________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
સ્થૂલિભદ્ર અવાક બની જાય છે. રાજય દરબારમાં પિતાનું ખાલી સિંહાસન જોઈ હૃદયમાં વેદનાનો ચીરો પડે છે. પોતે કરેલી પિતાની ઉપેક્ષા બદલ ખૂબ દુ:ખ થાય છે. મનના કંદ્રને સમાવવા સ્થૂલિભદ્ર બાળપણના ગુરુ સંભૂતિવિજયજી પાસે જાય છે. ખોળામાં માથું મૂકી રડે છે. ગુરુ સાંત્વના આપે છે. સત્ય સમજાવે છે. સ્થૂલિભદ્ર સંસાર છોડી પ્રવજયા ગ્રહણ કરી લે છે.
કોશા ખૂબ વાટ જુએ છે. ત્યાં સમાચાર આવે છે કે સ્થૂલિભદ્ર તો મુનિ થઈ ગયા. કોશા ઢળી પડે છે. મૂછિત થઈ જાય છે. પાછી ભાનમાં આવે છે. પાછી મૂછિત થઈ જાય છે. ભરેલા ભાણા પડ્યા રહે છે. રૂપગાર સૂના પડી જાય છે. ચિત્રશાળા ઉદાસ થઈ જાય છે. આખી હવેલી જાણે કે ધ્રુસકા લઈ રડી હોય તેવું લાગે છે. આમ કેટલોક સમય દુઃખમાં રડતાં રડતાં વહી જાય છે.
એક દિવસ એક દાસી ઝરૂખામાં ઊભી હોય છે. તેની નજર પડે છે સ્થૂલિભદ્ર મુનિ હવેલી તરફ આવી રહ્યા છે. દાસી દોડતી કોશા પાસે આવે છે. બેન બા, વિષાદ છોડી દો, સોળ શણગાર કરો. સ્થૂલિભદ્ર મુનિ આવી રહ્યા છે.” કોશા સફાળી ઊભી થઈ ગઈ. દાસીને સોનાથી મઢી દીધી. સોળે શણગાર પહેર્યા. હવેલી રોશનીથી ઝળહળી ઉઠી. હાથમાં મોતીનો થાળ લઈ સ્થૂલિભદ્રને વધાવવા ઊભી રહી મનમાં વિચારે છે કે “મને ખબર હતી કે તેઓ મારા વગર રહી જ નહીં શકે' ને આજે એ દિવસ આવી ગયો.
સ્થૂલિભદ્ર દ્વાર ઉપર આવ્યા. કોશા અપલક નેત્રે તેમને નીરખી રહી પણ આ શું? જે આંખો હંમેશાં પ્રેમનું વાદળું બનીને વરસતી હતી ત્યાં નરી સ્થિરતા દેખાઈ, કોશાનું હૃદય એક ધડકન ચૂકી ગયું. પણ બીજી જ પળે નિરાશાને ખંખેરી નાખે છે. આ મુનિને સંસારી બનાવવા હું બધો જ પુરુષાર્થ કરીશ. કોશાની આ વિચારધારા માત્ર વિચારધારા ન હતી. તે સ્થૂલિભદ્ર પર થનારા અનુકૂળ ઉપસર્ગોની ભૂમિકા હતી.
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) કોશાએ સ્થૂલિભદ્રજીને ચિત્રશાળામાં ઉતારો આપ્યો. આ ચિત્રશાળા પાટલીપુત્રનું ગૌરવ હતી. એની દીવાલોની જાળીઓમાં રતન, હીરા, મોતી જડેલા હતા. એની દીવાલો પર વિવિધ અંગમરોડ પ્રદર્શિત કરતી રૂપાંગનાઓના આકર્ષક ચિત્રો હતા. મણિથી જડેલ શૈયા હતી. રત્નજડિત આસન હતું. કોઈને પણ આકર્ષી શકે એવું ચિત્રશાળાનું વાતાવરણ હતું. સ્થૂલિભદ્ર ચિત્રશાળામાં આવ્યા. ખૂણામાં ખાલી જગ્યા હતી ત્યાં પોતાનું આસન પાથરી બેસી ગયા. કોશાએ સિંહાસન પર બેસવાની વિનંતી કરી ત્યારે ગંભીર સ્વરે કહ્યું, “હું મારા જ આસન પર બેસીશ, તું કહીશ તે બધું જ સાંભળીશ, તું બતાવીશ તે બધું જ જોઈશ, તું જે ખવડાવીશ તે બધું જ આરોગીસ. બસ, તારે મારાથી ત્રણ હાથ દૂર રહેવાનું.” સ્થૂલિભદ્રની આ વાત સાંભળી કોશા મનમાં હસી પડી. “અરે, ચાર જ દિવસમાં આપણી વચ્ચે વંતનું અંતર પણ નહીં રહે.’ તેને પોતાનામાં સંપૂર્ણ વિશ્વાસ હતો. બીજે દિવસથી કોશા નિત્ય નવા શણગાર કરી ચૂલિભદ્ર પાસે આવવા લાગી. અપ્રતિમ રૂપની સામ્રાજ્ઞી હતી. વળી સોળે શણગાર, કોઈપણ વ્યક્તિ અપલક નેત્રે તેને જોઈ રહે. કોશા સ્થૂલિભદ્રને ભાતભાતના ભોજન વહોરાવે છે. આમ કરતા મહિનો પૂરો થાય છે. કોશાને એક વાત ખટકે છે કે
યૂલિભદ્ર એની વાતોને સાંભળે છે પણ નરી નિર્લેપતાથી, ભોજન આરોગે છે પણ રસ વિના. ક્યારેય એના અનુપમ લાવણ્યમય રૂપની પ્રશંસા પણ નથી કરતા. હવે મારે વધુ પ્રબળ પ્રયત્નો કરી ચૂલિભદ્રને રીઝવવા પડશે.
હવે કોશા મરણિયો પ્રયાસ કરે છે. ચિત્રશાળાના વાતાવરણને માદક બનાવે છે. ઢોલ, વીણા, શરણાઈ વગેરે વાદ્યોના સૂરો દરેક પળને સૂરીલી બનાવે છે. કોશા, રીઝાવી દે એવું વસ્ત્ર પરિધાન કરી સ્થૂલિભદ્રજી પાસે વિવિધ અંગમરોડ સાથે નિત-નિત નવા નૃત્યો કરે છે. ઘડીભર લાગે કે કામદેવ કોશાના દરેક અંગમરોડ દ્વારા સ્થૂલિભદ્રજી તરફ કામના અસંખ્ય તીર છોડી રહ્યા છે.
(૧૮૬)
(૧૮૫)