Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 87
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પરત્વે નિષ્કામ મૈત્રી જાગે તો આ બહારી કદરૂપતા તરત ભાગે. માટે તું યાવત્ જીવ શ્રી વીતરાગ પરમાત્માનો શુદ્ધ ધર્મ અંગીકાર કર અને કર્મ ખપાવી અન્ય ભવોને સુધારી લે.” તપસ્વી મુનિરાજનો આ ઉપદેશ નંદિષણના અંતરમાં સોંસરવો ઉતરી ગયો. કોઈના ય પ્રત્યે ક્રોધ, વેરભાવ કે ઈર્ષા ન કરવા તેવો નિશ્ચય કરી, ગુરુ પાસે દીક્ષા લઈને વિનયપૂર્વક અધ્યયન કરી ‘ગીતાર્થ' પદવી પ્રાપ્ત કરી. છઠ્ઠના પારણે આયંબિલની ઉગ્ર તપસ્યામાં રત રહી પ્રાણીમાત્રને આત્મવત્ સમજી વિવિધ પ્રકારે મુનિઓની સેવા-સુશ્રુષા કરવા લાગ્યા. ઉગ્ર તપશ્ચર્યા અને જવલંત સેવાભાવને કારણે જોતજોતામાં તેઓનું નામ વિખ્યાત થઈ ગયું. પૂર્વે જે સંબંધીઓ તેને તરછોડીને તિરસ્કાર કરતા હતા તેઓ હવે વંદન કરતા થઈ ગયા. નથી દેખાતા હવે કોઈનેય તેઓના પગના નખથી લઈને માથા સુધીના બેડોળ અવયવો, બિલાડી જેવી પીળી આંખો, ઊંટ જેવા લબડતા હોઠ, ગોળા જેવું પેટ અને સૂપડાં જેવા કાન ! એકનિષ્ઠ સેવાભક્તિના તાપમાં જાણે તે અપમાન, કદરૂપતા, અવગણના, તિરસ્કાર વગેરે બળીને રાખ થઈ ગયા ! કદરૂપો નંદિષેણ - જે એક વખત વિચારતો હતો કે : બીજા બધા દુ:ખ સહન થાય, પણ મારા લોહી-હાંડ-માંસને બાળી નાખતી આ કદરૂપતા કાયમને માટે કઈ રીતે સહી શકાય? – તે જ હવે મહાત્મા બની, સેવાવૃત્તિ ખીલવી, અથાક પરિશ્રમશીલતા અને અખંડ કર્તવ્યશીલતા દાખવતાં સર્વોચ્ચ કોટિના સેવક ગણાયા. રોજેરોજ પાંચસો-પાંચસો જેટલા શ્રમણોની દોડી-દોડીને સેવા-ભક્તિ કરનારા મુનિ નંદિષણ માટે સૌ એકી અવાજે કહેવા લાગ્યા કે : નંદિષેણ જેવો શ્રમણોની સેવા-સુશ્રુષા કરનારો તપસ્વી આજ સુધી જોયો નથી.” આહાર-પાણી લાવવા માટે ઉદ્યાનથી વસતી સુધી વારેવારે આંટાફેરા કરવા ઉપરાંત ગ્લાન કે અશક્ત શ્રમણોની સેવામાં જ તેઓનો આખો દિન પૂરો થતો. (૧૦૧) -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) એકદા છઠ્ઠની તપસ્યા કરી તેઓ વસતીમાંથી આહાર-પાણી વહોરીને વિધિસર પચ્ચક્ખાણ કરી, હજુ તો પારણું કરવા બેસતા હતા, ત્યાં જ એક અજાણ્યા મુનિ ત્યાં ઉતાવળા આવી, રોષપૂર્વક આવેગથી ઠપકો આપવા લાગ્યા, મેં તો સાંભળ્યું હતું કે મુનિવરશ્રી નંદિષેણ જેવા કદરૂપા છે તેવા જ ભારે કર્તવ્યપરાયણ પણ છે... પણ આજે તો એવું પ્રતીત થાય છે કે તે માત્ર દંભ જ છે, નહીંતર મારા ગુરુદેવ આ નગરને પાદરે કેટલાય સમયથી અતિસારથી પીડાતા બેઠા હોય ત્યારે તમે તો એય ને... આમ નિરાંતે પારણું કરવા બેસી શકો !” એક ગ્લાન મુનિવર દર્દથી પીડાય છે તેમ સાંભળ્યા પછી નંદિષણને ગળે આહાર ઉતારવો આકરો થઈ પડ્યો ! હાથમાંનો કોળિયો પાછો મૂકી, પાત્રો ઉપર મલમલનો ધોળો કટકો ઢાંકી, એ જ ક્ષણે અચિત્ત પાણીનો જોગ કરી બીમાર મુનિવર સમીપ આવ્યા. ત્યાં જ મુનિ નંદિષણનો ઉધડો લેવાયો, “માંદા મુનિઓની બહુ સારી સારવાર કરનાર નંદિષેણ મુનિ તમે જ ને ? અમોને રીબાવવા કરતાં કહી દો ને કે સેવાના નામે પ્રશંસાના મેવા મળે તે માટેનું આ તમારું નાટક જ છે.” ઝેર જેવા કડવા વેણ સુણીને ય પ્રશાંત રહેલ નંદિષેણ મુનિએ ઉત્તર આપ્યો, “વધારે વાર લાગી ગઈ. મારો દોષ કબૂલ છે. ક્ષમાશ્રમણ ! આપ મને માફ કરો.” આટલું કહીને અતિસારને લીધે ગંદા બનેલા અવયવોને શુદ્ધ કરવાના કામમાં લાગી ગયા તેઓ. અંતમાં વિનંતી સૂરે કહ્યું, “હવે ઉપાશ્રયે જઈએ. ત્યાં કોઈ જાતની અગવડ પડવા નહીં દઉં ને રાત-દિવસ આપની સેવામાં આપના ચરણો પાસે હાજર રહીશ !” અંગોમાંથી આવતી દુર્ગધથી વ્યથિત થયા વગર જ તેમને કાંધ ઉપર બેસાડી નગર તરફ ચાલવા માંડ્યું. ભૂખ્યાં, થાક્યા-પાક્યા નંદિષણને રસ્તામાં ય અનેકવાર બીમાર મુનિના વાગબાણો સુણવા પડ્યા, પરંતુ તેમના ધૈર્યગુણને (૧૨)

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109