Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 50
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) જણાવી કે, “આ સ્ત્રી પોતાની ફજેતી ઢાંકવા માટે આ પવિત્ર મુનિ ઉપર કલંક લગાવે છે. મુનિશ્રી તો એકદમ નિર્દોષ છે. આ બધું કારસ્તાન તો દુષ્ટ શેઠાણીનું જ છે.” લોકોને ખરી હકીકતની જાણ થતાં મુનિશ્રીના પગમાં પડી ક્ષમા માગી અને મુનિશ્રીનો જયજયકાર કર્યો. રાજાએ પણ શેઠાણીને તેના પાપનું ફળ ભોગવવા રૂપે દેશનિકાલની સજા કરી. મુનિશ્રીનું નામ તો હતું મદનબ્રહ્મ મુનિ, પણ પગમાં ઝાંઝર આવી જવાથી તેઓ ઝાંઝરિયા મુનિ તરીકે ઓળખાવા લાગ્યા. આવા ઉપસર્ગમાંથી પસાર થયા બાદ આ ઝાંઝરિયા મુનિ એકવાર ઉજજેણીનગરીમાં પધાર્યા. ઘેર ઘેર ગોચરી વહોરવા જતા અને પોતાના સંયમધર્મનું રૂડું પાલન કરતા હતા. નાના-મોટા ઉપસર્ગોને તેઓ સમભાવપૂર્વક સહન કરતાં અને જ્ઞાન-ધ્યાનમાં આગળ વધતા હતા. સાધુજીવન એટલે જ ઉપસર્ગો અને પરિષહોવાળો પંથ. પરિષહ તો સાધુજીવનની કસોટી છે. તેના દ્વારા કરાયા પછી જ સાધુ મોક્ષમાર્ગથી ચલાયમાન થતા નથી તેમજ વીર્ષોલ્લાસ પ્રગટ કરી તેનો સામનો કરે છે અને કર્મોની નિર્જરા કરીને પોતાનું કલ્યાણ કરે -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) રાજાએ છૂપી રીતે સેવકોને બોલાવી પેલા મુનિને પકડી લાવવાનો આદેશ આપ્યો. ત્યારબાદ એક ઊંડો ખાડો ખોદાવી તેમાં મુનિને ઊભા રાખ્યા અને સેવકોને મુનિની ગરદન કાપી નાખવાનો હુકમ કર્યો. રાજાની આજ્ઞાનું પાલન કરવા સેવકો મુનિની ગરદન કાપવા તૈયાર થયા ત્યારે મુનિશ્રી તો સમતારસમાં મહાલવા લાગ્યા. સમભાવમાં ઝુલવા લાગ્યા. શત્રુને પણ મિત્ર સમજી તેઓને ઉપકારી ગણી ઊંચી ભાવનામાં ચડતા ગયા. મનોમન ચિંતન કરવા લાગ્યા કે, રાજા તો ખરેખર મારા ઉપકારી કહેવાય. આ તો મારા જ કોઈ કર્મનું ફળ હું ભોગવું છું. એમાં રાજાનો જરાપણ વાંક નથી. આમ, આત્મધ્યાનમાં લીન થઈ ગયા. સેવકોએ રાજાની આજ્ઞા મુજબ મુનિનો શિરચ્છેદ કરી નાખ્યો. અંત પહેલા મુનિ ઉચ્ચ ભાવનાના કારણે કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષમાં ગયા. આ તરફ રાજા ખુશ થતાં થતાં પોતાના મહેલમાં આવ્યા. બીજી તરફ એક સમડી મુનિના પાર્થિવ દેહ પાસે આવી અને માંસનો પિંડ સમજી લોહીવાળો ઓઘો ચાંચમાં લઈ આકાશમાં ઊડી ગઈ. ભવિતવ્યતાના યોગે ઊડતી ઊડતી સમડી રાજમહેલના ચોકમાં આવી ત્યારે તેની ચાંચમાંથી ઓઘો રાજમહેલના ચોકમાં પડ્યો. ઓઘો જોઈને રાણી ઓળખી ગઈ કે આ ઓઘો તો પોતાના ભાઈ મુનિશ્રી મદનબ્રહ્મનો જ છે અને રડતા રડતા કહેવા લાગી કે, જરૂર કોઈએ મારા ભાઈ મુનિશ્રી મદનબ્રહ્મને મારી નાખ્યા છે. રાણીને ચોધાર આંસુએ રડતી જોઈ રાજા દોડતાં આવ્યા અને પૂછવા લાગ્યા કે શું થયું છે ? તમે શા માટે રડો છો ? ત્યારે રાણીએ પેલો લોહીવાળો ઓઘો રાજાને બતાવીને કહ્યું કે, મારા ભાઈ મુનિશ્રીને જરૂર કોઈએ મારી નાખ્યો છે. ત્યારે રાજાને આખી વાત સમજાઈ ગઈ કે ઠાર કરેલ મુનિશ્રી તો રાણીનો સગો ભાઈ હતો. રાજાને ખૂબ આ ઝાંઝરિયા મુનિની હજી આકરી કસોટી બાકી હતી. એકવાર રાજારાણી ઝરૂખામાં બેસી સોગઠા રમતા હતા અને અલકમલકની વાતો કરી રહ્યા હતા. તે જ સમયે ઝાંઝરિયા મુનિ ઝરૂખાની નીચેથી પસાર થયા. ત્યારે રાણીની નજર મુનિ ઉપર પડી અને ખુશીથી મલકાઈ ઊઠી, પરંતુ બીજી ક્ષણે જ આંખમાંથી દડ દડ આંસુ પડવા લાગ્યા. આ જોઈ રાજાને નવાઈ લાગી, સાથે સાથે રાણી ઉપર શંકા કરવા લાગ્યા કે આ મુનિ જરૂરી મારી રાણીનો ભૂતકાળનો કોઈ પ્રેમી હશે. રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખા. વધુ વિચાર કર્યા વિના (૯૦) (૯૮)

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109