________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકોને પાસે, બીજાએ કૂવાના અંતરાલે, ત્રીજાએ સિંહની ગુફા પાસે જવાની ઇચ્છા વ્યક્ત કરી, જયારે ચોથા શિષ્ય સ્થૂલિભદ્રજીએ પોતાની પૂર્વ પ્રેમિકા કોશા ગણિકાના આવાસમાં ચાતુર્માસ માટેનો આદેશ માગ્યો. ગુરુએ એમની યોગ્યતા પ્રમાણીને આદેશ આપ્યો. સ્થૂલિભદ્ર માટે આ નિર્ણય મોટા પડકાર સમો હતો. સ્ત્રી પરત્વેની સંપૂર્ણ અનાસક્તિ એમને સિદ્ધ કરવી હતી. ઉત્કટ સ્ત્રીપરિષહ દ્વારા આ પડકાર તેઓ સફળ કરી શક્યા. પ્રેમિકાનું સામીપ્ય, ગાન-વાદનનર્તનનું વાતાવરણ, ભોગવિલાસ માટે કોશાનું સ્નેહસિક્ત ઈજન - આ બધી પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે તેઓ અચળ-અડગ રહ્યા અને કોશાને પ્રતિબોધિત કરી જયારે પરત આવ્યા ત્યારે સંભતિસૂરિનો “દુષ્કર, દુષ્કર’ એમ બેવડો આદર મેળવી શક્યા. કામવિજેતા સ્થૂલિભદ્રનું આ કથાનક જૈન સમુદાયમાં અત્યંત સુપ્રસિદ્ધ છે.
પણ મારે અહીં સ્થૂલિભદ્રજી વિશે જ્ઞાન પરિષહના સંદર્ભે વાત કરવી છે, અને તે પણ નકારાત્મક રીતે. અર્થાત્ જે સ્થૂલિભદ્ર ઉત્કૃષ્ટ કોટિનો સ્ત્રીપરિષહ સાધી શક્યા એ જ સ્થૂલિભદ્ર જ્ઞાનપરિષહ ન સહી શક્યા અને એમાં તેઓ પ્રમાદ કરી બેઠા. જ્ઞાન પરિષદમાં પ્રમાદ થયાના બે પ્રસંગો એમના ચરિત્ર કથાનકમાં પ્રાપ્ત થાય છે.
‘ઉત્તરાધ્યયન સૂત્ર’ ના ૩૬ અધ્યયનો પૈકી બીજું અધ્યયન પરિષહો અંગેનું છે. આ ‘ઉત્તરાધ્યયન સૂત્ર” ની ભાવવિજયજીકૃત વૃત્તિમાં દષ્ટાંતરૂપે સ્થૂલિભદ્રજીનો આ પ્રસંગ પ્રાપ્ત થાય છે.
ધનદેવ સ્થૂલિભદ્રનો સંસારી અવસ્થાનો મિત્ર હતો. તે શ્રાવસ્તી નગરીમાં રહેતો હતો. દીક્ષિત થયેલા સ્થૂલિભદ્ર એક વખત આ શ્રાવસ્તી નગરીમાં ગયા. ધનદેવ પોતાને મળવા ન આવ્યો એટલે સ્થૂલિભદ્ર સામેથી
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) એને ઘેર ગયા. ધનદેવ ઘરમાં હતો નહીં એટલે એની પત્નીને પૂછ્યું કે ધનદેવ ક્યાં છે? પત્નીએ જે ઉત્તર આપ્યો એ દ્વારા સ્થૂલિભદ્રને જાણવા મળ્યું કે મિત્ર અત્યારે રંક અવસ્થામાં છે અને ધન કમાવા માટે દેશાંતરે ગયો છે. સ્થૂલિભદ્ર સાંકેતિક રીતે જ્ઞાનપ્રભાવે ધનદેવની પત્નીને કહ્યું કે, “આ આમ છે ને તે તેવો છે !” મર્માર્થ એ હતો કે, “ધન તો અહીં થાંભલા નીચે છે ને તે ધનદેવ નકામો દેશાંતરે ગયો છે.'
હવે જયારે થોડા સમય પછી ધનદેવ રંક હાલતમાં જ પાછો ફર્યો ત્યારે પત્નીની બધી વાત સાંભળી થાંભલા નીચે ખોદતાં ધનનું મોટું નિધાન પ્રાપ્ત થયું.
જ્ઞાન પરિષદમાં થયેલા પ્રમાદનો બીજો પ્રસંગ આ પ્રમાણે છે –
પાંચસો સાધુઓ સાથે સ્થૂલિભદ્ર શ્રી ભદ્રબાહુસ્વામી પાસે ‘દષ્ટિવાદ' ના પૂર્વો શીખવાને ગયા હતા. એમના અધ્યયનકાળ દરમિયાન સ્થૂલિભદ્રની દીક્ષિત બહેનો (યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂજદત્તા, રેણા, વેણી, એણા) વિહાર કરતાં કરતાં પોતાના સંસારી ભાઈ અને હવે દીક્ષિત થયેલા સ્થૂલિભદ્રને વંદન કરવા ત્યાં આવ્યા. આવીને તેમણે ગુરુજીને વંદન કરીને પૂછ્યું, ‘સ્થૂલિભદ્ર
ક્યાં છે?” ગુરુએ કહ્યું, “અશોકવૃક્ષની નીચે બેસીને સ્વાધ્યાય કરે છે.’ સ્થૂલિભદ્ર પોતાની બહેનોને આવતાં જોઈ કૌતુકની ઇચ્છાથી મંત્રપ્રભાવે સિંહનું રૂપ ધારણ કર્યું. સાતેય સાધ્વી બહેનો ભય પામી ગુરુ પાસે જઈ કહેવા લાગી કે અમારા ભાઈને તો સિંહ ખાઈ ગયો છે.”
ગુરુજીએ સ્થૂલિભદ્ર કુશળ હોવાનું આશ્વાસન આપી સાતેય બહેનોને ફરી ત્યાં મોકલ્યા. સાતેય બહેનો અશોકવૃક્ષ પાસે ગઈ અને ત્યાં ભાઈને પ્રત્યક્ષ જોતાં વંદના કરી. બહેનોએ પોતે જોયેલા સિંહવિશે ખુલાસો પૂછતાં સ્થૂલિભદ્ર કહ્યું કે, ‘સિંહનું સ્વરૂપ મેં ધારણ કર્યું હતું.'
(૧૫)
(૧૬)