________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
હસ્તિમિત્રની કથા
- રજનીકાંતભાઈ ચીનુભાઈ શાહ (રજનીકાંતભાઈએ ગુજરાત વિધાપીઠ, આંતરરાષ્ટ્રીય જૈનવિધા કેન્દ્ર દ્વારા જૈનવિધા' વિષયમાં પ્રમાણપત્ર અભ્યાસક્રમ કરેલ છે. હાલ સંશોધનકાર્ય સાથે સમાજની ધાર્મિક પ્રવૃતિઓમાં રસ ધરાવે છે.) પરિષહ:
શ્રીમદ્ રાજચંદ્રજીએ ‘અપૂર્વ અવસર' માં કહ્યું, આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો, ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જો.”
જેમનો આચાર જ સહનશીલતા અને ધીરતા છે તેવા સાધકો કદાપિ કષ્ટોથી કાયર થતા નથી. કંચન તો જ્યારે કસોટીએ ચડે ત્યારે જ તેનું મૂલ્ય થાય છે. કર્મોની નિર્જરા કરાવતું અને પૂર્વે કરેલા કર્મોનું ફળ આપતાં પરિષહ અને ઉપસર્ગ સમભાવે સહન કરીને તે ભોગવતાં નવો કર્મબંધ ન થાય તેની કાળજી રાખનાર જ ભવોભવના બંધનમાંથી છૂટી શકે છે અને તેવા સાધકો પરિષહો અને ઉપસર્ગો સમતાભાવે સહન કરે છે.
આ બાવીસ પરિષદમાં જીવને જે આહાર સંજ્ઞા ઉચ્ચપદની પ્રાપ્તિ સુધી સતાવે છે, તેવો સુધા પરિષહ છે. સુધાને સમભાવે સહન કરવી અને જો સહન ન થાય તો શાસ્ત્રોક્ત વિધિ મુજબ નિર્દોષ, શુદ્ધ ગોચરી-ભિક્ષા મળે તો જ ગ્રહણ કરવી, નહીંતર મક્કમતાથી સુધાને સહન કરવી તે પરિષહજય છે અને દોષિત આહારથી ક્ષુધા શમાવવી એ પરિષહ અજય છે.
છુહા સમા વેઅણા નત્યિ” એટલે “ક્ષુધા જેવી બીજી કોઈપણ વેદના નથી.’ માટે સર્વ પરિષદોમાં ક્ષુધા પરિષહ અતિદુઃસહ છે. ઉત્તરાધ્યયનના બીજા અધ્યયનનો ત્રીજો શ્લોક -
(૧૮૯)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) "कालीपव्वंगसंकासे, किसे धमणिसंतए ।
मायण्णे असणपाणस्स अदीणमणसो चरे ।।" તાત્પર્ય એ છે કે - સાધુએ સુધાથી અત્યંત પીડા પામતા હોય તો પણ નવ કોટિ શુદ્ધ આહાર જ ગ્રહણ કરવો, તે પણ લોલુપતાથી વધારે લેવો કે ખાવો નહીં, અને શુદ્ધ આહારની પ્રાપ્તિ ન થાય તો મનમાં દીનપણું લાવવું નહીં, પરંતુ તપની વૃદ્ધિ થઈ એમ ચિંતવવું. આ રીતે વર્તવાથી ક્ષુધાપરિષદ સહન કર્યો કહેવાય છે.
સૂક્ષ્મસંપરાય, ઉપશાંતમોહ અને ક્ષીણમોહ એ ત્રણેય ગુણસ્થાનકમાં પરિષહ હોય છે અને તે વેદનીય કર્મના ઉદયથી આવે છે. ક્ષુધા પરિષહ:
ઉજજયિની નામની નગરી હતી.
આ નગરમાં હસ્તિમિત્ર નામના એક શેઠ રહેતા હતા. શેઠને રૂપથી સુંદર અને ચારિત્રથી સુશીલ એવી પત્ની હતી. પતિ અને પત્નીના સુમધુર દામ્પત્યજીવનના ફળસ્વરૂપે એક સુંદર પુત્ર હતો. પુત્રનું નામ હતું હસ્તિભૂતિ.
હસ્તિભૂતિ આઠ વર્ષનો થયો... અને એક દિવસ શેઠાણીનું મૃત્યુ થયું. યુવાનવયે શેઠાણી પર આવેલી ઘાતથી શેઠને આઘાત તો જરૂર લાગ્યો, પરંતુ પરમાત્માના શાસનને પામેલા શેઠ આ આઘાતને પચાવી ગયા. એમણે પોતાનું મન રાગ પરથી ઉઠાવીને વૈરાગ્યમાં વાળી દીધું. પત્નીનું અચાનક થયેલું મૃત્યુ એમના માટે આત્મકલ્યાણનો માર્ગ ચિધનારુ બની રહ્યું.
હસ્તિમિત્રએ પોતાના એકના એક પુત્રને વૈરાગ્યના ભાવથી ભાવિત કર્યો. એક શુભ દિવસે પિતા-પુત્રએ સાથે જ સંયમજીવનનો સ્વીકાર કર્યો.
એકદિવસની વાત છે. પિતા-પુત્રમુનિ ગુરુભગવંતની સાથે જ નગરીમાં વિચરતા હતા. ત્યાં દુકાળ પડ્યો. અન્ય સાધુ ભગવંતો સાથે બંને મુનિઓએ ભોજકટનગરી તરફ વિહાર શરૂ કર્યો. વિહાર કરતા રસ્તામાં મહાઅવી આવી.
(૧૯૦).