SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સંગમાચાર્ય તથા સુકોશલ મુનિની કથા - મંજુલાબેન આર. શાહ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો જળ છાંટ્યું અને દરવાજા ઉઘડ્યા. આકાશમાં દેવદુંદુભિ થઈ. ત્રણ દિશાના દરવાજા ઉઘાડ્યા અને ચોથું દ્વાર એમ જ રાખ્યું કે બીજી કોઈ સતી સ્ત્રી હોય તો આવીને દરવાજા ખોલે. લોકોએ સુભદ્રા સતી અને જૈન ધર્મનો જયજયકાર કર્યો. સાસુએ દેવી સુભદ્રાનું સતીત્વ જોઈને એના પર ખોટું કલંક લગાડવા બદલ માફી માગી અને સાસુ સહિત આખા કુટુંબે જૈનધર્મ અંગીકાર કર્યો. બુદ્ધદાસે પણ હવે સાચા ભાવથી જૈન ધર્મ અંગીકાર કર્યો. સમય જતા સતી સુભદ્રાએ પ્રવજયા ધારણ કરી પોતાનું આત્મકલ્યાણ સાધ્યું. આવી રીતે આપણે જોયું કે સાચા જૈન મુનિ હોય કે શ્રાવક, જેની શ્રદ્ધા દેવ, ગુરુ અને ધર્મ પર અડગ હોય તે પરિષહ કે ઉપસર્ગ આવે ત્યારે ડગી જતા નથી, ધર્મથી વિચલિત થતા નથી, પરંતુ શ્રદ્ધાપૂર્વક ધર્મમાં ટકી રહીને પોતાનું આત્મકલ્યાણ સાધે છે. (ગુજરાત વિધાપીઠ, આંતરરાષ્ટ્રીય જૈનવિધા કેન્દ્ર દ્વારા જૈનવિધા' વિષયમાં પ્રમાણપત્ર અભ્યાસક્રમ તેમજ પારંગત ‘પ્રથમ વર્ગ સાથે ઉત્તીર્ણ કરેલ છે. “ભક્તિમાં અભિવ્યક્તિ સ્નાનપૂજા' વિષય પર સંશોધન કરેલ છે. હાલ અનુપારંગત (M.Phil.) ના અભ્યાસક્રમ અંતર્ગત સંશોધનકાર્ય ચાલુ છે.) સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે, इमे ते खलु बावीसं परिषहा समणेणं भगवया महावीरेणं कोसवेणं पवेड् या जे भिक्खु सोच्या नच्या जेच्या अभिभुद, भिक्खायारियाए परिच्यता पुट्टो ना बिहन्नेज्जा । (કાશ્યપગોત્રીય) શ્રમણ ભગવાન મહાવીરે આ બાવીસ પરિષહ કહ્યા છે, જેને સાંભળીને, જાણીને, જીતીને, પરાભવ કરીને ભિક્ષુ ભિક્ષાચારીમાં જતા જો સપડાય તો કાયર ન બને, અર્થાતુ ભિક્ષુ પરિષહથી વિચલિત ન થાય. અનુકૂળ પરિષહ પ્રમાદી ચિત્તમાં ગમવાનો ભાવ ઉત્પન્ન કરે, પ્રતિકૂળ પરિષહ કષ્ટો આપીને ચલિત કરે. ચર્યા પરિષહઃ બાવીસ પરિષહમાંથી નવમો પરિષહ. ચર્યા એટલે વિહાર, વિહાર વખતે પ્રતિકૂળતામાં ઉદ્વેગ આદિને વશ બન્યા વિના શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિહાર કરવો તે પરિષહજય છે. ચર્યા સમયે કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોની ઉપસ્થિતિ તે પરિષહ. પરિષહ આવતા રાગદ્વેષને વશ ન થવું અને સંયમબાધક કોઈપણ પ્રવૃત્તિ ન કરવી તે પરિષહ વિજય. (૧૫૬) (૧૫૫)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy