________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
તે પછી સ્થૂલિભદ્ર જ્યારે વાચના લેવા આચાર્ય પાસે ગયા ત્યારે આચાર્ય ભદ્રબાહુસ્વામીએ કહ્યું, “હવે તું વાચના લેવા યોગ્ય નથી.” ગુરુના આ વચન સાંભળી સ્થૂલિભદ્રે પોતાના અપરાધનું કારણ વિચાર્યું. પણ કાંઈ કારણ યાદ ન આવતાં ગુરુજીએ કહ્યું, “મને મારા અપરાધની સ્મૃતિ થતી નથી.” ગુરુએ કહ્યું, “અપરાધ કરીને પાછો તું માનતો નથી ?” ત્યારે સિંહરૂપ ધારણ કર્યાનું સ્મરણ થતાં તેઓ ગુરુજીના ચરણોમાં પડી અપરાધની ક્ષમાયાચના કરવા લાગ્યા. પોતે પુનઃ આવો અપરાધ નહિ કરે એવી ખાતરી આપી. ગુરુજી કહે છે, “જેમ તાવવાળાને ચીભડું ન અપાય તેમ તું ફરીથી અપરાધ કરે કે ન કરે, પણ હું તને અપરાધીને વાચના આપીશ નહીં.’
ગુરુને શાંત પાડવા સ્થૂલિભદ્રે પછી સંઘનો આશ્રય લીધો. સંઘની પ્રાર્થના સાંભળી આચાર્ય ભદ્રબાહુએ કહ્યું, “જ્યારે આ સ્થૂલિભદ્ર સરખા પણ જ્ઞાનથી વિકાર પામ્યા તો બીજાઓ પામે એનું તો શું આશ્ચર્ય ? માટે બાકીના પૂર્વી હવે હું સ્થૂલિભદ્રને અર્થ વિના જ શીખવીશ. તેને આટલો દંડ આપવો ઘટે છે.” આમ, આચાર્યભદ્રબાહુએ સ્થૂલિભદ્રને દશ પૂર્વેનું અર્થસહિત અને છેલ્લા ચાર પૂર્વોનું કેવલ સૂત્રથી જ્ઞાન આપ્યું.
આ બન્ને પ્રસંગોને અનુલક્ષીને ‘વિચારસાર’ નામના પ્રકરણમાં આવો ઉલ્લેખ મળે છે –
“સો જયઉ થૂલભદ્રો, તિજ્ઞ પમત્તાઈ જસ્સ જાયાઈ, સીહવિઉવ્વણું, ગમણું, કષ્ણે અત્થસ મિત્તાણું.” (સિંહરૂપ વિકુર્વવું, ધનદેવ મિત્રને ત્યાં જવું અને મિત્રને ધન ક્યાં છે તે કહેવું એ ત્રણ પ્રમાદ જેમનાથી થયા તે સ્થૂલિભદ્ર જયવંત વર્તે.) (૧૬૭)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
અહીં જૈનશાસનની ન્યાયપરાયણા - ન્યાયસંગતતા નિર્દેશાઈ છે.
સ્થૂલિભદ્રજી જેવા વિભૂતિવિશેષ પણ પોતાના પ્રમાદ માટે ગુરુજી પાસે સજાપાત્ર
ઠર્યા છે.
કુરગડુમુનિ ઃ આક્રોશ પરિષહ સંદર્ભે
લક્ષ્મીપુરના ધનદ શેઠના પુત્ર કુરગડુએ નગરમાં પધારેલા શ્રી ધર્મઘોષસૂરિનો ઉપદેશ સાંભળી, વિરક્તિભાવ જાગ્રત થતાં આત્મકલ્યાણાર્થે સંયમનો સ્વીકાર કર્યો. હવે કુરગડુ મુનિ બનેલા તેઓ અધિક તપશ્ચર્યા કરી શકતા ન હતા. પણ એમણે એવો અભિગ્રહ ધારણ કર્યો કે જે બાળમુનિ હોય, ગ્લાન- બીમાર સાધુઓ હોય કે વૃદ્ધ તપસ્વી મુનિજનો હોય તેમની સમુચિત વૈયાવચ્ચ કરીને પછી જ ગોચરી વાપરવા બેસીશ ને આ સેવાસુશ્રુષા કરતાં અત્યંત ક્ષમાભાવ જાળવીશ. એમના આ સદ્ગુણને લઈને તેઓ સૌના આદરને
પાત્ર બન્યા.
હવે એક દિવસ એવું બન્યું કે ઘણા સાધુભગવંતોની વૈયાવચ્ચ કરીને તેઓ વાપરવા બેઠા. પાત્રમાં ખીર કાઢી જ્યાં વાપરવાનો આરંભ કરે છે ત્યાં જ એક તપસ્વી વૃદ્ધ સાધુ જે કફના દર્દી હતા તે કુરગડુમુનિ ઉપર અત્યંત ગુસ્સે થયા. સઘળો આક્રોશ ઠાલવતાં કહે, “સહુની સેવાભક્તિ કરીને, સૌને વપરાવીને વાપરવાનો તારો અભિગ્રહ ક્યાં ગયો ? મને તો તેં કાંઈ પૂછ્યું જ નથી.” આમ કહી ક્રોધપૂર્વક પોતાનું કફવાળું થૂંક કુરગડુ મુનિના ખીર વાપરવાના પાત્રમાં નાખ્યું. પરંતુ આ મુનિએ અપૂર્વ સમભાવ ધારણ કરી
લીધો. ખીરમાં જાણે સાકર ભળી હોય એમ માનીને તે વાપરવા બેઠા. ન કશી ગ્લાનિ, ન કશો દુર્ભાવ. માત્ર ને માત્ર આત્માના શુભ ભાવમાં ડૂબીને કેવળજ્ઞાન
પામ્યા.
(૧૬૮)