SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ફક્ત હલકા પુરુષોને જ વશ કરે છે, પણ ઉત્તમ પુરુષોને નહીં. જેમ કે, લતા તંતુથી તો મચ્છર બંધાય પણ કાંઈ હસ્તિ બંધાય નહીં. વળી વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત શરીરવાળા માણસનું શરીર સંકોચાઈ જાય છે. દાંત પડી જાય છે. આંખનું તેજ ઘટે છે. શરીરનું રૂપ બદલાય છે. મુખમાંથી લાળ નીકળે છે. બંધુવર્ગ તેની સાથે વાતચીત કરતો નથી. સ્ત્રી પણ સેવા કરતી નથી અને પુત્રો પણ અવજ્ઞા કરે છે અર્થાત્ કહ્યું કરતા નથી. એવું એવું કષ્ટ છે. વળી, સંધ્યા સમયના રંગ, પાણીના પરપોટા અને ડાભના અગ્રભાગ ઉપર રહેલા પાણીના બિંદુ જેવા જીવિત છતે અને નદીના વેગ સમાન યૌવન છતે પણ હે પાપી જીવ ! તું બોધ નથી પામતો એ શું?” આચાર્યને મુખેથી એ પ્રમાણે ધર્મોપદેશ સાંભળીને કીર્તિધર રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી તેમણે પોતાના નાની વયના પણ સુકોશલ પુત્રને રાજય કારભાર સોંપી દીક્ષા ગ્રહણ કરી. શાસ્ત્રાર્થ ગ્રહણ કર્યા પછી તે એકલવિહારી થઈ વિચરવા લાગ્યા. પાછળ માતાએ પુત્ર સ્નેહને લીધે સુકોશલની દંતપંક્તિ (દાંતની ઓળ) ને સુવર્ણથી મઢાવી. તે પુત્ર જયારે જયારે પિતાને સંભારે, ત્યારે ત્યારે તેની માતા પોતાના પતિ કીર્તિધરના દોષ જ બતાવે. એકદા કીર્તિધર રાજા છઠ્ઠને પારણે ભિક્ષાને અર્થે અયોધ્યા નગરીમાં આવ્યા. તેમની રાણી સહદેવીએ જોયા. તેથી તે રાણીને વિચાર થયો કે “જો મારો પુત્ર આને દેખશે, તો તે પણ દીક્ષા લેશે. માટે એ યતિને નગરની બહાર કઢાવી મૂકું” એમ વિચારીને તેણીએ સુકોશલને ખબર ન પડે તેવી રીતે તે મુનિનો સેવક પાસે પરાભવ કરાવીને તેમને નગરમાંથી કઢાવી મૂકયા. એ વાત ધાત્રીએ સુકોશલને કહી. તે ઉપરથી તેણે સાધુને શહેરમાં આવવા વિનંતી (૧૧) ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) કરી, પણ કીર્તિધરે ઉપસર્ગનો સંભવ બતાવીને અંદર આવવાની ના કહી. એથી સુકોશલે પિતાનો પરાભવ માતા વડે કરાયેલો જાણીને સમજીને સર્વ રાજય ત્યજી દઈને તેમની પાસે દીક્ષા અંગીકાર કરી, તે પિતાની સાથે વિહાર કરવા લાગ્યો. તેઓ બન્ને તીવ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. હવે સહદેવી રાણી પોતાના પતિ અને પુત્રના વિયોગને લીધે આધ્યાને મૃત્યુ પામી વનને વિષે વાઘણ થઈ. એકદા તે બંને મુનિ (પિતા-પુત્ર) વિહાર કરતા કરતા, વાઘણ રહેતી હતી તે વનમાં આવ્યા. વાઘણને સામી આવતી જોઈને ‘ઉપસર્ગ' થશે એમ જાણી કીર્તિધરે બીજે માર્ગે જવાનું કહ્યું, પણ સુકોશલ તો સાહસ આદરીને તેજ માર્ગે ગયો અને અનશન કર્યું. ત્યાં તેમને વાઘણે વિદારી જીવ લીધો. તેનું રૂડું ધ્યાન હોવાથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે સર્વ કર્મ ક્ષય કરી મૃત્યુ પામી મોક્ષે ગયા. વાઘણને સુકોશલની દંતપંક્તિ જોઈ ઈહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પોતાના પુત્રને ઓળખી પોતે બહુ પશ્ચાત્તાપ કર્યો. આત્માને નિંદવા લાગી અને ત્યાંથી મૃત્યુ પામીને તે આઠમાં સહરદ્વાર દેવલોકે ગઈ. કીર્તિધર મુનિ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિપદ પામ્યા. પુત્ર પ્રત્યેના પ્રેમના કારણે માતાએ સાધનાપંથે આગળ વધતા પુત્રને અટકાવ્યો, પણ વિધિએ પુત્રને સાધનામાર્ગનો યાત્રી બનાવ્યો. ઉપસર્ગ સમયે સમતાભાવ રાખીને તે મોક્ષગામી બન્યો. માતા પણ કરેલ કૃત્ય માટે પશ્ચાત્તાપ કરીને દેવલોક પામી. ઉપસંહાર: પરિષહ અને ઉપસર્ગ વચ્ચે તાત્ત્વિક ભેદ એ છે કે પરિષહ સામાન્ય રીતે સહ્ય એટલે કે સહન કરી શકાય એવો હોય છે. ઉપસર્ગો સામે માણસ ટકી (૧૨)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy