Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 59
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો વિકાસક્રમથી જન સમાજને બોધ આપવાનો પ્રયાસ થયો છે. આગમશાસ્ત્રોમાં સંયમી સાધકના જીવનમાં આવતા મુખ્ય બાવીસ પરિષદોની કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ સુધા પરિષહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કારણકે અન્ય કષ્ટોની અપેક્ષાએ ક્ષુધાનું કષ્ટ અધિક બળવાન છે. એને સમતાપૂર્વક સહન કરવું કોઈ સામાન્ય વાત નથી. માટે જ શાસ્ત્રકારોએ પણ સાધુના બીજા પરિષહોની અપેક્ષાએ ક્ષુધા પરિષહ દુર્જેય ગણ્યો છે. માટે જ કહ્યું છે ને, “पंथसमा नत्थि जरा, दारिद्रसमो य परिभवो नत्थि । मरणसम नत्थि भयं, नुहासमा वेयणा नत्थि ॥" અર્થાત્:- માર્ગના સમાન જરા (દુઃખ) કોઈ નથી, દારિદ્રયના જેવું અન્ય કોઈપણ અનાદર નથી, મરણ સમાન ભય નથી અને સુધા જેવી કોઈ વેદના નથી. આમ, સાધુ ભૂખથી પીડિત હોવા છતાં પણ નવ પ્રકારના વિશુદ્ધ આહારને જ ગ્રહણ કરી સુધાપરિષહ ઉપર વિજય મેળવી પોતાની સંયમયાત્રા આગળ વધારે. સુધાપરિષહ ઉપર વિજય મેળવનાર એવા દેઢવીર્ય મુનિનું કથાનક જૈન આગમોમાં જોવા મળે છે જે નીચે મુજબ છે : દઢવીર્ય મુનિનું કથાનક સેંકડો વર્ષ પૂર્વની આ વાત છે. ઉજજૈની નગરીમાં ગજમિત્ર નામના એક શેઠ રહેતા હતા. તેમને એક પુત્ર હતો. તેનું નામ દેઢવીર્ય હતું. કાળનું કરવું કે શેઠની પત્નીનો દેહાંત થઈ ગયો. તેથી શેઠને સંસાર, શરીર અને ભોગોથી મન ઊઠી ગયું, વૈરાગ્યભાવ આવી ગયો અને પોતાના પુત્રની સાથે તેમણે દીક્ષા ગ્રહણ કરી લીધી. સાધુચર્યાની વિધિ અનુસાર સશિષ્ય તેઓ વિહાર કરી વિચરવા લાગ્યા. ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) તેઓ જન સમુદાયને ધર્મનો ઉપદેશ આપતા આપતા સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતાં કરતાં ગ્રામાનુગ્રામ વિચરતા હતા. એક સમયની વાત છે કે વિહારમાં એ મુનિરાજ માર્ગ ભૂલી ગયા અને ભયંકર અટવીમાં જઈ ચડ્યા. ત્યાં પહોંચતા તેમણે જોયું કે જયાં ત્યાં મૃગોના ટોળા દોડી રહ્યા હતા, ક્યાંક શિયાળવા લાગી કરી રહ્યા હતા, સિંહ ગર્જી રહ્યા હતા, તો ક્યાંક સિંહની ગર્જના સાંભળી ભયથી ભયભીત નાના નાના પ્રાણીઓ અહીં તહીં નાસભાગ કરી રહ્યા હતા. તો વળી આ ભયાનક અટવીમાં હાથીના ચિત્કાર પણ સંભળાઈ રહ્યા હતા. આમ, ચારે બાજુ જંગલી પ્રાણીઓનો કોલાહલ સંભળાઈ રહ્યો હતો. આ જંગલમાં ચારેબાજુ મોટા મોટા તોતિંગ વૃક્ષો હતા અને તેની ડાળીઓ પણ અરસપરસ વીંટળાઈને ઝૂંડ જેવી લાગતી હતી. પ્રકાશનું કિરણ પણ અંદર પ્રવેશી શકે નહીં એવું ગાઢ આ જંગલ હતું. વળી, કેટલાક કાંટાવાળા વૃક્ષોના કાંટા જમીન ઉપર અહીં તહીં વેરાયેલા હતા. જમીન ઉપર ઉગેલા ઘાસ વગેરેને કારણે ચાલવા માટે સરળ માર્ગ પણ દેખાતો ન હતો અને વળી જમીન ઊંચી નીચી અને કાંટાથી ભરેલી હતી. આવા જંગલમાં ચાલતા ચાલતા ગજમિત્ર મુનિરાજના પગોમાં ઘણા કાંટા વાગ્યા, જેના કારણે ખૂબ વેદના થવા લાગી. તેમના પગના તળિયા કાંટાથી વિંધાઈ ગયા હોવાથી તેઓ આગળ વિહાર કરી શકે તેમ ન હોવાથી તેમણે તે સમયે પોતાની બાકી રહેલ આયુષ્ય ઘણું ટૂંકું જાણીને ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવાના ભાવથી પોતાના શિષ્યને કહ્યું, “તમે અહીંથી કોઈ અન્ય સ્થળે વિહાર કરી જતા રહો, આ સ્થળે મારી સાથે રહેવાથી તમારે પણ ભૂખનો તીવ્ર પરિષહ સહન કરવો પડશે.” (૧૧૫) (૧૧૬)

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109