Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 10
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) 'દાદાગુર, પૂ. માણેકચંદ્રજી મ.સા.ના જીવનમાં ઉપસર્ગ - મુનિ સુપાર્જચંદ્ર (બો.સં.). (બોટાદ સંપ્રદાયના પૂ.શ્રી જયેશચંદ્ર મુનિના સુશિષ્ય, જૈન દર્શનના અભ્યાસ મુનિ સુપાર્શચંદ્ર કલ્યાણમંદિર સ્તોત્ર પર Ph.D.નો અભ્યાસ કરી રહ્યા છે.) જગત વંદનીય જિનેશ્વર પરમાત્માએ અનંતકાળથી જન્મ-મરણ અને ભવભ્રમણના દુઃખોમાંથી મુક્ત થવા માટે મોક્ષમાર્ગ – આત્મકલ્યાણનો માર્ગ બતાવ્યો. આત્મકલ્યાણના આ અનુપમ માર્ગે આગેકદમ કરતાં આરાધક – સાધકના જીવનમાં પૂર્વકના ઉદયે ગમે ત્યારે, ગમે તે કષ્ટ - વિક્નો કે સંકટો આવી શકે છે, પણ આવેલ અણધારી આફત કે પ્રતિકૂળ પ્રસંગને પ્રસન્નભાવે - સમતાભાવે સહન કરતો જીવાત્મા આત્મશ્રેયને સાધી શકે છે. આવા કષ્ટો, સંકટો કે વિજ્ઞાને જૈન પરિભાષામાં પરિષહ કે ઉપસર્ગ કહેવામાં આવે છે, ગણવામાં આવે છે. શ્રી તત્ત્વાર્થસૂત્રમાં પરિષદની પરિભાષા કરતાં બતાવ્યું છે કે - માર્ચવન નિર્નાર્થે રોઢથા: રષદ: | અર્થાતુ માર્ગમાં સ્થિર રહી પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા માટે સહન કરવું તે પરિષહ. શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રના બીજા અધ્યયનમાં પ્રભુએ આ પરિષહની વાત કરતાં મુખ્ય ૨૨ પ્રકારના પરિષહ બતાવ્યા છે કે જે પરિષદને અડીનભાવે, અગ્લાનભાવે સહન કરતો સાધક સાધનાની સફરે આગે કદમ કરી શકે છે. આવા જ એક સાધક આત્માના જીવનમાં આવેલ ઉપસર્ગ અને પરિષદની અત્રે રજૂઆત કરવી છે. અમારી યશસ્વી ગુરુપરંપરાના શિરતાજ, શાસનગૌરવ, બોટાદ સંપ્રદાયના દાદાગુરુદેવશ્રી પૂ. માણેકચંદ્રજી મ.સા. ના જીવનમાં પરિષહ - ઉપસર્ગોના પ્રેરક પ્રસંગો બન્યા હતા. થોડો દૃષ્ટિપાત કરીએ. (૧૯) ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સં. ૧૯૬૨ ની સાલનું ચાતુર્માસ મેંદરડા કરવાનું વચન આપી દીધું હતું. ગોંડલ સંપ્રદાયના તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ.સા. ઠાણા-૨ તથા બોટાદ સંપ્રદાયના ઓજસ્વી પૂ. માણેકચંદ્રજી મ.સા. ઠાણા-૨ પોરબંદર પધાર્યા ને સંઘમાં ખૂબ જમાવટ થઈ છે, એ જાણી સંઘે ચાતુર્માસ માટે ખૂબ આગ્રહ કર્યો. મેંદરડાવાળાને ખબર પડતાં દોડીને આવ્યા. હવે અહીંથી જલ્દી વિહાર કરો એટલે કોઈ વિકલ્પ ન રહે. પૂ. માણેકચંદ્રજી મ. સાહેબે પોરબંદરથી વિહાર કર્યો ને કુતિયાણા આવ્યા. ત્યાંની સ્પર્શના વધી ગઈ. આકાશમાં નજર કરતાં ખ્યાલ આવ્યો કે આ વાદળું વરસશે તો લીલ ભાદરમાં પાણી આવશે ને મેંદરડા નહીં જવાય. તે વખતે પુલ ન હતા. સાંજના ચાર વાગ્યે વિહાર કર્યો ને ત્યાંથી ભાદરને સામે કાંઠે માંડવા ગામે આવ્યા. ધર્મશાળામાં ઉતારો કર્યો. રાત્રે ભવાયા રમવા આવેલા તેના અવાજમાં નીંદ આવતી નથી. લગભગ રાત્રિના અગિયાર-બાર વાગ્યાની આસપાસ ભયજનક અવાજ, બુંગીયો ઢોલ વાગ્યો. પેલું વાદળું વરસ્યું ને ઉપરવાસથી પણ પાણી, ભાદર નદી છલકાણી. ગામમાં પાણી ફરી વળ્યા. ધર્મશાળાના ગઢના કાંગરા સુધી પાણી આવ્યું. ગામનો એક માણસ ઊંટ પર કહેવા આવ્યો કે ધર્મશાળા ફરતું પાણી ભરાઈ ગયું છે. અંદર હોય તે સાવધ થઈ જાય. નામઠામ લખી લો. ધર્મશાળામાં રહેતા બાવાજી ગભરાયા. પછી તો પાણીના ઘુઘવાટા એવા થવા લાગ્યા કે પાસે બેઠેલાનો અવાજ પણ ન સંભળાય. મુનિઓ તો સાગારી સંથારો કરી જપ-સ્વાધ્યાયમાં લીન બની ગયા. ધર્મશાળા ફરતું ચારેકોર પાણી ભરાઈ ગયું છે, જો વંડી ઉપર છલકાઈ ધર્મશાળામાં આવશે તો મોટું જોખમ થશે એમ જાણી પેલા બાવાજી તો ગભરાયા ને પરિવાર સાથે આવી પૂ. ગુરુદેવોને વિનંતી કરે છે, બચાવો... મહારાજ... બચાવો. હવે તો તમારા આધારે છીએ. (૧૮)

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 109