SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) છે. પૂર્વના વૈર સંબંધથી શિયાળવી અને તેના બચ્ચાં ત્રણ દિવસ સુધી મુનિના શરીરને ખાતા રહ્યા, છતાં મેરુ સમાન અડગ, ધીર, વીર એવા સુકોમલ મુનિ ડગ્યા નહીં. ત્રીજા દિવસે સુકુમાલ મુનિ શરીરને છોડીને અશ્રુતસ્વર્ગમાં મહદ્ધિક દેવ બન્યા. સુકુમાલ મુનિની આત્મદેઢતા આપણને જાણે પ્રેરણા આપે છે કે – “જીવન એજ નહીં સુમનોં કી, સો જાઓ ખરાંટે માર, જીવન હૈ સંગ્રામ નિરંતર, પ્રતિપદ કોંકી ભરમાર, દેઢ સાહસકે ધની કમરત, જો રહતે હરક્ષણ બેદાર; વહી પહુંચતે હંસતે હંસતે વિજયશ્રી કે સ્વર્ણિમ દ્વાર.” કહેવાયું છે કે “પસ શી ઘટયો છે તો ચરિત્ર 1 શુદ્ધ જૂન खिलता है । तूफानों से गुजरने पर ही नौका किनारे लगती है । उपसर्ग और तूफान चारित्र की कसौटी है।" આ રીતે ઉપસર્ગવિજેતા શ્રી દત્ત મુનિની પણ કથા છે. શ્રીદત્ત ઈલાવર્ધનપુરના રાજા જિતશત્રુ તથા રાણી ઈલાના પુત્ર હતા. અયોધ્યાના રાજા અંશુમાનની રાજકુમારી અંશુમતી સાથે તેમના લગ્ન થયા હતા. અંશુમતીએ એક પોપટ પાળ્યો હતો. જયારે પતિ-પત્ની ચોપાટ વગેરે રમતો રમતા ત્યારે તે પોપટ કોણ કેટલી વાર જીત્યું તે દર્શાવવા પોતાના પગના નખથી રેખાઓ દોરતો હતો. પોપટ એવો દુષ્ટ હતો કે શ્રીદત્ત જયારે જીતતા ત્યારે એક રેખા દોરતો અને તેની માલકણ જીતતી ત્યારે બે રેખાઓ દોરતો ! આવું વારંવાર કરવાથી શ્રીદત્તે ડોક મરડીને પોપટને મારી નાખ્યો. પોપટ મરીને વ્યંતરદેવ થયો. એક દિવસ સાંજે શ્રીદત્ત પોતાના મહેલની ઉપર ફરતા હતા ત્યારે એક મોટું વાદળ જોયું. જોતજોતામાં તે વાદળ છિન્નભિન્ન થઈ ગયું. આ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) નશ્વરતાની શ્રીદત્તના ચિત્ત પર ભારે અસર થઈ. સંસારની તમામ વસ્તુઓ તેને નાશવંત લાગવા માંડી. સર્પ સમાન ભયંકર વિષયભોગોથી તેને ડર લાગવા માંડ્યો. શરીર અપવિત્રતાની ખાણ જેવું લાગ્યું. તેને સંસાર પરથી વૈરાગ્ય આવ્યો અને તેણે જિનદીક્ષા અંગીકાર કરી. “સંયમમાર્ગ છે બેસ્ટ, કરશો ન સમય વેસ્ટ, ઉદયને ગણજો ગેસ્ટ, તો સિદ્ધક્ષેત્રે થશે રેસ્ટ.” સંયમનો પંથ ચારેય ગતિઓમાં માત્ર માનવી જ પૂર્ણપણે અંગીકાર કરી શકે છે. દેવો સુખોમાં લીન છે, નારકી દુઃખોમાં દીન છે; | તિર્યંચો વિવેકહીન છે, ઓ માનવી તું સૌથી ભિન્ન છે !” એક દિવસ શ્રીદત્ત મુનિ કાયોત્સર્ગ ધ્યાન કરી રહ્યા હતા. તે સમયે પોપટનો જીવ કે જે વ્યંતરદેવ બન્યો હતો તેને પોતાના વૈરીને જોઈને ખૂબ ક્રોધ આવ્યો. તે મુનિ પર ઉપદ્રવ કરવા લાગ્યો. શિયાળાનો સમય હતો. આવા સમયે તે વ્યંતરે જોરદાર ઠંડી હવા ચલાવી, પાણી વરસાવ્યું, કરાનો વરસાદ પાડ્યો. આ રીતે તેણે કોઈ કસર ન છોડતાં મુનિને ઘણા કષ્ટો આપ્યા. શ્રીદત્ત મુનિરાજે આ કષ્ટો ખૂબ શાંતિ અને ધીરજથી સહન કર્યા. મુનાસિબ હૈ યહી દિલપે, જો કુછ ગુજરે ઉસે સહના, ન કુછ કિસ્સા ન કુછ ઝઘડા, ન કુછ સૂનના ન કુછ કહના.” મુનિએ પંચમાત્ર પણ ઉપસર્ગકર્તા પ્રત્યે ક્રોધ ન કર્યો. “બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહી, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો, દેહ જાય પણ માયા થાય ન રોમમાં; (૧૩૫) (૧૩૬)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy