Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 55
________________ - ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) તડકાની પણ આવશ્યકતા હોય છે તે પ્રકારે જીવનનિર્માણ માટે અનુકૂળતાની શીતળતા સાથે પરિષદની પ્રતિકૂળતા રૂપ ગરમીની પણ આવશ્યકતા રહેલી સામાન્ય રીતે ગૃહસ્થો આવી પડેલા પરિષદો સહન કરવા માટે ઉત્સુક હોતા નથી. તેમાંથી મુક્ત થવા માટેનો જ તેમનો પ્રયાસ રહેલો હોય છે તેથી પરિષહનો ઉલ્લેખ જૈન સાધુઓના સંદર્ભે કરવામાં આવેલ છે. આગમપ્રરૂપિત બાવીસ પરિષહ પૈકીના સોળમાં પરિષહ રોગ પરિષદને સમજાવતા કહી શકાય કે અનિષ્ટ આહાર મળવાથી અંતકાત આહાર કરનારા સાધુને શરીરે કદાચ રોગ ઉત્પન્ન થાય, તે રોગ પરિષહ છે. ज्ञात्वोत्पत्तितं दुःखं, वेदनया दुखार्वतः । ૩થીન: વાર્તસ્ત્રજ્ઞાં, પૃષ્ટarfધ સંદેતા (ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨ સૂ.૩૨) ' અર્થાત્ દુ:ખ એટલે નવરાદિક રોગને ઉત્પન્ન થયેલ જાણીને તેની વેદનાથી દુઃખાર્તિત થયેલા એટલે દુઃખ વડે પીડા પામેલા સાધુ દીનતા રહિત થયેલા પોતાના જ કર્મનું આ ફળ છે તેવી તત્ત્વબુદ્ધિને સ્થાપન કરે એટલે સ્થિર કરે તથા રોગથી વ્યાપ્ત થવા છતાં પણ તત્ત્વબુદ્ધિ સ્થિર કરે અને રોગથી ઉત્પન્ન થયેલ દુઃખ સહન કરે. રોગ પરિષદના અર્થના કાલવૈશિકની કથાને આધારે વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. णच्चा उप्पइयं दुक्खं, वेयणाए दुहट्टिए । अदीणो ठावए पण्णं, पुट्ठो तत्थडहियासए । શરીરમાં ઉત્પન્ન થયેલા રોગને જાણીને એની વેદનાથી પીડા થવા છતાં સાધુ અદીનભાવે તેને સહન કરે, મારા જ કર્મનું ફળ છે એમ વિચારે. (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) મથુરા નગરીમાં જીતશત્રુ નામક રાજા હતો. તેમણે રૂપવતી કાલી નામની વેશ્યાને રાખી હતી. તેના દ્વારા રાજાને કાલવૈશિક નામક પુત્રનો જન્મ થયો. એકદા કાલવૈશિકને રાત્રિના સમયે પોતાના શયનખંડમાં શિયાળનો અવાજ સંભળાયો. સેવકો દ્વારા આ શિયાળને વનમાંથી પકડી લાવી મારવાનું શરૂ કર્યું. જેમ જેમ તેને મારતા ગયા તેમ તેમ શિયાળ મોટેથી ખી-ખી ચીસો પાડવા લાગ્યું, જે સાંભળી કુમારને આનંદ આવવા લાગ્યો. આખરે અકામનિર્જરાથી શિયાળ મરીને વ્યંતર તરીકે ઉત્પન્ન થયો. એકદા સ્થવિર મુનિ ભગવંતોના સમાગમથી કાલવૈશિકને વૈરાગ્ય થતા ચારિત્ર વ્રત લીધું. એકાકી વિહાર કરતા તેઓ વિચરવા લાગ્યા. પૂર્વકર્મના ઉદયથી હરસ-મસાનો રોગ થયો. અતિ ભયાનક પીડા થવા છતાં મુનિએ મનમાં વૈદ્ય કે ઔષધની ઇચ્છા પણ ન કરી તેમજ મારો આ રોગ ક્યારે નાશ પામશે ? એવો વિચાર પણ મનમાં ન લાવ્યા, પરંતુ પોતાના કરેલા કર્મોનો આ દોષ છે એમ વિચારી ધીરતાથી તેઓ ઔષધ લીધા વિના આ વ્યાધિને સહન કરતા રહ્યા. તેમની સંસારી બેનને ભાઈ મહારાજને થયેલા આ રોગ વિષે જાણ થઈ તથા ઔષધ નહિ લેવાનો અભિગ્રહ જાણ્યો, ભાઈ મહારાજ પ્રત્યેના પ્રેમથી ભગિનીએ એક દિવસ ઔષધમિશ્રિત આહાર વહોરાવ્યો, વાપરતી વખતે મુનિને આહાર ઔષધમિશ્રિત છે તેવો ખ્યાલ આવતા તેમને ખૂબ દુ:ખ થયું અને સ્વગતે બોલ્યા, “અરે મેં આહારનો ઉપયોગ ન રાખ્યો હોત તો રસના જીવોનો નાશ ન થાત. તેથી આ ઔષધવાળા આહારનો ત્યાગ કરવો જ યોગ્ય છે.” તેથી તેઓએ નગરની બહાર પર્વત પર જઈ પાદોપગમન અનશન સ્વીકાર્યું. બીજી તરફ પૂર્વભવના વેરને અવધિજ્ઞાન વડે યાદ કરી શિયાળમાંથી દેવ બનેલા વ્યંતરદેવ મુનિને હેરાન કરવા માટે નીચે આવ્યા (૧૦૮) (૧૦૦)

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109