SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો શુદ્ધ રાખવાનો અને મનને દરેક પ્રકારના દૂષણોથી મુક્ત રાખવાનો હોય છે. પ્રશંસા કે અવજ્ઞા તરફ તે ઉદાસીન છે. સ્વાગતથી અંજાઈને ફેલાઈ જતો નથી તેમ જ લોકોની ઉદાસીનતાથી તે નિરાશ થતો નથી. પોતાના જ્ઞાનનું તેને અભિમાન હોતું નથી, તો અજ્ઞાનથી તે નાસીપાસ થતો નથી, તેનું આખું જીવન મોક્ષમાર્ગની યાત્રા છે. તે ધર્મગ્રંથોનું અધ્યયન કરે છે, પોતાની ભૂલનો તે પશ્ચાત્તાપ કરે છે. તે સંપૂર્ણ નિરાસક્ત જીવન ગાળે છે અને જીવની આધ્યાત્મિક પ્રગતિ માટે જ ઉત્સુક હોય છે. શાંતિથી બધા નવા કર્મોને થંભાવવાના એક માત્ર આશયથી તે આગળ વધ્યે જાય છે અને જૂના કર્મોને વિનાશ કરવા પ્રયાસ કરે છે. ટૂંકી દૃષ્ટિના ખ્યાલો રાખી તે જીવમાં પૂર્ણ સ્વરૂપ પરની શ્રદ્ધા ડગમગવા દેતો નથી અને શાંતિપૂર્વક, પ્રયત્નપૂર્વક બધા સંકટ સહ્યે જાય છે અને આત્મસાક્ષાત્કારની ઉચ્ચ અવસ્થાએ પહોંચવા મથે છે. સંયમ અને આત્મજ્ઞાનથી જીવની શુદ્ધિ અને મનના સમત્વને તે કોઈ રીતે ક્ષુબ્ધ થવા દેતો નથી. સંતાપો તેના અંકુશ બહાર છે અને જીવની શુદ્ધિની પ્રક્રિયામાં તેમને સહન કરવાના જ છે. મલ પરિષહ ઉપર સુનંદ શ્રાવકની કથા ચંપાનગરીમાં સુનંદ નામે વણિક રહેતો હતો. તેની પાસે કોઈ મુનિ આવીને કોઈ ઔષધ માગે તેને તે ગર્વ સહિત કાંઈક અવજ્ઞા વડે આપતો હતો. એક વખત ગ્રીષ્મઋતુમાં સ્વેદથી નીતરતા અને દુર્ગંધી શરીરવાળા કેટલાક સાધુ તેની પાસે કોઈક ઔષધ લેવા આવ્યા. તેમની દુર્ગંધથી તેની દુકાનના ઔષધોની ગંધ પણ પરાભવ પામી. તે જોઈ સુનંદે વિચાર કર્યો કે “સાધુઓનો સર્વ આચાર સારો છે, પરંતુ તેઓ જે મળ ધારણ કરે છે તે સારું નથી.’’ આ રીતે મુનિની નિંદાથી દુષ્કર્મ ઉપાર્જન કરી અનુક્રમે મરણ પામી તે શ્રાવકધર્મી (૧૮૧) (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો હોવાથી દેવ થયો. ત્યાંથી ચ્યવી કૌશાંબી નગરીમાં કોઈ શ્રીમંતનો પુત્ર થયો. ત્યાં ગુરુની પાસે ધર્મ સાંભળી વૈરાગ્ય પામી તેણે પ્રવજ્યા અંગીકાર કરી. એક વખત તેને મુનિનિંદાનું દુષ્કર્મ ઉદયમાં આવ્યું. તેથી તેનું શરીર અતિ દુર્ગંધવાળું થયું . તે દુર્ગંધ કોઈ સહન કરી શકતું નહીં. તેથી તે જ્યાં જ્યાં ભિક્ષા વિગેરેને માટે જાય ત્યાં ત્યાં તેની અસહ્ય દુર્ગંધથી લોકોમાં તેનો ઉપહાસ થવા લાગ્યો. તેથી ગુરુએ તેને ઉપાશ્રયમાંથી બહાર જવાનો જ નિષેધ કર્યો. ત્યાર પછી તે મુનિએ રાત્રે પોતાની દુર્ગંધ દૂર કરવા માટે શાસનદેવતાને ઉદ્દેશી કાયોત્સર્ગ કર્યો એટલે દેવીએ પ્રસન્ન થઈ તેનું શરીર કસ્તૂરી જેવું સુગંધી કર્યું. તે જોઈ “અહો ! આ સાધુ હોવા છતાં પણ નિરંતર સુગંધી પદાર્થોને શરીર પર લગાવતા જણાય છે.’’ એમ લોકોના કહેવાથી તેનો ફરીથી ઉપહાસ થવા લાગ્યો. તેથી તેણે ખેદ પામી ફરીથી શાસનદેવીની આરાધના કરી ત્યારે દેવીએ તેની સ્વાભાવિક ગંધ કરી. આ પ્રમાણે જેમ તે સુનંદે પ્રથમ મલ પરિષહ સહન ન કર્યો. તેમ બીજા સાધુએ તેવું ન કરવું, પરંતુ ધૈર્યથી મલ પરિષહ સહન કરવો. ઉપસર્ગઃ ક્યારેય ના ચિંતવ્યો હોય તેવો સંતાપ. અહીં આપણે ગજસુકુમારના જીવનમાં બનેલી ઘટના જોઈશું. ગજસુકુમાર સવારે લગ્ન, બપોરે દીક્ષા અને સાંજે ખૂબ ચિંતનને અંતે સાધના માટેની શ્રેષ્ઠ જગ્યા સ્મશાનભૂમિ જ છે તેમ વિચારી સ્મશાનમાં જઈ સાધના કરવા લાગ્યા. તે જ સમયે તેમના શ્વસુર ત્યાંથી પસાર થતા હતા. તેમણે ગજસુકુમારને ત્યાં સાધના કરતાં જોયાં. ‘અરે રે ! મારી દીકરી સાથે કપટ-દગો કરનાર અહીં સાધના કરે છે ?’ ક્રોધ આવતાં ત્યાંથી જલતા અંગારા ભેગાં કરી તેમના માથે પાઘડી બનાવી દીધી. ગજસુકુમાર ચિંતવે છે કે આ તો (૧૮૨)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy