Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 54
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) 'કાલવૈશિક મુનિ અને સતી દમયંતિની કથા - ભાવેશ બી. શાહ લોકો ધર્મસિંહજીના જયકાર, પૂ. શિવગુરુના જયકારના નાદ સાથે મુનિ સાથે ઉપાશ્રયમાં આવ્યા. ગુરુજીએ સફળતા બદલ આશીર્વાદ આપ્યા. મુનિ સુંદરજી મોહનજી ભીખાજી . સોળ સાધુએ ધર્મસિંહજી સાથે જવાની આજ્ઞા માગી. દરિયાપુરના તોતિંગ દરવાજાની કેટલીક ઓરડીઓમાં મુનિઓએ વાસ કર્યો. અહીંથી જ જનસમૂહને ઉપદેશ આપવો શરૂ કર્યો. સુલતાનના કારભારી દલપતરાયશાહે ધર્મસિંહજીને રહેવા માટે અનુજ્ઞા આપી. ચોકીદારે તેનું ડહેલું આપ્યું. આ જોડિયા મકાનોમાં છીપાપોળનો ઉપાશ્રય બન્યો. આ ગચ્છ દરિયાપુર આઠ કોટિ સ્થાનકવાસી જૈન સંપ્રદાય તરીકે લોકજીભે પ્રસિદ્ધિ પામ્યો છે. સંદર્ભ:- અધ્યાત્મ આભા, લે. ગુણવંત બરવાળિયા (જૈનદર્શનના અભ્યાસુ ભાવેશભાઈ ગુજરાત વિધાપીઠમાં ‘આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઃ જૈન સાહિત્યના સંદર્ભે' - વિષય પર એમ.ફિલ. કરી રહ્યા છે.) જૈન પરંપરામાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાને પોતાના આત્માની ઉન્નતિ માટે કર્મસિદ્ધાંતને અનુસરવું પડે છે, જે માટે બે પરિબળોની સંરચના પ્રરૂપવામાં આવેલી છે – તે છે પરિષહ અને ઉપસર્ગ. (૧) પરિષહ: સામાન્ય અર્થમાં “પરિષહ” ને કસોટી તરીકે ઓળખવામાં આવે છે. રષદ ત્તિ રિષદ: અર્થાતુ જે સારી રીતે સહી શકાય એમ છે અથવા જે સહજતાથી સહન કરી લેવાય છે તે પરિષહ. પરિષહ શબ્દને છૂટો પાડતા પરિ = ચારે બાજુથી અથવા વિશેષપણે સહ = સહન કરવું ‘તત્ત્વાર્થ સૂત્ર’ માં વાચક ઉમા સ્વાતિએ પરિષદને સમજાવતા કહ્યું છે કે, HITચવન નિર્નરર્થ રિપઢિલ્ય રિપટ્ટ: મોક્ષમાર્ગમાં સ્થિર રહેવા અને કર્મનિર્જરાના હેતુથી જે સમભાવપૂર્વક સહન કરવામાં આવે તેને પરિષહ કહેવાય. જૈન ધર્મની ઓળખ એવા આગમ ગ્રંથોમાંનો બહુમૂલ્ય ગ્રંથ ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' માં શ્રી સુધર્માસ્વામીએ તેમના શિષ્ય જંબુસ્વામીને ‘પરિષહ' નો અર્થ સમજાવતા કહ્યું છે કે જેમ બીજને અંકુરિત થવામાં પાણીની સાથે (૧૦૬). (૧૦૫)

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109