________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - દેવલોકની દેવસભામાં સંખ્યાબંધ દેવો બેઠેલા - બધા દેવો ઈન્દ્રની વાત સ્વીકારે છે પણ તેમાંના બે દેવોને શંકા થાય છે, તેથી બ્રાહ્મણનું રૂપ લઈ હસ્તિનાપુર નગરમાં આવે છે અને સનતકુમાર ચક્રવર્તીના રાજમહેલમાં જાય છે. તે સમયે સનતકુમાર સ્નાન કરતાં પૂર્વે શરીરે મર્દન કરાવી રહેલ. દેવોએ આવી જોયું કે ઈન્દ્ર કરેલ પ્રશંસા કરતાં પણ અધિક સ્વરૂપવાન ચક્રવર્તી છે. દેવોનું મન આનંદિત થયું. તે સમયે ચક્રવર્તીએ બ્રાહ્મણરૂપધારી દેવોને પૂછ્યું, વિપ્રવર ક્યાંથી પધારો છો? શા પ્રયોજને આવ્યા છો !” જવાબમાં દેવો કહે છે, “અમે પરદેશી બ્રાહ્મણો છીએ. આપના રૂપની પ્રશંસા સાંભળી જોવા આવ્યા છીએ.” એ જ સમયે ચક્રવર્તીને માન કષાયે દેહરાગમાં મોહાન્વ બનાવ્યા. મનમાં રૂપનો ગર્વ આવ્યો અને ગર્વથી બોલ્યા, “મારું રૂપ જોવું હોય તો અત્યારે નહીં, પણ સ્નાન કરી વસ્ત્ર, આભૂષણો, અલંકારો પહેરી રાજસભામાં બેસું ત્યારે તમને મારું ખરું રૂપ જોવા મળશે.”
બ્રાહ્મણવેશધારી દેવોએ કબૂલ કર્યું. થોડા સમય પછી ચક્રવર્તી સનતકુમાર વસ્ત્રાલંકારોથી વિભૂષિત થઈ રાજસભામાં આવી રાજસિંહાસને બેસે છે અને કહે છે કે, પેલા પરદેશી બ્રાહ્મણોને હવે મારું રૂપ જોવા બોલાવો. બ્રાહ્મણ વેશધારી દેવો આવ્યા અને... અને... દેવોએ સ્વયંના અવધિજ્ઞાનથી ચક્રવર્તી સામે જોયું અને માથું ધુણાવ્યું. એ જોતાં રાજાએ પૂછ્યું, “કેમ માથું ધુણાવો છો ?” ત્યારે દેવો કહે છે, “રાજન ! પહેલાના રૂપમાં અને અત્યારના રૂપમાં આસમાન જમીનનું અંતર છે. અત્યારે આપના શરીરમાં સોળ મહારોગ ઉત્પન્ન થઈ ગયા છે.” આ સાંભળી ચક્રવર્તી ચમક્યા કે આ શું કહો છો ! આની ખાતરી શું ! દેવોએ કહ્યું, “આપના મોઢામાં રહેલા પાનની પીચકારી એક રકાબીમાં નાખો અને પછી જુઓ.” તુરંત ચક્રવર્તીએ તેમ કર્યું અને જોયું
(૬૯)
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) તો એ પીચકારીમાં અસંખ્ય કીડા ખદબદતા હતા, એ જોતાં જ રાજાનો શરીરના રૂપનો ગર્વ ઓગળી ગયો, દેહાસક્તિ છૂટી ગઈ, એટલું જ નહીં પણ શરીર,
સ્વજનો, સંબંધીઓ, રાજવૈભવ સર્વ પ્રત્યેની અશરણતાનું, દેહની અનિત્યતાનું ચિંતન કરતાં રાજનનો અંતરાત્મા જાગૃત બની ગયો અને તુરંત પુત્રને રાજય સોંપી સર્વવિરતિ ધર્મરૂપ ચારિત્રનો સ્વીકાર કરે છે. ચારિત્ર ધર્મના સ્વીકાર સાથે જ પ્રતિજ્ઞા લીધી કે શરીરની સુશ્રુષા તથા રોગાદિ માટે ઔષધોપચાર કરવા નહીં, કરાવવા નહીં.
ઈતિહાસ કહે છે કે ઘણા વર્ષો સુધી દુષ્કર તપશ્ચર્યાદિ કરવાથી તેઓશ્રીએ અનંતા કર્મોની નિર્જરા સાથે અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરેલ પણ ક્યારેય કોઈપણ લબ્ધિનો ઉપયોગ સ્વયંના દૈહિક સુખ કે શાતા માટે, અત્યંત પીડા આપતા મહારોગોને મટાડવા માટે કર્યો નથી, બલ્ક આવેલા રોગના પરિષહને સમતાભાવે, આત્માની ઉજજવળ ઉજાગર દશાએ સહન કર્યો. એની સહનશીલતાના વખાણ ફરી, દેવસભામાં ઈન્દ્ર મહારાજાએ કર્યા અને બે દેવો વૈદ્યનું રૂપ લઈ સનતકુમારમુનિ જંગલમાં જયાં ધ્યાન કરી રહેલા ત્યાં આવે છે અને કહે છે કે અમે વૈદ્ય છીએ, આપનું શરીર રોગોથી ગ્રસ્ત અને ત્રસ્ત છે તે જાણવા મળતાં ઔષધોપચારથી આપની સેવા કરવા આવ્યા છીએ.
સનતકુમારમુનિ તે સમયે કહે છે કે, હું જન્મમરણના દુ:ખોથી અને ભવરોગથી પીડાઈ રહ્યો છું, એ પીડા દૂર કરવાનું ઔષધ આપની પાસે હોય તો આપો. દેવો કહે છે, “અમારી પાસે તો શરીરના રોગને દૂર કરવાનું ઔષધ છે.” ત્યારે મુનિ કહે છે, “એને શું કરું? આ શરીર તો નાશવંત છે, જડ છે, અશુચિનું, રોગોનું ઘર છે. એની ઔષધિ તો આ રહી.” તેમ કહી જરાક ઘૂંક લઈ દેવોને બતાવવા આંગળીએ અડાડે છે અને આંગળીમાંથી રોગ દૂર થતાં
(૭૦)