Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 89
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) મંડપમાં સોપો પડી ગયો. મેતાર્યનું હૈયું આર્તનાદ પોકારી ઉઠ્યું. જેટલું દુઃખ પોતે ચાંડાલ માતાનો પુત્ર છે તેનું નહોતું લાગ્યું એથી વધુ માઠું લાગ્યું તેને લીલા તોરણેથી વીલા મોઢે પરત ફરવાનું. ઊંડા આઘાત સાથે તેણે મનોમન એક પાક્કો સંકલ્પ કરી લીધો : “શ્રેષ્ઠીની પુત્રીઓ તો શું, પણ હવે તો રાજગૃહીની રાજવી કન્યા સાથે જ પરણીને સૌને દેખાડી દઉં ! આ વણિક કન્યાઓ તો પછી આપોઆપ પાછી આવશે.” તેના મનમાં બદલો લઈ વેર વાળવાની ભાવના ન જન્મી, પરંતુ નિરાશ કાળજાને શાંતિ આપવા તે હવે કટિબદ્ધ બન્યો. થોડા જ સમયમાં પોતાના એક વખતના પરમ મિત્ર - એક દેવની, સાધના આદરી તેને પ્રસન્ન કર્યા. દેવે તેને સમજાવાની કોશિશ કરતાં કહ્યું, “તું ઘણી ઊંચી કોટિનો પુણ્યાત્મા છો. પૂર્વે કુળમદ કરવાથી તને ચાંડાળ જ્ઞાતિમાં જન્મવું પડ્યું છે. સંસારના ઠગારા સંબંધોને મહત્ત્વ આપ્યા વગર આત્મહિત અને વિશ્વહિત કરવાનો નિશ્ચય કર. તને મારાથી બનતી બધી જ મદદ કરીશ.” પરંતુ “એક વખત હું રાજકન્યાને પરણું ને તે પછી પેલી આઠ શ્રેષ્ઠી કન્યાઓને ય મારી અર્ધાગના બનાવું નહીં ત્યાં સુધી આત્મકલ્યાણની વાત સાંભળવા ય તૈયાર નથી.” એમ કહી મેતાર્યએ હઠપૂર્વક દૈવી સહાય માંગી. મિત્રદેવે લાચાર થઈ એક યુક્તિ દર્શાવી તે મુજબ રોજ એક-બે સુંડલા ભરાય તેટલી સોનાની લીંડીઓ મૂકે તેવી એક બકરી તેના ઘરે મૂકી વિદાય લીધી. મેતાર્યએ રોજેરોજ રાજા બિંબિસારને આ સુવર્ણભેટ મોકલવા માંડી ને સામે રાજકુંવરીનો હાથ માંગ્યો. દેવતાઈ બકરીની સુવર્ણલીંડીથી રાજા વિસ્મિત ને પ્રભાવિત થયા. ‘રોજ જેને ત્યાં આટલું સોનું અવતરતું હોય તેને ત્યાં કઈ વાતે ખામી રહે ?' તેમ વિચારી બાજુમાં જ બેઠેલા પોતાના બુદ્ધિનિધાન કુંવર અભયકુમારને આ વાતની ખાતરી કરવાનું કામ સોંપ્યું. તેથી કુંવરે સ્વયં (૧૯૫) -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) મેતાર્યના ઘરે જઈ બકરીને રાજમહેલે લઈ આવીને બાંધી. અહીં એ સામાન્ય બકરી બની ગઈ. આ જોતાં અભયકુમારે ખુલાસો કર્યો : “મહારાજ ! આમાં કોઈ દેવનો પ્રભાવ લાગે છે. એ સિવાય તો ચાંડાળકુળમાં જન્મેલો કોઈ જુવાન રાજપુત્રી સંગે લગ્નની આશા સ્વ પણ ન સેવે. તેને ફક્ત પ્રતિષ્ઠા વધારવી લાગે છે.” હીનકુળમાં જન્મેલા યુવાનની આ ખુલ્લી માગણીમાં અભયકુમારને કોઈ યોગભ્રષ્ટ આત્માના જ દર્શન થયા.પોતાના રસાદ્ધ કૌશલ્ય અને વ્યવહારદક્ષ બુદ્ધિની મદદ વડે મહારાજા બિંબિસારને લઈ અભયકુમારે મેતાર્ય સમક્ષ એક શરત મૂકી : “જો તું એક રાતમાં જ રાજગૃહી ફરતે ગઢ બંધાવી દે, વૈભારગિરિ ઉપર સીધી સડક બંધાવી શકે અને ગંગા, યમુના, સરસ્વતીની સાથે ક્ષીરસમુદ્રનું જલ પણ અહીં લાવી દે તો મહારાજા પોતાની કન્યા તને જરૂર વરાવશે.” મેતાર્થે આ અસંભવિત કાર્યોને મિત્રદેવની સહાયથી રાતોરાત સંભવ બનાવ્યા. મહારાજાએ મેતાર્યની શક્તિ, પ્રભાવ અને સાધના ઉપર પ્રસન્ન થઈ બીજે જ દિવસે વચન મુજબ પોતાની રાજકુંવરીને પરણાવી. તેની પાછળ-પાછળ પેલી આઠ વણિક કન્યાઓ પણ હવે કીર્તિવંત બનેલા મેતાર્ય સાથે પરણી. એ પછી ભોગોપભોગમાં વિરક્ત બની બીજા ૨૪ વર્ષ વીત્યાં. પ્રભુવીરનું ચોમાસું થયું રાજગૃહીમાં ત્યારે સમોવસરણમાં શ્રેણિકરાજા ને નગરજનો સમક્ષ પ્રભુની દેશના સુણતાં મેતાર્યને હવે વૈરાગ્ય જાગ્યો. નવ-નવ નારીઓને છોડીને તેઓ ચારિત્ર્યના દુષ્કર પંથે ચાલી નીકળ્યા. પ્રભુએ દીક્ષા અર્ધી બનાવ્યા તેઓને મેતારજ મુનિ, દેઢ વૈરાગ્યપૂર્વક આકરા તપ કરતાં ઘણાં વર્ષો ગાળ્યા તેઓએ. ટાઢ-તડકા-ભૂખ-તરસના પરિષહ સહેવા તો તેમને માટે કોઈ વિસાતમાં જ ન હતા. એકાકી વિકટ વનમાં વિહરવું, વસ્ત્ર-પાત્રની પણ ખેવના ન કરવી અને મહિનાના ઉપવાસ તો જાણે રમતવાત બની ગયા. વર્ષો બાદ તેઓ તપ અને સમતા ધુરંધર સાબિત થઈ રાજગૃહીમાં (૧૯૬).

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109