Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 63
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો ખાખી બાવા પાસે જઈને પૂજારીએ એ હકીકત જણાવી. આ સાંભળીને જૈન સાધુના આચારથી અજાણ એવા બાવાજીનો મિજાજ ગયો. તેમને ચરણામૃતના અસ્વીકારમાં પોતાનું અપમાન લાગ્યું. તેમના ક્રોધનો પારો આસમાને ચડી ગયો અને એલફેલ બોલવાનું શરૂ કરી દીધું. બૂમ-બરાડા પાડીને પછી પૂજારીને કહ્યું કે અભી કે અભી તીનો મૂર્તિઓ કો ઈસ જગા મેં સે હટા દો. પૂજારીએ જઈને ગુરુદેવોને ખાખી બાવાનું ફરમાન કહી સંભળાવ્યું. આ સાંભળીને ૫. શ્રી ઉત્તમચંદ્રજી સ્વામીએ પૂજારીને સમજાવ્યા કે અમારી શાસ્ત્રજ્ઞા પ્રમાણે, અમારા ધારા-ધોરણ પ્રમાણે અમે રાત્રે વિહાર કરી શકીએ નહીં. સૂર્યોદય થતાં અમે “અહીંથી ચાલ્યા જઈશું.’ પરંતુ, ખાખી બાવાને ગળે આ વાત ઉતરી નહીં. તેથી તેનો ક્રોધાગ્નિ જલતો જ રહ્યો. રાત્રિના બાર વાગ્યા સુધી તેની કર્કશ ભાષા સંભળાતી જ રહી, પણ સમતાભાવમાં લીન બનેલા ગુરુ ભગવંતોએ એ આક્રોશ વચનનો પરિષહ ખૂબજ સમભાવે સહન કર્યો. (૨) ક્ષુધા - તૃષાનો પરિષહ: વિ.સં. ૧૯૬૭ની આ વાત છે. ત્યારના સમયે સૌરાષ્ટ્રમાંથી કચ્છમાં આવાગમન માટે રાહ રસ્તો જ હતો. સૂરજબારીનો પુલ બંધાયો નહોતો. માળિયાથી જઈએ તો નાનું રણ ત્રણ ગાઉનું જ છે, પણ તેમાં વહેલું પાણી આવી જતું હોવાથી વેણાસરનું રણ ઉતરવું પડતું. તે રણે પાંચ ગાઉનું છે અને રણના કાંઠાથી કરચ્છ વાગડમાં આવેલું પેથાપુર નામનું ગામ નજીકનું નજીક ગણાય એ પણ ત્રણ ગાઉ દૂર હોવાથી આઠ ગાઉનો પંથ થાય (અંદાજથી ૨૪ કિ.મી.), પણ આ રણ પોષથી ફાગણ મહિના સુધી જ ઉતરી શકાય. પછી એમાં પણ પાણી આવી જતું. આમ, જ્યારે બંને રણ ઉતરી ન શકાય ત્યારે (૧૨૩) ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ટીકરનું બાર ગાઉ (૩૬ કિ.મી.) નું રણ ઉતરવું પડતું. તેમાં ઘણી જ તકલીફ પડે છતાં ખાસ કારણ આવે ત્યારે એ રસ્તો પણ વરદાન સાબિત થતો હતો. આવો જ એક પ્રસંગ ઊભો થયો કે એમના પ્રથમ શિષ્ય શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મ.સા. કચ્છમાં બીમાર પડી ગયા ત્યારે એમને સુખશાતા પૂછવા અને સુશ્રુષા માટે સૌરાષ્ટ્રમાંથી વિહાર કરીને કચ્છમાં જવું પડ્યું ત્યારે આ એક જ ટીકરનો રસ્તો જ જવા માટે યોગ્ય હતો. તેથી ગુરુ ભગવંતોએ ટીકરના રસ્તેથી વિહાર કર્યો. આ રસ્તે વિહાર કરીને ત્રણ ગાઉ દૂર કાનમેર ગામે પહોંચ્યા. ત્યાં તો સાંજ પડી ગઈ. આમ પણ રણના રસ્તે તો કાંઈ પણ મળવું મુશ્કેલ હોય. તેથી વિહારનો થાક, ક્ષુધા અને તૃષાનો કઠિન પરિષહ સહન કરીને રાત્રિ પસાર કરી. આવા તો અનેક પરિષદો સહન કરીને નામ પ્રમાણે જીવનને પણ ગુલાબના ફૂલ જેવું સુગંધિત બનાવ્યું. પ. પૂ. રત્નચંદ્રજી સ્વામી પ. પૂ. આચાર્ય ગુલાબચંદ્રજીના શિષ્ય ભારતરત્ન શતાવધાની પંડિતરાજ શ્રી રત્નચંદ્રજી સ્વામીને પણ આવા જ પ્રકારના પરિષહ સહન કરવા પડ્યા હતા, જેની ઝલક અહીં પ્રસ્તુત છે. (૧) શીતનો પરિષહ: પોષ મહિનાના દિવસો હતા ત્યારે એક વખત આગ્રાથી ભરતપુર થઈને જયપુર તરફ શિષ્યો સાથે વિહાર કરી રહ્યા હતા ત્યારે સૂર્યાસ્ત થવા પૂર્વે અડધા કલાકે રસ્તામાં એક મંદિર પાસે પહોંચ્યા. મંદિરોમાં પણ એમણે અનેક વાર રાતવાસો કરેલો. તેથી આ મંદિરમાં પણ સ્થાન મળી જશે એ આશાએ મંદિરના પૂજારી પાસે જઈને આજ્ઞા માંગી, પણ એમણે કહ્યું કે અહીં રાત્રે (૧૨૪)

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109