SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સુંદર કહત ઐસો સાધુ કોઉ શૂરવીર, વૈરિ સબ મારિકે નિશ્ચિત હોઈ સૂતો હૈ” જૈન દર્શનમાં સાધુઓને ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશમસક, અરતિ, ચર્યા, શયા, આક્રોશ, યાચના, અલાભ, રોગ, મલ, પ્રજ્ઞા, અજ્ઞાન વગેરે ૨૨ પ્રકારના પરિષહોને જીતવાની વાત આવે છે. ધીર, વીર અને શૂરવીર મુનિ મહારાજ પોતાની આત્મશક્તિ વડે ઉપસર્ગ અને પરિષહોને સહન કરીને તેમને જીતી લે છે. આવા મુનિ ભગવંતોનું બાહ્ય અને અંતરંગ ચારિત્ર સૌ કોઈને પ્રેરણાદાયી છે. “ચાર હાથ પરિમાણ નિરખ પથ, ચલત દૃષ્ટિ ઈત ઉત નહીં તાને, કોમલ પાંવ કઠિન ધરતી પર, ધરત ધીર બાધા નહિ માનૈ, નાગ તુરંગ પાલકી ચઢતે તૈ સ્વાદ ઉર યાદ ન આવૈ, યોં મુનિરાજ સહૈ ચર્યા દુઃખ, તબ દેઢ કર્મ કુલાચલ ભાર્ન.” કમને આત્મા તરફ આવતાં અટકાવવા તેનું નામ સંવર. સમિતિ, ગુપ્તિ, ધર્મ, બાર પ્રકારની ભાવના, પરિષહજય અને ચારિત્ર એ સંવરના કારણો છે. ઉપસર્ગ અને પરિષહોને સહન કરતાં મુનિઓની આત્મશક્તિ વિશેષ પ્રગટ થાય છે. તે ત્યાં સુધી કે ઉપસર્ગ - પરિષહ દરમિયાન આત્મધ્યાનમાં નિમગ્ન થઈ જતાં મુનિઓ કેવળજ્ઞાનને પણ પ્રાપ્ત કરી લે છે. એટલે શ્રી ‘સમાધિશતક' ગાથા - ૧૦૨ માં કહ્યું, અદુઃખભાવિત જ્ઞાન તો, દુઃખ આવ્યું ક્ષય થાય, દુ:ખસહિત ભાવે સ્વને, યથાશક્તિ મુનિરાય.” આવા મુનિ ભગવંતો કેવી રીતે પરમાત્મ સ્વરૂપને પામે છે તે જણાવતાં ‘સમાધિશતક' માં કહ્યું, (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) “ઈન્દ્રિય સર્વ નિરોધીને, મન કરીને સ્થિરરૂપ, ક્ષણભર જોતાં જે દીસે, તે પરમાત્મ સ્વરૂપ.” ઉપસર્ગ દરમિયાન મહાપુરુષો પોતાને શરીરથી ભિન્ન માની ચૈતન્યસત્તાનો અનુભવ કરે છે. જે શરીર છે તે જડ છે, રૂપ - રસ - ગંધ - વર્ણથી યુક્ત છે અને હું જાણનાર - દેખનાર - સુખદુઃખનો અનુભવ કરનાર ચૈિતન્યસ્વરૂપી આત્મા છું. આવેલ ઉપસર્ગથી કદાચ શરીર છૂટી જાય, પણ તે ઉપસર્ગ મારું કાંઈ બગાડી શકતા નથી. હું અજર, અમર, અવિનાશી શુદ્ધ આત્મા છું - આવા ભેદવિજ્ઞાનના બળે મુનિ ભગવંતો ઉપસર્ગ - પરિષહને જીતી લે છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદવ ‘શ્રી સમયસાર કળશ – ૭” માં જણાવે છે, મેદ્રવિજ્ઞાનતઃ રિધ્ધા: રસધ્ધ રે વિન ના अस्यै वा भाव तो बध्धा, बध्धा ये किल केचन ॥" તત્ત્વને જાણીને તત્ત્વને ધારણ કરનારા જીવો વિરલા જ છે. ‘યોગસાર' ગાથા – ૬૬ માં કહ્યું છે, વિરલા જાણે તત્ત્વને, વિરલા શ્રદ્ધે કોઈ, વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ.” જૈનદર્શનમાં ઉપસર્ગ અને પરિષહોને જીતનારા અનેક મહાપુરુષોની કથાઓ આવે છે. તે પૈકી આપણે ત્રણ મહાપુરુષોની કથા જાણીશું. અવંતિ દેશના પ્રસિદ્ધ ઉજજૈન શહેરમાં ઈન્દ્રદત્ત નામના એક શેઠ રહેતા હતા. તેમની પત્નીનું નામ ગુણવંતી હતું. તેઓને સુરેન્દ્રદત્ત નામનો સુશીલ અને ગુણવાન પુત્ર હતો, જેના લગ્ન સુભદ્ર શેઠની પુત્રી યશોભદ્રા સાથે થયા હતા. પુણ્યના ઉદયથી તેમને બધી સામગ્રીઓ પ્રાપ્ત હતી. ભૌતિક દૃષ્ટિએ સુખી અવસ્થામાં પણ તેઓ નિયમિત ધર્મની આરાધના કરતા હતા. સામાન્ય (૧૩૨) (૧૩૧)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy