંદનીય જિનેશ્વર પરમાત્માએ અનંતકાળથી જન્મ-મરણ અને ભવભ્રમણના દુઃખોમાંથી મુક્ત થવા માટે મોક્ષમાર્ગ – આત્મકલ્યાણનો માર્ગ બતાવ્યો. આત્મકલ્યાણના આ અનુપમ માર્ગે આગેકદમ કરતાં આરાધક – સાધકના જીવનમાં પૂર્વકના ઉદયે ગમે ત્યારે, ગમે તે કષ્ટ - વિક્નો કે સંકટો આવી શકે છે, પણ આવેલ અણધારી આફત કે પ્રતિકૂળ પ્રસંગને પ્રસન્નભાવે - સમતાભાવે સહન કરતો જીવાત્મા આત્મશ્રેયને સાધી શકે છે. આવા કષ્ટો, સંકટો કે વિજ્ઞાને જૈન પરિભાષામાં પરિષહ કે ઉપસર્ગ કહેવામાં આવે છે, ગણવામાં આવે છે. શ્રી તત્ત્વાર્થસૂત્રમાં પરિષદની પરિભાષા કરતાં બતાવ્યું છે કે -
માર્ચવન નિર્નાર્થે રોઢથા: રષદ: | અર્થાતુ માર્ગમાં સ્થિર રહી પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા માટે સહન કરવું તે પરિષહ.
શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રના બીજા અધ્યયનમાં પ્રભુએ આ પરિષહની વાત કરતાં મુખ્ય ૨૨ પ્રકારના પરિષહ બતાવ્યા છે કે જે પરિષદને અડીનભાવે, અગ્લાનભાવે સહન કરતો સાધક સાધનાની સફરે આગે કદમ કરી શકે છે.
આવા જ એક સાધક આત્માના જીવનમાં આવેલ ઉપસર્ગ અને પરિષદની અત્રે રજૂઆત કરવી છે.
અમારી યશસ્વી ગુરુપરંપરાના શિરતાજ, શાસનગૌરવ, બોટાદ સંપ્રદાયના દાદાગુરુદેવશ્રી પૂ. માણેકચંદ્રજી મ.સા. ના જીવનમાં પરિષહ - ઉપસર્ગોના પ્રેરક પ્રસંગો બન્યા હતા. થોડો દૃષ્ટિપાત કરીએ.
(૧૯)
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સં. ૧૯૬૨ ની સાલનું ચાતુર્માસ મેંદરડા કરવાનું વચન આપી દીધું હતું. ગોંડલ સંપ્રદાયના તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ.સા. ઠાણા-૨ તથા બોટાદ સંપ્રદાયના ઓજસ્વી પૂ. માણેકચંદ્રજી મ.સા. ઠાણા-૨ પોરબંદર પધાર્યા ને સંઘમાં ખૂબ જમાવટ થઈ છે, એ જાણી સંઘે ચાતુર્માસ માટે ખૂબ આગ્રહ કર્યો. મેંદરડાવાળાને ખબર પડતાં દોડીને આવ્યા. હવે અહીંથી જલ્દી વિહાર કરો એટલે કોઈ વિકલ્પ ન રહે. પૂ. માણેકચંદ્રજી મ. સાહેબે પોરબંદરથી વિહાર કર્યો ને કુતિયાણા આવ્યા. ત્યાંની સ્પર્શના વધી ગઈ. આકાશમાં નજર કરતાં ખ્યાલ આવ્યો કે આ વાદળું વરસશે તો લીલ ભાદરમાં પાણી આવશે ને મેંદરડા નહીં જવાય. તે વખતે પુલ ન હતા. સાંજના ચાર વાગ્યે વિહાર કર્યો ને ત્યાંથી ભાદરને સામે કાંઠે માંડવા ગામે આવ્યા.
ધર્મશાળામાં ઉતારો કર્યો. રાત્રે ભવાયા રમવા આવેલા તેના અવાજમાં નીંદ આવતી નથી. લગભગ રાત્રિના અગિયાર-બાર વાગ્યાની આસપાસ ભયજનક અવાજ, બુંગીયો ઢોલ વાગ્યો. પેલું વાદળું વરસ્યું ને ઉપરવાસથી પણ પાણી, ભાદર નદી છલકાણી. ગામમાં પાણી ફરી વળ્યા. ધર્મશાળાના ગઢના કાંગરા સુધી પાણી આવ્યું. ગામનો એક માણસ ઊંટ પર કહેવા આવ્યો કે ધર્મશાળા ફરતું પાણી ભરાઈ ગયું છે. અંદર હોય તે સાવધ થઈ જાય. નામઠામ લખી લો. ધર્મશાળામાં રહેતા બાવાજી ગભરાયા. પછી તો પાણીના ઘુઘવાટા એવા થવા લાગ્યા કે પાસે બેઠેલાનો અવાજ પણ ન સંભળાય.
મુનિઓ તો સાગારી સંથારો કરી જપ-સ્વાધ્યાયમાં લીન બની ગયા. ધર્મશાળા ફરતું ચારેકોર પાણી ભરાઈ ગયું છે, જો વંડી ઉપર છલકાઈ ધર્મશાળામાં આવશે તો મોટું જોખમ થશે એમ જાણી પેલા બાવાજી તો ગભરાયા ને પરિવાર સાથે આવી પૂ. ગુરુદેવોને વિનંતી કરે છે, બચાવો... મહારાજ... બચાવો. હવે તો તમારા આધારે છીએ.
(૧૮)
Page #11
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) બાવાજી કહે છે કે હવે શું કરશું? કેમ બચશું? અમારે ત બાયડી - છોકરા - કુટુંબ બધાનો એક સમયે નાશ થવાનો વખત આવ્યો છે. તમે પણ પરદેશી વિચરતા અહીં આ ધર્મશાળામાં પધાર્યા અને આવું ભયંકર કષ્ટ આવી, પડ્યું. હવે બચવાનો કોઈ ઉપાય બતાવો. તે સાંભળી મહારાજશ્રીએ તેને અતિશય ધીરજ આપીને પાર્શ્વનાથ ભગવાનનું ધ્યાન કરવા ભલામણ કરી અને કહ્યું કે આ સમયમાં રૂદનપાત કરવું યોગ્ય નથી, પણ પરમાત્માનું ધ્યાન લગાવો. તેથી સૌ સારું થશે. આ સાંભળી બાવાજી પરિવાર સાથે એકચિત્તે પરમાત્મા પાર્શ્વનાથનું ધ્યાન કરવા લાગ્યો.
તે દરમ્યાન બાવાજીનો એક છોકરો લગભગ તેર વર્ષની ઉંમરનો, વાંસની નીસરણી લઈ પાણી જોવાની ઇચ્છાથી વંડીએ નીસરણી મૂકી ત્યાં ઉપરનું છજુ પડતાં અને પાણીના પ્રવાહનું જોર થતાં છોકરો નીચે પડી ગયો. ઘણો માર વાગ્યો ને બાવાજીએ તેનો પગ ખેંચીને બચાવી લીધો ને દીકરાને વઢવા લાગ્યા ત્યારે પૂ. મહારાજશ્રીએ સમતા રાખવા કહ્યું ને ભજનમાં જરાપણ ભંગ ન પડે તેમ પાર્શ્વનાથ ભગવાનની ધૂન લગાવવા કહ્યું. બધા એકચિત્તે પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન કરવા માંડ્યા.
આયુષ્યનું બળ અને પ્રભુના સ્મરણનો પ્રભાવ. જેથી પાણીનું જોર ઘટવા લાગ્યું. લગભગ રાત્રિના ચારેક વાગ્યા અને પાણી તદ્દન ઓછું થઈ ગયું, પણ ધર્મશાળા ફરતી વંડી પડી ગઈ, દરવાજા વગેરે સર્વ પડી ગયું. બાવાજી રાજી-રાજી થઈ ગયા કે આ સંતોના પ્રતાપથી અને પ્રભુના ભજનથી અમે બચી ગયા. સવાર પડી. ગામના માણસો ટોળેટોળા ઢીંચણ સુધીના પાણી વટાવતા તે ધર્મશાળામાં આવ્યા કે ધર્મશાળામાં રહેલા મનુષ્યોનું શું થયું એ જોઈ આવીએ. રાત્રે આવેલા પાણીની હકીકત પૂછી તો બાવાજી કહે છે કે અમારે ઘેર સંતો પધાર્યા. એના પ્રતાપે અમે સહુ બચ્યા છીએ. લોકોએ ભજનનો
(૧૯).
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) તથા સંતોનો ચમત્કાર જાણ્યો, બધા આવી મુનિઓના પગમાં પડ્યા અને આહાર-પાણી માટેનો આગ્રહ કર્યો. મુનિશ્રીએ કહ્યું કે અમારે માટે બનાવેલ આહાર અમારે લેવાય નહીં, કાચા જળને અમારે અડાય નહીં તેમજ પાણીમાં ચાલી અન્ન-પાણી લેવા જવાય નહીં. ધર્મશાળા ફરતું પાણી ભરેલું હતું. ત્રણ દિવસે પાણી સુકાણું.. કેડી ચોખ્ખી થઈ. ગામમાં જવાનો રસ્તો ખુલ્લો થયો. પછી મુનિશ્રી ગામમાં ગૌચરી-પાણી લેવા ગયા. ત્રણ દિવસના ચૌવિહાર ઉપવાસ થયા.
આવેલ પાણીના પરિષહને પૂ. મહારાજશ્રીએ સમતાભાવપૂર્વક સહન કર્યો હતો.
સંવત ૧૯૬૬ ની સાલમાં બગસરા ચાતુર્માસ પછી પૂ. માણેકચંદ્રજી મ. સાહેબે મુંબઈના શ્રાવકો તથા સંધોની વારંવારની વિનંતી તથા મુંબઈ બિરાજિત ગોંડલ ગચ્છના તપસીજી પૂ. માણેકચંદ્રજી મ.સા. ના અતિ આગ્રહને લક્ષમાં રાખી મુંબઈ તરફ વિહાર શરૂ કર્યો.
અંકલેશ્વરથી વિહાર કરી પૂ. મહારાજશ્રી કીમ-કોસંબા તરફ જવાના ભાવથી નીકળ્યા, પરંતુ રસ્તામાં આકાશમાં ઘેરા વાદળો ઘેરાયા ને જાણે હમણાં ધોધમાર વરસાદ વરસશે એવું લાગતા પાનોલી ગામમાં ઉતારા માટે જગ્યા શોધતાં એક મારવાડીનું ઘર હતું તેમાં પ્રવેશ કરતાં પૃચ્છા કરી, પણ ભાઈ ધર્મદ્વિષી હતા. સંતને જોઈ ક્રોધ કષાયનો ઉદય થયો ને કહે છે, “સાલા ઢુંઢીયા! નીકળ બહાર...' એમ કહેતા ખૂબ પ્રહાર કરવા લાગ્યો. એમ ચાર વાર પ્રહાર કરતાં કરતાં ઘરની બહાર કાઢ્યા. મુનિશ્રી આક્રોશ પરિષહને અદીનભાવે સહન કરી ત્યાંથી વિહાર કરી આગળ કીમ તરફ પધાર્યા.
સ્ટેશન પર જઈ ઉતારા માટે પૃચ્છા કરતાં જવાબ મળ્યો કે અહીં ઉતારો તો આપીએ છીએ પરંતુ આજે પ્રાંત સાહેબનો ઉતારો છે માટે તમને જગ્યા
(૨૦)
Page #12
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો નહીં આપી શકીએ, પણ અહીંથી એક માઈલ દૂર એક મકાન ખાલી છે, ઉતારાની જગ્યા ઘણી સારી છે પણ ભૂત થાય છે હોં ! આપ જો ત્યાં રહી શકો તો પધારો. મહારાજશ્રીએ જવાબ આપ્યો કે અમને કોઈ જાતની હરકત નથી એવી ઘણી જગ્યા પર અમે ઉતરેલા છીએ. અમારી પાસે પંચપરમેષ્ઠિ મહા પ્રભાવક મંત્ર છે. તેથી કોઈ બીક નથી, પણ અમને એ જગ્યા બતાવનાર તથા ઉતરવાની આજ્ઞા આપનાર જોઈશે. ત્યારે કહે કે જાઓ પધારો, આજ્ઞા મારી છે અને આ એક માણસ તમારી સાથે આવે છે તે ત્યાં જ તમારી સાથે રાત રહેશે. એમ કહી એક માણસને હુકમ કર્યો કે મહારાજને ભૂતકોઠો બતાવ અને તું ત્યાં જ રાત રહેજે.
પેલો માણસ આગળ ચાલવા લાગ્યો ને પાછળ મહારાજશ્રી પણ જાય છે ત્યાં પેલો માણસ બબડવા લાગ્યો કે તમારા જેવા આવે ને અમારા ટાંટીયા તોડાવે... શું કરીએ, હુકમ કર્યો એટલે કરવું જ પડે... તમે આવી અમારું ભંડ કર્યું. આ ભૂતકોઠામાં કોઈ રાત રહી શકતું નથી. તમારે તો આગળ પાછળ કોઈ નહીં પણ અમે કુટુંબ લઈને બેઠા છીએ. તમેય મરશો ને અમને'ય મારશો. એમ બબડાટ કરતો મહારાજશ્રીને ગાળો દેવા લાગ્યો. પૂ. માણેકચંદ્રજી મ.સા. કહે કે ભાઈ ! તને બીક લાગતી હોય તો અમારે કાંઈ તારી જરૂર નથી. અમને ફક્ત ઉતારો કરાવી પછી તું ચાલ્યો જજે. ત્યારે પેલો માણસ કહે કે સાહેબને ખબર પડે તો મારી નોકરી ચાલી જાય ને માર પડે તે ઉપરાંતમાં, મહારાજશ્રી, કહે કે અમે કોઈને કહીશું નહીં કે તું અમને મૂકીને ચાલ્યો ગયો છે. ત્યારે તે બોલતો બંધ થયો.
મહારાજશ્રીને ‘ભૂત બંગલા' માં દરવાજો ઉઘાડી આગળના ઓરડામાં ઉતારો આપીને પેલો માણસ ચાલ્યો ગયો. મકાન ગામથી થોડું દૂર હતું. મકાન ઉઘાડું જોઈ કેટલાક માણસો આવીને કહેવા લાગ્યા કે મહારાજ ! અહીં તો ભૂત
(૨૧).
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) થાય છે. અહીં તો કોઈ રાત રોકાઈ શકતું જ નથી. તમે કેમ રોકાયા છો? મરવું છે? ચાલો, ગામમાં બીજો ઉતારો આપીએ. મહારાજશ્રી કહે છે કે હવે સૂર્ય અસ્ત થઈ ગયો છે. હવે અમારાથી બહાર ક્યાય જવાય નહીં. આપ ચિંતા ન કરશો. પેલા ભાઈઓ તો રવાના થયા.
મુનિ ભગવંતો પ્રતિક્રમણ, નિત્ય સ્વાધ્યાય, જાપ આદિ આરાધના કરી આરામ કરવાની તૈયારી કરે છે ને સમય થતાં સૌ નિંદ્રાધીન થયા. રાત્રિના બાર - એક વાગ્યા આસપાસ જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. ભયંકર ડરામણા અવાજો આવવા લાગ્યા. બધા સંતો જાગી ગયા. નાના સંતો થોડા ભયભીત બન્યા પણ પૂ. માણેકચંદ્રજી મ. સાહેબે હિંમત રાખવાનું કહી સૌને સાગારી સંથારો કરાવ્યો ને સ્વાધ્યાયની ધૂન શરૂ કરી. પરમાત્માનું શરણ સ્વીકારી એકાકાર બન્યા છે. ત્યાં જ એક ભયંકર બિહામણી આકૃતિ દેખાવા લાગી. બિહામણી મુખાકૃતિ, મોટી-મોટી લાલઘૂમ-ડરામણી આંખો, તીક્ષ્ણ દેતાવલી ને જવાળાની જેમ લપકારા મારતી જીભ... આવું પૈશાચિક રૂપ સાથે મોટામોટા અવાજે બરાડી-બરાડી બોલવા લાગ્યો,
“કોણ છે મારા બંગલામાં? મરવાની ઇચ્છાથી કોણ કપૂત અહીં આવ્યો છે ?” પણ પૂ. શ્રી સ્વાધ્યાયમાં જ મગ્ન રહી કોઈ પ્રત્યુત્તર આપતા નથી એટલે પોતાની ઉપેક્ષા થતી જોઈ ઓર ગુસ્સે થયો. વિચારવા લાગ્યો કે “શું આને કોઈ ભય નથી કે સ્થિરપણે બેઠો છે?” અને પોતાના તીણ નખથી ફાડી ખાવા તત્પર બનેલો તે વ્યંતરદેવ ફરીથી ચિત્કારી ઉઠ્યો, “હે સાધુડા ! ઢંઢિયા! નીકળી જા, મારા મકાનમાંથી. નહીંતર મારી નાખીશ. આ મકાન મારું છે.”
પૂ. માણેકચંદ્રજી મ. સાહેબે શાંતસ્વરે પ્રેમથી પૂછ્યું, “તમે કોણ છો ? અહીં શા માટે આવ્યા છો?” સામેથી જવાબ મળ્યો, “મને પૂછનાર તું કોણ ? હું આ મકાનનો માલિક છું. આ મકાન મારું છે, મારા સિવાય કોઈનો હક્ક
(૨૨)
Page #13
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) નથી. મને મારા મકાનમાં આસક્તિ છે માટે મૃત્યુ પામ્યા બાદ હું અહીં જ રહું છું ને મારું સ્થાન - મારું મકાન કોઈ પડાવી ન લે એ માટે હું અહીં કોઈને રહેવા દેતો નથી ને જે રહેવા આવે તેને મારી નાખીશ !” ત્યારે પૂ. માણેકચંદ્રજી મ. સાહેબ પૂછે છે કે તું શું કરવા ઇચ્છે છે? ‘હું આપને કહું છું અહીંથી ચાલ્યા જાવ.' ત્યારે પૂ. શ્રી કહે છે,
સાંભળ ભાઈ ! અમે તો સાધુ છીએ. તારું મકાન કે બીજું કાંઈ અમારે જોઈતું નથી. અમે તો કાલ સવારે સૂર્યોદય થતાં જ અહીંથી ચાલ્યા જઈશું પણ તું તારો તો વિચાર કર ! મનુષ્યભવની શુભકમાણી, પુણ્યકમાણીના યોગે દેવગતિને પામ્યો છું. એ દેવગતિના દિવ્યસુખો અને આલિશાન ભવનો છોડી અહીં આવા ઈંટ-ચૂના ને માટીના મકાનમાં મમતા-આસક્તિ કેમ રહી ગઈ ? જો આ સ્થાનની આસક્તિ વધતી જ જશે તો તેને સાચવવા, કોઈ પડાવી ન લે તે માટે વધુ ક્રૂરતા, હિંસકતા ને ભયાનકતા આચરવા જશો ને તમારું દેવાયુ પૂર્ણ થયા પછી તમારે નીચ ગતિમાં જવું પડશે. જો દુર્ગતિમાં ન જવું હોય તો આ સ્થાન પ્રત્યેની મમતા-આસક્તિ છોડી દો. આ મકાનમાં જે કોઈ રહેશે તે તમને આશીર્વાદ આપશે ને એનાથી તમારું કલ્યાણ થશે માટે સમજી જા. આ સ્થાન છોડી ચાલ્યો જા.”
પેલો વ્યંતરદેવ વિચાર કરે છે કે ખરેખર ! આ મહાત્માની વાત સાચી છે. કેવી મીઠી વાણીમાં – નિર્ભયતાથી મને બોધ આપી રહ્યા છે ને તે વ્યંતરદેવ પૂ. માણેકચંદ્રજી મ.સા. ને વચન આપતા કહે છે કે હે પૂજય મુનિવર ! આપની ઉપદેશવાણી સાંભળી મને મારી ભૂલ સમજાઈ છે અને આજથી જ આ મકાન પ્રત્યેની મારી વાસનાનો ત્યાગ કરી હું કાયમ માટે આ સ્થાન છોડી ચાલ્યો જાઉં
—-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ઉપસર્ગમાંથી સાધના-આરાધનાના બળે વિજેતા બન્યા ને ત્યારથી કીમ સ્ટેશનની બાજુમાં આવેલું તે મકાન કાયમ માટે ભૂત-પ્રેતના નિવાસથી મુક્ત થઈ નિર્ભય બની ગયું. સંતોની સંયમસાધના આગેકદમ કરવા લાગી.
અમારા જ બોટાદ સંપ્રદાયના બા.બ્ર.પૂ. મંજુલાબાઈ મ.સ. એ સં. ૨૦૧૭ માં બોટાદ મુકામે ચતુર્થ સાધ્વીતીર્થની સ્થાપના સમયે ચાર બહેનોએ દીક્ષા લીધેલી, માત્ર ૧૯ વર્ષની ઉંમર ને દીક્ષા બાદ થોડા જ સમયમાં કહેવાય છે કે કોઈએ ઈર્ષ્યાદિ કોઈ કારણસર (પૂર્વકર્મના ઉદયે) કંઈક કરી નાખેલું. જેના કારણે શરૂઆતમાં તો ગેસબલ સમજી ઉપચારો કરાવ્યા પણ પછીથી ત્રિસંધ્યા સમયે તકલીફો વધવા લાગી ને આ ભીંતથી સામી ભીંતે પટકાતા!ન સૂઈ શકે, ન બેસી શકે, પણ કોઈ પાપકારી ઉપાયો કરવાની સખત ના. ને કહેતા કે પાંચમની છઠ્ઠ કરનાર કોઈ નથી. કર્મની અસુરસેના ઉપસર્ગરૂપે આવી ને સમતાભાવપૂર્વક સહન કરતાં કરતાં માત્ર ૨૭ જ વર્ષની યુવાનવયે નવ વર્ષનો સંયમપર્યાય પાળી ઉપસર્ગમાં જ આ દેહપિંજર છોડી ચાલ્યા ગયા. આ સંપ્રદાયને પડેલી આ ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી.
આવો જ દેવકૃત ઉપસર્ગ દરિયાપુરી સંપ્રદાયના આદ્ય સ્થાપક પૂ. ધર્મસિંહજી મ.સા. ના જીવનમાં પણ બન્યો હતો.
સાધકજીવનમાં સંયમીઓ અને શ્રાવકો આવા ઉપસર્ગો-પરિષહોને સમભાવે સહન કરી કર્મક્ષય કરવા પુરુષાર્થવંત બને છે. આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક, અહંન્નક શ્રાવક આદિ શ્રાવકો પણ કસોટી કરવા આવેલા દેવોના ઉપસર્ગમાંથી ઉગરીને આત્મકલ્યાણ પામી ગયા છે.
પૂ. માણેકચંદ્રજી મ. સાહેબ આદિ સંતો વ્યંતરદેવ તરફથી આવેલ
(૨૩)
(૨૪)
Page #14
--------------------------------------------------------------------------
________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ઢંઢણ મુનિના અલાભ પરિષહની કથા
- પૂ. ડોં. તરુલતાજી મ.સ.
(ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી પ્રાણ પરિવારના અધ્યાત્મ યોગિની પૂ. લલિતાબાઈ મ.સ. પૂ. બાપજીના સુશિષ્યા પૂ. ડૉ. તરુલતાજીએ બનારસીદાસ, કબીર અવધૂત યોગી આનંદઘન અને શ્રીમદ્ રાજચંદ્રની આધ્યાત્મિક રચનાઓ પર શોધ પ્રબંધ લખી મુંબઈ યુનિવર્સિટીમાં Ph.D. પ્રાપ્ત કરેલ છે. તેઓએ સાત ગ્રંથોની રચના કરી છે. પૂજ્યશ્રીનો ‘હું આત્મા છું’ ગ્રંથ ખૂબ લોકપ્રિય બન્યો છે અને અન્ય ભાષાઓમાં અનુવાદ કરી પ્રસિદ્ધ થયો છે.)
આધ્યાત્મિક વિકાસ માટે વ્રતોનો સ્વીકાર; એ જૈન પરંપરાને માન્ય સિદ્ધાંત છે. જૈન સાધના પદ્ધતિના બે મુખ્ય ઘટક - સંવર અને નિર્જરા. સંવરની સાધના દ્વારા આવતા કર્મ પ્રવાહને રોકી શકાય છે તથા નિર્જરાની સાધનાથી પૂર્વ સંચિત કર્મમળનો નાશ થાય છે. સાધક સંવર અને નિર્જરાના પથ પર આરૂઢ થઈ પોતાના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી લે છે. અહીં નિર્જરાથી પણ સંવરની મહત્તા વધારે છે. નિર્જરા તો પ્રથમ ગુણસ્થાનવાળાને પણ થાય, પરંતુ સંવર તો પાંચમા ગુણસ્થાનથી જ શરૂ થાય છે. વ્રત સ્વીકાર્યા વિના સંવર થતો નથી. સમ્યક્દૃષ્ટિ જીવ પણ જો વ્રત-પ્રત્યાખ્યાન ન કરે તો તેને સંવર ન થાય. વ્રત સ્વીકાર્યા વિના તો અધ્યાત્મના આગળના સોપાન સર થતા નથી. શ્રી હેમચંદ્રાચાર્ય સંસાર અને મોક્ષના હેતુ બતાવતા કહે છે -
आश्रवो भवहेतुः स्यात् संवरो मोक्षकारणम् ।
इतीयमार्हती दृष्टिरन्यदस्यां प्रपञ्चनम् ।। તેઓ સંવરને જ મોક્ષનું કારણ માને છે. તત્ત્વાર્થ સૂત્રમાં પણ સંવરની
(૨૫)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સાધનાના ઉપાયો નીચે પ્રમાણે બતાવ્યા છે -
‘સ ગુપ્તસમતિધર્માનુસાપરીષદનચરિત્રે:” ગુપ્તિ, સમિતિ, દસધર્મ, અનુપ્રેક્ષા, પરિષહ જય તથા ચારિત્રની આરાધના; એ સંવરના સાધન છે.
સાધુ સદૈવ સંવરના ઉપાયોની શોધમાં જ રહે છે. આસ્રવ દ્વારા અનેક કર્મોનું ઉપાર્જન આજ સુધી થયું છે. હવે પ્રતિબંધ કરવો છે. હવે સંવર એ જ એક માત્ર સાધન છે, જે અનેક પ્રકારે આયોજી શકાય છે. વ્યક્તિ જયારે મુનિવ્રત ધારણ કરવા વિચારે છે ત્યારે મુનિજીવનના કષ્ટોનો માનસિક સ્વીકાર કરીને જ સંયમ લેવા તત્પર થયો હોય છે. તેથી કષ્ટો આવતાં એ ભય પામતો નથી, પરંતુ પરિષહજયના લક્ષ્ય સહનશક્તિ અને સમતાનો વિકાસ સાધે છે. જોકે સંયમી સાધકને વિચલિત કરવા માટે પરિષહ અને ઉપસર્ગ આવે છે, પણ સાધક અડગ નિશ્ચલ રહીને આગળ વધી જાય છે. તે પરિષહોથી બચવાનો પ્રયત્ન કરતા નથી તેમજ પોતે સ્વીકારેલ વ્રતની વિરુદ્ધ આચરણ પણ કરતા નથી.
| શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં સાધુજીવનમાં આવતાં ૨૨ પરિષદોનું સટીક વર્ણન છે. સંયમી સાધક ગુરુ પાસેથી પરિષદોનું સ્વરૂપ સાંભળી, જાણી, અભ્યાસ દ્વારા પરિચિત કરી, પરિષદને જીતીને સંયમજીવનનું યથાર્થ પાલન કરે છે.
ક્ષુધા - તૃષા - શીત - ઉષ્ણ આદિ બાવીસ પરિષદોમાં એક છે અલાભ પરિષહ, જૈન ઈતિહાસના પ્રસિદ્ધ પાત્ર મુનિ ઢંઢણકુમાર આ પરિષહને જીતી, જીવનને સાર્થક કરી ગયા.
તીર્થંકર પરમાત્મા પ્રભુ નેમનાથ એકવાર દ્વારકાનગરીમાં પધાર્યા. કૃષ્ણ વાસુદેવ તથા તેમના પુત્રઢંઢણકુમાર તેમજ નગરીના અનેક નર-નારીઓ ૨૨
(૨૬)
Page #15
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પ્રભુની દેશના સાંભળવા ગયા. પ્રભુની ઉપશમરસથી ભરેલી દિવ્ય દેશના સાંભળતા અનેક ભવ્ય જીવોના અંતરમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. સંસારની અસારતા સમજાતા ઢંઢણકુમાર તેમજ અન્ય કેટલાક ભાવિકો પ્રભુ મુખે મુનિવ્રતો ધારણ કરી સંયમની સાધના માટે અગ્રેસર બને છે. જ્ઞાન - દર્શન - ચારિત્ર - તપની યથાર્થ આરાધના કરતા, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરે છે.
બન્યું છે એવું કે, દીક્ષા લીધા પછી ઢંઢણ મુનિ ગૌચરી માટે અનેક ઘરોમાં જાય છે પણ તેમને નિર્દોષ આહાર-પાણીનો લાભ થતો નથી. રોજ આવું બની રહ્યું છે. ઢંઢણ મુનિ પાછા ફરે છે અને શાંત ભાવે ઉપવાસ ધારણ કરી લે છે. એ તો ઠીક પણ તેઓની સાથે જે સાધુઓ જાય, તેમને પણ ગૌચરી મળતી નથી. આવું કેમ બને છે તે કોઈને સમજાતું નથી, છતાં શાસ્ત્રવચન અનુસાર ‘૩નામો તે ન તન્ના' અલાભનો પરિષહ આવે અર્થાત્ જોઈતી વસ્તુની પ્રાપ્તિ ન થાય, તો પણ મુનિનું મન દુઃખી થતું નથી. સાધુ શોક ન કરે, હતાશ કે નિરાશ ન થાય, પરંતુ સહજ રૂપે તપ સાધનાનો યોગ થયો એમ માનીને સમભાવમાં રહે. મુનિ ઢંઢણકુમાર આ જ ભાવોમાં લીન છે.
એક દિવસ કેટલાક મુનિ ભગવંતો પરમાત્મા નેમનાથ સમીપે જઈ, વિનય સાથે બે હાથ જોડી, નતમસ્તકે પ્રભુ પાસે પ્રશ્ન રજૂ કરે છે, “પ્રભો ! ઢંઢણ મુનિશ્વરને ગૌચરી ન મળવાનું કારણ શું? જેઓ કૃષ્ણ-વાસુદેવ જેવાના પુત્ર છે ! આપ જેવા તીર્થકરના શિષ્ય છે ! વળી, ધાર્મિક સુસંપન્ન અને ઉદાર ચિત્ત ગૃહસ્થો જ્યાં વસી રહ્યા છે, એવી આ નગરી છે. બધા જ સુભગ યોગસંયોગ હોવા છતાં આમ કેમ?”
આ સાંભળતા ચાંદીની ઘંટડી જેવો મધુર – મનભાવક સ્વર રણકી
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ઊડ્યો, “દેવાનુપ્રિય ! તેમના પૂર્વ ભવના અંતરાય કર્મના ઉદયના કારણે આમ થાય છે. કરેલા કર્મો તો સહુને ભોગવવા જ પડે છે.” મુનિઓ વિચારે છે, આવું કર્મ ક્યા કારણે બંધાયું હશે?
સર્વજ્ઞ - સર્વદર્શી જિનેશ્વર પરમાત્મા મુનિઓના અંતરભાવ જાણી ગયા. તેઓ ઢંઢણ મુનિના પૂર્વભવનો વૃત્તાંત બતાવે છે –
પૂર્વે મગધ દેશમાં પરાશર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. નગરના રાજાએ રાજયના ખેતરોને સંભાળવાનું કાર્ય તેને સોંપ્યું હતું. પરાશર અનેક માણસોને રોકી રાજયના ખેતરોમાં ધાન્ય વાવવાનું કામ કરાવતો હતો. માણસોને રોજી-રોટી મળી રહેતી હતી. દર વર્ષે સારો પાક ઉતરતો હતો. રાજા ખુશ હતા, પરાશર પણ આનંદમાં રહેતો હતો. પણ તેની એક ગંભીર ભૂલ ન તો પોતાને સમજાણી કે ન રાજાને ખ્યાલ આવ્યો.
માનવીના હાથમાં સત્તા આવે ત્યારે બહુધા ભાન ભૂલે અને સત્તાના નશામાં બેહોશ બની જાય છે. હિતાહિતનો વિવેક ચૂકી નિર્દોષ જીવો પર ત્રાસ ગુજારતા અચકાતો નથી. પરાશર મદમાં છકી ગયો હતો. ખેતરમાં કામ કરતાં માણસો અને હળ હાંકતા બળદો માટે ભોજનના સમયે ભોજન તૈયાર હોવા છતાં ભોજન કરવા દેતો નહીં. જોહુકમીથી પહેલા આટલું કામ પૂરું કરો, પછી જ ખાવા મળશે એમ કહેતો. માણસો તથા બળદો શ્રમ કરીને થાક્યા હોય, ખૂબ ભૂખ લાગી હોય છતાં છોડતો નહીં. માણસો મજૂર હોવાથી કંઈ બોલી શકે નહીં પણ દિલ તો દુભાય, દુઃખી થાય અને મૂંગા પ્રાણીઓની લાચારી. આ રીતે જીવોને સતાવવાના કારણે ઘોર અંતરાય કર્મ બાંધ્યું. પરાશર ત્યાંથી મરીને અહીં ઢંઢણ રૂપે અવતર્યો છે. આજે મુનિ બનીને વિચરે છે. અંતરાય કર્મ ઉદયમાં આવ્યું છે, તેથી આહાર-પાણીનો લાભ થતો નથી.
(૨૮)
(૨૦)
Page #16
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો પ્રભુએ બતાવેલ પૂર્વભવની ઘટના ઢંઢણ મુનિને જાણવામાં આવી. અંતરાય કર્મ અલાભ પરિષહ બનીને વિચલિત કરવા આવ્યું છે, પણ મુનિ જાગૃત છે. કર્મને જીતવા માટે એક આકરો અભિગ્રહ ધારણ કરવાની પ્રભુ પાસે આજ્ઞા માગે છે. મળતાં જ પોતાનો અભિગ્રહ પ્રગટ કરે છે, ‘હું આજથી પલબ્ધિ નહીં કરું એટલે કે કોઈની લાવેલી ગૌચરી નહીં વાપરું. મને મારી લબ્ધિ દ્વારા અર્થાત્ મારી પુણ્યાઈથી ગૌચરી મળશે તો જ વાપરીશ.'
હંમેશાં ગૌચરી માટે પધારે છે પણ અભિગ્રહ પૂરો થતો નથી. અંતરાય તૂટી નથી. મુનિ વૈર્ય સાથે સ્વ સ્વરૂપમાં રમણ કરે છે.
વળી એક ઘટના ઘટી. પ્રભુ નેમનાથની દેશના સભામાં ઉપસ્થિત કૃષ્ણ મહારાજા ભગવાનને પૂછે છે, “પ્રભો ! આપના આટલા સાધુઓમાં દુષ્કર સાધના કરનાર કયા મુનિ છે?” નેમનાથ પ્રભુએ ઉત્તર આપતાં જણાવ્યું કે, “બધા જ મુનિઓ દુષ્કર સાધના કરે છે પણ તેમાંયે ઢંઢણમુનિ સર્વથી અધિક છે. તેઓનો કઠિન અભિગ્રહ લાંબા સમયથી ચાલે છે.”
ત્યારબાદ શ્રીકૃષ્ણ પ્રભુને વંદન કરી સ્વસ્થાને જઈ રહ્યા હતા. તેમણે રસ્તામાં ઢંઢણમુનિને ગૌચરી માટે જતા જોયા. હાથી પરથી ઉતરી ભક્તિભાવે મુનિને વંદન – નમસ્કાર કર્યા.
આ દેશ્ય નજીકમાં રહેતા એક ભક્તિમાન શ્રાવકે જોયું. એમના અંતરમાં મુનિ પ્રત્યે માન જાગ્યું. અહો ! કૃષ્ણ વાસુદેવ પોતે જે મુનિને વંદન કરે, તે મુનિ કેવા ચારિત્રશીલ હશે? કારણ કૃષ્ણ વાસુદેવ તીર્થંકર પરમાત્માના તથ્યો તથા સિદ્ધાંતોના પરમ જાણકાર હતા. તેઓ જયાં યોગ્ય હોય ત્યાં જ વંદન કરે, તેથી જ એ શ્રાવક પણ મુનિ પ્રત્યે આકર્ષાયા. તેઓ તરત મુનિ સમીપે ગયા. વંદન - નમસ્કાર કરી પોતાના આવાસે પધારવા વિનંતી કરી.
(૨૯)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) મુનિને અત્યંત શ્રદ્ધા - ભક્તિથી મોદક વહોરાવ્યા.
મુનિ ગૌચરી લઈ જ્યાં પ્રભુ નેમનાથ બિરાજતા હતા ત્યાં આવ્યા. સવિનય પ્રભુને ગૌચરી બતાવી પ્રશ્ન કર્યો, “પ્રભો ! આજે મને ગૌચરી મળી છે શું મારું અંતરાય કર્મ ખપી ગયું?” પ્રભુએ જવાબ આપ્યો, “ના, મુનિ ! હજુ તમારું અંતરાય કર્મ બાકી છે, આજે તમને ગૌચરી મળી તે તમારી લબ્ધિથી નથી પણ કૃષ્ણ વાસુદેવ તમને નમસ્કાર કરતા હતા તે જોઈ શેઠે તમને આહારથી પ્રતિલાભિત કર્યા છે. તેથી આ ગૌચરી કૃષ્ણ વાસુદેવની લબ્ધિની છે.”
આ સાંભળી ઢંઢણ મુનિને ખેદ ન થયો. તેઓ વિચારે છે કે, પરલબ્ધિનો આહાર મને ન ખપે. મારે અભિગ્રહ છે કે મારા લબ્ધિનો આહાર મળે તો જ કરવો. તેથી હું આ આહાર ગ્રહણ નહીં કરું. આમ જાણી તેઓ આહાર પરઠવા ગયા. પ્રાસુક ભૂમિનું પડિલેહણ કરી મોદક પરઠી દીધા. પરઠતા જ તેમનું ચિત્ત ચિતને ચડી ગયું – પૂર્વોપાર્જિત કર્મો કેટલા નિકાચિત હોય છે કે તેનો ક્ષય થવો અતિ-અતિ કઠિન છે. તેઓ પોતાની જાતને સંબોધીને કહે છે, “હે જીવ! તેં આવા કર્મ કરતાં વિચાર કેમ ન કર્યો ? તારા અવિચારી ક્રૂર કાર્ય દ્વારા જ ચીકણા કર્મો બંધાયા. હવે ચેતી જા. આશ્રવના દ્વાર બંધ કર અને સર્વ પ્રકારે સંવરભાવમાં સ્થિત થા !” આમ સ્વયં સાથે જ સંવાદ કરતાં-કરતાં ઊંડા ચિંતનમાં ઉતરી ગયા અને શુકલ ધ્યાનમાં મગ્ન થતાં ઢંઢણ મુનિના ચાર ઘાતી કર્મનો ક્ષય થયો, કેવળજ્ઞાન પ્રગટ થયું, વીતરાગતાને વરી ગયા.
ધન્ય મુનિવર ! આવેલા પરિષહથી ક્ષોભ ન પામતાં, મનને યુભિત ન કરતાં, પોતાના કરેલા કર્મોના ઉદયને શાંત ભાવે સ્વીકાર કરી, સમત્વની સાધના દ્વારા સિદ્ધિ પામ્યા.
આજના આ યુગમાં પણ પંચમહાવ્રતધારી સાધુ-સાધ્વી ભગવંતોને
(૩૦)
Page #17
--------------------------------------------------------------------------
________________
- ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં ક્ષુધા - તૃષા – શીત - તાપ - ડાંસ - મચ્છ૨ - નિષદ્યા વગેરે પરિષદો આવે છે પણ સાધુ - સાધ્વી, ભગવંતો પરિષહની સામે ઝઝૂમતા હોય છે. પરિષહ ન આવે કે આવેલ પરિષહને જલ્દી દૂર કરી દેવો એવો ભાવ મુનિ સેવતા નથી. કોઈપણ પ્રદેશમાં વિચરતા જૈન સાધુ-સાધ્વીજીના જીવનમાં અનેક પ્રકાર પરિષદો આવતાં જ હોય, પણ તેને હસતાં-હસતાં સહન કરી આત્મસ્થ રહેતા હોય છે.
નિસર્ગજન્ય કષ્ટો તે પરિષહ અને દેવ-માનવ કે પશુ કૃત આવતી પીડા તે ઉપસર્ગ.
જૂના સમયમાં ઉપસર્ગો આવતા તેમ આ યુગમાં પણ અનેક કારણો બને છે. સાધક જીવનમાં ઉપસર્ગો આવવાના અને તેનો સામનો કરવો પડે છે. અજાણ્યો પ્રદેશ, પ્રજામાં અજ્ઞાનતા, માંસાહારી જીવનશૈલી આવા કારણોથી જદા જુદા ઉપસર્ગો આવે છે. જો કે આ કાળમાં સાધ્વીજીઓ માટે વિહારનો પ્રશ્ન બહુ વિચારણીય છે. સંસ્કાર વિહીન ગ્રામીણ પ્રજા કે જંગલી જાતિઓ ઘણો ત્રાસ આપે, જેમાં સાધ્વીજીઓને ટકી રહેવું એ કપરું કાર્ય છે. માટે સાધ્વીજીઓનું સં-રક્ષણ કરવું એ સમાજનું મુખ્ય કર્તવ્ય થઈ પડે છે. અસ્તુ...!
૨૩ મા તીર્થંકર પ્રભુ પાર્શ્વનાથ સાથે કમઠ અનેક ભવોથી જોડાયેલો હતો. ભવોભવ ભિન્ન - ભિન્ન સંબંધે મળતો રહ્યો, પણ તેની વેરભાવના શાંત થઈ નહીં. દરેક ભવમાં પાર્શ્વનાથ પ્રભુના આત્માને તેણે ઉપસર્ગ આપ્યા, પણ પ્રભુએ સદા સહનશીલતા દાખવી.
જેમ – જેમ કમઠ દ્વારા ઉપસર્ગ વધતા ગયા તેમ – તેમ પ્રભુની અંતર્ધ્યાનની સાધના ઊંચી ચઢતી ગઈ. એટલું જ નહીં, પણ પ્રભુની આંતરિક પ્રબળતાનો અલૌકિક પ્રભાવ બાહ્ય ક્ષેત્રમાં પણ ફેલાયો. પ્રભુ પાર્શ્વના દેહથી નીકળતા આભામંડળની જયોત વધુ ને વધુ ચમકવા લાગી. કમઠ થોડો સમય
(૩૧)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) તો હતાશ થઈ ગયો, પણ હજુ અંતરના વેરની જવાળા બુઝાણી નો'તી. તેથી શાંત થતો નથી, પણ પાર્શ્વનાથ પ્રભુના ઘાતી કર્મ ચૂર-ચૂર થવા લાગ્યા અને પ્રભુ કૃપક શ્રેણીએ ચડવા માંડ્યા.
અહીં એક સિદ્ધાંત પ્રગટ થાય છે - ઉપસર્ગ નિર્જરા. જૈન સાહિત્ય તેમજ અન્ય સાહિત્યમાં પણ સંતોને, અવતારોને, સામાન્ય જનસમૂહને તથા સમગ્ર પ્રાણી વર્ગને ઉપસર્ગ થયાના વર્ણન છે.
ક્યારેક બન્ને પક્ષે વેરભાવ ઉછળતો હોય, તો બન્નેનું અહિત થાય છે, દુર્ગતિ પણ થાય છે. પણ જો એક પક્ષીય વેર હોય તો સંત આત્માનું તો કંઈ બગડતું નથી, પણ વેરથી જલતો પ્રાણી વેર-ઝેરથી રોમે-રોમે સળગતો રહે છે. દુબુદ્ધિથી કરવામાં આવેલો ઉપસર્ગ તેના માટે દુર્ગતિનું કારણ થાય છે અને સંતના માટે નિર્જરાનો હેતુ તથા સદ્ગતિનું કારણ છે. તેઓ પરિણામે આત્મદર્શી બની જાય છે.
પ્રભુ પાર્શ્વનાથના આ ઉપસર્ગ પ્રસંગમાં આવું જ બન્યું છે. કમઠના પશે દુર્બુદ્ધિ છે, એ વેરથી ભરેલો છે, પણ પ્રભુ અત્યંત શાંત-શીતલ ભાવમાં છે. તેથી તેઓને આ ઉપસર્ગ આત્મશુદ્ધિનું કારણ બની જાય છે.
આમ, ભગવાન પાર્શ્વનાથનું ચરિત્ર ઉપસર્ગ નિર્જરાનું એક અનુપમ ઉદાહરણ છે. તેવી જ રીતે ગજસુકુમાર, સુદર્શન શેઠ, ધર્મરુચિ અણગાર ગુણચન્દ્ર કેવળી આદિ સેંકડો મહાપુરુષો સમભાવથી ઉપસર્ગ સહન કરી પરમ નિર્જરા કરતાં – કરતાં મોક્ષ મંઝિલને પામી ગયા.
સાધનાનું અંતિમ લક્ષ્ય છે મુક્તિ. આત્મા કર્મોદયને આધીન હોય છે, ત્યાં સુધી સંસારની વૃદ્ધિ થતી રહે છે. કર્મોનો ઉપશમ – ક્ષયોપશમ વર્તે છે ત્યારે સાધનામાર્ગની શરૂઆત થાય છે અને જ્યારે કર્મો ક્ષાયિકભાવને ભજે છે ત્યારે સર્વથા કર્મરહિત થઈ, શાશ્વત સિદ્ધિ રૂપ મોક્ષને પામે છે.
(૩૨)
Page #18
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો -
તિપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. તથા પૂ. તપસ્વી માણેકચંદ્રજી
| મ.સા.ના ઉપસર્ગ અને કૃતઆરાધિકા પૂ. શ્રી લીલમબાઈ મ.સ. નો રોગપરિષહ
- ડૉ. સાધ્વી આરતી
(તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા. તથા વિશાળ પરિવાર ધારકપૂ. મુક્ત-લીલમગુરણીના સુશિયાડૉ. સાધ્વી આરતીએ શ્રીમદ્ દેવચંદ્ર એક અધ્યયન' વિષય પર બોમ્બે યુનિવર્સિટીથી Ph.D. ની પદવી પ્રાપ્ત કરી છે. તેઓ ગુરુપ્રાણ આગમ બત્રીસીના સહ સંપાદક છે. વર્તમાન રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. તથા વડીલ ગુરુભગિની મહાપ્રજ્ઞા પૂ. વીરમતીબાઈ મ.સ. પાવન સાન્નિધ્યમાં ચાતુર્માસક૫ વ્યતીત કરી રહ્યા છે.). मणसा वयसा काएणं सवफाससहे अणगारे । श्री सूयगडांगसूत्र
અધ્ય-૪૨ ૨૧ મન, વચન અને કાયાથી સર્વ પરિષદોને સહન કરે છે, તે જ અણગાર છે.
ઉપરોક્ત શાસ્ત્રોક્ત વચન સાધુતાના માપદંડ માટે સમજણપૂર્વકની સહનશીલતાને પ્રધાન્ય આપે છે.
જૈનધર્મની સમગ્ર સાધના દેહાધ્યાસ છોડીને આત્મભાવમાં સ્થિર થવા માટે છે. જયાં સુધી દેહાધ્યાસ છે, ત્યાં સુધી રાગ-દ્વેષની પરંપરા, તેનાથી સર્જાતી જન્મ-મરણની શૃંખલા અને જન્મ-મરણની વચ્ચેના જીવનમાં આવતી આધિ-વ્યાધિ-ઉપાધિનો ત્રિવિધ તાપ જીવ માત્રને ભોગવવો જ પડે છે. આ વિષચક્ર અનંત જન્મોથી ચાલી રહ્યું છે. જો આ ત્રિવિધ તાપથી મુક્ત થઈ શાશ્વત સમાધિ પ્રાપ્ત કરવી હોય તો આ વિષચક્રના મૂળને છેદવું પડશે અને તેનું મૂળ છે અનાદિકાળનો દેહાધ્યાસ - દેહમાં ‘હું પણા'ની બુદ્ધિ, દેહમાં મમત્વભાવ.
(૩૩)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) અનંત તીર્થકરોએ આ વિષચક્રના મૂળ ઉપર કુઠારાઘાત કરવા માટે પોતાના સાધનાકાળમાં દેહ ઉપર આવતાં અનેક ઉપસર્ગો અને પરિષહોને સંપૂર્ણ સમભાવે આત્મભાવમાં સ્થિર રહીને સહન કર્યા, તેના માધ્યમથી જ કર્મક્ષય કરી આત્મવિશુદ્ધિ કરી, એટલું જ નહીં પરંતુ પોતાના પ્રવચન પ્રવાહમાં પણ તેવુવ મહાપત્ત જેવું અમોઘ સૂત્ર પ્રદાન કરીને સાધકોને ઉપસર્ગ અને પરિષહજન્ય દેહના દુ:ખોને સ્વીકારવા અને સહન કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
તેથી જ પરમાત્માની પરંપરાના અનેક સંત-સતીજીઓ શ્રદ્ધાપૂર્વકના વીર્ષોલ્લાસથી પરમાત્માના ભાવોને આત્મસાત્ કરીને ઉપસર્ગો અને પરિષહોને સહન કરી રહ્યા છે.
આપણે અતીતનું અવલોકન કરીએ તો જૈન - ઈતિહાસમાં આવા અનેકાનેક ઉપસર્ગ - પરિષહવિજેતા શૂરવીર, મહાવીર, સંત-સતીજીઓના પુણ્યવંતા નામો સુર્વણાક્ષરે અંક્તિ થયેલા છે, જે જિનશાસનનું ગૌરવ છે. આપણે પ્રસંગનુસાર તેવા એકાદ બે પ્રસંગોને વાગોળીને પરમાત્માની સાધનાને પ્રજવલંત રાખનાર તે વીરપુરુષોને સ્મૃતિપટ લાવીને અહોભાવપૂર્વક તેઓની દેઢ સહનશીલતાને ભાવપૂર્વક વંદન કરીએ..
તપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. ને આવેલો દૈવી ઉપસર્ગ પ્રગટ પ્રભાવી તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ.સા. દ્વારા
થયેલું તેનું વિવરણ આજથી લગભગ ૨૨૫ વર્ષ પૂર્વે નિદ્રાવિજેતા આચાર્યપ્રવર પૂજ્યપાદ શ્રી ડુંગરસિંહજી મ.સા. દ્વારા સંસ્થાપિત ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયમાં વિ.સં. ૧૯૪૫ માં ઘટિત થયેલી દૈવી ઉપસર્ગજન્ય ઘટના...
(૩૪)
Page #19
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
ગોંડલ સંપ્રદાયમાં પંચમ પટ્ટધર આચાર્ય પૂ. શ્રી દેવજીસ્વામીના શિષ્ય બાંધવ બેલડી યશસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. તથા યુગદંષ્ટા પરમ પ્રતાપી તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ.સા. ગુરુવરના પાવન સાન્નિધ્યમાં સંયમસાધના કરી રહ્યા હતા. એકવાર વડીલબંધુ પૂ. જયચંદ્રજી મ.સા. પૂ. દેવજીસ્વામી સાથે ગોંડલ અને લઘુબંધુ પૂ. માણેકચંદ્રજી મ.સા. વેરાવળ ચાતુર્માસ કલ્પ વ્યતીત કરી રહ્યા હતા. આત્મસાધના સાથે શાસન પ્રભાવના કરતાં લગભગ સાડા ત્રણ માસ વ્યતીત થયા.
ગોંડલમાં પૂ. જયચંદ્રજી મ.સા. પ્રાતઃકાલે એક નિર્જન સ્થાનમાં સ્થંડિલભૂમિમાં શૌચ નિવારણ માટે પધાર્યા. તે નિર્જન સ્થાનમાં કોઈ વ્યંતરદેવનો વાસ હતો. મુનિરાજ પોતાની ક્રિયા પૂર્ણ કરી બહાર નીકળી રહ્યા હતા, ત્યાં જ કોઈ અદશ્યશક્તિ દ્વારા તેઓના શરીર પર જોરદાર પ્રહાર થયો અને કાયા નીચે ઢળી પડી. શરીરે હોશ ગુમાવી દીધી. તેઓ કાષ્ટવત્ નિશ્ચેષ્ટ બની ગયા.
ધર્મસ્થાનકમાં બિરાજમાન પૂ. ગુરુદેવ વૃદ્ધ હતા. શિષ્ય સ્થંડિલભૂમિથી પાછા ફર્યા નથી. શું કરવું ? સ્વયં જઈ શકે તેમ ન હતા. આમ ને આમ ચિંતા કરતાં બે-ત્રણ કલાક વ્યતીત થયા. ત્યાં એક ખેડૂત ઉપાશ્રયમાં આવ્યો અને કહ્યું, “તમારા પૂજ (સાધુ) મામાના કોઠા પાસે ઢળી પડ્યા છે. તમારા વાણિયાના ગુરુ છે તેથી તમોને સમાચાર આપું છું.”
ખેડૂતની વાત સાંભળીને શ્રાવકો તુરંત ત્યાં પહોંચી ગયા. મુનિરાજના શરીરની સ્થિતિ શૂન્યવત્ હતી. શું કરવું તે કાંઈ સમજાયું નહીં, તેથી જ તે હાલતમાં જોળીમાં ઉપાડીને ઉપાશ્રયમાં ગુરુદેવની સમક્ષ ઉપસ્થિત કર્યા. પૂજ્ય ગુરુદેવ વૃદ્ધ અને અનુભવી હતા. જોઈને તુરંત જ તેઓ પરિસ્થિતિને પામી
(૩૫)
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
ગયા. આ કોઈ શારીરિક બીમારી નથી. આ દૈવી ઉપસર્ગ છે. ક્યારેક પૂર્વભવના વૈર કે ઈર્ષ્યાના કારણે દેવો પોતાની શક્તિથી મનુષ્યોને કોઈપણ પ્રકારે પીડિત કરી શકે છે. જે સાધક કર્મસિદ્ધાંતને સમજે છે તે કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ચલવિચલ થયા વિના, નિમિત્તને દોષ આપ્યા વિના જ સ્વસ્થતાથી તેના નિવારણનો ઉપાય કરે છે.
આચાર્યશ્રીએ વિચાર્યું કે આ પ્રસંગે તપસ્વીજીની જ આવશ્યકતા છે. વેરાવળ સમાચાર આપો કે ગુરુની આજ્ઞાથી આપ શીઘ્ર ગોંડલ પધારો. શ્રાવકોએ વેરાવળ પૂ. તપસ્વીજી મ.સા. ને સમાચાર આપ્યા તપસ્વીજી મ.સા.ને તો આગલી રાતથી જ સંકેત મળી ગયો હતો. તેમણે રાત્રે જ શ્રાવકોને વિહારનો સંકેત આપ્યો હતો. ગુરુઆજ્ઞાથી પૂ. તપસ્વીજી મ.સા. એ વેરાવળથી ગોંડલ સુધીનો ૧૧૦ માઈલનો વિહાર માત્ર ચાર કલાકમાં જ લબ્ધિથી પૂર્ણ કરી ગુરુ ચરણોમાં ઉપસ્થિત થઈ ગયા.
જ્યાં નિશ્ચેષ્ટ અવસ્થામાં વડીલ ગુરુબંધુ સૂતા હતા ત્યાં ગયા, રૂમના દરવાજા બંધ કરાવ્યા ને મુનિરાજ ઉ૫૨ ત્રણવાર રજોહરણ ફેરવ્યો. ત્યાં જ અવાજ આવ્યો, મને છોડો... મને છોડો... તપસ્વીજી મ.સા. એ વીરતાપૂર્વક તે અદૃશ્ય શક્તિ સાથે વાર્તાલાપ શરૂ કર્યો, “કઈ રીતે છોડું ? પહેલાં પણ તે કેટલાય નિર્દોષ વ્યક્તિઓને આ રીતે પરેશાન કર્યા હશે..." પેલો અંતર કરગરવા લાગ્યો, હવે હું કોઈને હેરાન કરીશ નહીં મને છોડો...
તપસ્વીજી મ.સા. એ ધમકી આપીને કહ્યું કે તને છોડીને શું કરવું ? શું બીજા જીવોને ભોગ લેવા માટે મારે તને છોડવો ? તેના કરતાં તને શીશામાં ઉતારી દેવો તે જ શ્રેષ્ઠ છે.
બિચારો વ્યંતર દેવ થરથર ધ્રૂજવા લાગ્યો. આજ સુધી ઘણાને હેરાન
(૩૬)
Page #20
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો પરેશાન કર્યા. હવે આ મહાશક્તિધારક યોગીપુરુષ પાસે મારું કાંઈ ચાલે તેમ નથી, તેમ સમજીને શરણાગતિ સ્વીકારી લીધી અને ગદ્ગદિત અવાજે કહ્યું કે હે મહાત્મન ! હું તમારી માફી માગું છું અને આજથી પ્રતિજ્ઞા કરું છું કે હવે કોઈને પીડિત કરીશ નહીં. આટલું બોલી વ્યંતરદેવ સ્વસ્થાને ચાલ્યો ગયો. તુરંત જ પૂ. જયચંદ્રજી મ.સા. આળસ મરડીને બેઠા થઈ ગયા. આ રીતે તપસ્વી, પૂ. માણેકચંદ્રજી મ.સા. ની દિવ્યશક્તિથી ઉપસર્ગનું નિવારણ થયું.
આજથી લગભગ ૧૧૦ વર્ષ પૂર્વે પૂ. તપસ્વી માણેકચંદ્રજી મ.સા. વિહાર કરી રહ્યા હતા. સાંજના સમયે એક ગામમાં પહોંચ્યા. ત્યાં રાત્રિવિશ્રામ માટે સ્થાનની યાચના કરી પણ ક્યાંય સ્થાન પ્રાપ્ત થયું નહીં. અંતે એક ભાઈએ ગામને છેવાડે એક અવાવરુ મકાન બતાવી ત્યાં રહેવાનું કહ્યું. મુનિરાજે આજ્ઞાપૂર્વક સ્થાન ગ્રહણ કર્યું.
તે મકાનમાં કોઈ પ્રેતાત્માનો વાસ હતો. મુનિરાજે મકાનમાં પ્રવેશ કર્યો ત્યાં જ તેઓ જાણી ગયા પરંતુ સૂર્યાસ્ત થઈ રહ્યો હતો તેથી અનિવાર્ય પરિસ્થિતિમાં તે સ્થાનમાં રહ્યાં. મુનિરાજે સાયંકાલીન પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયાઓ પૂર્ણ કરી. રાત્રિના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરીને બીજા પ્રહરમાં ધ્યાનસ્થ બની ગયા. તેઓ એક પ્રહરના ધ્યાન અનુષ્ઠાનનો સંકલ્પ કરીને બેઠા હતા. સમય વ્યતીત થતાં મધ્યરાત્રિનો સમય થયો. ત્યાં પેલો પ્રેતાત્મા પોતાના વિકરાળ સ્વરૂપે પ્રગટ થયો. તેણે અટ્ટહાસ્ય સહિત જોરજોરથી અવાજ કરવાના શરૂ કર્યા. સામાન્ય માણસ ભયભીત થઈને કંપી ઊઠે તેવી પરિસ્થિતિ થઈ હતી. તપસ્વીજી મ.સા. દૈવી ઉપસર્ગને સમજી ગયા. તેઓ નિર્ભય હતા. નિર્ભયતા તે સાધનાની પ્રાથમિક શરત છે. જે સાધક વિપરીત
(૩૦)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પરિસ્થિતિમાં પણ ભયભીત થતાં નથી તે જ આત્મસાધનામાં આગળ વધી શકે છે. એક રાત્રિમાં દેવકૃત વીસ મારણાંતિક ઉપસર્ગો પ્રભુ વીરે સહન કર્યા હતા. આ પણ પ્રભુ વીરના વંશ અને અંશ હતા. તેઓ અંશ માત્ર ચલ-વિચલ થયા નહીં, તેમનું રૂંવાડું માત્ર ફરક્યું નહીં. એકદમ સ્વસ્થતાથી આત્મભાવે પોતાનું અનુષ્ઠાન પૂર્ણ કરી દેવકૃત ઉપસર્ગના વિજેતા બન્યા.
પ્રાતઃકાલે ત્યાંથી વિહાર કરતાં પહેલાં તે પ્રેતાત્માને કોઈપણ સંતો કે અન્ય કોઈપણ જીવોને પરેશાન ન કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ કર્યો. પ્રેતાત્મા પણ આ મહાસંતના પ્રભાવથી, તેમની ધીરતા - વીરતા - ગંભીરતાથી પ્રભાવિત થઈ ગયો અને તેમની શરણાગતિ સ્વીકારી કાયમ માટે તેમનો સેવક બની ગયો.
ત્યારપછી તે દેવ હંમેશાં તપસ્વીજી મ.સા. ની સેવામાં રહેતો હતો. તે દેવ દરરોજ વહેલી સવારે મુનિરાજ પાસે આવે, તેમને ઉઠાડે અને મુનિરાજ રાત્રિના પાછલા પ્રહરમાં સ્વાધ્યાય કરતા હોય, તે સાંભળવા બેસતો હતો. તેમજ તે દેવે જ મુનિરાજને મૃત્યુનો સંકેત આપ્યો હતો. દેવના સંકેત અનુસાર પૂ. તપસ્વીજી મ.સા. એ સંથારો ગ્રહણ કરી અંતિમ આરાધના કરી હતી.
આ રીતે તપસ્વીજી મ.સા. ની સાધનામાં દેવો અનુકૂળ થઈ તેમની સેવામાં પણ રહ્યા છે અને કોઈક દેવોએ પ્રતિકૂળતા પણ પ્રગટ કરી છે પરંતુ આ બંને પરિસ્થિતિને પૂ. મુનિરાજે સમભાવે સ્વીકારી પોતાની સાધનાને અસ્મલિત બનાવી છે.
રોગપરિષહ વિજેતા અપૂર્વ શ્રુત આરાધિકા પૂ. ગુરુણી શ્રી લીલમબાઈ મહાસતીજી સનતકુમાર ચક્રવર્તીના રોગપરિષહ વિજયની ઈતિહાસના પાને
(૩૮)
Page #21
--------------------------------------------------------------------------
________________
—ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો સુવર્ણાક્ષરે લખાયેલી વાતોનો આ કલિકાલમાં આંશિક રૂપે સાક્ષાત્કાર કરાવનારા હતા ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. (જેમનું પાવન નામ આ રીચર્સ સેન્ટર સાથે જોડાયેલું છે) તથા સરલમના ફૂલ - આમ ગુરુણીના સુશિષ્યા ગુરુ પ્રાણ આગમ બત્રીસીના પ્રધાન સંપાદિકા, અપૂર્વ શ્રત આરાધિકા પૂ. લીલમબાઈ મહાસતીજી.
“જે છે તેને સહન કરો. ઉપચાર કરાવ્યા વિના સહન કરો' - આ સૂત્રને આત્મસાત્ કરીને તેઓ રોગપરિષહ વિજેતા બન્યા હતા.
તેમના સંયમી જીવનનો એક દશકો વ્યતીત થયો. ગુર્વાજ્ઞાનુસાર સ્વાધ્યાય અને ધ્યાનમાં પરિપક્વતા પ્રાપ્ત કરી. શાસન પ્રભાવનાનો સુયોગ શરૂ થઈ રહ્યો હતો, ત્યાં જ અશાતાના ઉદયે જોરદાર થપાટ મારી. પૂ. મહાસતીજી સૌરાષ્ટ્રના મેંદરડા ગામમાં વ્યાખ્યાનની પાટે બેસીને વ્યાખ્યાન ફરમાવી રહ્યા હતા. અચાનક તેમના હાથમાંથી વ્યાખ્યાનનું પૂઠું પડી ગયું અને તેમને એકદમ ચક્કર આવવા લાગ્યા. વ્યાખ્યાન અધૂરું રહ્યું અને મહાસતીજીને રૂમમાં લાવ્યા. કદાચ પૂર્વના કોઈની સાથેના વિપરીત ઋણાનુબંધ ચાલુ થયા હોય તેમ સમજાઈ ગયું. સહવર્તી સતીજીઓ અચાનક આવેલી આપત્તિથી મુંઝાઈ ગયા. જેમ જેમ ઉપચારો કરે, તેમ તેમ અશાતા વધતી જતી હતી. આવી જોરદાર અશાતામાં જેમની અંતરચેતના જાગૃત હતી તેવા દેઢ મનોબળી પૂ. સ્વામીએ વાસ્તવિકતાને મનોમન સ્વીકારી લીધી. સ્વયં સમજી ગયા અને નાના સતીજીઓને કહી દીધું કે મારે ઉપચારો કરવા નથી. પરમાત્માના સિદ્ધાંત અનુસાર જે છે તેને માત્ર સહન કરવું છે.
પૂ. મહાસતીજી સંપૂર્ણ સ્વસ્થપણે અશાતાને ભોગવી રહ્યા હતા. ક્યારેક અશાતામાં થોડેઘણે અંશે સુધારો લાગે, આ રીતે સમય વ્યતીત થઈ રહ્યો હતો,
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ત્યાં અચાનક એક રાત્રે અશાતાનો ઉપદ્રવ વધી ગયો. બી.પી. એકદમ ડાઉન થઈ ગયું. શ્વાસની ગતિ મંદ પડી ગઈ, રાત્રિનો સમય હોવાથી કોઈપણ ઉપચાર શક્ય ન હતા. સવાર પડશે કે નહીં તેનો ભરોસો ન હતો. મૃત્યુ નજર સામે દેખાવા છતાં તેઓ પૂર્ણ સજાગ અને સાવધાન હતા. “મને અંતિમ આરાધના કરાવો, હું આપ સહુને તથા જગતના તમામ જીવોને ખમાવું છું.” આ પ્રમાણે સહુને ખમાવીને તેઓએ સ્વયં મનોમન મૃત્યુની તૈયારી કરી લીધી. मुणिणो सया जागरंति ।
- શ્રી આચારાંગ સૂત્ર મુનિ સદા જાગૃત હોય છે. આ સૂક્તિ પૂ. મહાસતીજીમાં ચરિતાર્થ થયેલી જોઈ શકાતી હતી. સાધક તે જ છે, જેને જીવનની કોઈ આશા કે મૃત્યુનો અંશમાત્ર ભય હોતો નથી, તેમનું લક્ષ્ય માત્ર ભાવશુદ્ધિનું હોય છે. આ લક્ષ્યથી દૂર ન થવાય તેના માટે તેઓ સાવધાન હોય છે. જીવન-મરણની વચ્ચે ઝૂલતા રાત્રિ પસાર થઈ. બીજા દિવસથી તેઓ પુનઃ સંયમસાધનામાં તલ્લીન બની ગયા.
એકવાર તેઓ સૌરાષ્ટ્રથી વિહાર કરી બોમ્બે તરફ પધારી રહ્યા હતા. લીંબડી પહોંચવાના હતા તેના આગલા દિવસે જ વિધિના ખેલ બદલાયા. વિહાર કરતા અચાનક તેમની ગતિ સ્થગિત થઈ ગઈ. એક પગલું પણ ચાલી શકે નહીં, માથું ચક્કર ચક્કર ફરવા લાગ્યું, આંખે અંધારા આવવા લાગ્યા. બે બાજુથી બે વ્યક્તિનો સપોર્ટ લઈ ૨૦- ૨૫ કદમ ચાલ્યા પણ પછી હિંમત ખૂટી ગઈ. રસ્તા પર બેસી ગયા. ગંતવ્ય સ્થાન દૂર હતું. શું કરવું? સામે એક ઝૂંપડી દેખાતી હતી. ગમે તેમ કરીને મહાસતીજીને ઝૂંપડી સુધી પહોંચાડ્યા, ત્યાં થોડીવાર સૂવડાવ્યા. આ પરિસ્થિતિ સામે ઊભા રહેલા ગાડાવાળાએ જોઈ હતી. તેણે આવીને કહ્યું કે માતાજી ! અહીંથી સામે જ વસ્તડી ગામ છે. વચ્ચે માત્ર આ દોઢ કિ.મી. નો
(૩૯)
(૪૦)
Page #22
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો : ભોગાવો - કાંડ ડૂબી જાય તેવો રેતાળ પ્રદેશ પસાર કરવાનો છે. ત્યાં સુધી જો પહોંચી જાઓ તો ત્યાં તમારી બધી વ્યવસ્થા થઈ જશે. સહુએ વિચાર્યું કે વાત સાચી છે પણ મહાસતીજીને કઈ રીતે ચલાવવા. મહાસતીજીએ હિંમત કરી, ચાલો, હું તમારો હાથ પકડીને ચાલીશ.’ બે બાજુ બે મહાસતીજીએ હાથ પકડ્યા અને એક મહાસતીજીએ કમ્મરથી ટેકો આપીને ચાલવાનું શરૂ કર્યું અને તે ગામ સુધી પહોંચી ગયા. ત્યાં એકાદ મહિનો સ્થિરતા કરી.
આવી વિકટતમ પરિસ્થિતિમાં પણ તેઓએ ક્યારેય અપવાદમાર્ગના સેવનની અંશ માત્ર ઇચ્છા કરી ન હતી. તેઓ હંમેશાં કહેતા કે શાસ્ત્રમાં કહ્યું છે તે પ્રમાણે જંગલમાં મૃગલા બીમાર પડે તો તેની સેવા કોણ કરે ? કોણ તેને ખવડાવે - પીવડાવે? તે શાંતિથી પડ્યા રહે છે. બસ ! શાસ્ત્રના આવા ભાવો જ તેમનું ઔષધ હતું. તેઓ હંમેશાં સમજાવતા હતા કે અશાતામાં ઉપચારની અપેક્ષા રાખવી તે આપણી કાયરતા છે.
ત્યારપછી ચૂડા ગામમાં એક રાત્રે મારણાંતિક ઉપદ્રવ ચાલુ થયો. જોર - જોરથી ઓડકાર આવવા લાગ્યા. તેનો અવાજ ભયંકર ચીસ જેવો, ત્રણ ઘર સુધી સંભળાય તેવો હતો. સાંભળનારા ડરી જતા હતા. આ સ્થિતિ કેટલાય દિવસો સુધી રહી. વૈદ્યરાજને બોલાવ્યા પણ તેને કાંઈ સમજાયું નહીં. ત્યાં એક ૧૦ વર્ષના યોગસાધક સંત આવ્યા. તેમણે મહાસતીજીની સ્થિતિ જોઈને કહી દીધું કે આ શારીરિક બીમારી નથી. રાતે જીવનમરણનો સંઘર્ષ ચાલુ થયો. ભાઈઓ-બહેનોએ નવકારમંત્રની ધૂન ચાલુ કરી, સહવર્તી સાધ્વીજીઓ સેવા સાથે સ્વાધ્યાય શ્રવણ કરાવી રહ્યા હતા. મહાસતીજી પૂર્ણપણે અંતર્મુખ બનીને આત્મભાવમાં સ્થિત હતા. ધીરે-ધીરે સહુની સભાવના ઔષધ બની ગઈ. રાત વ્યતીત થઈ મહાસતીજીનો જાણે નવો જન્મ શરૂ થયો.
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) આ રીતે શાતા-અશાતાના ચઢાવ-ઉતરાવ વચ્ચે બે-પાંચ વરસ નહીં પરંતુ ૨૦-૨૦વર્ષ સુધી ઘોર અશાતાના ઉદયને પૂ. મહાસતીજીએ સમભાવપૂર્વક સ્વીકાર્યો. શાતા કે અશાતામાં સ્વાધ્યાય જ એમનો પ્રાણ હતો. ઈ.સ. ૧૯૯૭-૯૮ માં ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. ની જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે પ્રકાશિત થતી ગુરુપ્રાણ આગમ બત્રીસીમાં તેઓએ પ્રધાન સંપાદિકા તરીકે અનુપમ યોગદાન આપ્યું. કઠિનતમ અભિગ્રહ સહિત પોતાના જ શિષ્યા પરિવારના સથવારે નવ-નવ વર્ષ અખંડ પુરુષાર્થે કાર્ય પૂર્ણ કરાવ્યું. શ્રતોપાસક સાધ્વીજીઓ દ્વારા થયેલું ગુજરાતી આગમ બત્રીસીનું આ મહત્તમ કાર્ય માત્ર ગોંડલ સંપ્રદાય માટે જ નહીં, પરંતુ સમગ્ર જિનશાસન માટે મહત્તમ કાર્ય હતું.
આટલા દીર્ધકાળ પર્યંત અશાતાને ભોગવવા છતાં અશાતા વેદનીય કર્મનું દેણું કંઈક શેષ રહી ગયું હતું. મહાસતીજીને છેલ્લા પાંચ વર્ષ અચાનક નસકોરી ફૂટવાનું અર્થાત્ નાકમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું. તેના કારણે અત્યંત નબળાઈ આવી જતી હતી. તેમાં વધારો થતાં જીવનના અંતિમ વર્ષમાં ઉદય પ્રબળ બન્યો. પૂ. મહાસતીજીને ચેસ્ટની નીચેના ભાગમાં એક ગૂમડું - ગાંઠ નીકળી. વર્તમાને શરીરના કોઈપણ ભાગમાં નાનકડી ગાંઠ દેખાય કે વ્યક્તિ તેના નિદાન માટે આતુર બની જતી હોય છે. પણ આ સતીજી નહીં પરંતુ ખમીરવંતા મહાસતીજી હતા. તેમનો નિર્ણય હતો કે મારે નિદાન કરાવવું નથી. હવે જીવનની ઢળતી સંધ્યાએ જે છે તે કર્મનું દેણું ચૂકવવું છે. ગાંઠ ધીરેધીરે વધતી જતી હતી અને તે પાકી ગઈ, આઠ મહિને અચાનક તે ગાંઠ છૂટી અને તેમાંથી લોહી-પરુના ફુવારા ઊડવા લાગ્યા. આવી ભયંકર સ્થિતિમાં કોઈ ડૉક્ટર નહીં કે ડ્રેસીંગ પણ નહીં સ્વયં તેને સાફ કરી લેતા. ગાંઠ ફૂટ્યા પછી તેમાં એક ઈંચનો ખાડો પડી ગયો હતો. વેદના ક્રમશઃ વધી રહી હતી.
(૪૨)
Page #23
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
સાગરચંદ્રની કથા (શ્રમણોપાસક બન્યા સમભાવસાધક)
- ડૉ. અભય દોશી
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો ) નાના સતીજીઓ તથા શ્રાવકો વારંવાર ચેકીંગ માટે વિનંતી કરતા હતા પરંતુ તેમના મક્કમ મનનો એક જ જવાબ હતો કે કદાચ નિદાન કરાવીએ તો પણ શું ? તેનાથી દર્દ ઘટવાનું નથી. મારે ઉપચાર કરવા જ નથી. પ્રતિકાર કર્યા વિના ઉદયભાવનો સ્વીકાર કરવો તે જ મારી સાધના છે.
આટ-આટલી અશાતામાં તેઓએ ક્યારેય બ્લડ કે યુરીન ટેસ્ટ કરાવ્યું ન હતું, B.P. મપાવ્યું ન હતું. વિજાતીય ડૉક્ટરનો સ્પર્શ કે એલોપેથી ટ્રીટમેન્ટ લીધી ન હતી, દેઢ મનોબળે આ વેદનાને જીવનના અંતિમ શ્વાસ સુધી સહન કરી.
જેમ જેમ અશાતા વધતી ગઈ તેમ તેમ તેમની જાગૃતિ વધતી ગઈ સમરાંગણે ગયેલો યોદ્ધો વિજયને વરવા સતત ઝઝૂમી રહ્યો હોય, તેમ જાણે આત્મસંગ્રામે ચઢેલા સમર્થ સેનાની કર્મ સામે જાણે જંગ માંડીને બેઠા હોય તેવી અભુત ખુમારી સાથે રોગ પરિષદને સહર્ષ સ્વીકાર્યો અને તેમાં અખંડ સમભાવ કેળવી પરિષહ વિજેતા બની ગયા.
આ પંચમકાળમાં આવા વિરલ વ્યક્તિત્વને નજરે નિહાળીએ, તેઓનું તપોપૂત સાધક જીવન સાક્ષાત્ અનુભવીએ ત્યારે નતમસ્તક થઈ જવાય અને અંતરનાદ થાય કે હે પરમકૃપાળુ પરમાત્મા ! આજે ભલે આપ સાક્ષાત્ નથી, તેમ છતાં આપનું શાસન અને આપની આજ્ઞાની આરાધના આજે પણ જીવંત અને જવલંત છે. એટલું જ નહીં, પાંચમા આરાના અંત સુધી તે જીવંત રહેશે તેવી શ્રદ્ધા દેઢતમ બની જાય છે.
ત્રિકાલ વંદન હો... ઉપસર્ગ - પરિષહ વિજેતા તે પ્રભુ વીરને... ત્રિકાલ અનુમોદન હો... પ્રભુ વીરની પરંપરાના શૂરવીર સંતોની સાધનાને...
(ડ. અભયભાઈએ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય વિષય પર સંશોધન કરી Ph.D. કરેલ છે. મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષા છે. તેમના ત્રણ પુસ્તકો પ્રગટ થયા છે.)
નેમિનાથ ભગવાનના સમયની વાત છે. દ્વારિકા નગરીમાં કૃષ્ણ મહારાજાનું રાજય પ્રવર્તતું હતું. દ્વારિકા નગરીમાં તેમના મોટાભાઈ બલદેવનો પણ નિવાસ હતો. બંને ભાઈઓ વચ્ચે અતૂટ પ્રીતિ હતી. બંનેના વિશાળ મહાલયો બાજુબાજુમાં જ શોભી રહ્યા હતા. દ્વારિકાની એકબાજુ સમુદ્ર ઘૂઘવે... બીજી બાજુ ગોમતી નદીના જળ દ્વારિકાના ચરણો પર અભિષેક કરે. રાજાપ્રજા સૌ આનંદમય હતા.
બલભદ્રનો એક પૌત્ર હતો. એનું નામ સાગરચંદ્ર હતું. રૂપ-રૂપનો ભંડાર સાગરચંદ્ર કૃષ્ણના પુત્ર સાંબને અતિપ્રિય હતો. સાંબ પોતાની નટખટ વૃત્તિઓ માટે દ્વારિકા નગરીમાં વિખ્યાત હતો.
આ નગરમાં એક ધનવાન શેઠ રહેતા હતા. તેમની કમલમેલા નામની સુંદર કન્યા હતી. કન્યાના વેવિશાળ ઉગ્રસેન રાજાના પુત્ર નભસેન સાથે થયા હતા. નારદજી એકવાર દ્વારિકા નગરીમાં ભ્રમણ કરતા હતા, ત્યારે તેમણે આ રૂપવતી કન્યા જોઈ. તેમને થયું કે આ રૂપવતી કન્યા તો સાગરચંદ્રને માટે જ યોગ્ય છે. રતિ અને કામદેવ જેવી જોડી બની શકે એવા આ યુગલ એકઠા કેમ ન થાય ? કૌતુકપ્રિય નારદે બલરામના મહેલમાં પ્રવેશ કર્યો. સાગરચંદ્ર મહાલયની બહાર આવેલા ઉદ્યાનમાં સાગરના મોજાઓ જોઈ રહ્યો હતો. નારદ
(૪૪)
(૪૩)
Page #24
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - તેની પાસે આવી કમલમેલાના રૂપ-ગુણના ખૂબ વખાણ કર્યા. નારદના વખાણ સાંભળી યુવાવસ્થામાં પહોંચેલા સાગરચંદ્રના હૃદયમાં સહજ રીતે જ કમલમેલા માટે અનુરાગ જાગ્યો. કોઈકની બનેલી પ્રિયાને કેમ પામી શકાય એ પ્રશ્ન સાગરચંદ્રની ઊંઘ હરામ થઈ ગઈ. નારદે કમલમેલા પાસે જઈ સાગરચંદ્રના વખાણ કર્યા. નારદના મુખે સાગરચંદ્રના રૂપ-ગુણનું વર્ણન સાંભળી કમલમેલા પણ સાગરચંદ્ર માટે અનુરાગવંતી બની. કમલમેલાએ સાગરચંદ્રને ગુપ્ત રીતે સંકેત મોકલાવ્યો.
કમલમેલાને પણ પોતાના પ્રત્યે પ્રેમ ધારણ કરનારી જાણીને સાગરચંદ્ર પ્રસન્ન થઈ ગયો, પરંતુ હવે કમલમેલાની સાથે મિલન કેમ કરવું તેની ચિંતા તેને સતાવી રહી હતી.
| મિત્રના વર્તનમાં અસ્વાભાવિક ફેરફાર જોઈ સાંબે વારંવાર પ્રશ્ન પૂછ્યા. પોતાનાથી વયમાં વડીલ અને સંબંધે કાકા જેવા સાંબ આગળ સાગરચંદ્રા ઝડપથી બોલી ન શક્યો, પરંતુ ગમે તેમ તોય... સાગરચંદ્ર અને સાંબ પરમમિત્ર હતા. વિપત્તિના સમયે, દિલની મૂંઝવણને સમયે મિત્ર જ મિત્ર આગળ હૈયું ખોલીને વાત કરી શકે. સાગરચંદ્ર પોતાના હૃદયમાં જાગેલી કમલમેલાની પ્યાસની વાત કરી. સાથે જ કમલમેલાનું હૃદય પણ મને મળવા આતુર છે એ વાત પણ જણાવી.
સાંબના વડીલભાઈ પ્રદ્યુમ્નનો ઉછેર વિદ્યાધરોના ઘરમાં થયો હતો. બાળપણમાં કોઈ વ્યંતરદેવે પ્રદ્યુમ્નનું અપહરણ કરીને વનમાં મૂક્યો હતો. ત્યાંથી વિદ્યાધરોના હાથમાં આવવાથી પ્રદ્યુમ્નને બાલ્યવયથી જ પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓની સિદ્ધિ મળી હતી. સાંબ અને પ્રદ્યુમ્ન બન્ને ભાઈઓ વચ્ચે વિશેષ
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સ્નેહ હતો, આથી પ્રદ્યુમ્ન સાંબને આ વિદ્યાઓ આપી હતી.
સાંબ વિચારવા માંડ્યો; ભાઈએ આપેલી આ વિદ્યાઓ આ મારા પ્રાણસમાન મિત્રને ન આપું તો શું કામનું? સાંબે આ વિદ્યાઓ તેમજ તેના સિદ્ધિના ઉપાયો સાગરચંદ્રને આપ્યા.
સાગરચંદ્ર આ વિદ્યાઓની સહાયથી કમલમેલાનું અપહરણ કર્યું. બંને પ્રેમમગ્ન આત્માઓએ તાત્કાલિક વિવાહ કર્યા. આ બાજુ દ્વારિકા નગરીમાં હાહાકાર મચી ગયો. કમલમેલાના પિતા ધનદત્ત શેઠ પોતાની દીકરીની શોધમાં પડ્યા. કૃષ્ણમહારાજ જેવા ન્યાયપ્રિય રાજાના રાજયમાં આવો કાળો કેર ? શું નગરના સૌ ચોકીદારો - રક્ષકો ઊંઘી ગયા હતા? એવી બૂમાબૂમ થવા માંડી. ધનદત્ત શેઠની સાથે નભસેનના પિતા રાજા ઉગ્રસેન પણ જોડાયા. મથુરાના રાજવી અને શ્રીકૃષ્ણના સસરા પણ પોતાની પુત્રવધૂના અદૃશ્ય થવાના સમાચારથી ખૂબ વ્યથિત હતા. તેઓ નવમા વાસુદેવ કૃષ્ણ પાસે ફરિયાદ કરવા પહોંચી ગયા. તેમણે માર્ગમાં ક્રીડા કરતા સાગરચંદ્ર અને કમલમેલાના યુગલને જોયું. રાજકુટુંબીઓ જ આવો અન્યાય કરે એવી વ્યથાભરી ફરિયાદ થઈ.
કૃષ્ણમહારાજ પોતે સૈન્ય લઈ સાગરચંદ્રને પકડવા માટે આવ્યા. સાગરચંદ્રની સહાયમાં રૂપપરિવર્તન કરી સાંબ પણ યુદ્ધમાં જોડાયો. એક બાજુ વાસુદેવનું સૈન્ય અને બીજી બાજુ પ્રજ્ઞપ્તિવિદ્યાની સહાયથી ઊભું થયેલું શાંબનું સૈન્ય. લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું. દ્વારિકાનગરીમાં આ આંતરિક યુદ્ધ સૌ વ્યગ્ર હતા. ત્યાં કૃષ્ણમહારાજે એક સવારે વિદ્યાધર યુગલ સમા સાગરચંદ્ર અને કમલમેલાને જોયા. જાણે આદિકવિએ જોઈ હોય એવી ક્રૌંચ અને ક્રૌંચીની જોડી. એકબીજા વિના તરફડી-તરફડીને મરી જાય એવા જળચર પક્ષી જેવા
(૪૬)
(૪૫)
Page #25
--------------------------------------------------------------------------
________________
–ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સાગરચંદ્ર અને કમલમેલા - નિર્મળ જળસરોવરમાં ખેલતા આ પંખીયુગલ સમાન આ જોડીને જોઈ. શ્રીકૃષ્ણ વિચારવા લાગ્યા કે આ તો કોઈ પૂર્વભવના પ્રેમી લાગે છે, આમને છૂટા પાડવા એ યોગ્ય નથી જણાતું. વળી, રાજય વ્યવસ્થા પણ જાળવવી એ મારે માટે કર્તવ્ય છે. શું કરવું? સાંબે વિદ્યાની મદદથી પિતાના મનની મૂંઝવણ જાણી લીધી. પોતે મૂળરૂપે હાજર થયો અને ગદ્ગદ્ થઈ યુદ્ધ કર્યું એ માટે માફી માગી. શ્રીકૃષ્ણ પણ ઉદાર હૃદયે પ્રેમીયુગલને માફી આપી. તેમજ સાંબને પણ ક્ષમા આપી, નભસેનાના પિતા ઉગ્રસેને પણ વિશાલ હૃદયે સાગરચંદ્રને ક્ષમા આપી, પરંતુ નભસેનના હૃદયમાંથી ક્રોધનો અગ્નિ શાંત થયો નહિ.
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) આ ઉત્તમ સમય છે. તેણે એક કંસારા પાસે જઈ તાંબાની સોયો ઘડાવી. એક પર્વની રાત્રિએ સાગરચંદ્ર કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા હતા. સાગરચંદ્રજી દેહ અને આત્માની ભિન્નતા વિષે ચિંતન કરી રહ્યા હતા. ત્યાં નભસેન પહોંચી ગયો. તેમના હાથ-પગના વીસવીસનખો જીવતા ઉખેડી દીધા. આ ઉપસર્ગની પો, આ ભયાનક વેદનાની પળે સાગરચંદ્રજી એમ જ વિચારતા રહ્યા કે, મારો આત્મા અને દેહ ભિન્ન છે. આ પીડા છે તે દેહની પીડા છે. વળી, આ નભસેન મારો મિત્ર છે, ઉપકારી છે કે જે મને કર્મક્ષય કરવાની આવી તક આપે છે. સર્વે જીવો મારા મિત્ર છે. સર્વેને હું ક્ષમા આપું છું. સર્વે મને પણ ક્ષમા આપો.
આ તીવ્ર વેદનાને સમભાવપૂર્વક સહન કરી સાગરચંદ્ર દેવલોકમાં ગયા. સવારે સાગરચંદ્રને મૃત જોઈ બલભદ્રના પરિવારમાં ગાઢ રૂદન થવા માંડ્યું. સાંબ પણ પોતાના પ્રિય મિત્રના વિયોગે અતિશય દુ:ખી બન્યો, જે શૂન્ય ઘરમાં સાગરચંદ્રજી ધ્યાનમાં ઊભા હતા, ત્યાં તપાસ કરતા તાંબાની સોયો મળી આવી. સોય ઘડનારા કંસારાને પૂછવાથી ખ્યાલ આવ્યો કે આ કાર્ય તો નભસેનનું છે. સૌ નભસેનના આ ક્રૂર કાર્ય માટે નભસેનને મારવા તૈયાર થયા. સાંબ અને નભસેન વચ્ચે યુદ્ધ થયું. એ જ સમયે દેવ થયેલ સાગરચંદ્રનો જીવ દિવ્યરૂપે આકાશમાં આવી ઘોષણા કરીને નભસેનને મુક્ત કરવા તેમજ માફી આપવા કહ્યું. કમલમેલાએ સાધ્વીજી પાસે દીક્ષા ધારણ કરી આત્મકલ્યાણનો માર્ગ લીધો. ગૃહસ્થાવસ્થામાં પણ ઉપસર્ગને સમભાવે સહન કરનારા સાગરચંદ્રજીની સર્વત્ર પ્રશંસા થઈ.
આજે પણ શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રાવકો પૌષધ પારવાની વિધિમાં
દ્વારિકાનગરીમાં આજે આનંદ અને ઉત્સાહ ફેલાયો છે. આજે બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાન પધાર્યા છે. અહો પ્રભુની મધુરી વાણી ! સૌ નગરજનો પ્રભુની દેશના સાંભળવા જઈ રહ્યા છે. બલભદ્રના સૌ કુટુંબીજનો પણ પ્રભુની દેશના સાંભળવા ગયા. સાગરચંદ્ર પણ તેમાં પ્રભુની દેશના સાંભળવા ગયો. દેશના સાંભળી સાગરચંદ્રનું હૃદય ધર્મમાર્ગે આગળ વધવા તત્પર બન્યું. હાલ મહાવ્રતોને ધારણ કરવા સક્ષમ ન હોવાથી અણુવ્રતો ધારણ કર્યા. વળી, મહાવ્રતની પૂર્વ તૈયારી રૂપે શિક્ષાવ્રતો ધારણ કર્યા. સાગરચંદ્ર આત્માર્થી બની આઠમ-ચૌદસે પૌષધ ધારણ કરી આઠમ-ચૌદસે શૂન્યગૃહમાં કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહેવા લાગ્યા.
આ વાત હૃદયમાં દુશ્મનાવટ ધારણ કરતા નભસેનથી છાની ન રહી. તેને વૈર વાળવાનું નિશ્ચિત કર્યું. તેણે વિચાર્યું કે, મારા વૈરની તૃપ્તિ કરવાનો
(૪૦)
(૪૮)
Page #26
--------------------------------------------------------------------------
________________
– ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) 'ઉપસર્ગના માર્ગે સમતા જે ધરે, મુક્તિપદ પામે...
- ડૉ. સેજલ શાહ
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો ) બોલાતા સૂત્રમાં પ્રારંભે સાગરચંદ્રજીનું નામસ્મરણ કરે છે;
સાગરચંદો કામો ચંદવડીયો સુંદંસણો ધો;
જેસિં પોસહપડિમા, અખંડિયા જીવીયેતેવિ. (સાગરચંદ્ર, કામદેવ, ચંદ્રાવસંતક અને સુદર્શનને ધન્ય છે કે જેમણે ધારણ કરેલી પૌષધપ્રતિમા પ્રાણાંત કષ્ટમાં પણ અખંડ રહી છે.)
સાગરચંદ્ર રાજકુમાર શ્રાવક હતા, શ્રમણોની ઉપાસના કરનારા શ્રમણોપાસક હતા, પરંતુ શ્રમણને સહજ સમતાગુણની એવી અનુપમ સિદ્ધિ કરી હતી કે, જેથી યુગો બાદ પણ તેમનું નામસ્મરણ થઈ રહ્યું છે.
(સંદર્ભ: “મરણ સમાધિ’ પન્નાગ્રંથ)
(ડૉ. સેજલ શાહ મણિબેન નાણાવટી કૉલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે. ગુજરાતી સાહિત્યમાં તેઓશ્રીએ પોતાનો શોધ-નિબંધ તૈયાર કરી પ્રકાશિત કર્યો છે. ઉપરાંત “મુઠ્ઠીભીતરની આઝાદી' નામનું ૧૯૪૨ ની ભારત છોડો આંદોલનમાં ભાગ લેનાર સ્વાતંત્ર્યોત્તર સેનાનીઓની મુલાકાત આધારિત પુસ્તક પણ લખ્યું છે, ગુજરાતી ભાષા-સાહિત્ય અને જૈન સ્તવ વિચારમાં તેઓને રસ પડે છે અને તેમાં કાર્યરત રહે છે. સાહિત્ય-સમારોહ અને જ્ઞાનસત્રમાં પોતાના પેપર રજૂ કરે છે.)
ઉપસર્ગ શબ્દ સંસ્કૃત ભાષાનો છે. એના જુદા જુદા અર્થ થાય છે જેમકે વ્યાધિ, દુર્ભાગ્ય,હાનિ, આફત વગેરે. જૈનોમાં ઉપસર્ગ શબ્દ એક વિશિષ્ટ લાક્ષણિક પારિભાષિક અર્થમાં વપરાય છે. સૂત્રકૃતાંગ નામના આગમગ્રંથમાં ‘ઉવસગ્ગ' ઉપર એક અધ્યયન આપેલું છે. જૈન પરંપરાની દૃષ્ટિએ ઉપસર્ગ શબ્દનો અર્થ થાય છે કે આવી પડેલું ભયંકર કષ્ટ, ઉપસર્ગના મુખ્ય ત્રણ પ્રકાર છે, ૧. દેવતાકૃત ૨. મનુષ્યકૃત ૩. તિર્યંચકૃત. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૧ માં અધ્યયનમાં કહ્યું છે કે : दिब्बे य जे उवसग्गे
तहा तिरिच्छ माणुस्से जे भिक्खू सहइ निच्च
से न अच्छइ मण्डले । અર્થાત્ જે ભિક્ષુ દેવતા, તિર્યંચ અને મનુષ્ય કરેલા ઉપસર્ગને નિત્ય સહન કરે છે, તે મંડલમાં રહેતો નથી, અર્થાત્ તેને સંસારરૂપી મંડલમાં
(૫૦)
(૪૯)
Page #27
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો પરિભ્રમણ કરવું પડતું નથી. ત્રણ પ્રકારના મુખ્ય ઉપસર્ગ ઉપરાંત ‘આત્મસંવેદનીય' નામનો ચોથો પ્રકાર પણ બતાવવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે અશાતા વેદનીય કર્મના ઉદયથી શરીરને ભોગવવી પડતી અસહ્ય વેદના. આવા પ્રસંગે દેવ, મનુષ્ય કે તિર્યંચકૃત ઉપસર્ગ નથી હોતો, પરંતુ પોતાના પૂર્વસંચિત તીવ્ર અશુભ કર્મોનો ભારે ઉદય ઉપસર્ગ સમાન બને છે. ઉપસર્ગના બાહ્ય શારીરિક કષ્ટવાળા ઉપસર્ગ તે બાહ્ય અને રોગાદિથી થતાં આત્મસંવેદનીય પ્રકારના ઉપસર્ગને આત્યંતર ઉપસર્ગ કહેવાય છે. મહત્ત્વનું એ છે કે સમતાભાવ ધરીને ઉપસર્ગો સહન કરે છે, તેમ કરતી વખતે મનમાં ક્રોધ, ક્લેશ લાવતા નથી, પોતાના કર્મની નિર્જરા માટેનું નિમિત્ત સમજીને આ પરિસ્થિતિ સહન કરી લે છે. ઘણીવાર મનુષ્ય આ સહન કરી શકતા નથી, મૂંઝાય જાય છે, કાયર બની દેવ-દેવીઓનું શરણું લે છે. આવા સમયે નવા કર્મો બંધાય છે અને મુક્તિના માર્ગમાં અવરોધ નિર્માણ થાય છે. સાધકે બહુ વીરતાપૂર્વક પ્રતિલોમ અને અનુલોમ ઉપસર્ગોમાંથી પસાર થવું પડે છે. ચિત્તની સ્વસ્થતા એ જૈન સાધકે પામવાની અઘરી સીડી છે, જે એને મુક્તિના માર્ગે પહોંચાડવામાં મદદરૂપ થાય છે.
જૈન કથાસાહિત્ય ઉપદેશાત્મક અને ચરિત્રઘડતરમાં ઉપયોગી બને તેવું હોય છે તેનો ઉદ્દેશ માત્ર કથા સાહિત્ય રચવાનો કે મનોરંજનનો નથી હોતો, પરંતુ જૈન મૂલ્યોને વધુ સુદૃઢ કરવાનો હોય છે. આ ચરિત્રો ગૃહસ્થધર્મને આત્મવિકાસના માર્ગે લઈ જવા માટે સહાયક બને છે. સાહિત્યની દૃષ્ટિએ એમાં અદ્ભુત, શૃંગાર અને વીરતા જેવા રસનું આલેખન સુંદર રીતે કરાયું હોય છે. સ્ત્રી અને પુરુષના આ ચરિત્રોમાં શુભાશુભ કર્મવિપાકને પ્રગટ કરનારા દૃષ્ટાંતો પ્રાપ્ત થાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જૈન તાત્ત્વિક વિચારણાની પ્રસિદ્ધિ
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) કરવી, આદર્શોનું સ્થાપન કરવું, રસના ઉત્કૃષ્ટ નિર્માણ દ્વારા વાચકને સન્માર્ગે ગતિ કરાવવી અને જ્ઞાનરત્નના સમર્થન સાથે કર્મના સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ પણ કરે છે. મલયસુંદરી ચરિત્ર શ્રી જયતિલકસૂરિએ માગધી ચરિત્ર ઉપરથી સંસ્કૃત ભાષામાં રચ્યું, જેનો ગુજરાતી અનુવાદ શ્રી વિજયકેશરસૂરિએ વિ.સં. ૧૯૬૬ માં કર્યો છે. નવલકથાની સમકક્ષ આવી શકે એવી અનેક રસાત્મક ક્ષણો અહીં આલેખાઈ છે. સર્જક માને છે કે તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી સો વર્ષે મલયસુંદરીની હયાતી આ પૃથ્વી પર હતી. આ મલયસુંદરીનું ચરિત્ર શ્રીમાન્ કેશગણધરે શાંતરાજાની સમક્ષ રજૂ કર્યું હતું. મલયસુંદરીનું પાત્ર એ સમયમાં પ્રચલિત જરૂર હતું એમ કહી શકાય કારણ આ નામક અનેક કૃતિઓનો ઉલ્લેખ જોવા મળે છે. ઉદા. તરીકે લાભવર્ધન લાલચંદ જે ૧૭ મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયા. તેમણે મલયસુંદરી - રાસની રચના કરી તેની હસ્તપ્રતનો ઉલ્લેખ લીંબડીના જૈન જ્ઞાનભંડારની સૂચિપત્રમાં મળે છે. દયાસિંહ (ગણી) જે ૧૪ મી સદીના અંતભાગમાં થઈ ગયા એમણે સંસ્કૃતમાં ‘મલયસુંદરી-ચરિત્ર' નામક ચરિત્ર-ગ્રંથની રચના સંસ્કૃતમાં કરી હતી. ઉદયધર્મ જે ૧૫ મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયા એમણે ૧૧૯૫ કડીના ‘મલયસુંદરીરાસ' ની રચના કરી હતી. ઉદયરત્ન (વાચક) જે ૧૭ મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયા એમણે મલયસુંદરી-મહાબલવિનોદવિલાસ-રાસની રચના ઈ. ૧૭૧૦ની આજુબાજુ કરી હતી. તપગચ્છના સાધુ ૧૮ મી સદીના જ્ઞાનવિજય૩ ઈ. ૧૭૨૫ માં “મલય-ચરિત્ર' ની રચના કરી હતી. લબ્ધોદયે ખતરગચ્છની માણિકશાખાની પરંપરામાં હતા તેમણે “મલયસુંદરી-ચોપાઈ” ની રચના કરેલી જોવા મળે છે. આમ જોઈ શકાય છે કે એક પ્રચલિત પાત્ર અનેક સર્જકોને સાહિત્ય રચવા પ્રોત્સાહિત કરે છે. એના પરથી ખ્યાલ આવે છે કે આ ચરિત્રમાં
(૫૨)
(૫૧)
Page #28
--------------------------------------------------------------------------
________________
- ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) કેટલી સબળતા હશે અને કથારસમાં કેટલી શક્યતા હશે કે અનેક કૃતિમાં સ્થાન પામે છે. જૈન કથા સાહિત્ય કથાપ્રધાન છે, જેમાં મૂળકથામાંથી અનેક ઉપકથાઓ નિર્માણ થતી હોય છે.કથામાં ઉપકથા અને આડકથાનો એક ઘટાટોપ હોય છે. કર્મના સિદ્ધાંતને સ્થાપવા પૂર્વભવની કથા પણ આવરી લેવાય છે. જીવનમાં બનતી પ્રત્યેક ઘટનાનો સંબંધ મનુષ્યના કર્મ સાથે જોડાયેલો છે, કર્મની સત્તા આગળ કોઈનું ચાલતું નથી. મલયસુંદરી જેવી નાયિકા પોતાની ઇચ્છાશક્તિથી કર્મને આધીન થઈ, કરેલા કર્મને ભોગવી, ફરિયાદ કર્યા વિના, મુક્તિપદને કઈ રીતે પામે છે, તેની રસિક, સંઘર્ષમય કથા અહીં છે. સતત ઘટના સર્જાતી જતી હોવાને કારણે વાચકનું મન રહસ્ય અને ઉત્કંઠાના લોભમાં કૃતિને પોતાની સાથે જકડી રાખે છે, અનેક નાના-મોટા ઉછળતા રસના તરંગો. અન્ય કથાની જેમ અહીં પણ શાંતરસમાં પરિવર્તિત થઈ શમનનો અનુભવ કરાવે છે. કથાનો ચમત્કાર વાચકને કથાસરિતસાગરની જેવી અન્ય કથાનું સ્મરણ પણ કરાવે છે. નવલકથામાં આવતું ચરિત્રલેખન | પાત્રલેખન, વાતાવરણ, કથાબંધ અહીં પણ જોવા મળે છે. મૂળ ઉદ્દેશ્ય નીતિમય જીવન, તત્ત્વજ્ઞાનની સમજ અને ગૃહસ્થજીવનને મુક્તિ તરફ લઈ જવાની પ્રેરણા એમાં રહેલી છે. આ ચરિત્ર ઉપરથી પૂર્વ ઢાળબંધ ગૂર્જરભાષામાં એક રાસ પણ રચાયેલો છે. અનુવાદક શ્રી વિજયકેશરસૂરીએ નોંધ્યું છે તે મુજબ વિક્રમસંવત ૧૯૬૪ ના દક્ષિણપુનાની આજુબાજુના પ્રદેશમાં વિચરતાં આ ચરિત્ર તેમને સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદિત કરવાનું શરૂ કર્યું, જે વિક્રમસંવત ૧૯૯૬ માં પેથાપુરમાં પૂર્ણ થયું અને પ્રકાશિત કરવામાં આવ્યું. એ સમયમાં ૮ હજાર પ્રતો આ પુસ્તકની ખલાસ થઈ ગઈ હતી એટલી એની લોકપ્રિયતા હતી. મલયસુંદરી ચરિત્ર કુલ ૭૦ પ્રકરણોમાં વહેંચાયેલી કથા છે. મૂળનાયિકા
(૫૩)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) મલયસુંદરીનો પ્રવેશ કથાના ૧૬ માં પ્રકરણમાં થાય છે. ચંદ્રાવતી નગરીના મહારાજા વીરધવળની બે રાણીઓ ચંપકમાળા અને કનકવતી રાજાને તેના દુઃખી હોવાનું કારણ પૂછે છે, પ્રત્યેક પ્રશ્નના ઉત્તરરૂપે એક કથા હોય તેમ કથામાં કથા ઉમેરાતી જાય છે. રાજાને સંતાન નથી થતું અને ગુણવર્મા વૃત્તાંતને અંતે અને તેને ન્યાય અપાવવાની પ્રક્રિયા પૂરી થતાં રાજાને ત્યાં બે જોડિયા સંતાનનો જન્મ થાય છે, મલયસુંદરી અને મલયકુમાર. બંને સંતાનોને ઉત્તમ પ્રકારની તાલીમ અપાય છે. સ્ત્રી કે પુરુષ જેવા ભેદ વગરની વિઘાતાલીમ આપવામાં આવે છે. યુવાનવયમાં પહોંચેલી નાયિકા સુંદર અનુપમ દેખાય છે. રાજાનો મિત્ર સુરપાળ બાજુની નગરી પૃથ્વીસ્થાનપુરમાં હતો અને ત્યાંથી રાજાને ભેટયું લઈ એકવાર અમાત્યો આવે છે, જેમની સાથે એક તેજસ્વી પુરુષ પણ હોય છે કે જે રાજાના પૂછવા છતાં પોતાની ઓળખ છુપાવે છે. તે રાજા સુરપાળનો પુત્ર મહાબળ હોય છે. સાંજના સમયે જયારે કુમાર ચંદ્રાવતી નગરીના સૌંદર્યને જોવા નીકળે છે ત્યારે રાજકુમારી મલયસુંદરી તે સુંદર યુવાનને જોઈ મોહિત થાય છે અને તેની ઓળખ જાણવા માટે ઉપરથી ચબરખી એના પર ફેંકે છે. જેનો જવાબ આપવા મોડી રાતે તે કુમાર કુમારીને મળવા બારી વાટે આવે છે ત્યારે સાવકી માતા કનકવતી તેને સામે મળે છે અને પોતે પણ એના રૂપથી મોહિત થઈ જાય છે. કુમાર એને કોઈ રીતે સમજાવી મલયસુંદરીને મળવા એના કક્ષ સુધી તો પહોંચે છે. અહીં પ્રેમકથાની માફક પ્રથમ નજરનો પ્રેમ ગાઢ સ્નેહમાં પરિણમે છે. કુમાર મલયસુંદરીને પોતાની ઓળખ આપે છે અને એની સાથે વિવાહ કરવાનો કૉલ આપે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે મલયસુંદરીના પ્રસ્તાવ છતાં મહાબળ એને માતાપિતાની ઇચ્છા સાથે વિધિવત્ લગ્ન કરીને પોતાની સાથે લઈ જવાનો આગ્રહ રાખે છે.
(૫૪)
Page #29
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) આ બધી વાત કનકવતી દરવાજાની બહાર ઊભી રહીને સાંભળે છે અને રાજાને અહીં બોલાવી લાવે છે. આ પ્રસંગે બંને રંગે હાથે પકડાય એ પહેલા મહાબળ કુમાર પોતાની પાસે રહેલી એક ગુટીકા મોઢામાં નાખે છે, જેને કારણે તેનું રૂપ બદલીને મલયસુંદરીની માતા ચંપકમાલા જેવું થઈ જાય છે. અપરમાતાથી બંને પ્રેમીઓ બચી જાય છે. કુમારી પોતાનો લક્ષ્મીપુંજ હાર કુમારને આપે છે, જે આગળ જતા બહુ મહત્ત્વનો બનવાનો છે. વાચકોને અહીં સહજરૂપે દુષ્યતરાજાની વીંટી યાદ આવે તો નવાઈ નહિ. મહાબલ પાસે બે પ્રકારની ગુટીકા છે એક જેનાથી પોતાનું રૂપ બદલી શકે અને બીજી જેમાં આંબાના રસ સાથે ઘસી તિલક કરવાથી સ્ત્રી પુરુષનું રૂપ ધારણ કરી શકે. હવે મહાબળ જવાની અનુમતિ માગે છે અને જતી વખતે મલયસુંદરીને એક શ્લોક આપે છે અને કહે છે કે જ્યારે આપત્તિ આવે ત્યારે આ શ્લોક સ્મરણ કરશો તો મન શાંત થશે.
જે વિધિ કરશે તે હી થશે, નહિ થાય તારું ચિંતવ્યું સારું, હે ચિત્ત ! આમ ઉત્સુક થઈ અનેક ઉપાય ચિંતવે શા સારું?”
અર્થાતુ આખરે તો પૂર્વ કર્મ જે કરે તે જ થાય છે અને હૃદયની ચિંતા પ્રમાણે કંઈ થતું નથી. માત્ર અનેક ઉપાય દેખાડવાથી કંઈ ફાયદો થતો નથી. અહીં કર્મની પ્રબળતા અને મનુષ્યએ એ ભોગવ્યા સિવાય કોઈ છૂટકો નથી. આ શ્લોક આખી કથામાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. અનેક મુસીબતોનો સામનો મલયસુંદરીએ કરવો પડે છે પણ તાત્ત્વિક કહી શકાય એવો સરળ ભાષાનો આ શ્લોક એને મનોબળ પૂરું પાડે છે અને તે ઉપસર્ગોને એક પછી એક પાર પાડે છે. લક્ષ્મીપુંજ હાર, ગુટીકા અને શ્લોક એ કથાના કી-વર્ડ બને છે, જે કથનના અનેક ચઢાવ-ઉતાર માટે નિમિત્ત બને છે. બીજી તરફ કુમાર
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પોતાની નગરીએ પહોંચી કન્યાને કઈ રીતે વિવાહ કરી ઘરે લાવવી તે અંગે ચિંતા કરે છે અને પોતાના માતા-પિતાને એ અંગે વાત કરે છે; જે અંગે માતાપિતા રજા આપે છે અને કુંવરી દ્વારા અપાયેલ હાર પોતાની માતાને સોંપે છે. બીજી તરફ મહારાજ વરધવળ પોતાની કન્યા મલયસુંદરી માટે સ્વયંવરનું આયોજન કરે છે અને એનું નિમંત્રણ મોકલે છે, જેમાં વંશપરંપરાથી આવેલ વ્રજસાર નામના ધનુષ્યની પ્રત્યંચા ચડાવવાનું કાર્ય કરવાનું હોય છે. મહાબળની ઇચ્છા સામેથી પાર પડતી જણાય છે પણ સ્વયંવર જો આટલી સહજતાથી ઉકલી જાય તો વિવિધ રસનું નિર્માણ કઈ રીતે થાય ? મહાબળને પણ રોજ રાતના કોઈ હાથ કે જેનો ચહેરો દેખાતો નથી તે રોજ રાતના કાંડે છે અને તે હાથ હાર ચોરી જાય છે અને હારની ચોરીની વાત જાણી માતા રુદન કરે છે તે રોકવા માટે વચન આપે છે કે પાંચ દિવસમાં જો હાર પાછો નહીં લાવી આપે તો અગ્નિમાં પ્રવેશ કરશે. કુમાર રાતના એ હાથને પાઠ ભણાવવાના હેતુથી છુપાઈને આક્રમણ કરે છે, એ હાથને પકડી લે છે અને હાથ તો આકાશ માર્ગે ઉડવા લાગે છે અને હવે કુમાર પડી ન જવાય માટે હાથને પકડી રાખે છે. તેને દેવી દેખાય છે અને મુષ્ટિનો પ્રહાર કરે છે. દેવી માફી માગે છે અને ફરી હેરાન નહિ કરવાનું વચન આપે છે. તેથી કુમાર હાથ છોડે છે અને નીચે પડે છે. પડતા જ મૂછ આવી જાય છે ને એક આંબાના ઝાડની ટોચ પર પડે છે. કુમાર ચંદ્રાવતી નગરીના ઝાડની ટોચ પર છે એવી એને ખબર પડે છે અને આનંદિત થાય છે કે કેવી રીતે બાજી એના તરફી થઈ ગઈ. ત્યાં એક અજગર આંબાની નજીક આવી અર્ધ ગળેલ માણસને ભચરડી મારી નાખવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેના બે હોઠને બે હાથે પકડી તેના બે ભાગ કરી મારી નાખે છે અને અજગરના મુખમાંથી એક સ્ત્રી બહાર આવી પડે છે. આ સ્ત્રી મહાબળનું જ
(૫૫)
(૫૬)
Page #30
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - નામ લેતી હોય છે તે સાંભળીને કુમારને આશ્ચર્ય થાય છે અને તે સ્ત્રી મલયસુંદરી જ છે. એને ભાનમાં લાવી કુમાર એની આ અવસ્થાનું કારણ પૂછે છે અને ખબર પડે છે કે માતાપિતાની કાનભંભેરણી સાવકી માતાએ કરી અને તેથી માતાપિતા જે ચરિત્રમાં ખૂબ માને છે અને તેમને માટે લોહીના સંબંધથી વધુ મહત્ત્વ ચરિત્રનું છે, તેથી કુંવરીને મારી નાખવાનો આદેશ આપે છે. માતા પિતાનો રોષ સમજાતો નથી, પરંતુ એમના આદેશને સ્વીકારી કુંવરી કૂવામાં ઝંપલાવે છે અને ત્યાં રહેલો અજગર તેને ખાય છે, જે અહીં ઝાડ પાસે આવે છે અને કુમાર એને બચાવે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે વાર્તાના અંકોડા એકબીજા સાથે જોડાતા જાય છે અને સાથે છૂટા પડેલા પાત્રો મળતા જાય છે પરંતુ હવે હાર શોધવાની અને મલયસુંદરીના માતાપિતાને મનાવવાનું કામ અને તેમની ગેરસમજ દૂર કરવાની ચેલેન્જ એમની સામે છે. કનકવતી જે કુંવરીની સાવકી માતા છે તે એના પ્રત્યેના દ્વેષભાવને કારણે રાજાને ભરમાવે છે. જે હાર આકાશમાર્ગે દેવી ચોરી ગઈ હતી તે કનકવતીના હાથમાં આવે છે અને તે એને છુપાવી દે છે અને રાજાને કહે છે કે હાર મલયસુંદરીએ મહાબળને મોકલાવ્યો છે અને રાજયને ગ્રહણ કરવાનું કહ્યું છે. મહાબળ રાજયને લઈ લેવા માંગે છે અને એ માટે એણે કુંવરીને ભરમાવી છે. એવું તે રાજાને સમજાવે છે અને તેથી રાજાને પોતાની દીકરી પર દ્વેષભાવ આવે છે. પોતે આવી રાજયદ્રોહી અને ચરિત્ર ન પાળનારી દીકરીનું મુખ નથી જોવા માંગતા. બીજી તરફ હાર કનકવતી છુપાવી દે છે. આ સમગ્ર વાત કુમારને ઝાડ પાસેથી નીકળતી એક સ્ત્રી જે કનકવતીની જ દાસી હતી તે કહે છે. રાજાને એવા સમાચાર મળે છે કે કુંવરી કૂવામાં પડીને મરી ગઈ. તેનો આનંદ વ્યક્ત કરે છે અને કનકવતીનો આભાર માનવા એના કક્ષમાં જાય છે.
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ત્યારે ત્યાં હાર જુએ છે અને સત્ય હકીક્ત ખબર પડે છે. રાજાની આંખ ઉઘડે છે કે પોતે કનકવતીની વાત સાંભળી ભૂલ કરી, પરંતુ હવે તો દીકરી હાથમાંથી ગઈ, મૃત્યુ પામી છે. આ કૃત્યનું પશ્ચાત્તાપ કરતાં રાજા મૂછ પામ્યા છે અને મૃત્યુ પામશે. હવે કુમાર મલયસુંદરીને પેલી ગુટીકાની મદદથી પુરુષ બનાવે છે, જેથી તેને રાતના વેશ્યાના ઘરે જઈ હાર લાવવાનું સરળ પડે, જયાં કનકવતીએ છુપાવ્યો છે. મહાબળ પોતે નિમિત્તના રૂપે રાજા પાસે પહોંચી એમના શોકને ઓછો કરવાનો પ્રયત્ન કરે છે અને રાજાને ખાતરી આપે છે કે તેમની દીકરી જીવતી હોવાનું દેખાય છે. એમ કહી સમજાવે છે. મહાબળના અને મલયસુંદરીના પ્રયત્નોથી બધું સારી રીતે પાર પાડે છે અને હાર પણ પાછો આવે છે, બંનેના લગ્ન ધામધૂમથી થાય છે. અહીં મલયસુંદરીના જીવનના પ્રથમ તબક્કાની વિપત્તિનો અંત આવે છે. આખી કથા દરમ્યાન વિપત્તિના ત્રણ તબક્કા આવે છે, એક જયારે તે પિયર હોય છે અને માતા-પિતાનો વિશ્વાસ ઉઠી જાય છે..
બીજો જ્યારે તેના લગ્ન થાય છે અને પછી સાસરે જાય છે અને લગ્ન પછી બંને નાયક-નાયિકાનો વિરહ થાય છે. ત્રીજો તબક્કો સંતાનનો જન્મ અને વિયોગનો ગાળો ખૂબ લાંબો ચાલે છે. ટૂંકમાં દીક્ષા સુધીનો ગાળો. પતિના ઘરે લગ્ન કરીને ગયા પછી પણ સાવકી માતા કનકવતી તેનો પીછો છોડતી નથી અને ત્યાં આવી મલયસુંદરીના સસરાની કાનભંભેરણી કરી. જયારે મહાબલ યુદ્ધ પર જાય છે ત્યારે ગર્ભવતી મલયસુંદરીને ઘરમાંથી જવાની ફરજ પાડે છે. એકલી મલયસુંદરી કંઈ નથી કરી શકતી અને તેના બાળકનો જન્મ જંગલમાં વિપરીત સ્થિતિમાં થાય છે. ત્યારબાદ પણ સાર્થવાહ જેવા અનેક તેને પામવાની લાલચમાં તેને અનેક દુઃખો આપે છે. શારીરિક, માનસિક
(૫૮)
(૫૦)
Page #31
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકોને અનેક ઉપસર્ગો સહન કરતી મલયસુંદરી મરવાનો વિચાર કરે છે. કર્મબંધ જાણનાર વિવેકી મલયસુંદરી પણ વિપત્તિમાં વિવેક એકાદવાર ભૂલી જાય છે. દુ:ખમાં ભાન ભૂલવાનું કારણ ધર્મનો અભ્યાસ, વિવેક, વૈરાગ્ય લાંબા અને દેઢતાવાળા ન હોવાથી આવું થાય છે. માટે જ જ્ઞાની પુરુષો કહે છે કે આત્મ ઉપયોગની જાગૃતિ રાખો અને અભ્યાસ કરતાં રહો. મલયસુંદરીનું રૂપ જ દુઃખનું કારણ બને છે, પરંતુ સાથે આપણે એ પણ નોંધવું જોઈએ કે આટલી મુસીબતો વચ્ચે પણ પેલા શ્લોકને કારણે તે પોતાની જાતને અને મનોબળને ટકાવી રાખે છે. આજે એક શ્લોક આખી કૃતિનું સંચાલન કરે અને એક વિચાર આખી કૃતિને આગળ વધારી રસ જાળવી રાખે તેવું ભાગ્યે જ બને છે. મલય સુંદરીની કથા ખૂબ જ લાંબી અને કથામાં -કથાની પરંપરાની કૃતિ છે. ગુટીકાને કારણે ચમત્કારની ઘટના બનતી રહે છે, છૂટા પડેલા પાત્રો ભેગા થાય છે અને વિરોધી બળથી ટકવા માટે ખાસ કરીને જ્યાં મનુષ્ય શક્તિ ઓછી પડે ત્યાં જ ગુટીકાનો ઉપયોગ આવે છે. પાત્રો પોતાના તેજ અને સ્વ-બળથી ઊભા થયા
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પ્રેમ કથા લાગતી આ કથા મલયસુંદરી અને મહાબળની પ્રેમરસથી ભરપૂર કથા તો છે જ, બંને પાત્રોનો વિકાસ સમાંતરે સમાન કરાયો છે. કોઈપણ એક પાત્રનું મહત્ત્વ સાબિત કરવા અન્ય પાત્રને પાતળું નથી કરાયું. એ જ રીતે સ્ત્રી પાત્રને સક્ષમ જે રીતે બતાવ્યું છે, વીરતાભર્યું પ્રદર્શિત કર્યું છે તે આજે પણ આશ્ચર્ય જન્માવે છે. આજથી આટલા વર્ષો પહેલા જૈન ધર્મમાં સ્ત્રીને સ્વતંત્ર અને નિર્ણાયક ભૂમિકામાં મૂકાતી એવું કહી શકાય. ક્યાંય હાંસિયામાં ધકેલવાનો પ્રયત્ન એ સમયમાં ન થતો. એ જ રીતે વિવિધ ઋતુનું વર્ણન, મનુષ્ય સ્વભાવનું આલેખન જોઈ એમ કહી શકાય કે માનસિક અવસ્થાને એ સમયનો સર્જક બરાબર ઝીલતો હતો. સર્જક સાધુ વેશે હોવા છતાં પ્રજાને ધર્મ પ્રત્યે આકર્ષિત કરવા જીવનના દરેક રંગોને આવરી લઈ ગૃહસ્થધર્મ પણ સમજાવે છે, સ્ત્રીપુરુષને પોતાના કર્તવ્યથી પરિચિત કરે છે, સંબંધની પરિભાષા સ્પષ્ટ કરે છે અને પ્રત્યેક સંબંધની મર્યાદા સમજાવે છે. એમ કરતાં કરતાં તે સંસારને અસાર દર્શાવાનું ચૂકતો નથી.
મલયસુંદરીની કથા આપણને શ્રમણ ધર્મનું પાલન કરતાં તપયોગ, જ્ઞાન અને ધ્યાન વડે ઘણાં કર્મ ખપાવી દીધા, નિર્મળ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, શુભભાવ દ્વારા કેવલજ્ઞાન પ્રાપ્ત કરાયું, એવો સંદેશ આપે છે. આવા ચરિત્રો વાંચવાથી પણ મુક્તિનો પંથ સ્પષ્ટ થતો હોય છે. આત્માની શક્તિ બહાર આવે છે. ચરિત્રોનું કાર્ય જ સંસારમાં આદર્શ નિર્માણ કરવાનું છે, જે અહીં સુપેરે થયું છે. ખૂબજ લાંબુ અને અનેક કથાના ચડાવ-ઉતારની આ કૃતિ છે. અહીં એની કેટલીક રૂપરેખા આપી વાચકને એ પ્રત્યે આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે. જૈન મુનિ કેવો ઉત્તમ સર્જક અને ઉપદેશક છે તે બંનેનો પરિચય સાથે મળે છે. જે ઉપસર્ગને સહી જાય છે તે પરમને પામી જાય છે. સ્વથી, સ્વ-દુઃખથી
(૬૦)
જેમ દરેક જૈન કથામાં બને છે તેમ અહીં પણ અંતમાં શાંતરસને પુરસ્કૃત કરાયો છે. નાયક-નાયિકાની દીક્ષા કૃતિના અંતે ધાર્મિક ધ્યેયને પાર પાડે છે. અનેક મુસીબતો છતાં પાત્રો ખોટા રસ્તે ચડી નથી જતા. લાલચ કરતાં મુક્તિ તેમને વધુ આકર્ષે છે. આવા ચરિત્રો રજૂ કરવાનું કારણ સામાન્ય જનને ઉપદેશ આપવાનો અને એક આદર્શ ઊભો કરવાનો છે. મહાબળ અગ્નિનો ઉપસર્ગ અંતે સહન કરે છે અને મુક્તિ પામે છે. એ જ રીતે મલયસુંદરી પણ દીક્ષા લઈ ઉપદેશ આપી સહુનું કલ્યાણ કરે છે. તેને પડેલા અનેક ઉપસર્ગોનું કારણ તેના આગળના ભવના કર્મો હોય છે અને તે અંગે કથા પણ અપાઈ છે. પ્રથમ નજરે
(૫૯)
Page #32
--------------------------------------------------------------------------
________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) શ્રાવક કામદેવના ઉપસર્ગની કથા
- ડૉ. પૂર્ણિમા એસ. મહેતા
–ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ઉપર આવી શરીરને નહિ પરંતુ આત્માને મહત્ત્વ આપવાની વૃત્તિ જેમાં બાહ્યથી આંતર સુધીની યાત્રાનો અનુભવ થાય, તે ગતિ તરફનો આ માર્ગ છે. જે ઉપસર્ગને સમતાથી ખમી જાય છે તે મલયસુંદરી અને મહાબળની માફક તરી જાય છે.
જૈન કથાસાહિત્ય જીવન અને મનુષ્યના સ્વભાવનું, વિવિધ કથારસનું આલેખન સુંદર રીતે કરે છે. તેમાં આવતી એક પછી એક કથા અને તેમાંથી નીકળતા બીજા કથારસના વહેણો, એ આ સર્જકોની વિશેષ કહી શકાય એવી સિદ્ધિ હતી. આવી અનેક કથા છતાં ભાવક ક્યાંય ગુંચવાય નહીં અને રસ અનુભવે એથી વધુ શું જોઈએ ?
(ગુજરાત વિધાપીઠ સંચાલિત આંતરરાષ્ટ્રીય જૈન વિધા અધ્યયન કેન્દ્ર, અમદાવાદના ઈન્ચાર્જ છે અને જૈન સમોમાં અવારનવાર શોધપત્રો પ્રસ્તુત કરે છે.)
ઉપાસકદશાંગના નામે પ્રખ્યાત ૭મા આગમ ગ્રંથના બીજા કામદેવ અધ્યયનમાં શ્રમણ ભગવાન મહાવીરના બીજા શ્રાવક તરીકે કામદેવની કથા સવિસ્તર વર્ણવાઈ છે. આર્ય જંબૂસ્વામીના પ્રશ્નના જવાબમાં ગણધર ભગવાન સુધર્માસ્વામીના શ્રીમુખે આ વાત મંડાઈ છે.
ચંપા નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજય કરતો હતો. ત્યાં કામદેવ નામે ગૃહસ્થ તેની ભદ્રા નામે ભાર્યા સાથે રહેતો હતો. તેની પાસે છ કરોડ (પાલી જેટલું) સોનું નિધિ તરીકે સંગ્રહમાં હતું; છ કરોડ વ્યાજે (ધંધામાં) તથા છ કરોડ ઘરના વ્યવહારમાં રોકાયેલા હતા. ઉપરાંત દસ હજાર ગાયના એક એવા છ વ્રજો હતા.
એક વખત શ્રમણ ભગવાન મહાવીર વિચરણ કરતા ચંપાનગરીમાં આવ્યા અને ત્યાંના પૂર્ણભદ્ર ચૈત્યમાં ઊતર્યા.
કામદેવ પણ સપરિવાર તેમને વંદન-નમસ્કાર કરવા ગયો.
ભગવાનનું પ્રવચન સાંભળી કામદેવે પણ હૃષ્ટ, તૃપ્ત અને પ્રસન્ન થઈ, ભગવાન પાસેથી બાર પ્રકારનો ગૃહસ્થધર્મ સ્વીકાર્યો.
કામદેવ શ્રાવકના વ્રત સ્વીકાર પછીના ૧૪ વર્ષ સુખરૂપે પસાર થયા. પંદરમાં વર્ષના મધ્યમાં તેણે પોતાના મોટા પુત્રને બધો વ્યવહાર ભાર સોંપી દીધો; અને પોતે પૌષધશાળામાં પૌષધોપવાસ કરતો, શ્રમણભગવાન મહાવીરે
(
૧)
(૨)
Page #33
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - પ્રરૂપેલા ધર્મમાર્ગને અનુસરતો રહેવા લાગ્યો.
એક વખત મધ્યરાત્રિએ કામદેવ શ્રમણોપાસકને તેના ધ્યાનમાંથી ચલિત કરવા માટે એક મિથ્યાત્વી અને માયાવી દેવ, પિશાચનું રૂપ લઈ ધારદાર ખુલ્લી તલવાર સાથે આવ્યો.
તું ધર્મ-પુણ્ય-સ્વર્ગ-મોક્ષનો અભિલાષી છે; એટલે તું તારા આ શીલ, વ્રત, નિયંત્રણ, ત્યાગ તથા પૌષધોપવાસમાંથી ચલિત કે થાય નહીં, તેનો ભંગ કે પરિત્યાગ કરે નહીં; પરંતુ આજે આ બધું જો છોડી નહીં દે, તો આ તલવારથી તારા ટુકડેટુકડા કરી નાખીશ, અને દુ:ખથી પરવશપણે પીડિત થઈ તું અકાળે જ મરી જઈશ.”
એમ બે ત્રણ વાર કહેવા છતાં કામદેવે જયારે કાંઈ જ ગણકાર્યું નહીં, ત્યારે તે દેવ કામદેવ શ્રમણોપાસકના તરવારથી ટુકડેટુકડા કરી નાખવા પ્રવૃત્ત થયો.
પરંતુ કામદેવે તે બળતા અંગારાના જેવી અસહ્ય વેદના જરા પણ ક્ષોભ પામ્યા વિના સહન કરી લીધી,
દેવે પેલું પિચાશરૂપ તજી, એક મોટા દિવ્ય હાથીનું રૂપ લીધું.
તે દિવ્ય હાથીએ પણ કામદેવને શીલવ્રતમાંથી ચલિત કરવા સૂંઢ વડે પકડ્યો, આકાશમાં ઊંચો ઉછાળ્યો, પોતાના તીણ દંતશૂળો વડે ઝીલ્યો, અને પછી જમીન ઉપર નાખી ત્રણ વાર પગ વડે રોલી નાખ્યો; પરંતુ કામદેવ પોતાના ધ્યાનમાંથી ડગ્યો નહીં.
ત્યારે થાકીને તે દેવે પૌષધશાળામાંથી બહાર જઈ, એક મોટા તીક્ષ્ણ ઝેરી સાપનું રૂપ લીધું.
લુહારની ધમણની પેઠે ફૂંફાડા મારતા, તથા અતિશય તીવ્ર રોષવાળા સર્વે કામદેવને ચલિત કરવા તેના શરીર ઉપર સડસડાટ ચડી જઈ, પોતાના
(૬૩)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પૂંછડી તરફના ભાગ વડે તેના ગળા ઉપર ત્રણ વાર ભરડો દીધો અને પછી વિષપૂર્ણ તીક્ષ્ણ દાઢથી તેના હૈયા ઉપર ડંખ માર્યા, પરંતુ કામદેવ પોતાના ધ્યાનમાં સ્થિર રહ્યો.
ત્યારે થાકીને સાપનું રૂપ તજી દઈ, તેણે પોતાનું દિવ્ય દેવ રૂપ ધારણ કર્યું. તે દેવે કામદેવની પૌષધશાળામાં આવી, અંતરિક્ષમાં ઊભા રહી કામદેવને કહ્યું,
“હે શ્રમણોપાસક કામદેવ ! તને ધન્ય છે ! હે દેવાનુપ્રિય! મેળવવાનું બધું તને મળી ચૂક્યું છે, તું કૃતાર્થ છે, તારા બધા શુભલક્ષણો ફળીભૂત થયા છે તથા મનુષ્યજન્મ અને જીવનનું બધું ફળ તે બરાબર પ્રાપ્ત કર્યું છે, કારણ કે, તેં જૈન સિદ્ધાંતમાં આ પ્રકારનો આદર-વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. એક વાર દેવેન્દ્ર દેવરાજ ચોરાસી હજાર સામાનિકો તથા બીજા પણ અનેક દેવ-દેવીથી વીંટળાઈને ઈન્દ્રાસન ઉપર બેઠેલો હતો. તે વખતે તે એમ બોલ્યો કે, જંબુદ્વીપમાં ભારતવર્ષમાં આવેલી ચંપાનગરીમાં કામદેવ શ્રમણોપાસક પૌષધશાળામાં પૌષધવ્રત પાળતો, બ્રહ્મચર્ય ધારણ કરી, દાભને સંથારે રહેલો છે; તેને કોઈ દેવ, દાનવ કે ગંધર્વ વગેરે જૈન સિદ્ધાંતમાંથી ચળાવી શકે તેમ નથી. ઈન્દ્રનું એ વચન સહન ન કરતો, તેના બોલને અફળ કરવા તથા તને ક્ષોભ પમાડવા હું અહીં આવ્યો હતો. પરંતુ ઈન્દ્ર કહ્યા મુજબની જ ઋદ્ધિ તને બરાબર પ્રાપ્ત થયેલી છે. હે દેવાનુપ્રિય ! હું મારા અપરાધની વારંવાર ક્ષમા માગું છું. હું બીજીવાર આવો અપરાધ નહીં કરું.” આમ કહી, પગે લાગી, તે દેવ વારંવાર ક્ષમા માગતો ચાલ્યો ગયો.
કામદેવ શ્રાવકે ત્યારબાદ પોતાને બાધારહિત થયેલો જાણી, પોતાનું વ્રત શાસ્ત્ર અનુસાર, આચાર અનુસાર, માર્ગ અનુસાર તથા જેવું હોય તેવું બરાબર પાળ્યું, શોભાવ્યું અને ચાલુ રાખ્યું.
(૬૪)
Page #34
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
તેવામાં ફરતા ફરતા શ્રમણ ભગવાન મહાવીર ચંપામાં આવીને પૂર્ણભદ્ર ચૈત્યમાં ઊતર્યા. તેમના આવ્યાના સમાચાર સાંભળી કામદેવે વિચાર્યું કે, ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરી આવીને, ત્યાંથી પાછા ફર્યા બાદ આ પૌષધ વ્રત પૂરું કરું. આમ વિચારી તેણે બહાર જવા યોગ્ય શુદ્ધ વસ્ત્રો પહેર્યાં, તથા મોટા મનુષ્યસમૂહ સાથે તે પોતાને ઘરેથી નીકળી પૂર્ણભદ્ર ચૈત્ય તરફ ગયો.
ભગવાને ત્યાં ભેગી થયેલી પરિષદને અને કામદેવ શ્રમણોપાસકને ધર્મકથા કહી.
“સાધુને આવી પડતાં દુઃખો બે પ્રકારના હોય છે : અનુકૂળ અને પ્રતિકૂળ. તેવા પ્રસંગોએ થતી સર્વ કુશંકાઓ ત્યાગીને સંયમી પુરુષ શાંત દૃષ્ટિવાળો રહે. વીરપુરુષોએ તે દુ:ખો સારી પેઠે સહન કરવા જોઈએ એમ હું કહું છું.”
આટલું કહ્યા પછી, ‘કામદેવ !’ એમ કહીને શ્રમણભગવાન મહાવીરે શ્રમણોપાસકને, પિશાચરૂપ ધારણ કરીને આવેલા દેવની, તેણે આપેલી વિવિધ યાતનાની અને કામદેવે બતાવેલી સ્થિરતાની વાત કહી સંભળાવીને તેને પૂછ્યું, “આ વાત ખરી છે?”
“હા ! ભગવન્ ! ખરી છે !’’
પછી, ‘આર્યો !’ એમ કહીને નિગ્રંથ - નિગ્રંથીઓને સંબોધી, શ્રમણભગવાન મહાવીરે કહ્યું, “ઘરમાં વસતા આ શ્રમણોપાસકો જો, પોતાના વ્રતના પાલનને માટે દેવ, મનુષ્ય અને પશુએ કરેલા ઉપસર્ગો-વિઘ્નોને સારી રીતે સમભાવે સહન કરે છે, તેમનાથી ચલાયમાન થતા નથી અને પોતાના વ્રતમાં તત્પર રહે છે; તો હે આર્યો ! તમારે શ્રમણનિગ્રંથોએ કે જે બાર અંગોવાળા ગણિપિટકનું અધ્યયન કરનારા છો, તેમણે તો સ્વીકારેલા આચારોને બરાબર
(૬૫)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
સુરક્ષિત રાખવા માટે બરાબર તૈયાર રહેવું જોઈએ અને જરાપણ ચલિત ન થવું જોઈએ તથા માર્ગમાં જે જે યાતનાઓ આવે તે સહન કરવી જોઈએ.’ શ્રમણભગવાન મહાવીરની આ વાતને તે સૌએ વિનયપૂર્વક સ્વીકારી, અને માથે ચડાવી.
ત્યારબાદ કામદેવે શ્રમણોપાસકની મર્યાદા બરાબર સાચવી. તે પ્રમાણે ઉપાસકની અગિયારે પ્રતિમાઓને પાર કરીને, ત્યારબાદ એક મહિના સુધીની મારણાંતિક સંલેખનાના સાઠે ટંક જેટલા ઉપવાસ વડે પોતાની જાતને સારી રીતે તાવીને, તથા દોષોની કબૂલાત અને પ્રાયશ્ચિત્તની વિધિ પૂરી કરી, કામદેવ સમાધિપૂર્વક એ મહિનાને અંતે મરણ પામ્યો; અને સૌધર્મ કલ્પમાં ઈશાનખૂણે આવેલા અરુણાભ-વિમાનમાં દેવ થયો. ત્યાં તેનું આયુષ્ય ચાર પલ્યોપમ વર્ષ જેટલું છે. ત્યાંથી તે પોતાનું આયુષ્ય, ભવ અને સ્થિતિ પૂરા કરી, મહાવિદેહવાસ પામી, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે.
ઉપસર્ગ સહીને પણ વિચલિત ના થનાર કામદેવ શ્રમણોપાસકની પ્રશંસા સ્વયં શ્રમણ ભગવાન મહાવીરે કરી હતી.
(૬૬)
Page #35
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો )
સનતકુમાર ચક્રવર્તીના પરિષહની કથા
- ડૉ. સાધ્વી ડોલર
(ગો.સ. ના સૌરાષ્ટ્ર કેસરી પ્રાણ પરિવારના તપસમાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા. તથા વિશાળ પરિવારધારકપૂ. મુક્ત-લીલમ ગુરુણીના સુશિષ્યા ડૉ. સાધ્વી ડોલરબાઈ મ.સ. એ “શ્રીપાળરાજાનો રાસ એક અધ્યયન-નવપદ તત્વદર્શન કથા પરંપરાના સંદર્ભમાં” વિષય પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી Ph.D. ની પદવી પ્રાપ્ત કરી છે.
- વર્તમાન રાષ્ટ્રસંત યુગદિવાકર પૂ. નમ્રમુનિ મ.સા. તથા વીરલપ્રજ્ઞા પૂ. વીરમતીબાઈની પાવન નિશ્રામાં અમદાવાદ, સેટેલાઈટ ધર્માલયના ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજી રહ્યા છે.)
જૈન ધર્મમાં અરિહંત પરમાત્મા તીર્થની (તીર્થ-સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા) સ્થાપના કરે, તે તીર્થમાં સાધુને પ્રથમ સ્થાન મળે છે એ જ તેની મહત્તા છે. સમ્યફ પ્રકારે ઉદયમાં આવેલ કર્મોને સહનાર, પંચ મહાવ્રતોનું પાલન કરનાર અને અષ્ટ પ્રવચનમાતાની ગોદમાં રહેનાર સાધુ સ્વ અને પરના કલ્યાણની, હિતની સતત ચિંતા કરનાર હોય છે. સંયમસાધનાના માર્ગ પર આગળ વધતાં ઘણા પ્રકારના કષ્ટ આવે છતાં સાધક એ કષ્ટથી ગભરાતો નથી. ઝરણું પથ્થરને, શિલાને તોડી આગળ વધે છે તેમ સાધક પણ પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે. સ્વીકારેલા માર્ગે, ધારેલા ધ્યેયે પહોંચવા નિર્જરા માટે ચારેબાજુથી તે જે કંઈ સહન કરે છે તે પરિષહ છે.
પરિષદની સાથે ઉપસર્ગ શબ્દનો પણ પ્રયોગ થાય છે. પરિષહનો અર્થ ફક્ત શરીર, ઈન્દ્રિય, મનને કષ્ટ આપવું એટલો જ નથી પરંતુ અહિંસા આદિ ધર્મોની આરાધના, સાધનામાં સ્થિર બનવું અર્થાત્ સાધક માટે પરિષહ
(૬૦)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) એ બાધક નહીં પરંતુ તેની આત્મવિકાસની પ્રગતિનું જ કારણ છે. તે કઈ રીતે છે તે કથાનકના માધ્યમે જોતા જાણીએ કે પૂર્વે જૈન આગમોમાં શ્રી ભગવતી સૂત્ર, શ્રી સમવાયાંગ સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને શ્રી ઉમાસ્વાતિજી કૃત તત્ત્વાર્થ સૂત્રમાં પરિષહની સંખ્યા ૨૨ બતાવેલ છે, સંખ્યાની દૃષ્ટિએ સમાનતા હોવા છતાં નામની દષ્ટિએ ક્યાંક વિભિન્નતા છે.
પરિષહ આવવાનું કારણ આઠ કર્મોમાંથી ચાર કર્મ-જ્ઞાનાવરણીયકર્મ, અંતરાયકર્મ, મોહનીયકર્મ અને વેદનીયકર્મ જ છે.
જ્ઞાનાવરણીયકર્મના ઉદયે પ્રજ્ઞા અને અજ્ઞાન પરિષહ આવે છે.
અંતરાય કર્મના ઉદયે અલાભ પરિષહ આવે છે, દર્શન મોહનીયકર્મના ઉદયે દર્શન પરિષહ આવે છે.
ચારિત્રમોહનીયકર્મના ઉદયે અરતિ, સ્ત્રી, નિષધા,આક્રોશ, યાચના, સત્કાર પરિષહ આવે છે.
વેદનીયકર્મના ઉદયે ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શયા, વધ, રોગ, તૃણસ્પર્શ, જલ પરિષહ આવે છે.
પરિષદ આ પરિષદોમાં વેદનીય કર્મના ઉદયે આવેલા રોગ પરિષદને સનતકુમાર ચક્રવર્તીએ સહન કર્યો. ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા મહાવીરસ્વામી અંતિમ દેશના ઉત્તરાધ્યયન સૂત્રના અઢારમાં અધ્યયનમાં ચક્રવર્તીના નામ આવે છે તેમાંના સનતકુમાર ચક્રવર્તી હસ્તિનાપુરનગરના અશ્વસેન રાજાના અત્યંત સ્વરૂપવાન પુત્ર હતા. જેમના રૂપની પ્રશંસા સૌધર્મ દેવલોકમાં ઈન્દ્ર મહારાજ કરે છે.
(૬૮)
Page #36
--------------------------------------------------------------------------
________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - દેવલોકની દેવસભામાં સંખ્યાબંધ દેવો બેઠેલા - બધા દેવો ઈન્દ્રની વાત સ્વીકારે છે પણ તેમાંના બે દેવોને શંકા થાય છે, તેથી બ્રાહ્મણનું રૂપ લઈ હસ્તિનાપુર નગરમાં આવે છે અને સનતકુમાર ચક્રવર્તીના રાજમહેલમાં જાય છે. તે સમયે સનતકુમાર સ્નાન કરતાં પૂર્વે શરીરે મર્દન કરાવી રહેલ. દેવોએ આવી જોયું કે ઈન્દ્ર કરેલ પ્રશંસા કરતાં પણ અધિક સ્વરૂપવાન ચક્રવર્તી છે. દેવોનું મન આનંદિત થયું. તે સમયે ચક્રવર્તીએ બ્રાહ્મણરૂપધારી દેવોને પૂછ્યું, વિપ્રવર ક્યાંથી પધારો છો? શા પ્રયોજને આવ્યા છો !” જવાબમાં દેવો કહે છે, “અમે પરદેશી બ્રાહ્મણો છીએ. આપના રૂપની પ્રશંસા સાંભળી જોવા આવ્યા છીએ.” એ જ સમયે ચક્રવર્તીને માન કષાયે દેહરાગમાં મોહાન્વ બનાવ્યા. મનમાં રૂપનો ગર્વ આવ્યો અને ગર્વથી બોલ્યા, “મારું રૂપ જોવું હોય તો અત્યારે નહીં, પણ સ્નાન કરી વસ્ત્ર, આભૂષણો, અલંકારો પહેરી રાજસભામાં બેસું ત્યારે તમને મારું ખરું રૂપ જોવા મળશે.”
બ્રાહ્મણવેશધારી દેવોએ કબૂલ કર્યું. થોડા સમય પછી ચક્રવર્તી સનતકુમાર વસ્ત્રાલંકારોથી વિભૂષિત થઈ રાજસભામાં આવી રાજસિંહાસને બેસે છે અને કહે છે કે, પેલા પરદેશી બ્રાહ્મણોને હવે મારું રૂપ જોવા બોલાવો. બ્રાહ્મણ વેશધારી દેવો આવ્યા અને... અને... દેવોએ સ્વયંના અવધિજ્ઞાનથી ચક્રવર્તી સામે જોયું અને માથું ધુણાવ્યું. એ જોતાં રાજાએ પૂછ્યું, “કેમ માથું ધુણાવો છો ?” ત્યારે દેવો કહે છે, “રાજન ! પહેલાના રૂપમાં અને અત્યારના રૂપમાં આસમાન જમીનનું અંતર છે. અત્યારે આપના શરીરમાં સોળ મહારોગ ઉત્પન્ન થઈ ગયા છે.” આ સાંભળી ચક્રવર્તી ચમક્યા કે આ શું કહો છો ! આની ખાતરી શું ! દેવોએ કહ્યું, “આપના મોઢામાં રહેલા પાનની પીચકારી એક રકાબીમાં નાખો અને પછી જુઓ.” તુરંત ચક્રવર્તીએ તેમ કર્યું અને જોયું
(૬૯)
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) તો એ પીચકારીમાં અસંખ્ય કીડા ખદબદતા હતા, એ જોતાં જ રાજાનો શરીરના રૂપનો ગર્વ ઓગળી ગયો, દેહાસક્તિ છૂટી ગઈ, એટલું જ નહીં પણ શરીર,
સ્વજનો, સંબંધીઓ, રાજવૈભવ સર્વ પ્રત્યેની અશરણતાનું, દેહની અનિત્યતાનું ચિંતન કરતાં રાજનનો અંતરાત્મા જાગૃત બની ગયો અને તુરંત પુત્રને રાજય સોંપી સર્વવિરતિ ધર્મરૂપ ચારિત્રનો સ્વીકાર કરે છે. ચારિત્ર ધર્મના સ્વીકાર સાથે જ પ્રતિજ્ઞા લીધી કે શરીરની સુશ્રુષા તથા રોગાદિ માટે ઔષધોપચાર કરવા નહીં, કરાવવા નહીં.
ઈતિહાસ કહે છે કે ઘણા વર્ષો સુધી દુષ્કર તપશ્ચર્યાદિ કરવાથી તેઓશ્રીએ અનંતા કર્મોની નિર્જરા સાથે અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરેલ પણ ક્યારેય કોઈપણ લબ્ધિનો ઉપયોગ સ્વયંના દૈહિક સુખ કે શાતા માટે, અત્યંત પીડા આપતા મહારોગોને મટાડવા માટે કર્યો નથી, બલ્ક આવેલા રોગના પરિષહને સમતાભાવે, આત્માની ઉજજવળ ઉજાગર દશાએ સહન કર્યો. એની સહનશીલતાના વખાણ ફરી, દેવસભામાં ઈન્દ્ર મહારાજાએ કર્યા અને બે દેવો વૈદ્યનું રૂપ લઈ સનતકુમારમુનિ જંગલમાં જયાં ધ્યાન કરી રહેલા ત્યાં આવે છે અને કહે છે કે અમે વૈદ્ય છીએ, આપનું શરીર રોગોથી ગ્રસ્ત અને ત્રસ્ત છે તે જાણવા મળતાં ઔષધોપચારથી આપની સેવા કરવા આવ્યા છીએ.
સનતકુમારમુનિ તે સમયે કહે છે કે, હું જન્મમરણના દુ:ખોથી અને ભવરોગથી પીડાઈ રહ્યો છું, એ પીડા દૂર કરવાનું ઔષધ આપની પાસે હોય તો આપો. દેવો કહે છે, “અમારી પાસે તો શરીરના રોગને દૂર કરવાનું ઔષધ છે.” ત્યારે મુનિ કહે છે, “એને શું કરું? આ શરીર તો નાશવંત છે, જડ છે, અશુચિનું, રોગોનું ઘર છે. એની ઔષધિ તો આ રહી.” તેમ કહી જરાક ઘૂંક લઈ દેવોને બતાવવા આંગળીએ અડાડે છે અને આંગળીમાંથી રોગ દૂર થતાં
(૭૦)
Page #37
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
સુવર્ણ જેવી થઈ જાય છે. દેવો તો જોતા રહી જાય છે. મુનિ તેઓને કહે છે કે મારે તો મારો વિરોગ મટાડવો છે. આ બધા રોગો તો મારા કર્મના ઉદયે છે, એ એનું કામ કરે, હું, મારો આત્મા, મારું કામ કરું છું.
દેવોએ કહ્યું.. અમે તો પામર છીએ, આપ અનંત શક્તિશાળી, લબ્ધિધારી છો... કહી સ્તુતિ કરી સ્વ સ્થાને ચાલ્યા જાય છે.
૭00 વર્ષ સુધી સનતકુમાર અસહ્ય પીડા આપનારા રોગોને સહન કરે છે. સ્વયંની પાસે રોગ દૂર કરી શકે તેવી લબ્ધિ હોવા છતાં, તેના ઉપયોગ વિના રોગના પરિષદને સમતાભાવે સહન કરે છે. એકપણ ઔષધોપચાર કરાવ્યા વિના દેહાત્મભાવની વિભિન્નતાનું, જ્ઞાતા દૃષ્ટાભાવે અવલોકન કરતાં જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયીની આરાધના કરતાં, તપશ્ચર્યાદિથી અનંતા, કર્મોની નિર્જરા કરી.. પરમપદના, સિદ્ધપદના અધિકારી બને છે.
આપણે પણ આ કથાનકથી વેદનીયકર્મના ઉદયે સનતકુમારમુનિ જેવી સહનતાને કેળવીએ તેવી અંતરભાવના..
સ્થાનકવાસી જૈનધર્મમાં ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારના સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા. ના સુશિષ્ય તપોધની તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતીલાલજી મહારાજસાહેબે જીવનમાં અનેકાનેક પરિષહોને સ્વયંના આત્માની ઉજાગરદશાએ, જ્ઞાન-ધ્યાન-જપ-તપની સાધનાના સહારે પરાસ્ત કરેલ. તેમાં પણ આક્રોશ પરિષદને સહજ સમતાભાવે જીતતા પૂ. ગુરુદેવને અમે જોયા છે, અનુભવ્યા છે. ઘણીવાર અજ્ઞાની જીવો, ઘમંડી આત્માઓ, વિરોધીઓ પૂ. ગુરુદેવનો તિરસ્કાર કરે, અપમાન કરે, અપશબ્દો બોલે, નિંદા કરે, આવેશમાં આવી ગુસ્સો કરી બોલે તો પણ તેને એક પણ શબ્દનો ઉત્તર ન વાળે; એટલું જ નહીં પણ પૂ. ગુરુદેવની મોઢાની એ જ પ્રસન્નતા, આંખોની એ
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) જ અમીરાત, હૃદયના ભાવોની એ જ ભાવુકતા, મનના વિશુદ્ધ પરિણામો અમોને જોવા મળ્યા છે. એ સમયે પૂ. ગુરુદેવ અમોને કહેતા કે એણે (વિરોધીએ) ભાવોને બગાડી પોતાના વચનનો દુરુપયોગ કરી શક્તિ વેડફી નાંખી, એમાં આપણને શું ? ક્યાં કંઈ ચોંટી ગયું છે ? એટલું જ નહીં બીજા દિવસે એ જ વિરોધી વ્યક્તિ દર્શને આવે તો પૂ. ગુરુદેવ “આ તો શ્રેષ્ઠિપુત્ર છે' એમ કહી તેનો વાંસો થાબડે !
આવા આક્રોશપરિષહને જીતનાર પરમ ઉપકારી પૂ. ગુરુદેવ ! આપની ક્ષમતાને, સહનતાને, સહિષ્ણુતાને, અંતરાત્માની નિર્મળભાવનાને, જતું કરવાની મનોવૃત્તિને, ઉદારતાને ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.
પૂ. ગુરુદેવ ! અનેક પરિષદોને જીતનારા આપ ! આપના સહસ્રરશ્મિ ગુણોની ગરિમાનું એકાદ કિરણ પણ અમારા જીવનને અજવાળે તેવી કૃપાધારા વરસાવવા અંતરની આરજુ !!
(૭૧)
(૨)
Page #38
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો ) વિશલ્યા અને મહાશતકની કથા
- ડૉ. ભાનુબેન જે. શાહ (સત્રા)
(જૈનદર્શનના વિદ્વાન ભાનુબહેન શાહ (સમા) એ શ્રાવક કવિ બાષભદાસની રચનાઓ પર મહાનિબંધ લખીPh.D. કર્યું છે. સુમિત્ર રાજશ્રી રાસ પર સંશોધન કરેલ છે.)
ભગવાન મહાવીરની ધર્મ પ્રરૂપણાના મુખ્ય બે અંગ છે – અહિંસા અને કષ્ટસહિષ્ણુતા. ભારતીય સંસ્કૃતિ શૌર્ય અને વીરતાની ઉપાસક છે.
દુ માનમ્' આ જૈન ધર્મનો અનોખો અને મહત્ત્વનો સંદેશો જૈન મનીષીઓ દ્વારા પ્રસારિત થયો છે; જેમાં ઉપસર્ગ અને પરિષહને ઘૂંટણીએ ન પડતાં તેની સામે પડકાર ફેંકી આત્મિક બળને ઉજાગર કરવાનો અધ્યાત્મ માર્ગ છુપાયેલો છે.
જિંદગી એક સતત ખેલાતો જંગ છે. તેમાં દૈહિક, દૈવિક આદિ સમસ્યાઓ આવે છે. અજ્ઞાની દુ:ખ આવી પડતાં દેકારો મચાવે છે, ભાગ્યને નિંદે છે, પ્રતિકૂળ સમય ચાલી રહ્યો છે એવું બોલી સમયને ભાંડે છે; જ્યારે જ્ઞાનીઓ પ્રતિકૂળતાને ગળે લગાવી, પ્રસન્નતાપૂર્વક, માનસિક સ્વસ્થતા જાળવી પ્રતિકૂળતાને કર્મનિજરાનો સુભગ અવસર સમજી, અફસોસભરી જિંદગીને આનંદમાં પલટી નાખે છે.
આત્યંતર જગતમાં સાધક પ્રતિકૂળતાની હેરાફેરી કરે તો ખરા માર્ગથી ચાતરી જાય છે, જયારે વિરોધી કે વિકટ પરિસ્થિતિને સમભાવે સાંખી લેનારો સહિષ્ણુ બની પરમધામને પામી ખાટી જાય છે.
જૈન કથા સાહિત્યના વિશાળ સાગરમાંથી અહીં ઉપસર્ગો અને પરિષહોની વચ્ચે સાફલ્યગાથા દર્શાવતી ત્રણ કથાઓનું આગમન થયું છે. આ
(૦૩)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) કથાઓ આત્માની અનંત શક્તિની અનુભૂતિ કરાવે છે. વિશલ્યાઃ (આધાર ગ્રંથ : ત્રિ.શ.પુ. ચરિત્ર - પદ્ય)
ભારતીય સંસ્કૃતિ સદાચાર અને તપોમય છે. સતયુગમાં પણ શીલત્વના પ્રભાવે અનેક ચમત્કારો સર્જાયા છે. જેમકે, અનલકુંડ, જલકુંડ બન્યો, ચાળણીમાં પાણી ભરાયું, નદીમાં આવેલ ઘોડાપૂર એકાએક ઉપશાંત થયું, સર્પમાંથી માળાનું સર્જન અને શૂળીનું સિંહાસન બન્યું એવા દેવત્વ સૂચક દૃષ્ટાંતો જૈન આગમ સાહિત્યમાં નોંધાયેલા છે.
રામાયણમાં વાસુદેવ લક્ષ્મણની ૧૬OOO પત્નીઓમાં પટ્ટરાણી પદે નિયુક્ત વિશલ્યા રાણી પ્રાતઃ સ્મરણીય સોળ સતીઓની જેમ પવિત્ર અને પુણ્યવંતી નારીઓની હરોળમાં બેસી શકે. જેના સ્પર્શ માત્રથી ભલભલા ઉપદ્રવો દૂર થઈ જતા. અરે ! વિશલ્યાએ નાવણ કરેલું જળ એટલું અસરકારક હતું કે, જેના ઉપર છાંટવામાં આવે તેનો મરકી રોગ નાબૂદ થઈ જતો. વળી, જેને મંત્ર-તંત્રની સનક ચડી હોય તે પણ તત્કણ ઉપશાંત થઈ જતી. વાસુદેવ લક્ષ્મણ
જ્યારે રાવણની અમોઘ શક્તિથી મૂચ્છિત થયા ત્યારે વિશલ્યાનો માત્ર હસ્ત સ્પર્શ થતાં જ ચેતનવંત થયા હતા. ધરણેન્દ્ર જેવા ધરણેન્દ્રથીઅધિષ્ઠિત થયેલી શક્તિ વિશલ્યા સમક્ષ શક્તિહીન થઈ ગઈ. તેની પાછળ મુખ્ય કારણ હતું વિશલ્યાના પૂર્વ ભવનું તપ અને શીલનું બળ !
અપરંપાર આપત્તિઓ અને અણધારી ઘટનાઓથી જીવનમાં અનેક આઘાત-પ્રત્યાઘાતો સહન કરનારી અનંગસુંદરી (વિશલ્યાનો પૂર્વ ભવ) નું જીવનચરિત્ર રોમાંચક અને પ્રેરક છે.
આ વિશલ્યા પૂર્વે મહાવિદેહ ક્ષેત્રની પુંડરિક વિજયમાં ત્રિભુવનાનંદ નામના ચક્રવર્તીની અપાર સૌંદર્યવાન પુત્રી અનંગ સુંદરી હતી. જયારે તેણીએ
(૦૪)
Page #39
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) યૌવનના પ્રાંગણમાં પગ મૂક્યો ત્યારે તેનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉડ્યું.
એકવાર મહેલની અટારીમાં ઊભી હતી ત્યારે આકાશમાર્ગે યાત્રા કરતા કોઈ પુનર્વસુ નામના વિદ્યાધરની દૃષ્ટિ તેના ઉપર પડી. તેના ચુંબકીય વ્યક્તિત્વથી પુનર્વસુ તેના તરફ ખેંચાયો. પ્રિયદર્શી એવી અનંગસુંદરીના રૂપમાં ઓળધોળ થયો. કંઈપણ વિચાર કર્યા વિના રાજકુમારીનું અપહરણ કર્યું. ત્રિભુવનાનંદ ચક્રવર્તીને પુત્રીના અપહરણના બનાવની જાણ થઈ. તેમણે કેટલાક વિદ્યાધરોને પુનર્વસુને પકડવા દોડાવ્યા. વિદ્યાધરોએ પુનર્વસુને પકડ્યો. બન્ને પક્ષે યુદ્ધ રચાયું. તે સમયે અનંગ સુંદરી વિમાનમાંથી ગબડી પડી. તેની કોઈને ખબર પડી નહીં. જયારે જાણ થઈ ત્યારે બન્ને વિદ્યાધરો આકાશમાર્ગે યુદ્ધ કરતાં ઘણા આગળ નીકળી ગયા હતા. હવે બન્ને પક્ષે શોધખોળ થઈ, પરંતુ કોઈ સમાચાર ન મળ્યા. સંતપ્ત હૃદયે ચક્રવર્તીએ મન વાળી લીધું, પરંતુ પુનર્વસુની આસક્તિ તો અનંગસુંદરીમાં જ ઓતપ્રોત થઈ ગઈ હતી.
સમય જતાં પુનર્વસુ દીક્ષિત થયો. તેણે સંયમ લઈને તપયજ્ઞ માંડ્યો, પરંતુ અનંગસુંદરીને કોઈ રીતે ન ભૂલી શક્યો. સ્ત્રી પરિષહથી તે પરાભવ પામ્યો. સ્ત્રી પ્રાપ્તિની અનહદ તૃષ્ણાએ દુર્લભ સંયમને વેચી નાખ્યો. પુનર્વસુ મુનિએ નિયાણું કર્યું કે, “ભલે આ ભવમાં અનંગસુંદરીને ન પામી શક્યો, પરંતુ આવતા ભવમાં અનંગસુંદરીનો સ્વામી બનું. તેના જેવી અનેક રૂપવતી નારીઓનો ભરથાર બનું.” રે ! કામવાસનાએ સાધુ-સંતોને પણ છોડ્યા નથી.
બીજી બાજુ અનંગસુંદરી આકાશમાંથી નીચે પડી ત્યારે કોઈ લતાગૃહમાં તેથી બચી ગઈ. પરંતુ ભેંકાર, અપરિચિત, ગહન વનસ્થલીમાં માનવનું આવાગમન ન હતું. તે તદ્દન એકાકી બની. ઊંચે આભ અને નીચે ધરતી ! આવા કપરા કાળમાં હતાશ ન થતાં તેણીએ માનસિક સ્વસ્થતા જાળવી રાખી.
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) તેણે જીવનમાં ધર્મને પ્રધાનતા આપી ધર્મનું શરણું સ્વીકારી લીધું. અનશન અંગીકાર કર્યો. ત્યાં પ્રચંડ તિર્યચકૃત ઉપસર્ગની પુષ્પવૃષ્ટિ થઈ. કોઈ અજગર તેણીને આખીને આખી ગળી ગયો. આપત્તિના પહાડોમાં અનંગસુંદરીએ સત્ત્વની જ્યોત જલતી રાખી. વેદનાને ખંખેરી નાખી સમતાને ધારણ કરી વિચારવા લાગી કે, “ભોગાવલી કર્મથી તીર્થકર, ચક્રવર્તી જેવા મહાપુરુષો મુક્ત થઈ શક્યા નથી તો હું કોણ ?' અનશનમાં અપૂર્વ ખુમારી દાખવી સમાધિમરણે મૃત્યુ પામી અનંગસુંદરી બીજા ભવમાં વિશલ્યા બની. પુનર્વસુ મુનિ પણ કાળધર્મ પામી દશરથનંદન ‘લક્ષ્મણ’ બન્યા. પૂર્વ જન્મના નિયાણાના કારણે બન્ને પતિ-પત્નીના સંબંધે જોડાયા.
કર્મસત્તાએ પડકારો ઝીલવા માટે અનંગસુંદરીને ઘણી વિવશ કરી, પરંતુ દઢ મનોબળ અને સંકલ્પશક્તિની મજબૂતાઈથી લાચારીને એક કોર ફગાવી કર્મસત્તાને હંફાવનાર નારીશક્તિની કાબેલિયત પ્રશંસનીય છે. શ્રમણોપાસક મહાશતકઃ (શ્રી ઉપાસકદશાંગ સૂત્ર)
ભગવાન મહાવીરના પડિમાધારી દશ શ્રાવકોમાંથી શ્રમણોપાસક મહાશતકને પોતાની પત્ની રેવતીનો જ ઉપસર્ગ નડ્યો.
રાજગૃહી નગરીના રહેવાસી ગાથાપતિ મહાશતક પ્રચૂર ધનસંપત્તિના સ્વામી હતા. તેમની રેવતી વગેરે તેર પત્નીઓ હતી. મહાશતક વૈભવશાળી હતા, પરંતુ ધન-સંપત્તિ કે વિષયસુખોમાં ગરકાવ થયા ન હતા. તેથી જ પ્રભુ મહાવીરનું આગમન થતાં તેમના દર્શન-વંદન અને દેશના શ્રવણ થતાં જ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો.
મહાશતકની મુખ્ય પત્ની રેવતી નાસ્તિક, અધર્મી અને કામાંધ હતી. પતિના ધર્માચરણથી તેની વાસનાપૂર્તિમાં વિક્ષેપ પડ્યો એ તેને ખટક્યું.
(૫)
(૬)
Page #40
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) મહાશતક માત્ર પોતાના જ રહે અને શોક્યોનું પિયરથી લાવેલું ધન પોતાને મળે તે હેતુથી તેણે બાર શોક્યોનું કાસળ કાઢી નાખ્યું. આવું અધમાધમ કૃત્ય કરતાં તેને અંશમાત્ર ખચકાટ ન થયો. ખરેખર ! મોહાંધને વિવેક સાથે બાર ગાઉ છેટાપણું હોય છે.
રેવતી બેફામ બની માંસ, મદિરાનું સેવન કરવા લાગી. અભક્ષ્ય આહારથી વિષયવાસના અગ્નિમાં ઘીની જેમ ભડકે બળવા લાગી. તે કુળની મર્યાદા વિસરી ગઈ. તેવા સમયમાં નગરમાં રાજાએ પડહ વગડાવી “અમારિ’ ઘોષણા કરાવી. હવે પ્રાણીવધનો સર્વથા નિષેધ થયો. રેવતી માટે મહામુશ્કેલી ઊભી થઈ. તેણે એક માર્ગ શોધી કાઢ્યો. પોતાના પિયરથી કરિયાવરમાં મળેલ ગોકુળમાંથી પ્રતિદિન નવજાત વાછરડાનું માંસ દાસ દ્વારા મંગાવી ખાવા લાગી. રેવતીની વિલાસવૃત્તિ ઉત્તરોત્તર વધતી ગઈ. બીજી બાજુ મહાશતકનું જીવન આરાધનાના શિખરો સર કરતું ગયું. ચૌદ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો હતો. મહાશતકની ધર્મભાવનાએ વેગ પકડ્યો હતો. કૌટુંબિક અને સામાજિક સઘળી જવાબદારી મોટા પુત્રને સોંપી તેઓ વિશેષપણે ધર્મધ્યાનમાં જ પરોવાયેલા રહેતા હતા. પતિના ધર્મમય જીવનથી રેવતી અકળાઈ ઉઠી.
એક દિવસ મહાશતક પૌષધશાળામાં ધર્મધ્યાનમાં લીન હતા ત્યારે દારૂના નશામાં ચકચૂર રેવતી લથડિયા ખાતી, વાળ વિખેરી, અસ્તવ્યસ્ત વસ્ત્ર સાથે પૌષધશાળામાં પ્રવેશી. તેણે કામોત્તેજક ચેનચાળા કરતાં કહ્યું, “હવે ધર્મને ત્યાગો અને દુર્લભ ભોગોને ભોગવો. ધર્મારાધનાથી સ્વર્ગ જ મળશે. વળી, સ્વર્ગમાં અંતે તો કામભોગોનો ભોગવટો જ છે ને ?"
પૌષધમાં રહેલા મહાશતક અતુલ આત્મબળના સ્વામી હતા. પત્નીની કામચેષ્ટાઓમાં અંશ માત્ર વિચલિત ન થયા. આવેલા ઉપદ્રવમાં હિમાલયની
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) જેમ અડગ રહ્યા. રેવતીએ મહાશતકને લોભાવવા ઘણા અખતરા કર્યા, પરંતુ ભોગ પર ત્યાગનો વિજય થયો. રેવતી નિરાશ થઈ ખિન્ન વદને ચાલી ગઈ.
મહાશતકનો સાધનાક્રમ વધુને વધુ પ્રગતિ કરી રહ્યો હતો. હવે તેમણે શ્રાવકની અગિયાર પડિમાઓ ધારણ કરી ઉગ્ર તપશ્ચર્યાથી શરીર કુશ થયું ત્યારે શેષ જીવન સાધનામય જ રહે તેવી અભિલાષાથી અનશન વ્રત સ્વીકાર્યું. શુદ્ધ ભાવનાના પરિણામે આનંદ શ્રાવકની જેમ અવધિજ્ઞાન પ્રગટ થયું.
એક બાજુ મહાશતક અનશનની આરાધનામાં મસ્ત હતા ત્યારે બીજી બાજુ રેવતી વાસનાની ભીષણ જવાળામાં બળી રહી હતી. રેવતી ભોગપૂર્તિ વિના રહી શકતી ન હતી અને પતિની ઉપેક્ષા સહી શક્તી ન હતી. આથી ફરી એકવાર મહાશતક પાસે આવી. તેનો ઉભટ વેશ, વિકારોત્પાદક શબ્દો, કુચેષ્ટાઓ મહાશતકના મનને વિકૃત કરી શકી નહીં, પરંતુ રેવતીની વારંવાર કુચેષ્ટાઓથી મહાશતક કંઈક ક્ષુબ્ધ બન્યા.
અવધિજ્ઞાન દ્વારા રેવતીનું માત્ર સાત દિવસનું આયુષ્ય જાણી પ્રગટ કર્યું કે, “તમે સાતમા દિવસે મૃત્યુ પામી પ્રથમ નરકના લોલુપ નામના નરકાવાસમાં ઉત્પન્ન થશો.” રેવતી ભયભીત બની ચાલી ગઈ.
મહાશતકજીએ અપ્રિય, અનિષ્ટ, અમનોજ્ઞ કથન કહેવા બદલ આલોચના લઈ શુદ્ધિ મેળવી. અનશનની સમ્યપણે આરાધના કરી પ્રથમ દેવલોકમાં અરુણાવસંતક વિમાનમાં ઉપજયા.
(eo)
(૮)
Page #41
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
આચાર્ય કાલકની શૌર્યકથા - ડૉ. રેણુકા પોરવાલ
(જૈન દર્શનના અભ્યાસુ ડૉ. રેણુકાબહેને આચાર્ય બુદ્ધિસાગરજીના જીવન અને સાહિત્ય પર સંશોધન કરી Ph.D. કરેલ છે. તેઓને જૈન ઈતિહાસ, શિલ્પ અને શિલાલેખોના સંશોધન કાર્યમાં વિશેષ રુચિ છે. ‘જૈન જગત' મહિલા વિભાગના સંપાદન કાર્યમાં સેવા આપે છે.)
પ્રભુ મહાવીરની પાટ પરંપરામાં થયેલા મહાન વીર દૂરંદેશી પ્રભાવક આચાર્યોમાં શ્રી કાલકનું નામ ઘણું જ વિશિષ્ટ અને અનોખું છે. કાલકાચાર્યોના વીરતાભર્યા કથાનકો ઘણી હસ્તપ્રતોમાં જળવાયેલા છે. કલ્પસૂત્ર ઉપરાંત પણ ઘણા શાસ્ત્રોની પ્રતોમાં સૂત્રને અંતે પૂરવણીમાં તેમના જીવન સંબંધી ઘણી હકીકતોનું આલેખન જોવા મળે છે. તેમની શૌર્યકથાના પ્રસંગોનું ચિત્રણ દેરાસરની દીવાલો પર ભીંતીચિત્ર અને મ્યુરલ કળાના સ્વરૂપમાં નીરખી શકાય છે. હસ્તપ્રતોના ચિત્રકામ ‘મિનિએચર પેઈન્ટિંગ' ના નામે ઓળખાય છે. એમાં આચાર્ય કાલકની ઉજ્જૈનના રાજા ગર્દભીલ સાથેની મુલાકાતો અને યુદ્ધના પ્રસંગ સમયે ગર્દભની ભૂમિકા ઘણી અસરકારક રીતે ચિત્રિત કરેલી હોય છે. થાણના મુનિસુવ્રતસ્વામીના જિનાલયમાં આ કથાના પ્રસંગોની રજૂઆત ઘણી પ્રભાવશાળી રૂપે અંકિત થયેલી છે.
કાલકાચાર્યના નામોલ્લેખવાળા ત્રણ સમર્થ આચાર્યો અલગ અલગ સમયગાળામાં થઈ ગયા. એ સર્વને જુદા તારવવા માટે એક હસ્તપ્રતના શ્લોકનો આધાર લઈ શકાય. શ્લોક છે -
"तिसथपणवीस इंदो, चउसयतिपन्ने सरस्सईगहिआ । नवसय तिनवइ वीरा चउत्थिय जो कालगायरिया ॥” (૭૯)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
અર્થ :- મહાવીર નિર્વાણથી ૩૨૫ વર્ષે ઈન્દ્ર પ્રતિબોધક, ૪૫૩ વર્ષે સરસ્વતીને માટે યુદ્ધ કરનાર અને ૯૯૩ વર્ષે પાંચમની ચોથ કરનાર કાલગઆયરિયા (કાલકાચાર્ય) થયા. ઉપરોક્ત ત્રણ કાલકાચાર્યમાં, પ્રથમ કાલકાચાર્ય મહાવીર નિર્વાણથી ૩૨૫ વર્ષે થયા હતા. તેઓ વ્યાકરણ, સાહિત્ય, જ્યોતિષમાં ઘણા જ નિપુણ હતા. તેમણે ઈન્દ્ર મહારાજને નિગોદનું સ્વરૂપ સમજાવ્યું. ઈન્દ્ર મહારાજ બ્રાહ્મણનો વેશ લઈને આવ્યા હતા. ઈન્દ્ર ખુશ થયા અને આચાર્યને પોતાનો હાથ બતાવી પ્રશ્ન કર્યો, “મહારાજ ! મારું આયુષ્ય કેટલું ? જો થોડું હોય તો હું ત્વરિત સાધના કરી લઉં?” આચાર્યશ્રી બ્રાહ્મણનો હાથ જોતાં જ રહ્યા. એની લાંબી આયુષ્યરેખા તેમણે જોઈ અને કહ્યું, “હે ઈન્દ્રદેવ, ધર્મતામોસ્તુ I’’ ઈન્દ્રદેવ ગુરુદેવને વંદન કરી સ્વસ્થાને ગયા.
બીજા કાલકાચાર્ય વીર નિર્વાણ સંવત ૪૫૩ માં થયા; જેમણે સાધ્વી સરસ્વતીને રાજા ગર્દભીલના કેદખાનામાંથી છોડાવી. આ પ્રસંગ ઉજ્જૈન નગરમાં થયો હતો, જેને વિશે વિગતવાર આ જ લેખમાં ચર્ચા કરીશું.
ત્રીજા કાલકાચાર્ય વીર નિર્વાણ ૯૯૩ માં વર્ષે પ્રતિષ્ઠાનપુરમાં (આજનું પૈઠણ) થઈ ગયા. ત્યાં શકરાજા શાલિવાહન અથવા સાતવાહન રાજ્ય કરતો હતો. પર્યુષણ પર્વ નજીક આવતા આચાર્યે રાજાને ભાદ્રપદ શુક્લ પંચમીએ પધારવા નિમંત્રણ આપ્યું. તે દિવસે રાજા કુલક્રમાનુસાર ઈન્દ્ર મહોત્સવમાં ભાગ લેવાના હતા માટે પંચમીએ પધારવા માટેની પોતાની અસમર્થતા બતાવી.
આ પ્રસંગે રાજાની હાજરીની અગત્યતા જણાતા કાલકાચાર્યે પાંચમની રાત્રિનું ઉલ્લંઘન ન થાય માટે એક દિવસ વહેલી સંવત્સરી કરી. એ જ પ્રમાણે પૂર્ણિમાને બદલે ચૌમાસી કરી. આ પ્રમાણેની પ્રવૃત્તિ ત્યારબાદ થઈ.
ઉપરોક્ત ત્રણ કાલકાચાર્યમાં એક વધુ પ્રસંગ આવે છે. એનો મેળ
(૮૦)
Page #42
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
કયા આચાર્ય સાથે છે એ વિવાદનો વિષય છે. એક કાલકાચાર્યના શિષ્યો પ્રમાદી થઈ ગયા હતા માટે તેઓ બધા શિષ્યોને છોડી સુવર્ણપુર (સુમાત્રા) જવા માટે નીકળી ગયા. સુવર્ણપુરમાં સાગરચંદ્ર નામના આચાર્ય બિરાજમાન હતા. સાગરચંદ્ર પોતે આ કાલકાચાર્યના પ્રશિષ્ય હતા. ગુરુ મહારાજે પોતાનો પરિચય છુપાવ્યો, પરંતુ જ્ઞાનવૃદ્ધ, આયુવૃદ્ધ ગુરુને તેઓ ઓળખી ગયા. પ્રમાદી શિષ્યોને જ્યારે જાણ થઈ કે ગુરુદેવ તેમને છોડીને ગયા છે ત્યારે સર્વ શિષ્યો નાની નાની ટોળી કરીને સ્વર્ણપુર પ્રયાણ કરે છે. લોકો કાલકાચાર્યને જ ઓળખે છે. માટે કુતૂહલવશ થઈ પૂછે છે કે, “કાલકાચાર્ય કોણ છે ?” અહીં ઉત્તર થોડો હાસ્યાસ્પદ ઉદ્ભવે છે. આગળની ટોળી કહે છે કે “પાછળ આવે છે.” જ્યારે પાછળની ટોળી કહે છે કે “આગળ ગયા.” અંતે સર્વ મળે છે. અહીં અગત્યની વાત એ છે કે ગુરુ ભગવંતોનો ભારત દેશની બહાર સુમાત્રા ટાપુ સુધી વિહાર હતો. આ કાલકાચાર્ય બીજા હોવા સંભવે છે.
વીર નિર્વાણ પછી ૪૫૩ મે વર્ષે થયેલ કાલકાચાર્યની કથા નીચે મુજબ
છેઃ
મગધ દેશના ધારાવાસનગરના રાજા વજસિંહ અને રાણી સુરસુંદરીને બે સંતાનો હતા – કાલક અને સરસ્વતી. બાળપણથી જ કાલકકુમાર અશ્વપરીક્ષા અને બાણ ચલાવવાની કળામાં ખૂબ નિપુણ હતા. કાલકકુમારે એક વાર આચાર્ય ગુણાકસૂરિનું વ્યાખ્યાન સાંભળ્યું. વ્યાખ્યાન શ્રવણ કરતાં તેમને સંસારની અસારતાનું દર્શન થયું. માતાપિતાની આજ્ઞા લઈ તેમણે ગુરુ પાસે દીક્ષા લીધી. ભાઈનો વૈરાગ્યભાવ જોઈ સરસ્વતીએ પણ દીક્ષા અંગીકાર કરી. સમય જતાં ગુરુ મહારાજે કાલકની યોગ્યતા જોઈ આચાર્ય પદવી આપી.
વિહાર દરમ્યાન તેઓ એક વાર ઉજ્જૈન નગરમાં આવ્યા. કાલકાચાર્ય (૮૧)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
ત્યાં રોજ વ્યાખ્યાન આપવા લાગ્યા. ત્યાંના રાજા ગર્દભીલની નજર વ્યાખ્યાન સાંભળવા આવતી સ્વરૂપવાન સાધ્વી સરસ્વતી પર પડી. તેણે સાધ્વીને સેવકો દ્વારા બળજબરીથી ઉપડાવી મહેલમાં કેદ કરી દીધી. આચાર્યને અન્ય સાધ્વીઓ દ્વારા આવી પડેલા સંકટની જાણ થઈ. ઘટનાની ગંભીરતા લક્ષમાં લઈ આચાર્યશ્રીએ ત્વરિત જૈનસંઘને એકત્રિત કર્યો. સંઘ, રાજા સમક્ષ યોગ્ય ભેટસોગાદ સાથે પહોંચીને વિનયપૂર્વક સાધ્વીને મુક્ત કરવા વિનંતી કરી. સંઘની વાત ધ્યાનમાં નહીં લેતા કાલકાચાર્યે પોતે જઈને પણ સાધ્વીને છોડાવવાની કોશિશો કરી જોઈ. સર્વ પ્રયત્ન વ્યર્થ જતાં આચાર્યશ્રીએ ગચ્છનો ભાર યોગ્ય સમર્થ વિદ્વાન સાધુને સોંપી ભરૂચ થઈ સૌરાષ્ટ્રને માર્ગે સિંધુ નદીને તીરે આવેલા પાર્શ્વકુલ દેશમાં ગયા. અહીં શક રાજાઓ રાજ્ય કરતા હતા.
કાલકાચાર્ય રાજદરબારમાં ગયા અને રાજાને પોતાની જ્યોતિષ અને નિમિત્ત શાસ્ત્રોની વિદ્યાઓથી ખુશ કર્યા. રાજાએ આગમનનું કારણ પૂછતાં, સર્વ હકીકત કહી સંભળાવી. શકરાજાઓ પોતાના લશ્કર સહિત આચાર્યની સાથે આવવા સજ્જ થયા. આચાર્યશ્રીના બે ભાણેજો રાજા બળમિત્ર અને રાજા ભાનુમિત્ર પણ ભરૂચથી જોડાયા. કાલકાચાર્ય તથા શકરાજાઓએ સૌરાષ્ટ્રમાં ઢંકગિરિમાં પડાવ નાખ્યો હતો. માળવા પહોંચતા જ કાલકાચાર્ય એક દૂત દ્વારા સાધ્વીને મુક્ત કરવા સંદેશ મોકલે છે, “હે રાજન્ ! હજુ પણ સરસ્વતીને મુક્ત કર કારણકે ઘણું તાણવાથી તૂટી જાય છે.” ગર્દભીલ રાજાએ સંદેશની અવગણના કરી અને ઉજ્જૈનના કિલ્લાની બહાર લડત આપવા માટે સૈન્ય સજ્જ કર્યું.
શકરાજા અને ગર્દભીલના સૈનિકો યુદ્ધ કરવા લાગ્યા. શકરાજાના લશ્કરને વિજયી થતાં જોઈ ગર્દભીલ રાજા કિલ્લામાં સુરક્ષિત સ્થાન પર આસન (૮૨)
Page #43
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
જમાવી ગર્દભી વિદ્યા સિદ્ધ કરવા ધ્યાનારૂઢ થયા. હવે કાલકાચાર્યે શક સૈનિકોને ચેતવ્યા કે આ વિદ્યામાં એક યાંત્રિક ગર્દભ (ગધેડો) હોય છે. એ ગર્દભ, ગર્દભી વિદ્યાની પૂર્ણાહુતિ થતાં મોંમાંથી જોરશોરથી ધ્વનિના તરંગો પ્રવાહિત કરશે. આ તરંગો જે શ્રવણ કરે તે શત્રુઓને લોહીની ઊલટીઓ થતાં વહેલામોડા મરણ પામે છે. કાલકાચાર્યની વાત સાંભળતા શક સૈનિકોમાં ભય ફેલાયો. આચાર્યશ્રીએ બધાને દૂર સુરક્ષિત સ્થાન પર ખસેડ્યા. તેમણે લશ્કરમાંથી ઉત્તમ બાણવળીઓ શોધી તે સહુને વ્યુહાત્મક રીતે ગોઠવી તેમને કિલ્લાની ટોચ પર ઊભેલો યાંત્રિક ગર્દભ બતાવ્યો. આચાર્યશ્રીએ તેમને સૂચના આપી કે ગર્દભીલ રાજા તેની સાધના પૂરી થયા પછી બહાર આવશે અને ગર્દભનું મોં ખોલશે. જેવું તે યાંત્રિક પ્રાણી અવાજ કરવા માટે મોં ખોલે ત્યારે બધાએ એકીસાથે એના મોંમાં બાણોની વર્ષા કરવી. એકી સાથે પ્રવેશેલા તીરના મારથી ગર્દભ ધ્વનિના તરંગો ઉત્પન્ન કરવામાં નિષ્ફળ જશે અને શકસૈનિકોની સાથે આચાર્યની પણ જીત થશે.
ગર્દભીલ રાજા કિલ્લાની ટોચની જગ્યા પર વિદ્યા સાધના બાદ પહોંચ્યો. તેણે જેવું ગર્દભનું મોં ખોલ્યું કે શક સૈનિકોએ આચાર્યના કથનનું અક્ષરશઃ પાલન કર્યું અને જીતી ગયા. આચાર્યના સમજાવટથી ગર્દભીલને જીવતો પકડી કેદમાં પૂર્યો. સાધ્વીને મુક્ત કરવામાં આવી. તેને પરાધીનતામાં લાગેલા પાપોનું પ્રાયશ્ચિત્ત આપી પુનઃ સાધ્વી સમુદાયમાં દાખલ કરી. આચાર્યે શકરાજાઓને ઉજ્જૈન અને આસપાસના પ્રદેશો આપ્યા.
આ શૌર્યકથા ધર્મરક્ષા કાજે કેવી કુનેહથી કામ લેવું તેનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડે છે. અહીં સાધ્વી પર આવી પડેલ વિપત્તિઓના વાદળોને દૂર કરવા સંપૂર્ણ જૈનસમાજ એકજૂટ થાય છે. સાધ્વીના ઉપસર્ગ - કષ્ટ નિવારણ હેતુ (૮૩)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
આચાર્ય બાણવિદ્યા અન્યોને શીખવાડી શાસનરક્ષા કરે છે. સાધુભગવંતની અનેક મર્યાદાઓ હોવા છતાં તેઓ રાજાના અનુચિત કાર્યને પડકારવા સિંધદેશમાં જઈ શકરાજાઓને લશ્કર સહિત તેડી લાવે છે. આચાર્યશ્રી તેમના વર્તન થકી અહિંસાનો સાચો મર્મ સમજાવે છે. રાજા-મહારાજાઓ પણ જો જૈનસંઘના ઘટકો સાથે ગેરવર્તણૂંક કરે તો તે અસહ્ય જ હોય. રાજાની પાસે અથાગ સૈન્ય બળ હોય અને વિદ્યા પણ હોય છતાં એના તરફથી કરાતો અન્યાય સાખી લેવો એ કાયરતા છે. અહીં જૈન સંઘ અને આચાર્ય મહારાજ, સાધ્વી સરસ્વતીને કેદમાંથી મુક્ત કરાવે છે. આ બાબત ભવિષ્યની પ્રજા માટે અહિંસાનું સાચું સ્વરૂપ દર્શાવે છે. મહાપુરુષો પોતાના પર આવી ચઢેલ જવાબદારીઓ સુપેરે નિભાવે છે.
જૈનધર્મે કદી પણ સ્ત્રીઓ પ્રત્યે અન્યાય થવા દીધો નથી. ચંદનબાળા દાસીના વેશમાં હતી ત્યારે મહાવીરપ્રભુએ તેના હાથે આહાર ગ્રહણ કર્યો. ઉદયન રાજાની રાણી સંજોગોવશાત્ દીક્ષા લે છે ત્યારે ગર્ભવતી હતી. ગુરુણી મૈયાને આની જાણ થતાં બાળકના જન્મ પછી એને ફરી સ્વીકારે છે અને બાળકની જવાબદારી એક શ્રેષ્ઠી કુટુંબને આપે છે. અહીં નારી સન્માનની ભાવના હોવાથી એને ગુનેગાર હોય તોપણ તરછોડી નથી, પરંતુ પ્રાયશ્ચિત્ત આપી ફરી સમુદાયમાં દાખલ કરાય છે.
જૈનાચાર્ય વીર હોય છે. જો રાજા અન્યાયી હોય તો એને દૂર કરવાનું સામર્થ્ય એમનામાં હોય છે. એ પોતાની શક્તિ દ્વારા દુરાચારી દુષ્ટ રાજાને પદભ્રષ્ટ પણ કરી શકે છે.
(૮૪)
Page #44
--------------------------------------------------------------------------
________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
સાધ્વી રત્ના પૂ. હીરબાઈ મ.સ. તથા પ્રદેશી રાજાની કથા
- સાધકશિશુ સાધ્વી ઊર્મિલા
(ગોંડલ સંપ્રદાય સૌરાષ્ટ્ર કેસરી પ્રાણ પરિવારના ધ્યાનયોગી પૂ. શ્રી હસમુખ મુનિજીના આજ્ઞાનુવર્તી પૂ. શ્રી ઊર્મિલાબાઈ મહાસતીજી ગુરુ પ્રાણ આગમ બત્રીસીના સહસંપાદિકા છે. તેમના ત્રણ પુસ્તકો પ્રગટ થયા છે. અનકાઈ (મહારાષ્ટ્ર) મુકામે પૂ. ઊર્મિબાઈ સ્વામીના સાન્નિધ્ય ચાતુર્માસ અર્થે બિરાજમાન છે.)
સંસારની સમગ્ર જીવસૃષ્ટિએ સ્વયં કર્મસત્તાનું અનુશાસન સ્વીકાર્યું છે. કરોડો - અબજો જીવોમાંથી કોઈ એકાદ વિરલ આત્મા કર્મસત્તાના સિદ્ધાંતને સમજી ધર્મસત્તાના અનુશાસનને અપનાવે છે. ધર્મસત્તા સદાકાળ કર્મસત્તા સામે બળવાન પુરવાર થઈ છે.
કર્મસત્તા દરિદ્રતા આપે પણ એ દરિદ્રતામાં પણ દિલની અમીરી તો ધર્મસત્તા જ આપે, કર્મસત્તા અનેક રોગો ઉત્પન્ન કરી શકે પરંતુ એ રોગગ્રસ્ત અવસ્થામાં પણ આંતરિક સમાધિ તો ધર્મસત્તા જ આપે, કર્મસત્તાના કારણે જીવનમાં પરિષહો, ઉપસર્ગો, કઠિનાઈઓ, મુશ્કેલીઓ આવે પણ સહનશીલતાની મહામૂલી ભેટ તો ધર્મસત્તા જ આપે.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, આનંદ, કામદેવ જેવા શ્રાવકો... એવા સંખ્યાબંધ આત્માઓએ ઉપસર્ગોને હસતા મુખે સહ્યા. ગજસુકુમાર મુનિ, મેતાર્યમુનિએ તો મારણાંતિક ઉપસર્ગના કપરાકાળમાં ય ધર્મસત્તાના પ્રાબલ્યથી મોતને મંગળમય બનાવવા સમાધિ જાળવી રાખી અને સફળતાને વર્યા.
તીર્થંકર પ્રરૂપિત જિનધર્મમાં મુખ્યતયા જીવ અને અજીવ બે તત્ત્વોનું પ્રાધાન્ય રહ્યું છે. સમગ્ર સૃષ્ટિ સત્ય (અસ્તિત્વરૂપ) છે. અનાદિકાળથી સતું
(૮૫)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ના બે સ્વરૂપ છે. (૧) જીવ અને (૨) અજીવ, જીવ સ્વ-સ્વરૂપમાં રહે તો ધર્મ, અને અજીવમય બને તે કર્મ. જીવ સ્વ-સ્વરૂપમાં રહે તો સુખ, અન્યથા દુ:ખ. જેહ સ્વરૂપ સમજયા વિના પામ્યો દુ:ખ અનંત...”
(શ્રીમદ્ રાજચંદ્રજી) હા, દુ:ખ આવવું અને દુ:ખી થવું એ બન્ને સ્થિતિ અલગ છે. કર્મસત્તાના અનુશાસન યુક્ત કર્માધીન આત્માઓને પૂર્વજન્મોમાં જેમની સાથે સંયોગ થયા હોય તે વખતે પોતાની અજતના અને અવિવેકથી જે કર્મો ઉપાર્જન થયા હોય, તેના ઉદયકાળે તે તે આત્માઓ દ્વારા અનુકૂળતા યા પ્રતિકૂળતા મળતી રહે છે.
अजयं चरमाणो य पाणभूयाई हिंसइ । बंधइ पावयं कम्म, तं से होइ कडुयं फलम् ॥
(શ્રી દશવૈકાલિક સૂત્ર) અનુકૂળતા પણ પરિષહ કે ઉપસર્ગ છે, જયારે પ્રતિકૂળતા પણ પરિષદ કે ઉપસર્ગ છે. આવા ઉપસર્ગ કે પરિષદના સમયે ધર્મસત્તાના અનુશાસનયુક્ત જીવો સ્વસ્થપણે, અડીખમ રહી, સમતાભાવને કેળવી દુઃખી થતા નથી, બલ્ક મોજમાં રહે છે.
પૂર્વકૃત કર્મો જે જીવો સાથે થયા હોય તે વર્તમાને દેવ, મનુષ્ય કે તિર્યંચ કોઈપણ સ્વરૂપે મળે, પૂર્વ વેરભાવના કારણે કષ્ટો આપે. કર્મસત્તા માર્ગ વચ્ચે પથ્થર મૂકી અવરોધ કરે પણ ધર્મસત્તાવાળો જીવ એ પથ્થરને પગથિયું બનાવી લે ! શૂળ વેરે તો ફૂલમાં ફેરવી લે.
વિશ્વમાં પ્રચલિત ધર્મોમાં જિનધર્મનું પ્રાધાન્ય રહ્યું છે. જિનધર્મ કહે છે કે, “સહન કરવું તે સાધનાનો પ્રાણ છે”, “સહે તે ભારે” અર્થાત્ સહન કરનાર ગુરુતાને પામે. પૂજયપાદ ધ્યાનસાધક ગુરુદેવ શ્રી હસમુખમુનિજી મ.સા. વાંચણીમાં વારંવાર કહેતા હોય છે કે, “પ્રાપ્ત સ્થિતિમાં આનંદમાં રહેવું.”
Page #45
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) કારણ કે જે પરિસ્થિતિ સર્જાય તે સ્વકૃત જ હોય છે. પરિષહો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના કોઈપણ જીવો તરફથી આવી શકે.
ગોંડલ સંપ્રદાયના આદ્યસંસ્થાપક, નિદ્રાવિજેતા, એકાવતારી, આચાર્ય ભગવંત પૂજયપાદ શ્રી ડુંગરસિંહજી મ.સા. ના જન્મદાત્રી, રત્નકુક્ષિણી માતા હીરુબાઈએ પણ સંયમ લીધો હતો. ઈતિહાસ કહે છે કે એકદા આ સાધ્વી રત્ના હીરબાઈ મહાસતીજી ગોંડલ – ગાદીના ગામમાં પટેલની ડેલીના ઉપાશ્રયની ઓસરીમાં રાત્રિના સમયે પોતાના નિયમ મુજબ ધ્યાનસ્થ બેઠા હતા. એકાએક ત્યાં એક શિયાળ આવ્યું. પોતાના તીક્ષ્ણ દાંતો અને ધારદાર અણીવાળા નખો વડે હીરુબાઈ મ.સ. ના શરીરને વિદારવા લાગ્યું, પણ સત્ત્વશાળી આત્મા જરામાત્ર પણ ડગ્યા નહિ. “દેહ અને આત્મા ભિન્ન છે” આ વાતને આજસુધી થિયરીકલ વિચારી હતી, આજે એ વાતને પ્રેક્ટીકલ અનુભવવાનો સમય આવી ગયો, જાણે કે ભેદજ્ઞાનની પરીક્ષાનો સમય આવ્યો. પૂજય મહાસતીજી સ્વસ્થપણે ચિંતવે છે કે, “પ્રતિજ્ઞાના મૂલ્ય તો પ્રાણથી ચૂકવાય.” ભગવાન મહાવીરે તો એક રાત્રિમાં સંગમ દેવના ૨૦મહાઉપસર્ગો સમભાવે સહ્યા હતા, મારે તો માત્ર એક શિયાળનો ઉપસર્ગ જ સહન કરવાનો છે. આવું ચિંતવતા ચિતવતા દેહાધ્યાસ છોડી, દૃઢતાપૂર્વક ઉપસર્ગ સહી રહ્યા હતા.
શિયાળ રસના ઈન્દ્રિયના વિષયમાં ગૃદ્ધ બન્યું, એવી રીતે માંસ ખાતું હતું કે, જરાય અવાજ થતો ન હતો. પૂ. મહાસતીજીને ત્રણ કલાક ધ્યાન કરવાનો નિયમ હતો ! શિયાળ રસાસ્વાદમાં વૃદ્ધ અને સાધ્વીજી આત્માનંદમાં તલ્લીન હતા. બીજા સાધ્વીજીઓ સૂતા હતા. શિયાળ ગયું ત્યારે લોહીથી ખરડાયેલા વસ્ત્રોથી કાયા લથપથ થઈ ગઈ હતી, હાડ-માંસ લબડી રહ્યા હતા. ધ્યાન પૂર્ણ થતાં એમણે સાધ્વીજીઓને ઉઠાડ્યા. લોહીલુહાણ શરીરમાંથી લોહી ટપકી રહ્યું હતું, બધા થરથરી ગયા. શિયાળના ઉપસર્ગની વાત કરી અને
(૮૦).
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સ્વસ્થતાપૂર્વક કહ્યું કે, ભગવાન મહાવીરના ઉપસર્ગો સામે તો સામાન્ય ઉપસર્ગ ગણાય. હવે વિલંબ ન કરો ! પૂજય ગુરુદેવને જાણ કરો. જાણ થતાં બીજે દિવસે સવારમાં પૂ. આચાર્ય ભગવંત પધાર્યા. માતા સાધ્વીને આલોચના કરાવી. સંથારાના ભાવ જાણી, સંથારાના પચ્ચખાણ કરાવ્યા. તેઓનો સંથારો ૧૮ દિવસ ચાલ્યો. આલોવી, પડિક્કમી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
આ વિષમ પંચમકાળમાં પણ આવા સહનશીલ આત્માઓ થયા છે, તેનો આ અત્યુત્તમ આદર્શ દાખલો છે.
જો કે, સંયમજીવનનો સ્વીકાર એટલે જ પ્રતિકૂળતાઓનો સ્વીકાર ! પ્રતિદિન સાધકને કંઈક પ્રતિકૂળતાનો તો સામનો કરવો જ પડે. જાણે કે પ્રતિકૂળતા જ સાધુતાનો પર્યાય છે. પ્રતિકૂળતામાં જ સાધુની સાધુતા નિખરે ! ઉપસર્ગો આવે ત્યારે જ ક્ષમા વધારે ચમકમાં આવે. પ્રતિકૂળતા જ સાધકજીવનની સાધનામાં અભિવૃદ્ધિ કરાવે ! વાસુદેવ, બળદેવ, ચક્રવર્તીઓ કરતાં અનેકગણું સામર્થ્ય ધરાવતા તીર્થંકરો તો આંખના ઈશારે સમગ્ર બ્રહ્માંડને ખળભળાવી શકે, છતાં ખીલા ઠોકનાર ગોવાળિયો, પગનો ચૂલો બનાવી ખીર રાંધનાર ખેડૂત, ચંડકૌશિક જેવો દૃષ્ટિવિષ સર્પ ! કમઠતાપસ કે સંગમદેવ, કટપૂતના વ્યંતરી આદિ સામાન્ય જીવોના આવેશ, આવેગ, પ્રહારો, કષ્ટો, ઉપસર્ગોને હસતા મુખે સહ્યા, જેથી તેઓ ૧૦૦ % શુદ્ધ સુવર્ણ જેવા શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા. કેવળ જ્ઞાન (કેવળ = માત્ર... જ્ઞાન દશા) ને પામ્યા. “No rest without test.” અર્થાત્ સંકટ વિના સિદ્ધિ નહિ, આપત્તિ વિના આરામ નહિ, કસોટી વિના કલ્યાણ નહિ. ટૂંકમાં, કહીએ તો પરિષદો અને ઉપસર્ગો તો સાધક જીવનના મંગલ અવસર ગણાય !
મુનિજીવનની બાળપોથી સમા શ્રી દશવૈકાલિક સૂત્રની બીજી ચૂલિકાની ત્રીજી ગાથામાં કહ્યું છે કે, “પુસો સંસારો, રસોડાને તરસ ઉતારો ”
(૮૮)
Page #46
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) અર્થાત્ અનુસ્રોત (અનુકૂળતાઓ) સંસાર છે (સંસારવૃદ્ધિનું કારણ છે) અને પ્રતિસ્ત્રોત (પ્રતિકૂળતાઓ) તે સંસાર પાર પામવાનો ઉપાય છે. ભગવંત કહે છે, “હે મારા વ્હાલા સાધક-સાધિકાઓ ! શ્રી દશવૈકાલિક સૂત્રના આ ભાવોને હરહંમેશ નજર સામે રાખવાં, જેથી નિષ્ફટકપણે સંયમયાપન થઈ શકે.” હે સાધકો ! ‘કરેમિ ભંતે' નો પાઠ ભણ્યા એટલે અનુકૂળતાઓનો ત્યાગ અને પ્રતિકૂળતાઓનો સહર્ષ સ્વીકાર ! સાધક પ્રતિદિન એવું ચિંતન કરે કે, “મારા આત્માએ ચતુર્ગતિ રૂપ સંસારના પરિભ્રમણમાં અનંતવાર જે દુ:ખો કે જે પ્રતિકૂળતાઓને સહન કર્યા, તેની અપેક્ષાએ આ દુ:ખો તો સિંધુ પાસે બિંદુ જેવા છે, મેરુપર્વત પાસે સૂક્ષ્મ અણુ જેવા છે.”
‘અધ્યાત્મ કલ્પદ્રુમ' નામક ગ્રંથમાં કહ્યું છે કે, “એકાંત કર્મનિર્જરાની ભાવના વિના જીવે અનંતભૂતકાળમાં જે સહ્યું, જેટલું સહ્યું તેના કરતાં એકાંત કર્મનિર્જરાની ભાવનાથી મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ ભાવનાના પરિણામો પૂર્વક થોડું પણ સહે તો ભવાંતરમાં સઘળા દુઃખો ટળે, અવ્યાબાધ સુખ સદાને માટે મળે.”
જેમ વિદ્યાર્થીને ૯૫% રીઝલ્ટ મેળવવા માટે પ્રમાદ ત્યાગી અભ્યાસ કરવો જરૂરી છે, વેપારીને સારી કમાણી માટે સીઝનમાં ગફલતમાં ન રહેતા પરિશ્રમ કરવો જરૂરી છે, તેમ અવ્યાબાધ સુખના અભિલાષી સાધકોએ પણ અપ્રમત્તપણે પ્રતિકૂળતાઓને આહવાન કરતા રહેવું જોઈએ અને મોજથી સહેતા રહેવું જોઈએ. તો જ પેલું નાનકડું વાક્ય.... “સહે તે ભારે” બોધ વાક્ય રૂપે ચરિતાર્થ થાય. જે સહન કરે તે આત્મા ગરિમાવંત બની શકે.
અમારા દાદા ગુરુદેવ પૂજયપાદ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણલાલજી મહારાજ સાહેબ આહાર કર્યા બાદ રાઉન્ડ મારતા તે વખતે બોલતા કે, “પુત્રી સામે મુળ સર્વજ્ઞા” અર્થાત્ મુનિએ પૃથ્વી જેવા બનવું જોઈએ. જેમ પૃથ્વી જીવ-
(૮૯)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) અજીવ સૃષ્ટિનો ભાર સહે, કોઈ ધરતીના પેટાળ તોડે ફોડે, ધરતી પર ગંદકી કરે, કચરાના ઢગલા કરે, બહુમાળી મકાનો બનાવે પણ પૃથ્વીમાતા આ બધું સહી લે. એ રીતે મુનિએ કંઈપણ પ્રતિકાર કર્યા વિના મૌનપણે ઉપસર્ગો - પરિષહ સહેવા જોઈએ.
૧૨ ઉપાંગસૂત્રમાં બીજું શ્રી રાયપરોણીય સૂત્ર છે, તેમાં કૈક્યાઈ દેશમાં ઋદ્ધિ સમૃદ્ધિયુક્ત શ્વેતાંબિકા નગરીના પ્રદેશ રાજાનો અધિકાર છે. તે રાજા અધર્મશીલ, પાપાચારી, અધર્મપ્રચારક આદિ અનેક અવગુણયુક્ત હતો. પ્રદેશી રાજા હિંસાનો પ્રવર્તક હતો. સતત મારો ! છેદો ! ભેદો ! આદિ શબ્દો બોલતો. તેના હાથ પ્રાયઃ લોહીથી ખરડાયેલા રહેતા, પણ તેના ભાગ્યયોગે કલ્યાણ મિત્ર સમાન ચિત્ત નામે સારથિ હતો. રાજાને ધર્મમાર્ગે વાળવાનો તેમનો ભાવ હતો.
એકદા કેશીકુમાર શ્રમણ શ્રાવસ્તિ નગરીમાં પધાર્યાના સમાચાર મળતા, યેનકેન પ્રકારેણ તેમની પાસે પ્રદેશ રાજાને લઈ ગયો. સંત સમાગમ થયો.
“સત્રાંતિઃ ફ્રિ ન રોતિ પુંસામ્ ?” સત્સંગ માનવજીવનમાં શું ન કરે ? ભલભલાના જીવનમાં ધરખમ પરિવર્તનો આવે. એ ન્યાયે પ્રદેશ રાજાના અનેક પ્રશ્નોનું કેશીકુમાર શ્રમણે સમ્યક્ સમાધાન કર્યું. રાજાના જીવનનું પરિવર્તન થયું, અધર્મીમાંથી ધર્મી બન્યો. અવિરતિને બદલે ૧૨ વ્રતધારી શ્રમણોપાસક બન્યા. હવે તેઓ રાજય, રાષ્ટ્ર, સેના, વાહન, ભંડાર, કોઠાર, અંતઃપુર, નગર, જનપદ આદિથી ઉદાસીન રહેવા લાગ્યા.
શ્રમણોપાસક પ્રદેશી રાજાની ઉપેક્ષાથી કંટાળેલી, અત્યંત નિટની વ્યક્તિ તેને ઉપસર્ગ આપવાનું વિચારે છે. “પૂર્વજન્મનો કટ્ટર શત્રુ આ ભવમાં અત્યંત નિકટની વ્યક્તિ બની વેર વાળ” એ ન્યાયે રાણી સૂરિકતાએ જયારથી
(૯૦).
Page #47
--------------------------------------------------------------------------
________________
- ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) જાણ્યું કે શ્રાવક બન્યા પછી રાજા રાજ્યકારભાર પ્રત્યે દુર્લક્ષ સેવે છે તેથી પુત્રને રાજાનું કાસળ કાઢવાનું કહ્યું, પુત્ર સંમત ન થતા રાણી સ્વયં પતિને મારવાની તક શોધવા લાગી. કોઈપણ શસ્ત્રપ્રયોગ, અગ્નિપ્રયોગ, વિષપ્રયોગ કે મંત્રપ્રયોગથી રાજાને મારવાનું વિચારવા લાગી.
એકદા રાજાને છઠ્ઠ (બે ઉપવાસ) ના પારણાનો દિવસ હતો. અશનાદિ ચારેય આહારમાં, વસ્ત્ર, માળા, અલંકારોમાં રાણીએ વિષપ્રયોગ કર્યો. રાજાને વસ્ત્રપરિધાન તથા ભોજનથી તુરંત ઝેર ચડવા લાગ્યું, વેદના થવા લાગી, નસેનસ તૂટવા લાગી. સાંધે સાંધા છૂટા પડવા લાગ્યા. રાજાએ જાણ્યું કે આ મારણાંતિક ઉપસર્ગ આપનાર મારી પત્ની સૂરિમંતા જ છે, છતાં મનથી પણ દ્વેષ ન કર્યો.
પરંતુ પૌષધશાળામાં ગયા, ભૂમિનું પ્રમાર્જન, પડિલેહણ કરી પૂર્વાભિમુખ પર્યકાસને બેસી હાથ જોડી બોલ્યા, “નમોત્થણે ... અરિહંતાણં.. મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક કેશીકુમાર શ્રમણને મારા વંદન નમસ્કાર !” ૧૮ પાપસ્થાનક તથા ચારેય આહારના ત્યાગપૂર્વક યાવતજીવન સંથારો પચ્ચખી લીધો. ૮૪ લાખ જીવાયોનિના જીવો સાથે ખમતખામણાં કર્યા, આલોચના કરી, પાપોનું મનોમન પ્રાયશ્ચિત્ત કરી સમતાભાવે આયુષ્ય પૂર્ણ કરી સૂર્યાભવિમાનમાં ૪ પલ્યોપમની સ્થિતિએ દેવ થયા. તે સ્થિતિ પૂર્ણ થતાં, મહાવિદેહ ક્ષેત્રમાં દૃઢપ્રતિજ્ઞ નામે ઉત્પન્ન થઈ, ધર્મ પામી, સંયમ પાળી, કેવળી પર્યાયે વિચરી સિદ્ધ, બુદ્ધિ, મુક્ત થશે, પરિનિર્વાણને પામશે.
પોતાના સ્વજન તરફથી આવેલા ઉપસર્ગને પ્રદેશી રાજાએ સમતાભાવે સહ્યો. આવા મારણાંતિક ઉપસર્ગને સહેવામાં ધીરતા જોઈએ. “ધીરતા’ શબ્દમાં ‘વીરતા’ શબ્દ સમાયેલો છે. ધીરતા રાખો પણ વીરતાપૂર્વકની ! અથવા એમ કહી શકાય કે, જેનામાં વીરતા હોય તે જ ધીરતા રાખી શકે. ધીરતામાં મનોબળની મુખ્યતા છે, પણ શારીરિક બળ - વીરતા હોય તે જ ધીરતા - વૈર્ય
(૧).
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) રાખી શકે. સમતા અને ક્ષમતા આ બે શબ્દો છે. ઉપસર્ગો, પરિષહ સહેવામાં શારીરિક ક્ષમતા હોય તો જ મનથી સમતા રહે.
દુ:ખ કે કષ્ટો કોને નથી આવ્યા ? આદિનાથ પ્રભુને વર્ષાન્ત ભિક્ષા (આહાર) મળી, ભગવાન મહાવીર પર તો ઉપસર્ગોની ઝડી વરસી, ભગવાન પાર્શ્વનાથને મેઘમાલી દેવે વરસાદનો ઉપસર્ગ આપ્યો. આનંદ, કામદેવ શ્રાવકને દેવકૃત ઉપસર્ગો આવ્યા. મેતાર્યમુનિ, ગજસુકુમાર મુનિ, ખંધક અણગાર આદિ કેટલાય મહાપુરુષોએ ઉપસર્ગો સહ્યા છે ! કેટલાને યાદ કરીએ ? અને કોને ભૂલીએ ? ભૂલવા જેવા તો કોઈ જ નથી.
ટૂંકમાં, એ બધા મજબૂત મનના માનવીઓ હતા, આપત્તિ વખતે અજબગજબનું બૈર્ય રાખી શક્યા. આત્મકલ્યાણ સાધી ગયા. ધન્ય છે એ મહાન આત્માઓને !!!
“મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહિ, ભલે ભાંગી પડે એ બ્રહ્માંડ રે જી; વિપત્તિ પડે પણ વણસે નહિ રે, સોઈ હરિજનના પરમાણ રે જી... મેરુ તો ડગે પણ...”
(ગંગાસતી) ઉપસર્ગ - પરિષહ પ્રધાન જિનધર્મને આચરનારા એ સત્પષોને, મહપુરુષોને ત્રિકાળ વંદન કરી તેમના જેવી સહનશીલતાને આપણા જીવનમાં પામીએ એવી ભાવના સાથે... હું મારી કલમને વિરામ આપું છું.
(૨)
Page #48
--------------------------------------------------------------------------
________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
ઝાંઝરિયા મુનિની કથા - ડૉ. રતનબેન ખીમજી છાડવા
(મુંબઈ સ્થિત જૈન ધર્મના અભ્યાસુ ડૉ. રતનબહેને શ્રાવક કવિ ઋષભદાસ કૃત ‘વ્રત વિચાર રાસ' પર સંશોધન કરીPh.D. કર્યું છે. જૂની લિપિ ઉકેલવામાં અને હસ્તપ્રતોના સંશોધનમાં રસ છે. મુંબઈ મહાસંઘના ધાર્મિક શિક્ષણ બોર્ડમાં પ્રવૃત છે.)
માનવ વાતપ્રિય પ્રાણી છે. વાર્તા કહેવી અને સાંભળવી તેને ગમે છે. શૈશવકાળથી લઈને જીવનસંધ્યાના સમય સુધી ભિન્ન ભિન્ન પ્રકારની કથાવાર્તાઓનો આનંદ લે છે. તેમાં પણ ધર્મકથા તો ઉપદેશનું પ્રબળ સાધન છે. માટે જ ભારતના બધા ધાર્મિક ગ્રંથોએ કથાઓનો મુખ્ય આધાર લીધો છે. જૈનદર્શને પણ ધર્મકથાને ઉપદેશનું પ્રધાન અંગ માન્યું છે. જૈનાચાર્યોએ સમગ્ર જૈનસાહિત્યને ચાર વિભાગમાં વિભક્ત કરી એમાં ધર્મકથાનુયોગને મહત્ત્વનું સ્થાન આપ્યું છે.
સામાન્ય જીવો પણ ધર્મકથા સાંભળીને ધર્મકથાના રસે રંગાય, તેમને ઉચ્ચપાત્રો પ્રત્યે ભક્તિ જન્મે તે ધર્મકથાનું સામાન્ય જનઉપકારી ફળ છે. જૈનકથા સાહિત્ય વિવિધ પ્રકારે લખાયેલું છે. તેમાં ઉત્તમ પુરુષોના કથાનકો મુખ્ય છે. આ કથાનકોમાં તેમના જીવનમાં કેવા કેવા પરિષહો કે ઉપસર્ગો આવે છે અને તેઓ તેનો પરિષહજય કેવી રીતે મેળવે છે વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે.
| ‘પરિષહ’ નો સામાન્ય અર્થ ચારે બાજુથી આવનારા કષ્ટોને સમતાપૂર્વક સહન કરવા એવો થાય. ‘ઈરસહ્ય તિ રિવ૮: I’ જે સહન કરે તે પરિષહ છે. આગમ આદિ શાસ્ત્રોમાં બાવીસ પ્રકારના પરિષદોનો ઉલ્લેખ જોવા મળે
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સુખ-દુ:ખમાં તુલ્ય મનોવૃત્તિ કેળવવા માટે પરિષહ એ સાધુની કસોટી છે. સંયમી સાધક સંયમદૂષિત ન થાય અને પૂર્વસંચિત કર્મોની નિર્જરા થાય એ ભાવનાથી ભૂખ – તરસ, ઠંડી આદિકષ્ટોને સમભાવપૂર્વક સહન કરે તે ‘પરિષહ જય’ છે. જે ભિક્ષુ આ પરિષદોથી સ્વયં પરાજિત બન્યા વગર તેને જીતે તે મોક્ષમાર્ગથી કદી પણ વિચલિત થતો નથી અને કર્મોની નિર્જરા કરી પોતાનું કલ્યાણ કરે છે. આમ, પરિષહ સાધકનું અમૃત છે. તેનો સમભાવ તેને અધ્યાત્મમાર્ગમાં આગળ લઈ જાય છે.
જૈનાગમોમાં આવા અનેક કથાનકો આલેખાયા છે. તેમાંની એક જૈન કથા એટલે ‘ઝાંઝરિયા મુનિ' ની કથા. આ કથાના માધ્યમ દ્વારા બાળસુલભ શ્રોતાજનોને બોધ આપવામાં આવ્યો છે કે ગમે તેવા પરિષહ કે ઉપસર્ગ આવે તો પણ સંયમી સાધક સમભાવપૂર્વક સહન કરી પરિષહવિજેતા બની સંયમમાર્ગમાં આગળ વધે છે.
સેંકડો વર્ષ પહેલાની આ વાત છે. મદનબ્રહ્મ નામે એક રાજકુમાર હતા. યુવાન વયમાં આવતા તેમના લગ્ન બત્રીસ બત્રીસ સુંદર રાજકન્યાઓ સાથે થયા અને તેઓ સ્વર્ગ જેવું સુખ ભોગવતા ભોગવતાસમય વ્યતીત કરતા હતા.
એકવાર રાજયમાં ઈન્દ્રોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. લોકો પણ આ ઉત્સવમાં ભાગ લેવા સુંદર વસ્ત્રો પરિધાન કરી ઉદ્યાનમાં ભેગા થયા હતા. રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ આનંદ - કિલ્લોલ કરી રહ્યા હતા. રાજકુમાર મદનબ્રહ્મ પણ પોતાની બત્રીસ રાણીઓ સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા આવ્યા હતા. રાણીઓ સાથે આનંદમગ્ન બની જલાદિ ક્રીડાઓ કરી રહ્યા હતા ત્યારે તેમની દૃષ્ટિ એક ત્યાગી મુનિવર પર પડી. મુનિની શાંત અને
(૯૪)
(૯૩)
Page #49
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
સૌમ્ય પ્રતિભા જોઈ તેમને વંદન કરવાની ઇચ્છાથી તેઓ મુનિવર પાસે ગયા. વિધિપૂર્વક વંદન કરી તેઓ પોતાની રાણીઓ સાથે તેમની વૈરાગ્યસભર અમોઘ દેશના સાંભળવા બેઠા.
મુનિશ્રીની અમીરસ ભરેલી દેશના સાંભળતા જ મદનબ્રહ્મ રાજકુમારનો જીવ હળુકર્મી હોવાથી તેમનો આત્મા જાગી ઊઠ્યો. તેમને જીવ અને અજીવ પુદ્ગલ રૂપી શરીરનો સંબંધ શું છે તે સમજાઈ ગયું અને આત્મા જ પરમાત્મા બની શકે છે તે જાણતાં તે જ ક્ષણે બત્રીસે બત્રીસ રાણીઓને ત્યજી સંયમ અંગીકાર કર્યો અને જ્ઞાનની આરાધનામાં લાગી ગયા. આમ, તેઓ તપ-જપ-ધ્યાન અને જ્ઞાનની આરાધના કરતાં કરતાં વિચરવા લાગ્યા.
એકવાર વિહાર કરતાં કરતાં મદનબ્રહ્મ મુનિ ખંભાત નગરીમાં રસ્તે મધ્યાહ્ન સમયે ગોચરી માટે નગરીમાં નીકળ્યા. ત્યારે ગોચરી માટે નગરના રસ્તે જતાં એક શેઠાણીએ તેમને જોયા. શેઠાણી યુવાન હતા. ઘણા વર્ષોથી પતિનો વિયોગ થયો હતો. કામજ્વરની પીડા શેઠાણી ઉપર હાવી થઈ હતી. આથી તેમની દાનત બગડી હતી અને કોઈ તક શોધી રહી હતી. ત્યાં આ ભરયુવાન અને વળી કામદેવ જેવા રાજકુમાર મુનિને જોયા. મનમાં રાજી રાજી થઈ ગઈ અને પોતાની વાસના પોષવા પોતાની નોકરાણીને બોલાવીને કહ્યું કે, જા ઝટ જઈને પેલા મુનિને તેડી આવ.
દાસી તો ચિઠ્ઠીની ચાકર,દોડતી દોડતી ગઈ અને મુનિને વિનંતી કરી કે, ‘પધારો ગુરુદેવ ! પધારો. ગોચરી પાણીનો લાભ આપો.’ સરળ ભાવે મુનિશ્રી ત્યાં પધાર્યા. ત્યારે શેઠાણીએ મકાનનો દરવાજો બંધ કરી દીધો અને મુનિશ્રીની સામે જાતજાતના લટકા-મટકા કરવા માંડ્યા, ભોગવિલાસના સૂચક હાવભાવ વડે મુનિશ્રીને મોહવશ કરવા પ્રયત્ન કરવા લાગી. આમ, અનેકવિધ
(૫)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
કામચેષ્ટાથી તેણે મુનિશ્રીને ચલાયમાન કરવાની કોશિશ કરી, પણ મુનિશ્રી તો ચારિત્રધર્મમાં અડગ હતા. તેઓ પોતાની મીઠી વાણીથી શેઠાણીને ધર્મનો ઉપદેશ આપવા લાગ્યા, પણ મોહાંધ અને તીવ્ર કામવાસનાથી પીડિત શેઠાણી ઉપર ધર્મદેશનાની કાંઈ અસર પડી નહીં. મુનિશ્રીએ ફરી ફરીથી તેને આવા પાપાચરણથી અટકવા બોધ આપ્યો પણ કામજવરથી પીડિત શેઠાણી ઉપર તેની કાંઈ અસર થઈ નહીં. ઊલટું, મુનિશ્રીને ચલાયમાન કરવા તેમને વળગી પડી. ત્યારે મુનિશ્રીએ વિચાર્યું કે હવે અહીંથી તરત જ નીકળી જવું જોઈએ. અહીં વધુ રહેવાથી આ દુષ્ટ સ્રી મારા ચારિત્રધર્મનો ભંગ કરશે. આ પ્રમાણે વિચાર કરી મુનિશ્રી પોતાનો હાથ છોડાવી દ્વાર ખોલી નાસવા લાગ્યા. પણ કામી શેઠાણી મુનિશ્રીને એમ જવા દેવા માગતી ન હતી. આથી નાસતા મુનિના પગમાં પોતાના પગની આંટી મારી નીચે પાડી નાખ્યા. પણ પગની આંટી મારતા શેઠાણીના પગનું ઝાંઝર મુનિશ્રીના પગમાં ભરાઈ ગયું. મુનિશ્રી જેમ તેમ ઊભા થઈને દરવાજાની બહાર નીકળવા લાગ્યા ત્યારે શેઠાણીને લાગ્યું કે, આ તો ભારે થઈ, હવે હું જ બદનામ થઈશ. આથી તેણે બાજી પલટાવવા જોરથી બૂમો પાડવા લાગી કે, પકડો, પકડો આ દુષ્ટ અણગારને. તેણે મારું શિયળખંડન કર્યું છે અને નાસી રહ્યો છે, પકડો, પકડો....
રસ્તા પર જતાં-આવતાં લોકોએ આ અવાજ સાંભળીને મુનિશ્રીને પકડી લીધા અને શેઠાણીના રુદનભર્યા પોકાર સાંભળી મુનિને મારવા લાગ્યા પણ આ મુનિશ્રીના કોઈ પુણ્યોદય જોર કરતા હતા. તેઓ જ્યારે શેઠાણીના હાથ છોડાવી નાસતા હતા અને શેઠાણીએ પગની આંટી મારી મુનિને નીચે પાડી દીધા હતા. આ બધો ખેલ આ નગરના રાજાએ પોતાના ઝરૂખામાં ઊભા ઊભા જોયો હતો. તેઓ તરત જ નીચે આવ્યા અને લોકોને સત્ય હકીકત
(૯૬)
Page #50
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) જણાવી કે, “આ સ્ત્રી પોતાની ફજેતી ઢાંકવા માટે આ પવિત્ર મુનિ ઉપર કલંક લગાવે છે. મુનિશ્રી તો એકદમ નિર્દોષ છે. આ બધું કારસ્તાન તો દુષ્ટ શેઠાણીનું જ છે.” લોકોને ખરી હકીકતની જાણ થતાં મુનિશ્રીના પગમાં પડી ક્ષમા માગી અને મુનિશ્રીનો જયજયકાર કર્યો. રાજાએ પણ શેઠાણીને તેના પાપનું ફળ ભોગવવા રૂપે દેશનિકાલની સજા કરી.
મુનિશ્રીનું નામ તો હતું મદનબ્રહ્મ મુનિ, પણ પગમાં ઝાંઝર આવી જવાથી તેઓ ઝાંઝરિયા મુનિ તરીકે ઓળખાવા લાગ્યા.
આવા ઉપસર્ગમાંથી પસાર થયા બાદ આ ઝાંઝરિયા મુનિ એકવાર ઉજજેણીનગરીમાં પધાર્યા. ઘેર ઘેર ગોચરી વહોરવા જતા અને પોતાના સંયમધર્મનું રૂડું પાલન કરતા હતા. નાના-મોટા ઉપસર્ગોને તેઓ સમભાવપૂર્વક સહન કરતાં અને જ્ઞાન-ધ્યાનમાં આગળ વધતા હતા. સાધુજીવન એટલે જ ઉપસર્ગો અને પરિષહોવાળો પંથ. પરિષહ તો સાધુજીવનની કસોટી છે. તેના દ્વારા કરાયા પછી જ સાધુ મોક્ષમાર્ગથી ચલાયમાન થતા નથી તેમજ વીર્ષોલ્લાસ પ્રગટ કરી તેનો સામનો કરે છે અને કર્મોની નિર્જરા કરીને પોતાનું કલ્યાણ કરે
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) રાજાએ છૂપી રીતે સેવકોને બોલાવી પેલા મુનિને પકડી લાવવાનો આદેશ આપ્યો. ત્યારબાદ એક ઊંડો ખાડો ખોદાવી તેમાં મુનિને ઊભા રાખ્યા અને સેવકોને મુનિની ગરદન કાપી નાખવાનો હુકમ કર્યો.
રાજાની આજ્ઞાનું પાલન કરવા સેવકો મુનિની ગરદન કાપવા તૈયાર થયા ત્યારે મુનિશ્રી તો સમતારસમાં મહાલવા લાગ્યા. સમભાવમાં ઝુલવા લાગ્યા. શત્રુને પણ મિત્ર સમજી તેઓને ઉપકારી ગણી ઊંચી ભાવનામાં ચડતા ગયા. મનોમન ચિંતન કરવા લાગ્યા કે, રાજા તો ખરેખર મારા ઉપકારી કહેવાય. આ તો મારા જ કોઈ કર્મનું ફળ હું ભોગવું છું. એમાં રાજાનો જરાપણ વાંક નથી. આમ, આત્મધ્યાનમાં લીન થઈ ગયા. સેવકોએ રાજાની આજ્ઞા મુજબ મુનિનો શિરચ્છેદ કરી નાખ્યો. અંત પહેલા મુનિ ઉચ્ચ ભાવનાના કારણે કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષમાં ગયા.
આ તરફ રાજા ખુશ થતાં થતાં પોતાના મહેલમાં આવ્યા. બીજી તરફ એક સમડી મુનિના પાર્થિવ દેહ પાસે આવી અને માંસનો પિંડ સમજી લોહીવાળો ઓઘો ચાંચમાં લઈ આકાશમાં ઊડી ગઈ. ભવિતવ્યતાના યોગે ઊડતી ઊડતી સમડી રાજમહેલના ચોકમાં આવી ત્યારે તેની ચાંચમાંથી ઓઘો રાજમહેલના ચોકમાં પડ્યો. ઓઘો જોઈને રાણી ઓળખી ગઈ કે આ ઓઘો તો પોતાના ભાઈ મુનિશ્રી મદનબ્રહ્મનો જ છે અને રડતા રડતા કહેવા લાગી કે, જરૂર કોઈએ મારા ભાઈ મુનિશ્રી મદનબ્રહ્મને મારી નાખ્યા છે. રાણીને ચોધાર આંસુએ રડતી જોઈ રાજા દોડતાં આવ્યા અને પૂછવા લાગ્યા કે શું થયું છે ? તમે શા માટે રડો છો ? ત્યારે રાણીએ પેલો લોહીવાળો ઓઘો રાજાને બતાવીને કહ્યું કે, મારા ભાઈ મુનિશ્રીને જરૂર કોઈએ મારી નાખ્યો છે. ત્યારે રાજાને આખી વાત સમજાઈ ગઈ કે ઠાર કરેલ મુનિશ્રી તો રાણીનો સગો ભાઈ હતો. રાજાને ખૂબ
આ ઝાંઝરિયા મુનિની હજી આકરી કસોટી બાકી હતી. એકવાર રાજારાણી ઝરૂખામાં બેસી સોગઠા રમતા હતા અને અલકમલકની વાતો કરી રહ્યા હતા. તે જ સમયે ઝાંઝરિયા મુનિ ઝરૂખાની નીચેથી પસાર થયા. ત્યારે રાણીની નજર મુનિ ઉપર પડી અને ખુશીથી મલકાઈ ઊઠી, પરંતુ બીજી ક્ષણે જ આંખમાંથી દડ દડ આંસુ પડવા લાગ્યા. આ જોઈ રાજાને નવાઈ લાગી, સાથે સાથે રાણી ઉપર શંકા કરવા લાગ્યા કે આ મુનિ જરૂરી મારી રાણીનો ભૂતકાળનો કોઈ પ્રેમી હશે. રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખા. વધુ વિચાર કર્યા વિના
(૯૦)
(૯૮)
Page #51
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પસ્તાવો થયો અને કબૂલ કર્યું કે શંકાના કારણે તેમણે જ મુનિશ્રીને મારી નંખાવ્યા છે. રાજાએ પોતાની ભૂલનો એકરાર કર્યો અને રાણી સાથે તેઓ પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. રાણીએ આહારપાણીનો ત્યાગ કરી અનશન કર્યું. ત્યારે રાજા મુનિશ્રીના કલેવર પાસે જઈ ક્ષમા માગે છે અને ખરા દિલથી પોતાના દુષ્ટ કૃત્ય બદલ વારંવાર માફી માગે છે અને મુનિને ખમાવે છે. પ્રબળ પશ્ચાત્તાપ કરતાં કરતાં તેમજ અનિત્ય ભાવના ભાવતા રાજાને પણ કેવળજ્ઞાન થાય છે.
આમ, ઝાંઝરિયા મુનિએ સંયમ યાત્રામાં આવેલ સ્ત્રી પરિષહ અને વધ પરિષહને ખૂબજ સમતાપૂર્વક સહન કરી મોક્ષગતિ પ્રાપ્ત કરી.
અસ્તુ.
પુસ્તક સૂચિ ૧. તત્ત્વાર્થ સૂત્ર ગુજરાતી વ્યાખ્યા સહિત - વિ.પં. શ્રી સુખલાલ ૨. શ્રી સમવાયાંગ સૂત્ર - લે. ઘાસીલાલજી મ. સા. ૩. શ્રી સમવાયાંગ સૂત્ર - ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ ૪. જૈન શાસનના ચમકતા હીરા - વરજીવનદાસ વાડીલાલ શાહ
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) શાસનસમ્રાટ પૂ. ધર્મસિંહજી સ્વામીના ઉપસર્ગની કથા
• ડૉ. મધુબહેન જી. બરવાળિયા (જૈન દર્શનના અભ્યાસુ ડૉ. મધુબહેન સોહમ શ્રાવિકા મંડળ, ઉવસગર ભક્તિ ગ્રુપ અને મુંબઈ મહાસંઘના જૈન ધાર્મિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલા છે. તેમણે ત્રણ પુસ્તકોનું સંપાદન કર્યું છે.)
બાવીસમા તીર્થંકર નેમિનાથ સ્વામીના પુનિત પગલાંથી પાવન થયેલી, યોગેશ્વર શ્રીકૃષ્ણથી સમલંકૃત થયેલ જામનગર નગરીમાં નિશીથની અર્ધચાંદની સાથે તારાઓ ઝબૂકી રહ્યા હતા. ત્યારે એક સિતારો અંતરિક્ષને અલવિદા કહી દિવ્ય વસુંધરા પર મીઠી નિંદરને માણતી એક સૌભાગ્યવતી યુવતીના મુખમાં પ્રવેશ્યો. એ ધર્મપરાયણ સન્નારી જાગૃત થઈ, તેના મનમાં પ્રસન્નતાના સ્કૂલિંગો ફૂટ્યા અને તે અરિહંત કહેતી નમસ્કારમંત્ર જપવા લાગી.
કાળક્રમે લોકાગચ્છના ધર્મપ્રેમીશ્રાવક જિનદાસચંદ્રના ધર્મપત્ની શિવબાની કુખે સંવત ૧૬૫૬ ના વૈશાખ સુદ બારસના ગુરુવારે શાસનસમ્રાટ પૂ. ધર્મસિંહ સ્વામીનો જન્મ થયો. તેમનું બાળપણનું નામ ધરમચંદ હતું. આ તેજસ્વી બાળકને સૌ કોઈ ‘ધર્મના લાડલાનામે સંબોધતા.
લોકાગચ્છના અધિપતિ પૂ. રત્નસિંહજીસ્વામી શિષ્ય પરિવાર સાથે જામનગર શહેરમાં પધાર્યા. ૧૪ વર્ષનો કિશોર ધરમચંદ પૂજયશ્રીની નિશ્રામાં ધર્મને રંગે રંગાયો. માતાપિતાની આજ્ઞા મળતા સંવત ૧૬૭૨ ના મહાસુદ તેરસને તા. ૨-૨-૧૬૧૬ ના લોકાગચ્છ સંપ્રદાયમાં જામનગર શહેરે દીક્ષા થઈ અને ધરમચંદ, ધર્મસિંહમુનિ બન્યા.
આગમો અને તત્ત્વજ્ઞાનના સ્વાધ્યાય દ્વારા ગુરુને સંતોષ્યા, પરંતુ તેઓશ્રીને તેટલેથી સંતોષ ન હતો. તે ક્રાંતિકારી જીવ હતો. “ધર્મક્રાંતિ કરવા
(૧૦૦)
Page #52
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પહેલા સાત્ત્વિક ખમીરના સમાજ અને શાસનને દર્શન કરાવો” તેવા ગુરુના વચનો ચરિતાર્થ કરવા આગળ વધ્યા, પરંતુ દેવકૃત ઉપસર્ગ સામે ઝઝુમવું પડ્યું.
શ્રી ધર્મસિંહે ગુરુજીને વિનયપૂર્વક કહ્યું, “ગુરુભગવંત ! મારામાં ઉદ્ભવેલા આગમાનુસારના જીવન જીવવાના ઉત્સાહને હવે વધુ વખત રોકી શકવાની સહિષ્ણુતા રહી નથી. જૈન ધર્માચાર સુધારવાની ક્રાંતિનો ઝંડો લહેરાવવા આગળ આવો અને તે પૂજય અમારા નેતા બનો.” ધર્મસિંહે વિનંતી કરી, “વત્સ તારી ટકોર અને જાગૃતિ સાચા છે. પરંતુ મોગલસમ્રાટ જહાંગીરનું તાજેતરમાં અવસાન થતાં, મોગલવંશ શાહજહાં તરફથી આપણા ગચ્છને ગૌરવયુક્ત પદવી, પાલખી, પટ્ટો, ચામર, ધ્વજ અને શાહી ફરમાન એનાયત કરવામાં આવેલ છે. સમયના સાંપ્રત વહેણે શહેનશાહી બક્ષિસનો અસ્વીકાર કરવો ઉચિત નથી. વળી, વૃદ્ધાવસ્થાને કારણે હું પરાશ્રયી જીવન જીવી રહ્યો છું.” ગુરુજીએ પોતાના હૃદયભાવ કહ્યા.
ગુરુજી, મને ક્ષમા કરો, આપશ્રી મને મુક્ત કરો. આપના ઉપકારને હું નહીં ભૂલું.” ધર્મસિંહે કહ્યું, “તારો માર્ગ વિકટ છે. ધર્મઝનૂની લોકો તારી અવદશા કરશે તેનો મને ભય છે.” ગુરુજીએ વ્યથા વ્યક્ત કરી.
ગુરુદેવ, મારા પ્રત્યેનો આપનો અતિ વાત્સલ્યભાવ આવી શંકા કરવા પ્રેરે છે. આપનું હૃદય આશ્વસ્ત પામે તેવી કોઈપણ કસોટી મારા માટે ફરમાવો. હું તેમાંથી પસાર થવા તૈયાર છું.”
તો હે વત્સ ! આ અમદાવાદ શહેરના દરિયાપુર દરવાજેથી નીકળતા ઉત્તર દિશામાં દરિયાખાન પીરના આલીશાન ઘુમ્મટમાં એક રાત્રિ વાસ કરી આવો અને તમારું સાત્ત્વિક ખમીર દેખાડવાની તક ઝડપી લો.” ગુરુજીએ કહ્યું.
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ગુરુજીના આશીર્વાદ લઈ અમદાવાદની ઉત્તર દિશા ભણી ધર્મસિંહજીએ દેઢ મનોબળ સાથે પ્રસ્થાન કર્યું.
સાબરમતી નદી કલકલ નિનાદે અખંડસ્ત્રોત ધરીને નગરજનોને મીઠા નિર્મળ જળની લ્હાણી કરી રહી છે. તેના પૂર્વીય કિનારે એક કોતરની સમથલ ટોચે એક ઊંચી વિશાળ કમળ આકૃતિવાળી ખુલ્લી ભવ્ય ઈમારત ઊભી છે. આ ઈમારતનો માલિક છે – શ્રીમંત તેલી દરિયાખાન. પૂર્વકર્મના અંતરાય, સંતાન વિહોણો દરિયાખાન આફાની દુનિયા છોડી ચાલ્યો ગયો. એક સમયની આ રમણીય મહેલાત ભયંકર ભૂતાવળવાસિત ઈમારત મનાવા લાગી અને દરિયાખાન પીર તરીકે મનાવા લાગ્યો. કોઈ અજાણ્યા પ્રવાસી રાતવાસો કરવા આવે તો સવારે તેના મૃતદેહો જ મળતા. જોગીની જટા જેવા ઝાંખરા અને ઝાડવાં નિર્જન અને વેરાનસ્થાનને વધુ બિહામણું બનાવતા.
પંચમહાવ્રતથી શોભતા તેજસ્વી ધર્મસિંહ, ત્યાં ઊભેલા બે-ત્રણ મુસ્લિમ ભાઈઓ પાસે આ ઈમારતમાં રાતવાસો કરવાની આજ્ઞા માગે છે.
“સાંઈબાબા ઈધર રાત ઠહરનેકા ઠીક નહીં હૈ.” “ક્ય જી?''
“યહ જગા મધરાતકો ભયંકર બન જાતી હૈ, બડે ભડવીર કા ભી સુબહ મુડદા હી હો જાતા હૈ, ઈસ ઈમારતકા માલિક દરિયાખાન રાતકો માર ડાલતા હૈ.”
ઠીક હૈ, કોઈ હર્જ નહીં, મેરે ઉસ્તાદ કી આજ્ઞા સે (મારા ગુરુજીની આજ્ઞાથી) મેં યહાં રાતકો ઠહરનેકો આયા હું, મેરી જિમેવારી મેરે શિર પર, મેં જૈન સાધુ છું. સૂરજ ડૂબજાને પર મેં દૂસરી જગહ નહીં જા સકતા હું. મુઝે ઠહરને કી પરવાનગી દો !”
(૧૦૧)
(૧૦૨)
Page #53
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
“ઠીક હૈ સાંઈ ! જૈસી તુમ્હારી મરજી ! આમિન !” આજ્ઞા મળતા મુનિરાજે ઈમારતના ઈશાન ખૂણામાં જગા પૂંજી આસન બિછાવી આરાધના શરૂ કરી.
મધ્યરાત્રિએ પવન અને કડાકા-ભડાકા વધ્યા. ભયંકર આ બિહામણી આકૃતિએ ઘુમ્મટવાળી ઈમારત પાસે દેખા દીધી. દેવોને વરેલી વૈક્રિયશક્તિના બળે દરિયાખાન પીરે ભયંકર પિશાચનું રૂપ ધારણ કર્યું.
“કોણ છે,મૃત્યુને ભેટવાની ઇચ્છાવાળો બેવકૂફ ? અહીં મારા ધામમાં સુ૨ની શક્તિ સામે કોણે કપૂત આવ્યો છે ?’’ પીરે પ્રચંડ ગર્જના કરી.
“અરે મુંડિયા, મરવા શું કામ આવ્યો ? આ ઈમારત મેં બંધાવી છે. અહીં મારી મરજી વિરુદ્ધ કોઈ ન રહી શકે.”
શાંત સમાધિવંત સૌમ્ય સૂરે મુનિ બોલ્યા, “શા માટે આવા બિહામણા સ્વરૂપે ઉપસ્થિત થયા છો ? આવી ઘોર વિડંબનાનો શો હેતુ ?”
“ઓ મગતરા જેવા માનવી ! આ ભવ્ય ઈમારત મારું સ્મારક છે. મારી ઇચ્છા વિરુદ્ધ લોકોએ તેને પ્રમોદનું વિહારધામ બનાવ્યું છે. મારી અવજ્ઞા કરનારનું સવારે શબ જોતાં મને આનંદ ઊપજે છે.” પીરે અટ્ટહાસ્ય કર્યું.
“તો હે દિવ્ય આત્મા, આપ હવે શું ઇચ્છો છો ?” “હે બોડિયા માથાના માનવી, તું જલ્દી ચાલ્યો જા !’
“કોઈની પરવાનગી વિના અમે જૈન સાધુ વાસ કરતા નથી. ત્રણ મુસ્લિમ બિરાદરોની મેં પરવાનગી લીધી છે. આપને દુઃખ પહોંચતું હોય તો હું અહીં રહેવા ન ઇચ્છું, પરંતુ રાત્રિ દરમ્યાન અપકાય (સૂક્ષ્મ જીવો) વર્ષા થતી હોવાથી અને અન્ય નાના-મોટા જીવોની વિરાધનાના સંભવને કારણે ભગવાન મહાવીરના ફરમાન મુજબ વિહાર ન કરી શકાય તેથી હું બહાર એક વૃક્ષ નીચે (૧૦૩)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
રાત્રિ પસાર કરી લઈશ. પરંતુ હે દિવ્યાત્મા, આપની નેકી અને પરગજુપણાને કારણે આપ દેવગતિ પામ્યા છો. છતાં તમારી વાસના આવા ઈંટ, માટી, ચૂનાના તુચ્છ વિનાશી મકાનમાં કેમ ભટકે છે ? શું આ મકાન કરતાં આપના દેવભવનો ઓછા સારા છે ? જેથી આપ આવી ક્ષુલ્લક તૃષ્ણામાં રાચો છો. આ ક્રૂરતા – હિંસા આપની ભવ પરંપરા વધારી હીન ગતિ-દશાનું નિર્માણ કરશે.” પ્રશમરસમાં વહેતા મુનિવરની શાંત મધુરવાણીનો પ્રવાહ આગળ
વધ્યો.
“હે પવિત્ર આત્મા, રોષ છોડી શાંત બનો, ભાવિ જીવનને સુધારી લો. શાંતિ, સમાધિ, સમતા ધરી લો.’
મુનિવરની મીઠી, માર્મિક મધુર છતાં નીભિક અને ભાષાસમિતિયુક્ત પ્રેરકવાણી સાંભળી યક્ષ પ્રસન્ન થયો. તામસ યક્ષાયતનમાં પ્રકાશ ફેલાયો. દરિયાખાન પીરનો દિવ્યાત્મા નિજસ્વરૂપી વૈક્રિય દેહે સૌમ્ય સ્વરૂપે હાજર થયો. મુનિએ કેટલોક સમય ઉપદેશ આપતું પ્રેરક સંબોધન કર્યું. યક્ષનું હૃદયપરિવર્તન થતા બોલ્યો, “હે ધીર મુનિવર, મારી વાસનાનો ત્યાગ કરું છું. જ્યારે તક આપશો ત્યારે આપની સેવામાં ઉપસ્થિત રહીશ. સર્વથા આપનો જય હો, વિજય હો .....
અહીં ઉપાશ્રયમાં, શિવજીગુરુ ચિંતાતુર હતા. કર્મઠ મુનિને પીરના યક્ષાયતનમાં રાતવાસાની આકરી કસોટી કરવા મોકલ્યા બદલ પોતાની મતિને અવિચારી ગણી અરિહંત પ્રભુને પ્રાર્થના કરતા હતા.
જનસમૂહને ખબર પડતા માનવમેદની યક્ષાયતનમાં એકઠી થઈ. મુનિધર્મસિંહે રાત્રિની ઘટનાનું વૃત્તાંત કહી આ સ્થળ વસાહત માટે સુરક્ષિત અને યોગ્ય બનેલ છે તેની વાત કહી.
(૧૦૪)
Page #54
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો -
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) 'કાલવૈશિક મુનિ અને સતી દમયંતિની કથા
- ભાવેશ બી. શાહ
લોકો ધર્મસિંહજીના જયકાર, પૂ. શિવગુરુના જયકારના નાદ સાથે મુનિ સાથે ઉપાશ્રયમાં આવ્યા. ગુરુજીએ સફળતા બદલ આશીર્વાદ આપ્યા.
મુનિ સુંદરજી મોહનજી ભીખાજી . સોળ સાધુએ ધર્મસિંહજી સાથે જવાની આજ્ઞા માગી.
દરિયાપુરના તોતિંગ દરવાજાની કેટલીક ઓરડીઓમાં મુનિઓએ વાસ કર્યો. અહીંથી જ જનસમૂહને ઉપદેશ આપવો શરૂ કર્યો.
સુલતાનના કારભારી દલપતરાયશાહે ધર્મસિંહજીને રહેવા માટે અનુજ્ઞા આપી. ચોકીદારે તેનું ડહેલું આપ્યું. આ જોડિયા મકાનોમાં છીપાપોળનો ઉપાશ્રય બન્યો. આ ગચ્છ દરિયાપુર આઠ કોટિ સ્થાનકવાસી જૈન સંપ્રદાય તરીકે લોકજીભે પ્રસિદ્ધિ પામ્યો છે.
સંદર્ભ:- અધ્યાત્મ આભા, લે. ગુણવંત બરવાળિયા
(જૈનદર્શનના અભ્યાસુ ભાવેશભાઈ ગુજરાત વિધાપીઠમાં ‘આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઃ જૈન સાહિત્યના સંદર્ભે' - વિષય પર એમ.ફિલ. કરી રહ્યા છે.)
જૈન પરંપરામાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાને પોતાના આત્માની ઉન્નતિ માટે કર્મસિદ્ધાંતને અનુસરવું પડે છે, જે માટે બે પરિબળોની સંરચના પ્રરૂપવામાં આવેલી છે – તે છે પરિષહ અને ઉપસર્ગ. (૧) પરિષહ:
સામાન્ય અર્થમાં “પરિષહ” ને કસોટી તરીકે ઓળખવામાં આવે છે. રષદ ત્તિ રિષદ: અર્થાતુ જે સારી રીતે સહી શકાય એમ છે અથવા જે સહજતાથી સહન કરી લેવાય છે તે પરિષહ.
પરિષહ શબ્દને છૂટો પાડતા પરિ = ચારે બાજુથી અથવા વિશેષપણે સહ = સહન કરવું ‘તત્ત્વાર્થ સૂત્ર’ માં વાચક ઉમા સ્વાતિએ પરિષદને સમજાવતા કહ્યું છે કે,
HITચવન નિર્નરર્થ રિપઢિલ્ય રિપટ્ટ: મોક્ષમાર્ગમાં સ્થિર રહેવા અને કર્મનિર્જરાના હેતુથી જે સમભાવપૂર્વક સહન કરવામાં આવે તેને પરિષહ કહેવાય.
જૈન ધર્મની ઓળખ એવા આગમ ગ્રંથોમાંનો બહુમૂલ્ય ગ્રંથ ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' માં શ્રી સુધર્માસ્વામીએ તેમના શિષ્ય જંબુસ્વામીને ‘પરિષહ' નો અર્થ સમજાવતા કહ્યું છે કે જેમ બીજને અંકુરિત થવામાં પાણીની સાથે
(૧૦૬).
(૧૦૫)
Page #55
--------------------------------------------------------------------------
________________
- ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
તડકાની પણ આવશ્યકતા હોય છે તે પ્રકારે જીવનનિર્માણ માટે અનુકૂળતાની શીતળતા સાથે પરિષદની પ્રતિકૂળતા રૂપ ગરમીની પણ આવશ્યકતા રહેલી
સામાન્ય રીતે ગૃહસ્થો આવી પડેલા પરિષદો સહન કરવા માટે ઉત્સુક હોતા નથી. તેમાંથી મુક્ત થવા માટેનો જ તેમનો પ્રયાસ રહેલો હોય છે તેથી પરિષહનો ઉલ્લેખ જૈન સાધુઓના સંદર્ભે કરવામાં આવેલ છે.
આગમપ્રરૂપિત બાવીસ પરિષહ પૈકીના સોળમાં પરિષહ રોગ પરિષદને સમજાવતા કહી શકાય કે અનિષ્ટ આહાર મળવાથી અંતકાત આહાર કરનારા સાધુને શરીરે કદાચ રોગ ઉત્પન્ન થાય, તે રોગ પરિષહ છે. ज्ञात्वोत्पत्तितं दुःखं, वेदनया दुखार्वतः । ૩થીન: વાર્તસ્ત્રજ્ઞાં, પૃષ્ટarfધ સંદેતા (ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨ સૂ.૩૨) ' અર્થાત્ દુ:ખ એટલે નવરાદિક રોગને ઉત્પન્ન થયેલ જાણીને તેની વેદનાથી દુઃખાર્તિત થયેલા એટલે દુઃખ વડે પીડા પામેલા સાધુ દીનતા રહિત થયેલા પોતાના જ કર્મનું આ ફળ છે તેવી તત્ત્વબુદ્ધિને સ્થાપન કરે એટલે સ્થિર કરે તથા રોગથી વ્યાપ્ત થવા છતાં પણ તત્ત્વબુદ્ધિ સ્થિર કરે અને રોગથી ઉત્પન્ન થયેલ દુઃખ સહન કરે.
રોગ પરિષદના અર્થના કાલવૈશિકની કથાને આધારે વધુ સમજવાનો પ્રયત્ન કરીએ.
णच्चा उप्पइयं दुक्खं, वेयणाए दुहट्टिए । अदीणो ठावए पण्णं, पुट्ठो तत्थडहियासए ।
શરીરમાં ઉત્પન્ન થયેલા રોગને જાણીને એની વેદનાથી પીડા થવા છતાં સાધુ અદીનભાવે તેને સહન કરે, મારા જ કર્મનું ફળ છે એમ વિચારે.
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) મથુરા નગરીમાં જીતશત્રુ નામક રાજા હતો. તેમણે રૂપવતી કાલી નામની વેશ્યાને રાખી હતી. તેના દ્વારા રાજાને કાલવૈશિક નામક પુત્રનો જન્મ થયો. એકદા કાલવૈશિકને રાત્રિના સમયે પોતાના શયનખંડમાં શિયાળનો અવાજ સંભળાયો. સેવકો દ્વારા આ શિયાળને વનમાંથી પકડી લાવી મારવાનું શરૂ કર્યું. જેમ જેમ તેને મારતા ગયા તેમ તેમ શિયાળ મોટેથી ખી-ખી ચીસો પાડવા લાગ્યું, જે સાંભળી કુમારને આનંદ આવવા લાગ્યો. આખરે અકામનિર્જરાથી શિયાળ મરીને વ્યંતર તરીકે ઉત્પન્ન થયો.
એકદા સ્થવિર મુનિ ભગવંતોના સમાગમથી કાલવૈશિકને વૈરાગ્ય થતા ચારિત્ર વ્રત લીધું. એકાકી વિહાર કરતા તેઓ વિચરવા લાગ્યા. પૂર્વકર્મના ઉદયથી હરસ-મસાનો રોગ થયો. અતિ ભયાનક પીડા થવા છતાં મુનિએ મનમાં વૈદ્ય કે ઔષધની ઇચ્છા પણ ન કરી તેમજ મારો આ રોગ ક્યારે નાશ પામશે ? એવો વિચાર પણ મનમાં ન લાવ્યા, પરંતુ પોતાના કરેલા કર્મોનો આ દોષ છે એમ વિચારી ધીરતાથી તેઓ ઔષધ લીધા વિના આ વ્યાધિને સહન કરતા રહ્યા. તેમની સંસારી બેનને ભાઈ મહારાજને થયેલા આ રોગ વિષે જાણ થઈ તથા ઔષધ નહિ લેવાનો અભિગ્રહ જાણ્યો, ભાઈ મહારાજ પ્રત્યેના પ્રેમથી ભગિનીએ એક દિવસ ઔષધમિશ્રિત આહાર વહોરાવ્યો, વાપરતી વખતે મુનિને આહાર ઔષધમિશ્રિત છે તેવો ખ્યાલ આવતા તેમને ખૂબ દુ:ખ થયું અને સ્વગતે બોલ્યા, “અરે મેં આહારનો ઉપયોગ ન રાખ્યો હોત તો રસના જીવોનો નાશ ન થાત. તેથી આ ઔષધવાળા આહારનો ત્યાગ કરવો જ યોગ્ય છે.” તેથી તેઓએ નગરની બહાર પર્વત પર જઈ પાદોપગમન અનશન સ્વીકાર્યું. બીજી તરફ પૂર્વભવના વેરને અવધિજ્ઞાન વડે યાદ કરી શિયાળમાંથી દેવ બનેલા વ્યંતરદેવ મુનિને હેરાન કરવા માટે નીચે આવ્યા
(૧૦૮)
(૧૦૦)
Page #56
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો અને અનેક બચ્ચાઓ સહિતનું શિયાળવીનું રૂપ ધારણ કરી મુનિના શરીરને ખી-ખી કરતી અદેશ્ય રૂપે ખાવા લાગી. છતાં મુનિ સમતાભાવે આવેલ પરિષદને સહન કરતા રહ્યા. સતત પંદર દિવસ સુધી આ પીડાને સમભાવે સહન કરી મુનિ કેવળજ્ઞાન પામ્યા. જે રીતે કાલવૈશિક મુનિએ રોગ પરિષહ સહન કર્યો તે રીતે સહુ મુનિઓએ આ પરિષદને સહન કરવો જોઈએ. (૨) ઉપસર્ગ:
સંસ્કૃત ભાષામાંથી બનેલ ૩૫રસ શબ્દનો અર્થ આવી પડેલું ભયંકર કષ્ટ, ક્યારેક એ કષ્ટ મરણાન્તિક પણ હોય છે એટલે કે મૃત્યુમાં પરિણમનારું હોય છે.
જૈનાગમ “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' ના એકત્રીસમાં ચરણવિધિ અધ્યાયના સૂત્ર-૫ માં જણાવ્યા મુજબ
दिब्वे य जे उवसग्गे तहा तेरिच्छ माणुसे । जे भिक्खू सहई निच्चं से न अच्छड़ मण्डले ॥
અર્થાત્ દેવ, તિર્યંચ અને મનુષ્ય સંબંધી ત્રણ પ્રકારના ઉપસર્ગોને જે સાધુ સદા સહન કરે છે તે સંસારમાં રોકાતો નથી.
શ્રી સ્થાનાંગસૂત્રના દસમાં સ્થાનમાં ૧૫૨ મી ગાથા દસ અચ્છેરામાં ઉપસર્ગને સમજાવામાં આવેલ છે.
૩ઘસT: ઉપસર્ગ-ધર્મ આરાધકને, સાધકને ધર્મ કે સાધનામાર્ગથી ચલાયમાન કરવા, મનુષ્ય, તિર્યંચ કે દેવ, જે વિપ્નો ઉપસ્થિત કરે તેને ઉપસર્ગ કહે છે.
સામાન્યતઃ કેવળી ભગવાનને અને અનંત પુણ્યશાળી તીર્થકરોને ઉપસર્ગો આવતા નથી, પરંતુ મહાવીર સ્વામીને તીર્થકર અવસ્થામાં ઉપસર્ગ
(૧૦૯)
સહન કરવા પડ્યા હતા.
ઉપસર્ગના અર્થને વધુ સમજવા નળરાજા અને સતી દમયંતીને આવેલ ઉપસર્ગોની કથાને આધારે સમજી શકાશે. કથા:
અલૌકિક ચતુરાઈવાળી, દક્ષિણ દિશાની શોભારૂપ તેવા વિદર્ભ દેશમાં કંડિનપુર નામનું નગર હતું, જેમાં ૩૬ પ્રકારના શસ્ત્રોના સાગર, સિત્તેર લાખ સેનાનો સ્વામી, શત્રુસેનાને ભયંકર, ત્રણ ભુવનમાં ખ્યાત-કીર્તિ વાળા ભીમસેન નામના રાજવી રાજ્ય કરતા હતા. તેઓને મનોહર, સ્વમાની, દાનશીલ, ચતુર, નિર્મળતા, પવિત્ર શિયળવાળી આદિ ગુણો ધરાવતી પ્રિયંગુમંજરી નામે રાણી હતી. એકદા દેવી ચક્રેશ્વરીની આરાધના કરવાથી તેમના પર પ્રસન્ન થયેલ દેવીએ આપેલ શુભ આશિષ દ્વારા, દમનક મુનિ નામના ચારણ શ્રમણ મુનિવરની લબ્ધિ દ્વારા, રાણીના મસ્તક પર મંદાર નામના કલ્પવૃક્ષની માંજર ધારણ કરી ઉપનિષદો જેમ વિઘાને જન્મ આપે તેમ પ્રિયંગુમંજરીએ સર્વ પ્રકારના ક્લેશનો નાશ કરનારી પુત્રીને જન્મ આપ્યો. પુત્રીના જન્મ સમયે તેના ભાલ સ્થાનમાં ઉદય પામેલ નૂતન સૂર્ય જેવું, સકલ દિશાઓને પ્રકાશિત કરતું બ્રહ્મા વડે લાંછન-ચિહ્નના મિષથી તિલક જોવામાં આવ્યું અને તે સમયે લોકોએ આકાશમાં દિવ્ય વાણી સાંભળી કે, “આ કન્યા તેના ભર્તારને ત્રણ ખંડનું સામ્રાજય પ્રાપ્ત કરાવશે.” સાથે સાથે અદ્ભુત સુગંધ - મંદ તેમજ શીતળ પવન, આશ્ચર્યને ઉપજાવતી પુષ્પવૃષ્ટિ થવા લાગી, આકાશમંડળમાં જોરથી દેવ દુંદુભિ વાગવા લાગી અને પૃથ્વીતળ સ્વર્ગ સમાન બની ગયું. જન્મથી માંડીને જ સ્ત્રી સમુદાયના સમગ્ર ગર્વનું જાણે દમન કરતી હોય તેમ જણાવાથી કુટુંબ વર્ગે તે કન્યાનું ‘દમયંતી’ એવું યથાર્થ નામ રાખ્યું. વળી, તેના જન્મદિવસે દાવાનળથી
(૧૧૦)
Page #57
--------------------------------------------------------------------------
________________
- ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - પીડાયેલા કોઈ એક હાથી નગર મળે આવ્યો એટલે ભીમસેન રાજાએ “દવદંતી” એવું અપરનામ રાખ્યું. યુવાન અવસ્થામાં પહોંચતા દમયંતીએ વેદ-સિદ્ધાંત, પુરાણો, આગમો, સંહિતાઓ, તર્ક, ન્યાયશાસ્ત્ર, વ્યાકરણ, છંદ શાસ્ત્ર, સંગીત, નૃત્ય આદિ ચોસઠ કળામાં નિપુણતા પ્રાપ્ત કરેલ હતી. વિધિના લખેલ લેખ મુજબ દમયંતીના જીવનમાં નળરાજાનું આગમન થયું.
ગંગા નદીના જળ શોભતા આર્યવર્ત દેશમાં નિષધા નગરીમાં પરાક્રમી વીરસેન રાજા પોતાની ચારિત્રશીલ, દાનશીલ, રાણી રૂપવતી સાથે રાજય કરતા હતા. ઉભય મહાયોગની પ્રાપ્તિ તથા સૂર્યનું મેષ રાશિમાં આવવું અને ઉચ્ચ સ્થાને બિરાજેલા પાંચ શ્રેષ્ઠ ગ્રહો યુક્ત હતા તે સમયે રાણી રૂપવતીએ પુત્રરત્નને જન્મ આપ્યો.
ધર્મ ખાતર અર્પણ કરાયેલ ધન સજજન પુરુષો પાસેથી હરી લેશે નહિ” એમ માની ચતુર કુટુંબી વર્ગે તેનું નામ ‘નળ” રાખ્યું. નળે છ અંગો, ચાર વેદો, છ દર્શન, છ પ્રકારના રસશાસ્ત્ર, છ પ્રકારની ભાષા, તત્ત્વનું જ્ઞાન મેળવેલું હતું. એકદા સરસ્વતી દેવીના શ્રાપથી દુઃખી એવા તેમના વાહન હંસ દ્વારા નળ રાજાને દમયંતીના અપ્રતિમ સૌંદર્ય તથા ગુણગાનની પ્રશંસા સાંભળી મનોમન દમયંતીને પોતાની રાણી બનાવવાનો દઢ નિર્ણય કર્યો. રાજા ભીમસેન દ્વારા આયોજિત સ્વયંવરમાં દમયંતીને વરમાળા પહેરાવી પત્ની તરીકે સ્વીકાર કર્યો. પોતાની જુગટું રમવાની કુટેવના લીધે પોતાના પિતરાઈ ભાઈ કુબેરથી ધૃતક્રીડામાં હારીને પત્ની દમયંતી સાથે વનવાસ ભોગવવો પડ્યો અને પોતાના સંતાનોને કુંડીનપુર મોકલ્યા. સતી દમયંતીને પોતાની કુટેવના લીધે ભોગવવું પડતું દુ:ખ ન જોઈ શકતા તેમણે રાત્રિના સમયે દમયંતીનો ત્યાગ કર્યો. પતિના ત્યાગથી દુઃખી થયેલ દમયંતી ખરેખર દુષ્ટ કર્મોનું ફળ તાત્કાલિક ઉદયમાં
(૧૧૧)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) આવે છે તે સમજી ગઈ. ખરેખર કર્મરાજાનું આધિપત્ય છે. સતી દમયંતી એક વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતી હતી. આવી વિશિષ્ટ વ્યક્તિની મનઃસ્થિતિ જ એવી હોય છે કે તેઓ તેમની પર આવી પડેલ સાનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગોને આત્મા અને દેહથી ભિન્ન ગણી શકે છે.
એકદા સૂર્યના પ્રકાશનું પ્રતાપહીન જાણીને હિંસક પશુઓ ચોરોની માફક તે સમયે સ્વેચ્છાપૂર્વક વિચરવા લાગ્યા અને રાહુ જેમ ચંદ્રની કલાને ગળી જાય તેમ કોઈ એક મહા ભયંકર અજગર દમયંતીને ગળી ગયો. અજગરના મુખમાં મધ્ય ભાગમાં રહેલી વિહ્વળ બનેલી નાભિ પર્યન્ત ગળાયેલી, અજગરના મુખમાંથી બહાર આવવા મથામણ કરવા લાગી. અજગરના ઉદરમાં ઉગ્ર લાળથી લેપાયેલા અંગવાળી દમયંતીએ સાક્ષાતુ અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં આવી હોય તેવું અનુભવ્યું અને મૃત્યુને નજીક જાણી “મને ધર્મનું શરણ હો !” એમ ઉચ્ચ સ્વરે વારંવાર બોલવાથી કોઈક એક ભીલે તેનો ધ્વનિ સાંભળી કુહાડીના ઘાથી અજગરને ચીરી દમયંતીને બહાર કાઢી. દમયંતીનું રૂપ જોઈ ભીલે તેની તરફ કુદૃષ્ટિ રાખી. અતિ શીલવાન સતી દમયંતીએ પોતાના શીલની રક્ષા માટે તેને શ્રાપ આપી ભસ્મીભૂત કર્યો. આવી પડેલ ઉપસર્ગને મનથી સમતા, સ્વસ્થતા કેળવી નવા અશુભ કર્મો બંધાય નહીં અને ઉદયમાં આવેલા અશુભ કર્મો ભોગવી કર્મનિર્જરા કરી.
સંદર્ભ:- તત્ત્વાર્થ સૂત્ર, જૈન આગમ ગ્રંથો, દમયંતી ચરિત્ર
(૧૨)
Page #58
--------------------------------------------------------------------------
________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
દટવીર્યમુનિનું કથાનક
- શ્રી ખીમજી છાડવા
(જૈનદર્શનના અભ્યાસુ ખીમજીભાઈ છાડવા બૃહદ્ મુંબઈ સ્થા. જૈન મહાસંઘ તથા તારદેવ જૈન ઉપાશ્રયના ટ્રસ્ટી છે. જૈન શિક્ષણ તથા જ્ઞાનસત્રોના આયોજનમાં રસ ધરાવે છે.)
જૈન કથા સાહિત્ય વિવિધ પ્રકારે આલેખાયું છે. શ્રી સ્થાનાંગ સૂત્રમાં ધર્મકથાના ચાર પ્રકાર દર્શાવ્યા છે. જેમકે, (૧) આક્ષેપણી કથા : જે કથાઓ જ્ઞાન અને ચારિત્ર પ્રત્યે આકર્ષણ પેદા કરે
(૨) વિક્ષેપણી કથા : જે કથા સન્માર્ગની સ્થાપના કરતી હોય. (૩) સંવેદની કથા જે કથા જીવનની નશ્વરતા, દુઃખ બહુલતા અને શરીરની
અશુચિતા બતાવીને વૈરાગ્ય ઉત્પન્ન કરતી હોય. (૪) નિર્વેદની કથા : જે કથા કૃત કર્મોના શુભાશુભ ફળ બતાવીને સંસાર
પ્રતિ ઉદાસીનતા બતાવે છે.
આ ચાર પ્રકારની કથાના બીજા ચાર ચાર પ્રભેદ પણ બતાવ્યા છે. આમ, કથાસાહિત્યમાં ધર્મકથા જીવનનું આમૂલ પરિવર્તન કરનારી શ્રેષ્ઠતમ કથા છે.
આગમ સાહિત્યમાં આવતી કથાઓનું પાત્રોની પ્રધાનતાની દૃષ્ટિએ પણ વિભાજન કરવામાં આવ્યું છે. જેમકે, ઉત્તમ પુરુષોના કથાનકો, શ્રમણ કથાનકો, શ્રમણોપાસક કથાનકો. નિન્દુવ કથાનકો વગેરે વગેરે. આ કથાનકોમાં મુખ્ય વિષય તરીકે તીર્થકરોના ચરિત્ર, શ્રમણ ભગવંતની સંયમ સાધના, પરિષહ જય, તપશ્ચર્યા, જ્ઞાન, ધ્યાન વગેરેને દર્શાવ્યા છે.
(૧૧૩)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) આ કથાઓનો વિકાસ પણ મનોવૈજ્ઞાનિક ઢબે થયો છે. કથાના વિકાસનું પ્રથમ સ્તર અસંભવથી દુર્લભતરફ જવાનું છે. આગમકથા કહે છે કે, સંસારમાં રહીને મુક્તિ પ્રાપ્ત કરવી અસંભવિત છે. તેથી મુક્તિ પ્રત્યે ઉત્કંઠા જાગે છે ત્યારે કથા સાંભળનાર પૂછે છે કે શું સાચે જ સંસારીને મુક્તિ મળતી નથી ? તેના ઉત્તરમાં કથાકાર કહે છે કે ના, એ વ્યક્તિ તીર્થકર જેવું કોઈ તપ કરે તો તેને મુક્તિનો અનુભવ થાય છે, આથી મુક્તિ અસંભવિત સ્થિતિમાંથી દુર્લભ સ્થિતિમાં આવી જાય છે. આ તીર્થકરોનું જીવન પ્રસ્તુત કરવાની ભૂમિકા છે.
આ પછી અપૂર્વ વૈભવનો ત્યાગ, કષ્ટપદ વ્રતોનું પાલન, તપશ્ચર્યા, ધ્યાન અને યોગ દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિની કથા મુક્તિમાર્ગને દુર્લભમાંથી સંભવિતની કોટિમાં લાવે છે. આ કથાના વિકાસનું બીજું સ્તર છે. આને મુનિધર્મના વિવેચન માટેની ભૂમિકાની સંજ્ઞા આપી શકાય.
મુક્તિ તપશ્ચર્યાથી સંભવિત છે, આ વાત સમજમાં આવ્યા પછી એ તપશ્ચર્યાને સંભવિતમાંથી સુલભ દર્શાવવા માટે બીજી કથાઓ કહેવામાં આવે છે. નૈતિક આચરણ, કર્મસિદ્ધાંત વગેરે કથાઓ મુક્તિને સંભવિતમાંથી સુલભ બનાવીને તેમાં જન સમુદાયની રુચિ ઉત્પન્ન કરે છે. આને કથાના વિકાસની ત્રીજી અવસ્થા કહી શકાય.
કથાના વિકાસની ચોથી અવસ્થા પ્રતિપાદ્ય વિષયને સુલભમાંથી અનુકરણીય બનાવવાની પ્રવૃત્તિની સાથે સંબંધિત છે. આ ભૂમિકા પર કથાકાર કહે છે કે, તમે જુઓ, સાધુ-ભગવંત, શ્રાવક કે મુનિએ આ પ્રમાણે કર્યું અને તેનું આ ફળ મેળવ્યું. તમે પણ આમ કરશો તો તમને પણ આવું આવું ફળ
મળશે.
જૈન આગમોમાં અધિકાંશ કથાઓ આ જ પ્રકારની છે. આ કથાના
(૧૧૪)
Page #59
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો વિકાસક્રમથી જન સમાજને બોધ આપવાનો પ્રયાસ થયો છે. આગમશાસ્ત્રોમાં સંયમી સાધકના જીવનમાં આવતા મુખ્ય બાવીસ પરિષદોની કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ સુધા પરિષહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કારણકે અન્ય કષ્ટોની અપેક્ષાએ ક્ષુધાનું કષ્ટ અધિક બળવાન છે. એને સમતાપૂર્વક સહન કરવું કોઈ સામાન્ય વાત નથી. માટે જ શાસ્ત્રકારોએ પણ સાધુના બીજા પરિષહોની અપેક્ષાએ ક્ષુધા પરિષહ દુર્જેય ગણ્યો છે. માટે જ કહ્યું છે ને,
“पंथसमा नत्थि जरा, दारिद्रसमो य परिभवो नत्थि ।
मरणसम नत्थि भयं, नुहासमा वेयणा नत्थि ॥"
અર્થાત્:- માર્ગના સમાન જરા (દુઃખ) કોઈ નથી, દારિદ્રયના જેવું અન્ય કોઈપણ અનાદર નથી, મરણ સમાન ભય નથી અને સુધા જેવી કોઈ વેદના નથી. આમ, સાધુ ભૂખથી પીડિત હોવા છતાં પણ નવ પ્રકારના વિશુદ્ધ આહારને જ ગ્રહણ કરી સુધાપરિષહ ઉપર વિજય મેળવી પોતાની સંયમયાત્રા આગળ વધારે. સુધાપરિષહ ઉપર વિજય મેળવનાર એવા દેઢવીર્ય મુનિનું કથાનક જૈન આગમોમાં જોવા મળે છે જે નીચે મુજબ છે :
દઢવીર્ય મુનિનું કથાનક સેંકડો વર્ષ પૂર્વની આ વાત છે. ઉજજૈની નગરીમાં ગજમિત્ર નામના એક શેઠ રહેતા હતા. તેમને એક પુત્ર હતો. તેનું નામ દેઢવીર્ય હતું. કાળનું કરવું કે શેઠની પત્નીનો દેહાંત થઈ ગયો. તેથી શેઠને સંસાર, શરીર અને ભોગોથી મન ઊઠી ગયું, વૈરાગ્યભાવ આવી ગયો અને પોતાના પુત્રની સાથે તેમણે દીક્ષા ગ્રહણ કરી લીધી. સાધુચર્યાની વિધિ અનુસાર સશિષ્ય તેઓ વિહાર કરી વિચરવા લાગ્યા.
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) તેઓ જન સમુદાયને ધર્મનો ઉપદેશ આપતા આપતા સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતાં કરતાં ગ્રામાનુગ્રામ વિચરતા હતા. એક સમયની વાત છે કે વિહારમાં એ મુનિરાજ માર્ગ ભૂલી ગયા અને ભયંકર અટવીમાં જઈ ચડ્યા. ત્યાં પહોંચતા તેમણે જોયું કે જયાં ત્યાં મૃગોના ટોળા દોડી રહ્યા હતા, ક્યાંક શિયાળવા લાગી કરી રહ્યા હતા, સિંહ ગર્જી રહ્યા હતા, તો ક્યાંક સિંહની ગર્જના સાંભળી ભયથી ભયભીત નાના નાના પ્રાણીઓ અહીં તહીં નાસભાગ કરી રહ્યા હતા. તો વળી આ ભયાનક અટવીમાં હાથીના ચિત્કાર પણ સંભળાઈ રહ્યા હતા. આમ, ચારે બાજુ જંગલી પ્રાણીઓનો કોલાહલ સંભળાઈ રહ્યો હતો.
આ જંગલમાં ચારેબાજુ મોટા મોટા તોતિંગ વૃક્ષો હતા અને તેની ડાળીઓ પણ અરસપરસ વીંટળાઈને ઝૂંડ જેવી લાગતી હતી. પ્રકાશનું કિરણ પણ અંદર પ્રવેશી શકે નહીં એવું ગાઢ આ જંગલ હતું. વળી, કેટલાક કાંટાવાળા વૃક્ષોના કાંટા જમીન ઉપર અહીં તહીં વેરાયેલા હતા. જમીન ઉપર ઉગેલા ઘાસ વગેરેને કારણે ચાલવા માટે સરળ માર્ગ પણ દેખાતો ન હતો અને વળી જમીન ઊંચી નીચી અને કાંટાથી ભરેલી હતી.
આવા જંગલમાં ચાલતા ચાલતા ગજમિત્ર મુનિરાજના પગોમાં ઘણા કાંટા વાગ્યા, જેના કારણે ખૂબ વેદના થવા લાગી. તેમના પગના તળિયા કાંટાથી વિંધાઈ ગયા હોવાથી તેઓ આગળ વિહાર કરી શકે તેમ ન હોવાથી તેમણે તે સમયે પોતાની બાકી રહેલ આયુષ્ય ઘણું ટૂંકું જાણીને ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવાના ભાવથી પોતાના શિષ્યને કહ્યું, “તમે અહીંથી કોઈ અન્ય સ્થળે વિહાર કરી જતા રહો, આ સ્થળે મારી સાથે રહેવાથી તમારે પણ ભૂખનો તીવ્ર પરિષહ સહન કરવો પડશે.”
(૧૧૫)
(૧૧૬)
Page #60
--------------------------------------------------------------------------
________________
- ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - ગુરુની આ વાત સાંભળીને શિષ્યએ કહ્યું, “હે ગુરુભગવંત! જે પ્રકારે છાયા વૃક્ષને છોડતી નથી તેવી રીતે હું પણ આપના ચરણકમળને છોડીને અન્યત્ર ક્યાંય પણ જઈશ નહીં.” શિષ્યની આ પ્રકારની વાત સાંભળીને ગુરુ મહારાજે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરી દીધો. શિષ્યએ પણ આ પરિસ્થિતિમાં પોતાના ગુરુ મહારાજની સેવા કરવાનો પ્રારંભ કરી દીધો. તે જંગલમાં જો કે, અનેક પ્રકારના સુંદર અને સ્વાદિષ્ટ ફળો હતા, તો પણ તેણે તે તોડવાનો સ્વપ્નમાં પણ વિચાર ન કર્યો. વૃક્ષોની નીચે તૂટીને પડેલા જે ફળ દેખાતા તેને પણ સચિત્ત માનીને ગ્રહણ કર્યા નહીં તથા કોઈ કોઈ ફળ અચિત્ત હોવા છતાં આપનારના અભાવથી તે અદત્ત હોવાથી લીધા નહીં. આમ શિષ્ય દઢવીર્ય આહાર માટે જતો અને થોડે દૂર ત્યાંથી પાછા ફરી આવતો કેમ કે એક તો ત્યાં વસ્તી હતી નહીં. માટે ત્યાં આહારનો કોઈ જોગ મળતો ન હતો, બીજું માર્ગ અત્યંત દુર્ગમ હોવાથી તે રસ્તે કોઈપણ વટેમાર્ગ પણ આવતો જતો ન હતો, પરંતુ શિષ્ય અનન્ય ભાવથી ગુરુની સેવા કરતો હતો. ભૂખ એક એવી વસ્તુ છે કે જે આત્માની અંદરના ભાગમાં પ્રવેશ કરીને પોતાનો પ્રબળ ભાવ બનાવે છે. કહ્યું પણ છે ને, “ભૂખથી પીડાતા પ્રાણીમાં વિવેક, લજજા, દયા, ધર્મ, વિદ્યા, સ્નેહ, સૌમ્યતા, બળ આદિ સઘળા સદ્દગુણો નાશ પામે છે.” | મુનિ દેઢવીર્ય શિષ્યના આત્માના ઊંડાણમાં જો કે ભૂખની તીવ્ર વેદના થઈ હતી તો પણ તે કોઈપણ વખત કાયર ન બન્યો. પોતાના વર્ષોલ્લાસથી તેણે ક્ષુધા પરિષહને ખૂબ સહન કર્યો અને ગુરુ મહારાજની સેવાભક્તિ કરી. કારણ કે શિષ્યને એ પૂર્ણ શ્રદ્ધા હતી કે કર્મનિર્જરા માટે ક્ષુધા પરિષહ સહન કરવો જોઈએ. પગમાં લાગેલા કાંટાઓની વેદના રોજબરોજ વધવા લાગી. પોતાના આયુના અંત સમયમાં સમાધિભાવથી ગુરુજી કાળધર્મને પામી પ્રથમ કલ્પમાં વૈમાનિક દેવ બન્યા. તેઓએ દેવની પર્યાયમાં પોતાના પૂર્વભવને
(૧૧)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) અવધિજ્ઞાનથી જાણીને શિષ્યની પ્રાણરક્ષા નિમિત્ત દિવ્ય શક્તિથી તે અટવીની સમીપ એક વસ્તીનું નિર્માણ કર્યું અને પોતે મનુષ્યના રૂપમાં પ્રગટ થઈ શિષ્યને કહેવા લાગ્યા કે, “અહીંથી નજીક જ એક વસ્તી દેખાય છે માટે ત્યાંથી તમે આહાર પાણી લઈ આવો.” દેવની આ પ્રકારની વાતને સાંભળીને શિષ્યએ ચિંતન-મનન કર્યું કે, આ કોઈ દેવ મારી છલના કરે છે, હું પહેલા કેટલીય વખત ત્યાં ગયો છું, પરંતુ મને કોઈ વસ્તી દેખાઈ નથી. માટે ત્યાંથી આહારપાણી લાવવા ઉચિત નથી.”
શિષ્યની આ પ્રકારની દઢ ધારણા જોઈને તે દેવનો જીવ ખૂબ જ પ્રસન્ન થયો અને પ્રગટ થઈને શિષ્યની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. તેમણે કહ્યું કે,
આપને ધન્યવાદ છે. વ્રતનું પાલન કરવામાં દેઢ પ્રતિજ્ઞ છો.” આમ શિષ્યએ પણ દુઃસહ ભૂખનો પરિષહ સહન કરવાથી ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ બની પ્રશસ્ત ધ્યાન અને શુભ અધ્યવસાયના બળ ઉપર કેવળજ્ઞાનનો લાભ મેળવી મોક્ષગતિ પ્રાપ્ત કરી. દેવ કે જે તેના ગુરુ મહારાજનો જીવ હતો, તેણે પોતાના પૂર્વ પર્યાયના શિષ્યને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાનના અને નિર્વાણના ઉત્સવને મનાવીને પોતાના સ્થાને ગયા. આવી રીતે પ્રત્યેક મુનિનું કર્તવ્ય છે કે તે દેઢવીર્ય મુનિની માફક ક્ષુધા પરિષદને સહન કરે.
આમ, દઢવીર્ય મુનિએ સુધાને સમતાથી સહન કરીને પોતાની સાધુચર્યા પર અટલ રહીને સુધાપરિષહ પર સર્વતોભાવી વિજય મેળવ્યો અને ભવભ્રમણનો અંત કર્યો. સંદર્ભ ગ્રંથ:શ્રી સ્થાનાંગ સૂત્ર, શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન પ્રકાશન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી વાસીલાલ મ.સા. શ્રી જૈનશાસનના ચમકતા હીરા – શ્રી વરજીવનદાસ વાડીલાલ શાહ
(૧૧૮)
Page #61
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
આચાર્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામી
- ડૉ. પાર્વતી નેણશી ખીરાણી
(જૈન સિદ્ધાન્ત આચાર્ય.A. (Jainology)Ph.D.(જૈન સાહિત્ય) M.A. (Sanskrit) જૈન ધર્મનો અભ્યાસ કરનાર અને કરાવનાર જ્ઞાનસત્રજૈન સાહિત્ય સમારોહમાં સંશોધનપત્રો રજૂકરનાર. છાડવા ધાર્મિક શિક્ષણ બોર્ડમાં સક્રિય છે.)
પરાપૂર્વથી ચાલ્યા આવતા આ વિશ્વમાં જૈનદર્શન પોતાના વિશિષ્ટ સિદ્ધાંતો અને નિયમોને કારણે અગ્રસ્થાને છે. આ દર્શનની અંદર અનેક નરપુષ્પો ખીલીને પોતાની સુગંધનો પમરાટ પ્રસરાવીને અનંતની વાટે વિલીન થઈ ગયા. પુષ્પ જેમ પીસાઈને પમરાટ ફેલાવી જાય છે, એ જ રીતે આ માનવપુષ્પોએ પણ પરિષદના પરિતાપ પીસાઈને પણ પોતાનો પમરાટ ફેલાવ્યો છે.
આવું જ એક પુષ્પ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ભોરારા ગામમાં શ્રવણ ભારમલ દેઢિયા અને આશઈબાઈના જીવનબાગમાં વિ.સં. ૧૯૨૧ જેઠ સુદ બીજના દિવસે ખીલ્યું. ફૂલનું નામકરણ થયું ગણપતભાઈ.
આ પુષ્પ ખીલ્યું એ સમયે સમાજમાં ઘોડિયા લગ્નની પ્રથા હતી. એટલે એ ય ફૂલ ખીલતાની સાથે જ નજીકના જ ગુંદાલા ગામના રાંભિયા દેવાભાઈ પાંચારીયા મૂળજીભાઈને એમની સુપુત્રી મેઘઈબાઈ માટે અર્પણ કરવાનું નક્કી થઈ ગયું. અર્થાત્ ગણપતભાઈનું સગપણ મેઘઈબાઈ સાથે નક્કી થઈ ગયું, પરંતુ એ ફૂલને આ માન્ય ન હતું કારણ કે એને તો શાસનચરણે સમર્પિત થવું હતું.
ગણપતભાઈ દશ વર્ષની ઉંમરના હતા અને જીવનમાં ઝંઝાવાત આવતા એમનું વડીલ ફૂલ પિતૃ શ્રવણભાઈ જીવનબાગમાંથી ખરી પડ્યું, જે એમના
(૧૧૯)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) વૈરાગ્યનું નિમિત્ત બની ગયું. પ્રતિદિન ઉપાશ્રયમાં જતા-આવતા ત્યાં પ.પૂ. રયાબાઈ મહાસતીજીના પરિવારના પ.પૂ. પૂરીબાઈ મહા. ના ઉપદેશથી જાગૃતિ આવી, વૈરાગ્યભાવ વૃદ્ધિ પામતા પ્રવજયાપંથે પ્રયાણ કરવાની ભાવના જાગી. પછી પ.પૂ. નથુજી સ્વામી ભોરારા પધાર્યા ત્યારે એમના ઉપદેશથી સંયમ સ્વીકારવાની ભાવના તીવ્ર બની ગઈ. સંત-સમાગમ વધતો ગયો. એમની સાથે એમના લઘુબંધુ વીરજીભાઈ પણ જોડાયા. બંને ભાઈઓએ ગુરુદેવને દીક્ષા આપવા માટે વિનંતી કરી. ગુરુદેવે પરિવારની સંમતિ મેળવીને પછી દીક્ષા લેવાનું કહ્યું.
એમણે પોતાના વડીલબંધુ નરપાળભાઈ પાસે દીક્ષાની અનુમતિ માંગી. નરપાળભાઈએ ગણપતભાઈને સમજાવતા કહ્યું કે દીક્ષા તો તલવારની ધાર પર ચાલવા જેવું કઠિન કાર્ય છે. કેશાંચન, ભિક્ષાચાર્ય, ટાઢ-તડકામાં વિહારયાત્રા, પરિષહ-ઉપસર્ગનું સહેવું વગેરે ભયસ્થાનો રહેલા છે. વળી, તારી ઉંમર પણ નાની છે. આમ, ખૂબ સમજાવ્યા પણ ગણપતભાઈ દેઢ રહ્યા. ત્યારે પિતરાઈ ભાઈ પતાભાઈએ કઠોર થઈને સમજાવટ કરી પણ ના માન્યા, ત્યારે એમને કાકાની વાડીએ લઈ ગયા ત્યાં મજબૂત દોરડું ગણપતભાઈની કેડે બાંધી એમને કૂવામાં ઉતારીને પાણીની સપાટી સુધી પહોંચાડીને પૂછ્યું, “બોલ શું વિચારે છે ? સાધુ થવાનું બંધ રાખ તો કૂવામાંથી કાઢીશ, નહીંતર પાણીમાં ડૂબાડીશ.” પણ ગણપતભાઈ મક્કમ રહીને એક જ રટણ કરવા લાગ્યા કે, ‘જીવતો રહીશ તો સાધુ થઈશ' માત્ર ચૌદ વર્ષની ઉંમરને પણ ગજબની દઢતા પૂર્વભવના સંસ્કારનું પરિણામ કે પછી બીજું કાંઈ?
આ રીતે સફળતા ન મળતા એમણે કૂવામાંથી બહાર કાઢીને ઘર તરફ ચાલવા માંડ્યું. રસ્તામાં ભૂખી નદી આવી. વૈશાખ માસ અને તેમાંય મધ્યાહ્નનો
(૧૨૦)
Page #62
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - સમય હતો. ખુલ્લા પગે ચાલી ન શકાય એવી અંગારા જેવી ધગધગતી રેતીના પટમાં ગણપતભાઈને ખુલ્લા શરીરે સુવાડીને ફરીથી પૂછ્યું કે બોલ શું વિચારે છે? એમનો એક જ જવાબ હતો, ‘જીવતો રહીશ તો સાધુ થઈશ.’ આમાં પણ નિષ્ફળતા મળતા ઘરે જઈને એક ઓરડામાં પૂરી દીધા. ત્યાં પણ ત્રણ દિવસ સુધી આહાર-પાણી વગર પૂરાયેલા રહ્યા છતાં અરેકારો નહિ. ચોથે દિવસે બારણું ખોલીને પૂછ્યું તો એક જ જવાબ ‘જીવતો રહીશ તો સાધુ થઈશ.’
આમ, દરેક પ્રયાસોમાં નિષ્ફળતા મળતા જ્ઞાતિના આગેવાનો અને કુટુંબીજનોએ એમના ભાઈઓને જણાવ્યું કે હવે એમની વધારે પરીક્ષા ન કરો. દીક્ષા લેવાની ઇચ્છા છે તો હવે રાજીખુશીથી દીક્ષા અપાવો. તેમાં તમારું અને એમનું બન્નેનું હિત છે. એની નરપાળભાઈ અને પેથાભાઈ પર સારી એવી અસર થઈ.
આમ નરપાળભાઈ દીક્ષા આપવાનો વિચાર કરતા હતા એ દરમિયાન શ્રી ગણપતભાઈ ગુંદાલા પહોંચી ગયા અને જેમની સાથે સગપણ થયું હતું એમને ચુંદડી ઓઢાડીને કહ્યું કે “આજથી જ તું મારી બહેન છે; મને દીક્ષા લેવામાં અંતરાય ન પાડતા.’ આમ, એમની પણ દીક્ષા માટે પરવાનગી લઈ આવ્યા.
આમ બધી કસોટી બાદ ગણપતભાઈ અને વીરજીભાઈની લીંબડી સંપ્રદાયમાં દીક્ષા થઈ. સાધુજીવનમાં પણ સોનાની જેમ ઝળકી ઉઠ્યા.
આપણા કથાનાયક ગુલાબચંદ્રજીએ સંયમના આચારની મર્યાદાઓનું પાલન કરતા કરતા જે પરિષદો સહન કર્યા એમાંના બે પરિષહો ઉલ્લેખનીય છે, જેનું અહીં આલેખન કરું છું.
Rઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) (૧) આક્રોશ વચનનો પરિષહ:
વિ.સ. ૧૯૪૭ ની આ વાત છે. પંડિતરાજ શ્રી ઉત્તમચંદ્રજી સ્વામી સાથે પૂ. શ્રી ગુલાબચંદ્રજી સ્વામી ગુજરાતમાં વિહાર કરતા કરતા મહી નદી પાસે આવેલ ‘વાસદ' નામના ગામમાં પધાર્યા. એ ગામમાં શ્રાવકોના ઘર નહોતા. તપાસ કરતા જાણવા મળ્યું કે ગામ બહાર ખાખી બાવાની જગ્યા છે. ત્યાં જઈને ઉતારો કરો. એમણે ખાખી બાવાની જગ્યાએ જઈને એક રાતવાસો કરવાની અનુમતિ માગી. ખાખી બાવાજીએ ખુશીથી રજા આપી. તેથી ત્યાં ઉતારો કર્યો અને પાટીદાર ભાઈઓના ઘર હતા ત્યાંથી ગોચરી વહોરીને વાપરી.
ખાખી બાવાજી પણ ભક્તિવાળા હતા, પણ જૈનમુનિના આચારવિચારની એમને ખબર નહોતી. તેથી તેણે ભક્તિભાવપૂર્વક પોતાના રસોઈયા સાથે રોટલી અને કેરીઓ મોકલાવી. પણ તે સાધુ ભગવંતોને કહ્યું નહીં. એક તો ખાખી બાવાજીની આજ્ઞા લઈને રહ્યા હતા એટલે એ શધ્યાંતર થયા. એટલે નિયમ પ્રમાણે શઠાંતરનો આહાર કહ્યું નહીં તેમજ સામે લાવેલો આહાર પણ કલ્પ નહીં. તેથી ગુરુભગવંતોએ એને સ્વીકારવાની ના પાડી. તેથી તે રસોઈયો એ લઈને પાછો જતો રહ્યો.
સૂર્યાસ્ત થતાં ગુરુ ભગવંતો પ્રતિક્રમણ કરીને સ્વાધ્યાયમાં લીન હતા. ત્યારે રાત્રિના સમયે ખાખી બાવાજીને ત્યાં ઠાકોરજીની આરતી ઉતારવામાં આવી. પછી દરેક ભક્તોને ઠાકોરજીનું ચરણામૃત – પ્રસાદી આપવામાં આવી. તે સમયે ખાખી બાવાજીને સાધુઓનું સ્મરણ થતાં પૂજારીને કહ્યું, “જૈન સાધુઓ કી તીન મૂર્તિ આઈ હૈ ઉન્હીં કો ભી ચરણામૃત દેના ચાહીએ.” તેથી પૂજારીજી ચરણામૃત લઈને જયાં ગુરુ ભગવંતો સ્વાધ્યાય કરતા હતા ત્યાં આવ્યો અને ચરણામૃત આપવા લાગ્યો ત્યારે સૂર્યાસ્ત પછી અમારા માટે આ બધું વજર્ય છે. એમ કહીને ચરણામૃત લીધું નહીં.
(૧૨૨).
(૧૨૧)
Page #63
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો ખાખી બાવા પાસે જઈને પૂજારીએ એ હકીકત જણાવી. આ સાંભળીને જૈન સાધુના આચારથી અજાણ એવા બાવાજીનો મિજાજ ગયો. તેમને ચરણામૃતના અસ્વીકારમાં પોતાનું અપમાન લાગ્યું. તેમના ક્રોધનો પારો આસમાને ચડી ગયો અને એલફેલ બોલવાનું શરૂ કરી દીધું. બૂમ-બરાડા પાડીને પછી પૂજારીને કહ્યું કે અભી કે અભી તીનો મૂર્તિઓ કો ઈસ જગા મેં સે હટા દો. પૂજારીએ જઈને ગુરુદેવોને ખાખી બાવાનું ફરમાન કહી સંભળાવ્યું.
આ સાંભળીને ૫. શ્રી ઉત્તમચંદ્રજી સ્વામીએ પૂજારીને સમજાવ્યા કે અમારી શાસ્ત્રજ્ઞા પ્રમાણે, અમારા ધારા-ધોરણ પ્રમાણે અમે રાત્રે વિહાર કરી શકીએ નહીં. સૂર્યોદય થતાં અમે “અહીંથી ચાલ્યા જઈશું.’
પરંતુ, ખાખી બાવાને ગળે આ વાત ઉતરી નહીં. તેથી તેનો ક્રોધાગ્નિ જલતો જ રહ્યો. રાત્રિના બાર વાગ્યા સુધી તેની કર્કશ ભાષા સંભળાતી જ રહી, પણ સમતાભાવમાં લીન બનેલા ગુરુ ભગવંતોએ એ આક્રોશ વચનનો પરિષહ ખૂબજ સમભાવે સહન કર્યો. (૨) ક્ષુધા - તૃષાનો પરિષહ:
વિ.સં. ૧૯૬૭ની આ વાત છે. ત્યારના સમયે સૌરાષ્ટ્રમાંથી કચ્છમાં આવાગમન માટે રાહ રસ્તો જ હતો. સૂરજબારીનો પુલ બંધાયો નહોતો. માળિયાથી જઈએ તો નાનું રણ ત્રણ ગાઉનું જ છે, પણ તેમાં વહેલું પાણી આવી જતું હોવાથી વેણાસરનું રણ ઉતરવું પડતું. તે રણે પાંચ ગાઉનું છે અને રણના કાંઠાથી કરચ્છ વાગડમાં આવેલું પેથાપુર નામનું ગામ નજીકનું નજીક ગણાય એ પણ ત્રણ ગાઉ દૂર હોવાથી આઠ ગાઉનો પંથ થાય (અંદાજથી ૨૪ કિ.મી.), પણ આ રણ પોષથી ફાગણ મહિના સુધી જ ઉતરી શકાય. પછી એમાં પણ પાણી આવી જતું. આમ, જ્યારે બંને રણ ઉતરી ન શકાય ત્યારે
(૧૨૩)
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ટીકરનું બાર ગાઉ (૩૬ કિ.મી.) નું રણ ઉતરવું પડતું. તેમાં ઘણી જ તકલીફ પડે છતાં ખાસ કારણ આવે ત્યારે એ રસ્તો પણ વરદાન સાબિત થતો હતો.
આવો જ એક પ્રસંગ ઊભો થયો કે એમના પ્રથમ શિષ્ય શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મ.સા. કચ્છમાં બીમાર પડી ગયા ત્યારે એમને સુખશાતા પૂછવા અને સુશ્રુષા માટે સૌરાષ્ટ્રમાંથી વિહાર કરીને કચ્છમાં જવું પડ્યું ત્યારે આ એક જ ટીકરનો રસ્તો જ જવા માટે યોગ્ય હતો. તેથી ગુરુ ભગવંતોએ ટીકરના રસ્તેથી વિહાર કર્યો. આ રસ્તે વિહાર કરીને ત્રણ ગાઉ દૂર કાનમેર ગામે પહોંચ્યા. ત્યાં તો સાંજ પડી ગઈ. આમ પણ રણના રસ્તે તો કાંઈ પણ મળવું મુશ્કેલ હોય. તેથી વિહારનો થાક, ક્ષુધા અને તૃષાનો કઠિન પરિષહ સહન કરીને રાત્રિ પસાર કરી.
આવા તો અનેક પરિષદો સહન કરીને નામ પ્રમાણે જીવનને પણ ગુલાબના ફૂલ જેવું સુગંધિત બનાવ્યું.
પ. પૂ. રત્નચંદ્રજી સ્વામી પ. પૂ. આચાર્ય ગુલાબચંદ્રજીના શિષ્ય ભારતરત્ન શતાવધાની પંડિતરાજ શ્રી રત્નચંદ્રજી સ્વામીને પણ આવા જ પ્રકારના પરિષહ સહન કરવા પડ્યા હતા, જેની ઝલક અહીં પ્રસ્તુત છે. (૧) શીતનો પરિષહ:
પોષ મહિનાના દિવસો હતા ત્યારે એક વખત આગ્રાથી ભરતપુર થઈને જયપુર તરફ શિષ્યો સાથે વિહાર કરી રહ્યા હતા ત્યારે સૂર્યાસ્ત થવા પૂર્વે અડધા કલાકે રસ્તામાં એક મંદિર પાસે પહોંચ્યા. મંદિરોમાં પણ એમણે અનેક વાર રાતવાસો કરેલો. તેથી આ મંદિરમાં પણ સ્થાન મળી જશે એ આશાએ મંદિરના પૂજારી પાસે જઈને આજ્ઞા માંગી, પણ એમણે કહ્યું કે અહીં રાત્રે
(૧૨૪)
Page #64
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) કોઈને સૂવા દેતા નથી. પાસે એક ખુલ્લી ધરમશાળા હતી ત્યાં જવાનું કહ્યું. એ ધર્મશાળા ત્રણ બાજુથી ખુલ્લી હતી. પોષ મહિનાની એ કડકડતી ઠંડીમાં ખુલ્લી ધર્મશાળામાં રહેવું એ લોઢાના ચણા ચાવવા સમાન હતું. છતાં શીતનો પરિષહ સહન કરીને પણ આખી રાત સમભાવપૂર્વક ત્યાં ગાળી. (૨) સેજાનો પરિષહ:
આ પરિષહ અનુસાર સાધક પુરુષને સ્ત્રી, પશુ, નપુંસક રહિત જે ઉપાશ્રય કે રહેવાનું સ્થાન મળે તે અનુકૂળ હોય કે પ્રતિકૂળ ત્યારે એમ વિચારે કે એક રાતમાં અહીં મારું શું બગડશે. માટે એક રાત રહેવામાં મને કોઈ વાંધો નથી. સુંદર ઉપાશ્રય મળે તો હર્ષ ન કરે અને તૃણ યુક્ત જૂનો પુરાણે ધૂળિયો ઉપાશ્રય મળી જાય તો એમાં શોક ન કરે, દુઃખ ન અનુભવે.
એ અનુસાર એક વખત વિહાર કરતા રસ્તામાં એક બસી નામનું રેલવે સ્ટેશન આવ્યું. રેલવે સ્ટેશનોમાં ઘણીવાર રાત્રિ ગાળવાની પરવાનગી મળી રહેતી, પણ બસીના સ્ટેશન માસ્તરે રહેવાની પરવાનગી આપી નહીં અને ગામમાં જવાનું કહ્યું. ગામ બે માઈલ દૂર હતું ત્યાં સુધી પહોંચી શકાય એમ ન હતું. તેથી પૃચ્છા કરતાં કોઈએ કહ્યું કે આગળ જતાં સડકને રસ્તે કોઠો છે ત્યાં રહી શકાશે. કોઠા પાસે પહોંચ્યા ત્યારે સૂર્યાસ્તને ૧૫ મિનિટની જ વાર હતી. કોઠાનું મકાન તૂટી ગયેલું હતું. છાપરું પણ એવું હતું કે લાત મારતા તૂટી પડે. મકાનમાં ખાડા પડેલા. બારી-બારણાનું નામોનિશાન નહીં, ધૂળનો પણ પાર નહીં. જંગલી જનાવરોના પગલા દેખાતા હતા પણ ત્યાં રાતવાસો કર્યા સિવાય છૂટકો ન હતો. એટલે પરિસ્થિતિવશ મુનિ ભગવંતોએ ત્યાં નિરુપદ્રવે રાત્રિ વ્યતીત કરી. આમ સજજાનો પરિષહ સહન કર્યો.
આવો જ બીજો અનુભવ અજમેરથી પાછા ફરતા એરીનપુર રોડ નામના
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સ્ટેશને થયો. ત્યાં સ્ટેશન માસ્તર ન હતા, પણ થોડે દૂર એક ઝૂંપડી હતી. તેમાં એક માણસ રહેતો હતો. એની પાસેથી રજા મેળવી સ્ટેશનમાં રહ્યા. ત્યાં રાત્રે નવેક વાગ્યે થાણેદાર આવ્યા. તેમણે કહ્યું કે અહીં ત્રણ-ચાર વર્ષથી લૂંટફાટ ચાલે છે. તેથી સ્ટેશન ઉજજડ થઈ ગયું છે. ગાડીના ટાઈમે ગાર્ડ જ ટિકિટ આપે છે. આ લૂંટારુઓનો અડ્ડો છે માટે સલામત નથી. અહીંથી એકાદ ફલાંગ દૂર મારું મકાન છે. આપ ત્યાં પધારો. મુનિશ્રીએ કહ્યું, “રાત્રે અમારાથી ક્યાંય જવાય નહીં અને અમારી પાસે એવું કાંઈ નથી કે લૂંટારાઓ લૂટે એમ કહીને રાત ત્યાં જ ગાળી. પણ વરસાદ ખૂબ પડ્યો. તેથી લૂંટારાઓ આવ્યા નહીં પણ સ્થાન તો ઉજ્જડ જ હતું.” (૩) તૃષાનો પરિષહ -
રેલવે લાઈન પર વિહાર કરતા હોય અને વસતિ ખૂબ દૂર હોય ત્યારે કોઈ વાર રેલવેના ડ્રાઈવરને વિનંતી કરી એન્જિનનું ધગધગતું પાણી મેળવવું પડતું. પંજાબમાં વિહાર દરમિયાન ગામડામાં શિયાળાની ઋતુમાં ગરમ પાણી મળે પણ ઉનાળામાં કોઈ નહાવા માટે ગરમ પાણી કરે નહીં ત્યારે છાશ મેળવીને પણ ચલાવવું પડતું. એક વખત સહાદરા નામના ગામમાં છાશ, પાણી કશું ન મળ્યું. ત્યારે છેક પાંચ વાગ્યે એક કારખાનું ચાલુ થયું. ત્યારે તેમાંથી ધગધગતું ગરમ પાણી મળ્યું. તે ઠારવામાં આવ્યું પછી આહાર કરી શકાયો.
આમ, અનેક પરિષદો સહન કરીને સમભાવથી જીવન વ્યતીત કર્યું.
સંદર્ભઃ- આ છે અણગાર અમારા - સ. મુનિ પ્રકાશચંદ્રજી
(૧૨૫)
(૧૨)
Page #65
--------------------------------------------------------------------------
________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
સ્કંદાચાર્યની કથા - જેપલ બી. શાહ
(અમદાવાદ સ્થિત જેપલ શાહ ગુજરાત વિધાપીઠ, આંતરરાષ્ટ્રીય જૈનવિધા કેન્દ્ર દ્વારા જૈનવિધા' વિષયમાં પારંગત'ની પદવી ‘પારિતોષિક' સાથે પ્રાપ્ત કરેલ છે. “અનુપારંગત' માં “શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા: શ્રુતજ્ઞાન પ્રાપ્તિનું કેળવણીધામ' વિષય પર સંશોધન કરેલ છે.)
જૈન ધર્મ એ તીર્થંકરોએ દર્શાવેલી જીવનપદ્ધતિ છે, જે પોતાના અનુયાયીઓને કર્મનો ક્ષય કરી પરમ સુખની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થાય છે. જૈન ધર્મ કર્મના સિદ્ધાંત પર રચાયેલો છે. સાધુઓ અને આધ્યાત્મિક વિકાસ પામેલા મનુષ્યો વિવિધ પ્રકારના પરિષહ અને ઉપસર્ગ સહન કરી પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરીને કર્મનિર્જરા કરે છે. ઉપસર્ગ:
જૈન પરંપરામાં ઉપસર્ગનો અર્થ થાય છે આવી પડેલું ભયંકર કષ્ટ. જે કષ્ટનું ઉપસર્જન કરે છે એટલે કે જે કષ્ટને ઉત્પન્ન કરે છે તે ઉપસર્ગ. જેના વડે જીવ પીડા વગેરે સાથે જ સંબંધોવાળો થાય છે તે ઉપસર્ગ કહેવાય છે. સ્કન્ટાચાર્ય:
પોતાના જીવનમાં આવી પડેલ ઉપસર્ગથી બચવાનો પ્રયાસ કરવાને બદલે પોતાના કર્મક્ષયને માટે આ અપૂર્વ અવસર છે એમ સમજી સકતાભાવથી તેને સહન કરનાર શ્રી સ્કન્દ્રાચાર્યની કથા આ મુજબ છે :
તેઓ શ્રાવસ્તિના જિતશત્રુ રાજાની રાણી ધારિણીના પુત્ર હતા. તેમની બહેન દંડકારણ્યના રાજા સાથે પરણાવી હતી. રાજાનો પાલક મંત્રી એકવાર
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) શ્રાવસ્તિમાં આવ્યો ત્યારે સ્કન્દકુમારે તેને વાદમાં નિરુત્તર કર્યો હતો. તીર્થંકર મુનિસુવ્રતસ્વામીની દેશના સાંભળી પાંચસો રાજકુમારો સાથે સ્કન્દ્રકુમારે દીક્ષા લીધી ને મહાઆચાર્ય થયા.
એક વખત તેઓએ દંડકારણ્ય તરફ વિહાર કર્યો. પ્રભુએ “ત્યાં ઉપસર્ગ થશે, ને તમારા સિવાય બધા આરાધક થશે” એમ કહ્યું. જાણવા છતાં આચાર્ય ગયા. પાલકને જાણ થવાથી તેણે તેમના સ્થાને શસ્ત્રો છુપાવી રાજાને ખોટું સમજાવ્યું કે, “આ બધા સુભટો તમારું રાજય સેવા કપટથી આવેલા છે.” ને સાબિતી રૂપે શસ્ત્રો બતાવ્યા.
રાજાએ તેને હુકમ આપ્યો કે, “તેઓને ફાવે તે શિક્ષા કર.” પાલકે ગુપ્તપણે ઘાણી રખાવીને દરેકને પીલ્યા. બધા તે જ વખતે મોક્ષમાં ગયા. છેલ્લે નાના શિષ્યને ઘાણીમાં નંખાતો જોઈ આચાર્યે કહ્યું, “ભાઈ, પહેલા મને પીલ, મારાથી આ બાળકનું દુઃખ જોઈ શકાશે નહિ.” પાલકે તેમનું કહ્યું ન માન્યું, બાળમુનિ મોક્ષમાં ગયા. છેવટે આચાર્યનો વારો આવ્યો. તેમણે પીલાતા નિયાણું કર્યું કે, “આ દુષ્ટ રાજાને સપરિવાર શિક્ષા કરીશ.”
તેઓ મરીને અગ્નિકુમાર દેવ થયા, તરત જ ઉપયોગ મૂક્યો, ને વેર લેવા તૈયાર થયા. તેમની બહેનને સમગ્ર ઘટનાની જાણ થતાં રાજાને ઠપકો આપે છે. રાજાને પણ ખૂબ પસ્તાવો થાય છે, તેવામાં તો અગ્નિકુમાર દેવે પોતાની બહેનને ઉપાડીને પ્રભુ પાસે મૂકી, અને આખું વન બાળી નાખ્યું. પ્રભુએ અગ્નિકુમાર દેવને પૂર્વે કરેલાં ભારે નિકાચિત કર્મોનો ઉદય થાય ત્યારે તે ભોગવવા જ પડે છે તેવો ઉપદેશ આપી ઉપસર્ગ તરફ મૈત્રીભાવ કેળવવાની શીખ આપી.
(૧૨)
(૧૨૮)
Page #66
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
ઉપસંહાર:
પરિસહ અને ઉપસર્ગ બંને કર્મક્ષયના સાધન હોવા છતાં તે બંને વચ્ચે ઘણો તફાવત છે. પરિષહ સામાન્ય રીતે સ્વયં સ્વીકારેલ પરિસ્થિતિ હોય છે, જે સહન કરી શકાય છે. જયારે ઉપસર્ગ મુખ્યત્વે દેવ, મનુષ્ય કે તિર્યંચકૃત હોય છે, જેમાં કેટલાક તો મરણાંત હોય છે.
પરિષહ અને ઉપસર્ગમાં સમાનતા એ છે કે તે બંનેમાં અસહ્ય પીડાનો, અશાતાનો અનુભવ થાય છે, એ અનુભવાય ત્યારે ચિત્તમાં જો સમતા, માધ્યસ્થતા અને સ્વસ્થતા રહે તો કર્મની ભારે નિર્જરા થાય અને નવા કર્મો બંધાય નહીં.
આમ, પરિષહ અને ઉપસર્ગો દ્વારા ઘોર ઘાતી કર્મોનો ક્ષય થાય છે તેથી સાધક તેમના પ્રત્યે મૈત્રીભાવ રાખી મુક્તિપંથગામી બને છે.
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો સુકુમાલ અને શ્રીદત્તમુનિની કથા
- મિતેશભાઈ એ. શાહ (જૈન દર્શનના અભ્યાસુ મિતેશભાઈ શાહ “દિવ્ય ધ્વનિના તંત્રી છે. પ્રતિવર્ષ દીપાવલી પર્વ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, કોબા દ્વારા નાનકડી બોધદાયક અને પ્રેરક પ્રસંગો સહિત પુસ્તિકાનું પ્રકાશન થાય છે તેનું સુંદર સંપાદન કરે છે. જૈન સાહિત્ય સ્ત્રોમાં શોધપત્રો પ્રસ્તુત કરે છે.)
સર્વ આર્ય દર્શનોમાં જૈનદર્શન એક વિશિષ્ટ અને આગવું દર્શન છે. જૈન દર્શન દરેક ભવ્ય જીવ સાધના દ્વારા પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે એમ કહે છે. શ્રાવક એકદેશ સંયમ અને સાધુ સકળ સંયમનું પાલન કરીને અધ્યાત્મના માર્ગે આગળ વધી શકે છે. શ્રી “સાર સમુચ્ચય' ગ્રંથમાં કહ્યું છે,
"नृजन्मन: फलं सारं यदेतद् ज्ञानसेवनम् । अनिगृहित वीर्यस्य संयमस्य च धारणं ॥"
ઉપસર્ગ અને પરિષહ તો ખરા અર્થમાં જૈન સાધુ જીતી શકે છે. કેટલાક જ્ઞાની ગૃહસ્થ ધર્માત્માઓ પણ યથાશક્તિ ઉપસર્ગ - પરિષહને જીતવા પ્રયત્ન કરે છે. જૈન સાધુ કેવા શૂરવીર હોય છે તેનું વર્ણન સુંદરદાસજીએ ‘સુંદરવિલાસ' માં કર્યું છે;
મારે કામ ક્રોધ સબ, લોભ મોહ પીસી ડારે, ઈંદ્રિહુ કતલ કરી કિયો રજપૂતો હૈ, માર્યો મહામત્ત મન, મારે અહંકાર મીર; મારે મદ મછર હુ ઐસો રન રૂતો હૈ; મારી આશા તૃષ્ણા પુનિ પાપિની સાપિની દોઉં, સબકો સંહાર કરિ નિજ પદ પહૂતો હૈ,
(૧૩૦)
સંદર્ભ સૂચિ: - તત્ત્વાર્થાધિગમસૂત્ર આ. રાજશેખરસૂરિજી ઉપસર્ગઃ રમણલાલ શાહ
(૧૨૯)
Page #67
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સુંદર કહત ઐસો સાધુ કોઉ શૂરવીર, વૈરિ સબ મારિકે નિશ્ચિત હોઈ સૂતો હૈ”
જૈન દર્શનમાં સાધુઓને ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશમસક, અરતિ, ચર્યા, શયા, આક્રોશ, યાચના, અલાભ, રોગ, મલ, પ્રજ્ઞા, અજ્ઞાન વગેરે ૨૨ પ્રકારના પરિષહોને જીતવાની વાત આવે છે. ધીર, વીર અને શૂરવીર મુનિ મહારાજ પોતાની આત્મશક્તિ વડે ઉપસર્ગ અને પરિષહોને સહન કરીને તેમને જીતી લે છે. આવા મુનિ ભગવંતોનું બાહ્ય અને અંતરંગ ચારિત્ર સૌ કોઈને પ્રેરણાદાયી છે.
“ચાર હાથ પરિમાણ નિરખ પથ, ચલત દૃષ્ટિ ઈત ઉત નહીં તાને, કોમલ પાંવ કઠિન ધરતી પર, ધરત ધીર બાધા નહિ માનૈ, નાગ તુરંગ પાલકી ચઢતે તૈ સ્વાદ ઉર યાદ ન આવૈ, યોં મુનિરાજ સહૈ ચર્યા દુઃખ, તબ દેઢ કર્મ કુલાચલ ભાર્ન.”
કમને આત્મા તરફ આવતાં અટકાવવા તેનું નામ સંવર. સમિતિ, ગુપ્તિ, ધર્મ, બાર પ્રકારની ભાવના, પરિષહજય અને ચારિત્ર એ સંવરના કારણો છે. ઉપસર્ગ અને પરિષહોને સહન કરતાં મુનિઓની આત્મશક્તિ વિશેષ પ્રગટ થાય છે. તે ત્યાં સુધી કે ઉપસર્ગ - પરિષહ દરમિયાન આત્મધ્યાનમાં નિમગ્ન થઈ જતાં મુનિઓ કેવળજ્ઞાનને પણ પ્રાપ્ત કરી લે છે. એટલે શ્રી ‘સમાધિશતક' ગાથા - ૧૦૨ માં કહ્યું,
અદુઃખભાવિત જ્ઞાન તો, દુઃખ આવ્યું ક્ષય થાય,
દુ:ખસહિત ભાવે સ્વને, યથાશક્તિ મુનિરાય.”
આવા મુનિ ભગવંતો કેવી રીતે પરમાત્મ સ્વરૂપને પામે છે તે જણાવતાં ‘સમાધિશતક' માં કહ્યું,
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) “ઈન્દ્રિય સર્વ નિરોધીને, મન કરીને સ્થિરરૂપ,
ક્ષણભર જોતાં જે દીસે, તે પરમાત્મ સ્વરૂપ.” ઉપસર્ગ દરમિયાન મહાપુરુષો પોતાને શરીરથી ભિન્ન માની ચૈતન્યસત્તાનો અનુભવ કરે છે. જે શરીર છે તે જડ છે, રૂપ - રસ - ગંધ - વર્ણથી યુક્ત છે અને હું જાણનાર - દેખનાર - સુખદુઃખનો અનુભવ કરનાર ચૈિતન્યસ્વરૂપી આત્મા છું. આવેલ ઉપસર્ગથી કદાચ શરીર છૂટી જાય, પણ તે ઉપસર્ગ મારું કાંઈ બગાડી શકતા નથી. હું અજર, અમર, અવિનાશી શુદ્ધ આત્મા છું - આવા ભેદવિજ્ઞાનના બળે મુનિ ભગવંતો ઉપસર્ગ - પરિષહને જીતી લે છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદવ ‘શ્રી સમયસાર કળશ – ૭” માં જણાવે છે,
મેદ્રવિજ્ઞાનતઃ રિધ્ધા: રસધ્ધ રે વિન ના
अस्यै वा भाव तो बध्धा, बध्धा ये किल केचन ॥" તત્ત્વને જાણીને તત્ત્વને ધારણ કરનારા જીવો વિરલા જ છે. ‘યોગસાર' ગાથા – ૬૬ માં કહ્યું છે,
વિરલા જાણે તત્ત્વને, વિરલા શ્રદ્ધે કોઈ, વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ.”
જૈનદર્શનમાં ઉપસર્ગ અને પરિષહોને જીતનારા અનેક મહાપુરુષોની કથાઓ આવે છે. તે પૈકી આપણે ત્રણ મહાપુરુષોની કથા જાણીશું.
અવંતિ દેશના પ્રસિદ્ધ ઉજજૈન શહેરમાં ઈન્દ્રદત્ત નામના એક શેઠ રહેતા હતા. તેમની પત્નીનું નામ ગુણવંતી હતું. તેઓને સુરેન્દ્રદત્ત નામનો સુશીલ અને ગુણવાન પુત્ર હતો, જેના લગ્ન સુભદ્ર શેઠની પુત્રી યશોભદ્રા સાથે થયા હતા. પુણ્યના ઉદયથી તેમને બધી સામગ્રીઓ પ્રાપ્ત હતી. ભૌતિક દૃષ્ટિએ સુખી અવસ્થામાં પણ તેઓ નિયમિત ધર્મની આરાધના કરતા હતા. સામાન્ય
(૧૩૨)
(૧૩૧)
Page #68
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો રીતે માનવીને સુખના સંયોગોમાં ધર્મ યાદ આવતો નથી. કહેવત છે ને કે “સુખમાં સાંભરે સોની ને દુ:ખમાં સાંભરે રામ.'
“દુ:ખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ,
જો સુખમેં સુમિરન કરે, દુઃખ કહાં સે હોય.” એક દિવસ યશોભદ્રાએ અવધિજ્ઞાની મુનિરાજને પૂછ્યું કે, મારી આશા આ જન્મમાં સફળથશે? મુનિરાજે કહ્યું કે, તારો પુત્ર બુદ્ધિમાન, ઉત્તમ ગુણોનો ધારક અને આ જ ભવમાં મોક્ષે જશે. તારા પતિ પુત્રનું મુખ જોઈને દીક્ષા ગ્રહણ કરશે અને તારો પુત્ર કોઈ જૈનમુનિને જોઈને, વિષયભોગોનો ત્યાગ કરી જિનદીક્ષા અંગીકાર કરશે.
થોડા મહિના બાદ યશોભદ્રા શેઠાણીને ત્યાં એક પુત્રનો જન્મ થયો. ખૂબ ધૂમધામથી જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. પુત્રનું નામ સુકુમાલ રાખવામાં આવ્યું. પુત્રનું મુખ જોઈ સુરેન્દ્રદત્તે જિનદીક્ષા અંગીકાર કરી.
સુકુમાલ મોટો થયો ત્યારે માતાને ચિંતા થઈ કે તે મુનિ ન બની જાય. એટલે તેણે ૩૨ સુંદર કન્યાઓ સાથે તેના લગ્ન કરાવ્યા અને વિષયભોગોની સામગ્રીમાં તેને આસક્ત કરવા પ્રયત્ન કર્યો.
એક દિવસ રાજા પ્રદ્યોતનને એક સોદાગરે બહુમૂલ્ય રત્નકંબલ બતાવ્યું, પણ વધારે કિંમત હોવાથી રાજા તેને ખરીદી શક્યો નહીં. યશોભદ્રાએ સુકુમાલ માટે તે રત્નકંબલ ખરીદી લીધું. રત્નો જડેલા હોવાથી સુકુમાલને તે કઠોર લાગ્યું એટલે તેને પસંદ ન કર્યું ત્યારે શેઠાણીએ વહુઓ માટે જૂતા બનાવવામાં તેનો ઉપયોગ કર્યો. રાજાને આ વાત જાણ થતાં સુકુમાલને મળવા તેમના ઘરે આવ્યા. યશોભદ્રાએ તે બન્નેની આરતી ઉતારી. સુકુમાલ એટલા કોમળ હતા કે દીવાની જયોત તથા હારની જયોતિનું તેજ સહન કરતાં આંખમાં પાણી
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) આવી ગયું. સુકુમાલનો વૈભવ જોઈને રાજા ચકિત થઈ જાય છે. ધન, ધાન્ય સંપદા, નીરોગી શરીર, સુંદર સ્ત્રી, આજ્ઞાતિ પુત્રો વગેરે સામગ્રી જિનેન્દ્ર ભગવાને બતાવેલા પંથ પર ચાલવથી પ્રાપ્ત થાય છે.
એક દિવસ જૈન તત્ત્વજ્ઞાનમાં પારંગત સુકુમાલના મામા શ્રી ગણધરાચાર્ય સુકુમાલનું આયુષ્ય ઓછું છે તેમ જાણી તેના મહેલના પાછળના ભાગમાં આવેલ બગીચામાં ચાતુર્માસ અર્થે રોકાયા. તેઓની વાણી સાંભળીને સુકુમાલને જાતિસ્મરણજ્ઞાન થયું. માત્ર ત્રણ દિવસનું આયુષ્ય બાકી છે તેમ જાણી સુકુમાલે વિષયભોગોનો ત્યાગ કરીને જિનદીક્ષા લીધી. મુનિ બનીને સુકુમાલે વન તરફ પ્રયાણ કર્યું. તેઓનું અંતિમ જીવન આપણા હૃદયને હલાવી નાખે તેવું અને આંખમાં આંસુ લાવી દે તેવું હતું. તેઓનું શરીર અત્યંત કોમલ હતું. એટલે ફૂલોથી પણ કોમળ તેમના પગમાં કાંકરા - પથ્થરવાળી જમીન પર ચાલવાથી પગમાં ઘા પડી ગયા અને તેમાંથી લોહી વહેવા લાગ્યું, પણ ધન્ય છે સુકુમાલ મુનિની સહનશીલતા કે જેઓએ તે તરફ આંખ ઉઠાવીને પણ જોયું નહીં ! ચાલતા ચાલતા તેઓ એક ગુફામાં પહોંચ્યા. ત્યાં તેઓ ધ્યાનમાં ઊભા રહ્યા. તેઓએ પ્રાયોગમન સન્યાસ ધારણ કરી લીધો; જેમાં તેઓ કોઈ પાસે સેવા-સુશ્રુષા ન કરાવી શકે.
એક શિયાળવી પોતાના બચ્ચાં સાથે રસ્તામાં પડેલા લોહીને ચાટતી. ચાટતી સુકુમાલ મુનિ પાસે આવી. તેમને જોતાં જ પૂર્વજન્મના સંસ્કારથી શિયાળવીને અત્યંત ક્રોધ આવ્યો. તે અને તેના બચ્ચાં સુકુમાલના કોમળ અંગોને ખાવા લાગ્યા. આવા ભયંકર ઉપસર્ગ દરમિયાન સુકુમાલ મુનિ જરા પણ ચલિત ન થયા ! જોકે આત્માની અનંત શક્તિ પાસે આવા વિપ્નો - ઉપસર્ગોની કોઈ ગણતરી જ નથી. આત્મદેઢતા અને આત્મવિશ્વાસથી દરેક ઉપસર્ગને જીતી શકાય
(૧૩૪)
(૧૩૩)
Page #69
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) છે. પૂર્વના વૈર સંબંધથી શિયાળવી અને તેના બચ્ચાં ત્રણ દિવસ સુધી મુનિના શરીરને ખાતા રહ્યા, છતાં મેરુ સમાન અડગ, ધીર, વીર એવા સુકોમલ મુનિ ડગ્યા નહીં. ત્રીજા દિવસે સુકુમાલ મુનિ શરીરને છોડીને અશ્રુતસ્વર્ગમાં મહદ્ધિક દેવ બન્યા. સુકુમાલ મુનિની આત્મદેઢતા આપણને જાણે પ્રેરણા આપે છે કે –
“જીવન એજ નહીં સુમનોં કી, સો જાઓ ખરાંટે માર, જીવન હૈ સંગ્રામ નિરંતર, પ્રતિપદ કોંકી ભરમાર, દેઢ સાહસકે ધની કમરત, જો રહતે હરક્ષણ બેદાર; વહી પહુંચતે હંસતે હંસતે વિજયશ્રી કે સ્વર્ણિમ દ્વાર.”
કહેવાયું છે કે “પસ શી ઘટયો છે તો ચરિત્ર 1 શુદ્ધ જૂન खिलता है । तूफानों से गुजरने पर ही नौका किनारे लगती है । उपसर्ग और तूफान चारित्र की कसौटी है।"
આ રીતે ઉપસર્ગવિજેતા શ્રી દત્ત મુનિની પણ કથા છે. શ્રીદત્ત ઈલાવર્ધનપુરના રાજા જિતશત્રુ તથા રાણી ઈલાના પુત્ર હતા. અયોધ્યાના રાજા અંશુમાનની રાજકુમારી અંશુમતી સાથે તેમના લગ્ન થયા હતા. અંશુમતીએ એક પોપટ પાળ્યો હતો. જયારે પતિ-પત્ની ચોપાટ વગેરે રમતો રમતા ત્યારે તે પોપટ કોણ કેટલી વાર જીત્યું તે દર્શાવવા પોતાના પગના નખથી રેખાઓ દોરતો હતો. પોપટ એવો દુષ્ટ હતો કે શ્રીદત્ત જયારે જીતતા ત્યારે એક રેખા દોરતો અને તેની માલકણ જીતતી ત્યારે બે રેખાઓ દોરતો ! આવું વારંવાર કરવાથી શ્રીદત્તે ડોક મરડીને પોપટને મારી નાખ્યો. પોપટ મરીને વ્યંતરદેવ થયો.
એક દિવસ સાંજે શ્રીદત્ત પોતાના મહેલની ઉપર ફરતા હતા ત્યારે એક મોટું વાદળ જોયું. જોતજોતામાં તે વાદળ છિન્નભિન્ન થઈ ગયું. આ
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) નશ્વરતાની શ્રીદત્તના ચિત્ત પર ભારે અસર થઈ. સંસારની તમામ વસ્તુઓ તેને નાશવંત લાગવા માંડી. સર્પ સમાન ભયંકર વિષયભોગોથી તેને ડર લાગવા માંડ્યો. શરીર અપવિત્રતાની ખાણ જેવું લાગ્યું. તેને સંસાર પરથી વૈરાગ્ય આવ્યો અને તેણે જિનદીક્ષા અંગીકાર કરી.
“સંયમમાર્ગ છે બેસ્ટ, કરશો ન સમય વેસ્ટ,
ઉદયને ગણજો ગેસ્ટ, તો સિદ્ધક્ષેત્રે થશે રેસ્ટ.” સંયમનો પંથ ચારેય ગતિઓમાં માત્ર માનવી જ પૂર્ણપણે અંગીકાર કરી શકે છે.
દેવો સુખોમાં લીન છે, નારકી દુઃખોમાં દીન છે; | તિર્યંચો વિવેકહીન છે, ઓ માનવી તું સૌથી ભિન્ન છે !”
એક દિવસ શ્રીદત્ત મુનિ કાયોત્સર્ગ ધ્યાન કરી રહ્યા હતા. તે સમયે પોપટનો જીવ કે જે વ્યંતરદેવ બન્યો હતો તેને પોતાના વૈરીને જોઈને ખૂબ ક્રોધ આવ્યો. તે મુનિ પર ઉપદ્રવ કરવા લાગ્યો. શિયાળાનો સમય હતો. આવા સમયે તે વ્યંતરે જોરદાર ઠંડી હવા ચલાવી, પાણી વરસાવ્યું, કરાનો વરસાદ પાડ્યો. આ રીતે તેણે કોઈ કસર ન છોડતાં મુનિને ઘણા કષ્ટો આપ્યા. શ્રીદત્ત મુનિરાજે આ કષ્ટો ખૂબ શાંતિ અને ધીરજથી સહન કર્યા.
મુનાસિબ હૈ યહી દિલપે, જો કુછ ગુજરે ઉસે સહના, ન કુછ કિસ્સા ન કુછ ઝઘડા, ન કુછ સૂનના ન કુછ કહના.” મુનિએ પંચમાત્ર પણ ઉપસર્ગકર્તા પ્રત્યે ક્રોધ ન કર્યો.
“બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહી,
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો, દેહ જાય પણ માયા થાય ન રોમમાં;
(૧૩૫)
(૧૩૬)
Page #70
--------------------------------------------------------------------------
________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સતી વંદના તથા ચિલાતી પુત્રની કથા
- ડૉ. શોભના ર. શાહ
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો , અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?”
(શ્રીમદ્ રાજચંદ્રજી) શત્રુ-મિત્ર પ્રત્યે સમભાવ રાખનાર તે શ્રીદત્ત મુનિ અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધલોકને પામ્યા.
ગૃહસ્થ અવસ્થામાં પણ યથાશક્તિ પરિષદોને જીતી શકાય છે તેનું પ્રેરક દૃષ્ટાંત એટલે મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક અને આધ્યાત્મિક જગતની વિરલ વિભૂતિ શ્રીમદ્ રાજચંદ્રજી.
શ્રીમદ્ રાજચંદ્રજી ઝવેરાતનો વેપાર કરતા, છતાં તેઓ એકાંત સાધના અર્થે રાળજ, ખંભાત, ઈડર, ઉત્તરસંડા વગેરે નિવૃત્તિક્ષેત્રોમાં જતા. આવા નિવૃત્તિક્ષેત્રોમાં તળાવને કાંઠે આખી રાત ખુલ્લા ડિલે તેઓ ધ્યાનમાં બેસતા. તે વખતે મચ્છર, ડાંસ વગેરે જંતુઓ તેમને કરડતા તોપણ તેની તેઓ પરવા ન કરતા. ડાંસ વગેરે કરડવાથી તેમના શરીરમાં લોહીના ચાઠાં પડી જતા ! ભેદજ્ઞાનના બળે તેઓ આવા પરિષદો સહી શકતા હતા.
શ્રીમદ્જીને સંગ્રહણીનો રોગ થયો. ઘણા ઉપચાર કરવા છતાં તેમને સારું ન થયું. આવા રોગની પીડામાં તેઓનો સમતાભાવ દાદ માગી લે તેવો હતો. સમભાવે પીડા સહન કરતાં તેઓએ નશ્વર દેહનો ત્યાગ કર્યો.
મહાપુરુષોએ જીતેલા ઉપસર્ગ - પરિષહો પરથી આપણે પણ પ્રેરણા લેવી જોઈએ. આપણે પણ થોડા થોડા ભૂખ-તરસ, ઠંડી-ગરમી, રોગ આદિ સહન કરવાનો અભ્યાસ કેળવવો જોઈએ. ગમે તેવા પ્રસંગોમાં સમભાવ રાખવા પ્રયત્ન કરવો જોઈએ.
“જીવનમાં આવ્યા કરે પાનખર ને વસંત, મનની સમતા ન છૂટે, તો સુખ શાંતિ અનંત.”
(૧૩).
(જૈનદર્શનના અભ્યાસુ શોભનાબહેન ગુજરાત વિધાપીઠ, અમદાવાદના આંતરરાષ્ટ્રીય જૈન અધ્યયન વિધા કેન્દ્ર સાથે સંકળાયેલા છે.)
પરિષહ શ્રમણ જીવનમાં ખૂબ ઉપયોગી છે. કારણ કે શ્રમણ જીવનમાં વિવિધ મુશ્કેલીઓ, પ્રતિકૂળતાઓ તથા ઉપસર્ગાદિ આવતા જ રહે છે, પરંતુ તેને સમતાપૂર્વક સહતા પોતાની લક્ષ્યસિદ્ધિમાં લાગ્યા રહેવું તે પરિષહ જય છે. ધીર-વીર આવા પ્રસંગો પર પોતાના કર્તવ્યપથથી વિચલિત થતા નથી. ઉપસર્ગ અને પરિષહ શ્રમણની તિતિક્ષાની કસોટી છે. જો શ્રમણ તેને સમતપૂર્વક જીતી લે છે તો તે વિજયી થાય છે.
પરિષહ અને ઉપસર્ગમાં બહુ મોટું અંતર છે. પરિષહ મુનિ દ્વારા કર્તવ્ય માર્ગથી ટ્યુત ન થવાને માટે સ્વયં સહન કરવામાં આવે છે, જ્યારે ઉપસર્ગ કોઈ અજ્ઞાની દ્વારા વ્રતથી ત કરાવવા માટેના ઉદ્દેશ્યથી થાય છે. પરિષહ સ્વેચ્છાથી સહન કરવામાં આવે છે, ઉપસર્ગ પરકૃત હોય છે. સતી ચંદના
દધિવાહન નૃપ નગરી ચંપા, શતાનીકે ભાંગી; પદમાવતી પુત્રી વસુમતિ જે, રાજસુતા બંદી લાગી.
ચંપા નગરીમાં દધિવાહન રાજાની ધારિણી નામની રાણીને વસુમતિ નામની પુત્રી હતી. એક દિવસ કોસાંબીના શતાનિક રાજાએ ચંપાનગરીને ઘેરી લીધી. દધિવાહન રાજા તેનાથી ભય પામી નાસી ગયો. સુભટે રાણી ધારિણી અને પુત્રી વસુમતિને પકડી લીધા. સુભટે ધારિણી પર બળાત્કાર કરવાનો
(૧૩૮).
Page #71
--------------------------------------------------------------------------
________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) યત્ન કર્યો એટલે તેણે પ્રાણત્યાગ કર્યા અને વસુમતિને બજારમાં વેચવા નીકળ્યો.
દૈવયોગે ધનાવહ શેઠ ત્યાં આવી ચઢ્યા. તેમણે સુભટની ઇચ્છા પ્રમાણે તેને મૂલ્ય આપી બાળાને પોતાને ઘેર લઈ આવ્યા અને મૂલા શેઠાણીને કહ્યું,
પ્રિયા ! આ કન્યા આપણી દુહિતા છે. તેનું પ્રયત્ન પૂર્વક પુષ્પની જેમ લાલન પાલન કરવું.” તેના ચંદન જેવા શીતળ વિનય વચન અને શીલથી રંજિત થયેલા શ્રેષ્ઠીએ પરિવાર સાથે મળીને તેનું નામ ચંદના રાખ્યું. પરંતુ મૂલા શેઠાણી શંકાશીલ હતી. તેમાં એક દિવસ શેઠ ગ્રીષ્મઋતુમાં તાપથી પીડિત થઈને દુકાનેથી ઘેર આવ્યા, તે વખતે તેમના પગને ધોનારો કોઈ સેવક હાજર નહોતો. તેથી ચંદના પિતૃભક્તિથી શેઠના પગ ધોવા પ્રવર્તી. તે વખતે તેનો કેશપાશ અંગની શિથિલતાથી છૂટી જઈને જલપંકિલ ભૂમિમાં પડ્યો. એટલે આ પુત્રીનો કેશપાશ ભૂમિના કાદવથી મલિન ન થાય. એવું ધારી શેઠે સહજ સ્વભાવે યષ્ટિથી તેને ઊંચો કર્યો અને પછી આદરથી બાંધી લીધો. આ દેશ્ય મૂળા શેઠાણીએ જોયું, એટલે એની શંકા દેઢ થઈ. મૂલા શેઠાણી વ્યાધિની જેમ મૂળમાંથી જ બાળાનો ઉચ્છેદ કરવા વિચારવા લાગી, અને તેવા સમયની રાહ જોવા લાગી.
એક વખત શેઠ બહારગામ ગયા હતા, ત્યારે મૂલા શેઠાણીએ એક વાળંદને બોલાવી ચંદનાનું મસ્તક મુંડાવી નાખ્યું, પછી તેના પગમાં બેડી નાખી ક્રોધાવેશમાં ચંદનાને ઘણું તાડન કર્યું અને ઘરના એક ઓરડામાં પૂરી કમાડા બંધ કરી દીધા. ચંદના પ્રભુનું સ્મરણ કરતી જ રહી અને ત્રણ દિવસનો અઠ્ઠમ તપ માંડી દીધો. બહારગામથી શેઠે આવી એક વૃદ્ધ દાસી મારફત હકીકત જાણી આથી ધનાવહ શેઠે ચંદનાને જયાં પૂરી હતી તે ઘરનું દ્વાર ઉઘાડ્યું. ત્યાં સુધા - તૃષાથી પીડિત, બેડીથી બાંધી દીધેલી, ભિક્ષુકીની જેમ માથે મુંડિત
(૧૩૯)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) કરેલી અને જેના નેત્રકમળ અશ્રુથી પૂરિત છે એવી ચંદનાને અવલોકી. ત્યારે શેઠ લુહારને તેડવા ગયા અને તેને બહાર બેસાડી સૂપડામાં બાકુના પારણા નિમિત્તે આપ્યા. અહીં ચંદના વહોરાવવાની ભાવના કરે છે અને વીર પ્રભુને જુએ છે. ચંદના આવકારે છે. પ્રભુને ૧૩ શરતનો અભિગ્રહ હતો.
દાસી ભાવે રાયકી શિર-મુંડિત નિગડિત પયથી રે;
ઘર ઉંબર રહી અડદ સુપડમાં, રૂદતી દે જો કરથી.
ઉંબરામાં બેઠી હોય, એક પગ અંદર અને એક પગ બહાર હોય, ભાવે કરી રાજપુત્રી હોય, પણ દાસપણું પામી હોય, પગમાં બેડી હોય, મસ્તક મુંડાવેલું હોય, રુદન કરતી હોય, અઠ્ઠમવાળી હોય, સૂપડાના ખૂણામાં બાકુળા હોય અને ભિક્ષાકાળ વ્યતીત થયો હોય તો વહોરવું. ચંદનબાળાના મુખ પર પ્રભુને વહોરાવવાનો લાભ મળ્યો તેનો અપૂર્વ આનંદ હતો પણ પ્રભુની શરત અધૂરી રહી હતી, એટલે પ્રભુ પાછા ફર્યા. તરત ચંદનબાળાની આંખમાં અશ્રુ સરી પડ્યા. એટલે તમામ શરત પૂરી થઈ અને બાકુળા વહોર્યા. તરત જ બેડી તૂટી ગઈ અને વાળ ઊગી નીકળ્યા. પ્રભુએ પાંચ માસ અને પચ્ચીસ દિને પારણું કર્યું હતું. રાજા શતાનિક પણ દોડતા આવ્યા. મૂળા શેઠાણીનો રોષ પણ ઊતરી ગયો. બધું સુવર્ણ સાત ક્ષેત્રમાં વાપરી ચંદનબાળાએ દીક્ષા લીધી. એક વખત ચંદનબાળા અને મૃગાવતી પ્રભુની દેશના સાંભળવા ગયા ત્યારે ચંદનબાળા સૂર્યાસ્ત સમય પારખી ઉપાશ્રયે ગયા. જ્યારે મૃગાવતી સમય ચૂકી ગયા તેને ચંદનબાળાએ ઠપકો આપ્યો. મૃગાવતી આત્મનિંદા કરતાં કેવળજ્ઞાન પામ્યા અને તે રાતે સર્પને જોઈ ચંદનબાળાનો હાથ ખસેડ્યો, ત્યારે ચંદનબાળાએ કેવળીને ખમાવ્યા. ત્યાં જ ચંદનબાળાને પણ કેવળજ્ઞાન થયું.
અન્ય એક કથા પ્રમાણે સતી ચંદના ચટક રાજાની પુત્રી હતી, અને
(૧૪૦)
Page #72
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
તીર્થંકર મહાવીરની માસી હતી. એક વાર તે વનમાં ઝુલા ઝુલતી હતી ત્યારે કોઈ કામાતુર વિદ્યાધર તેને ઉઠાવીને લઈ ગયો. તે વિદ્યાધરની સ્ત્રીએ જ્યારે તેને જોઈ તો પત્નીના ભયથી તે વિદ્યાધર માર્ગમાં ભયંકર વનમાં ચંદનાને છોડીને ભાગી ગયો. ત્યાં કોઈભીલે ચંદનાને પકડી લીધી અને ધનના લોભમાં
તેને વૃષભદત્ત શેઠને વેચી દીધી.
ઉપસર્ગ :
સતી ચંદનાને પ્રતિકૂળ ઉપસર્ગ થયો. મૂલા શેઠાણી દ્વારા સતી ચંદનાને ઉપસર્ગ થયા. ચંદના એક રાજકુમારી હતા. કર્મયોગે રાજ્યમાં લૂંટ ચાલી અને રાજવી પિતા મૃત્યુ પામ્યા. ચંદનાને ભર બજારમાં વેચી દેવામાં આવી. મૂલા શેઠાણી ચંદનાને જોઈ અને દ્વેષથી બળતા રહેતા અને શંકિત રહેતા હતા. મૂલા શેઠાણી દ્વારા તેને કષ્ટ આપવાના પ્રયત્નો થતા. સતી ચંદનાને દાસી બનાવી, પગમાં બેડી નાખી, મસ્તક મુંડાવી અને ભોંયરામાં પૂરી દીધી. રુદન કરતા હતા. તેમને ભોજનમાં સૂપડાના ખૂણાં જેટલા અડદના બાકળા આપ્યા.
અહીંયા સતી ચંદનાનું દઢ મનોબળ જોવા મળે છે. વિવિધ પ્રતિકૂળતાઓ, ઉપસદ આવવા છતાં સમતાપૂર્વક સહતા પોતાની લક્ષ્ય સિદ્ધિમાં લાગ્યા રહ્યા.
પરિષહ :
પરિષહ શ્રમણ જીવનમાં બહુ ઉપયોગી છે. શ્રમણ જીવનનો સાધના માર્ગ તલવારની ધાર પર ચાલવા સમાન છે. ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે, ‘માર્ગવ્યવન નિર્ઝરાર્થ પરિોઢવ્યા: પરિષા: ।' પોતાના માર્ગથી ન ડગતા તથા કર્મોની નિર્જરાને માટે ભૂખ-તરસ આદિ જે દુ:ખ, કષ્ટ કે વિઘ્ન સહન કરવામાં આવે તેને પરિષહ કહેવામાં આવે છે.
(૧૪૧)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
પરિષહ ઉપર ચિલાતપુત્ર મુનિની કથા
રાજગૃહમાં શ્રેણિક નામના રાજા હતા. તેમણે ભીલરાજ યમદંડની પુત્રી તિલકવતી સાથે લગ્ન કર્યા. યથા સમયે પટરાણી તિલકવતીએ પુત્રને જન્મ આપ્યો. તેનું નામ ચિલાતપુત્ર રાખવામાં આવ્યું. ચિલાતપુત્રનું પાલન રાજઘરાનાની જેમ થતું હતું છતાં તેના લક્ષણ જંગલી લોકોના જેવા જ દેખાતા હતા. સ્વાધ્યાયમાં તેનું મન લાગતું નહોતું. હિંસક પ્રવૃત્તિ, શિકાર કરવો, મજાક-મશ્કરી કરવી તેમજ આવારાગર્દીમાં તેને વિશેષ રુચિ હતી.
રાજાએ ચિલાતપુત્રને ઉત્તરાધિકારી બનાવ્યા. ચિલાતપુત્ર રાજસિંહાસન પર બેઠા. પૂરા રાજ્યમાં તેમનું અને તેમની માતા તિલકવતીનું શાસન ચાલવા લાગ્યું. તેમણે પોતાનું ધ્યાન ભોગવિલાસમાં આપવા માંડ્યું. બેરોકટોક તે પોતાની હવસનો શિકાર ભોલીભાલી છોકરીઓને બનાવવા લાગ્યો. આથી પ્રજા તેના જુલમથી કંટાળી અને કાંચીપુર કુમાર શ્રેણિક પાસે ગયા. કુમાર શ્રેણિક પોતાના સૈનિકોની સાથે રાજગૃહી પહોંચ્યા. તેમના આગમનના સમાચારથી પ્રજા ખુશ થઈ, પરંતુ ચિલાતપુત્ર ચિંતિત થઈ ગયા. તે ભયભીત થઈ પ્રાણોની રક્ષા માટે જંગલમાં ભાગ્યા. જંગલના નિવાસીઓને ધમકાવીને તે શાસક બની ગયો, અને એશોઆરામથી પોતાના કિલ્લામાં રહેવા લાગ્યો.
ચિલાતપુત્રના મિત્રએ તેના મામા રુદ્રદત્તને પોતાની પુત્રી સુભદ્રાને ચિલાતપુત્ર સાથે પરણાવવા કહ્યું, પરંતુ રુદ્રદત્તે ના પાડી. આથી એક દિવસ રાત્રિના સમયે ચિલાતપુત્રે રાજગૃહી નગરીમાં પહોંચી રુદ્રદત્તના ઘેરથી સુભદ્રાનું અપહરણ કર્યું, પરંતુ સુભદ્રાને લઈને ભાગવામાં તે સફળ થઈ શકે તેમ નહોતો. તેથી તેને નીચે પછાડી દીધી. તેની દુષ્ટતાએ સુભદ્રાની કતલ કરી નાખી. તેને
(૧૪૨)
Page #73
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
લાગ્યું કે જે છોકરીને હું ન ભોગવી શક્યો તેને બીજા કેમ ભોગવે !
સુભદ્રાની કતલ કરી પોતાની જાન બચાવવા ચિલાતપુત્ર ભાગવા લાગ્યો. તેની પાછળ રાજા શ્રેણિક અને તેના સૈનિકો દોડી રહ્યા હતા. ચિલાતપુત્રે વૈભાર પર્વત ઉપર મુનિરાજના સંઘને બિરાજમાન થયેલો જોયો. તેના અંતરમાં ધર્મનો સૂર્ય ઊગ્યો અને તેને મુનિદત્તજી પાસે વ્રતગ્રહણ કરવાની યાચના કરી.
મહારાજ મુનિદત્તજીએ ચિલાતપુત્રને જિનદીક્ષા આપતા સમાધિમરણનું વ્રત આપ્યું. આ બાજુ રાજા શ્રેણિક પણ ચિલાતપુત્રનો પીછો કરતા વૈભાર પર્વત ઉપર આવ્યા. મુનિદત્તજી પાસે ચિલાતપુત્રે દીક્ષા લીધી છે તે જાણ્યું અને શ્રદ્ધા સહિત તેમને વંદન કર્યા અને પોતાના સૈનિકો સાથે રાજગૃહી પાછા
આવ્યા.
પૂર્વકર્મ પોતાનું ફળ આપ્યા વિના રહેતું નથી. પૂર્વ પાપકર્મ પોતાના ઉદયમાં આવી રહ્યા હતા. પોતાની વાસનાની તૃપ્તિ અને વિવાહની લાલચમાં જે સુભદ્રા નામની કન્યાનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી હતી તે સુભદ્રા અકાળે મરણના કારણે વ્યંતરી થઈ હતી. તે આ વનમાં વિચરણ કરતી
હતી.
વ્યંતરીએ જોયું કે અરે આ તો તે રાજકુમાર ચિલાતપુત્ર છે કે જેણે મારું અપહરણ કર્યું હતું. તે મુનિ ચિલાતપુત્રની નજીક આવી અને તેને ગત જીવનની અપહરણથી મૃત્યુ સુધીની સંપૂર્ણ ઘટના ચલચિત્રની જેમ દેખાવા લાગી. વ્યંતરી દેવીએ પોતાની વિદ્યાથી ચીલનું રૂપ ધારણ કર્યું. ચીલ સ્વરૂપ ધારિણી વ્યંતરી મુનિ ચિલાત પુત્રના મસ્તક ઉપર આવીને બેઠી અને પોતાની ધારદાર ચાંચથી તેમના મસ્તક, ભાલ પ્રદેશ, આંખો અને કાન પર આઘાત કરવા લાગી. દરેક આઘાત બાદ તેને ક્રૂર આનંદની અનુભૂતિ થતી હતી. તેને એક રાક્ષસી આનંદ (૧૪૩)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
અને સંતોષ થતો હતો. ચાંચ મારવાથી મુનિના શરીરમાંથી રક્તધારા ફૂટતી હતી તે વહેતા રક્તને જોઈને તે મનમાંને મનમાં ફુલાતી હતી અને કહેતી હતી - ‘લે દુષ્ટ, જેમ તેં મને મારી હતી, મારું રક્ત વહાવ્યું હતું તેમ હું તને મારીશ. રક્તથી સ્નાન કરાવીશ, લે હવે તારી આંખો કે જેમાં વાસનાઓના નાગ લહેરાતા હતા. તેને જ તારા શરીરથી અલગ કરી રહી છું.” આમ, કહેતા જ તેણે મુનિની બન્ને આંખો ફોડી નાખી. આંખોમાંથી રક્તની ધારા વહેવા લાગી.
“લે આ કાનોનું અસ્તિત્વ ધૂળ કરી દઉં છું, જેણે મારા રુદનને સાંભળ્યું નહોતું. જે સારું સાંભળવા માટે તૈયાર નહોતા.” આમ વિચારતા તેણે તેના કાનોને કાપી નાખીને તેના પડદા ચીરી નાખ્યા.
“દુષ્ટ આ મુખથી તેં મને ગાળો આપી હતી.” ચીલે મુનિના મુખ પર અનેક વાર ચાંચોથી વાર કરી તેને વિકૃત બનાવી દીધું.
આ પ્રકારે તેના હાથ, પગ, પીઠ, પેટ, શરીરના તમામ ભાગોને પોતાના તીક્ષ્ણ પ્રહારોથી ક્ષત-વિક્ષત કરી દીધું. મુનિ ચિલાતપુત્રનું પૂરું શરીર રક્તની ધારાઓથી રંગાઈ ગયું. તેમની આ હાલત જોઈને વ્યંતરી હર્ષનાદ
કરી રહી હતી.
વ્યંતરી ક્યારેક ચીલનું, ક્યારેક ઝેરી માખીનું, ક્યારેક અન્ય ઝેરી જંતુઓનું રૂપ ધારણ કરી તેમના શરીરને અપાર વેદના પહોંચાડતી હતી.
ચિલાતપુત્રને આ સંકટ કે પીડા જેવો કોઈ અનુભવ જ થતો નહોતો !
જેમ જેમ તેના ઉપર ચાંચોનો આધાત થતો ગયો તેમ તેમ તેની દઢતા અનેક ઘણી વધતી ગઈ. તે આત્મામાં અધિક લીન થવા લાગ્યો. દરેક ચોટ તેની દઢતા વધારતી હતી. તે અધિકાધિક આત્મા સાથે જોડાતો હતો. દેહ સાથે તેનો સંબંધ તૂટી ગયો. સમાધિમાં લીન ચિલાતમુનિ દેહથી પર થઈ ગયા. વ્યંતરીનો (૧૪૪)
Page #74
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
દરેક આઘાત તેની કર્મોની નિર્જરામાં સહાયક બનતો ગયો. તેમણે દેહને છોડ્યો પણ ધૈર્ય ન છોડ્યું. અંતે નશ્વર દેહથી મુક્ત થઈ મુક્તિધામના વાસી બન્યા. એમની દઢતા અને તપની સમક્ષ વ્યંતરી પણ હારી ગઈ.
વર્તમાન સમયમાં સામાજિક વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલે એટલા માટે ઉપસર્ગ અને પરિષહ દ્વારા આપણને પ્રેરણા મળે છે. તેને યોગ્ય રીતે સમજવામાં આવે તો હાલમાં જે આપઘાતના બનાવો બને છે તેનાથી વ્યક્તિ બચી શકે છે. ઉપસર્ગ અને પરિષહ દ્વારા આપણને એ જોવા મળે છે કે વ્યક્તિ પરિવાર કે સમાજમાં રહીને પણ પરમ આત્મતત્ત્વને પ્રાપ્ત કરી શકે છે. તપ-આરાધનાની સાથે સાથે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો તથા પરિષહો ઉપર વિજય પામીને, પ્રાયશ્ચિત્ત કરીને ધર્મ આરાધનામાં પ્રવૃત્ત થઈ શકાય છે અને સમાજમાં કે પરિવારમાં રહીને પણ આત્મકલ્યાણ પ્રાપ્ત કરી શકાય છે.
સંદર્ભ:- તીર્થંકર મહાવીર, લે. પદ્મચંદ શાસ્ત્રી
(૧૪૫)
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
આર્યરક્ષિત સૂરી, સ્કંદકુમાર અને સુભદ્રાની કથા
- ડૉ. રશ્મિ ભેદા
(જૈન દર્શનના વિદ્વાન રશ્મિબહેન ભેદાએ જૈન યોગ વિષય પર સંશોધન કરી Ph.D. કર્યું છે અને તેઓ જૈન સાહિત્ય સત્રોમાં અવારનવાર શોધપત્રો પ્રસ્તુત કરે છે. જૈનોલોજીના કોર્સમાં જૈનદર્શનનો અભ્યાસ કરાવે છે. જૈન વિશ્વકોશના અધિકરણો માટે એમનું જ્ઞાનપ્રદાન છે.)
જૈન દર્શનમાં આપણે શ્રમણાચાર એટલે મુનિજીવનના આચાર જોઈએ તો એમાં પાંચ મહાવ્રત અને રાત્રિભોજન ત્યાગ સાથે ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૧૦પ્રકારના યતિધર્મ, ૧૨ અનુપ્રેક્ષા અને સાથે ૨૨ પરિષહ આવે છે. તત્ત્વાર્થ સૂત્રમાં પરિષહનો અર્થ કહ્યો છે કે સમ્યગ્ દર્શન આદિ મોક્ષમાર્ગમાં સ્થિરતા રહે તે માટે તથા નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તે પરિષહ છે. તપ એ શરીર અને મનને મજબૂત કરવાની જાતે ઊભી કરેલી તક છે, તાલીમ છે; જ્યારે આવી પડેલ પ્રસંગમાં શાંતપણે, જિનાજ્ઞાના અલ્પ પણ ઉલ્લંઘન વિના પસાર થવારૂપ પરીક્ષા એ પરિષહ છે. તપ નિર્જરા અને પરિષહ સંવરનો હેતુ છે. પરિષહ એટલે ચારે તરફથી - સર્વ પ્રકારે સહન કરવું. જ્ઞાયક તત્ત્વના આશ્રયે સુખ અને દુઃખ બંનેને ચલિત થયા વિના સહેવા. પરિષહ એટલે વિશિષ્ટ પ્રકારના અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોની ઉપસ્થિતિ. સમભાવની સાધના કરતા સાધુ માટે પરિષહજય કરવા માટે ત્રણ બાબતો છે –
(૧) પરિષહ વખતે દુ:ખ ન લાગે.
(૨) પરિસ્થિતિ બદલવાની ઇચ્છા થાય નહ.
(૩) અકાર્ય નહીં, આજ્ઞાભંગ કે મર્યાદાઓનું ઉલ્લંઘન કરી પરિષહને દૂર કરવાનો કોઈ પ્રયત્ન નહીં.
(૧૪૬)
Page #75
--------------------------------------------------------------------------
________________
- ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) શ્રીદેવ-ગુરુ પ્રત્યેના અપૂર્વ અહોભાવ તથા આજ્ઞા પ્રત્યેની સુદૃઢ શ્રદ્ધાભક્તિના બળે સંયમી સાધુ દીનતા, વાંછા અને અકાર્ય આ ત્રણેથી દૂર રહી પરિષહ જય સાધે છે. શાસ્ત્રમાં ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દેશમશકે, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષધા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણ સ્પર્શ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદર્શન એમ ૨૨ પ્રકારના પરિષહ કહ્યા છે. જયારે ઉપસર્ગ એટલે મુનિરાજને કે શ્રાવકોને તિર્યંચ, મનુષ્ય કે દેવો દ્વારા વિપરીત તાડનપીડન થાય તે. છદ્મસ્થ દશામાં તીર્થકરોને પણ ઉપસર્ગ થયા છે, જે આપણે શ્રી પાર્શ્વ પ્રભુ તેમજ મહાવીર સ્વામીના ચરિત્રમાં જોઈએ છીએ.
આજે ઉપસર્ગ અને પરિષદના જૈન કથાનકોમાં પ્રથમ કથાનક છે અંચલગચ્છ - પ્રવર્તક પૂજય આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિ. શ્રી આર્યરક્ષિતસૂરિના સમયમાં ચૈત્યવાસીઓનો પ્રભાવ અનન્ય હતો. શિથિલાચારી ચૈત્યવાસી સાધુઓના હાથમાં જ શાસનનો દોર હતો. અલબત્ત સુવિદિત સાધુઓ પણ હતા, પરંતુ તેમનું વર્ચસ્વ નામશેષ જેવું રહ્યું હતું. એવા સમયે શ્રી આર્યરક્ષિતસૂરિએ અનેક પરિષહ સહીને પણ કોઈપણ જાતની બાંધછોડ કર્યા વિના, વિલાસાભિમુખ થતા શ્રમણ સમુદાયને મૂળ માર્ગે પાછા વાળવા માટે સુવિદિત વિધિમાર્ગની પુનઃ પ્રતિષ્ઠા કરી. આગમોની પ્રધાનતા સ્વીકારીને ૭૦ બોલની પ્રરૂપણા કરી વિધિપક્ષગચ્છ પ્રકાશ્યો, જે આજે અંચલગચ્છ તરીકે ઓળખાય છે.
શ્રી આર્યરક્ષિતસૂરિનો જન્મ આબુતીર્થની નજીક દંતાણી નગરમાં વસતા દ્રોણ શ્રેષ્ઠીના પત્ની દેદીના કૂખે થયો. એમનું નામ વયજા -વિજયકુમાર હતું. વયજાકુમારના જન્મપૂર્વે ગર્ભાધાનની રાત્રિએ માતા દેદીએ ઉગતા સૂર્યના
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) તેજસ્વી કિરણોનું સ્વપ્ન જોયું. દ્રોણ શ્રેષ્ઠી શ્રાવકધર્મના આચારો સારી રીતે પાળતા હતા. ત્યારે જૈનાચાર્યોમાં પ્રસરેલી શિથિલતાથી તેમને ઘણું દુઃખ થતું. એકદા આચાર્ય જયસિંહ પાલખીમાં બેસી દંતાણી પધાર્યા ત્યારે આ દંપતી તેમના સામૈયામાં ન ગયા. એ રીતે આચાર્યને સ્વમમાં શાસનદેવીએ જણાવ્યું કે દેદીના ઉદરમાં ગર્ભરૂપે જે જીવ ઉત્પન્ન થશે તે શાસનની પ્રભાવના કરનારો અને શુદ્ધ વિધિમાર્ગનું પ્રવર્તન કરનારો થશે. બીજે દિવસે આચાર્યએ દ્રોણશ્રેષ્ઠીને બોલાવીને સામૈયામાં ન આવવાનું કારણ પૂછ્યું. ત્યારે દેદીએ તેજસ્વી વાણીમાં સ્પષ્ટતા કરી, “આપ શાસનના નાયક અને શાસ્ત્રોના જાણકાર હોવા છતાં પાલખી આદિ પરિગ્રહોને શા માટે ધારણ કરો છો? મહાવીર પ્રભુએ તો પરિગ્રહની મૂછ (આસક્તિ) વિનાનો યતિધર્મ કહ્યો છે.” ત્યારે ગુરુ મહારાજે સ્વપ્નની વાત કરી. બાળક જન્મ્યા પછી શાસનને સમર્પિત કરવાની માગણી કરી. શ્રેષ્ઠી દ્રોણ અને એની પત્નીએ જિનશાસનની પ્રભાવના માટે આ માગણી તરત સ્વીકારી.
વયજાકુમારનો જન્મ વિ.સં. ૧૧૩૬, શ્રાવણ સુદ નવમના દિવસે થયો. વિ.સં. ૧૧૪૨ માં જયસિંહસૂરિ ફરીને દંતાણી નગરે પધાર્યા ત્યારે શ્રેષ્ઠી દંપતીએ પોતાના વચન પ્રમાણે વયજાકુમારને આચાર્યશ્રીને સોંપ્યો. સં. ૧૧૪૨ માં વૈશાખમાં એમને દીક્ષા આપી. દેવ એ સંસારી મટી મુનિ વિજયચંદ્ર બન્યા. દીક્ષા સ્વીકાર્યા બાદ તેઓએ વ્યાકરણ, કાવ્ય, છંદ, અલંકાર, ન્યાયનો અભ્યાસ કર્યો. જિનાગમોના વાચનનો પ્રારંભ કર્યો. સં. ૧૧૫૯ માં ત્રેવીસ વરસની વયે તેમને આચાર્ય પદવીથી અલંકૃત કર્યા. આ સમયમાં તેઓના જીવનમાં પરિવર્તન આણનાર એક ઘટના બની. દશવૈકાલિક સૂત્રનો અભ્યાસ કરતા એમનું ધ્યાન એક ગાથાના અર્થમાં સ્થિર થયું. જેનો સાર એવો છે કે,
(૧૪૮)
(૧૪)
Page #76
--------------------------------------------------------------------------
________________
- ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ‘ચારિત્રવાન સાધુએ ઉકાળ્યા વિનાનું ઠંડુ પાણી, કરા વરસેલું પાણી તથા બરફ ગ્રહણ કરવા નહિ, પરંતુ ઉકાળેલું પ્રાસુક જલ ગ્રહણ કરવું.' આ ગાથા વાંચી એમને થયું કે “આપણે ચારિત્રવાન સાધુ હોવા છતાં શાસ્ત્રોમાં નિષેધ કરેલા કાચા ઠંડા પાણી તથા અધાર્મિક આહાર આદિને કેમ સેવીએ છીએ ?' પોતાના મનની શંકા તેમણે વિનયપૂર્વક ગુરુ આગળ વ્યક્ત કરી, જેના જવાબમાં ગુરુએ જણાવ્યું કે આજકાલ પંચમ આરાના પ્રભાવથી આપણે શાસ્ત્ર પ્રણીત શુદ્ધ ચારિત્ર પાળવાને અસમર્થ છીએ. આ સાંભળી વૈરાગ્યયુક્ત વાણીમાં શ્રી આર્યરક્ષિતસૂરિએ ચારિત્રમાર્ગનો સ્વીકાર કરીને શુદ્ધ ધર્મની પ્રરૂપણા કરવાની આજ્ઞા માગી. ગુરુને થયું કે શાસનદેવીએ કહેલું વચન સત્ય થશે કેમકે આર્યરક્ષિતસૂરિ ક્રિયોદ્ધાર કરીને શુદ્ધ વિધિમાર્ગની પ્રરૂપણા કરશે. યોગ્ય જાણી ગુરુએ આજ્ઞા આપી. ગુરુની અનુજ્ઞા મેળવી આચાર્યપદનો ત્યાગ કરી ક્રિયોદ્ધાપૂર્વક શુદ્ધ આચારવાળી પુનઃ દીક્ષા લઈ કેટલાક સંવેગી મુનિઓ સાથે સં. ૧૧૫૯ ના મહાસુદી પાંચમથી તેઓ જુદો વિહાર કરવા લાગ્યા.
વિહાર કરતા તેઓ લાટ આદિ દૂરના પ્રદેશોમાં વિચરવા લાગ્યા. અહીં ઉગ્ર વિહારો દરમ્યાન તેમને અનેક પ્રતિકૂળતાઓ સહન કરવી પડી. વિહાર દરમ્યાન તેમને શુદ્ધ આહાર, પાણી પ્રાપ્ત થતા ન હતા. તેઓ અસૂઝતા આહાર, પાણી વહોરતા નહીં અને સમતાપૂર્વક તપોવૃદ્ધિ કરતા. તેમને લાગ્યું કે આચારશિથિલતા અને અજ્ઞાનતાના મૂળ ખૂબ ઊંડા છે તેને દૂર કરવા ખૂબ પુરુષાર્થ કરવો પડશે. એટલે તેમણે ઉગ્ર તપ અને સાધનાનો માર્ગ પસંદ કર્યો. શુદ્ધ આહાર પ્રાપ્ત ન થતા તે વિહાર કરી પાવાગઢ પર્વત પર પહોંચ્યા. ભગવાન મહાવીર દેવના જિનપ્રાસાદમાં દર્શન કરી સાગરી અનશન કર્યું. એક મહિના સુધી તપ ચાલ્યું. મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીએ એમની કઠોર
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સાધનાની પ્રશંસા કરી. એ સાંભળી ચક્રેશ્વરી દેવી એમની પાસે આવી વંદન કરી વિનંતી કરી કે, “ભાલેજ નગરથી યશોધન શ્રેષ્ઠી સંઘ સાથે આવે છે, એ તમારા શુદ્ધ ધર્મના ઉપદેશથી બોધ પામશે અને આપને કહ્યું એવું શુદ્ધ અન્નજળ વહોરાવશે.’ બીજે દિવસે સંઘ સહિત યશોધન ભણશાળી આવ્યો, એણે ગુરુને પારણું કરાવ્યું.
આવી રીતે ચૈત્યવાસની ગર્તામાં ડૂબેલા સમાજને આર્યરક્ષિતસૂરિએ કઠોર તપ તપીને, આગમોક્ત શ્રમણ આચાર પાળીને સાચો માર્ગ બતાવ્યો. આગમપ્રણીત એ માર્ગ આચરવામાં એમને સતત એક મહિના સુધી શુદ્ધ આહાર-પાણી પ્રાપ્ત ન થયો, છતાં તેઓ પોતાના માર્ગમાં મક્કમ રહ્યા અને સાબિત કરી બતાવ્યું કે દુષમ કાળમાં પણ શુદ્ધ શ્રમણાચાર આચરી શકાય છે. સં. ૧૧૬૯ માં જયસિંહસૂરિએ એમને આચાર્યપદ આપ્યું અને એમનું નામ આર્યરક્ષિતસૂરિ રાખ્યું. એમણે આગમમાન્ય ૭૦ બોલની પ્રરૂપણા કરી અને વિધિપક્ષગચ્છનું પ્રવર્તન કર્યું. શ્રી આર્યરક્ષિતસૂરિએ પ્રરૂપેલ સામાચાર આગમમાન્ય હોવાથી અનેક ગચ્છોએ એ સામાચારીનો આદરપૂર્વક સ્વીકાર
કર્યો.
હવે
હવે આપણે જોઈએ ઉપસર્ગ ઉપર જૈન કથાનક. પહેલું છે સ્કંદકકુમારનું.
શ્રાવસ્તી નગરીમાં કનકકેતુ રાજા અને મલયસુંદરી રાણીને સ્કંદક નામે કુમાર તથા સુનંદા નામે કુંવરી હતા. સુનંદાને યોગ્ય ઉંમરે કાંચીનગરીના રાજા પુરુષસિંહ સાથે પરણાવી હતી. સ્કંદક કુમાર આચાર્યશ્રી વિજયસેનસૂરિની દેશના સાંભળી વૈરાગ્ય પામ્યા અને માતાપિતાની સંમતિ લઈ તેમણે સંયમ ગ્રહણ કર્યો. ગુરુની પાસે સર્વ શાસ્ત્રનો અભ્યાસ કરી, ગુરુની આજ્ઞા મેળવી,
(૧૪૯)
(૧૫૦)
Page #77
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
જિનકલ્પીપણું સ્વીકારી એકલા વિહાર કરવા લાગ્યા. વિહાર કરતા તેઓ કાંચીપુરી આવી પહોંચ્યા. બપોરના સમયે મુનિ ગોચરી માટે ગામમાં ફરતા હતા. રાજા અને રાણી રાજમહેલના ગોખમાં બેઠા હતા તે વખતે સુનંદાની નજર ભિક્ષા અર્થે ફરતા મુનિ પર ગઈ. તપશ્ચર્યાથી એમનું શરીર કૃશ થયેલું હતું. ઉનાળાની ઋતુમાં, આવા તાપમાં ગૌચરી માટે ફરતા ભાઈને જોઈ રાણીના આંખમાં અશ્રુ આવ્યા. રાજાએ જ્યારે જોયું કે મુનિને જોઈને રાણીના આંખમાં અશ્રુ આવે છે તો જરૂર તે મુનિને અને રાણીને કાંઈક આગળ અનિષ્ટ સંબંધ હશે જ. એવો વિચાર રાજાના મનમાં આવ્યો. પૂર્વ જન્મના વેરભાવને લીધે રાજાને મુનિ પર રોષ આવ્યો. પોતાના સેવકોને બોલાવી આજ્ઞા કરી કે આ સાધુના માથાથી તે પગ સુધી અખંડ ચામડી ઉતારી તેને મારી નાખો.
રાજાની આજ્ઞા થતાં જ સેવકોએ ભિક્ષાર્થે જતા મુનિને પકડી તીક્ષ્ણ હથિયાર વડે મુનિની મસ્તકથી તે પગ સુધી ચામડી ઉતરડી નાખી. એ વખતે મુનિએ મહાવેદના ભોગવી પણ સમતાભાવે રાજાનો, રાજસેવકોનો કે કોઈનો દોષ ન વિચારતા, પોતાના પૂર્વકૃત કર્મોનો દોષ વિચાર્યો. કાયાને વોસીરાવી દીધી. ક્ષપક શ્રેણીએ ચડી શુકલધ્યાન ધ્યાવતા અંતકૃત કેવળી થઈ સ્કંદક મુનિએ સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું. રાણીને ખબર પડી કે જે મુનિની હત્યા થઈ તે ભાઈ મુનિ જ છે. તે જાણી અત્યંત રુદન કરવા લાગી. સાચી વાતની રાજાને ખબર પડી કે માત્ર અનુમાનથી જ એણે મુનિની ઘાત કરાવી છે ત્યારે તેને પણ અત્યંત ખેદ થયો.
એક વખત જ્ઞાની ગુરુ ત્યાં પધાર્યા. તેમને વંદન કરવા રાજા રાણી ગયા. ધર્મદેશના શ્રવણ કર્યા પછી રાજાએ પોતાના ગૃહસ્થાશ્રમના સાળા સ્કંદક મુનિની ખાલ ઉતારવાનું પાપ કેમ થયું તે પ્રશ્ન પૂછતા જ્ઞાની ગુરુએ જવાબ
(૧૫૧)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
આપ્યો. આ ભવ પહેલાના એક હજારમાં ભવમાં સ્કંદક મુનિનો જીવ રાજકુમાર તરીકે હતો અને રાજાનો આત્મા કોઠીંબા તરીકે હતો. રાજકુમારે તે કોઠીંબાને લઈ પોતાના મિત્રો સહિત કોઠીંબાની અખંડ છાલ ઉતારી અને પોતે પોતાની આવડત માટે ગર્વ કર્યો. એ ગર્વના પરિણામે કોઠીંબાના જીવ સાથે તે રાજકુમારના જીવને વૈર બંધાયું તે વૈર હજાર ભવ પછી ઉદયમાં આવ્યું. તે રાજકુમારના જીવ તે મુનિ સ્કંદક કુમાર અને કોઠીંબાનો જીવ તે રાજા. તેણે કોઠીંબાની છાલ ઉતારી તો તેની ચામડી આ જન્મમાં રાજાએ ઉતરાવી. કરેલા કર્મ કોઈને છોડતા નથી. તીર્થંકરોને પણ ભોગવવા જ પડે છે. એટલે ક્યારેય
કોઈ સાથે વેર ન કરવું. જ્ઞાની ગુરુનો આ ઉપદેશ સાંભળી રાજા-રાણી વૈરાગ્ય પામી, દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું.
‘ઉપસર્ગ’ નું બીજું કથાનક છે સતી સુભદ્રાનું.
વસંતપુર નામના નગરમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. જિનદાસ નામનો શ્રાવક એનો મંત્રી હતો. એની તત્ત્વમાલિની નામે ધર્મપત્ની હતી. તેની કૂખે અત્યંત સ્વરૂપવાન એવી સુભદ્રાનો જન્મ થયો. બાલ્યાવસ્થાથી જ એને એના માતાપિતાએ જૈનધર્મના સંસ્કાર આપ્યા હતા. તેથી તે જૈન ધર્માનુરાગી તેમજ ધર્મમાં દઢ શ્રદ્ધાવાળી બની. યોગ્ય ઉંમરની થતા જિનદાસ એના માટે યોગ્ય વર શોધવા લાગ્યા. જિનદાસ મંત્રી પોતાની પ્રિય પુત્રીને જૈનધર્મ સિવાય અન્ય ધર્મીને ત્યાં આપવા ઇચ્છતા ન હતા.
એક વખત ચંપાનગરીથી એક બૌદ્ધધર્મી બુદ્ધદાસ નામનો વ્યાપારી વસંતપુરમાં આવ્યો. ત્યાં સુભદ્રાને જોઈ મોહ પામી જિનદાસ પાસે સુભદ્રા સાથે પાણિગ્રહણની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ જિનદાસે અન્ય ધર્મી સાથે સુભદ્રાને પરણાવવાની ના પાડી. સુભદ્રાને જ પરણવાની ઇચ્છાવાળા બુદ્ધદાસે ઉપાશ્રયમાં
(૧૫૨)
Page #78
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો કે જઈ જૈન ધર્મના બાહ્ય આચારનું સેવન કરવા લાગ્યો, કપટરૂપથી શ્રાવક બન્યો અને જિનદાસને પોતાની માયાજાળમાં ફસાવ્યો. જિનદાસ બુદ્ધદાસની ધાર્મિક ક્રિયાઓ જોઈ એને સાચો શ્રાવક માન્યો અને સુભદ્રા માટે યોગ્ય વર જાણી તેની સાથે સુભદ્રાનું પાણિગ્રહણ કર્યું. બુદ્ધદાસ થોડો સમય વસંતપુરમાં રહી પછી સુભદ્રા સાથે ચંપાપુરીમાં આવ્યો.
થોડા વખતમાં જ સુભદ્રાને ખબર પડી ગઈ કે બુદ્ધદાસ જૈન ધર્મી નથી પણ બુદ્ધધર્મી છે, પરંતુ જેના હૃદયમાં જૈનધર્મના સુદૃઢ સંસ્કારો છે, જેની શ્રદ્ધા અરિહંત પરમાત્મામાં અડગ છે તે વિચારે છે, ‘ભાવિ પ્રમાણે જે બનવાનું હતું તે બન્યું, પરંતુ મારે હવે મનોબળ કેળવીને મારો ધર્મ ત્યાગવો નથી, હું મારા ધર્મમાં અડગ રહીશ.' આમ વિચારી દેવી સુભદ્રાએ પોતાનું ધર્મધ્યાન ચાલુ રાખ્યું. તેથી તેની સાસુ તેના પર રોષે ભરાતી, તેને અપશબ્દ કહેતી અને એના દોષો શોધવાનો પ્રયત્ન કરતી.
એક વખત એક તપસ્વી મુનિરાજ દેવી સુભદ્રાને ત્યાં ગોચરી માટે પધાર્યા. એણે પ્રમોદભાવે મુનિને આહાર વહોરાવ્યો. તે વખતે તેણે મુનિના આંખમાં રહેલું તણખલું જોયું અને મુનિને ચક્ષુને લીધે થતી વ્યથા જાણી. દેઢ ભક્તિવાળી એવી દેવી સુભદ્રાએ વિચાર્યું, ‘મુનિ તો નિઃસ્પૃહી છે, પરંતુ મારું કર્તવ્ય છે કે તેમની આ વેદના દૂર કરવી.’ એમ વિચારી પોતાના જીભ વડે મુનિના આંખમાંથી તણખલું દૂર કર્યું, પરંતુ તેમ કરતાં સુભદ્રાના કપાળમાં જે કુમકુમનો ચાંદલો હતો તે મુનિના લલાટે લાગી ગયો. મુનિ તો આહાર લઈને નીકળી ગયા પરંતુ નીકળતી વખતે સુભદ્રાના સાસુએ એ તિલક જોયું અને દેવી સુભદ્રાને ન કહેવાના શબ્દો કહ્યા, તેટલું જ નહીં, પોતાના પુત્ર બુદ્ધદાસના કાન ભંભેર્યા કે તારી પત્ની કુલટા છે, આપણા ઘરને લાયક નથી. દેવી સુભદ્રાને
(૧૫૩)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) માથે કલંક આવ્યું. નિર્દોષ સાધુ અને પોતાના માથેનું કલંક દૂર કરવા સતીએ અઠ્ઠમ તપ કરી કાયોત્સર્ગમાં સ્થિર થયા. તેમના શીલ અને સત્યના પ્રભાવે ચક્રેશ્વરી દેવી પ્રગટ થયા અને એને વરદાન માગવાનું કહ્યું. સુભદ્રાએ કાયોત્સર્ગ પાળી ચક્રેશ્વરીને નમન કરીને બોલી, “મને કોઈ ભૌતિક સાધનની ઇચ્છા નથી, પરંતુ મારા પર અને ધર્મ પર કલંક આવ્યું છે. મને તેમજ નિર્દોષ તપસ્વી મુનિને મારા સાસુ અને પતિ દોષિત ગણે છે. માટે હે ભગવતી, જિનશાસન પર આવેલા આ કલંકનું અપનયન કરો.” શાસનદેવીએ સતી પર લાગેલ કલંકનું નિવારણ કરવાનું નક્કી કર્યું. સવારના દ્વારપાળ ચંપાનગરીના દરવાજા ખોલવા ગયો, પણ ખુલ્યા નહીં. ઘણો પ્રયત્ન કર્યા છતાં પણ ન ખુલતા રાજા અને પ્રજા વ્યાકુળ થઈ ગયા. એટલીવારમાં આકાશવાણી થઈ કે, “જે સતી સ્ત્રી હોય તે કાચા સુતરના તાંતણેથી ચાળણી બાંધીને તેને કૂવામાં નાખે, તે વડે પાણી કાઢે અને તે પાણી જો દરવાજા પર છાંટે તો દરવાજા ઉઘડશે.' આ આકાશવાણી સાંભળી રાજાએ જાહેરાત કરી કે જે કોઈ સતી સ્ત્રી હોય તે ચાળણીમાં જળ ભરી દરવાજા પર છાંટે. આ સાંભળી ઘણી સ્ત્રીઓ જેમકે રાજાની રાણીઓ, ચંપાનગરીની શેઠાણીઓ કૂવા કાંઠે આવી અને ચાળણી વડે પાણી કાઢવાનો પ્રયત્ન કર્યો પણ બધાના પ્રયત્નો નિષ્ફળ ગયા. સતી સુભદ્રાએ પણ આ જાહેરાત સાંભળી એટલે એણે સાસુ પાસે દ્વાર ઉઘાડવા જવાની આજ્ઞા માગી. સાસુએ રજા આપવાના બદલે ઘણા અપશબ્દો કહ્યા. સુભદ્રાએ એને જરા પણ મનમાં લગાડ્યા વગર એ કૂવા પાસે ગઈ. નવકાર મંત્રનું સ્મરણ કરતા કાચા સૂતરને તાંતણે ચાળણી બાંધી શાસનદેવીનું સ્મરણ કરીને બોલી, | ‘જો હું શુદ્ધ શીલધારી હોઉં તો કૂવામાંથી જળ નીકળો' અને લોકોના અજાયબી વચ્ચે ચાળણી ભરી જળ કાઢ્યું અને નગરીના વારાફરતી એક એક દ્વાર પર
(૧૫૪)
Page #79
--------------------------------------------------------------------------
________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સંગમાચાર્ય તથા સુકોશલ મુનિની કથા
- મંજુલાબેન આર. શાહ
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો જળ છાંટ્યું અને દરવાજા ઉઘડ્યા. આકાશમાં દેવદુંદુભિ થઈ. ત્રણ દિશાના દરવાજા ઉઘાડ્યા અને ચોથું દ્વાર એમ જ રાખ્યું કે બીજી કોઈ સતી સ્ત્રી હોય તો આવીને દરવાજા ખોલે. લોકોએ સુભદ્રા સતી અને જૈન ધર્મનો જયજયકાર કર્યો. સાસુએ દેવી સુભદ્રાનું સતીત્વ જોઈને એના પર ખોટું કલંક લગાડવા બદલ માફી માગી અને સાસુ સહિત આખા કુટુંબે જૈનધર્મ અંગીકાર કર્યો. બુદ્ધદાસે પણ હવે સાચા ભાવથી જૈન ધર્મ અંગીકાર કર્યો. સમય જતા સતી સુભદ્રાએ પ્રવજયા ધારણ કરી પોતાનું આત્મકલ્યાણ સાધ્યું.
આવી રીતે આપણે જોયું કે સાચા જૈન મુનિ હોય કે શ્રાવક, જેની શ્રદ્ધા દેવ, ગુરુ અને ધર્મ પર અડગ હોય તે પરિષહ કે ઉપસર્ગ આવે ત્યારે ડગી જતા નથી, ધર્મથી વિચલિત થતા નથી, પરંતુ શ્રદ્ધાપૂર્વક ધર્મમાં ટકી રહીને પોતાનું આત્મકલ્યાણ સાધે છે.
(ગુજરાત વિધાપીઠ, આંતરરાષ્ટ્રીય જૈનવિધા કેન્દ્ર દ્વારા જૈનવિધા' વિષયમાં પ્રમાણપત્ર અભ્યાસક્રમ તેમજ પારંગત ‘પ્રથમ વર્ગ સાથે ઉત્તીર્ણ કરેલ છે. “ભક્તિમાં અભિવ્યક્તિ સ્નાનપૂજા' વિષય પર સંશોધન કરેલ છે. હાલ અનુપારંગત (M.Phil.) ના અભ્યાસક્રમ અંતર્ગત સંશોધનકાર્ય ચાલુ છે.)
સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે, इमे ते खलु बावीसं परिषहा समणेणं भगवया महावीरेणं कोसवेणं पवेड् या जे भिक्खु सोच्या नच्या जेच्या अभिभुद, भिक्खायारियाए परिच्यता पुट्टो ना बिहन्नेज्जा ।
(કાશ્યપગોત્રીય) શ્રમણ ભગવાન મહાવીરે આ બાવીસ પરિષહ કહ્યા છે, જેને સાંભળીને, જાણીને, જીતીને, પરાભવ કરીને ભિક્ષુ ભિક્ષાચારીમાં જતા જો સપડાય તો કાયર ન બને, અર્થાતુ ભિક્ષુ પરિષહથી વિચલિત ન થાય. અનુકૂળ પરિષહ પ્રમાદી ચિત્તમાં ગમવાનો ભાવ ઉત્પન્ન કરે, પ્રતિકૂળ પરિષહ કષ્ટો આપીને ચલિત કરે. ચર્યા પરિષહઃ
બાવીસ પરિષહમાંથી નવમો પરિષહ.
ચર્યા એટલે વિહાર, વિહાર વખતે પ્રતિકૂળતામાં ઉદ્વેગ આદિને વશ બન્યા વિના શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિહાર કરવો તે પરિષહજય છે. ચર્યા સમયે કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોની ઉપસ્થિતિ તે પરિષહ. પરિષહ આવતા રાગદ્વેષને વશ ન થવું અને સંયમબાધક કોઈપણ પ્રવૃત્તિ ન કરવી તે પરિષહ વિજય.
(૧૫૬)
(૧૫૫)
Page #80
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
મુનિએ એક સ્થાને અધિકકાળ ન રહેતા માસ કલ્પની મર્યાદા પ્રમાણે (આઠ શેષ કાળના અને એક વર્ષાકાળના ચોમાસાનો એ રીતે) નવ કલ્પી વિહાર કરવો. પણ તેમાં આળસ ન કરવી. કોઈ ગામ કે નગર કે ઉપાશ્રયાદિ સ્થાનનો રાગ ન કરે અને પોતે એકલો વિચરવા માટે યોગ્ય હોય તો વિશેષ કર્મોની નિર્જરા માટે ગુરુની આજ્ઞા વિવિધ અભિગ્રહો કરીને એકલો વિચરે. વિશિષ્ટ યોગ્યતા જેનામાં હોય તે એકાકી વિચરી શકે.
આવા વિશિષ્ટ આચાર્યશ્રી સંગમાચાર્યની સાપેક્ષ ચર્યા પરિષહનું કથાનક નીચે પ્રમાણે છે.
સંગમાચાર્યની કથા :
કોલ્લાક નામના નગરમાં સંગમ નામના આચાર્ય હતા, તે જિનાજ્ઞા પાળવામાં તત્પર તથા ઉત્સર્ગ અને અપવાદને જાણનાર હતા. તેમનું જંઘાબળ ક્ષીણ થવાથી નગરમાં જ નિયતવાસ કરી રહેલા હતા. એક વખત ત્યાં દુષ્કાળ પડવાથી પોતાના શિષ્ય સિંહ નામના આચાર્યને ગચ્છ સહિત દૂર દેશમાં મોકલી પોતે એકલા જ ત્યાં રહ્યા, તો પણ તે નગરમાં નવ ભાગની કલ્પના કરી આઠ માસના આઠ અને ચાતુર્માસનો એક એમ નવ કલ્પે રહેતા હતા. એક જ નગરમાં રહ્યા છતાં તેમણે નગર, શ્રાવક, કુળ, શય્યા અને આસન વિગેરે કોઈપણ ઠેકાણે પ્રતિબંધ એટલે મમતા કરી નહોતી. પરંતુ એક સ્થાનમાં વસીને સતત ગુણસ્થાનકમાં વૃદ્ધિ કરવાનો યત્ન કર્યો હતો. આવા તેમાંના ઉત્કૃષ્ટ ગુણ જોઈને તે નગરની અધિષ્ઠાતા દેવ-દેવી તેમની ભક્તિ કરવા લાગ્યા.
એક વખત વર્ષાકાળ પૂર્ણ થયો ત્યારે સિંહસૂરિએ પોતાના દત્ત નામના શિષ્યને ગુરુ પાસે ખબર લેવા મોકલ્યો. તે ગુરુ પાસે આવ્યો, ત્યારે પોતાના વિહાર વખતે ગુરુ જે ઉપાશ્રયમાં હતા તે જ સ્થાને આજે પણ (બધે ફરીને (૧૫)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
આવેલા) ગુરુને રહેલા જોઈ કેવળ ઉત્સર્ગમાર્ગની જ રુચિવાળા તેણે વિચાર્યું કે - “આ સ્થવિર ગુરુ તો એકને એક જ ઠેકાણે નિરંતર રહે છે તેથી ઉઘુક્ત વિહારવાળા મારે એમની સાથે રહેવું યોગ્ય નથી.” એમ વિચારી તે સામેની ઓરડીમાં રહ્યો. પછી ગુરુ પાસે જઈને વાંદી સુખશાતા પૂછી. ગુરુએ પણ સિંહસૂરિ વિગેરે સર્વ ગચ્છની સુખશાતા પૂછી. પછી ગોચરીનો સમય થયો ત્યારે ગુરુ તેને સાથે લઈ ભિક્ષાચર્યા માટે નીકળ્યા. દુષ્કાળને લીધે ઘણું ફર્યા, તો પણ શિષ્યને ઇચ્છિત આહાર મળ્યો નહીં, એટલે શિષ્યે ક્રોધ પામી વિચાર્યું કે, “ગુરુ મને ખોટી રીતે આમ તેમ ભટકાવે છે, પણ પોતાના ભક્ત ગૃહસ્થોના ઘર બતાવતા નથી, તેથી સારો આહાર ક્યાંથી મળે ?” ગુરુએ તેનો ભાવ જાણી લીધો. તેથી કોઈ ગૃહસ્થીને ઘેર તેનો નાનો પુત્ર સર્વદા નિરંતર વ્યંતરના દોષથી રોતો હતો, ત્યાં જઈ ચપટી વગાડી તે વ્યંતરનો દોષ દૂર કરી તેને રોતો બંધ કર્યો. એટલે તે ઘરના સ્વામીએ પ્રસન્ન થઈ તેમને શ્રેષ્ઠ મોદક વહોરાવ્યા. તે શિષ્યને આપી ગુરુએ તેને થાકી ગયેલો જોઈ ઉપાશ્રયે મોકલ્યો અને પોતે અંત પ્રાંત કુળોમાં ભિક્ષા લેવા ગયા ત્યારે શિષ્યે વિચાર્યું કે – “ઘણો કાળ રખડાવીને છેવટે મને પોતાના એક જ ભક્તનું ઘર બતાવ્યું, હવે પોતે એકલા બીજા ભક્તોના ઘરોમાં જશે.”
પછી ગુરુ પોતાને માટે અંતપ્રાંત આહાર લઈ ઉપાશ્રયમાં આવ્યા. બન્નેએ આહાર કર્યો. સાંજે પ્રતિક્રમણ વખતે ગુરુએ શિષ્યને કહ્યું કે - “હે વત્સ! આજની ભિક્ષાના દોષની આલોચના કર.” શિષ્ય બોલ્યો કે – “તમારી સાથે જ હું ભિક્ષાચર્યાએ આવ્યો હતો તો શી આલોચના કરું ?” ગુરુએ કહ્યું કે - “તે આજે ધાત્રી અને ચિકિત્સા પિંડનો આહાર કર્યો છે.” તે સાંભળી કોપથી તે બોલ્યો કે – “સરસવ જેટલા પરના દોષોને તમે જુઓ છો, અને પોતાના
(૧૫૮)
Page #81
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પર્વત જેવડા મોટા દોષોને તો જોતા નથી. લોકોને પોતાના દોષ જોવા માટે એક પણ નેત્ર નથી અને પરના દોષ જોવા માટે લાખ નેત્રો હોય છે તે વાત સત્ય છે.” ઈત્યાદિ બબડતો તે દત્ત સાધુ પોતાની ઓરડીમાં ચાલ્યો ગયો. ગુરુએ તો તેના પર કાંઈ પણ કોપ કર્યો નહીં, પરંતુ નગરની અધિષ્ઠાયક દેવીએ તેના પર કોપ કર્યો, અને તે કુશિષ્યને શિખામણ આપવા માટે મધ્ય રાત્રે ગાઢ અંધકાર અને જળની વૃષ્ટિ વિકુર્તી, તથા વાયુથી ઉડાડી ઉડાડીને કાંકરા સહિત ધૂળ તેના શરીર પર નાખવા લાગી. તેથી તે ભય પામી ગુરુને મોટે સ્વરે બોલાવવા લાગ્યો. ગુરુએ તેને ભય પામેલો જાણી કહ્યું કે – “હે વત્સ ! અહીં આવ.” તેણે કહ્યું કે - “હું કાંઈ પણ માર્ગ જોઈ શકતો નથી.”
ત્યારે ગુરુએ પોતાના હાથની આંગળી થુંકવાળી કરીને તેને દેખાડી, તેથી દીવાની જયોત જેવો તેનો પ્રકાશ જોઈ તે કુશિષ્ય વિચાર્યું કે - “ગુરુ તો રાત્રે દીવો પણ રાખે છે.” આવો તેનો વિચાર અવધિજ્ઞાન વડે જાણી તે દેવી તેની સન્મુખ આવી તેનો તિરસ્કાર કરી કઠોર વાણીથી બોલી કે - “ચંદ્ર જેવા ઉજજવલ ચારિત્ર ગુણવાળા ગુરુને વિષે પણ તું દોષનો આરોપ કરે છે, તેથી તારા જેવો દુર્જન બીજો કોઈ નથી.” ઈત્યાદિ ઘણી રીતે તેની નિર્ભર્જના કરી. તેથી તે ભય પામી ગુરુના પગમાં પડ્યો. ગુરુએ ધીરજ આપી. પછી દેવી અદૃશ્ય થઈ. ગુરુએ તેને પોતાનો નવ કલ્પી વિહાર વિગેરે સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી દત્ત નિઃશંક થયો. આ રીતે સંગમસૂરિની જેમ બીજા સાધુઓએ પણ ચર્યા પરિષહ સહન કરવો. ઉપસર્ગ:
ઉપસર્ગ શબ્દ ‘૩૫' ઉપસર્ગવાળા જ્ઞ' ધાતુથી બનેલો છે. તેનો અર્થ વિજ્ઞ, હાનિ, વ્યાધિ, બીમારી કે આફત થાય છે, પરંતુ જૈન સાહિત્યમાં તે
(૧૫૯)
– ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) બીજા વડે કરાયેલા ઉપદ્રવના અર્થમાં વપરાય છે. તેની વ્યાખ્યા ‘ઝીવ ૩૫ચતે સવંધ્યતે વિમ: સદ યરમાત્ સ ૩૫સf:” જેના વડે કરીને જીવ, પીડા વગેરે સાથે સંબંધવાળો થાય, તે ઉપસર્ગ કહેવાય.
પ્રતિકૂળ પરિષહ પૂર્વસંચિત કર્મબંધનથી, કષાય ઉત્પન્ન થવાથી, પરસ્પર વેરઝેરની વૃત્તિ, માનહાનિ કે મોહનીય કર્મોની સૂક્ષ્મ દશાના કારણે, અણગમાની કે વેર લેવાની વૃત્તિના કારણે કોઈપણ ભવમાં ઉદયમાં આવે છે.
સ્વેચ્છાએ કે પોતાની મરજી વિરુદ્ધ પરિષદોમાં કે ઉપસર્ગમાં સહન કરવાની વાત છે, જે સંવર ધર્મ પ્રધાન છે.
અહીં જે કથાનક આપવામાં આવેલ છે તે સુકોશલમુનિને ભૂચર - જંગલી પ્રાણી દ્વારા મરણાંત ઉપસર્ગ આવે છે. રસપાન કરીએ આ ધર્મકથાનકનું. સુકોશલ મુનિ:
જે પ્રાણી વાઘ, સિંહ, પ્રમુખ જનાવરોના ઉપસર્ગોને સહન કરે છે, તે પ્રાણી સુકોશલમુનિની પેઠે શિવપદને પામે છે.
પૂર્વે અયોધ્યા નામે નગરમાં ઈવાકુવંશનો કીર્તિધર નામે ન્યાયી રાજા રાજય કરતો હતો. તેને સહદેવી નામે રાણી હતી. તેમને સુકોશલ નામે પુત્ર થયો. તે અનુક્રમે ધર્મશાસ્ત્ર અને કર્મશાસ્ત્ર પ્રમુખ શીખ્યો. એકદા શ્રી ધર્મઘોષ નામે આચાર્ય ત્યાં પધાર્યા. રાજા પ્રમુખ ધર્મ સાંભળવાને ગયા. ગુરુએ ઉપદેશ આપ્યો કે, “જે પ્રાણી આર્યદેશ, ઉત્તમકુળ, રૂપ, બળ, આયુષ્ય, બુદ્ધિ અને આવું દુર્લભ મનુષ્યપણું પામીને ધર્મકાર્ય કરતા નથી, તે મૂર્ખ પ્રાણી સમુદ્રમાં વહાણ ડૂબે તેમ સંસારમાં જ ખેંચી જાય છે.
વળી, જયાં સુધી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત નથી થઈ, શરીરમાં રોગ નથી આવ્યો અને ઈન્દ્રિયો પણ હીન નથી થઈ, ત્યાં સુધીમાં ધર્મ આચરવો. વિષયભોગ
(૧૬૦)
Page #82
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ફક્ત હલકા પુરુષોને જ વશ કરે છે, પણ ઉત્તમ પુરુષોને નહીં. જેમ કે, લતા તંતુથી તો મચ્છર બંધાય પણ કાંઈ હસ્તિ બંધાય નહીં. વળી વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત શરીરવાળા માણસનું શરીર સંકોચાઈ જાય છે. દાંત પડી જાય છે. આંખનું તેજ ઘટે છે. શરીરનું રૂપ બદલાય છે. મુખમાંથી લાળ નીકળે છે. બંધુવર્ગ તેની સાથે વાતચીત કરતો નથી. સ્ત્રી પણ સેવા કરતી નથી અને પુત્રો પણ અવજ્ઞા કરે છે અર્થાત્ કહ્યું કરતા નથી. એવું એવું કષ્ટ છે. વળી, સંધ્યા સમયના રંગ, પાણીના પરપોટા અને ડાભના અગ્રભાગ ઉપર રહેલા પાણીના બિંદુ જેવા જીવિત છતે અને નદીના વેગ સમાન યૌવન છતે પણ હે પાપી જીવ ! તું બોધ નથી પામતો એ શું?”
આચાર્યને મુખેથી એ પ્રમાણે ધર્મોપદેશ સાંભળીને કીર્તિધર રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી તેમણે પોતાના નાની વયના પણ સુકોશલ પુત્રને રાજય કારભાર સોંપી દીક્ષા ગ્રહણ કરી. શાસ્ત્રાર્થ ગ્રહણ કર્યા પછી તે એકલવિહારી થઈ વિચરવા લાગ્યા.
પાછળ માતાએ પુત્ર સ્નેહને લીધે સુકોશલની દંતપંક્તિ (દાંતની ઓળ) ને સુવર્ણથી મઢાવી. તે પુત્ર જયારે જયારે પિતાને સંભારે, ત્યારે ત્યારે તેની માતા પોતાના પતિ કીર્તિધરના દોષ જ બતાવે.
એકદા કીર્તિધર રાજા છઠ્ઠને પારણે ભિક્ષાને અર્થે અયોધ્યા નગરીમાં આવ્યા. તેમની રાણી સહદેવીએ જોયા. તેથી તે રાણીને વિચાર થયો કે “જો મારો પુત્ર આને દેખશે, તો તે પણ દીક્ષા લેશે. માટે એ યતિને નગરની બહાર કઢાવી મૂકું” એમ વિચારીને તેણીએ સુકોશલને ખબર ન પડે તેવી રીતે તે મુનિનો સેવક પાસે પરાભવ કરાવીને તેમને નગરમાંથી કઢાવી મૂકયા. એ વાત ધાત્રીએ સુકોશલને કહી. તે ઉપરથી તેણે સાધુને શહેરમાં આવવા વિનંતી
(૧૧)
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) કરી, પણ કીર્તિધરે ઉપસર્ગનો સંભવ બતાવીને અંદર આવવાની ના કહી. એથી સુકોશલે પિતાનો પરાભવ માતા વડે કરાયેલો જાણીને સમજીને સર્વ રાજય ત્યજી દઈને તેમની પાસે દીક્ષા અંગીકાર કરી, તે પિતાની સાથે વિહાર કરવા લાગ્યો. તેઓ બન્ને તીવ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા.
હવે સહદેવી રાણી પોતાના પતિ અને પુત્રના વિયોગને લીધે આધ્યાને મૃત્યુ પામી વનને વિષે વાઘણ થઈ. એકદા તે બંને મુનિ (પિતા-પુત્ર) વિહાર કરતા કરતા, વાઘણ રહેતી હતી તે વનમાં આવ્યા. વાઘણને સામી આવતી જોઈને ‘ઉપસર્ગ' થશે એમ જાણી કીર્તિધરે બીજે માર્ગે જવાનું કહ્યું, પણ સુકોશલ તો સાહસ આદરીને તેજ માર્ગે ગયો અને અનશન કર્યું. ત્યાં તેમને વાઘણે વિદારી જીવ લીધો. તેનું રૂડું ધ્યાન હોવાથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે સર્વ કર્મ ક્ષય કરી મૃત્યુ પામી મોક્ષે ગયા. વાઘણને સુકોશલની દંતપંક્તિ જોઈ ઈહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પોતાના પુત્રને ઓળખી પોતે બહુ પશ્ચાત્તાપ કર્યો. આત્માને નિંદવા લાગી અને ત્યાંથી મૃત્યુ પામીને તે આઠમાં સહરદ્વાર દેવલોકે ગઈ. કીર્તિધર મુનિ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિપદ
પામ્યા.
પુત્ર પ્રત્યેના પ્રેમના કારણે માતાએ સાધનાપંથે આગળ વધતા પુત્રને અટકાવ્યો, પણ વિધિએ પુત્રને સાધનામાર્ગનો યાત્રી બનાવ્યો. ઉપસર્ગ સમયે સમતાભાવ રાખીને તે મોક્ષગામી બન્યો. માતા પણ કરેલ કૃત્ય માટે પશ્ચાત્તાપ કરીને દેવલોક પામી. ઉપસંહાર:
પરિષહ અને ઉપસર્ગ વચ્ચે તાત્ત્વિક ભેદ એ છે કે પરિષહ સામાન્ય રીતે સહ્ય એટલે કે સહન કરી શકાય એવો હોય છે. ઉપસર્ગો સામે માણસ ટકી
(૧૨)
Page #83
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
શકે છે, તો કેટલાક ઉપસર્ગો મરણાંત હોય છે. તીર્થંકરો પણ ઉપસર્ગથી મુક્ત હોતા નથી. પૂર્વ કરેલાં ભારે નિકાચિત કર્મોનો ઉદય થાય ત્યારે તે ભોગવવા જ પડે છે.
અનેક મહાન આત્માઓ સમભાવથી પરિષહ અને ઉપસર્ગ વેઠીને ઘાતી કર્મોનો ક્ષય કરી મુક્તિપંથના યાત્રી બને છે.
સામાન્ય માનવે પણ જીવનમાં નામા-મોટા કષ્ટો સહન કરવાની ટેવ પાડવી જોઈએ. કષ્ટ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં નવા કર્મો ન બાંધતાં પ્રતિકૂળતામાં સમતા રાખી કર્મક્ષય કરવો.
કોઈ મુનિ સાધકને સાધનાના કઠણ પંથમાં ચાલવા જતાં કદાચ પ્રકૃતિની પ્રબળ અસરથી એવો વિચાર આવી જાય કે “હું પરિષહો કે ઉપસર્ગોમાં સપડાઈ ગયો છું અને તેને સહન કરવા માટે હવે કોઈપણ રીતે શક્તિમાન નથી.’' તો તેવા પ્રસંગે વિચાર, ચિંતન, સત્સંગ અને અનેકવિધ સાધનોથી બને ત્યાં સુધી તેમાંથી બચી જવા, પરંતુ પ્રતિજ્ઞાભંગની અકાર્ય પ્રવૃત્તિ ન કરવી.
સંદર્ભ : જૈન આગમ ગ્રંથો, ભાવના ભવનાશિની - અરુણવિજયજી, પ્રશમરતિ તથા નવતતત્ત્વદિપીકા
(૧૬૩)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
સ્થૂલિભદ્ર તથા કુરગડુ મુનિની કથા
- ડૉ. કાન્તિભાઈ બી. શાહ
(અમદાવાદ સ્થિત જૈનદર્શનના અભ્યાસુ કાંતિભાઈ બી. શાહે મધ્યકાલીન ગુર્જર સાહિત્યક્ષેત્રે ઘણું જ ઊંચું સંશોધન, સંપાદનનું કાર્ય કર્યું છે.)
જૈન ધર્મમાં જે નવ તત્ત્વો કહ્યાં છે તે પૈકીનું એક સંવર તત્ત્વ છે. એનાથી નવા કર્મો આવતા - બંધાતા અટકે છે. આ સંવર તત્ત્વના કુલ ૫૭ ભેદોમાંથી ૨૨ ભેદો પરિષહના છે. પરિષહ એટલે બંધાતા કર્મોને રોકવા કાજે અને બંધાયેલા કર્મોની નિર્જરા અર્થે કષ્ટો વેઠવાં, પ્રતિકૂળ પરિસ્થિતિઓને સહી લેવી. આ ૨૨ પરિષહો પૈકી જ્ઞાનપરિષહ સંદર્ભે શ્રી સ્થૂલિભદ્રજીનું અને આક્રોશ પરિષહ સંદર્ભે કુરગડુ મુનિના કથાનકો અહીં પ્રસ્તુત છે. ૧. સ્થૂલિભદ્રજી : જ્ઞાન પરિષહ સંદર્ભે
શ્રી સિદ્ધર્ષિસૂરિ ‘ઉપદેશમાલા' પરની એમની સંસ્કૃત હેયોપાદેય ટીકામાં લખે છે –
ગિૌ ગુહાયાં વિજને વનાંતરે, વાસં શ્રયંતો વશિનઃ સહસ્રશઃ | હર્યંતિ રમ્ય, યુવતી જનાન્તિકે વશી સ એકઃ શકટાલનંદઃ ॥ (પર્વતમાં, ગુફામાં, એકાંતમાં અને વનમાં ઈન્દ્રિયોને વશ રાખનાર તો હજારો છે, પણ અતિ રમ્ય હવેલીમાં અને નારીના સાન્નિધ્યમાં ઈન્દ્રિયોને વશ રાખનાર તો એક શકટાલપુત્ર (સ્થૂલિભદ્ર) જ છે.)
જૈન શાસનમાં સ્થૂલિભદ્ર કામવિજેતાનું બિરુદ પામ્યા છે. આચાર્ય સંભૂતિવિજય પાસે એમના શિષ્યોએ કઠિન પરિષહથી યુકત અને અતિ વિષમ એવા સ્થાનોએ આગામી ચાતુર્માસ માટેનો આદેશ માગ્યો. એકે સાપના દર (૧૬૪)
Page #84
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકોને પાસે, બીજાએ કૂવાના અંતરાલે, ત્રીજાએ સિંહની ગુફા પાસે જવાની ઇચ્છા વ્યક્ત કરી, જયારે ચોથા શિષ્ય સ્થૂલિભદ્રજીએ પોતાની પૂર્વ પ્રેમિકા કોશા ગણિકાના આવાસમાં ચાતુર્માસ માટેનો આદેશ માગ્યો. ગુરુએ એમની યોગ્યતા પ્રમાણીને આદેશ આપ્યો. સ્થૂલિભદ્ર માટે આ નિર્ણય મોટા પડકાર સમો હતો. સ્ત્રી પરત્વેની સંપૂર્ણ અનાસક્તિ એમને સિદ્ધ કરવી હતી. ઉત્કટ સ્ત્રીપરિષહ દ્વારા આ પડકાર તેઓ સફળ કરી શક્યા. પ્રેમિકાનું સામીપ્ય, ગાન-વાદનનર્તનનું વાતાવરણ, ભોગવિલાસ માટે કોશાનું સ્નેહસિક્ત ઈજન - આ બધી પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે તેઓ અચળ-અડગ રહ્યા અને કોશાને પ્રતિબોધિત કરી જયારે પરત આવ્યા ત્યારે સંભતિસૂરિનો “દુષ્કર, દુષ્કર’ એમ બેવડો આદર મેળવી શક્યા. કામવિજેતા સ્થૂલિભદ્રનું આ કથાનક જૈન સમુદાયમાં અત્યંત સુપ્રસિદ્ધ છે.
પણ મારે અહીં સ્થૂલિભદ્રજી વિશે જ્ઞાન પરિષહના સંદર્ભે વાત કરવી છે, અને તે પણ નકારાત્મક રીતે. અર્થાત્ જે સ્થૂલિભદ્ર ઉત્કૃષ્ટ કોટિનો સ્ત્રીપરિષહ સાધી શક્યા એ જ સ્થૂલિભદ્ર જ્ઞાનપરિષહ ન સહી શક્યા અને એમાં તેઓ પ્રમાદ કરી બેઠા. જ્ઞાન પરિષદમાં પ્રમાદ થયાના બે પ્રસંગો એમના ચરિત્ર કથાનકમાં પ્રાપ્ત થાય છે.
‘ઉત્તરાધ્યયન સૂત્ર’ ના ૩૬ અધ્યયનો પૈકી બીજું અધ્યયન પરિષહો અંગેનું છે. આ ‘ઉત્તરાધ્યયન સૂત્ર” ની ભાવવિજયજીકૃત વૃત્તિમાં દષ્ટાંતરૂપે સ્થૂલિભદ્રજીનો આ પ્રસંગ પ્રાપ્ત થાય છે.
ધનદેવ સ્થૂલિભદ્રનો સંસારી અવસ્થાનો મિત્ર હતો. તે શ્રાવસ્તી નગરીમાં રહેતો હતો. દીક્ષિત થયેલા સ્થૂલિભદ્ર એક વખત આ શ્રાવસ્તી નગરીમાં ગયા. ધનદેવ પોતાને મળવા ન આવ્યો એટલે સ્થૂલિભદ્ર સામેથી
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) એને ઘેર ગયા. ધનદેવ ઘરમાં હતો નહીં એટલે એની પત્નીને પૂછ્યું કે ધનદેવ ક્યાં છે? પત્નીએ જે ઉત્તર આપ્યો એ દ્વારા સ્થૂલિભદ્રને જાણવા મળ્યું કે મિત્ર અત્યારે રંક અવસ્થામાં છે અને ધન કમાવા માટે દેશાંતરે ગયો છે. સ્થૂલિભદ્ર સાંકેતિક રીતે જ્ઞાનપ્રભાવે ધનદેવની પત્નીને કહ્યું કે, “આ આમ છે ને તે તેવો છે !” મર્માર્થ એ હતો કે, “ધન તો અહીં થાંભલા નીચે છે ને તે ધનદેવ નકામો દેશાંતરે ગયો છે.'
હવે જયારે થોડા સમય પછી ધનદેવ રંક હાલતમાં જ પાછો ફર્યો ત્યારે પત્નીની બધી વાત સાંભળી થાંભલા નીચે ખોદતાં ધનનું મોટું નિધાન પ્રાપ્ત થયું.
જ્ઞાન પરિષદમાં થયેલા પ્રમાદનો બીજો પ્રસંગ આ પ્રમાણે છે –
પાંચસો સાધુઓ સાથે સ્થૂલિભદ્ર શ્રી ભદ્રબાહુસ્વામી પાસે ‘દષ્ટિવાદ' ના પૂર્વો શીખવાને ગયા હતા. એમના અધ્યયનકાળ દરમિયાન સ્થૂલિભદ્રની દીક્ષિત બહેનો (યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂજદત્તા, રેણા, વેણી, એણા) વિહાર કરતાં કરતાં પોતાના સંસારી ભાઈ અને હવે દીક્ષિત થયેલા સ્થૂલિભદ્રને વંદન કરવા ત્યાં આવ્યા. આવીને તેમણે ગુરુજીને વંદન કરીને પૂછ્યું, ‘સ્થૂલિભદ્ર
ક્યાં છે?” ગુરુએ કહ્યું, “અશોકવૃક્ષની નીચે બેસીને સ્વાધ્યાય કરે છે.’ સ્થૂલિભદ્ર પોતાની બહેનોને આવતાં જોઈ કૌતુકની ઇચ્છાથી મંત્રપ્રભાવે સિંહનું રૂપ ધારણ કર્યું. સાતેય સાધ્વી બહેનો ભય પામી ગુરુ પાસે જઈ કહેવા લાગી કે અમારા ભાઈને તો સિંહ ખાઈ ગયો છે.”
ગુરુજીએ સ્થૂલિભદ્ર કુશળ હોવાનું આશ્વાસન આપી સાતેય બહેનોને ફરી ત્યાં મોકલ્યા. સાતેય બહેનો અશોકવૃક્ષ પાસે ગઈ અને ત્યાં ભાઈને પ્રત્યક્ષ જોતાં વંદના કરી. બહેનોએ પોતે જોયેલા સિંહવિશે ખુલાસો પૂછતાં સ્થૂલિભદ્ર કહ્યું કે, ‘સિંહનું સ્વરૂપ મેં ધારણ કર્યું હતું.'
(૧૫)
(૧૬)
Page #85
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
તે પછી સ્થૂલિભદ્ર જ્યારે વાચના લેવા આચાર્ય પાસે ગયા ત્યારે આચાર્ય ભદ્રબાહુસ્વામીએ કહ્યું, “હવે તું વાચના લેવા યોગ્ય નથી.” ગુરુના આ વચન સાંભળી સ્થૂલિભદ્રે પોતાના અપરાધનું કારણ વિચાર્યું. પણ કાંઈ કારણ યાદ ન આવતાં ગુરુજીએ કહ્યું, “મને મારા અપરાધની સ્મૃતિ થતી નથી.” ગુરુએ કહ્યું, “અપરાધ કરીને પાછો તું માનતો નથી ?” ત્યારે સિંહરૂપ ધારણ કર્યાનું સ્મરણ થતાં તેઓ ગુરુજીના ચરણોમાં પડી અપરાધની ક્ષમાયાચના કરવા લાગ્યા. પોતે પુનઃ આવો અપરાધ નહિ કરે એવી ખાતરી આપી. ગુરુજી કહે છે, “જેમ તાવવાળાને ચીભડું ન અપાય તેમ તું ફરીથી અપરાધ કરે કે ન કરે, પણ હું તને અપરાધીને વાચના આપીશ નહીં.’
ગુરુને શાંત પાડવા સ્થૂલિભદ્રે પછી સંઘનો આશ્રય લીધો. સંઘની પ્રાર્થના સાંભળી આચાર્ય ભદ્રબાહુએ કહ્યું, “જ્યારે આ સ્થૂલિભદ્ર સરખા પણ જ્ઞાનથી વિકાર પામ્યા તો બીજાઓ પામે એનું તો શું આશ્ચર્ય ? માટે બાકીના પૂર્વી હવે હું સ્થૂલિભદ્રને અર્થ વિના જ શીખવીશ. તેને આટલો દંડ આપવો ઘટે છે.” આમ, આચાર્યભદ્રબાહુએ સ્થૂલિભદ્રને દશ પૂર્વેનું અર્થસહિત અને છેલ્લા ચાર પૂર્વોનું કેવલ સૂત્રથી જ્ઞાન આપ્યું.
આ બન્ને પ્રસંગોને અનુલક્ષીને ‘વિચારસાર’ નામના પ્રકરણમાં આવો ઉલ્લેખ મળે છે –
“સો જયઉ થૂલભદ્રો, તિજ્ઞ પમત્તાઈ જસ્સ જાયાઈ, સીહવિઉવ્વણું, ગમણું, કષ્ણે અત્થસ મિત્તાણું.” (સિંહરૂપ વિકુર્વવું, ધનદેવ મિત્રને ત્યાં જવું અને મિત્રને ધન ક્યાં છે તે કહેવું એ ત્રણ પ્રમાદ જેમનાથી થયા તે સ્થૂલિભદ્ર જયવંત વર્તે.) (૧૬૭)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
અહીં જૈનશાસનની ન્યાયપરાયણા - ન્યાયસંગતતા નિર્દેશાઈ છે.
સ્થૂલિભદ્રજી જેવા વિભૂતિવિશેષ પણ પોતાના પ્રમાદ માટે ગુરુજી પાસે સજાપાત્ર
ઠર્યા છે.
કુરગડુમુનિ ઃ આક્રોશ પરિષહ સંદર્ભે
લક્ષ્મીપુરના ધનદ શેઠના પુત્ર કુરગડુએ નગરમાં પધારેલા શ્રી ધર્મઘોષસૂરિનો ઉપદેશ સાંભળી, વિરક્તિભાવ જાગ્રત થતાં આત્મકલ્યાણાર્થે સંયમનો સ્વીકાર કર્યો. હવે કુરગડુ મુનિ બનેલા તેઓ અધિક તપશ્ચર્યા કરી શકતા ન હતા. પણ એમણે એવો અભિગ્રહ ધારણ કર્યો કે જે બાળમુનિ હોય, ગ્લાન- બીમાર સાધુઓ હોય કે વૃદ્ધ તપસ્વી મુનિજનો હોય તેમની સમુચિત વૈયાવચ્ચ કરીને પછી જ ગોચરી વાપરવા બેસીશ ને આ સેવાસુશ્રુષા કરતાં અત્યંત ક્ષમાભાવ જાળવીશ. એમના આ સદ્ગુણને લઈને તેઓ સૌના આદરને
પાત્ર બન્યા.
હવે એક દિવસ એવું બન્યું કે ઘણા સાધુભગવંતોની વૈયાવચ્ચ કરીને તેઓ વાપરવા બેઠા. પાત્રમાં ખીર કાઢી જ્યાં વાપરવાનો આરંભ કરે છે ત્યાં જ એક તપસ્વી વૃદ્ધ સાધુ જે કફના દર્દી હતા તે કુરગડુમુનિ ઉપર અત્યંત ગુસ્સે થયા. સઘળો આક્રોશ ઠાલવતાં કહે, “સહુની સેવાભક્તિ કરીને, સૌને વપરાવીને વાપરવાનો તારો અભિગ્રહ ક્યાં ગયો ? મને તો તેં કાંઈ પૂછ્યું જ નથી.” આમ કહી ક્રોધપૂર્વક પોતાનું કફવાળું થૂંક કુરગડુ મુનિના ખીર વાપરવાના પાત્રમાં નાખ્યું. પરંતુ આ મુનિએ અપૂર્વ સમભાવ ધારણ કરી
લીધો. ખીરમાં જાણે સાકર ભળી હોય એમ માનીને તે વાપરવા બેઠા. ન કશી ગ્લાનિ, ન કશો દુર્ભાવ. માત્ર ને માત્ર આત્માના શુભ ભાવમાં ડૂબીને કેવળજ્ઞાન
પામ્યા.
(૧૬૮)
Page #86
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
કદરૂપો નંદિષણ અને મેતારજ મુનિની કથા
- ભારતી દીપક મહેતા
(રાજકોટ સ્થિત જૈન દર્શનના અભ્યાસુ ભારતીબહેનના ત્રણ પુસ્તકો પ્રગટ થયા છે. તેમાં પારસમણિ ગ્રંથ જૈન શ્રુત સંપદાને સમૃદ્ધ કરે છે. તેઓ પ્રોફેશનલ ડીઝાઈનર ટીમનું નેતૃત્વ કરે છે.)
મહાન આત્માઓના ઐતિહાસિક સંદર્ભો જોવા જઈએ તો અનેક આદર્શો નજર સમક્ષ તરવરે કે જેમણે જીવનના દરેક સુખને તિલાંજલિ અર્પીને જિનાજ્ઞા પાળવા અથવા જિનશાસનની રક્ષા કરવા અગણ્ય પરિષહો – ઉપસર્ગો આનંદપૂર્વક સહ્યા હોય ! સ્મરીએ મંત્રીશ્વર શ્રી કપર્દીને, જેઓને જૈનધર્મના કટ્ટર વિરોધી રાજા કુમારપાળનો આદેશ મળ્યો કે : ‘તમારા કપાળેથી તિલક મિટાવી દો, અન્યથા કટાર તમારી સગી નહીં થાય.’ પરંતુ “મસ્તક ઉપરનું તિલક તો મારા પરમાત્માની આજ્ઞાનું પ્રતીક છે, એમની આજ્ઞાની ઉપેક્ષા કરવા કરતાં જાનની પરવા ન કરવી સારી છે.” એમ કહ્યું તેથી રાજા અજયપાળના આદેશથી ઉકળતા તેલમાં તળાયા !
એ જ રીતે ક્રોધિત બનેલી કંટકેશ્વરી દેવીના આદેશ છતાં રાજા કુમારપાળે નવરાત્રિમાં પશુઓનો બલિ ન ચડાવ્યો અને દેવીના શ્રાપથી આખા શરીરે કોઢ નીકળ્યો, છતાં ધર્મપાલનમાંથી જરાયે ચ્યુત થયા નહીં. વળી પેઢાલપુરના શ્રીચૂલ રાજાના પગની ખોડથી સ્ટેજ વાંકા ચાલતા પુત્ર વંકચૂલે જ્ઞાનતુંગ નામના આચાર્ય સમીપ કાગડાનું માંસ ન ખાવાની પ્રતિજ્ઞા કરેલ તે યુદ્ધમાં થયેલા પ્રહારોની પીડા મટાડવા ત્યાંના વૈદ્યરાજે ઔષધ તરીકે કાગડાનું માંસ ખાવા કહ્યું છતાં અભિગ્રહ હોવાથી ન આરોગ્યું અને નવકારમંત્રના ધ્યાનમાં મરણને શરણ થઈ બારમા દેવલોકમાં ગયા, જે કાળે કરી મોક્ષે જશે. (૧૯)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
અહીં આવા જ અન્ય બે મહાન ચરિત્રના પરિષહમયી જીવનનું દર્શન કરીએ. ઃ કદરૂપો નંદિષણ :
અતિ દરિદ્ર બ્રાહ્મણ સોમિલ તથા માતા સોમિલાનો એકનો એક પુત્ર નંદિષણ જ્યારે જન્મ્યો ત્યારે તેની કુરૂપતા જોવા મગધ દેશના નંદી ગામના નગરજનો ટોળે વળીને રોજે રોજ આવવા લાગ્યા. દુર્ભાગ્યની હદ તો ત્યારે આવી કે જ્યારે માતા-પિતાનો પૂરો સ્નેહ મેળવે તે પહેલાં તે અનાથ બન્યો.સાત પુત્રીઓના પિતા એવા તેના મામા તેને પોતાના ઘરે લઈ ગયા તથા તેની પાસે ચારો-પાણી લાવવા વગેરેનું કામ કરાવવા લાગ્યા.
અન્યોને ચીતરી ચડે તેવી કદરૂપતા પોતે ધરાવે છે તે વાતે સદાયે ખિન્ન રહેતાં આ બાળને એકદા મામાએ કહ્યું કે :
“તારી મામી અને પુત્રીઓ ભલે તને શ્રાપરૂપ સમજતાં, પરંતુ હું પૂરો પ્રયત્ન કરીશ કે મારી સાતમાંથી એક પુત્રી તને પરણે.” આ સાંભળી હર્ષિત થયેલો નંદિષેણ ઘરનું ઘણું કાર્ય કરવા લાગ્યો. સમય જતાં સાતે દીકરીઓએ “આવા કદરૂપા માણસ સાથે પરણવા કરતાં તો આપઘાત કરીને મરી જવું સારું' એમ કહ્યું . તે સાંભળીને નંદિષણ ખેદ પામી ઘર છોડી નીકળી ગયો. ‘મારા દુર્ભાગ્યે આવા કર્મ ઉદયમાં આવ્યા છે, આ કરતાં તો મરી જવું જ સારું’ એમ નિશ્ચય કરી રત્નપુર નગર પાસેના એક વનમાં જઈ ચડ્યો. એક ઝાડની ડાળીએ ફાંસો ખાઈને મરી જવાનું હજુ વિચારતો હતો ત્યાં જ કાયોત્સર્ગ ધ્યાનમાંથી બહાર આવી એક મુનિએ તેને વાર્યો અને ઉપદેશ આપ્યો કે :
“હે જીવતરથી વૈરાગી થયેલા જીવ, મોટા ચક્રવર્તીઓ પણ ભોગાવલી કર્મથી છૂટી શકતા નથી. આપઘાત કરવાથી કે અરણ્યમાં સંતાઈ રહેવાથી કૃતકર્મ આપણને મૂકી દે એ અસંભવિત છે. રૂપવાન કે કદરૂપા હોવું એ તો માત્ર બહારનો દેખાવ છે. ખરા તો આત્માના ગુણ છે. વિશ્વના જીવમાત્ર (૧૦૦)
Page #87
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પરત્વે નિષ્કામ મૈત્રી જાગે તો આ બહારી કદરૂપતા તરત ભાગે. માટે તું યાવત્ જીવ શ્રી વીતરાગ પરમાત્માનો શુદ્ધ ધર્મ અંગીકાર કર અને કર્મ ખપાવી અન્ય ભવોને સુધારી લે.” તપસ્વી મુનિરાજનો આ ઉપદેશ નંદિષણના અંતરમાં સોંસરવો ઉતરી ગયો. કોઈના ય પ્રત્યે ક્રોધ, વેરભાવ કે ઈર્ષા ન કરવા તેવો નિશ્ચય કરી, ગુરુ પાસે દીક્ષા લઈને વિનયપૂર્વક અધ્યયન કરી ‘ગીતાર્થ' પદવી પ્રાપ્ત કરી. છઠ્ઠના પારણે આયંબિલની ઉગ્ર તપસ્યામાં રત રહી પ્રાણીમાત્રને આત્મવત્ સમજી વિવિધ પ્રકારે મુનિઓની સેવા-સુશ્રુષા કરવા લાગ્યા. ઉગ્ર તપશ્ચર્યા અને જવલંત સેવાભાવને કારણે જોતજોતામાં તેઓનું નામ વિખ્યાત થઈ ગયું. પૂર્વે જે સંબંધીઓ તેને તરછોડીને તિરસ્કાર કરતા હતા તેઓ હવે વંદન કરતા થઈ ગયા. નથી દેખાતા હવે કોઈનેય તેઓના પગના નખથી લઈને માથા સુધીના બેડોળ અવયવો, બિલાડી જેવી પીળી આંખો, ઊંટ જેવા લબડતા હોઠ, ગોળા જેવું પેટ અને સૂપડાં જેવા કાન ! એકનિષ્ઠ સેવાભક્તિના તાપમાં જાણે તે અપમાન, કદરૂપતા, અવગણના, તિરસ્કાર વગેરે બળીને રાખ થઈ ગયા ! કદરૂપો નંદિષેણ - જે એક વખત વિચારતો હતો કે : બીજા બધા દુ:ખ સહન થાય, પણ મારા લોહી-હાંડ-માંસને બાળી નાખતી આ કદરૂપતા કાયમને માટે કઈ રીતે સહી શકાય? – તે જ હવે મહાત્મા બની, સેવાવૃત્તિ ખીલવી, અથાક પરિશ્રમશીલતા અને અખંડ કર્તવ્યશીલતા દાખવતાં સર્વોચ્ચ કોટિના સેવક ગણાયા. રોજેરોજ પાંચસો-પાંચસો જેટલા શ્રમણોની દોડી-દોડીને સેવા-ભક્તિ કરનારા મુનિ નંદિષણ માટે સૌ એકી અવાજે કહેવા લાગ્યા કે :
નંદિષેણ જેવો શ્રમણોની સેવા-સુશ્રુષા કરનારો તપસ્વી આજ સુધી જોયો નથી.” આહાર-પાણી લાવવા માટે ઉદ્યાનથી વસતી સુધી વારેવારે આંટાફેરા કરવા ઉપરાંત ગ્લાન કે અશક્ત શ્રમણોની સેવામાં જ તેઓનો આખો દિન પૂરો થતો.
(૧૦૧)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) એકદા છઠ્ઠની તપસ્યા કરી તેઓ વસતીમાંથી આહાર-પાણી વહોરીને વિધિસર પચ્ચક્ખાણ કરી, હજુ તો પારણું કરવા બેસતા હતા, ત્યાં જ એક અજાણ્યા મુનિ ત્યાં ઉતાવળા આવી, રોષપૂર્વક આવેગથી ઠપકો આપવા લાગ્યા,
મેં તો સાંભળ્યું હતું કે મુનિવરશ્રી નંદિષેણ જેવા કદરૂપા છે તેવા જ ભારે કર્તવ્યપરાયણ પણ છે... પણ આજે તો એવું પ્રતીત થાય છે કે તે માત્ર દંભ જ છે, નહીંતર મારા ગુરુદેવ આ નગરને પાદરે કેટલાય સમયથી અતિસારથી પીડાતા બેઠા હોય ત્યારે તમે તો એય ને... આમ નિરાંતે પારણું કરવા બેસી શકો !”
એક ગ્લાન મુનિવર દર્દથી પીડાય છે તેમ સાંભળ્યા પછી નંદિષણને ગળે આહાર ઉતારવો આકરો થઈ પડ્યો ! હાથમાંનો કોળિયો પાછો મૂકી, પાત્રો ઉપર મલમલનો ધોળો કટકો ઢાંકી, એ જ ક્ષણે અચિત્ત પાણીનો જોગ કરી બીમાર મુનિવર સમીપ આવ્યા. ત્યાં જ મુનિ નંદિષણનો ઉધડો લેવાયો, “માંદા મુનિઓની બહુ સારી સારવાર કરનાર નંદિષેણ મુનિ તમે જ ને ? અમોને રીબાવવા કરતાં કહી દો ને કે સેવાના નામે પ્રશંસાના મેવા મળે તે માટેનું આ તમારું નાટક જ છે.” ઝેર જેવા કડવા વેણ સુણીને ય પ્રશાંત રહેલ નંદિષેણ મુનિએ ઉત્તર આપ્યો, “વધારે વાર લાગી ગઈ. મારો દોષ કબૂલ છે. ક્ષમાશ્રમણ ! આપ મને માફ કરો.” આટલું કહીને અતિસારને લીધે ગંદા બનેલા અવયવોને શુદ્ધ કરવાના કામમાં લાગી ગયા તેઓ. અંતમાં વિનંતી સૂરે કહ્યું, “હવે ઉપાશ્રયે જઈએ. ત્યાં કોઈ જાતની અગવડ પડવા નહીં દઉં ને રાત-દિવસ આપની સેવામાં આપના ચરણો પાસે હાજર રહીશ !”
અંગોમાંથી આવતી દુર્ગધથી વ્યથિત થયા વગર જ તેમને કાંધ ઉપર બેસાડી નગર તરફ ચાલવા માંડ્યું. ભૂખ્યાં, થાક્યા-પાક્યા નંદિષણને રસ્તામાં ય અનેકવાર બીમાર મુનિના વાગબાણો સુણવા પડ્યા, પરંતુ તેમના ધૈર્યગુણને
(૧૨)
Page #88
--------------------------------------------------------------------------
________________
- ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) કારણે ફક્ત એ જ વિચાર્યા કર્યું કે : “અહો ! રાજા કે રંક, યતિ કે ઈંદ્ર, સંસારી કે મુનિવર ... કર્મોદય થાય ત્યારે સૌ લાચાર હોય છે. બસ, હવે મારે તો ચૂપચાપ મારા પૂર્વબદ્ધ કર્મોને ખપાવી, નવા કર્મો ન બંધાય તેનો ખ્યાલ રાખી ઝટ-ઝટ મોક્ષને વરવું છે.” ત્યાં જ ફરી વાગબાણ સુણાયા : “તું એટલું તો ધીરે ચાલે છે નંદિષેણ કે રસ્તામાં જ મારું મૃત્યુ થઈ જાય એની રાહ જોતો હોય એમ લાગે છે.” ઝડપથી ચાલ્યા તો તરત સાંભળવું પડ્યું કે “જરાક તો ભાન રાખ ! આમ જ ચાલ્યા કરીશ તો મારા પ્રાણ હમણાં જ નીકળી જશે !” થોડે દૂર જતાં જ નગરની બરાબર મધ્યમાં આવીને નંદિષેણના દેહ ઉપર જ મળત્યાગ થયો. જરા પણ દુર્ગછા વિના મુનિ નંદિષેણ વિચારવા લાગ્યા: “બીમારનો દોષ કઈ રીતે જોવાય? એ તો દયાને પાત્ર છે.” અસહ્ય દુર્ગધ અને લોકપરિહાસના ઉપસર્ગો ઉપરાંત ક્ષુધા-તૃષાના પરિષદો અને બીમાર સાધુના વચન પરિષહો સહન કરતા-કરતા મુનિવરશ્રી નંદિષેણે તો ઉપાશ્રયમાં આવીને એક સાધક બની પૂરા જાગૃત ને સાવધ રહી, મનમાં અટલ સંયમ રાખીને ફરીથી સેવા કરવા માંડી ! ક્યાં એક વખતના શરીરશુદ્ધિને સર્વોપરી માનનારા બ્રાહ્મણ એવા કદરૂપા નંદિષણ અને ક્યાં આજે અશક્ત, અસહાય, અપંગ શ્રમણોની સેવા દ્વારા નિર્મળ ગુણોથી રૂપાળા બનેલ સેવા-શિરોમણી નંદિષેણ !
ત્યાં જ એક ચમત્કાર થયો. દુર્ગધ સઘળીયે હરાઈ ગઈ... અને પરિસર પુષ્પવૃષ્ટિ થતાં દિવ્ય સુગંધ પ્રસરી. જે શ્રમણ રોગીનું રૂપ લઈને આવ્યા હતા તેમણે પોતાનું ખરું સ્વરૂપ ધારણ કર્યું ને દેવ રૂપે પ્રગટ થયા. “દેવલોકમાં વૈયાવચ્ચ કરવામાં મેરુ સમાન નિશ્ચળ એવી આપની સિંહવિક્રમ સમી, સુશ્રુષાપરાયણતાની પ્રશંસા થતાં હું આપની પરીક્ષા કરવા આવ્યો હતો અને સુપ્રસન્ન થઈને પરત ફરું છું.” એમ વારંવાર ખમાવી દેવલોકે ગયા. ધીરતાના ધણી નંદિષેણ મુનિએ તે પછી બાર હજાર વર્ષ પર્યત તપ કર્યું અને પ્રાંતે મૃત્યુ
(૧૯૩)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પર્વતના અનશન આદરતાં પોતાની સુકુમાર સ્ત્રીઓ સહિત ચક્રવર્તી રાજા પણ તેઓના વંદનાર્થે પધાર્યા. પોતાની કુરૂપતાને કારણે એક કાળે પેલી સાતે કન્યાઓએ કરેલા જાકારા અને તિરસ્કારને ભૂલી ન શકનાર નંદિષેણે આ અતિકોમળ એવું સ્વરૂપવાન સ્ત્રીઓને જોઈને નિયાણું બાંધ્યું કે : “હું પણ આ તપના પ્રભાવે બહુ સ્ત્રીઓનો વલ્લભ થાઉં.”
પ્રાંતે ત્યાંથી મૃત્યુ પામીને તેઓ મહાશુક્ર દેવલોકમાં દેવતારૂપે અવતર્યા. વળી ત્યાંથી ચ્યવી સૂર્યપરીને વિષે અંધકવિષ્ણુ રાજાની સુભદ્રા નામની રાણીને ત્યાં દસમા વાસુદેવ નામે પુત્ર થયા અને નંદિષણના ભવના નિયાણાને લીધે મોટા થઈ ૭૨,000 સ્ત્રીઓને પરણ્યાં ને વિશ્વવિખ્યાત પામ્યા શ્રીકૃષ્ણના પિતા વાસુદેવ તરીકે.
મેતારજ મુનિ રાજા બિંબિસારના રાજયમાં રાજગૃહી નગરીના એક ખ્યાતનામ શ્રેષ્ઠીના પુત્ર તરીકે ઐશ્વર્યવંત જીવનના પૂ...રા પંદર વર્ષ ગાળ્યાં મેતાર્યએ. સોળમા વર્ષે આઠ વણિક ગૃહસ્થોની આઠ સ્વરૂપવાન કન્યાઓ સંગે તેના વિવાહ નક્કી થયા. સાજન-માજન સાથે સૌ વાજતે-ગાજતે મંડપમાં ને પાણિગ્રહણની વિધિ હજુ તો શરૂ થાય તે પૂર્વે જ એક ચાંડાલ મહિલા આવીને ઊભી રહી ગઈ લગ્નની ચોરી સમીપે અને બૃહદ્ અવાજે ઘોષણા કરી :
“મેતાર્ય એ મારો પુત્ર છે. આ વણિક શેઠની ભાર્યાને ઘણીવાર મૃત પુત્રો જન્મ્યા ત્યારે મને દયા આવવાથી એકવાર તેનો મૃત પુત્ર મેં લઈ લીધો અને ચાંડાળકુળમાં તાજા જ જન્મેલા આ મેતાર્યને સોંપી દીધો. મારું સંતાન ભરપૂર સુખમાં ઉછરે છે તે જોઈ મને સદૈવ સંતોષ થતો હતો, પરંતુ આજે આ લીલા તોરણે આવેલી જાન જોઈને હૈયું હાથમાં રહેતું નથી. તેને પરણાવવાના મારા કોડ પૂરા કરવાનો લહાવો લેવા અહીં આવી છું.” આટલું સાંભળતાં જ
(૧૯૪)
Page #89
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) મંડપમાં સોપો પડી ગયો. મેતાર્યનું હૈયું આર્તનાદ પોકારી ઉઠ્યું. જેટલું દુઃખ પોતે ચાંડાલ માતાનો પુત્ર છે તેનું નહોતું લાગ્યું એથી વધુ માઠું લાગ્યું તેને લીલા તોરણેથી વીલા મોઢે પરત ફરવાનું. ઊંડા આઘાત સાથે તેણે મનોમન એક પાક્કો સંકલ્પ કરી લીધો : “શ્રેષ્ઠીની પુત્રીઓ તો શું, પણ હવે તો રાજગૃહીની રાજવી કન્યા સાથે જ પરણીને સૌને દેખાડી દઉં ! આ વણિક કન્યાઓ તો પછી આપોઆપ પાછી આવશે.” તેના મનમાં બદલો લઈ વેર વાળવાની ભાવના ન જન્મી, પરંતુ નિરાશ કાળજાને શાંતિ આપવા તે હવે કટિબદ્ધ બન્યો.
થોડા જ સમયમાં પોતાના એક વખતના પરમ મિત્ર - એક દેવની, સાધના આદરી તેને પ્રસન્ન કર્યા. દેવે તેને સમજાવાની કોશિશ કરતાં કહ્યું, “તું ઘણી ઊંચી કોટિનો પુણ્યાત્મા છો. પૂર્વે કુળમદ કરવાથી તને ચાંડાળ જ્ઞાતિમાં જન્મવું પડ્યું છે. સંસારના ઠગારા સંબંધોને મહત્ત્વ આપ્યા વગર આત્મહિત અને વિશ્વહિત કરવાનો નિશ્ચય કર. તને મારાથી બનતી બધી જ મદદ કરીશ.” પરંતુ “એક વખત હું રાજકન્યાને પરણું ને તે પછી પેલી આઠ શ્રેષ્ઠી કન્યાઓને ય મારી અર્ધાગના બનાવું નહીં ત્યાં સુધી આત્મકલ્યાણની વાત સાંભળવા ય તૈયાર નથી.” એમ કહી મેતાર્યએ હઠપૂર્વક દૈવી સહાય માંગી.
મિત્રદેવે લાચાર થઈ એક યુક્તિ દર્શાવી તે મુજબ રોજ એક-બે સુંડલા ભરાય તેટલી સોનાની લીંડીઓ મૂકે તેવી એક બકરી તેના ઘરે મૂકી વિદાય લીધી. મેતાર્યએ રોજેરોજ રાજા બિંબિસારને આ સુવર્ણભેટ મોકલવા માંડી ને સામે રાજકુંવરીનો હાથ માંગ્યો. દેવતાઈ બકરીની સુવર્ણલીંડીથી રાજા વિસ્મિત ને પ્રભાવિત થયા. ‘રોજ જેને ત્યાં આટલું સોનું અવતરતું હોય તેને ત્યાં કઈ વાતે ખામી રહે ?' તેમ વિચારી બાજુમાં જ બેઠેલા પોતાના બુદ્ધિનિધાન કુંવર અભયકુમારને આ વાતની ખાતરી કરવાનું કામ સોંપ્યું. તેથી કુંવરે સ્વયં
(૧૯૫)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) મેતાર્યના ઘરે જઈ બકરીને રાજમહેલે લઈ આવીને બાંધી. અહીં એ સામાન્ય બકરી બની ગઈ. આ જોતાં અભયકુમારે ખુલાસો કર્યો : “મહારાજ ! આમાં કોઈ દેવનો પ્રભાવ લાગે છે. એ સિવાય તો ચાંડાળકુળમાં જન્મેલો કોઈ જુવાન રાજપુત્રી સંગે લગ્નની આશા સ્વ પણ ન સેવે. તેને ફક્ત પ્રતિષ્ઠા વધારવી લાગે છે.” હીનકુળમાં જન્મેલા યુવાનની આ ખુલ્લી માગણીમાં અભયકુમારને કોઈ યોગભ્રષ્ટ આત્માના જ દર્શન થયા.પોતાના રસાદ્ધ કૌશલ્ય અને વ્યવહારદક્ષ બુદ્ધિની મદદ વડે મહારાજા બિંબિસારને લઈ અભયકુમારે મેતાર્ય સમક્ષ એક શરત મૂકી : “જો તું એક રાતમાં જ રાજગૃહી ફરતે ગઢ બંધાવી દે, વૈભારગિરિ ઉપર સીધી સડક બંધાવી શકે અને ગંગા, યમુના, સરસ્વતીની સાથે ક્ષીરસમુદ્રનું જલ પણ અહીં લાવી દે તો મહારાજા પોતાની કન્યા તને જરૂર વરાવશે.” મેતાર્થે આ અસંભવિત કાર્યોને મિત્રદેવની સહાયથી રાતોરાત સંભવ બનાવ્યા. મહારાજાએ મેતાર્યની શક્તિ, પ્રભાવ અને સાધના ઉપર પ્રસન્ન થઈ બીજે જ દિવસે વચન મુજબ પોતાની રાજકુંવરીને પરણાવી. તેની પાછળ-પાછળ પેલી આઠ વણિક કન્યાઓ પણ હવે કીર્તિવંત બનેલા મેતાર્ય સાથે પરણી. એ પછી ભોગોપભોગમાં વિરક્ત બની બીજા ૨૪ વર્ષ વીત્યાં. પ્રભુવીરનું ચોમાસું થયું રાજગૃહીમાં ત્યારે સમોવસરણમાં શ્રેણિકરાજા ને નગરજનો સમક્ષ પ્રભુની દેશના સુણતાં મેતાર્યને હવે વૈરાગ્ય જાગ્યો. નવ-નવ નારીઓને છોડીને તેઓ ચારિત્ર્યના દુષ્કર પંથે ચાલી નીકળ્યા. પ્રભુએ દીક્ષા અર્ધી બનાવ્યા તેઓને મેતારજ મુનિ, દેઢ વૈરાગ્યપૂર્વક આકરા તપ કરતાં ઘણાં વર્ષો ગાળ્યા તેઓએ. ટાઢ-તડકા-ભૂખ-તરસના પરિષહ સહેવા તો તેમને માટે કોઈ વિસાતમાં જ ન હતા. એકાકી વિકટ વનમાં વિહરવું, વસ્ત્ર-પાત્રની પણ ખેવના ન કરવી અને મહિનાના ઉપવાસ તો જાણે રમતવાત બની ગયા. વર્ષો બાદ તેઓ તપ અને સમતા ધુરંધર સાબિત થઈ રાજગૃહીમાં
(૧૯૬).
Page #90
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પરત ફર્યા. સૌએ જોયું કે કુલીનો જ સંયમ કે ધર્મધુરા વહન કરી શકે તેવો કોઈ નિયમ જૈનશાસનમાં નથી. તે કોઈ કુળ કે વંશને ખાસ અધિકાર આપતો નથી. પક્ષપાત કે ઊંચ-નીચને વીતરાગ પ્રભુના શાસનમાં કોઈ જ સ્થાન નથી. આભડછેટ લાગે તેવા ચાંડાળ કુળમાં જન્મવા છતાં નગરજનો માટે મેતારજ મુનિવરનું નામ પ્રાતઃસ્મરણ સમયે મંગલ ગણાવા લાગ્યું.
એકદા તપસ્વી -નિઃસંગી મેતાર્યમુનિવર માસક્ષમણને પારણે ગોચરી માટે નીકળ્યા ને દોષરહિત આહારની શોધમાં એક સોનીને ત્યાં જઈ ચડ્યા. સોની એ વેળાએ સુવર્ણના જવ ઘડતો હતો. જિનેશ્વરની પૂજા કરવાથે મહારાજા બિંબિસારનો એક રાજદૂત રોજેરોજ નિયત સમયે સવારે ૧૦૮ સોનાના જવ લેવા માટે અહીં ઉપસ્થિત થઈ જતો. સોની છેલ્લો ૧૦૮ મો જવ ઘડી જ રહ્યો ત્યાં જ “ધર્મલાભ’ શબ્દો સાંભળતાં જ તરત ઊભો થઈ શુદ્ધ આહાર લેવા અંદર ગયો. એટલી જ વારમાં એક કૌંચપક્ષી ત્યાં આવી સુવર્ણજવને સાચા જવ માનીને ચરી ગયું અને ઉડીને બાજુના વૃક્ષ ઉપર બેસી ગયું. બહાર આવી સોનીએ ઉત્તમ ભાવપૂર્વક વહોરાવીને મહાત્માને વિદાય કર્યા. પછી ધ્યાન ગયું કે સોનાના જવલાં ગુમ છે. સોની મહાજને દોડીને મુનિને પકડ્યા અને ઘરે પાછા લાવી ધમકાવ્યા : “જવલાં પાછા આપી દો, હમણાં જ રાજદૂત આવશે તેને હું શો જવાબ આપીશ ? મને રાજા ભારે દંડ કરશે. સોનાના જવલાં મને તરત પરત કરો.” મેતારજ મુનિ તો સાચું બોલીને જો બાજુના ઝાડ ઉપર બેઠેલું પક્ષી દેખાડે તો તેના પ્રાણ રક્ષાય નહીં અને જૂઠું બોલે તો મૃષાવાદનો દોષ લાગે તેમ વિચારી મૌન જ રહ્યા. સોનીનો ક્રોધ માઝા મૂકવા લાગ્યો - ‘કેમ મૌન છો ? આટલી વારમાં તમારા સિવાય અહીં કોઈ જ આવ્યું – ગયું નથી. તમે ન લીધા હોય તો શું ધરતી ગળી ગઈ? તમે મુનિના વેષમાં ઠગ, ઢોંગી ને ચોર જ લાગો છો. શ્રમણ સંસ્કૃતિના મહાધામ સમી આ રાજગૃહી
(૧૦૦)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) નગરી છે. મારા સુવર્ણ જવલાં પરત કરી દો. મૌનનો દંભ મૂકો અને મને રાજાની આકરી સજામાંથી બચાવવાની કૃપા કરો.”
પોતાના પ્રાણની રક્ષા કરવા બીજા પ્રાણધારીનું પેટ ચીરાય એવો સંભવ હોવાથી મેતારજ મુનિરાજે મૌન જ ધારી રાખ્યું. વિનવાણીથી અર્થ સરશે નહીં તેમ લાગતાં હવે સોનીએ અમાનુષી ઈલાજ અપનાવ્યો. પોતાના બચાવ માટે તેણે એક મહાકુકર્મ આદર્યું. આંગણામાં સોનાને ટીપવા માટેનો એક ચામડાનો મોટો ટુકડો પડેલો. તેને પાણીમાં ભરપૂર પલાળી મુનિના મસ્તક ઉપર કસીને બાંધી દીધો. મુનિને મધ્યાહ્નના ધોમધખતા તાપમાં ઘરના આંગણામાં વચ્ચોવચ્ચ ઊભા રાખી દીધા. એક તો ગંધાતું ચામડું અને એમાં સૂર્યના તાપથી તે વાધર સુકાતા જ નાગપાશની જેમ ભીંસાવા લાગ્યું. મસ્તકની નસો ખેંચાવા લાગી. સોનીને લાગ્યું કે બસ, હવે મુનિની સાન ઠેકાણે આવતાં જ મારા સોનાના જવલાં હમણાં જ જ્યાં છુપાવ્યા હશે ત્યાંથી પાછા આપી દેશે.
મુનિ તો હતાં સમતાનું પરમધામ. મોટા ઉપસર્ગો સહન કરીને જ ભૂતકાળમાં મહાન આત્માઓ મોક્ષ પામ્યા છે તેમ વિચારી ક્ષમાને જવલંત ને ઉજ્જવલ બનાવતાં ગયા. પ્રાણ જાય છતાં દીનતા ન જ બતાવવી એમ ધારીને સોનીના ક્રોધબાણ સમક્ષ સમતાની ઢાલ લઈને તેઓ ઊભા જ રહ્યા. મસ્તકની નસો ખેંચાઈને તૂટતી ગઈ તેમ અનુભવાયું. જાણે સ્વકર્મો તડતડ તૂટે છે. અસહ્ય વેદનામાં પણ અંતરથી સર્વ જીવોને ખમાવવાનું જ ચાલુ રાખ્યું: “આ ઘટનામાં સોનીનો દોષ નથી ને પક્ષીય નિર્દોષ છે. વાંક હોય તો મારા જ પૂર્વબદ્ધ કોઈ કર્મોનો, જે આ નિમિત્તે ઉદયમાન થયા છે. હે પ્રભો ! સકળજીવરાશિને હું ખમાવું છું. મારે કોઈ સાથે વેર નથી. મારો મૈત્રીભાવ સમસ્ત જગમાં પ્રસરી રહો. નિર્દોષપણે આવી કારમી યાતના સહન કરીને કર્મખપાવવાની જ સુવર્ણ તક મને સાંપડી છે.” મેતારજ મુનિરાજના અંતરમાંથી
(૧૦૮).
Page #91
--------------------------------------------------------------------------
________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
સુનંદ શ્રાવકની કથા - ચિત્રાબેન ડી. મોદી
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) નિર્મળ વિચારધારા સંગે શાંતિ, કરુણા ને ક્ષમાની છોળો ઉછળી રહી, શોષ લેતાં ચામડાના બંધનો હવે એટલી હદે તંગ બન્યા કે મુનિરાજની બે આંખો બહાર નીકળી આવી ! માસક્ષમણની તપશ્ચર્યા સહિતની જીર્ણશીર્ણ કાયાની સઘળી યે નસોને આ અસહ્ય રીબામણીએ કાચા સૂતરના તાંતણાંની જેમ જ તોડી નાખી. આત્મરમણતામાં મગ્ન મુનિરાજ શિથિલ બનીને વિદીર્ણ બન્યા અને તેમને સમતાના સર્વોત્તમ શિખરે પહોંચી કેવળજ્ઞાન લાધ્યું, સત્વરે પ્રાણત્યાગ થયો ને મોક્ષે સિધાવ્યા.
ત્યાં જ એક બાઈએ આંગણામાં આવી લાકડાનો ભારો ઝાડ નીચે નાખ્યો. તેના મોટા અવાજથી ક્રૌંચ પક્ષીથી ડરી જઈને ઘણું બધું ચરકાઈ જવાયું. તેની ચરકમાં જવલાં દેખાતાં જ સોની મહાજન કંપી ઉઠ્યા. પોતાની આ ક્રૂર ભૂલ સમજાતા અસીમ પશ્ચાત્તાપ પણ થયો. ઉતાવળમાં સત્ય જાણ્યા વિના પોતાનાથી કેટલો મોટો અનર્થ થઈ ગયો એમ વિચારી મુનિના પ્રાણની જવાબદારીનો અપરાધભાવ અનુભવતાં સોનીએ પ્રભુ મહાવીરનો આશરો લીધો અને પશ્ચાત્તાપ કરતાં પોતે પણ નિર્મળ બની, કાળે કરી આત્માને તાર્યો. શાસ્ત્રોમાં એ પછી લખાયું કે :
सीसावेढेण सिरिम् ि- वेढिए निग्गयाणि अच्छीणि ।
मेयजस्स भगवओ नय सो मणसावि परिकुविओ।। ભીની ચામડાની વાધર વડે મસ્તકને કસીને બાંધ્યું, વાધરી સુકાઈ અને આંખો ય નીકળી પડી તો પણ મેતાર્ય ભગવંતે મનથી પણ કોપ કર્યો નહીં.
(જૈનદર્શનના અભ્યાસુ ચિત્રાબહેન મોદી ગુજરાત વિધાપીઠ દ્વારા જૈન સાહિત્ય સંશોધન કાર્યમાં વ્યસ્ત છે.)
આચારોના આચરણ ઉપરાંત ભ્રમણ કરતાં સાધુને જે સંતાપ વેઠવા પડે છે તે બધા તેણે ધીરજપૂર્વક વેઠવાના હોય છે. આ સંતાપો વેઠવાથી કર્મોને અટકાવવામાં તે ચલાયમાન થતો નથી અને કર્મોનો નાશ કરવામાં સમર્થ બને છે. આ સંતાપને પરિષહ કહે છે. તે બાવીસ છે – ક્ષુધા, પિપાસા, જ્ઞાન, અજ્ઞાન, મળ વગેરે.
સુખ અને દુઃખ પ્રત્યે તે ઉદાસી હોય છે - બધા પ્રકારોના વિષયોપભોગમાંથી વિરક્ત થવાને કારણે અસંતોષને તે જીતી લે છે. સુંદર, આકર્ષક સ્ત્રીઓને જોવાથી થતા ઉત્તેજક કે ઉશ્કેરાટભર્યા તમામ વિચારો તેણે જીતી લેવા પડે છે. એક સ્થળેથી બીજા સ્થળે ચાલતા જઈને દુઃખ અને અગવડ સહન કરવા પડે છે. એકની એક સ્થિતિમાં બેસી રહેવાનું હોય તેને કારણે કષ્ટ પડે છે. આવી જ રીતે હલનચલન કર્યા વગર સખત ભૂમિ ઉપર સૂવું પડે છે અને કેટલીક વખત તો જીવજંતુઓના ડંખ પણ લાગે છે. સાધુના જીવનમાં આ બધું સ્વાભાવિક હોવાથી સહન કરવું જ પડે છે. ભિક્ષા ન મળે તો આજીજી કરવાની નથી કે દયા કરવાનું પણ કહેવાનું નથી. તેણે માત્ર પરિણામ સહેવાનું હોય છે. વિહાર કરતાં કરતાં કાંટા કે કાંકરા વાગે તો તેણે તે સહન કરવાના છે. દેહ તરફ તેણે પ્રેમ કે આસક્તિ હોવા ન ઘટે. તેથી તેણે આ બધા સંતાપ સહેવાના હોય છે. તેણે કદી સ્નાન કરવાનું હોતું નથી. માત્ર મયૂરપિચ્છના રજોણા વડે ધૂળ હોય તો તેને ખંખેરી કાઢવાની હોય છે. તેનો મુખ્ય હેતુ જીવને
(૧૮૦)
(૧૯)
Page #92
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
શુદ્ધ રાખવાનો અને મનને દરેક પ્રકારના દૂષણોથી મુક્ત રાખવાનો હોય છે. પ્રશંસા કે અવજ્ઞા તરફ તે ઉદાસીન છે. સ્વાગતથી અંજાઈને ફેલાઈ જતો નથી તેમ જ લોકોની ઉદાસીનતાથી તે નિરાશ થતો નથી. પોતાના જ્ઞાનનું તેને અભિમાન હોતું નથી, તો અજ્ઞાનથી તે નાસીપાસ થતો નથી, તેનું આખું જીવન મોક્ષમાર્ગની યાત્રા છે. તે ધર્મગ્રંથોનું અધ્યયન કરે છે, પોતાની ભૂલનો તે પશ્ચાત્તાપ કરે છે. તે સંપૂર્ણ નિરાસક્ત જીવન ગાળે છે અને જીવની આધ્યાત્મિક પ્રગતિ માટે જ ઉત્સુક હોય છે. શાંતિથી બધા નવા કર્મોને થંભાવવાના એક માત્ર આશયથી તે આગળ વધ્યે જાય છે અને જૂના કર્મોને વિનાશ કરવા પ્રયાસ કરે છે. ટૂંકી દૃષ્ટિના ખ્યાલો રાખી તે જીવમાં પૂર્ણ સ્વરૂપ પરની શ્રદ્ધા ડગમગવા દેતો નથી અને શાંતિપૂર્વક, પ્રયત્નપૂર્વક બધા સંકટ સહ્યે જાય છે અને આત્મસાક્ષાત્કારની ઉચ્ચ અવસ્થાએ પહોંચવા મથે છે. સંયમ અને આત્મજ્ઞાનથી જીવની શુદ્ધિ અને મનના સમત્વને તે કોઈ રીતે ક્ષુબ્ધ થવા દેતો નથી. સંતાપો તેના અંકુશ બહાર છે અને જીવની શુદ્ધિની પ્રક્રિયામાં તેમને સહન કરવાના જ છે.
મલ પરિષહ ઉપર સુનંદ શ્રાવકની કથા
ચંપાનગરીમાં સુનંદ નામે વણિક રહેતો હતો. તેની પાસે કોઈ મુનિ આવીને કોઈ ઔષધ માગે તેને તે ગર્વ સહિત કાંઈક અવજ્ઞા વડે આપતો હતો. એક વખત ગ્રીષ્મઋતુમાં સ્વેદથી નીતરતા અને દુર્ગંધી શરીરવાળા કેટલાક સાધુ તેની પાસે કોઈક ઔષધ લેવા આવ્યા. તેમની દુર્ગંધથી તેની દુકાનના ઔષધોની ગંધ પણ પરાભવ પામી. તે જોઈ સુનંદે વિચાર કર્યો કે “સાધુઓનો સર્વ આચાર સારો છે, પરંતુ તેઓ જે મળ ધારણ કરે છે તે સારું નથી.’’ આ રીતે મુનિની નિંદાથી દુષ્કર્મ ઉપાર્જન કરી અનુક્રમે મરણ પામી તે શ્રાવકધર્મી
(૧૮૧)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
હોવાથી દેવ થયો. ત્યાંથી ચ્યવી કૌશાંબી નગરીમાં કોઈ શ્રીમંતનો પુત્ર થયો. ત્યાં ગુરુની પાસે ધર્મ સાંભળી વૈરાગ્ય પામી તેણે પ્રવજ્યા અંગીકાર કરી.
એક વખત તેને મુનિનિંદાનું દુષ્કર્મ ઉદયમાં આવ્યું. તેથી તેનું શરીર અતિ દુર્ગંધવાળું થયું . તે દુર્ગંધ કોઈ સહન કરી શકતું નહીં. તેથી તે જ્યાં જ્યાં ભિક્ષા વિગેરેને માટે જાય ત્યાં ત્યાં તેની અસહ્ય દુર્ગંધથી લોકોમાં તેનો ઉપહાસ થવા લાગ્યો. તેથી ગુરુએ તેને ઉપાશ્રયમાંથી બહાર જવાનો જ નિષેધ કર્યો. ત્યાર પછી તે મુનિએ રાત્રે પોતાની દુર્ગંધ દૂર કરવા માટે શાસનદેવતાને ઉદ્દેશી કાયોત્સર્ગ કર્યો એટલે દેવીએ પ્રસન્ન થઈ તેનું શરીર કસ્તૂરી જેવું સુગંધી કર્યું.
તે જોઈ “અહો ! આ સાધુ હોવા છતાં પણ નિરંતર સુગંધી પદાર્થોને શરીર પર લગાવતા જણાય છે.’’ એમ લોકોના કહેવાથી તેનો ફરીથી ઉપહાસ થવા લાગ્યો. તેથી તેણે ખેદ પામી ફરીથી શાસનદેવીની આરાધના કરી ત્યારે દેવીએ તેની સ્વાભાવિક ગંધ કરી. આ પ્રમાણે જેમ તે સુનંદે પ્રથમ મલ પરિષહ સહન ન કર્યો. તેમ બીજા સાધુએ તેવું ન કરવું, પરંતુ ધૈર્યથી મલ પરિષહ સહન કરવો. ઉપસર્ગઃ
ક્યારેય ના ચિંતવ્યો હોય તેવો સંતાપ. અહીં આપણે ગજસુકુમારના જીવનમાં બનેલી ઘટના જોઈશું.
ગજસુકુમાર સવારે લગ્ન, બપોરે દીક્ષા અને સાંજે ખૂબ ચિંતનને અંતે સાધના માટેની શ્રેષ્ઠ જગ્યા સ્મશાનભૂમિ જ છે તેમ વિચારી સ્મશાનમાં જઈ સાધના કરવા લાગ્યા. તે જ સમયે તેમના શ્વસુર ત્યાંથી પસાર થતા હતા. તેમણે ગજસુકુમારને ત્યાં સાધના કરતાં જોયાં. ‘અરે રે ! મારી દીકરી સાથે કપટ-દગો કરનાર અહીં સાધના કરે છે ?’ ક્રોધ આવતાં ત્યાંથી જલતા અંગારા ભેગાં કરી તેમના માથે પાઘડી બનાવી દીધી. ગજસુકુમાર ચિંતવે છે કે આ તો
(૧૮૨)
Page #93
--------------------------------------------------------------------------
________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
સ્થૂલિભદ્રજીની કથા - ડૉ. છાયાબેન પી. શાહ
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) મુક્તિનો માર્ગ તૈયાર કરી દીધો. કશું જ બન્યું નથી તેમ તેઓ સાધના કરતાં જ રહ્યા અને મુક્તિને વર્યા. કોઈપણ જાતના રાગ-દ્વેષ વગર સાધનામાં અંતરાય ના કર્યો. ઉપસંહાર:
દરેક સાધુ પોતાના જીવનમાં આવતા પરિષહ સહન કરે જ છે.
ઉપસર્ગ પણ તે રાગ-દ્વેષ વગર સહન કરે છે. ઉપસર્ગ કરનાર પર નહીં દ્વેષ અને બચાવનાર પર નહીં રાગ, તેમ સહન કરનાર ચોક્કસ મુક્તિને વરે છે.
સંદર્ભ ગ્રંથ :જૈન દર્શન, ટી. કે. તુકાલ પ્રકરણ – ૧૬, પાના નં. ૧૯૭ થી ૨૧૦
| (અમદાવાદ સ્થિત જૈન ધર્મના અભ્યાસુ છાયાબહેને પંડિત પ્રભુદાસ પારેખના જીવન અને સાહિત્ય પર સંશોધન કરી Ph.D. કરેલ છે. તેઓશ્રી જૈન શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ રસ ધરાવે છે.)
ઉપસર્ગો માનવીય હોય છે. ક્યારેક કુદરતી હોય છે તો ક્યારે પ્રાણીઓ તરફથી હોય છે. પૂર્વજન્મ કે આ જન્મના કોઈ વૈર વૈમનસ્યને કારણે એક વ્યક્તિ બીજી વ્યક્તિને કષ્ટ-પીડા-દુઃખ આપે છે. જેમકે ગોપાલકે પ્રભુના કાનમાં ખીલા ઠોક્યા. ક્યારેક કુદરતી આપત્તિઓ પણ આવા ઉપસર્ગો લઈને આવે છે. આ થઈ પ્રતિકૂળ ઉપસર્ગોની વાત.
મારે જે વાત કરવી છે તે છે, અનુકૂળ ઉપસર્ગોની. સાનુકૂળ ઉપસર્ગો લોભામણા, લલચાવનારા, લપસાવનારા અને પછાડનારા હોય છે. પ્રતિકૂળ કરતા આ ઉપસર્ગો અત્યંત પ્રબલ હોય છે. આવા અનુકૂળ ઉપસર્ગોન સ્થૂલિભદ્રજીએ કેવી રીતે મહાત કર્યા તે ઘટના અત્યંત રસપ્રદ છે, બોધદાયક છે, અનુકરણીય છે અને ગૌરવવન્ત છે.
સ્થૂલિભદ્ર પહેલીવાર કોશાને જોઈને તેના પર ઓતપ્રોત થઈ ગયા. મા-બાપ, કુટુંબ સર્વ છોડીને કોશા પાસે આવ્યા. બાર બાર વર્ષ સુધી બન્ને એકબીજામાં સમાઈ ગયા. દુનિયાને ભૂલી ગયા. એક દિવસ બન્ને ઝૂલા પર ઝૂલતા હોય છે ત્યાં અચાનક બારણે ટકોરા વાગે છે. દ્વાર ખોલે છે ત્યાં જુએ છે સ્થૂલિભદ્રનો નાનો ભાઈ શ્રીયક લોહી નીતરતી ખુલ્લી તલવાર સાથે ઊભો છે અને કહે છે કે પિતાજીની આજ્ઞા પ્રમાણે કુટુંબની આબરૂ બચાવવા મેં ભરસભામાં પિતાજીના મસ્તકને ધડથી જુદું કર્યું છે. હવે રાજા સ્થૂલિભદ્રને મંત્રી મુદ્રા સ્વીકારવા બોલાવે છે.
(૧૮૪)
ઉત્તરાધ્યયન સૂત્ર શ્રી પરિષહ અધ્યયન પાના નં. ૬૦- ૬૨
(૧૮૩)
Page #94
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
સ્થૂલિભદ્ર અવાક બની જાય છે. રાજય દરબારમાં પિતાનું ખાલી સિંહાસન જોઈ હૃદયમાં વેદનાનો ચીરો પડે છે. પોતે કરેલી પિતાની ઉપેક્ષા બદલ ખૂબ દુ:ખ થાય છે. મનના કંદ્રને સમાવવા સ્થૂલિભદ્ર બાળપણના ગુરુ સંભૂતિવિજયજી પાસે જાય છે. ખોળામાં માથું મૂકી રડે છે. ગુરુ સાંત્વના આપે છે. સત્ય સમજાવે છે. સ્થૂલિભદ્ર સંસાર છોડી પ્રવજયા ગ્રહણ કરી લે છે.
કોશા ખૂબ વાટ જુએ છે. ત્યાં સમાચાર આવે છે કે સ્થૂલિભદ્ર તો મુનિ થઈ ગયા. કોશા ઢળી પડે છે. મૂછિત થઈ જાય છે. પાછી ભાનમાં આવે છે. પાછી મૂછિત થઈ જાય છે. ભરેલા ભાણા પડ્યા રહે છે. રૂપગાર સૂના પડી જાય છે. ચિત્રશાળા ઉદાસ થઈ જાય છે. આખી હવેલી જાણે કે ધ્રુસકા લઈ રડી હોય તેવું લાગે છે. આમ કેટલોક સમય દુઃખમાં રડતાં રડતાં વહી જાય છે.
એક દિવસ એક દાસી ઝરૂખામાં ઊભી હોય છે. તેની નજર પડે છે સ્થૂલિભદ્ર મુનિ હવેલી તરફ આવી રહ્યા છે. દાસી દોડતી કોશા પાસે આવે છે. બેન બા, વિષાદ છોડી દો, સોળ શણગાર કરો. સ્થૂલિભદ્ર મુનિ આવી રહ્યા છે.” કોશા સફાળી ઊભી થઈ ગઈ. દાસીને સોનાથી મઢી દીધી. સોળે શણગાર પહેર્યા. હવેલી રોશનીથી ઝળહળી ઉઠી. હાથમાં મોતીનો થાળ લઈ સ્થૂલિભદ્રને વધાવવા ઊભી રહી મનમાં વિચારે છે કે “મને ખબર હતી કે તેઓ મારા વગર રહી જ નહીં શકે' ને આજે એ દિવસ આવી ગયો.
સ્થૂલિભદ્ર દ્વાર ઉપર આવ્યા. કોશા અપલક નેત્રે તેમને નીરખી રહી પણ આ શું? જે આંખો હંમેશાં પ્રેમનું વાદળું બનીને વરસતી હતી ત્યાં નરી સ્થિરતા દેખાઈ, કોશાનું હૃદય એક ધડકન ચૂકી ગયું. પણ બીજી જ પળે નિરાશાને ખંખેરી નાખે છે. આ મુનિને સંસારી બનાવવા હું બધો જ પુરુષાર્થ કરીશ. કોશાની આ વિચારધારા માત્ર વિચારધારા ન હતી. તે સ્થૂલિભદ્ર પર થનારા અનુકૂળ ઉપસર્ગોની ભૂમિકા હતી.
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) કોશાએ સ્થૂલિભદ્રજીને ચિત્રશાળામાં ઉતારો આપ્યો. આ ચિત્રશાળા પાટલીપુત્રનું ગૌરવ હતી. એની દીવાલોની જાળીઓમાં રતન, હીરા, મોતી જડેલા હતા. એની દીવાલો પર વિવિધ અંગમરોડ પ્રદર્શિત કરતી રૂપાંગનાઓના આકર્ષક ચિત્રો હતા. મણિથી જડેલ શૈયા હતી. રત્નજડિત આસન હતું. કોઈને પણ આકર્ષી શકે એવું ચિત્રશાળાનું વાતાવરણ હતું. સ્થૂલિભદ્ર ચિત્રશાળામાં આવ્યા. ખૂણામાં ખાલી જગ્યા હતી ત્યાં પોતાનું આસન પાથરી બેસી ગયા. કોશાએ સિંહાસન પર બેસવાની વિનંતી કરી ત્યારે ગંભીર સ્વરે કહ્યું, “હું મારા જ આસન પર બેસીશ, તું કહીશ તે બધું જ સાંભળીશ, તું બતાવીશ તે બધું જ જોઈશ, તું જે ખવડાવીશ તે બધું જ આરોગીસ. બસ, તારે મારાથી ત્રણ હાથ દૂર રહેવાનું.” સ્થૂલિભદ્રની આ વાત સાંભળી કોશા મનમાં હસી પડી. “અરે, ચાર જ દિવસમાં આપણી વચ્ચે વંતનું અંતર પણ નહીં રહે.’ તેને પોતાનામાં સંપૂર્ણ વિશ્વાસ હતો. બીજે દિવસથી કોશા નિત્ય નવા શણગાર કરી ચૂલિભદ્ર પાસે આવવા લાગી. અપ્રતિમ રૂપની સામ્રાજ્ઞી હતી. વળી સોળે શણગાર, કોઈપણ વ્યક્તિ અપલક નેત્રે તેને જોઈ રહે. કોશા સ્થૂલિભદ્રને ભાતભાતના ભોજન વહોરાવે છે. આમ કરતા મહિનો પૂરો થાય છે. કોશાને એક વાત ખટકે છે કે
યૂલિભદ્ર એની વાતોને સાંભળે છે પણ નરી નિર્લેપતાથી, ભોજન આરોગે છે પણ રસ વિના. ક્યારેય એના અનુપમ લાવણ્યમય રૂપની પ્રશંસા પણ નથી કરતા. હવે મારે વધુ પ્રબળ પ્રયત્નો કરી ચૂલિભદ્રને રીઝવવા પડશે.
હવે કોશા મરણિયો પ્રયાસ કરે છે. ચિત્રશાળાના વાતાવરણને માદક બનાવે છે. ઢોલ, વીણા, શરણાઈ વગેરે વાદ્યોના સૂરો દરેક પળને સૂરીલી બનાવે છે. કોશા, રીઝાવી દે એવું વસ્ત્ર પરિધાન કરી સ્થૂલિભદ્રજી પાસે વિવિધ અંગમરોડ સાથે નિત-નિત નવા નૃત્યો કરે છે. ઘડીભર લાગે કે કામદેવ કોશાના દરેક અંગમરોડ દ્વારા સ્થૂલિભદ્રજી તરફ કામના અસંખ્ય તીર છોડી રહ્યા છે.
(૧૮૬)
(૧૮૫)
Page #95
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
નયનોના કટાક્ષબાણથી વીંધી રહ્યા છે. સમયસુંદર મુનિ કે જેમણે કોશા - સ્થૂલિભદ્રજીનું કાવ્યું લખ્યું છે તે અહીં લખે છે કે કોશાના આ ઉપસર્ગનો પ્રતિકાર કરવાનું કોઈપણ પુરુષ માટે શક્ય નથી. કોઈપણ પુરુષ ઊભો થઈને કોશાને બાહુમાં લઈ લે. પરંતુ, આ મહાત્મામાં વિકારની એક લહર પણ ઉત્પન્ન નથી થઈ. મુનિ મેરુ પર્વતની જેમ અડગ બેઠા છે. ખરેખર, કામવિજેતા બન્યા છે. કોશા થાકી ગઈ, હારી ગઈ ને મૂર્છા ખાઈને ઢળી પડી.
હજુ કોશાએ પરાજય નથી સ્વીકાર્યો. હવે તેણે રીત બદલી. સ્થૂલિભદ્રજી પાસે બેસીને ૧૨ વર્ષમાં બન્નેએ સાથે વીતાવેલી ક્ષણોનું ઝીણામાં ઝીણું વર્ણન કરે છે. બધું જ યાદ કરાવે. મધુર સંસ્મરણો વાગોળે છે, પણ સ્થૂલિભદ્રજી ચળ્યા નહીં - અડગ રહ્યા. આમ, ત્રણ મહિના વહી ગયા.
અંતે હારી ગયેલી કોશા મુનિના ચરણોમાં ઢળી પડે છે. આક્રંદ કરે છે. તમે કેમ મારો સ્વીકાર નથી કરતા ? તમે કેમ આવા નિષ્ઠુર બની ગયા હું તમારા વગર નહીં જીવી શકું. મને સ્વીકારી લો...'
સ્થૂલિભદ્રજી હવે પ્રથમવાર કોશાને કહે છે કે તું આમ દુ:ખી ન થા. હું મારા ગુરુજીના સાન્નિધ્યમાં શાસ્ત્રો ભણ્યો એમાંથી જે સત્ય મને પ્રાપ્ત થયું તે સત્ય તને સમજાવવા જ હું પાછો આવ્યો છું. બીજું કોઈ પ્રયોજન નથી. અને સત્ય એ છે કે તને મારા પ્રત્યે જે રાગ છે, મોહ છે, મને પણ તારા પ્રત્યે હતો તે બધું જ અજ્ઞાન છે. અસત્ય છે. સત્ય તો એ છે કે સંસારમાં દરેક આત્મા એકલો છે. એકલો આવે છે અને એકલો જાય છે. કોઈ કોઈનું નથી. આથી દરેક વ્યક્તિએ પોતાના આત્માને સાચો પ્રેમ કરવો જોઈએ. આત્માને કર્મ બંધનોથી મુક્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એ જ મનુષ્યજન્મનું કર્તવ્ય છે. મુનિની વાતો કોશાની સમજમાં ઉતરવા લાગી. એને અંદરથી શાંતિનો અનુભવ થવા લાગ્યો.
(૧૮)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
કોશા સાદા વસ્ત્રો પહેરી મુનિ પાસે બેસતી. મુનિ સમજાવે છે કે આપણે બાર-બાર વર્ષ સુધી વિષયો ભોગવ્યા. અનાદિકાળથી આ રીતે ભોગવતા આવ્યા છીએ, છતાંય તૃપ્તિ થઈ નહીં ને થશે પણ નહીં. માટે આવા ભોગોને ત્યાગી દઈ ત્યાગનો આનંદ પ્રાપ્ત કરવો જોઈએ. એનાથી આત્મસુખ મળે છે. સાચું સુખ મળે છે. એ સુખ પાસે આ વિષયભોગ તુચ્છ લાગે છે. હવે કોશાને સત્ય સમજાવા લાગ્યું. હાથ જોડીને કહે છે, “મને આ સત્યમાર્ગ પર જવાનો પંથ બતાવો.’” મુનિ એને બારવ્રતથી સમજણ આપે છે. કોશાને કીધી છે સમકિતધારી,
વિષય સુખ નીવારી,
એવા સાધુને જાઉં બલિહારી.’
ચાર મહિના પૂર્ણ થયે સ્થૂલિભદ્રજીએ કોશા પાસે જવાની રજા માગી. કોશાનો પરિવાર મુનિને વળાવવા આવ્યો. હવે કોશાની આંખોમાં આક્રોશ નહીં, નરી સ્થિરતા છે. હવે હૃદયમાં સંતોષ છે. કંઈ પામ્યાનો આનંદ છે. પ્રેમપૂર્વક મુનિને વિદાય આપી.
મુનિ પોતાના ગુરુ પાસે પહોંચ્યા. ગુરુના ચરણોમાં નમ્યા ત્યાં જ ગુરુએ તેમને ગળે લગાડી દીધા અને બોલી ઊઠ્યા, “દુષ્કર, દુષ્કર, દુષ્કર. તમે અત્યંત કઠિન કામ પાર પાડીને વિજેતા બન્યા છો. કામના ઘરમાં રહીને કામને જીત્યો છે. તમને ધન્ય છે. તમે ચોરાસી લાખ ચોવીસી સુધી પ્રાતઃ સ્મરણીય બની રહેશો.”
આવા સાનુકૂળ ઉપસર્ગોને મહાત કરી વિજેતા બનનાર સ્થૂલિભદ્રજી એક જ સાચા પ્રિયતમ હતા કે જેમણે પોતાને લાધેલું સત્ય પ્રિયતમાને પણ સમજાવ્યું. તેને એકલી, અટૂલી રડતી મૂકી જવાને બદલે તેને પણ સત્યનો માર્ગ બતાવવા આવ્યા.
‘ધન્ય છે આવા મુનિને.’
(૧૮૮)
Page #96
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
હસ્તિમિત્રની કથા
- રજનીકાંતભાઈ ચીનુભાઈ શાહ (રજનીકાંતભાઈએ ગુજરાત વિધાપીઠ, આંતરરાષ્ટ્રીય જૈનવિધા કેન્દ્ર દ્વારા જૈનવિધા' વિષયમાં પ્રમાણપત્ર અભ્યાસક્રમ કરેલ છે. હાલ સંશોધનકાર્ય સાથે સમાજની ધાર્મિક પ્રવૃતિઓમાં રસ ધરાવે છે.) પરિષહ:
શ્રીમદ્ રાજચંદ્રજીએ ‘અપૂર્વ અવસર' માં કહ્યું, આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો, ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જો.”
જેમનો આચાર જ સહનશીલતા અને ધીરતા છે તેવા સાધકો કદાપિ કષ્ટોથી કાયર થતા નથી. કંચન તો જ્યારે કસોટીએ ચડે ત્યારે જ તેનું મૂલ્ય થાય છે. કર્મોની નિર્જરા કરાવતું અને પૂર્વે કરેલા કર્મોનું ફળ આપતાં પરિષહ અને ઉપસર્ગ સમભાવે સહન કરીને તે ભોગવતાં નવો કર્મબંધ ન થાય તેની કાળજી રાખનાર જ ભવોભવના બંધનમાંથી છૂટી શકે છે અને તેવા સાધકો પરિષહો અને ઉપસર્ગો સમતાભાવે સહન કરે છે.
આ બાવીસ પરિષદમાં જીવને જે આહાર સંજ્ઞા ઉચ્ચપદની પ્રાપ્તિ સુધી સતાવે છે, તેવો સુધા પરિષહ છે. સુધાને સમભાવે સહન કરવી અને જો સહન ન થાય તો શાસ્ત્રોક્ત વિધિ મુજબ નિર્દોષ, શુદ્ધ ગોચરી-ભિક્ષા મળે તો જ ગ્રહણ કરવી, નહીંતર મક્કમતાથી સુધાને સહન કરવી તે પરિષહજય છે અને દોષિત આહારથી ક્ષુધા શમાવવી એ પરિષહ અજય છે.
છુહા સમા વેઅણા નત્યિ” એટલે “ક્ષુધા જેવી બીજી કોઈપણ વેદના નથી.’ માટે સર્વ પરિષદોમાં ક્ષુધા પરિષહ અતિદુઃસહ છે. ઉત્તરાધ્યયનના બીજા અધ્યયનનો ત્રીજો શ્લોક -
(૧૮૯)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) "कालीपव्वंगसंकासे, किसे धमणिसंतए ।
मायण्णे असणपाणस्स अदीणमणसो चरे ।।" તાત્પર્ય એ છે કે - સાધુએ સુધાથી અત્યંત પીડા પામતા હોય તો પણ નવ કોટિ શુદ્ધ આહાર જ ગ્રહણ કરવો, તે પણ લોલુપતાથી વધારે લેવો કે ખાવો નહીં, અને શુદ્ધ આહારની પ્રાપ્તિ ન થાય તો મનમાં દીનપણું લાવવું નહીં, પરંતુ તપની વૃદ્ધિ થઈ એમ ચિંતવવું. આ રીતે વર્તવાથી ક્ષુધાપરિષદ સહન કર્યો કહેવાય છે.
સૂક્ષ્મસંપરાય, ઉપશાંતમોહ અને ક્ષીણમોહ એ ત્રણેય ગુણસ્થાનકમાં પરિષહ હોય છે અને તે વેદનીય કર્મના ઉદયથી આવે છે. ક્ષુધા પરિષહ:
ઉજજયિની નામની નગરી હતી.
આ નગરમાં હસ્તિમિત્ર નામના એક શેઠ રહેતા હતા. શેઠને રૂપથી સુંદર અને ચારિત્રથી સુશીલ એવી પત્ની હતી. પતિ અને પત્નીના સુમધુર દામ્પત્યજીવનના ફળસ્વરૂપે એક સુંદર પુત્ર હતો. પુત્રનું નામ હતું હસ્તિભૂતિ.
હસ્તિભૂતિ આઠ વર્ષનો થયો... અને એક દિવસ શેઠાણીનું મૃત્યુ થયું. યુવાનવયે શેઠાણી પર આવેલી ઘાતથી શેઠને આઘાત તો જરૂર લાગ્યો, પરંતુ પરમાત્માના શાસનને પામેલા શેઠ આ આઘાતને પચાવી ગયા. એમણે પોતાનું મન રાગ પરથી ઉઠાવીને વૈરાગ્યમાં વાળી દીધું. પત્નીનું અચાનક થયેલું મૃત્યુ એમના માટે આત્મકલ્યાણનો માર્ગ ચિધનારુ બની રહ્યું.
હસ્તિમિત્રએ પોતાના એકના એક પુત્રને વૈરાગ્યના ભાવથી ભાવિત કર્યો. એક શુભ દિવસે પિતા-પુત્રએ સાથે જ સંયમજીવનનો સ્વીકાર કર્યો.
એકદિવસની વાત છે. પિતા-પુત્રમુનિ ગુરુભગવંતની સાથે જ નગરીમાં વિચરતા હતા. ત્યાં દુકાળ પડ્યો. અન્ય સાધુ ભગવંતો સાથે બંને મુનિઓએ ભોજકટનગરી તરફ વિહાર શરૂ કર્યો. વિહાર કરતા રસ્તામાં મહાઅવી આવી.
(૧૯૦).
Page #97
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
અટવી પાર કરતા પિતામુનિના પગમાં કાંટો વાગ્યો. કાંટો બહુ તીક્ષ્ણધારદાર હતો. પગમાં ખૂબ જ ઊંડો પેસી ગયો હતો. એક ડગલું પણ તેઓ આગળ વધી શકે તેમ ન હતા. તેઓ અટવીમાં જ એક વૃક્ષ નીચે બેસી ગયા.
સહુ શ્રમણોએ ભેગા મળીને મુનિને કહ્યું, “મુનિવર આ અટવી જંગલી પશુઓથી ભરેલી છે. અહીં એકલા રહેવામાં જોખમ છે. અમે સહુ મુનિઓ તમને વારાફરતી ઉપાડી લેશું. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી.”
મુનિ બોલ્યા, “બંધુવરો ! તમે તમારી લાગણી પ્રદર્શિત કરી, તેનો હું અત્યંત ઋણી છું. પરંતુ હું હવે અત્યંત અશક્ત છુ. તમે મને વહન કરવા જશો તો તમે પણ આ અટવીમાં હેરાન થશો. માટે મારી ચિંતા ન કરો. હું હવે અહીં જ રહીશ. હું અનશન કરીશ. મારા આત્માનું કલ્યાણ કરીશ.”
હસ્તિમિત્રએ સહુને ખમાવીને વિદાય આપી. પોતે ધીરેધીરે પાસે રહેલી એક ગિરિકંદરામાં ગયા. ત્યાં જઈ તેમણે ચાર આહારના ત્યાગ સાથે અણસણ સ્વીકાર્યું.
પિતામુનિને છોડીને પુત્ર હસ્તિભૂતિનું મન આગળ જવા માનતું ન હતું. એણે મુનિઓને પ્રાર્થના કરી, “તમે સહુ મને રજા આપો તો હું પિતામુનિની સેવામાં રહું.’’ મુનિઓએ તેમને સમજાવીને સાથે લીધા.
થોડે સુધી હસ્તિભૂતિ સહુની સાથે ચાલ્યા. સહુ સાધુઓ ઝડપથી ચાલતા હતા ત્યારે હસ્તિભૂતિ ધીરે ચાલતા હતા. પિતાને છોડીને આગળ જવા માટે કોઈ હિસાબે મન માનતું ન હતું. અંતે સહુને છેતરીને હસ્તિભૂતિ પાછા પિતાની પાસે આવી ગયા.
પિતામુનિએ કહ્યું, “વત્સ ! તું કેમ પાછો આવ્યો ? આ અટવીમાં
તારો નિર્વાહ કઈ રીતે થશે ? અહીં ભિક્ષાચર્યા કઈ રીતે કરીશ ? ભિક્ષા વિના (૧૯૧)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
ઉદરભરણ કેમ થશે ? અન્યથા તારું મૃત્યુ થઈ જશે. હજી ઝડપથી પાછો જા. સહુ સાધુઓની સાથે જોડાઈને આ અટવીનું ઉલ્લંઘન કરી જા.” પુત્રએ કોઈ જવાબ ન આપ્યો.
પિતાની પીડા ખૂબ વધી ગઈ. એ જ દિવસે હસ્તભૂતિ મુનિ કાળધર્મ પામ્યા. તેઓ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા.
હસ્તિભૂતિ પિતામુનિની વાત વિચારતા બેઠા છે. એને ખ્યાલ નથી કે પિતામુનિ કાળધર્મ પામ્યા છે. એ તો એમ જ સમજે છે કે વેદના અને પીડાથી પીડિત થયેલા પિતામુનિ આરામ કરી રહ્યા છે.
દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયેલા પિતામુનિએ અવધિજ્ઞાનથી ઉપયોગ મૂક્યો. ‘હું ક્યાંથી આવ્યો ? મેં પૂર્વભવમાં શું દાન દીધું અને કયું તપ તપ્યું ? જેના કારણે હું દેવલોકમાં ઉત્પન્ન થયો.'
અવધિજ્ઞાનથી જોતા એમને પોતાના આગલા ભવનું મુનિપણાનું શરીર દેખાયું. પાસે બેઠેલા પુત્ર હસ્તિભૂતિને જોયો. ઘોર અટવીમાં ભોજન – પાણી વાપર્યા વગર ક્ષુધા પરિષહને સહન કરતા પુત્રમુનિને જોઈને દયા આવી. હસ્તિમિત્ર દેવ નીચે આવ્યા, અને પોતાના પૂર્વજન્મના શરીરમાં પ્રવેશ કર્યો.
હસ્તિભૂતિ કલાકો સુધી એમને એમ બેઠા હતા. ભૂખ ઘણી લાગી હતી. સામે વૃક્ષો હતા. વૃક્ષો ઉપર જાતજાતના પાકાં ફળો લટકતા હતા. પરંતુ હસ્તિભૂતિએ ફળો તોડવાનો વિચાર સુધ્ધા ન કર્યો. ગમે તેવી ભૂખ લાગી હોય તોય સાધુ પોતે ફળ તોડે નહિ. બીજા પાસે તોડાવે નહિ, સાધુ જાતે રસોઈ બનાવે નહિ, બીજા પાસે બનાવડાવે નહિ... એવા સાધુના આચારમાં તેઓ મક્કમ રહ્યા. ક્ષુધા પરિષહને તેઓ સમતાભાવે સહન કરતા હતા. ત્યાં આળસ મરડીને પિતામુનિ બેઠા થયા.
(૧૯૨)
Page #98
--------------------------------------------------------------------------
________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સુદર્શન શેઠ અને સિંહશ્રેષ્ઠીની કથા
- મીતાબહેન કેતનકુમાર ગાંધી
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - તેઓ બોલ્યા, “વત્સ! તું હજી સુધી ભિક્ષા લેવા ગયો નથી ?”
“ગુરુદેવ હું ક્યાં જાઉં?” એમ પૂછતા પિતામુનિએ કહ્યું, “જો , આ જંગલમાં અનેક વૃક્ષો છે. આ વૃક્ષોથી ભરેલી ઝાડીમાં અનેક મનુષ્યો વાસ કરે છે, તું ત્યાં જઈશ તો તેઓ તને ભિક્ષા આપશે.” તહત્તિ કહીને હસ્તિભૂતિ વૃક્ષોની ઝાડી પાસે જઈને ઊભા. તેઓ ઉચ્ચસ્વરે ધર્મલાભ બોલ્યા. ઝાડીમાંથી એક હાથ બહાર આવ્યો. એ હાથ દ્વારા અપાતી ભિક્ષાને મુનિએ ગ્રહણ કરી. આમ દિવસો સુધી મુનિ આ રીતે ભિક્ષા લેતા રહ્યા.
દિવસો વીતવા લાગ્યા. મહિનાઓ વીતવા લાગ્યા. ભોજકટમાં દુકાળ પડ્યો. ભોજકટમાં આવેલ મુનિઓએ પાછા ઉજજયિની તરફ જવા પ્રયાણ કર્યું. માર્ગમાં એ જ અટવી આવી. અટવીના મધ્યભાગમાં આવતા હસ્તિભૂતિના દર્શન થયા. હસ્તિભૂતિથી છૂટા પડવાને લગભગ એક વર્ષ થઈ ગયું હતું. હસ્તિભૂતિને જોતા જે તેઓએ પૂછ્યું, “અરે હસ્તિભૂતિ! પિતામુનિ ક્યાં છે? શું તેઓ હજી જીવે છે ?” જયાં હસ્તિભૂતિ પિતામુનિ પાસે મુનિઓને લઈ ગયા... ત્યાં તો હસ્તિમિત્રનું શબ પડ્યું હતું. હસ્તિભૂતિ તો આ જોતા જ હબક ખાઈ ગયા.
હસ્તિભૂતિએ સાથી મુનિઓને માંડીને બધી જ વાત કરી. મુનિઓએ કહ્યું, “હસ્તિભૂતિ ! આ બધી દેવાયા હતી. તારા પ્રત્યેના પ્રેમથી પિતામુનિ અત્રે આવ્યા હશે, આટલા દિવસ એમણે તારી રક્ષા કરી. ચાલ, હવે તું અમારી સાથે આવ.” હસ્તિભૂતિએ મુનિઓની સાથે અટવી પાર કરી.
જે રીતે પિતામુનિ હસ્તિમિત્રએ તથા અટવીમાં મને ભિક્ષા મળશે કે નહિ? એવો વિચાર મનમાં લાવ્યા વગર પુત્રમુનિ હસ્તિભૂતિએ સુધા પરિષહને સહન કર્યો, પણ સાધુધર્મ વિરુદ્ધ આચરણ ન કર્યું તેમ સહુ સાધુઓએ શ્રુધા પરિષહ ઉપર વિજય મેળવવો જોઈએ. સંદર્ભઃ જૈન આગમ ગ્રંથો, તત્ત્વાર્થ સૂત્ર તથા હસ્તિમિત્ર કથા
(૧૯૩)
(જૈનદર્શનના અભ્યાસુ મીતાબહેન ગુજરાત વિધાપીઠ અમદાવાદના આંતરરાષ્ટ્રીય જૈનવિધા અધ્યયન કેન્દ્રમાં જૈનસાહિત્ય સંશોધન કાર્યમાં રોકાયેલા છે.)
પરિષહનો સામાન્ય અર્થ છે : “સમભાવે દુ:ખ સહન કરવું.” શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં પરિષહની વ્યાખ્યા કરતાં જણાવવામાં આવ્યું છે કે,
સમ્યગુદર્શન આદિ મોક્ષમાર્ગમાં સ્થિરતા રહે તે માટે અને નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તે પરિષહ છે.” પરિષહ એટલે કર્મનિર્જરા માટે ઇચ્છાપૂર્વક સારી રીતે સહન કરવું તે – સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દેશમશક, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષધા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને સમ્યકત્વ એમ બાવીસ પરિષહો છે. આ બાવીસમાં સમ્યકત્વ પરિષહ અને પ્રજ્ઞા પરિષહ મોક્ષમાર્ગમાં સ્થિરતા માટે અને બાકીના વીસ પરિષહો નિર્જરા માટે સહન કરવાના છે. સ્ત્રી પરિષહઃ શ્રી સુદર્શન શેઠ
શીલનો આદર્શ રજૂ કરવા માટે મુખ્યત્વે પુણ્યાત્મા શ્રી સુદર્શન શેઠનું નામ લેવામાં આવે છે. પ્રાતઃ સ્મરણમાં પાંચ શીલવંતોના નામ લેવામાં આવે છે તેમાં પણ સુદર્શન શેઠનું નામ લેવામાં આવે છે. જયારે સુદર્શનશેઠને સ્ત્રી પરિષહને કારણે કસોટીએ ચઢવું પડ્યું ત્યારે તેમણે જે મક્કમતા દાખવી અને સદાચારના સેવનમાં લેશમાત્ર પણ ખુલના ન થવા દીધી અને પોતાના આત્મ સામર્થ્યના બળે તેમણે સ્ત્રી પરિષહને જય કર્યો, તેની કથા આ પ્રમાણે છે :
(૧૯૪)
Page #99
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
અંગદેશમાં આવેલી ચંપાપુરી નગરીમાં સુદર્શન શેઠ વસતા હતા. તેમની પત્નીનું નામ મનોરમા હતું. ચંપાનગરીના રાજા દધિવાહન અને તેની રાણીનું નામ અભયા હતું. સુદર્શન શેઠને ચંપાનગરીના રાજપુરોહિત સાથે ગાઢ મૈત્રી હતી. પુરોહિત ગુણાનુરાગી હતો. તે સુદર્શનશેઠના શીલ, ગંભીરતા, બુદ્ધિમતા વગેરે ગુણોથી મુગ્ધ બની ગયો હતો. આથી તે સુદર્શન શેઠ સાથે જ મોટાભાગનો સમય વિતાવતો હતો. પુરોહિતની પત્ની કપિલાએ જ્યારે પુરોહિતના મુખેથી સુદર્શન શેઠના રૂપ-ગુણ, શીલની પ્રશંસા સાંભળી ત્યારે કપિલા સુદર્શન શેઠ પ્રત્યે કામઆસક્ત બની ગમે તે રીતે સુદર્શન શેઠ સાથે સંબંધ બાંધવા આતુર બની, પરંતુ આ કામ કંઈ સહેલું ન હતું. રાજાના હુકમથી પુરોહિતને અચાનક બહારગામ જવાનું થયું. કપિલા આ અવસરનો લાભ લેવા સુદર્શન શેઠ પાસે ગઈ અને પુરોહિત અત્યંત બીમાર હોઈ આપને બોલાવે છે એમ કહી સુદર્શન શેઠને ઘેર બોલાવી લાવી. ઘરમાં છેલ્લા ઓરડા સુધી લઈ જઈને દરવાજો બંધ કરી દીધો અને સુદર્શન શેઠ પાસે કામક્રીડાની માંગણી કરી. સુદર્શન શેઠ બધી વસ્તુ સમજી ગયા. તેઓ સ્ત્રી હઠને સારી રીતે સમજતા હતા. તેથી કપિલાને સમજાવાથી તે માનશે નહીં તેવું વિચારીને સુદર્શન શેઠે કપિલાને કહ્યું, “તેં બહુ મોટી ભૂલ કરી છે. હું તો નપુંસક છું, તારી ઇચ્છા કેવી રીતે પૂરી કરી શકું ? તું છેતરાઈ છે. કપિલાએ આ સાંભળી સુદર્શન શેઠને ધક્કો મારી ઘરની બહાર કાઢી મૂક્યા. સુદર્શન શેઠે ફરી કદી આવું ન બને તે માટે કોઈના ઘરે ભવિષ્યમાં એકલા ન જવું તેવી પ્રતિજ્ઞા કરી.
એકવાર દધિવાહન રાજાએ ચંપાનગરીમાં ઈન્દ્ર મહોત્સવ યોજ્યો. તેમાં સુદર્શન શેઠની પત્ની મનોરમા પોતાના છ પુત્રો સાથે આવેલી હતી. કપિલાએ તેને જોઈને રાણી અભયાને કહ્યું કે, આ મનોરમા સ્વછંદી છે, કારણ કે એનો પતિ તો નપુંસક છે... આ વાત સાંભળી રાણી ખડખડાટ હસી
(૧૯૫)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
પડી. તેણે કહ્યું કે સુદર્શન નપુંસક પરસ્ત્રી માટે છે કારણ કે તે પૂરેપૂરો સદાચારી છે. સ્વસ્રી સિવાય તે બીજી સ્ત્રીનો મનમાં પણ વિચાર કરતો નથી. માટે તું છેતરાઈ છે. કપિલાએ રાણીને પોતાની સાથે બનેલી વાત અથથી ઈતિ કહી. તેના મનમાં ઈર્ષ્યા જન્મી. તેણે રાણીને સુદર્શન શેઠ સાથે સંબંધ બાંધવા માટે ચેલેન્જ કરી. રાણીએ ચેલેન્જ ઉપાડી લીધી અને પોતાની દાસી પંડિતાને વાત કરી. સુદર્શન શેઠને હવે છેતરીને રાજમહેલમાં એકલા લાવી શકાય તેમ ન હોવાથી પંડિતા અવસરની રાહ જોવા લાગી.
ચંપાનગરીમાં કૌમુદી મહોત્સવનો સમય આવ્યો. આ મહોત્સવ જોવા નગરની પ્રત્યેક વ્યક્તિએ આવવું તેવું ફરમાન રાજાએ કરાવ્યું. તે દિવસે ધાર્મિક પર્વ હોવાથી સુદર્શન શેઠે રાજા પાસેથી પૌષધવ્રત માટે અનુજ્ઞા મેળવી લીધી. નગરમાં એક એકાંત સ્થળે સુદર્શનશેઠ પૌષધવ્રત લઈ કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા. રાણીની દાસી પંડિતાને આ વાતની જાણ થઈ તેથી અવસરનો લાભ લેવાનું નક્કી કરી રાણીને પણ ઉત્સવમાં ન જતાં મહેલમાં જ રહેવાનું જણાવ્યું. રાણી રાજા પાસે માથું દુ:ખવાનું બહાનું કાઢી મહેલમાં રહી. પંડિતાએ કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલા સુદર્શન શેઠને કપડામાં લપેટ્યા અને આ મૂર્તિ છે એમ કહી સેવકો દ્વારા ઉપડાવીને મહેલમાં લાવી મૂક્યા. પંડિતા ત્યાંથી ચાલી ગઈ. રાણી અભયાએ પહેલા કામ સંબંધ માટે વિનંતી કરી, ત્યારબાદ સમજાવ્યા, ત્યારબાદ અડપલા શરૂ કર્યા પરંતુ સુદર્શન શેઠના રોમમાં પણ તેની અસર ન થઈ. તેઓ નિર્વિકાર અને મેરુની જેમ અડગ રહ્યા. જ્યારે રાણીએ ભયંકર કુટિલતા આદરી ત્યારે સુદર્શન શેઠે મનથી પ્રતિજ્ઞા કરી કે, ‘જ્યાં સુધી આ ઉપસર્ગ ટળે નહીં ત્યાં સુધી મારે કાયોત્સર્ગ જ હો અને કાયોત્સર્ગ પૂરો ન થાય તો મારે અનશન હો.’ આ પ્રતિજ્ઞાના પાલન માટે તેઓ ધ્યાનમાં વધુ સ્થિર બન્યા. આખી રાત અભયાએ ઘણા પ્રકારે સુદર્શન શેઠને ચલિત કરવા પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ
(૧૯૬)
Page #100
--------------------------------------------------------------------------
________________
- ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ચલિત ન થતાં ગભરાઈને પોતાના કપડાં ફાડીને તથા શરીર પર ઉઝરડા પાડીને બચાવો બચાવો” ની બૂમ પાડીને, “આ મારા પર બળાત્કાર કરવા આવ્યો છે.’ તેવું આળ સુદર્શન શેઠ પર મૂક્યું. રાજા આવ્યા. તેઓ સુદર્શન શેઠના સદાચાર વિશે જાણતા હતા તેથી રાજાને રાણીની વાતમાં વિશ્વાસ ન બેસતાં સુદર્શન શેઠને સીધું જ સત્ય પૂછી લીધું. સુદર્શન શેઠની અંદર દયાભાવ જાગૃત થતાં રાણીને સજા ન થાય તે માટે મૌન રહ્યા. સુદર્શન શેઠના મૌનને રાજાએ ‘હા’ માં ગણીને સુદર્શન શેઠનો વધ કરવાની આજ્ઞા ફરમાવી. વધ કરતાં પહેલાં મોઢા પર મેશ ચોપડી, ગધેડા પર બેસાડી ગામમાં ફેરવ્યા. સુદર્શન શેઠની પત્નીએ પણ આ દશ્ય જોયું અને તેણે પણ તેમાં પૂર્વકર્મનો દોષ જોઈ જયાં સુધી આફત ટળે નહીં ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહેવું એવી પ્રતિજ્ઞા કરી. કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિર થઈ. જયારે સુદર્શનશેઠને વધ માટે શૂળી ઉપર લઈ ગયા ત્યારે શૂળી તૂટી ગઈ અને શૂળીની જગ્યાએ સોનાના સિંહાસન ઉપર સુદર્શન શેઠ દેખાયા. મહાસતી મનોરમાની દઢ પ્રતિજ્ઞા અને સુદર્શન શેઠનું પવિત્ર શીલ આખરે જય પામ્યા. શાસનદેવતાએ રાણીની પોલ ખુલ્લી પાડી દીધી. રાણી પરદેશ ચાલી ગઈ અને સુદર્શન શેઠ તથા રાજા બંનેએ એકબીજાને ખમાવ્યા. અનુક્રમે સંયમ લઈને સુદર્શન શેઠ કેવળજ્ઞાન પામી અનંતસુખમય સિદ્ધ અવસ્થાને પામ્યા. જીવનમાં બે વાર નિમિત્તને આધીન થયા વગર સ્ત્રી પરિષહનો જય કરી શીલવ્રતમાં અડગ રહેનાર શ્રી સુદર્શન શેઠ અને તેમના જેવા બીજા શીલવંતો માટે કહી શકાય,
“દેખીને નવયૌવના લેશ નવિષયનિદાન;
ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન.” ઉપસર્ગ - સિંહશ્રેષ્ઠી ઃ
એક ગોવાળિયાએ તીર્થકર મહાવીરના કાનમાં શૂળો ખોસી દીધી, તો
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પણ ભગવાન મહાવીર સ્વસ્થ રહ્યા. આ “સ્વસ્થતા’ ‘સ્વ' માં સ્થિર થયેલી ચેતનાની સ્વસ્થતા હતી. તેમાં કોઈ આયાસ કે અસાહજિકતા ન હતા. જેનો દેહભાવ નષ્ટ થયો હોય તેને પીડાની પજવણી થતી નથી. પૂર્વે થઈ ગયેલા મહાપુરુષો દેહ અને આત્માનો ભેદ કરી સાધના કરતા હતા અને તેથી જ તો મરણાન્ત ઉપસર્ગમાં દેહાતીત બની પીડાને સાક્ષીભાવે જોતાં જોતાં ક્ષપકશ્રેણીએ ચઢી, સંચિત કર્મોને નષ્ટ કરી મોક્ષમાં પહોંચી જતા હતા.
સિંહશ્રેષ્ઠીએ પણ પોતે લીધેલા વ્રતને રાજા દ્વારા કરાયેલા ઉપસર્ગ છતાં પાદોગમન અનશન કરીને પાળ્યું અને મુક્તિમાં વાસ કર્યો તેની કથા આ પ્રમાણે છે.
વસંતપુર નામના નગરમાં કીર્તિપાલ રાજા રાજ્ય કરતો હતો. તેને ભીમ નામનો એક પુત્ર હતો અને તે રાજાને સિંહ નામનો એક પરમ જૈન મિત્ર હતો. પોતાના પુત્ર કરતાં પણ રાજાને વિશેષ પ્રિય હતો. એકવાર નાગપુરના રાજા નાગચન્દ્રએ પોતાની પુત્રી રત્નમંજરીના લગ્ન રાજકુમાર ભીમ સાથે કરાવવા માટે કહેણ લઈ એક દૂતને વસંતપુર કીર્તિપાલ રાજા પાસે મોકલ્યો. દૂતની વાત સાંભળી રાજાએ પોતાના મિત્ર સિંહને કહ્યું, “મિત્ર ! આપણા બંનેમાં કોઈપણ અંતર નથી, માટે કુમારને લઈ તમે નાગપુર જાઓ અને તેના લગ્ન રત્નમંજરી સાથે કરાવી આવો.” સિંહશ્રેષ્ઠીએ અનર્થદંડના ભયથી કોઈ ઉત્તર આપ્યો નહીં, એટલે રાજા જરા ક્રોધ લાવી બોલ્યા કે, “શું તમને આ સંબંધ રુચતો નથી ?” શ્રેષ્ઠી બોલ્યા, “રાજન ! મને રુચે છે પરંતુ દિશાવત અનુસાર મેં સો યોજનથી આગળ નહીં જવા-આવવાનો નિયમ લીધો છે અને નાગપુર અહીંથી સવાસો યોજન દૂર થાય છે. તેથી વ્રતભંગ થવાના ભયથી હું ત્યાં જઈશ નહીં.” સિંહશ્રેષ્ઠીના આવા વચનો સાંભળતાં જ રાજાનો ક્રોધ વધુ તીવ્ર થયો. તે બોલ્યો, “અરે, તું મારી આજ્ઞા નહીં માને ? તને ઊંટ પર
(૧૯૦)
(૧૯૮)
Page #101
--------------------------------------------------------------------------
________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો બેસાડી સહસ્ત્ર યોજન સુધી મોકલી દઈશ.” સિંહ બોલ્યો, “સ્વામી ! હું તમારી આજ્ઞા પ્રમાણે કરીશ.” તે સાંભળી રાજા હર્ષ પામ્યો અને પોતાના પુત્ર અને સૈન્ય સાથે સિંહશ્રેષ્ઠીને દરેક વાતમાં આગેવાન ઠરાવી કુમાર સાથે મોકલ્યા.
માર્ગમાં આગળ ચાલતાં સિંહઠીએ પ્રતિબોધ આપી ભીમકુમારની સંસારવાસના તોડી નાખી. સો યોજન ચાલ્યા બાદ જ્યારે સિંહશ્રેષ્ઠી આગળ ચાલ્યા નહીં. તેથી સૈનિકોએ એકાંતમાં રાજકુમારને જણાવ્યું કે, “કુમાર ! અમને રાજાએ ગુપ્તપણે આજ્ઞા કરી છે કે, જો સિંહશ્રેષ્ઠી સો યોજનથી આગળ ચાલે નહીં તો તમારે તેને બાંધીને નાગપુર લઈ જવો.” આ વાત કુમારે પોતાના ધર્મગુરુ સિંહશ્રેષ્ઠીને જણાવી. શ્રેષ્ઠીએ રાજકુમારને કહ્યું, “કુમાર ! આ સંસારમાં પ્રાણીને શરીર પણ પોતાનું થતું નથી ! તો બીજું કોઈ તો ક્યાંથી થાય? માટે હું તો અહીંથી પાદોપગમન અનશન કરીશ પછી તેઓ મને બાંધી લઈ જઈને શું કરશે.” આમ કહી પોતાના વ્રતના પાલન માટે સિંહષ્ઠી સિંહની જેમ અનશન લેવા ચાલ્યો. કુમાર પણ તેની સાથે ગયો. રાત્રિ થતાં સુધી સૈનિકોએ કુમાર અને સિંહશ્રેષ્ઠીને જોયા નહીં તેથી તેને શોધવા લાગ્યા. શોધતા તેઓ બંને થોડે દૂર આવેલા એક પર્વત પર જોવામાં આવ્યા, પરંતુ દીક્ષા લઈ અનશન આદરી બેઠેલા તેમને જોઈને સૈનિકો પ્રણામ કરી બોલ્યા કે, “હે મહાશયો ! અમારો અપરાધ ક્ષમા કરો, પણ આ ખબર જાણી મહારાજા અમને ઘાણીમાં પીલી નાંખશે.” આ પ્રમાણે ઘણી વિનંતીઓ કરવા છતાં પણ તેઓ બંને પોતાના વ્રતમાં અડગ રહ્યા.
અનુક્રમે આ વાત કીર્તિપાલ રાજાના જાણવામાં આવી. તેને ખૂબ ક્રોધ આવ્યો. તેણે નિશ્ચય કર્યો કે, “કુમારને બાંધીને પરણાવવો અને સિંહને શત્રુની જેમ મારી નાંખવો.’ આવા વિચારથી રાજા તેમની પાસે આવ્યા. ત્યાં વાઘ, સિંહ વગેરે પ્રાણીઓને તે બંનેના ચરણની સેવા કરતાં જોઈ રાજાને આશ્ચર્ય
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) થયું. તેથી તેણે આ બંનેને ભક્તિ અને વિનયથી મનાવ્યા. પરંતુ દેઢ પ્રતિજ્ઞાવાળા તેઓ જરાપણ ચલિત થયા નહીં. માસોપવાસના અંતે કેવળજ્ઞાન પામી સુરઅસુર વડે વંદન પામેલા તેઓ બંને મુક્તિ પામ્યા. તેમનું મુક્તિપ્રયાણ જાણી કીર્તિપાલ રાજાએ દુઃખી સ્વરે કહ્યું, “હે મિત્ર ! તારો એવો નિયમ હતો કે સો યોજનથી દૂર જવું નહીં, પણ આ વખતે તું મને મૂકીને અસંખ્ય યોજન દૂર આવેલી મુક્તિપુરીમાં કેમ ચાલ્યો ગયો?” આવી રીતે વિલાપ કરતો કીર્તિપાલ રાજા પોતાના નગરમાં આવ્યો.
સિંહશ્રેષ્ઠીએ પોતે લીધેલા વ્રતને ઉપસર્ગ આવ્યા છતાં પ્રાણના ભોગે પણ પાળ્યું અને અંતે અક્ષયસ્થિતિ પામ્યા. ઉપસંહાર:
રાગ-દ્વેષને વશ બનીને મોક્ષમાર્ગમાં આવતી પ્રતિકૂળતાઓને અનુકૂળતામાં ન ફેરવવી, પરંતુ તે પ્રતિકૂળતાઓને પ્રાણાન્ત કષ્ટ વેઠીને પણ સામે ચાલીને સહન કરવી તેમાં પરિષદની જીત છે. પરિષદમાં સાધક પોતાના કર્મોની નિર્જરા કરવા માટે જાતે જ પ્રતિકૂળ પરિસ્થિતિઓ સહન કરે છે, જયારે ઉપસર્ગમાં કોઈના દ્વારા કષ્ટ આપવામાં આવે છે, છતાં મોક્ષમાર્ગમાં સ્થિર થયેલો સાધક પ્રાણાન્ત કષ્ટ વેઠીને પણ દેહભાન ભૂલીને આત્મામાં એવો સ્થિર થાય છે કે હજારો વર્ષની સાધનામાં જેટલા કર્મોના ક્ષય થતો નથી તેવા પૂર્વના સર્વે સંચિત કર્મોનો ક્ષય કરી થોડા સમયમાં જ કેવળજ્ઞાન પામે છે અને મુક્તિને વરે છે.
ઉપસર્ગ અને પરિષહ સહન કરતાં સાધક માટે કહી શકાય કે, “દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત;
તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત.” સંદર્ભ સૂચિ:- તત્ત્વાર્થસૂત્રઃ શ્રી ઉમાસ્વાતિ, જૈન શાસનના ચમકતા હીરા લે. હરજીવન શાહ, ‘કલ્યાણ” માસિક.
(૧૯૯)
(૨૦૦).
Page #102
--------------------------------------------------------------------------
________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
અર્જુનમાળીની કથા
- રમેશ ગાંધી
(મુંબઈ સ્થિત જૈન ધર્મના અભ્યાસુ દેના બેંકના નિવૃત્ત મેનેજર રમેશભાઈએ મુંબઈ યિનુવર્સિટીમાં જૈન ધર્મનો અભ્યાસ કર્યો છે. સાધુસંતોની વૈયાવચ્ચમાં રુચિ ધરાવે છે.)
જૈન કથાનુયોગમાં પરિષહ અને ઉપસર્ગ પ્રધાન કથાનકોનો ખજાનો છે. આ ખજાનો ખોલી દૃષ્ટિ કરતાં આપણને આપણા જીવનમાં સમતા અને પ્રેરણા મળે છે. દેવાધિદેવ ભગવાન મહાવીરને ગૌશાલક દ્વારા તેજોવેશ્યાનો પ્રયોગ | પ્રયાસ થયો, જેના ફળસ્વરૂપ ૬ માસ સુધી ‘ખંડરોગ’ સહેવો પડ્યો. આ પ્રસંગે રેવતી શ્રાવિકા પાસેથી ‘બિજોરા પાક' મંગાવી રોગનું નિવારણ
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સાથે રહેતો હતો. યક્ષના મંદિરના પરાંગણના બગીચામાં તે ફૂલ ચૂંટી તેની માળા બનાવી યક્ષની પૂજા કરતો. એકદા છ મિત્રો લલિત આદિ મંદિરમાં ત્યાંના બહારના વન વિભાગમાં ક્રીડા માટે આવ્યા અને બંધુમતિથી મોહ પામી, અર્જુનને વૃક્ષ સાથે બાંધ્યો. તેની નજર સમક્ષ તેની સ્ત્રી સાથે ભોગવિલાસ કરતાં જોઈ અર્જુન ક્રોધિત થતાં, પોતાની લાચાર દશામાં યક્ષને ઉપાલંભ આપતા યક્ષે તેના શરીરમાં પ્રવેશ કરી તેના પ્રભાવથી અર્જુનમાળીએ છ મિત્રો અને બંધુમતિ એમ સાત જીવોની મુગળથી ઘાત કરી. એટલેથી ન અટક્તા ૧૬૩ દિવસ સુધી પ્રતિદિન ૬ પુરુષ અને એક સ્ત્રી એમ કુલ ૧૧૪૧ પંચેન્દ્રિય માનવ જીવોની ઘાત કરી. સુદર્શન નામના શ્રાવક વીરપ્રભુના દર્શને જતા અર્જુનમાળીના પ્રદેશમાંથી પસાર થતાં અર્જુનમાળી તેનો વધ કરવા તત્પર થયો, પણ સુદર્શનના સાગારી સંથારા સાથે નવકારમંત્ર સ્મરણ આદિના પ્રભાવથી તે મુદ્ગલ પ્રહાર કરી શક્યો નહીં અને યક્ષ પણ તેના શરીરમાંથી નીકળી જતા અર્જુન બેહોશ બની નિશ્ચેતન બન્યો. સુદર્શનની સારવાર – બોધથી પ્રભુવીરના દર્શનાર્થે ગયો. પ્રભુના બોધથી વૈરાગ્યવાસિત થઈ પ્રવજયા અંગીકાર કરી વિચરવા લાગ્યો. પોતાના ઘોર માનવહત્યાના પાપના પ્રાયશ્ચિત્ત રૂપે જેના જેના ઘરના સ્વજનોની હત્યા કરી ત્યાં ગોચરી માટે જતા. તે લોકો તરફથી અત્યંત ઉપસર્ગો મળ્યા, પરંતુ તેમનો દોષ ન જોતાં વધ ઉપસર્ગ જે તેઓના સ્વજનોને તેણે આપ્યો હતો તેના પરિણામ રૂપ આ બધા ઉપસર્ગ - પરિષદને સહન કરી, સમભાવ કેળવી – આરાધી અર્જુન મુનિ છેવટે છઠ્ઠ છઠ્ઠ ના પારણે તપ કરી કર્મોનો ક્ષય કરી સિદ્ધ બુદ્ધ મુક્ત થયા.
કર્યું.
ઉપરાંત પ્રભુ આદિનાથને સાધક અવસ્થાની શરૂઆતમાં પ્રાસુક આહાર ન મળતાં ૪% દિવસના ઉપવાસ થયા, જેની સ્મૃતિમાં આજે પણ વરસીતપ આરાધના વિવિધ સ્થળે પ્રત્યેક વર્ષે થઈ રહી છે.
પાર્શ્વનાથ પ્રભુ પર પણ સાધક અવસ્થામાં કમઠ તથા મેઘમાળી દેવકૃત ઉપસર્ગ આવ્યા હતા અને ધરણેન્દ્ર - પદ્માવતી એ તેમને ભક્તિભાવે રક્ષણ આપ્યું, પરંતુ સાધક પ્રભુ તો નિઃસ્પૃહ હતા.
આમ, જૈન સાહિત્ય, ઉપસર્ગ - પરિષહને આગમના આધારે વિવિધ કથાનકો દ્વારા આલોકિત કરી આપણને જૈન ઈતિહાસની સમૃદ્ધિનું દર્શન કરાવે
અર્જુનમાળીનું કથાનક પ્રભુ મહાવીરના શાસનમાં અર્જુન નામે એક માળી તેની સી બંધુમતિ
(૨૦૧)
(૨૦૨)
Page #103
--------------------------------------------------------------------------
________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) (સોમદત્ત, સોમદેવ તથા ઉદયન રાજર્ષિની કથા
- બીનાબેન શાહ
(અમદાવાદ સ્થિત જૈનદર્શનના અભ્યાસુ બીનાબહેન “જૈન મંત્ર સાધના” પર સંશોધન કાર્ય દ્વારા Ph.D. નો અભ્યાસ કરી રહેલ છે.)
માનસિક કે શારીરિક આરામ જીવનમાં શ્વાસોચ્છવાસ પૂરે છે અને તે માટે ઉત્તમ શય્યા અને ઊંઘ જરૂરી છે. પ્રતિકૂળ શય્યા મળતા ખેદ ન પામવું અને અનુકૂળ શય્યા મળતા હર્ષ ન પામવો તે જ પરિષહનો જય છે. પોતાના કર્મોના ઉદયથી જે કષ્ટ આવે તેને સમભાવથી ભોગવીને જે કર્મ નિર્જરા કરે તે આત્માનું ઊર્ધ્વગમન થાય છે.
પ્રતિકૂળ પરિષહમાં અગિયારમો શય્યા પરિષહ છે. શધ્યા પરિષહ:
उच्चावयाहिं सिज्जाहिं तवस्सी भिक्शु थामवं । नाइवेलं विहणिज्जा पावदिट्टी विहण्णइ ॥ पइरिक्कमुवस्सयं लदधुं कल्लाणं अदुव पावगं । किमेगराई किरस्सइ ? एवं तत्थडहिआसए ।
(ઉ.સૂત્ર, અધ્યયન-૨, ગાથા-૨૨) ઉપસર્ગાદિ સહન પ્રતિ સામર્થ્યવાળો, તપસ્વી મુનિ, ઊંચા-નીચા સ્થાનો છતાં વેલાનું ઉલ્લંઘન કરી, અહીં હું શીતાદિથી ઘેરાયો છું – એમ વિચારી બીજા સ્થાનમાં ન જાય; કારણ કે પાપબુદ્ધિવાળો ઊંચું સ્થાન મળતાં રાગ તથા નીચું સ્થાન મળતાં દ્વેષ નહીં કરવાની સમતા રૂપ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. અર્થાત્ મુનિ સમતાપૂર્વક શય્યા પરિષદને સહન કરે. સોમદત્ત અને સોમદેવની કથા તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
(૨૦૩).
કથા :
કૌશાંબી નગરીના વિદ્વાન બ્રાહ્મણ યજ્ઞદત્તને બે પુત્રો હતા. તેમના નામ હતા- સોમદત્ત અને સોમદેવ. તેઓ વેદોના પારંગત વિદ્વાન બની ગયા. અકસ્માતુ કોઈ નિમિત્ત મળ્યું અને તે બંને સંસારથી વિરક્ત થઈને સોમભૂતિ અણગાર પાસે દીક્ષિત બન્યા. બંનેએ જ્ઞાનાર્જન માટે શ્રમ કર્યો અને થોડા જ સમયમાં તેઓ બહુશ્રુત બની ગયા. એકવાર તેઓ એક પલ્લીમાં આવી પહોંચ્યા. ત્યાંના લોકો મદિરાપાન કરતા હતા. તેમણે કોઈ પીણામાં મદિરાનું મિશ્રણ કરી બંને મુનિઓને તે પીણું આપ્યું. મુનિઓ તેમાં રહેલી મદિરાથી અજાણ હતા. તેમણે તે પીણું પીધું અને થોડા જ વખતમાં તેઓ ઉન્મત્ત બની ગયા. તેમણે વિચાર્યું - આપણે સારું ન ક્યું. આપણાથી આ પ્રમાદ થઈ ગયો. બન્નેને ખૂબ પશ્ચાત્તાપ થયો. આપણે અનશન -વ્રત લઈ લઈએ. તેઓ બંને નજીકની એક નદી પાસે ગયા અને ત્યાં પડેલા બે લાકડાના પાટિયા પર પાદોપગમન અનશન સ્વીકારીને પડ્યા રહ્યા. બે – ચાર દિવસ વીતી ગયા. અકાળે વરસાદ આવ્યો અને નદીમાં પૂર આવ્યું, તે પૂરમાં બંને ભાઈઓ તણાયા. સમુદ્રમાં જઈ પડ્યા. મોજાઓના તીવ્ર સપાટાથી તેઓ હત-વિહત થયા. જળચર જીવો તેમને કરડી ગયા. બંને ભાઈઓ બધી પીડાને સમતાપૂર્વક સહીને પંડિતમરણ પામ્યા.
ઉપસર્ગ जीव उपसृज्ये सम्बध्यते पीडादिभिः
सह यस्मात् स उपसर्ग । જેના દ્વારા જીવ દુઃખ, વેદના વગેરે સાથે સંબંધવાળો થાય તે ઉપસર્ગ
(૨૦૪)
Page #104
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
ઉપસર્ગ શબ્દ ‘૩પ’ઉપસર્ગ અને ‘સ્ન’ ધાતુથી બનેલો છે. તેનો અર્થ વિઘ્ન, આધિ, વ્યાધિ, બીમારી કે આફત થાય છે, પરંતુ જૈન સાહિત્યમાં બીજા વડે કરાયેલા ઉપદ્રવને ઉપસર્ગ કહે છે.
શ્રી હેમચંદ્રાચાર્યે ‘અભિધાન ચિંતામણિ’ માં ‘ઉપસર્ન ઉપદ્રવ’ એવો અર્થ કર્યો છે.
(કાંડ-૨, શ્લોક-૩૯) ઉપસર્ગો ત્રણ પ્રકારના મનાયેલા છે. (૧) દેવતાકૃત (૨) મનુષ્યકૃત અને (૩) તિર્યંચકૃત. ચોથો ઉપસર્ગ આત્મસંવેદનીય ગણાવી શકાય. મનુષ્યકૃત ઉપસર્ગોમાં ઉદયન રાજર્ષિની કથા ઉદાહરણ રૂપ છે.
કથા :
શ્રી મહાવીર પ્રભુ રાજગૃહી નગરીએ પધાર્યા, ત્યાં દેશના સાંભળવા આવેલ અભયકુમારે એક ઉત્કૃષ્ટ મુનીશ્વરને જોઈને તેમને વિશે (એ રાજર્ષિ ઉદયન વિશે) પ્રભુને પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું કે મુનીશ્વર વીતભય નગરીના રાજા હતા. પોતાના ભાણેજ કેશીને રાજગાદી આપી દીક્ષા લીધી છે, અને એ છેલ્લા રાજર્ષિ છે. તેમણે એક વખત એવો મનોરથ કર્યો કે ‘જો પ્રભુ પધારે તો તુરત દીક્ષા લઉં.’ તેવામાં પ્રભુ સવારમાં જ સમોસર્યા અને દેશના સાંભળી દીક્ષા લીધી. એ સાંભળી અભયકુમારે રાજર્ષિને વંદન કર્યું. એ મુનીશ્વર વિહાર કરતા અનુક્રમે તે જ વીતભય નગરમાં રોગશાંતિ માટે ભાણેજના શહેરમાં આવ્યા. ભાણેજે ભક્તિ કરી પણ ‘પાછું રાજ્ય લેવાની ઇચ્છાથી આવ્યા છે’ એમ પ્રધાનોના સમજાવવાથી તેણે દહીંમાં વિષ આપ્યું. દેવે બેવાર તે સંહરી લીધું અને દહીં ખાવાની ના પાડી, છતાં રોગના ઉપદ્રવને લીધે દહીં છોડી શક્યા નહીં, એક વખત દૈવથી ગફલતથી ભાવિભાવને લીધે વિષ ચડ્યું, પરંતુ
(૨૦૫)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
તે વિષ ખાસ અસર ન કરી શક્યું અને એ ઉદયન રાજર્ષિ ધ્યાનમાં લીન થઈ કેવળજ્ઞાન પામી, આયુષ્ય સમાપ્ત થયે મોક્ષમાં ગયા.
આવેલા પરિષહોને અને ઉપસર્ગોને છદ્મસ્થ અને નિગ્રંથ સમ્યક્ પ્રકારે સહન કરે છે, કારણ કે તે વિચારે છે કે
– આ ઉપસર્ગ કરનારો જીવ પોતાના કર્મના ઉદયને વશ થઈને ઉન્મત્ત થયેલો છે. તેથી મને વઢે છે, મારી મશ્કરી કરે છે, મને બાંધે છે કે મને હેરાન કરે છે.
- મારા જ પૂર્વકર્મનો ઉદય થયો હશે.
– જો હું સમ્યક્ રીતે સહન કરીશ તો જ મારા કર્મની નિર્જરા થશે.
- મને આ રીતે સમ્યક્ પ્રકારે ઉપસર્ગ - પરિષહને સહન કરતો જોઈને બીજા શ્રમણો - નિગ્રંથો મારી દેખાદેખી કરીને સમ્યક્ રીતે તેને સહન કરશે. (સ્થા. ૪૦૯)
જેને અંતરંગ શત્રુઓ કામ-ક્રોધ-લોભાદિ ઉપર વિજય મેળવવાની સાધના કરવી હોય તેને આ ઉપસર્ગ સમતાભાવે સહેવા જોઈએ. ભગવાન મહાવીર આવા ઉપસર્ગ સહીને જ વીતરાગ - સર્વજ્ઞ બન્યા. ઉપસંહાર :
ભગવાન મહાવીરની ધર્મ પ્રરૂપણાના મુખ્ય બે અંગો છે - અહિંસા અને કષ્ટ સહિષ્ણુતા. કષ્ટ સહન કરવાનો અર્થ શરીર, ઈન્દ્રિય અને મનને પીડવાનો નથી, પરંતુ અહિંસા વગેરે ધર્મોની આરાધનાને સ્થિરપણે ટકાવી રાખવાનો છે. એટલે કે પરિષહ અને ઉપસર્ગ સહન કરવાથી સ્વીકૃત અહિંસા વગેરે ધર્મોની સુરક્ષા થાય છે.
જૈનસાધુ અનાદિ સમયથી પરિષહજયી રહ્યા છે. સંસારના ભોગ
(૨૦૬)
Page #105
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
વિલાસને છોડી આત્મસાધનામાં લીન રહે છે. દર્શન-જ્ઞાનને પૂર્ણરૂપથી ચારિત્રમાં ઉતારે છે. તેમની કથની અને કરની હંમેશાં અદ્વૈતવાદી હોય છે. આ મહાવ્રતી સાધુ દરેક કષ્ટને કર્મનો ઉદય સમજી સમભાવથી સહન કરે છે, પરંતુ ક્યારેય શરીરથી કે મનથી કોઈનો હિંસક પ્રતિકાર કરતા નથી અને ક્યારેય કર્તા પ્રત્યે દ્વેષભાવ રાખતા નથી.
તેમનું ચારિત્ર્ય જ સંદેશ આપે છે કે ધર્મ માટે મરી તો શકાય છે, પણ અધર્મથી જીવી તો ન જ શકાય.
સંદર્ભ : પૂ. યશોવિજયજીનું જ્ઞાનસાર, નવતત્ત્વ દીપિકા તથા જૈન આગમો
(૨૦૭)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
દર્શન પરિષહ ઉપર અષાડાભૂતિ આચાર્યની કથા - પારુલબેન ભરતકુમાર ગાંધી
(રાજકોટ સ્થિત જૈન દર્શનના અભ્યાસુ પારૂલબહેન જૈનશાળાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. તેમના ત્રણ પુસ્તકો પ્રગટ થયા છે.)
પૃથ્વીપુર નગર વિષે શિષ્યો સહિત અષાડાભૂતિ આચાર્ય વિચરતા હતા. દર્શન મોહનીય કર્મના ઉદયે તેમને સમકિતમાં શંકા પડી કે મહાવિદેહના તીર્થંકરો દેખાતા નથી, હવે પછી તીર્થંકર થશે કે કેમ તે કોણ જાણે ? સાધુ મરીને દેવલોકમાં જતા હશે કે કેમ ? દેવલોક પણ હશે કે કેમ ? આમ બધી બાબતમાં શંકા થતી. તેથી તેમના એક સાધુએ સંથારો કર્યો ત્યારે તેમને કહ્યું કે જો તું દેવલોકમાં જાય તો જરૂર મને કહેવા આવજે, પણ કાળ કરી ગયા પછી ઘણા સમય સુધી તે આવ્યો નહિ. ત્યારબાદ અનુક્રમે લગભગ ત્રણ સાધુએ સંથારો કર્યો. બધાને ઉપર મુજબ કહેલ પણ કોઈ આવ્યું નહીં. પોતાના પ્રિય શિષ્યનો સંથારો થયો ત્યારે તેને પણ કહેલ. તે પણ ન આવ્યો.
આથી તેમના મનમાં દઢપણે એ વાત બેસી ગઈ કે સ્વર્ગ, નરક, પુનર્જન્મ વગેરે કશું જ નથી. મેં સાધુપણામાં આટલા વર્ષો નિરર્થક ગુમાવ્યા. લાવ, હવે હું સંસારમાં પાછો જાઉં. આથી સાથેના સાધુઓને આજ્ઞા આપી કે તમે અહીંયા જ રહો. મારે અગત્યનું કામ છે તેથી હું એકલો બીજે ગામ જઉં છું. આમ કહી પોતે પોતાના ઘર તરફ ગયા. આ બાજુ તેમનો પ્રિય શિષ્ય જે મૃત્યુ પછી દેવ થયેલો તેણે અધિજ્ઞાનથી જોયું કે પોતાને તારનાર ગુરુ તો સાધુપણું મૂકી સંસારમાં જવા તૈયાર થયા છે. ભગવાનના વચનોમાંથી જેમની શ્રદ્ધા ઊઠી ગઈ છે તે તુરત જ તો પાછા ફરશે નહિ એમ વિચારી તેણે તેના લજ્જા, દયા અને બ્રહ્મચર્ય ગુણની પરીક્ષા કરવા વિચાર્યું. તેને થયું કે જો (૨૦૮)
Page #106
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો આમાંનો એક પણ ગુણ તેમનામાં ટકી રહ્યો હશે તો તેઓ જરૂરથી પાછા ફરશે.
આથી દેવતાએ ગુરુ જે માર્ગ પર ચાલી રહ્યા હતા ત્યાં એક સુંદર મજાનું નાટક રચ્યું. ગુરુ નાટક જોવા ઊભા રહ્યા. નાટકમાં સુંદર અપ્સરાઓને નાચ કરતી જોઈ મનમાં વિચારવા લાગ્યા કે હું પણ સંસારમાં જઈ આવી સ્ત્રીઓ સાથે સંસારના ભોગ ભોગવીશ. દેવની શક્તિને કારણે નાટક જોતાં જોતાં છ માસ પસાર થઈ ગયા તો પણ ભૂખ, તરસ કે થાક તેમને લાગ્યા નહિ. આ બાજુ દેવે વિચાર્યું કે ગુરુમાં બ્રહ્મચર્યનો ગુણ રહ્યો નથી. આથી બીજા ગુણ દયાની પરીક્ષા કરવા બીજું નાટક રચ્યું.
આગળ જતાં ઘોર જંગલ આવ્યું. આ જંગલમાં નાના-નાના છ છોકરાઓ આમ-તેમ દોડી રહ્યા છે અને રડારોળ કરી રહ્યા છે. તેમણે રત્નોના ઘણા ઘરેણાં પહેરેલા છે. સાધુને જોતાવેંત છોકરાઓ તેમની પાસે આવી તેમને વળગી પડ્યા અને કહ્યું કે, “મહારાજ! અમે રસ્તો ભૂલી ગયા છીએ. અમારા મા-બાપ ક્યાં છે તેની ખબર નથી. અમારું ગામ ક્યાં છે ? કઈ રીતે જવાય ? તેની પણ ખબર નથી માટે આપ અમને ગામ સુધી લઈ જાવ.' છોકરાઓના આભૂષણો જોઈ સાધુને વિચાર આવ્યો કે, “હું સંસારમાં જાઉં છું. સંસારમાં ડગલે ને પગલે ધન જોઈશે. ધન નહીં હોય તો સંસારના સુખોપભોગ નહીં થઈ શકે. ભગવાને સામે ચાલી આટલું ધન મોકલ્યું છે તો શા માટે તક ગુમાવવી?’’ સાધુએ છોકરાઓને પૂછ્યું કે, “તમે કોના પુત્ર છો ? તમારું નામ શું છે ?’’ ત્યારે છોકરાએ જવાબ આપ્યો કે અમો શ્રાવકના પુત્ર છીએ. અમારા નામ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય છે. સાધુએ વિચાર્યું કે મારે ઘરેણાં જોઈતા હોય તો આ બધાને વારાફરતી મારી
(૨૦૯)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
નાખી ઘરેણાં લઈ લઉં. એ જ ઠીક રહેશે. બીજા છોકરાઓને બાજુમાં બેસાડી પૃથ્વીકાયને થોડે દૂર એકાંતમાં લઈ જઉં. તેનું ગળું દાબવાની તૈયારી કરે છે ત્યાં પૃથ્વીકાય બોલ્યો કે મહારાજ ! આપનું અમને શરણ હજો . અમો જગતને આશ્રય આપીએ છીએ. તે ઉપર એક દૃષ્ટાંત સાંભળો....
એક કુંભાર જંગલમાંથી માટી લાવી નાના-મોટા વાસણો બનાવી, કુટુંબનું ભરણપોષણ કરતો હતો. માટી લેતી વખતે તે માટીને સાત સલામ કરી કહેતો કે, “હે પૃથ્વી મા ! હે જગતજનની ! તે જગતનો ભાર લીધો છે. તારાથી જ પ્રાણીમાત્ર સુખ અનુભવે છે, પણ અમે તારા કપૂત પુત્રો તારું પેટ ફોડીએ છીએ. તું જ અમારી આજીવિકા છે, પાલન કરનાર છે.’ આમ પૃથ્વી તેનું પાલન કરતી. એક વખત માટી કાઢતી વખતે ભેખડ ધસી પડવાથી કુંભાર મૃત્યુ પામ્યો. આમ પૃથ્વી તેનું રક્ષણ કરનાર હોવા છતાં ભક્ષક બની. આપ અમારા રક્ષક છો, ભક્ષક બનો તે સારું નહીં. મને છોડી દો.’’ આમ છતાં ગુરુએ તેને ન છોડ્યો, મારી નાખ્યો. બીજા પાંચેય બાળકોને પણ તેમણે એક પછી એક મારી નાખ્યા. ન તેમની દયા આવી કે ન તેમની વિનંતી કાને ધરી. બધાંને મારી છએના ઘરેણાં પોતાના પાતરામાં મૂકી ત્યાંથી ચાલી નીકળ્યા.
દેવે વિચાર્યું કે ગુરુના હૃદયમાંથી દયા નાશ પામી છે. આથી લજ્જા ગુણની પરીક્ષા કરવા તેમણે ત્રીજું નાટક રચ્યું. તેમણે ગુરુના રસ્તામાં એક મોટું શહેર બનાવ્યું. આચાર્યની નજરે શહે૨ પડતા વિચાર્યું કે, “આવડા મોટા શહેરમાં જઈશ તો રોકાવું પડશે. શ્રાવકોને ખબર પડશે તો રોકી રાખશે. બીજા રસ્તેથી જવું પડશે.” આડા રસ્તે જતા સામે બે શ્રાવક મળ્યા. તેમણે ગુરુને જોયા. આવીને ખૂબ વિનંતી કરી કે સાધુ નથી તો શેષકાળનો લાભ આપો. દેવની માયાથી બે શ્રાવકના સેંકડો શ્રાવકો થયા. બધા ખૂબજ વિનંતી કરવા
(૨૧૦)
Page #107
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
લાગ્યા. ત્યારે સાધુએ કહ્યું કે, “મારે ખૂબ અગત્યનું કામ હોવાથી અત્યારે હું જઈ રહ્યો છું. ફરી આવીશ, અત્યારે મને રોકશો નહીં.’ ફરી શ્રાવકોએ કહ્યું કે, “અત્યારે મધ્યાહ્ન સમય થયો છે તેથી આપ ગૌચરી-પાણીનો લાભ આપો પછી આપ જાવ.” તે સમયે દેવે પોતાની શક્તિથી નાના બાળકો બનાવ્યા, તેઓ આચાર્યની ઝોળી ખેંચવા લાગ્યા. ખેંચાખેંચીમાં ઝોળીની ગાંઠ છૂટી જતાં પાતરાની અંદરથી ઘરેણાં બહાર પડ્યા. એ જોઈ શ્રાવકો કહેવા લાગ્યા કે આ સાધુ નહીં ઠગ લાગે છે. ઘરેણાં જુઓ તે ક્યાંથી લાવ્યો છે ? ત્યાં વળી બીજો શ્રાવક બોલ્યો, “અરે ! આ તો પૃથ્વીકાયના ઘરેણાં લાગે છે. તે છ છોકરા આજ સવારથી ખોવાયા છે.’” ઘરેણાં જોઈ મા-બાપ છાતી કૂટીને રોવા માંડ્યા. આચાર્યને કહેવા લાગ્યા કે “બોલ, ધૂર્ત અમારા બાળકો ક્યાં સંતાડ્યા છે ?” આ સાંભળી આચાર્યને શરમ આવી, મનોમન પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે મને એવી કેવી કુબુદ્ધિ સૂઝી કે મેં બાળકોની હત્યા કરી ! હવે હું આ લોકોને શું જવાબ આપીશ ! અરે ! પૃથ્વી, મને જગા આપ, હું અંદર સમાઈ જાઉં. હે ભગવાન મને અરિહંત, સિદ્ધ, સાધુનું શરણું હોજો . જો આ આફતથી હું મુક્ત થાઉં તો સાધુપણામાં વિચરીશ.
દેવે સાધુની આંખમાં લજ્જા જોઈ, અંતરનો પશ્ચાત્તાપ જોયો. આથી માયા પાછી ખેંચી પ્રગટ થયા, કહેવા લાગ્યા કે, “મહારાજ ! આપે ઉતાવળ કરી. હું આપનો શિષ્ય દેવ થયો છું. દેવલોકના હાવ-ભાવ જોતાં એક ક્ષણ થઈ પણ મૃત્યુલોકનો ઘણો સમય પસાર થઈ ગયો.” ગુરુને પૂછ્યું, “તમે નાટક કેટલીવાર જોયું ?’” ત્યારે આચાર્યે કહ્યું, “બે ઘડી.” દેવે કહ્યું, “સૂર્યનું માંડલુ જુઓ,’’ તે જોતાં છ મહિના પૂર્ણ થયેલા જોઈ આચાર્ય આશ્ચર્યચકિત થયા ને વિચાર્યું કે દેવલોકમાં નાટક જોતાં આટલો સમય ચાલ્યો જતો હશે તેથી
(૨૧૧)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
મરી ગયેલા દેવલોકમાંથી તુરત નહીં આવી શકતા હોય. ત્યારબાદ દેવે તેમને એ સમજાવ્યું. અષાડાભૂતિ આચાર્યને જિનેશ્વર દેવના વચનો પર ફરી શ્રદ્ધા થઈ. પોતાની ભૂલ પર ભારોભાર પશ્ચાત્તાપ થયો. પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરી ‘મિચ્છામિ દુક્કડં’ લઈ ફરીથી ચારિત્ર અંગીકાર કર્યું. જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ રત્નત્રયનું પાલન કરી સદ્ગતિ પ્રાપ્ત કરી.
આમ, દર્શન પરિષહ આવતા પ્રથમ થોડા ચલિત થઈ ગયા, પરંતુ સમય જતાં સાવધ થઈ જઈ પોતાના આત્માનું કલ્યાણ કર્યું. આ કથા પરથી એ બોધ મળે છે કે આવેલા પરિષહોમાં જાગૃત રહી, ધર્મની આરાધના કરવામાં આવે તો આત્માનું કલ્યાણ થઈ શકે છે.
(૨૧૨)
Page #108
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. અભ્યાસ નિબંધ વાંચન (Paper Reading), લિપિ - વાંચન અને પ્રાચીન જૈન ગ્રંથો .... (Old Jain, Manuscript) નું વાંચન, જૈન ધર્મ પર સંશોધન M.A., Ph.D., M. Phill કરનારા જિજ્ઞાસુ,
શ્રાવક, સંત-સતીજીઓને સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. - જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની સી.ડી.
તૈયાર કરાવવી. દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન , ઈન્ટરનેટ પર ‘વેબસાઈટ' દ્વારા જૈન તત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો.
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફ્લિોસોફીક્લ એન્ડ
લિટરરી રીસર્ચ સેન્ટર મુંબઈ - ઘાટકોપર
સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની શ્રુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન , તાડપત્રીય ગ્રંથોને સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રાભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું.
આ સંદર્ભમાં પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ. લલિતાબાઈ મ.સ. ના વિદ્વાન શિષ્યા પૂ. ર્ડો. તરુલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્ર કેસરી પૂ.પ્રાણગુરુ જન્મશતાબ્દી સમિતિ, મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફ્લિોસોફી એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટર ઉદ્દેશ આ પ્રમાણે છે :
જૈન તત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી.
જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવ ધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. - જૈન સાહિત્યના અધ્યયન અને સંશોધનના માટે Work-shop કાર્ય -
શાળાનું આયોજન કરવું.
જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. - વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. - ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન તાય તેવી શિબિર અને
(૧૩)
સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ આપના સહયોગની અપેક્ષા સાથે જન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર, ટ્રસ્ટી અને માનદ્ સંયોજક અહમ સ્પિરિટ્યુઅલ સેન્ટર
ગુણવંત બરવાળિયા E-mail : gunvant.barvalia@gmail.com મો. : ૦૯૮૨૦૨૧૫૫૪૨
(૨૧૪)
Page #109
--------------------------------------------------------------------------
________________ ઉપસર્ગ’ અને ‘પરિષહ જૈન ધર્મના પારિભાષિક શબ્દો છે આ શબ્દો એક વિશિષ્ટ લાક્ષણિક અર્થમાં વપરાય છે. - ઉપસર્ગ એટલે આવી પડેલું ભયંકર કષ્ટ છે જે મૃત્યુમાં પરિણમનારું પણ હોઈ શકે. દેવકૃત, મનુષ્યકૃત અને તિર્યંચ (પશુ,પક્ષી,જંતુ)થી. ઉપસર્ગ આ ઉપરાંત ભય,પિત કફ અને સન્નિપાતથી આવતા ઉપસર્ગ આત્મ સંવેદનીય છે. સંચમ-સાધના માર્ગથી ચલિત ન થવા માટે તથા કર્મ નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તેને પરિષહ કહે છે. સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશવિ. મળીને બાવીશપ્રકારના પરિષહો છે.. જૈન આગમ ગ્રંથો-જૈન ઈતિહાસમાં હજારો ઉપસર્ગ અને પરિષહ પ્રધાન કથાઓ છે. સાધુજી સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકા સમતા ભાવે પરિષહ સહન કરી ઉપસર્ગ સામે ઝઝૂમી વિજય મેળવનાર આત્માર્થી મોક્ષ પંથના પ્રવાસી બન્યા છે. આવી પ્રેરક કથાઓ અહીં ગ્રંથસ્થ છે જે સાધક જીવન માટે પ્રેરણાની પરબ સમાન છે.