________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) (સોમદત્ત, સોમદેવ તથા ઉદયન રાજર્ષિની કથા
- બીનાબેન શાહ
(અમદાવાદ સ્થિત જૈનદર્શનના અભ્યાસુ બીનાબહેન “જૈન મંત્ર સાધના” પર સંશોધન કાર્ય દ્વારા Ph.D. નો અભ્યાસ કરી રહેલ છે.)
માનસિક કે શારીરિક આરામ જીવનમાં શ્વાસોચ્છવાસ પૂરે છે અને તે માટે ઉત્તમ શય્યા અને ઊંઘ જરૂરી છે. પ્રતિકૂળ શય્યા મળતા ખેદ ન પામવું અને અનુકૂળ શય્યા મળતા હર્ષ ન પામવો તે જ પરિષહનો જય છે. પોતાના કર્મોના ઉદયથી જે કષ્ટ આવે તેને સમભાવથી ભોગવીને જે કર્મ નિર્જરા કરે તે આત્માનું ઊર્ધ્વગમન થાય છે.
પ્રતિકૂળ પરિષહમાં અગિયારમો શય્યા પરિષહ છે. શધ્યા પરિષહ:
उच्चावयाहिं सिज्जाहिं तवस्सी भिक्शु थामवं । नाइवेलं विहणिज्जा पावदिट्टी विहण्णइ ॥ पइरिक्कमुवस्सयं लदधुं कल्लाणं अदुव पावगं । किमेगराई किरस्सइ ? एवं तत्थडहिआसए ।
(ઉ.સૂત્ર, અધ્યયન-૨, ગાથા-૨૨) ઉપસર્ગાદિ સહન પ્રતિ સામર્થ્યવાળો, તપસ્વી મુનિ, ઊંચા-નીચા સ્થાનો છતાં વેલાનું ઉલ્લંઘન કરી, અહીં હું શીતાદિથી ઘેરાયો છું – એમ વિચારી બીજા સ્થાનમાં ન જાય; કારણ કે પાપબુદ્ધિવાળો ઊંચું સ્થાન મળતાં રાગ તથા નીચું સ્થાન મળતાં દ્વેષ નહીં કરવાની સમતા રૂપ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. અર્થાત્ મુનિ સમતાપૂર્વક શય્યા પરિષદને સહન કરે. સોમદત્ત અને સોમદેવની કથા તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
(૨૦૩).
કથા :
કૌશાંબી નગરીના વિદ્વાન બ્રાહ્મણ યજ્ઞદત્તને બે પુત્રો હતા. તેમના નામ હતા- સોમદત્ત અને સોમદેવ. તેઓ વેદોના પારંગત વિદ્વાન બની ગયા. અકસ્માતુ કોઈ નિમિત્ત મળ્યું અને તે બંને સંસારથી વિરક્ત થઈને સોમભૂતિ અણગાર પાસે દીક્ષિત બન્યા. બંનેએ જ્ઞાનાર્જન માટે શ્રમ કર્યો અને થોડા જ સમયમાં તેઓ બહુશ્રુત બની ગયા. એકવાર તેઓ એક પલ્લીમાં આવી પહોંચ્યા. ત્યાંના લોકો મદિરાપાન કરતા હતા. તેમણે કોઈ પીણામાં મદિરાનું મિશ્રણ કરી બંને મુનિઓને તે પીણું આપ્યું. મુનિઓ તેમાં રહેલી મદિરાથી અજાણ હતા. તેમણે તે પીણું પીધું અને થોડા જ વખતમાં તેઓ ઉન્મત્ત બની ગયા. તેમણે વિચાર્યું - આપણે સારું ન ક્યું. આપણાથી આ પ્રમાદ થઈ ગયો. બન્નેને ખૂબ પશ્ચાત્તાપ થયો. આપણે અનશન -વ્રત લઈ લઈએ. તેઓ બંને નજીકની એક નદી પાસે ગયા અને ત્યાં પડેલા બે લાકડાના પાટિયા પર પાદોપગમન અનશન સ્વીકારીને પડ્યા રહ્યા. બે – ચાર દિવસ વીતી ગયા. અકાળે વરસાદ આવ્યો અને નદીમાં પૂર આવ્યું, તે પૂરમાં બંને ભાઈઓ તણાયા. સમુદ્રમાં જઈ પડ્યા. મોજાઓના તીવ્ર સપાટાથી તેઓ હત-વિહત થયા. જળચર જીવો તેમને કરડી ગયા. બંને ભાઈઓ બધી પીડાને સમતાપૂર્વક સહીને પંડિતમરણ પામ્યા.
ઉપસર્ગ जीव उपसृज्ये सम्बध्यते पीडादिभिः
सह यस्मात् स उपसर्ग । જેના દ્વારા જીવ દુઃખ, વેદના વગેરે સાથે સંબંધવાળો થાય તે ઉપસર્ગ
(૨૦૪)