________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ઢંઢણ મુનિના અલાભ પરિષહની કથા
- પૂ. ડોં. તરુલતાજી મ.સ.
(ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી પ્રાણ પરિવારના અધ્યાત્મ યોગિની પૂ. લલિતાબાઈ મ.સ. પૂ. બાપજીના સુશિષ્યા પૂ. ડૉ. તરુલતાજીએ બનારસીદાસ, કબીર અવધૂત યોગી આનંદઘન અને શ્રીમદ્ રાજચંદ્રની આધ્યાત્મિક રચનાઓ પર શોધ પ્રબંધ લખી મુંબઈ યુનિવર્સિટીમાં Ph.D. પ્રાપ્ત કરેલ છે. તેઓએ સાત ગ્રંથોની રચના કરી છે. પૂજ્યશ્રીનો ‘હું આત્મા છું’ ગ્રંથ ખૂબ લોકપ્રિય બન્યો છે અને અન્ય ભાષાઓમાં અનુવાદ કરી પ્રસિદ્ધ થયો છે.)
આધ્યાત્મિક વિકાસ માટે વ્રતોનો સ્વીકાર; એ જૈન પરંપરાને માન્ય સિદ્ધાંત છે. જૈન સાધના પદ્ધતિના બે મુખ્ય ઘટક - સંવર અને નિર્જરા. સંવરની સાધના દ્વારા આવતા કર્મ પ્રવાહને રોકી શકાય છે તથા નિર્જરાની સાધનાથી પૂર્વ સંચિત કર્મમળનો નાશ થાય છે. સાધક સંવર અને નિર્જરાના પથ પર આરૂઢ થઈ પોતાના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી લે છે. અહીં નિર્જરાથી પણ સંવરની મહત્તા વધારે છે. નિર્જરા તો પ્રથમ ગુણસ્થાનવાળાને પણ થાય, પરંતુ સંવર તો પાંચમા ગુણસ્થાનથી જ શરૂ થાય છે. વ્રત સ્વીકાર્યા વિના સંવર થતો નથી. સમ્યક્દૃષ્ટિ જીવ પણ જો વ્રત-પ્રત્યાખ્યાન ન કરે તો તેને સંવર ન થાય. વ્રત સ્વીકાર્યા વિના તો અધ્યાત્મના આગળના સોપાન સર થતા નથી. શ્રી હેમચંદ્રાચાર્ય સંસાર અને મોક્ષના હેતુ બતાવતા કહે છે -
आश्रवो भवहेतुः स्यात् संवरो मोक्षकारणम् ।
इतीयमार्हती दृष्टिरन्यदस्यां प्रपञ्चनम् ।। તેઓ સંવરને જ મોક્ષનું કારણ માને છે. તત્ત્વાર્થ સૂત્રમાં પણ સંવરની
(૨૫)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સાધનાના ઉપાયો નીચે પ્રમાણે બતાવ્યા છે -
‘સ ગુપ્તસમતિધર્માનુસાપરીષદનચરિત્રે:” ગુપ્તિ, સમિતિ, દસધર્મ, અનુપ્રેક્ષા, પરિષહ જય તથા ચારિત્રની આરાધના; એ સંવરના સાધન છે.
સાધુ સદૈવ સંવરના ઉપાયોની શોધમાં જ રહે છે. આસ્રવ દ્વારા અનેક કર્મોનું ઉપાર્જન આજ સુધી થયું છે. હવે પ્રતિબંધ કરવો છે. હવે સંવર એ જ એક માત્ર સાધન છે, જે અનેક પ્રકારે આયોજી શકાય છે. વ્યક્તિ જયારે મુનિવ્રત ધારણ કરવા વિચારે છે ત્યારે મુનિજીવનના કષ્ટોનો માનસિક સ્વીકાર કરીને જ સંયમ લેવા તત્પર થયો હોય છે. તેથી કષ્ટો આવતાં એ ભય પામતો નથી, પરંતુ પરિષહજયના લક્ષ્ય સહનશક્તિ અને સમતાનો વિકાસ સાધે છે. જોકે સંયમી સાધકને વિચલિત કરવા માટે પરિષહ અને ઉપસર્ગ આવે છે, પણ સાધક અડગ નિશ્ચલ રહીને આગળ વધી જાય છે. તે પરિષહોથી બચવાનો પ્રયત્ન કરતા નથી તેમજ પોતે સ્વીકારેલ વ્રતની વિરુદ્ધ આચરણ પણ કરતા નથી.
| શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં સાધુજીવનમાં આવતાં ૨૨ પરિષદોનું સટીક વર્ણન છે. સંયમી સાધક ગુરુ પાસેથી પરિષદોનું સ્વરૂપ સાંભળી, જાણી, અભ્યાસ દ્વારા પરિચિત કરી, પરિષદને જીતીને સંયમજીવનનું યથાર્થ પાલન કરે છે.
ક્ષુધા - તૃષા - શીત - ઉષ્ણ આદિ બાવીસ પરિષદોમાં એક છે અલાભ પરિષહ, જૈન ઈતિહાસના પ્રસિદ્ધ પાત્ર મુનિ ઢંઢણકુમાર આ પરિષહને જીતી, જીવનને સાર્થક કરી ગયા.
તીર્થંકર પરમાત્મા પ્રભુ નેમનાથ એકવાર દ્વારકાનગરીમાં પધાર્યા. કૃષ્ણ વાસુદેવ તથા તેમના પુત્રઢંઢણકુમાર તેમજ નગરીના અનેક નર-નારીઓ ૨૨
(૨૬)