Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 20
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો પરેશાન કર્યા. હવે આ મહાશક્તિધારક યોગીપુરુષ પાસે મારું કાંઈ ચાલે તેમ નથી, તેમ સમજીને શરણાગતિ સ્વીકારી લીધી અને ગદ્ગદિત અવાજે કહ્યું કે હે મહાત્મન ! હું તમારી માફી માગું છું અને આજથી પ્રતિજ્ઞા કરું છું કે હવે કોઈને પીડિત કરીશ નહીં. આટલું બોલી વ્યંતરદેવ સ્વસ્થાને ચાલ્યો ગયો. તુરંત જ પૂ. જયચંદ્રજી મ.સા. આળસ મરડીને બેઠા થઈ ગયા. આ રીતે તપસ્વી, પૂ. માણેકચંદ્રજી મ.સા. ની દિવ્યશક્તિથી ઉપસર્ગનું નિવારણ થયું. આજથી લગભગ ૧૧૦ વર્ષ પૂર્વે પૂ. તપસ્વી માણેકચંદ્રજી મ.સા. વિહાર કરી રહ્યા હતા. સાંજના સમયે એક ગામમાં પહોંચ્યા. ત્યાં રાત્રિવિશ્રામ માટે સ્થાનની યાચના કરી પણ ક્યાંય સ્થાન પ્રાપ્ત થયું નહીં. અંતે એક ભાઈએ ગામને છેવાડે એક અવાવરુ મકાન બતાવી ત્યાં રહેવાનું કહ્યું. મુનિરાજે આજ્ઞાપૂર્વક સ્થાન ગ્રહણ કર્યું. તે મકાનમાં કોઈ પ્રેતાત્માનો વાસ હતો. મુનિરાજે મકાનમાં પ્રવેશ કર્યો ત્યાં જ તેઓ જાણી ગયા પરંતુ સૂર્યાસ્ત થઈ રહ્યો હતો તેથી અનિવાર્ય પરિસ્થિતિમાં તે સ્થાનમાં રહ્યાં. મુનિરાજે સાયંકાલીન પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયાઓ પૂર્ણ કરી. રાત્રિના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરીને બીજા પ્રહરમાં ધ્યાનસ્થ બની ગયા. તેઓ એક પ્રહરના ધ્યાન અનુષ્ઠાનનો સંકલ્પ કરીને બેઠા હતા. સમય વ્યતીત થતાં મધ્યરાત્રિનો સમય થયો. ત્યાં પેલો પ્રેતાત્મા પોતાના વિકરાળ સ્વરૂપે પ્રગટ થયો. તેણે અટ્ટહાસ્ય સહિત જોરજોરથી અવાજ કરવાના શરૂ કર્યા. સામાન્ય માણસ ભયભીત થઈને કંપી ઊઠે તેવી પરિસ્થિતિ થઈ હતી. તપસ્વીજી મ.સા. દૈવી ઉપસર્ગને સમજી ગયા. તેઓ નિર્ભય હતા. નિર્ભયતા તે સાધનાની પ્રાથમિક શરત છે. જે સાધક વિપરીત (૩૦) -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પરિસ્થિતિમાં પણ ભયભીત થતાં નથી તે જ આત્મસાધનામાં આગળ વધી શકે છે. એક રાત્રિમાં દેવકૃત વીસ મારણાંતિક ઉપસર્ગો પ્રભુ વીરે સહન કર્યા હતા. આ પણ પ્રભુ વીરના વંશ અને અંશ હતા. તેઓ અંશ માત્ર ચલ-વિચલ થયા નહીં, તેમનું રૂંવાડું માત્ર ફરક્યું નહીં. એકદમ સ્વસ્થતાથી આત્મભાવે પોતાનું અનુષ્ઠાન પૂર્ણ કરી દેવકૃત ઉપસર્ગના વિજેતા બન્યા. પ્રાતઃકાલે ત્યાંથી વિહાર કરતાં પહેલાં તે પ્રેતાત્માને કોઈપણ સંતો કે અન્ય કોઈપણ જીવોને પરેશાન ન કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ કર્યો. પ્રેતાત્મા પણ આ મહાસંતના પ્રભાવથી, તેમની ધીરતા - વીરતા - ગંભીરતાથી પ્રભાવિત થઈ ગયો અને તેમની શરણાગતિ સ્વીકારી કાયમ માટે તેમનો સેવક બની ગયો. ત્યારપછી તે દેવ હંમેશાં તપસ્વીજી મ.સા. ની સેવામાં રહેતો હતો. તે દેવ દરરોજ વહેલી સવારે મુનિરાજ પાસે આવે, તેમને ઉઠાડે અને મુનિરાજ રાત્રિના પાછલા પ્રહરમાં સ્વાધ્યાય કરતા હોય, તે સાંભળવા બેસતો હતો. તેમજ તે દેવે જ મુનિરાજને મૃત્યુનો સંકેત આપ્યો હતો. દેવના સંકેત અનુસાર પૂ. તપસ્વીજી મ.સા. એ સંથારો ગ્રહણ કરી અંતિમ આરાધના કરી હતી. આ રીતે તપસ્વીજી મ.સા. ની સાધનામાં દેવો અનુકૂળ થઈ તેમની સેવામાં પણ રહ્યા છે અને કોઈક દેવોએ પ્રતિકૂળતા પણ પ્રગટ કરી છે પરંતુ આ બંને પરિસ્થિતિને પૂ. મુનિરાજે સમભાવે સ્વીકારી પોતાની સાધનાને અસ્મલિત બનાવી છે. રોગપરિષહ વિજેતા અપૂર્વ શ્રુત આરાધિકા પૂ. ગુરુણી શ્રી લીલમબાઈ મહાસતીજી સનતકુમાર ચક્રવર્તીના રોગપરિષહ વિજયની ઈતિહાસના પાને (૩૮)

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109