Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 46
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) અર્થાત્ અનુસ્રોત (અનુકૂળતાઓ) સંસાર છે (સંસારવૃદ્ધિનું કારણ છે) અને પ્રતિસ્ત્રોત (પ્રતિકૂળતાઓ) તે સંસાર પાર પામવાનો ઉપાય છે. ભગવંત કહે છે, “હે મારા વ્હાલા સાધક-સાધિકાઓ ! શ્રી દશવૈકાલિક સૂત્રના આ ભાવોને હરહંમેશ નજર સામે રાખવાં, જેથી નિષ્ફટકપણે સંયમયાપન થઈ શકે.” હે સાધકો ! ‘કરેમિ ભંતે' નો પાઠ ભણ્યા એટલે અનુકૂળતાઓનો ત્યાગ અને પ્રતિકૂળતાઓનો સહર્ષ સ્વીકાર ! સાધક પ્રતિદિન એવું ચિંતન કરે કે, “મારા આત્માએ ચતુર્ગતિ રૂપ સંસારના પરિભ્રમણમાં અનંતવાર જે દુ:ખો કે જે પ્રતિકૂળતાઓને સહન કર્યા, તેની અપેક્ષાએ આ દુ:ખો તો સિંધુ પાસે બિંદુ જેવા છે, મેરુપર્વત પાસે સૂક્ષ્મ અણુ જેવા છે.” ‘અધ્યાત્મ કલ્પદ્રુમ' નામક ગ્રંથમાં કહ્યું છે કે, “એકાંત કર્મનિર્જરાની ભાવના વિના જીવે અનંતભૂતકાળમાં જે સહ્યું, જેટલું સહ્યું તેના કરતાં એકાંત કર્મનિર્જરાની ભાવનાથી મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ ભાવનાના પરિણામો પૂર્વક થોડું પણ સહે તો ભવાંતરમાં સઘળા દુઃખો ટળે, અવ્યાબાધ સુખ સદાને માટે મળે.” જેમ વિદ્યાર્થીને ૯૫% રીઝલ્ટ મેળવવા માટે પ્રમાદ ત્યાગી અભ્યાસ કરવો જરૂરી છે, વેપારીને સારી કમાણી માટે સીઝનમાં ગફલતમાં ન રહેતા પરિશ્રમ કરવો જરૂરી છે, તેમ અવ્યાબાધ સુખના અભિલાષી સાધકોએ પણ અપ્રમત્તપણે પ્રતિકૂળતાઓને આહવાન કરતા રહેવું જોઈએ અને મોજથી સહેતા રહેવું જોઈએ. તો જ પેલું નાનકડું વાક્ય.... “સહે તે ભારે” બોધ વાક્ય રૂપે ચરિતાર્થ થાય. જે સહન કરે તે આત્મા ગરિમાવંત બની શકે. અમારા દાદા ગુરુદેવ પૂજયપાદ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણલાલજી મહારાજ સાહેબ આહાર કર્યા બાદ રાઉન્ડ મારતા તે વખતે બોલતા કે, “પુત્રી સામે મુળ સર્વજ્ઞા” અર્થાત્ મુનિએ પૃથ્વી જેવા બનવું જોઈએ. જેમ પૃથ્વી જીવ- (૮૯) -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) અજીવ સૃષ્ટિનો ભાર સહે, કોઈ ધરતીના પેટાળ તોડે ફોડે, ધરતી પર ગંદકી કરે, કચરાના ઢગલા કરે, બહુમાળી મકાનો બનાવે પણ પૃથ્વીમાતા આ બધું સહી લે. એ રીતે મુનિએ કંઈપણ પ્રતિકાર કર્યા વિના મૌનપણે ઉપસર્ગો - પરિષહ સહેવા જોઈએ. ૧૨ ઉપાંગસૂત્રમાં બીજું શ્રી રાયપરોણીય સૂત્ર છે, તેમાં કૈક્યાઈ દેશમાં ઋદ્ધિ સમૃદ્ધિયુક્ત શ્વેતાંબિકા નગરીના પ્રદેશ રાજાનો અધિકાર છે. તે રાજા અધર્મશીલ, પાપાચારી, અધર્મપ્રચારક આદિ અનેક અવગુણયુક્ત હતો. પ્રદેશી રાજા હિંસાનો પ્રવર્તક હતો. સતત મારો ! છેદો ! ભેદો ! આદિ શબ્દો બોલતો. તેના હાથ પ્રાયઃ લોહીથી ખરડાયેલા રહેતા, પણ તેના ભાગ્યયોગે કલ્યાણ મિત્ર સમાન ચિત્ત નામે સારથિ હતો. રાજાને ધર્મમાર્ગે વાળવાનો તેમનો ભાવ હતો. એકદા કેશીકુમાર શ્રમણ શ્રાવસ્તિ નગરીમાં પધાર્યાના સમાચાર મળતા, યેનકેન પ્રકારેણ તેમની પાસે પ્રદેશ રાજાને લઈ ગયો. સંત સમાગમ થયો. “સત્રાંતિઃ ફ્રિ ન રોતિ પુંસામ્ ?” સત્સંગ માનવજીવનમાં શું ન કરે ? ભલભલાના જીવનમાં ધરખમ પરિવર્તનો આવે. એ ન્યાયે પ્રદેશ રાજાના અનેક પ્રશ્નોનું કેશીકુમાર શ્રમણે સમ્યક્ સમાધાન કર્યું. રાજાના જીવનનું પરિવર્તન થયું, અધર્મીમાંથી ધર્મી બન્યો. અવિરતિને બદલે ૧૨ વ્રતધારી શ્રમણોપાસક બન્યા. હવે તેઓ રાજય, રાષ્ટ્ર, સેના, વાહન, ભંડાર, કોઠાર, અંતઃપુર, નગર, જનપદ આદિથી ઉદાસીન રહેવા લાગ્યા. શ્રમણોપાસક પ્રદેશી રાજાની ઉપેક્ષાથી કંટાળેલી, અત્યંત નિટની વ્યક્તિ તેને ઉપસર્ગ આપવાનું વિચારે છે. “પૂર્વજન્મનો કટ્ટર શત્રુ આ ભવમાં અત્યંત નિકટની વ્યક્તિ બની વેર વાળ” એ ન્યાયે રાણી સૂરિકતાએ જયારથી (૯૦).

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109