Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 49
________________ ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો સૌમ્ય પ્રતિભા જોઈ તેમને વંદન કરવાની ઇચ્છાથી તેઓ મુનિવર પાસે ગયા. વિધિપૂર્વક વંદન કરી તેઓ પોતાની રાણીઓ સાથે તેમની વૈરાગ્યસભર અમોઘ દેશના સાંભળવા બેઠા. મુનિશ્રીની અમીરસ ભરેલી દેશના સાંભળતા જ મદનબ્રહ્મ રાજકુમારનો જીવ હળુકર્મી હોવાથી તેમનો આત્મા જાગી ઊઠ્યો. તેમને જીવ અને અજીવ પુદ્ગલ રૂપી શરીરનો સંબંધ શું છે તે સમજાઈ ગયું અને આત્મા જ પરમાત્મા બની શકે છે તે જાણતાં તે જ ક્ષણે બત્રીસે બત્રીસ રાણીઓને ત્યજી સંયમ અંગીકાર કર્યો અને જ્ઞાનની આરાધનામાં લાગી ગયા. આમ, તેઓ તપ-જપ-ધ્યાન અને જ્ઞાનની આરાધના કરતાં કરતાં વિચરવા લાગ્યા. એકવાર વિહાર કરતાં કરતાં મદનબ્રહ્મ મુનિ ખંભાત નગરીમાં રસ્તે મધ્યાહ્ન સમયે ગોચરી માટે નગરીમાં નીકળ્યા. ત્યારે ગોચરી માટે નગરના રસ્તે જતાં એક શેઠાણીએ તેમને જોયા. શેઠાણી યુવાન હતા. ઘણા વર્ષોથી પતિનો વિયોગ થયો હતો. કામજ્વરની પીડા શેઠાણી ઉપર હાવી થઈ હતી. આથી તેમની દાનત બગડી હતી અને કોઈ તક શોધી રહી હતી. ત્યાં આ ભરયુવાન અને વળી કામદેવ જેવા રાજકુમાર મુનિને જોયા. મનમાં રાજી રાજી થઈ ગઈ અને પોતાની વાસના પોષવા પોતાની નોકરાણીને બોલાવીને કહ્યું કે, જા ઝટ જઈને પેલા મુનિને તેડી આવ. દાસી તો ચિઠ્ઠીની ચાકર,દોડતી દોડતી ગઈ અને મુનિને વિનંતી કરી કે, ‘પધારો ગુરુદેવ ! પધારો. ગોચરી પાણીનો લાભ આપો.’ સરળ ભાવે મુનિશ્રી ત્યાં પધાર્યા. ત્યારે શેઠાણીએ મકાનનો દરવાજો બંધ કરી દીધો અને મુનિશ્રીની સામે જાતજાતના લટકા-મટકા કરવા માંડ્યા, ભોગવિલાસના સૂચક હાવભાવ વડે મુનિશ્રીને મોહવશ કરવા પ્રયત્ન કરવા લાગી. આમ, અનેકવિધ (૫) (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો કામચેષ્ટાથી તેણે મુનિશ્રીને ચલાયમાન કરવાની કોશિશ કરી, પણ મુનિશ્રી તો ચારિત્રધર્મમાં અડગ હતા. તેઓ પોતાની મીઠી વાણીથી શેઠાણીને ધર્મનો ઉપદેશ આપવા લાગ્યા, પણ મોહાંધ અને તીવ્ર કામવાસનાથી પીડિત શેઠાણી ઉપર ધર્મદેશનાની કાંઈ અસર પડી નહીં. મુનિશ્રીએ ફરી ફરીથી તેને આવા પાપાચરણથી અટકવા બોધ આપ્યો પણ કામજવરથી પીડિત શેઠાણી ઉપર તેની કાંઈ અસર થઈ નહીં. ઊલટું, મુનિશ્રીને ચલાયમાન કરવા તેમને વળગી પડી. ત્યારે મુનિશ્રીએ વિચાર્યું કે હવે અહીંથી તરત જ નીકળી જવું જોઈએ. અહીં વધુ રહેવાથી આ દુષ્ટ સ્રી મારા ચારિત્રધર્મનો ભંગ કરશે. આ પ્રમાણે વિચાર કરી મુનિશ્રી પોતાનો હાથ છોડાવી દ્વાર ખોલી નાસવા લાગ્યા. પણ કામી શેઠાણી મુનિશ્રીને એમ જવા દેવા માગતી ન હતી. આથી નાસતા મુનિના પગમાં પોતાના પગની આંટી મારી નીચે પાડી નાખ્યા. પણ પગની આંટી મારતા શેઠાણીના પગનું ઝાંઝર મુનિશ્રીના પગમાં ભરાઈ ગયું. મુનિશ્રી જેમ તેમ ઊભા થઈને દરવાજાની બહાર નીકળવા લાગ્યા ત્યારે શેઠાણીને લાગ્યું કે, આ તો ભારે થઈ, હવે હું જ બદનામ થઈશ. આથી તેણે બાજી પલટાવવા જોરથી બૂમો પાડવા લાગી કે, પકડો, પકડો આ દુષ્ટ અણગારને. તેણે મારું શિયળખંડન કર્યું છે અને નાસી રહ્યો છે, પકડો, પકડો.... રસ્તા પર જતાં-આવતાં લોકોએ આ અવાજ સાંભળીને મુનિશ્રીને પકડી લીધા અને શેઠાણીના રુદનભર્યા પોકાર સાંભળી મુનિને મારવા લાગ્યા પણ આ મુનિશ્રીના કોઈ પુણ્યોદય જોર કરતા હતા. તેઓ જ્યારે શેઠાણીના હાથ છોડાવી નાસતા હતા અને શેઠાણીએ પગની આંટી મારી મુનિને નીચે પાડી દીધા હતા. આ બધો ખેલ આ નગરના રાજાએ પોતાના ઝરૂખામાં ઊભા ઊભા જોયો હતો. તેઓ તરત જ નીચે આવ્યા અને લોકોને સત્ય હકીકત (૯૬)

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109