________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો ) વિશલ્યા અને મહાશતકની કથા
- ડૉ. ભાનુબેન જે. શાહ (સત્રા)
(જૈનદર્શનના વિદ્વાન ભાનુબહેન શાહ (સમા) એ શ્રાવક કવિ બાષભદાસની રચનાઓ પર મહાનિબંધ લખીPh.D. કર્યું છે. સુમિત્ર રાજશ્રી રાસ પર સંશોધન કરેલ છે.)
ભગવાન મહાવીરની ધર્મ પ્રરૂપણાના મુખ્ય બે અંગ છે – અહિંસા અને કષ્ટસહિષ્ણુતા. ભારતીય સંસ્કૃતિ શૌર્ય અને વીરતાની ઉપાસક છે.
દુ માનમ્' આ જૈન ધર્મનો અનોખો અને મહત્ત્વનો સંદેશો જૈન મનીષીઓ દ્વારા પ્રસારિત થયો છે; જેમાં ઉપસર્ગ અને પરિષહને ઘૂંટણીએ ન પડતાં તેની સામે પડકાર ફેંકી આત્મિક બળને ઉજાગર કરવાનો અધ્યાત્મ માર્ગ છુપાયેલો છે.
જિંદગી એક સતત ખેલાતો જંગ છે. તેમાં દૈહિક, દૈવિક આદિ સમસ્યાઓ આવે છે. અજ્ઞાની દુ:ખ આવી પડતાં દેકારો મચાવે છે, ભાગ્યને નિંદે છે, પ્રતિકૂળ સમય ચાલી રહ્યો છે એવું બોલી સમયને ભાંડે છે; જ્યારે જ્ઞાનીઓ પ્રતિકૂળતાને ગળે લગાવી, પ્રસન્નતાપૂર્વક, માનસિક સ્વસ્થતા જાળવી પ્રતિકૂળતાને કર્મનિજરાનો સુભગ અવસર સમજી, અફસોસભરી જિંદગીને આનંદમાં પલટી નાખે છે.
આત્યંતર જગતમાં સાધક પ્રતિકૂળતાની હેરાફેરી કરે તો ખરા માર્ગથી ચાતરી જાય છે, જયારે વિરોધી કે વિકટ પરિસ્થિતિને સમભાવે સાંખી લેનારો સહિષ્ણુ બની પરમધામને પામી ખાટી જાય છે.
જૈન કથા સાહિત્યના વિશાળ સાગરમાંથી અહીં ઉપસર્ગો અને પરિષહોની વચ્ચે સાફલ્યગાથા દર્શાવતી ત્રણ કથાઓનું આગમન થયું છે. આ
(૦૩)
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) કથાઓ આત્માની અનંત શક્તિની અનુભૂતિ કરાવે છે. વિશલ્યાઃ (આધાર ગ્રંથ : ત્રિ.શ.પુ. ચરિત્ર - પદ્ય)
ભારતીય સંસ્કૃતિ સદાચાર અને તપોમય છે. સતયુગમાં પણ શીલત્વના પ્રભાવે અનેક ચમત્કારો સર્જાયા છે. જેમકે, અનલકુંડ, જલકુંડ બન્યો, ચાળણીમાં પાણી ભરાયું, નદીમાં આવેલ ઘોડાપૂર એકાએક ઉપશાંત થયું, સર્પમાંથી માળાનું સર્જન અને શૂળીનું સિંહાસન બન્યું એવા દેવત્વ સૂચક દૃષ્ટાંતો જૈન આગમ સાહિત્યમાં નોંધાયેલા છે.
રામાયણમાં વાસુદેવ લક્ષ્મણની ૧૬OOO પત્નીઓમાં પટ્ટરાણી પદે નિયુક્ત વિશલ્યા રાણી પ્રાતઃ સ્મરણીય સોળ સતીઓની જેમ પવિત્ર અને પુણ્યવંતી નારીઓની હરોળમાં બેસી શકે. જેના સ્પર્શ માત્રથી ભલભલા ઉપદ્રવો દૂર થઈ જતા. અરે ! વિશલ્યાએ નાવણ કરેલું જળ એટલું અસરકારક હતું કે, જેના ઉપર છાંટવામાં આવે તેનો મરકી રોગ નાબૂદ થઈ જતો. વળી, જેને મંત્ર-તંત્રની સનક ચડી હોય તે પણ તત્કણ ઉપશાંત થઈ જતી. વાસુદેવ લક્ષ્મણ
જ્યારે રાવણની અમોઘ શક્તિથી મૂચ્છિત થયા ત્યારે વિશલ્યાનો માત્ર હસ્ત સ્પર્શ થતાં જ ચેતનવંત થયા હતા. ધરણેન્દ્ર જેવા ધરણેન્દ્રથીઅધિષ્ઠિત થયેલી શક્તિ વિશલ્યા સમક્ષ શક્તિહીન થઈ ગઈ. તેની પાછળ મુખ્ય કારણ હતું વિશલ્યાના પૂર્વ ભવનું તપ અને શીલનું બળ !
અપરંપાર આપત્તિઓ અને અણધારી ઘટનાઓથી જીવનમાં અનેક આઘાત-પ્રત્યાઘાતો સહન કરનારી અનંગસુંદરી (વિશલ્યાનો પૂર્વ ભવ) નું જીવનચરિત્ર રોમાંચક અને પ્રેરક છે.
આ વિશલ્યા પૂર્વે મહાવિદેહ ક્ષેત્રની પુંડરિક વિજયમાં ત્રિભુવનાનંદ નામના ચક્રવર્તીની અપાર સૌંદર્યવાન પુત્રી અનંગ સુંદરી હતી. જયારે તેણીએ
(૦૪)