________________
- ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - પીડાયેલા કોઈ એક હાથી નગર મળે આવ્યો એટલે ભીમસેન રાજાએ “દવદંતી” એવું અપરનામ રાખ્યું. યુવાન અવસ્થામાં પહોંચતા દમયંતીએ વેદ-સિદ્ધાંત, પુરાણો, આગમો, સંહિતાઓ, તર્ક, ન્યાયશાસ્ત્ર, વ્યાકરણ, છંદ શાસ્ત્ર, સંગીત, નૃત્ય આદિ ચોસઠ કળામાં નિપુણતા પ્રાપ્ત કરેલ હતી. વિધિના લખેલ લેખ મુજબ દમયંતીના જીવનમાં નળરાજાનું આગમન થયું.
ગંગા નદીના જળ શોભતા આર્યવર્ત દેશમાં નિષધા નગરીમાં પરાક્રમી વીરસેન રાજા પોતાની ચારિત્રશીલ, દાનશીલ, રાણી રૂપવતી સાથે રાજય કરતા હતા. ઉભય મહાયોગની પ્રાપ્તિ તથા સૂર્યનું મેષ રાશિમાં આવવું અને ઉચ્ચ સ્થાને બિરાજેલા પાંચ શ્રેષ્ઠ ગ્રહો યુક્ત હતા તે સમયે રાણી રૂપવતીએ પુત્રરત્નને જન્મ આપ્યો.
ધર્મ ખાતર અર્પણ કરાયેલ ધન સજજન પુરુષો પાસેથી હરી લેશે નહિ” એમ માની ચતુર કુટુંબી વર્ગે તેનું નામ ‘નળ” રાખ્યું. નળે છ અંગો, ચાર વેદો, છ દર્શન, છ પ્રકારના રસશાસ્ત્ર, છ પ્રકારની ભાષા, તત્ત્વનું જ્ઞાન મેળવેલું હતું. એકદા સરસ્વતી દેવીના શ્રાપથી દુઃખી એવા તેમના વાહન હંસ દ્વારા નળ રાજાને દમયંતીના અપ્રતિમ સૌંદર્ય તથા ગુણગાનની પ્રશંસા સાંભળી મનોમન દમયંતીને પોતાની રાણી બનાવવાનો દઢ નિર્ણય કર્યો. રાજા ભીમસેન દ્વારા આયોજિત સ્વયંવરમાં દમયંતીને વરમાળા પહેરાવી પત્ની તરીકે સ્વીકાર કર્યો. પોતાની જુગટું રમવાની કુટેવના લીધે પોતાના પિતરાઈ ભાઈ કુબેરથી ધૃતક્રીડામાં હારીને પત્ની દમયંતી સાથે વનવાસ ભોગવવો પડ્યો અને પોતાના સંતાનોને કુંડીનપુર મોકલ્યા. સતી દમયંતીને પોતાની કુટેવના લીધે ભોગવવું પડતું દુ:ખ ન જોઈ શકતા તેમણે રાત્રિના સમયે દમયંતીનો ત્યાગ કર્યો. પતિના ત્યાગથી દુઃખી થયેલ દમયંતી ખરેખર દુષ્ટ કર્મોનું ફળ તાત્કાલિક ઉદયમાં
(૧૧૧)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) આવે છે તે સમજી ગઈ. ખરેખર કર્મરાજાનું આધિપત્ય છે. સતી દમયંતી એક વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતી હતી. આવી વિશિષ્ટ વ્યક્તિની મનઃસ્થિતિ જ એવી હોય છે કે તેઓ તેમની પર આવી પડેલ સાનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગોને આત્મા અને દેહથી ભિન્ન ગણી શકે છે.
એકદા સૂર્યના પ્રકાશનું પ્રતાપહીન જાણીને હિંસક પશુઓ ચોરોની માફક તે સમયે સ્વેચ્છાપૂર્વક વિચરવા લાગ્યા અને રાહુ જેમ ચંદ્રની કલાને ગળી જાય તેમ કોઈ એક મહા ભયંકર અજગર દમયંતીને ગળી ગયો. અજગરના મુખમાં મધ્ય ભાગમાં રહેલી વિહ્વળ બનેલી નાભિ પર્યન્ત ગળાયેલી, અજગરના મુખમાંથી બહાર આવવા મથામણ કરવા લાગી. અજગરના ઉદરમાં ઉગ્ર લાળથી લેપાયેલા અંગવાળી દમયંતીએ સાક્ષાતુ અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં આવી હોય તેવું અનુભવ્યું અને મૃત્યુને નજીક જાણી “મને ધર્મનું શરણ હો !” એમ ઉચ્ચ સ્વરે વારંવાર બોલવાથી કોઈક એક ભીલે તેનો ધ્વનિ સાંભળી કુહાડીના ઘાથી અજગરને ચીરી દમયંતીને બહાર કાઢી. દમયંતીનું રૂપ જોઈ ભીલે તેની તરફ કુદૃષ્ટિ રાખી. અતિ શીલવાન સતી દમયંતીએ પોતાના શીલની રક્ષા માટે તેને શ્રાપ આપી ભસ્મીભૂત કર્યો. આવી પડેલ ઉપસર્ગને મનથી સમતા, સ્વસ્થતા કેળવી નવા અશુભ કર્મો બંધાય નહીં અને ઉદયમાં આવેલા અશુભ કર્મો ભોગવી કર્મનિર્જરા કરી.
સંદર્ભ:- તત્ત્વાર્થ સૂત્ર, જૈન આગમ ગ્રંથો, દમયંતી ચરિત્ર
(૧૨)