________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પરત ફર્યા. સૌએ જોયું કે કુલીનો જ સંયમ કે ધર્મધુરા વહન કરી શકે તેવો કોઈ નિયમ જૈનશાસનમાં નથી. તે કોઈ કુળ કે વંશને ખાસ અધિકાર આપતો નથી. પક્ષપાત કે ઊંચ-નીચને વીતરાગ પ્રભુના શાસનમાં કોઈ જ સ્થાન નથી. આભડછેટ લાગે તેવા ચાંડાળ કુળમાં જન્મવા છતાં નગરજનો માટે મેતારજ મુનિવરનું નામ પ્રાતઃસ્મરણ સમયે મંગલ ગણાવા લાગ્યું.
એકદા તપસ્વી -નિઃસંગી મેતાર્યમુનિવર માસક્ષમણને પારણે ગોચરી માટે નીકળ્યા ને દોષરહિત આહારની શોધમાં એક સોનીને ત્યાં જઈ ચડ્યા. સોની એ વેળાએ સુવર્ણના જવ ઘડતો હતો. જિનેશ્વરની પૂજા કરવાથે મહારાજા બિંબિસારનો એક રાજદૂત રોજેરોજ નિયત સમયે સવારે ૧૦૮ સોનાના જવ લેવા માટે અહીં ઉપસ્થિત થઈ જતો. સોની છેલ્લો ૧૦૮ મો જવ ઘડી જ રહ્યો ત્યાં જ “ધર્મલાભ’ શબ્દો સાંભળતાં જ તરત ઊભો થઈ શુદ્ધ આહાર લેવા અંદર ગયો. એટલી જ વારમાં એક કૌંચપક્ષી ત્યાં આવી સુવર્ણજવને સાચા જવ માનીને ચરી ગયું અને ઉડીને બાજુના વૃક્ષ ઉપર બેસી ગયું. બહાર આવી સોનીએ ઉત્તમ ભાવપૂર્વક વહોરાવીને મહાત્માને વિદાય કર્યા. પછી ધ્યાન ગયું કે સોનાના જવલાં ગુમ છે. સોની મહાજને દોડીને મુનિને પકડ્યા અને ઘરે પાછા લાવી ધમકાવ્યા : “જવલાં પાછા આપી દો, હમણાં જ રાજદૂત આવશે તેને હું શો જવાબ આપીશ ? મને રાજા ભારે દંડ કરશે. સોનાના જવલાં મને તરત પરત કરો.” મેતારજ મુનિ તો સાચું બોલીને જો બાજુના ઝાડ ઉપર બેઠેલું પક્ષી દેખાડે તો તેના પ્રાણ રક્ષાય નહીં અને જૂઠું બોલે તો મૃષાવાદનો દોષ લાગે તેમ વિચારી મૌન જ રહ્યા. સોનીનો ક્રોધ માઝા મૂકવા લાગ્યો - ‘કેમ મૌન છો ? આટલી વારમાં તમારા સિવાય અહીં કોઈ જ આવ્યું – ગયું નથી. તમે ન લીધા હોય તો શું ધરતી ગળી ગઈ? તમે મુનિના વેષમાં ઠગ, ઢોંગી ને ચોર જ લાગો છો. શ્રમણ સંસ્કૃતિના મહાધામ સમી આ રાજગૃહી
(૧૦૦)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) નગરી છે. મારા સુવર્ણ જવલાં પરત કરી દો. મૌનનો દંભ મૂકો અને મને રાજાની આકરી સજામાંથી બચાવવાની કૃપા કરો.”
પોતાના પ્રાણની રક્ષા કરવા બીજા પ્રાણધારીનું પેટ ચીરાય એવો સંભવ હોવાથી મેતારજ મુનિરાજે મૌન જ ધારી રાખ્યું. વિનવાણીથી અર્થ સરશે નહીં તેમ લાગતાં હવે સોનીએ અમાનુષી ઈલાજ અપનાવ્યો. પોતાના બચાવ માટે તેણે એક મહાકુકર્મ આદર્યું. આંગણામાં સોનાને ટીપવા માટેનો એક ચામડાનો મોટો ટુકડો પડેલો. તેને પાણીમાં ભરપૂર પલાળી મુનિના મસ્તક ઉપર કસીને બાંધી દીધો. મુનિને મધ્યાહ્નના ધોમધખતા તાપમાં ઘરના આંગણામાં વચ્ચોવચ્ચ ઊભા રાખી દીધા. એક તો ગંધાતું ચામડું અને એમાં સૂર્યના તાપથી તે વાધર સુકાતા જ નાગપાશની જેમ ભીંસાવા લાગ્યું. મસ્તકની નસો ખેંચાવા લાગી. સોનીને લાગ્યું કે બસ, હવે મુનિની સાન ઠેકાણે આવતાં જ મારા સોનાના જવલાં હમણાં જ જ્યાં છુપાવ્યા હશે ત્યાંથી પાછા આપી દેશે.
મુનિ તો હતાં સમતાનું પરમધામ. મોટા ઉપસર્ગો સહન કરીને જ ભૂતકાળમાં મહાન આત્માઓ મોક્ષ પામ્યા છે તેમ વિચારી ક્ષમાને જવલંત ને ઉજ્જવલ બનાવતાં ગયા. પ્રાણ જાય છતાં દીનતા ન જ બતાવવી એમ ધારીને સોનીના ક્રોધબાણ સમક્ષ સમતાની ઢાલ લઈને તેઓ ઊભા જ રહ્યા. મસ્તકની નસો ખેંચાઈને તૂટતી ગઈ તેમ અનુભવાયું. જાણે સ્વકર્મો તડતડ તૂટે છે. અસહ્ય વેદનામાં પણ અંતરથી સર્વ જીવોને ખમાવવાનું જ ચાલુ રાખ્યું: “આ ઘટનામાં સોનીનો દોષ નથી ને પક્ષીય નિર્દોષ છે. વાંક હોય તો મારા જ પૂર્વબદ્ધ કોઈ કર્મોનો, જે આ નિમિત્તે ઉદયમાન થયા છે. હે પ્રભો ! સકળજીવરાશિને હું ખમાવું છું. મારે કોઈ સાથે વેર નથી. મારો મૈત્રીભાવ સમસ્ત જગમાં પ્રસરી રહો. નિર્દોષપણે આવી કારમી યાતના સહન કરીને કર્મખપાવવાની જ સુવર્ણ તક મને સાંપડી છે.” મેતારજ મુનિરાજના અંતરમાંથી
(૧૦૮).