________________
- ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - ગુરુની આ વાત સાંભળીને શિષ્યએ કહ્યું, “હે ગુરુભગવંત! જે પ્રકારે છાયા વૃક્ષને છોડતી નથી તેવી રીતે હું પણ આપના ચરણકમળને છોડીને અન્યત્ર ક્યાંય પણ જઈશ નહીં.” શિષ્યની આ પ્રકારની વાત સાંભળીને ગુરુ મહારાજે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરી દીધો. શિષ્યએ પણ આ પરિસ્થિતિમાં પોતાના ગુરુ મહારાજની સેવા કરવાનો પ્રારંભ કરી દીધો. તે જંગલમાં જો કે, અનેક પ્રકારના સુંદર અને સ્વાદિષ્ટ ફળો હતા, તો પણ તેણે તે તોડવાનો સ્વપ્નમાં પણ વિચાર ન કર્યો. વૃક્ષોની નીચે તૂટીને પડેલા જે ફળ દેખાતા તેને પણ સચિત્ત માનીને ગ્રહણ કર્યા નહીં તથા કોઈ કોઈ ફળ અચિત્ત હોવા છતાં આપનારના અભાવથી તે અદત્ત હોવાથી લીધા નહીં. આમ શિષ્ય દઢવીર્ય આહાર માટે જતો અને થોડે દૂર ત્યાંથી પાછા ફરી આવતો કેમ કે એક તો ત્યાં વસ્તી હતી નહીં. માટે ત્યાં આહારનો કોઈ જોગ મળતો ન હતો, બીજું માર્ગ અત્યંત દુર્ગમ હોવાથી તે રસ્તે કોઈપણ વટેમાર્ગ પણ આવતો જતો ન હતો, પરંતુ શિષ્ય અનન્ય ભાવથી ગુરુની સેવા કરતો હતો. ભૂખ એક એવી વસ્તુ છે કે જે આત્માની અંદરના ભાગમાં પ્રવેશ કરીને પોતાનો પ્રબળ ભાવ બનાવે છે. કહ્યું પણ છે ને, “ભૂખથી પીડાતા પ્રાણીમાં વિવેક, લજજા, દયા, ધર્મ, વિદ્યા, સ્નેહ, સૌમ્યતા, બળ આદિ સઘળા સદ્દગુણો નાશ પામે છે.” | મુનિ દેઢવીર્ય શિષ્યના આત્માના ઊંડાણમાં જો કે ભૂખની તીવ્ર વેદના થઈ હતી તો પણ તે કોઈપણ વખત કાયર ન બન્યો. પોતાના વર્ષોલ્લાસથી તેણે ક્ષુધા પરિષહને ખૂબ સહન કર્યો અને ગુરુ મહારાજની સેવાભક્તિ કરી. કારણ કે શિષ્યને એ પૂર્ણ શ્રદ્ધા હતી કે કર્મનિર્જરા માટે ક્ષુધા પરિષહ સહન કરવો જોઈએ. પગમાં લાગેલા કાંટાઓની વેદના રોજબરોજ વધવા લાગી. પોતાના આયુના અંત સમયમાં સમાધિભાવથી ગુરુજી કાળધર્મને પામી પ્રથમ કલ્પમાં વૈમાનિક દેવ બન્યા. તેઓએ દેવની પર્યાયમાં પોતાના પૂર્વભવને
(૧૧)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) અવધિજ્ઞાનથી જાણીને શિષ્યની પ્રાણરક્ષા નિમિત્ત દિવ્ય શક્તિથી તે અટવીની સમીપ એક વસ્તીનું નિર્માણ કર્યું અને પોતે મનુષ્યના રૂપમાં પ્રગટ થઈ શિષ્યને કહેવા લાગ્યા કે, “અહીંથી નજીક જ એક વસ્તી દેખાય છે માટે ત્યાંથી તમે આહાર પાણી લઈ આવો.” દેવની આ પ્રકારની વાતને સાંભળીને શિષ્યએ ચિંતન-મનન કર્યું કે, આ કોઈ દેવ મારી છલના કરે છે, હું પહેલા કેટલીય વખત ત્યાં ગયો છું, પરંતુ મને કોઈ વસ્તી દેખાઈ નથી. માટે ત્યાંથી આહારપાણી લાવવા ઉચિત નથી.”
શિષ્યની આ પ્રકારની દઢ ધારણા જોઈને તે દેવનો જીવ ખૂબ જ પ્રસન્ન થયો અને પ્રગટ થઈને શિષ્યની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. તેમણે કહ્યું કે,
આપને ધન્યવાદ છે. વ્રતનું પાલન કરવામાં દેઢ પ્રતિજ્ઞ છો.” આમ શિષ્યએ પણ દુઃસહ ભૂખનો પરિષહ સહન કરવાથી ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ બની પ્રશસ્ત ધ્યાન અને શુભ અધ્યવસાયના બળ ઉપર કેવળજ્ઞાનનો લાભ મેળવી મોક્ષગતિ પ્રાપ્ત કરી. દેવ કે જે તેના ગુરુ મહારાજનો જીવ હતો, તેણે પોતાના પૂર્વ પર્યાયના શિષ્યને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાનના અને નિર્વાણના ઉત્સવને મનાવીને પોતાના સ્થાને ગયા. આવી રીતે પ્રત્યેક મુનિનું કર્તવ્ય છે કે તે દેઢવીર્ય મુનિની માફક ક્ષુધા પરિષદને સહન કરે.
આમ, દઢવીર્ય મુનિએ સુધાને સમતાથી સહન કરીને પોતાની સાધુચર્યા પર અટલ રહીને સુધાપરિષહ પર સર્વતોભાવી વિજય મેળવ્યો અને ભવભ્રમણનો અંત કર્યો. સંદર્ભ ગ્રંથ:શ્રી સ્થાનાંગ સૂત્ર, શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન પ્રકાશન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી વાસીલાલ મ.સા. શ્રી જૈનશાસનના ચમકતા હીરા – શ્રી વરજીવનદાસ વાડીલાલ શાહ
(૧૧૮)