________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો આમાંનો એક પણ ગુણ તેમનામાં ટકી રહ્યો હશે તો તેઓ જરૂરથી પાછા ફરશે.
આથી દેવતાએ ગુરુ જે માર્ગ પર ચાલી રહ્યા હતા ત્યાં એક સુંદર મજાનું નાટક રચ્યું. ગુરુ નાટક જોવા ઊભા રહ્યા. નાટકમાં સુંદર અપ્સરાઓને નાચ કરતી જોઈ મનમાં વિચારવા લાગ્યા કે હું પણ સંસારમાં જઈ આવી સ્ત્રીઓ સાથે સંસારના ભોગ ભોગવીશ. દેવની શક્તિને કારણે નાટક જોતાં જોતાં છ માસ પસાર થઈ ગયા તો પણ ભૂખ, તરસ કે થાક તેમને લાગ્યા નહિ. આ બાજુ દેવે વિચાર્યું કે ગુરુમાં બ્રહ્મચર્યનો ગુણ રહ્યો નથી. આથી બીજા ગુણ દયાની પરીક્ષા કરવા બીજું નાટક રચ્યું.
આગળ જતાં ઘોર જંગલ આવ્યું. આ જંગલમાં નાના-નાના છ છોકરાઓ આમ-તેમ દોડી રહ્યા છે અને રડારોળ કરી રહ્યા છે. તેમણે રત્નોના ઘણા ઘરેણાં પહેરેલા છે. સાધુને જોતાવેંત છોકરાઓ તેમની પાસે આવી તેમને વળગી પડ્યા અને કહ્યું કે, “મહારાજ! અમે રસ્તો ભૂલી ગયા છીએ. અમારા મા-બાપ ક્યાં છે તેની ખબર નથી. અમારું ગામ ક્યાં છે ? કઈ રીતે જવાય ? તેની પણ ખબર નથી માટે આપ અમને ગામ સુધી લઈ જાવ.' છોકરાઓના આભૂષણો જોઈ સાધુને વિચાર આવ્યો કે, “હું સંસારમાં જાઉં છું. સંસારમાં ડગલે ને પગલે ધન જોઈશે. ધન નહીં હોય તો સંસારના સુખોપભોગ નહીં થઈ શકે. ભગવાને સામે ચાલી આટલું ધન મોકલ્યું છે તો શા માટે તક ગુમાવવી?’’ સાધુએ છોકરાઓને પૂછ્યું કે, “તમે કોના પુત્ર છો ? તમારું નામ શું છે ?’’ ત્યારે છોકરાએ જવાબ આપ્યો કે અમો શ્રાવકના પુત્ર છીએ. અમારા નામ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય છે. સાધુએ વિચાર્યું કે મારે ઘરેણાં જોઈતા હોય તો આ બધાને વારાફરતી મારી
(૨૦૯)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
નાખી ઘરેણાં લઈ લઉં. એ જ ઠીક રહેશે. બીજા છોકરાઓને બાજુમાં બેસાડી પૃથ્વીકાયને થોડે દૂર એકાંતમાં લઈ જઉં. તેનું ગળું દાબવાની તૈયારી કરે છે ત્યાં પૃથ્વીકાય બોલ્યો કે મહારાજ ! આપનું અમને શરણ હજો . અમો જગતને આશ્રય આપીએ છીએ. તે ઉપર એક દૃષ્ટાંત સાંભળો....
એક કુંભાર જંગલમાંથી માટી લાવી નાના-મોટા વાસણો બનાવી, કુટુંબનું ભરણપોષણ કરતો હતો. માટી લેતી વખતે તે માટીને સાત સલામ કરી કહેતો કે, “હે પૃથ્વી મા ! હે જગતજનની ! તે જગતનો ભાર લીધો છે. તારાથી જ પ્રાણીમાત્ર સુખ અનુભવે છે, પણ અમે તારા કપૂત પુત્રો તારું પેટ ફોડીએ છીએ. તું જ અમારી આજીવિકા છે, પાલન કરનાર છે.’ આમ પૃથ્વી તેનું પાલન કરતી. એક વખત માટી કાઢતી વખતે ભેખડ ધસી પડવાથી કુંભાર મૃત્યુ પામ્યો. આમ પૃથ્વી તેનું રક્ષણ કરનાર હોવા છતાં ભક્ષક બની. આપ અમારા રક્ષક છો, ભક્ષક બનો તે સારું નહીં. મને છોડી દો.’’ આમ છતાં ગુરુએ તેને ન છોડ્યો, મારી નાખ્યો. બીજા પાંચેય બાળકોને પણ તેમણે એક પછી એક મારી નાખ્યા. ન તેમની દયા આવી કે ન તેમની વિનંતી કાને ધરી. બધાંને મારી છએના ઘરેણાં પોતાના પાતરામાં મૂકી ત્યાંથી ચાલી નીકળ્યા.
દેવે વિચાર્યું કે ગુરુના હૃદયમાંથી દયા નાશ પામી છે. આથી લજ્જા ગુણની પરીક્ષા કરવા તેમણે ત્રીજું નાટક રચ્યું. તેમણે ગુરુના રસ્તામાં એક મોટું શહેર બનાવ્યું. આચાર્યની નજરે શહે૨ પડતા વિચાર્યું કે, “આવડા મોટા શહેરમાં જઈશ તો રોકાવું પડશે. શ્રાવકોને ખબર પડશે તો રોકી રાખશે. બીજા રસ્તેથી જવું પડશે.” આડા રસ્તે જતા સામે બે શ્રાવક મળ્યા. તેમણે ગુરુને જોયા. આવીને ખૂબ વિનંતી કરી કે સાધુ નથી તો શેષકાળનો લાભ આપો. દેવની માયાથી બે શ્રાવકના સેંકડો શ્રાવકો થયા. બધા ખૂબજ વિનંતી કરવા
(૨૧૦)