Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 100
________________ - ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ચલિત ન થતાં ગભરાઈને પોતાના કપડાં ફાડીને તથા શરીર પર ઉઝરડા પાડીને બચાવો બચાવો” ની બૂમ પાડીને, “આ મારા પર બળાત્કાર કરવા આવ્યો છે.’ તેવું આળ સુદર્શન શેઠ પર મૂક્યું. રાજા આવ્યા. તેઓ સુદર્શન શેઠના સદાચાર વિશે જાણતા હતા તેથી રાજાને રાણીની વાતમાં વિશ્વાસ ન બેસતાં સુદર્શન શેઠને સીધું જ સત્ય પૂછી લીધું. સુદર્શન શેઠની અંદર દયાભાવ જાગૃત થતાં રાણીને સજા ન થાય તે માટે મૌન રહ્યા. સુદર્શન શેઠના મૌનને રાજાએ ‘હા’ માં ગણીને સુદર્શન શેઠનો વધ કરવાની આજ્ઞા ફરમાવી. વધ કરતાં પહેલાં મોઢા પર મેશ ચોપડી, ગધેડા પર બેસાડી ગામમાં ફેરવ્યા. સુદર્શન શેઠની પત્નીએ પણ આ દશ્ય જોયું અને તેણે પણ તેમાં પૂર્વકર્મનો દોષ જોઈ જયાં સુધી આફત ટળે નહીં ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહેવું એવી પ્રતિજ્ઞા કરી. કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિર થઈ. જયારે સુદર્શનશેઠને વધ માટે શૂળી ઉપર લઈ ગયા ત્યારે શૂળી તૂટી ગઈ અને શૂળીની જગ્યાએ સોનાના સિંહાસન ઉપર સુદર્શન શેઠ દેખાયા. મહાસતી મનોરમાની દઢ પ્રતિજ્ઞા અને સુદર્શન શેઠનું પવિત્ર શીલ આખરે જય પામ્યા. શાસનદેવતાએ રાણીની પોલ ખુલ્લી પાડી દીધી. રાણી પરદેશ ચાલી ગઈ અને સુદર્શન શેઠ તથા રાજા બંનેએ એકબીજાને ખમાવ્યા. અનુક્રમે સંયમ લઈને સુદર્શન શેઠ કેવળજ્ઞાન પામી અનંતસુખમય સિદ્ધ અવસ્થાને પામ્યા. જીવનમાં બે વાર નિમિત્તને આધીન થયા વગર સ્ત્રી પરિષહનો જય કરી શીલવ્રતમાં અડગ રહેનાર શ્રી સુદર્શન શેઠ અને તેમના જેવા બીજા શીલવંતો માટે કહી શકાય, “દેખીને નવયૌવના લેશ નવિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન.” ઉપસર્ગ - સિંહશ્રેષ્ઠી ઃ એક ગોવાળિયાએ તીર્થકર મહાવીરના કાનમાં શૂળો ખોસી દીધી, તો ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પણ ભગવાન મહાવીર સ્વસ્થ રહ્યા. આ “સ્વસ્થતા’ ‘સ્વ' માં સ્થિર થયેલી ચેતનાની સ્વસ્થતા હતી. તેમાં કોઈ આયાસ કે અસાહજિકતા ન હતા. જેનો દેહભાવ નષ્ટ થયો હોય તેને પીડાની પજવણી થતી નથી. પૂર્વે થઈ ગયેલા મહાપુરુષો દેહ અને આત્માનો ભેદ કરી સાધના કરતા હતા અને તેથી જ તો મરણાન્ત ઉપસર્ગમાં દેહાતીત બની પીડાને સાક્ષીભાવે જોતાં જોતાં ક્ષપકશ્રેણીએ ચઢી, સંચિત કર્મોને નષ્ટ કરી મોક્ષમાં પહોંચી જતા હતા. સિંહશ્રેષ્ઠીએ પણ પોતે લીધેલા વ્રતને રાજા દ્વારા કરાયેલા ઉપસર્ગ છતાં પાદોગમન અનશન કરીને પાળ્યું અને મુક્તિમાં વાસ કર્યો તેની કથા આ પ્રમાણે છે. વસંતપુર નામના નગરમાં કીર્તિપાલ રાજા રાજ્ય કરતો હતો. તેને ભીમ નામનો એક પુત્ર હતો અને તે રાજાને સિંહ નામનો એક પરમ જૈન મિત્ર હતો. પોતાના પુત્ર કરતાં પણ રાજાને વિશેષ પ્રિય હતો. એકવાર નાગપુરના રાજા નાગચન્દ્રએ પોતાની પુત્રી રત્નમંજરીના લગ્ન રાજકુમાર ભીમ સાથે કરાવવા માટે કહેણ લઈ એક દૂતને વસંતપુર કીર્તિપાલ રાજા પાસે મોકલ્યો. દૂતની વાત સાંભળી રાજાએ પોતાના મિત્ર સિંહને કહ્યું, “મિત્ર ! આપણા બંનેમાં કોઈપણ અંતર નથી, માટે કુમારને લઈ તમે નાગપુર જાઓ અને તેના લગ્ન રત્નમંજરી સાથે કરાવી આવો.” સિંહશ્રેષ્ઠીએ અનર્થદંડના ભયથી કોઈ ઉત્તર આપ્યો નહીં, એટલે રાજા જરા ક્રોધ લાવી બોલ્યા કે, “શું તમને આ સંબંધ રુચતો નથી ?” શ્રેષ્ઠી બોલ્યા, “રાજન ! મને રુચે છે પરંતુ દિશાવત અનુસાર મેં સો યોજનથી આગળ નહીં જવા-આવવાનો નિયમ લીધો છે અને નાગપુર અહીંથી સવાસો યોજન દૂર થાય છે. તેથી વ્રતભંગ થવાના ભયથી હું ત્યાં જઈશ નહીં.” સિંહશ્રેષ્ઠીના આવા વચનો સાંભળતાં જ રાજાનો ક્રોધ વધુ તીવ્ર થયો. તે બોલ્યો, “અરે, તું મારી આજ્ઞા નહીં માને ? તને ઊંટ પર (૧૯૦) (૧૯૮)

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109