Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 75
________________ - ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) શ્રીદેવ-ગુરુ પ્રત્યેના અપૂર્વ અહોભાવ તથા આજ્ઞા પ્રત્યેની સુદૃઢ શ્રદ્ધાભક્તિના બળે સંયમી સાધુ દીનતા, વાંછા અને અકાર્ય આ ત્રણેથી દૂર રહી પરિષહ જય સાધે છે. શાસ્ત્રમાં ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દેશમશકે, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષધા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણ સ્પર્શ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદર્શન એમ ૨૨ પ્રકારના પરિષહ કહ્યા છે. જયારે ઉપસર્ગ એટલે મુનિરાજને કે શ્રાવકોને તિર્યંચ, મનુષ્ય કે દેવો દ્વારા વિપરીત તાડનપીડન થાય તે. છદ્મસ્થ દશામાં તીર્થકરોને પણ ઉપસર્ગ થયા છે, જે આપણે શ્રી પાર્શ્વ પ્રભુ તેમજ મહાવીર સ્વામીના ચરિત્રમાં જોઈએ છીએ. આજે ઉપસર્ગ અને પરિષદના જૈન કથાનકોમાં પ્રથમ કથાનક છે અંચલગચ્છ - પ્રવર્તક પૂજય આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિ. શ્રી આર્યરક્ષિતસૂરિના સમયમાં ચૈત્યવાસીઓનો પ્રભાવ અનન્ય હતો. શિથિલાચારી ચૈત્યવાસી સાધુઓના હાથમાં જ શાસનનો દોર હતો. અલબત્ત સુવિદિત સાધુઓ પણ હતા, પરંતુ તેમનું વર્ચસ્વ નામશેષ જેવું રહ્યું હતું. એવા સમયે શ્રી આર્યરક્ષિતસૂરિએ અનેક પરિષહ સહીને પણ કોઈપણ જાતની બાંધછોડ કર્યા વિના, વિલાસાભિમુખ થતા શ્રમણ સમુદાયને મૂળ માર્ગે પાછા વાળવા માટે સુવિદિત વિધિમાર્ગની પુનઃ પ્રતિષ્ઠા કરી. આગમોની પ્રધાનતા સ્વીકારીને ૭૦ બોલની પ્રરૂપણા કરી વિધિપક્ષગચ્છ પ્રકાશ્યો, જે આજે અંચલગચ્છ તરીકે ઓળખાય છે. શ્રી આર્યરક્ષિતસૂરિનો જન્મ આબુતીર્થની નજીક દંતાણી નગરમાં વસતા દ્રોણ શ્રેષ્ઠીના પત્ની દેદીના કૂખે થયો. એમનું નામ વયજા -વિજયકુમાર હતું. વયજાકુમારના જન્મપૂર્વે ગર્ભાધાનની રાત્રિએ માતા દેદીએ ઉગતા સૂર્યના (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) તેજસ્વી કિરણોનું સ્વપ્ન જોયું. દ્રોણ શ્રેષ્ઠી શ્રાવકધર્મના આચારો સારી રીતે પાળતા હતા. ત્યારે જૈનાચાર્યોમાં પ્રસરેલી શિથિલતાથી તેમને ઘણું દુઃખ થતું. એકદા આચાર્ય જયસિંહ પાલખીમાં બેસી દંતાણી પધાર્યા ત્યારે આ દંપતી તેમના સામૈયામાં ન ગયા. એ રીતે આચાર્યને સ્વમમાં શાસનદેવીએ જણાવ્યું કે દેદીના ઉદરમાં ગર્ભરૂપે જે જીવ ઉત્પન્ન થશે તે શાસનની પ્રભાવના કરનારો અને શુદ્ધ વિધિમાર્ગનું પ્રવર્તન કરનારો થશે. બીજે દિવસે આચાર્યએ દ્રોણશ્રેષ્ઠીને બોલાવીને સામૈયામાં ન આવવાનું કારણ પૂછ્યું. ત્યારે દેદીએ તેજસ્વી વાણીમાં સ્પષ્ટતા કરી, “આપ શાસનના નાયક અને શાસ્ત્રોના જાણકાર હોવા છતાં પાલખી આદિ પરિગ્રહોને શા માટે ધારણ કરો છો? મહાવીર પ્રભુએ તો પરિગ્રહની મૂછ (આસક્તિ) વિનાનો યતિધર્મ કહ્યો છે.” ત્યારે ગુરુ મહારાજે સ્વપ્નની વાત કરી. બાળક જન્મ્યા પછી શાસનને સમર્પિત કરવાની માગણી કરી. શ્રેષ્ઠી દ્રોણ અને એની પત્નીએ જિનશાસનની પ્રભાવના માટે આ માગણી તરત સ્વીકારી. વયજાકુમારનો જન્મ વિ.સં. ૧૧૩૬, શ્રાવણ સુદ નવમના દિવસે થયો. વિ.સં. ૧૧૪૨ માં જયસિંહસૂરિ ફરીને દંતાણી નગરે પધાર્યા ત્યારે શ્રેષ્ઠી દંપતીએ પોતાના વચન પ્રમાણે વયજાકુમારને આચાર્યશ્રીને સોંપ્યો. સં. ૧૧૪૨ માં વૈશાખમાં એમને દીક્ષા આપી. દેવ એ સંસારી મટી મુનિ વિજયચંદ્ર બન્યા. દીક્ષા સ્વીકાર્યા બાદ તેઓએ વ્યાકરણ, કાવ્ય, છંદ, અલંકાર, ન્યાયનો અભ્યાસ કર્યો. જિનાગમોના વાચનનો પ્રારંભ કર્યો. સં. ૧૧૫૯ માં ત્રેવીસ વરસની વયે તેમને આચાર્ય પદવીથી અલંકૃત કર્યા. આ સમયમાં તેઓના જીવનમાં પરિવર્તન આણનાર એક ઘટના બની. દશવૈકાલિક સૂત્રનો અભ્યાસ કરતા એમનું ધ્યાન એક ગાથાના અર્થમાં સ્થિર થયું. જેનો સાર એવો છે કે, (૧૪૮) (૧૪)

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109