SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સુનંદ શ્રાવકની કથા - ચિત્રાબેન ડી. મોદી -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) નિર્મળ વિચારધારા સંગે શાંતિ, કરુણા ને ક્ષમાની છોળો ઉછળી રહી, શોષ લેતાં ચામડાના બંધનો હવે એટલી હદે તંગ બન્યા કે મુનિરાજની બે આંખો બહાર નીકળી આવી ! માસક્ષમણની તપશ્ચર્યા સહિતની જીર્ણશીર્ણ કાયાની સઘળી યે નસોને આ અસહ્ય રીબામણીએ કાચા સૂતરના તાંતણાંની જેમ જ તોડી નાખી. આત્મરમણતામાં મગ્ન મુનિરાજ શિથિલ બનીને વિદીર્ણ બન્યા અને તેમને સમતાના સર્વોત્તમ શિખરે પહોંચી કેવળજ્ઞાન લાધ્યું, સત્વરે પ્રાણત્યાગ થયો ને મોક્ષે સિધાવ્યા. ત્યાં જ એક બાઈએ આંગણામાં આવી લાકડાનો ભારો ઝાડ નીચે નાખ્યો. તેના મોટા અવાજથી ક્રૌંચ પક્ષીથી ડરી જઈને ઘણું બધું ચરકાઈ જવાયું. તેની ચરકમાં જવલાં દેખાતાં જ સોની મહાજન કંપી ઉઠ્યા. પોતાની આ ક્રૂર ભૂલ સમજાતા અસીમ પશ્ચાત્તાપ પણ થયો. ઉતાવળમાં સત્ય જાણ્યા વિના પોતાનાથી કેટલો મોટો અનર્થ થઈ ગયો એમ વિચારી મુનિના પ્રાણની જવાબદારીનો અપરાધભાવ અનુભવતાં સોનીએ પ્રભુ મહાવીરનો આશરો લીધો અને પશ્ચાત્તાપ કરતાં પોતે પણ નિર્મળ બની, કાળે કરી આત્માને તાર્યો. શાસ્ત્રોમાં એ પછી લખાયું કે : सीसावेढेण सिरिम् ि- वेढिए निग्गयाणि अच्छीणि । मेयजस्स भगवओ नय सो मणसावि परिकुविओ।। ભીની ચામડાની વાધર વડે મસ્તકને કસીને બાંધ્યું, વાધરી સુકાઈ અને આંખો ય નીકળી પડી તો પણ મેતાર્ય ભગવંતે મનથી પણ કોપ કર્યો નહીં. (જૈનદર્શનના અભ્યાસુ ચિત્રાબહેન મોદી ગુજરાત વિધાપીઠ દ્વારા જૈન સાહિત્ય સંશોધન કાર્યમાં વ્યસ્ત છે.) આચારોના આચરણ ઉપરાંત ભ્રમણ કરતાં સાધુને જે સંતાપ વેઠવા પડે છે તે બધા તેણે ધીરજપૂર્વક વેઠવાના હોય છે. આ સંતાપો વેઠવાથી કર્મોને અટકાવવામાં તે ચલાયમાન થતો નથી અને કર્મોનો નાશ કરવામાં સમર્થ બને છે. આ સંતાપને પરિષહ કહે છે. તે બાવીસ છે – ક્ષુધા, પિપાસા, જ્ઞાન, અજ્ઞાન, મળ વગેરે. સુખ અને દુઃખ પ્રત્યે તે ઉદાસી હોય છે - બધા પ્રકારોના વિષયોપભોગમાંથી વિરક્ત થવાને કારણે અસંતોષને તે જીતી લે છે. સુંદર, આકર્ષક સ્ત્રીઓને જોવાથી થતા ઉત્તેજક કે ઉશ્કેરાટભર્યા તમામ વિચારો તેણે જીતી લેવા પડે છે. એક સ્થળેથી બીજા સ્થળે ચાલતા જઈને દુઃખ અને અગવડ સહન કરવા પડે છે. એકની એક સ્થિતિમાં બેસી રહેવાનું હોય તેને કારણે કષ્ટ પડે છે. આવી જ રીતે હલનચલન કર્યા વગર સખત ભૂમિ ઉપર સૂવું પડે છે અને કેટલીક વખત તો જીવજંતુઓના ડંખ પણ લાગે છે. સાધુના જીવનમાં આ બધું સ્વાભાવિક હોવાથી સહન કરવું જ પડે છે. ભિક્ષા ન મળે તો આજીજી કરવાની નથી કે દયા કરવાનું પણ કહેવાનું નથી. તેણે માત્ર પરિણામ સહેવાનું હોય છે. વિહાર કરતાં કરતાં કાંટા કે કાંકરા વાગે તો તેણે તે સહન કરવાના છે. દેહ તરફ તેણે પ્રેમ કે આસક્તિ હોવા ન ઘટે. તેથી તેણે આ બધા સંતાપ સહેવાના હોય છે. તેણે કદી સ્નાન કરવાનું હોતું નથી. માત્ર મયૂરપિચ્છના રજોણા વડે ધૂળ હોય તો તેને ખંખેરી કાઢવાની હોય છે. તેનો મુખ્ય હેતુ જીવને (૧૮૦) (૧૯)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy