________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો રીતે માનવીને સુખના સંયોગોમાં ધર્મ યાદ આવતો નથી. કહેવત છે ને કે “સુખમાં સાંભરે સોની ને દુ:ખમાં સાંભરે રામ.'
“દુ:ખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ,
જો સુખમેં સુમિરન કરે, દુઃખ કહાં સે હોય.” એક દિવસ યશોભદ્રાએ અવધિજ્ઞાની મુનિરાજને પૂછ્યું કે, મારી આશા આ જન્મમાં સફળથશે? મુનિરાજે કહ્યું કે, તારો પુત્ર બુદ્ધિમાન, ઉત્તમ ગુણોનો ધારક અને આ જ ભવમાં મોક્ષે જશે. તારા પતિ પુત્રનું મુખ જોઈને દીક્ષા ગ્રહણ કરશે અને તારો પુત્ર કોઈ જૈનમુનિને જોઈને, વિષયભોગોનો ત્યાગ કરી જિનદીક્ષા અંગીકાર કરશે.
થોડા મહિના બાદ યશોભદ્રા શેઠાણીને ત્યાં એક પુત્રનો જન્મ થયો. ખૂબ ધૂમધામથી જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. પુત્રનું નામ સુકુમાલ રાખવામાં આવ્યું. પુત્રનું મુખ જોઈ સુરેન્દ્રદત્તે જિનદીક્ષા અંગીકાર કરી.
સુકુમાલ મોટો થયો ત્યારે માતાને ચિંતા થઈ કે તે મુનિ ન બની જાય. એટલે તેણે ૩૨ સુંદર કન્યાઓ સાથે તેના લગ્ન કરાવ્યા અને વિષયભોગોની સામગ્રીમાં તેને આસક્ત કરવા પ્રયત્ન કર્યો.
એક દિવસ રાજા પ્રદ્યોતનને એક સોદાગરે બહુમૂલ્ય રત્નકંબલ બતાવ્યું, પણ વધારે કિંમત હોવાથી રાજા તેને ખરીદી શક્યો નહીં. યશોભદ્રાએ સુકુમાલ માટે તે રત્નકંબલ ખરીદી લીધું. રત્નો જડેલા હોવાથી સુકુમાલને તે કઠોર લાગ્યું એટલે તેને પસંદ ન કર્યું ત્યારે શેઠાણીએ વહુઓ માટે જૂતા બનાવવામાં તેનો ઉપયોગ કર્યો. રાજાને આ વાત જાણ થતાં સુકુમાલને મળવા તેમના ઘરે આવ્યા. યશોભદ્રાએ તે બન્નેની આરતી ઉતારી. સુકુમાલ એટલા કોમળ હતા કે દીવાની જયોત તથા હારની જયોતિનું તેજ સહન કરતાં આંખમાં પાણી
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) આવી ગયું. સુકુમાલનો વૈભવ જોઈને રાજા ચકિત થઈ જાય છે. ધન, ધાન્ય સંપદા, નીરોગી શરીર, સુંદર સ્ત્રી, આજ્ઞાતિ પુત્રો વગેરે સામગ્રી જિનેન્દ્ર ભગવાને બતાવેલા પંથ પર ચાલવથી પ્રાપ્ત થાય છે.
એક દિવસ જૈન તત્ત્વજ્ઞાનમાં પારંગત સુકુમાલના મામા શ્રી ગણધરાચાર્ય સુકુમાલનું આયુષ્ય ઓછું છે તેમ જાણી તેના મહેલના પાછળના ભાગમાં આવેલ બગીચામાં ચાતુર્માસ અર્થે રોકાયા. તેઓની વાણી સાંભળીને સુકુમાલને જાતિસ્મરણજ્ઞાન થયું. માત્ર ત્રણ દિવસનું આયુષ્ય બાકી છે તેમ જાણી સુકુમાલે વિષયભોગોનો ત્યાગ કરીને જિનદીક્ષા લીધી. મુનિ બનીને સુકુમાલે વન તરફ પ્રયાણ કર્યું. તેઓનું અંતિમ જીવન આપણા હૃદયને હલાવી નાખે તેવું અને આંખમાં આંસુ લાવી દે તેવું હતું. તેઓનું શરીર અત્યંત કોમલ હતું. એટલે ફૂલોથી પણ કોમળ તેમના પગમાં કાંકરા - પથ્થરવાળી જમીન પર ચાલવાથી પગમાં ઘા પડી ગયા અને તેમાંથી લોહી વહેવા લાગ્યું, પણ ધન્ય છે સુકુમાલ મુનિની સહનશીલતા કે જેઓએ તે તરફ આંખ ઉઠાવીને પણ જોયું નહીં ! ચાલતા ચાલતા તેઓ એક ગુફામાં પહોંચ્યા. ત્યાં તેઓ ધ્યાનમાં ઊભા રહ્યા. તેઓએ પ્રાયોગમન સન્યાસ ધારણ કરી લીધો; જેમાં તેઓ કોઈ પાસે સેવા-સુશ્રુષા ન કરાવી શકે.
એક શિયાળવી પોતાના બચ્ચાં સાથે રસ્તામાં પડેલા લોહીને ચાટતી. ચાટતી સુકુમાલ મુનિ પાસે આવી. તેમને જોતાં જ પૂર્વજન્મના સંસ્કારથી શિયાળવીને અત્યંત ક્રોધ આવ્યો. તે અને તેના બચ્ચાં સુકુમાલના કોમળ અંગોને ખાવા લાગ્યા. આવા ભયંકર ઉપસર્ગ દરમિયાન સુકુમાલ મુનિ જરા પણ ચલિત ન થયા ! જોકે આત્માની અનંત શક્તિ પાસે આવા વિપ્નો - ઉપસર્ગોની કોઈ ગણતરી જ નથી. આત્મદેઢતા અને આત્મવિશ્વાસથી દરેક ઉપસર્ગને જીતી શકાય
(૧૩૪)
(૧૩૩)