________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
સ્કંદાચાર્યની કથા - જેપલ બી. શાહ
(અમદાવાદ સ્થિત જેપલ શાહ ગુજરાત વિધાપીઠ, આંતરરાષ્ટ્રીય જૈનવિધા કેન્દ્ર દ્વારા જૈનવિધા' વિષયમાં પારંગત'ની પદવી ‘પારિતોષિક' સાથે પ્રાપ્ત કરેલ છે. “અનુપારંગત' માં “શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા: શ્રુતજ્ઞાન પ્રાપ્તિનું કેળવણીધામ' વિષય પર સંશોધન કરેલ છે.)
જૈન ધર્મ એ તીર્થંકરોએ દર્શાવેલી જીવનપદ્ધતિ છે, જે પોતાના અનુયાયીઓને કર્મનો ક્ષય કરી પરમ સુખની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થાય છે. જૈન ધર્મ કર્મના સિદ્ધાંત પર રચાયેલો છે. સાધુઓ અને આધ્યાત્મિક વિકાસ પામેલા મનુષ્યો વિવિધ પ્રકારના પરિષહ અને ઉપસર્ગ સહન કરી પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરીને કર્મનિર્જરા કરે છે. ઉપસર્ગ:
જૈન પરંપરામાં ઉપસર્ગનો અર્થ થાય છે આવી પડેલું ભયંકર કષ્ટ. જે કષ્ટનું ઉપસર્જન કરે છે એટલે કે જે કષ્ટને ઉત્પન્ન કરે છે તે ઉપસર્ગ. જેના વડે જીવ પીડા વગેરે સાથે જ સંબંધોવાળો થાય છે તે ઉપસર્ગ કહેવાય છે. સ્કન્ટાચાર્ય:
પોતાના જીવનમાં આવી પડેલ ઉપસર્ગથી બચવાનો પ્રયાસ કરવાને બદલે પોતાના કર્મક્ષયને માટે આ અપૂર્વ અવસર છે એમ સમજી સકતાભાવથી તેને સહન કરનાર શ્રી સ્કન્દ્રાચાર્યની કથા આ મુજબ છે :
તેઓ શ્રાવસ્તિના જિતશત્રુ રાજાની રાણી ધારિણીના પુત્ર હતા. તેમની બહેન દંડકારણ્યના રાજા સાથે પરણાવી હતી. રાજાનો પાલક મંત્રી એકવાર
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) શ્રાવસ્તિમાં આવ્યો ત્યારે સ્કન્દકુમારે તેને વાદમાં નિરુત્તર કર્યો હતો. તીર્થંકર મુનિસુવ્રતસ્વામીની દેશના સાંભળી પાંચસો રાજકુમારો સાથે સ્કન્દ્રકુમારે દીક્ષા લીધી ને મહાઆચાર્ય થયા.
એક વખત તેઓએ દંડકારણ્ય તરફ વિહાર કર્યો. પ્રભુએ “ત્યાં ઉપસર્ગ થશે, ને તમારા સિવાય બધા આરાધક થશે” એમ કહ્યું. જાણવા છતાં આચાર્ય ગયા. પાલકને જાણ થવાથી તેણે તેમના સ્થાને શસ્ત્રો છુપાવી રાજાને ખોટું સમજાવ્યું કે, “આ બધા સુભટો તમારું રાજય સેવા કપટથી આવેલા છે.” ને સાબિતી રૂપે શસ્ત્રો બતાવ્યા.
રાજાએ તેને હુકમ આપ્યો કે, “તેઓને ફાવે તે શિક્ષા કર.” પાલકે ગુપ્તપણે ઘાણી રખાવીને દરેકને પીલ્યા. બધા તે જ વખતે મોક્ષમાં ગયા. છેલ્લે નાના શિષ્યને ઘાણીમાં નંખાતો જોઈ આચાર્યે કહ્યું, “ભાઈ, પહેલા મને પીલ, મારાથી આ બાળકનું દુઃખ જોઈ શકાશે નહિ.” પાલકે તેમનું કહ્યું ન માન્યું, બાળમુનિ મોક્ષમાં ગયા. છેવટે આચાર્યનો વારો આવ્યો. તેમણે પીલાતા નિયાણું કર્યું કે, “આ દુષ્ટ રાજાને સપરિવાર શિક્ષા કરીશ.”
તેઓ મરીને અગ્નિકુમાર દેવ થયા, તરત જ ઉપયોગ મૂક્યો, ને વેર લેવા તૈયાર થયા. તેમની બહેનને સમગ્ર ઘટનાની જાણ થતાં રાજાને ઠપકો આપે છે. રાજાને પણ ખૂબ પસ્તાવો થાય છે, તેવામાં તો અગ્નિકુમાર દેવે પોતાની બહેનને ઉપાડીને પ્રભુ પાસે મૂકી, અને આખું વન બાળી નાખ્યું. પ્રભુએ અગ્નિકુમાર દેવને પૂર્વે કરેલાં ભારે નિકાચિત કર્મોનો ઉદય થાય ત્યારે તે ભોગવવા જ પડે છે તેવો ઉપદેશ આપી ઉપસર્ગ તરફ મૈત્રીભાવ કેળવવાની શીખ આપી.
(૧૨)
(૧૨૮)