________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો નહીં આપી શકીએ, પણ અહીંથી એક માઈલ દૂર એક મકાન ખાલી છે, ઉતારાની જગ્યા ઘણી સારી છે પણ ભૂત થાય છે હોં ! આપ જો ત્યાં રહી શકો તો પધારો. મહારાજશ્રીએ જવાબ આપ્યો કે અમને કોઈ જાતની હરકત નથી એવી ઘણી જગ્યા પર અમે ઉતરેલા છીએ. અમારી પાસે પંચપરમેષ્ઠિ મહા પ્રભાવક મંત્ર છે. તેથી કોઈ બીક નથી, પણ અમને એ જગ્યા બતાવનાર તથા ઉતરવાની આજ્ઞા આપનાર જોઈશે. ત્યારે કહે કે જાઓ પધારો, આજ્ઞા મારી છે અને આ એક માણસ તમારી સાથે આવે છે તે ત્યાં જ તમારી સાથે રાત રહેશે. એમ કહી એક માણસને હુકમ કર્યો કે મહારાજને ભૂતકોઠો બતાવ અને તું ત્યાં જ રાત રહેજે.
પેલો માણસ આગળ ચાલવા લાગ્યો ને પાછળ મહારાજશ્રી પણ જાય છે ત્યાં પેલો માણસ બબડવા લાગ્યો કે તમારા જેવા આવે ને અમારા ટાંટીયા તોડાવે... શું કરીએ, હુકમ કર્યો એટલે કરવું જ પડે... તમે આવી અમારું ભંડ કર્યું. આ ભૂતકોઠામાં કોઈ રાત રહી શકતું નથી. તમારે તો આગળ પાછળ કોઈ નહીં પણ અમે કુટુંબ લઈને બેઠા છીએ. તમેય મરશો ને અમને'ય મારશો. એમ બબડાટ કરતો મહારાજશ્રીને ગાળો દેવા લાગ્યો. પૂ. માણેકચંદ્રજી મ.સા. કહે કે ભાઈ ! તને બીક લાગતી હોય તો અમારે કાંઈ તારી જરૂર નથી. અમને ફક્ત ઉતારો કરાવી પછી તું ચાલ્યો જજે. ત્યારે પેલો માણસ કહે કે સાહેબને ખબર પડે તો મારી નોકરી ચાલી જાય ને માર પડે તે ઉપરાંતમાં, મહારાજશ્રી, કહે કે અમે કોઈને કહીશું નહીં કે તું અમને મૂકીને ચાલ્યો ગયો છે. ત્યારે તે બોલતો બંધ થયો.
મહારાજશ્રીને ‘ભૂત બંગલા' માં દરવાજો ઉઘાડી આગળના ઓરડામાં ઉતારો આપીને પેલો માણસ ચાલ્યો ગયો. મકાન ગામથી થોડું દૂર હતું. મકાન ઉઘાડું જોઈ કેટલાક માણસો આવીને કહેવા લાગ્યા કે મહારાજ ! અહીં તો ભૂત
(૨૧).
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) થાય છે. અહીં તો કોઈ રાત રોકાઈ શકતું જ નથી. તમે કેમ રોકાયા છો? મરવું છે? ચાલો, ગામમાં બીજો ઉતારો આપીએ. મહારાજશ્રી કહે છે કે હવે સૂર્ય અસ્ત થઈ ગયો છે. હવે અમારાથી બહાર ક્યાય જવાય નહીં. આપ ચિંતા ન કરશો. પેલા ભાઈઓ તો રવાના થયા.
મુનિ ભગવંતો પ્રતિક્રમણ, નિત્ય સ્વાધ્યાય, જાપ આદિ આરાધના કરી આરામ કરવાની તૈયારી કરે છે ને સમય થતાં સૌ નિંદ્રાધીન થયા. રાત્રિના બાર - એક વાગ્યા આસપાસ જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. ભયંકર ડરામણા અવાજો આવવા લાગ્યા. બધા સંતો જાગી ગયા. નાના સંતો થોડા ભયભીત બન્યા પણ પૂ. માણેકચંદ્રજી મ. સાહેબે હિંમત રાખવાનું કહી સૌને સાગારી સંથારો કરાવ્યો ને સ્વાધ્યાયની ધૂન શરૂ કરી. પરમાત્માનું શરણ સ્વીકારી એકાકાર બન્યા છે. ત્યાં જ એક ભયંકર બિહામણી આકૃતિ દેખાવા લાગી. બિહામણી મુખાકૃતિ, મોટી-મોટી લાલઘૂમ-ડરામણી આંખો, તીક્ષ્ણ દેતાવલી ને જવાળાની જેમ લપકારા મારતી જીભ... આવું પૈશાચિક રૂપ સાથે મોટામોટા અવાજે બરાડી-બરાડી બોલવા લાગ્યો,
“કોણ છે મારા બંગલામાં? મરવાની ઇચ્છાથી કોણ કપૂત અહીં આવ્યો છે ?” પણ પૂ. શ્રી સ્વાધ્યાયમાં જ મગ્ન રહી કોઈ પ્રત્યુત્તર આપતા નથી એટલે પોતાની ઉપેક્ષા થતી જોઈ ઓર ગુસ્સે થયો. વિચારવા લાગ્યો કે “શું આને કોઈ ભય નથી કે સ્થિરપણે બેઠો છે?” અને પોતાના તીણ નખથી ફાડી ખાવા તત્પર બનેલો તે વ્યંતરદેવ ફરીથી ચિત્કારી ઉઠ્યો, “હે સાધુડા ! ઢંઢિયા! નીકળી જા, મારા મકાનમાંથી. નહીંતર મારી નાખીશ. આ મકાન મારું છે.”
પૂ. માણેકચંદ્રજી મ. સાહેબે શાંતસ્વરે પ્રેમથી પૂછ્યું, “તમે કોણ છો ? અહીં શા માટે આવ્યા છો?” સામેથી જવાબ મળ્યો, “મને પૂછનાર તું કોણ ? હું આ મકાનનો માલિક છું. આ મકાન મારું છે, મારા સિવાય કોઈનો હક્ક
(૨૨)