________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
આચાર્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામી
- ડૉ. પાર્વતી નેણશી ખીરાણી
(જૈન સિદ્ધાન્ત આચાર્ય.A. (Jainology)Ph.D.(જૈન સાહિત્ય) M.A. (Sanskrit) જૈન ધર્મનો અભ્યાસ કરનાર અને કરાવનાર જ્ઞાનસત્રજૈન સાહિત્ય સમારોહમાં સંશોધનપત્રો રજૂકરનાર. છાડવા ધાર્મિક શિક્ષણ બોર્ડમાં સક્રિય છે.)
પરાપૂર્વથી ચાલ્યા આવતા આ વિશ્વમાં જૈનદર્શન પોતાના વિશિષ્ટ સિદ્ધાંતો અને નિયમોને કારણે અગ્રસ્થાને છે. આ દર્શનની અંદર અનેક નરપુષ્પો ખીલીને પોતાની સુગંધનો પમરાટ પ્રસરાવીને અનંતની વાટે વિલીન થઈ ગયા. પુષ્પ જેમ પીસાઈને પમરાટ ફેલાવી જાય છે, એ જ રીતે આ માનવપુષ્પોએ પણ પરિષદના પરિતાપ પીસાઈને પણ પોતાનો પમરાટ ફેલાવ્યો છે.
આવું જ એક પુષ્પ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ભોરારા ગામમાં શ્રવણ ભારમલ દેઢિયા અને આશઈબાઈના જીવનબાગમાં વિ.સં. ૧૯૨૧ જેઠ સુદ બીજના દિવસે ખીલ્યું. ફૂલનું નામકરણ થયું ગણપતભાઈ.
આ પુષ્પ ખીલ્યું એ સમયે સમાજમાં ઘોડિયા લગ્નની પ્રથા હતી. એટલે એ ય ફૂલ ખીલતાની સાથે જ નજીકના જ ગુંદાલા ગામના રાંભિયા દેવાભાઈ પાંચારીયા મૂળજીભાઈને એમની સુપુત્રી મેઘઈબાઈ માટે અર્પણ કરવાનું નક્કી થઈ ગયું. અર્થાત્ ગણપતભાઈનું સગપણ મેઘઈબાઈ સાથે નક્કી થઈ ગયું, પરંતુ એ ફૂલને આ માન્ય ન હતું કારણ કે એને તો શાસનચરણે સમર્પિત થવું હતું.
ગણપતભાઈ દશ વર્ષની ઉંમરના હતા અને જીવનમાં ઝંઝાવાત આવતા એમનું વડીલ ફૂલ પિતૃ શ્રવણભાઈ જીવનબાગમાંથી ખરી પડ્યું, જે એમના
(૧૧૯)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) વૈરાગ્યનું નિમિત્ત બની ગયું. પ્રતિદિન ઉપાશ્રયમાં જતા-આવતા ત્યાં પ.પૂ. રયાબાઈ મહાસતીજીના પરિવારના પ.પૂ. પૂરીબાઈ મહા. ના ઉપદેશથી જાગૃતિ આવી, વૈરાગ્યભાવ વૃદ્ધિ પામતા પ્રવજયાપંથે પ્રયાણ કરવાની ભાવના જાગી. પછી પ.પૂ. નથુજી સ્વામી ભોરારા પધાર્યા ત્યારે એમના ઉપદેશથી સંયમ સ્વીકારવાની ભાવના તીવ્ર બની ગઈ. સંત-સમાગમ વધતો ગયો. એમની સાથે એમના લઘુબંધુ વીરજીભાઈ પણ જોડાયા. બંને ભાઈઓએ ગુરુદેવને દીક્ષા આપવા માટે વિનંતી કરી. ગુરુદેવે પરિવારની સંમતિ મેળવીને પછી દીક્ષા લેવાનું કહ્યું.
એમણે પોતાના વડીલબંધુ નરપાળભાઈ પાસે દીક્ષાની અનુમતિ માંગી. નરપાળભાઈએ ગણપતભાઈને સમજાવતા કહ્યું કે દીક્ષા તો તલવારની ધાર પર ચાલવા જેવું કઠિન કાર્ય છે. કેશાંચન, ભિક્ષાચાર્ય, ટાઢ-તડકામાં વિહારયાત્રા, પરિષહ-ઉપસર્ગનું સહેવું વગેરે ભયસ્થાનો રહેલા છે. વળી, તારી ઉંમર પણ નાની છે. આમ, ખૂબ સમજાવ્યા પણ ગણપતભાઈ દેઢ રહ્યા. ત્યારે પિતરાઈ ભાઈ પતાભાઈએ કઠોર થઈને સમજાવટ કરી પણ ના માન્યા, ત્યારે એમને કાકાની વાડીએ લઈ ગયા ત્યાં મજબૂત દોરડું ગણપતભાઈની કેડે બાંધી એમને કૂવામાં ઉતારીને પાણીની સપાટી સુધી પહોંચાડીને પૂછ્યું, “બોલ શું વિચારે છે ? સાધુ થવાનું બંધ રાખ તો કૂવામાંથી કાઢીશ, નહીંતર પાણીમાં ડૂબાડીશ.” પણ ગણપતભાઈ મક્કમ રહીને એક જ રટણ કરવા લાગ્યા કે, ‘જીવતો રહીશ તો સાધુ થઈશ' માત્ર ચૌદ વર્ષની ઉંમરને પણ ગજબની દઢતા પૂર્વભવના સંસ્કારનું પરિણામ કે પછી બીજું કાંઈ?
આ રીતે સફળતા ન મળતા એમણે કૂવામાંથી બહાર કાઢીને ઘર તરફ ચાલવા માંડ્યું. રસ્તામાં ભૂખી નદી આવી. વૈશાખ માસ અને તેમાંય મધ્યાહ્નનો
(૧૨૦)