________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) કારણ કે જે પરિસ્થિતિ સર્જાય તે સ્વકૃત જ હોય છે. પરિષહો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના કોઈપણ જીવો તરફથી આવી શકે.
ગોંડલ સંપ્રદાયના આદ્યસંસ્થાપક, નિદ્રાવિજેતા, એકાવતારી, આચાર્ય ભગવંત પૂજયપાદ શ્રી ડુંગરસિંહજી મ.સા. ના જન્મદાત્રી, રત્નકુક્ષિણી માતા હીરુબાઈએ પણ સંયમ લીધો હતો. ઈતિહાસ કહે છે કે એકદા આ સાધ્વી રત્ના હીરબાઈ મહાસતીજી ગોંડલ – ગાદીના ગામમાં પટેલની ડેલીના ઉપાશ્રયની ઓસરીમાં રાત્રિના સમયે પોતાના નિયમ મુજબ ધ્યાનસ્થ બેઠા હતા. એકાએક ત્યાં એક શિયાળ આવ્યું. પોતાના તીક્ષ્ણ દાંતો અને ધારદાર અણીવાળા નખો વડે હીરુબાઈ મ.સ. ના શરીરને વિદારવા લાગ્યું, પણ સત્ત્વશાળી આત્મા જરામાત્ર પણ ડગ્યા નહિ. “દેહ અને આત્મા ભિન્ન છે” આ વાતને આજસુધી થિયરીકલ વિચારી હતી, આજે એ વાતને પ્રેક્ટીકલ અનુભવવાનો સમય આવી ગયો, જાણે કે ભેદજ્ઞાનની પરીક્ષાનો સમય આવ્યો. પૂજય મહાસતીજી સ્વસ્થપણે ચિંતવે છે કે, “પ્રતિજ્ઞાના મૂલ્ય તો પ્રાણથી ચૂકવાય.” ભગવાન મહાવીરે તો એક રાત્રિમાં સંગમ દેવના ૨૦મહાઉપસર્ગો સમભાવે સહ્યા હતા, મારે તો માત્ર એક શિયાળનો ઉપસર્ગ જ સહન કરવાનો છે. આવું ચિંતવતા ચિતવતા દેહાધ્યાસ છોડી, દૃઢતાપૂર્વક ઉપસર્ગ સહી રહ્યા હતા.
શિયાળ રસના ઈન્દ્રિયના વિષયમાં ગૃદ્ધ બન્યું, એવી રીતે માંસ ખાતું હતું કે, જરાય અવાજ થતો ન હતો. પૂ. મહાસતીજીને ત્રણ કલાક ધ્યાન કરવાનો નિયમ હતો ! શિયાળ રસાસ્વાદમાં વૃદ્ધ અને સાધ્વીજી આત્માનંદમાં તલ્લીન હતા. બીજા સાધ્વીજીઓ સૂતા હતા. શિયાળ ગયું ત્યારે લોહીથી ખરડાયેલા વસ્ત્રોથી કાયા લથપથ થઈ ગઈ હતી, હાડ-માંસ લબડી રહ્યા હતા. ધ્યાન પૂર્ણ થતાં એમણે સાધ્વીજીઓને ઉઠાડ્યા. લોહીલુહાણ શરીરમાંથી લોહી ટપકી રહ્યું હતું, બધા થરથરી ગયા. શિયાળના ઉપસર્ગની વાત કરી અને
(૮૦).
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સ્વસ્થતાપૂર્વક કહ્યું કે, ભગવાન મહાવીરના ઉપસર્ગો સામે તો સામાન્ય ઉપસર્ગ ગણાય. હવે વિલંબ ન કરો ! પૂજય ગુરુદેવને જાણ કરો. જાણ થતાં બીજે દિવસે સવારમાં પૂ. આચાર્ય ભગવંત પધાર્યા. માતા સાધ્વીને આલોચના કરાવી. સંથારાના ભાવ જાણી, સંથારાના પચ્ચખાણ કરાવ્યા. તેઓનો સંથારો ૧૮ દિવસ ચાલ્યો. આલોવી, પડિક્કમી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
આ વિષમ પંચમકાળમાં પણ આવા સહનશીલ આત્માઓ થયા છે, તેનો આ અત્યુત્તમ આદર્શ દાખલો છે.
જો કે, સંયમજીવનનો સ્વીકાર એટલે જ પ્રતિકૂળતાઓનો સ્વીકાર ! પ્રતિદિન સાધકને કંઈક પ્રતિકૂળતાનો તો સામનો કરવો જ પડે. જાણે કે પ્રતિકૂળતા જ સાધુતાનો પર્યાય છે. પ્રતિકૂળતામાં જ સાધુની સાધુતા નિખરે ! ઉપસર્ગો આવે ત્યારે જ ક્ષમા વધારે ચમકમાં આવે. પ્રતિકૂળતા જ સાધકજીવનની સાધનામાં અભિવૃદ્ધિ કરાવે ! વાસુદેવ, બળદેવ, ચક્રવર્તીઓ કરતાં અનેકગણું સામર્થ્ય ધરાવતા તીર્થંકરો તો આંખના ઈશારે સમગ્ર બ્રહ્માંડને ખળભળાવી શકે, છતાં ખીલા ઠોકનાર ગોવાળિયો, પગનો ચૂલો બનાવી ખીર રાંધનાર ખેડૂત, ચંડકૌશિક જેવો દૃષ્ટિવિષ સર્પ ! કમઠતાપસ કે સંગમદેવ, કટપૂતના વ્યંતરી આદિ સામાન્ય જીવોના આવેશ, આવેગ, પ્રહારો, કષ્ટો, ઉપસર્ગોને હસતા મુખે સહ્યા, જેથી તેઓ ૧૦૦ % શુદ્ધ સુવર્ણ જેવા શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા. કેવળ જ્ઞાન (કેવળ = માત્ર... જ્ઞાન દશા) ને પામ્યા. “No rest without test.” અર્થાત્ સંકટ વિના સિદ્ધિ નહિ, આપત્તિ વિના આરામ નહિ, કસોટી વિના કલ્યાણ નહિ. ટૂંકમાં, કહીએ તો પરિષદો અને ઉપસર્ગો તો સાધક જીવનના મંગલ અવસર ગણાય !
મુનિજીવનની બાળપોથી સમા શ્રી દશવૈકાલિક સૂત્રની બીજી ચૂલિકાની ત્રીજી ગાથામાં કહ્યું છે કે, “પુસો સંસારો, રસોડાને તરસ ઉતારો ”
(૮૮)