________________
- ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) કારણે ફક્ત એ જ વિચાર્યા કર્યું કે : “અહો ! રાજા કે રંક, યતિ કે ઈંદ્ર, સંસારી કે મુનિવર ... કર્મોદય થાય ત્યારે સૌ લાચાર હોય છે. બસ, હવે મારે તો ચૂપચાપ મારા પૂર્વબદ્ધ કર્મોને ખપાવી, નવા કર્મો ન બંધાય તેનો ખ્યાલ રાખી ઝટ-ઝટ મોક્ષને વરવું છે.” ત્યાં જ ફરી વાગબાણ સુણાયા : “તું એટલું તો ધીરે ચાલે છે નંદિષેણ કે રસ્તામાં જ મારું મૃત્યુ થઈ જાય એની રાહ જોતો હોય એમ લાગે છે.” ઝડપથી ચાલ્યા તો તરત સાંભળવું પડ્યું કે “જરાક તો ભાન રાખ ! આમ જ ચાલ્યા કરીશ તો મારા પ્રાણ હમણાં જ નીકળી જશે !” થોડે દૂર જતાં જ નગરની બરાબર મધ્યમાં આવીને નંદિષેણના દેહ ઉપર જ મળત્યાગ થયો. જરા પણ દુર્ગછા વિના મુનિ નંદિષેણ વિચારવા લાગ્યા: “બીમારનો દોષ કઈ રીતે જોવાય? એ તો દયાને પાત્ર છે.” અસહ્ય દુર્ગધ અને લોકપરિહાસના ઉપસર્ગો ઉપરાંત ક્ષુધા-તૃષાના પરિષદો અને બીમાર સાધુના વચન પરિષહો સહન કરતા-કરતા મુનિવરશ્રી નંદિષેણે તો ઉપાશ્રયમાં આવીને એક સાધક બની પૂરા જાગૃત ને સાવધ રહી, મનમાં અટલ સંયમ રાખીને ફરીથી સેવા કરવા માંડી ! ક્યાં એક વખતના શરીરશુદ્ધિને સર્વોપરી માનનારા બ્રાહ્મણ એવા કદરૂપા નંદિષણ અને ક્યાં આજે અશક્ત, અસહાય, અપંગ શ્રમણોની સેવા દ્વારા નિર્મળ ગુણોથી રૂપાળા બનેલ સેવા-શિરોમણી નંદિષેણ !
ત્યાં જ એક ચમત્કાર થયો. દુર્ગધ સઘળીયે હરાઈ ગઈ... અને પરિસર પુષ્પવૃષ્ટિ થતાં દિવ્ય સુગંધ પ્રસરી. જે શ્રમણ રોગીનું રૂપ લઈને આવ્યા હતા તેમણે પોતાનું ખરું સ્વરૂપ ધારણ કર્યું ને દેવ રૂપે પ્રગટ થયા. “દેવલોકમાં વૈયાવચ્ચ કરવામાં મેરુ સમાન નિશ્ચળ એવી આપની સિંહવિક્રમ સમી, સુશ્રુષાપરાયણતાની પ્રશંસા થતાં હું આપની પરીક્ષા કરવા આવ્યો હતો અને સુપ્રસન્ન થઈને પરત ફરું છું.” એમ વારંવાર ખમાવી દેવલોકે ગયા. ધીરતાના ધણી નંદિષેણ મુનિએ તે પછી બાર હજાર વર્ષ પર્યત તપ કર્યું અને પ્રાંતે મૃત્યુ
(૧૯૩)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પર્વતના અનશન આદરતાં પોતાની સુકુમાર સ્ત્રીઓ સહિત ચક્રવર્તી રાજા પણ તેઓના વંદનાર્થે પધાર્યા. પોતાની કુરૂપતાને કારણે એક કાળે પેલી સાતે કન્યાઓએ કરેલા જાકારા અને તિરસ્કારને ભૂલી ન શકનાર નંદિષેણે આ અતિકોમળ એવું સ્વરૂપવાન સ્ત્રીઓને જોઈને નિયાણું બાંધ્યું કે : “હું પણ આ તપના પ્રભાવે બહુ સ્ત્રીઓનો વલ્લભ થાઉં.”
પ્રાંતે ત્યાંથી મૃત્યુ પામીને તેઓ મહાશુક્ર દેવલોકમાં દેવતારૂપે અવતર્યા. વળી ત્યાંથી ચ્યવી સૂર્યપરીને વિષે અંધકવિષ્ણુ રાજાની સુભદ્રા નામની રાણીને ત્યાં દસમા વાસુદેવ નામે પુત્ર થયા અને નંદિષણના ભવના નિયાણાને લીધે મોટા થઈ ૭૨,000 સ્ત્રીઓને પરણ્યાં ને વિશ્વવિખ્યાત પામ્યા શ્રીકૃષ્ણના પિતા વાસુદેવ તરીકે.
મેતારજ મુનિ રાજા બિંબિસારના રાજયમાં રાજગૃહી નગરીના એક ખ્યાતનામ શ્રેષ્ઠીના પુત્ર તરીકે ઐશ્વર્યવંત જીવનના પૂ...રા પંદર વર્ષ ગાળ્યાં મેતાર્યએ. સોળમા વર્ષે આઠ વણિક ગૃહસ્થોની આઠ સ્વરૂપવાન કન્યાઓ સંગે તેના વિવાહ નક્કી થયા. સાજન-માજન સાથે સૌ વાજતે-ગાજતે મંડપમાં ને પાણિગ્રહણની વિધિ હજુ તો શરૂ થાય તે પૂર્વે જ એક ચાંડાલ મહિલા આવીને ઊભી રહી ગઈ લગ્નની ચોરી સમીપે અને બૃહદ્ અવાજે ઘોષણા કરી :
“મેતાર્ય એ મારો પુત્ર છે. આ વણિક શેઠની ભાર્યાને ઘણીવાર મૃત પુત્રો જન્મ્યા ત્યારે મને દયા આવવાથી એકવાર તેનો મૃત પુત્ર મેં લઈ લીધો અને ચાંડાળકુળમાં તાજા જ જન્મેલા આ મેતાર્યને સોંપી દીધો. મારું સંતાન ભરપૂર સુખમાં ઉછરે છે તે જોઈ મને સદૈવ સંતોષ થતો હતો, પરંતુ આજે આ લીલા તોરણે આવેલી જાન જોઈને હૈયું હાથમાં રહેતું નથી. તેને પરણાવવાના મારા કોડ પૂરા કરવાનો લહાવો લેવા અહીં આવી છું.” આટલું સાંભળતાં જ
(૧૯૪)