Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 52
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પહેલા સાત્ત્વિક ખમીરના સમાજ અને શાસનને દર્શન કરાવો” તેવા ગુરુના વચનો ચરિતાર્થ કરવા આગળ વધ્યા, પરંતુ દેવકૃત ઉપસર્ગ સામે ઝઝુમવું પડ્યું. શ્રી ધર્મસિંહે ગુરુજીને વિનયપૂર્વક કહ્યું, “ગુરુભગવંત ! મારામાં ઉદ્ભવેલા આગમાનુસારના જીવન જીવવાના ઉત્સાહને હવે વધુ વખત રોકી શકવાની સહિષ્ણુતા રહી નથી. જૈન ધર્માચાર સુધારવાની ક્રાંતિનો ઝંડો લહેરાવવા આગળ આવો અને તે પૂજય અમારા નેતા બનો.” ધર્મસિંહે વિનંતી કરી, “વત્સ તારી ટકોર અને જાગૃતિ સાચા છે. પરંતુ મોગલસમ્રાટ જહાંગીરનું તાજેતરમાં અવસાન થતાં, મોગલવંશ શાહજહાં તરફથી આપણા ગચ્છને ગૌરવયુક્ત પદવી, પાલખી, પટ્ટો, ચામર, ધ્વજ અને શાહી ફરમાન એનાયત કરવામાં આવેલ છે. સમયના સાંપ્રત વહેણે શહેનશાહી બક્ષિસનો અસ્વીકાર કરવો ઉચિત નથી. વળી, વૃદ્ધાવસ્થાને કારણે હું પરાશ્રયી જીવન જીવી રહ્યો છું.” ગુરુજીએ પોતાના હૃદયભાવ કહ્યા. ગુરુજી, મને ક્ષમા કરો, આપશ્રી મને મુક્ત કરો. આપના ઉપકારને હું નહીં ભૂલું.” ધર્મસિંહે કહ્યું, “તારો માર્ગ વિકટ છે. ધર્મઝનૂની લોકો તારી અવદશા કરશે તેનો મને ભય છે.” ગુરુજીએ વ્યથા વ્યક્ત કરી. ગુરુદેવ, મારા પ્રત્યેનો આપનો અતિ વાત્સલ્યભાવ આવી શંકા કરવા પ્રેરે છે. આપનું હૃદય આશ્વસ્ત પામે તેવી કોઈપણ કસોટી મારા માટે ફરમાવો. હું તેમાંથી પસાર થવા તૈયાર છું.” તો હે વત્સ ! આ અમદાવાદ શહેરના દરિયાપુર દરવાજેથી નીકળતા ઉત્તર દિશામાં દરિયાખાન પીરના આલીશાન ઘુમ્મટમાં એક રાત્રિ વાસ કરી આવો અને તમારું સાત્ત્વિક ખમીર દેખાડવાની તક ઝડપી લો.” ગુરુજીએ કહ્યું. -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ગુરુજીના આશીર્વાદ લઈ અમદાવાદની ઉત્તર દિશા ભણી ધર્મસિંહજીએ દેઢ મનોબળ સાથે પ્રસ્થાન કર્યું. સાબરમતી નદી કલકલ નિનાદે અખંડસ્ત્રોત ધરીને નગરજનોને મીઠા નિર્મળ જળની લ્હાણી કરી રહી છે. તેના પૂર્વીય કિનારે એક કોતરની સમથલ ટોચે એક ઊંચી વિશાળ કમળ આકૃતિવાળી ખુલ્લી ભવ્ય ઈમારત ઊભી છે. આ ઈમારતનો માલિક છે – શ્રીમંત તેલી દરિયાખાન. પૂર્વકર્મના અંતરાય, સંતાન વિહોણો દરિયાખાન આફાની દુનિયા છોડી ચાલ્યો ગયો. એક સમયની આ રમણીય મહેલાત ભયંકર ભૂતાવળવાસિત ઈમારત મનાવા લાગી અને દરિયાખાન પીર તરીકે મનાવા લાગ્યો. કોઈ અજાણ્યા પ્રવાસી રાતવાસો કરવા આવે તો સવારે તેના મૃતદેહો જ મળતા. જોગીની જટા જેવા ઝાંખરા અને ઝાડવાં નિર્જન અને વેરાનસ્થાનને વધુ બિહામણું બનાવતા. પંચમહાવ્રતથી શોભતા તેજસ્વી ધર્મસિંહ, ત્યાં ઊભેલા બે-ત્રણ મુસ્લિમ ભાઈઓ પાસે આ ઈમારતમાં રાતવાસો કરવાની આજ્ઞા માગે છે. “સાંઈબાબા ઈધર રાત ઠહરનેકા ઠીક નહીં હૈ.” “ક્ય જી?'' “યહ જગા મધરાતકો ભયંકર બન જાતી હૈ, બડે ભડવીર કા ભી સુબહ મુડદા હી હો જાતા હૈ, ઈસ ઈમારતકા માલિક દરિયાખાન રાતકો માર ડાલતા હૈ.” ઠીક હૈ, કોઈ હર્જ નહીં, મેરે ઉસ્તાદ કી આજ્ઞા સે (મારા ગુરુજીની આજ્ઞાથી) મેં યહાં રાતકો ઠહરનેકો આયા હું, મેરી જિમેવારી મેરે શિર પર, મેં જૈન સાધુ છું. સૂરજ ડૂબજાને પર મેં દૂસરી જગહ નહીં જા સકતા હું. મુઝે ઠહરને કી પરવાનગી દો !” (૧૦૧) (૧૦૨)

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109