SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ - ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ‘ચારિત્રવાન સાધુએ ઉકાળ્યા વિનાનું ઠંડુ પાણી, કરા વરસેલું પાણી તથા બરફ ગ્રહણ કરવા નહિ, પરંતુ ઉકાળેલું પ્રાસુક જલ ગ્રહણ કરવું.' આ ગાથા વાંચી એમને થયું કે “આપણે ચારિત્રવાન સાધુ હોવા છતાં શાસ્ત્રોમાં નિષેધ કરેલા કાચા ઠંડા પાણી તથા અધાર્મિક આહાર આદિને કેમ સેવીએ છીએ ?' પોતાના મનની શંકા તેમણે વિનયપૂર્વક ગુરુ આગળ વ્યક્ત કરી, જેના જવાબમાં ગુરુએ જણાવ્યું કે આજકાલ પંચમ આરાના પ્રભાવથી આપણે શાસ્ત્ર પ્રણીત શુદ્ધ ચારિત્ર પાળવાને અસમર્થ છીએ. આ સાંભળી વૈરાગ્યયુક્ત વાણીમાં શ્રી આર્યરક્ષિતસૂરિએ ચારિત્રમાર્ગનો સ્વીકાર કરીને શુદ્ધ ધર્મની પ્રરૂપણા કરવાની આજ્ઞા માગી. ગુરુને થયું કે શાસનદેવીએ કહેલું વચન સત્ય થશે કેમકે આર્યરક્ષિતસૂરિ ક્રિયોદ્ધાર કરીને શુદ્ધ વિધિમાર્ગની પ્રરૂપણા કરશે. યોગ્ય જાણી ગુરુએ આજ્ઞા આપી. ગુરુની અનુજ્ઞા મેળવી આચાર્યપદનો ત્યાગ કરી ક્રિયોદ્ધાપૂર્વક શુદ્ધ આચારવાળી પુનઃ દીક્ષા લઈ કેટલાક સંવેગી મુનિઓ સાથે સં. ૧૧૫૯ ના મહાસુદી પાંચમથી તેઓ જુદો વિહાર કરવા લાગ્યા. વિહાર કરતા તેઓ લાટ આદિ દૂરના પ્રદેશોમાં વિચરવા લાગ્યા. અહીં ઉગ્ર વિહારો દરમ્યાન તેમને અનેક પ્રતિકૂળતાઓ સહન કરવી પડી. વિહાર દરમ્યાન તેમને શુદ્ધ આહાર, પાણી પ્રાપ્ત થતા ન હતા. તેઓ અસૂઝતા આહાર, પાણી વહોરતા નહીં અને સમતાપૂર્વક તપોવૃદ્ધિ કરતા. તેમને લાગ્યું કે આચારશિથિલતા અને અજ્ઞાનતાના મૂળ ખૂબ ઊંડા છે તેને દૂર કરવા ખૂબ પુરુષાર્થ કરવો પડશે. એટલે તેમણે ઉગ્ર તપ અને સાધનાનો માર્ગ પસંદ કર્યો. શુદ્ધ આહાર પ્રાપ્ત ન થતા તે વિહાર કરી પાવાગઢ પર્વત પર પહોંચ્યા. ભગવાન મહાવીર દેવના જિનપ્રાસાદમાં દર્શન કરી સાગરી અનશન કર્યું. એક મહિના સુધી તપ ચાલ્યું. મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીએ એમની કઠોર -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સાધનાની પ્રશંસા કરી. એ સાંભળી ચક્રેશ્વરી દેવી એમની પાસે આવી વંદન કરી વિનંતી કરી કે, “ભાલેજ નગરથી યશોધન શ્રેષ્ઠી સંઘ સાથે આવે છે, એ તમારા શુદ્ધ ધર્મના ઉપદેશથી બોધ પામશે અને આપને કહ્યું એવું શુદ્ધ અન્નજળ વહોરાવશે.’ બીજે દિવસે સંઘ સહિત યશોધન ભણશાળી આવ્યો, એણે ગુરુને પારણું કરાવ્યું. આવી રીતે ચૈત્યવાસની ગર્તામાં ડૂબેલા સમાજને આર્યરક્ષિતસૂરિએ કઠોર તપ તપીને, આગમોક્ત શ્રમણ આચાર પાળીને સાચો માર્ગ બતાવ્યો. આગમપ્રણીત એ માર્ગ આચરવામાં એમને સતત એક મહિના સુધી શુદ્ધ આહાર-પાણી પ્રાપ્ત ન થયો, છતાં તેઓ પોતાના માર્ગમાં મક્કમ રહ્યા અને સાબિત કરી બતાવ્યું કે દુષમ કાળમાં પણ શુદ્ધ શ્રમણાચાર આચરી શકાય છે. સં. ૧૧૬૯ માં જયસિંહસૂરિએ એમને આચાર્યપદ આપ્યું અને એમનું નામ આર્યરક્ષિતસૂરિ રાખ્યું. એમણે આગમમાન્ય ૭૦ બોલની પ્રરૂપણા કરી અને વિધિપક્ષગચ્છનું પ્રવર્તન કર્યું. શ્રી આર્યરક્ષિતસૂરિએ પ્રરૂપેલ સામાચાર આગમમાન્ય હોવાથી અનેક ગચ્છોએ એ સામાચારીનો આદરપૂર્વક સ્વીકાર કર્યો. હવે હવે આપણે જોઈએ ઉપસર્ગ ઉપર જૈન કથાનક. પહેલું છે સ્કંદકકુમારનું. શ્રાવસ્તી નગરીમાં કનકકેતુ રાજા અને મલયસુંદરી રાણીને સ્કંદક નામે કુમાર તથા સુનંદા નામે કુંવરી હતા. સુનંદાને યોગ્ય ઉંમરે કાંચીનગરીના રાજા પુરુષસિંહ સાથે પરણાવી હતી. સ્કંદક કુમાર આચાર્યશ્રી વિજયસેનસૂરિની દેશના સાંભળી વૈરાગ્ય પામ્યા અને માતાપિતાની સંમતિ લઈ તેમણે સંયમ ગ્રહણ કર્યો. ગુરુની પાસે સર્વ શાસ્ત્રનો અભ્યાસ કરી, ગુરુની આજ્ઞા મેળવી, (૧૪૯) (૧૫૦)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy