________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) મહાશતક માત્ર પોતાના જ રહે અને શોક્યોનું પિયરથી લાવેલું ધન પોતાને મળે તે હેતુથી તેણે બાર શોક્યોનું કાસળ કાઢી નાખ્યું. આવું અધમાધમ કૃત્ય કરતાં તેને અંશમાત્ર ખચકાટ ન થયો. ખરેખર ! મોહાંધને વિવેક સાથે બાર ગાઉ છેટાપણું હોય છે.
રેવતી બેફામ બની માંસ, મદિરાનું સેવન કરવા લાગી. અભક્ષ્ય આહારથી વિષયવાસના અગ્નિમાં ઘીની જેમ ભડકે બળવા લાગી. તે કુળની મર્યાદા વિસરી ગઈ. તેવા સમયમાં નગરમાં રાજાએ પડહ વગડાવી “અમારિ’ ઘોષણા કરાવી. હવે પ્રાણીવધનો સર્વથા નિષેધ થયો. રેવતી માટે મહામુશ્કેલી ઊભી થઈ. તેણે એક માર્ગ શોધી કાઢ્યો. પોતાના પિયરથી કરિયાવરમાં મળેલ ગોકુળમાંથી પ્રતિદિન નવજાત વાછરડાનું માંસ દાસ દ્વારા મંગાવી ખાવા લાગી. રેવતીની વિલાસવૃત્તિ ઉત્તરોત્તર વધતી ગઈ. બીજી બાજુ મહાશતકનું જીવન આરાધનાના શિખરો સર કરતું ગયું. ચૌદ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો હતો. મહાશતકની ધર્મભાવનાએ વેગ પકડ્યો હતો. કૌટુંબિક અને સામાજિક સઘળી જવાબદારી મોટા પુત્રને સોંપી તેઓ વિશેષપણે ધર્મધ્યાનમાં જ પરોવાયેલા રહેતા હતા. પતિના ધર્મમય જીવનથી રેવતી અકળાઈ ઉઠી.
એક દિવસ મહાશતક પૌષધશાળામાં ધર્મધ્યાનમાં લીન હતા ત્યારે દારૂના નશામાં ચકચૂર રેવતી લથડિયા ખાતી, વાળ વિખેરી, અસ્તવ્યસ્ત વસ્ત્ર સાથે પૌષધશાળામાં પ્રવેશી. તેણે કામોત્તેજક ચેનચાળા કરતાં કહ્યું, “હવે ધર્મને ત્યાગો અને દુર્લભ ભોગોને ભોગવો. ધર્મારાધનાથી સ્વર્ગ જ મળશે. વળી, સ્વર્ગમાં અંતે તો કામભોગોનો ભોગવટો જ છે ને ?"
પૌષધમાં રહેલા મહાશતક અતુલ આત્મબળના સ્વામી હતા. પત્નીની કામચેષ્ટાઓમાં અંશ માત્ર વિચલિત ન થયા. આવેલા ઉપદ્રવમાં હિમાલયની
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) જેમ અડગ રહ્યા. રેવતીએ મહાશતકને લોભાવવા ઘણા અખતરા કર્યા, પરંતુ ભોગ પર ત્યાગનો વિજય થયો. રેવતી નિરાશ થઈ ખિન્ન વદને ચાલી ગઈ.
મહાશતકનો સાધનાક્રમ વધુને વધુ પ્રગતિ કરી રહ્યો હતો. હવે તેમણે શ્રાવકની અગિયાર પડિમાઓ ધારણ કરી ઉગ્ર તપશ્ચર્યાથી શરીર કુશ થયું ત્યારે શેષ જીવન સાધનામય જ રહે તેવી અભિલાષાથી અનશન વ્રત સ્વીકાર્યું. શુદ્ધ ભાવનાના પરિણામે આનંદ શ્રાવકની જેમ અવધિજ્ઞાન પ્રગટ થયું.
એક બાજુ મહાશતક અનશનની આરાધનામાં મસ્ત હતા ત્યારે બીજી બાજુ રેવતી વાસનાની ભીષણ જવાળામાં બળી રહી હતી. રેવતી ભોગપૂર્તિ વિના રહી શકતી ન હતી અને પતિની ઉપેક્ષા સહી શક્તી ન હતી. આથી ફરી એકવાર મહાશતક પાસે આવી. તેનો ઉભટ વેશ, વિકારોત્પાદક શબ્દો, કુચેષ્ટાઓ મહાશતકના મનને વિકૃત કરી શકી નહીં, પરંતુ રેવતીની વારંવાર કુચેષ્ટાઓથી મહાશતક કંઈક ક્ષુબ્ધ બન્યા.
અવધિજ્ઞાન દ્વારા રેવતીનું માત્ર સાત દિવસનું આયુષ્ય જાણી પ્રગટ કર્યું કે, “તમે સાતમા દિવસે મૃત્યુ પામી પ્રથમ નરકના લોલુપ નામના નરકાવાસમાં ઉત્પન્ન થશો.” રેવતી ભયભીત બની ચાલી ગઈ.
મહાશતકજીએ અપ્રિય, અનિષ્ટ, અમનોજ્ઞ કથન કહેવા બદલ આલોચના લઈ શુદ્ધિ મેળવી. અનશનની સમ્યપણે આરાધના કરી પ્રથમ દેવલોકમાં અરુણાવસંતક વિમાનમાં ઉપજયા.
(eo)
(૮)