________________
—ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો સુવર્ણાક્ષરે લખાયેલી વાતોનો આ કલિકાલમાં આંશિક રૂપે સાક્ષાત્કાર કરાવનારા હતા ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. (જેમનું પાવન નામ આ રીચર્સ સેન્ટર સાથે જોડાયેલું છે) તથા સરલમના ફૂલ - આમ ગુરુણીના સુશિષ્યા ગુરુ પ્રાણ આગમ બત્રીસીના પ્રધાન સંપાદિકા, અપૂર્વ શ્રત આરાધિકા પૂ. લીલમબાઈ મહાસતીજી.
“જે છે તેને સહન કરો. ઉપચાર કરાવ્યા વિના સહન કરો' - આ સૂત્રને આત્મસાત્ કરીને તેઓ રોગપરિષહ વિજેતા બન્યા હતા.
તેમના સંયમી જીવનનો એક દશકો વ્યતીત થયો. ગુર્વાજ્ઞાનુસાર સ્વાધ્યાય અને ધ્યાનમાં પરિપક્વતા પ્રાપ્ત કરી. શાસન પ્રભાવનાનો સુયોગ શરૂ થઈ રહ્યો હતો, ત્યાં જ અશાતાના ઉદયે જોરદાર થપાટ મારી. પૂ. મહાસતીજી સૌરાષ્ટ્રના મેંદરડા ગામમાં વ્યાખ્યાનની પાટે બેસીને વ્યાખ્યાન ફરમાવી રહ્યા હતા. અચાનક તેમના હાથમાંથી વ્યાખ્યાનનું પૂઠું પડી ગયું અને તેમને એકદમ ચક્કર આવવા લાગ્યા. વ્યાખ્યાન અધૂરું રહ્યું અને મહાસતીજીને રૂમમાં લાવ્યા. કદાચ પૂર્વના કોઈની સાથેના વિપરીત ઋણાનુબંધ ચાલુ થયા હોય તેમ સમજાઈ ગયું. સહવર્તી સતીજીઓ અચાનક આવેલી આપત્તિથી મુંઝાઈ ગયા. જેમ જેમ ઉપચારો કરે, તેમ તેમ અશાતા વધતી જતી હતી. આવી જોરદાર અશાતામાં જેમની અંતરચેતના જાગૃત હતી તેવા દેઢ મનોબળી પૂ. સ્વામીએ વાસ્તવિકતાને મનોમન સ્વીકારી લીધી. સ્વયં સમજી ગયા અને નાના સતીજીઓને કહી દીધું કે મારે ઉપચારો કરવા નથી. પરમાત્માના સિદ્ધાંત અનુસાર જે છે તેને માત્ર સહન કરવું છે.
પૂ. મહાસતીજી સંપૂર્ણ સ્વસ્થપણે અશાતાને ભોગવી રહ્યા હતા. ક્યારેક અશાતામાં થોડેઘણે અંશે સુધારો લાગે, આ રીતે સમય વ્યતીત થઈ રહ્યો હતો,
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ત્યાં અચાનક એક રાત્રે અશાતાનો ઉપદ્રવ વધી ગયો. બી.પી. એકદમ ડાઉન થઈ ગયું. શ્વાસની ગતિ મંદ પડી ગઈ, રાત્રિનો સમય હોવાથી કોઈપણ ઉપચાર શક્ય ન હતા. સવાર પડશે કે નહીં તેનો ભરોસો ન હતો. મૃત્યુ નજર સામે દેખાવા છતાં તેઓ પૂર્ણ સજાગ અને સાવધાન હતા. “મને અંતિમ આરાધના કરાવો, હું આપ સહુને તથા જગતના તમામ જીવોને ખમાવું છું.” આ પ્રમાણે સહુને ખમાવીને તેઓએ સ્વયં મનોમન મૃત્યુની તૈયારી કરી લીધી. मुणिणो सया जागरंति ।
- શ્રી આચારાંગ સૂત્ર મુનિ સદા જાગૃત હોય છે. આ સૂક્તિ પૂ. મહાસતીજીમાં ચરિતાર્થ થયેલી જોઈ શકાતી હતી. સાધક તે જ છે, જેને જીવનની કોઈ આશા કે મૃત્યુનો અંશમાત્ર ભય હોતો નથી, તેમનું લક્ષ્ય માત્ર ભાવશુદ્ધિનું હોય છે. આ લક્ષ્યથી દૂર ન થવાય તેના માટે તેઓ સાવધાન હોય છે. જીવન-મરણની વચ્ચે ઝૂલતા રાત્રિ પસાર થઈ. બીજા દિવસથી તેઓ પુનઃ સંયમસાધનામાં તલ્લીન બની ગયા.
એકવાર તેઓ સૌરાષ્ટ્રથી વિહાર કરી બોમ્બે તરફ પધારી રહ્યા હતા. લીંબડી પહોંચવાના હતા તેના આગલા દિવસે જ વિધિના ખેલ બદલાયા. વિહાર કરતા અચાનક તેમની ગતિ સ્થગિત થઈ ગઈ. એક પગલું પણ ચાલી શકે નહીં, માથું ચક્કર ચક્કર ફરવા લાગ્યું, આંખે અંધારા આવવા લાગ્યા. બે બાજુથી બે વ્યક્તિનો સપોર્ટ લઈ ૨૦- ૨૫ કદમ ચાલ્યા પણ પછી હિંમત ખૂટી ગઈ. રસ્તા પર બેસી ગયા. ગંતવ્ય સ્થાન દૂર હતું. શું કરવું? સામે એક ઝૂંપડી દેખાતી હતી. ગમે તેમ કરીને મહાસતીજીને ઝૂંપડી સુધી પહોંચાડ્યા, ત્યાં થોડીવાર સૂવડાવ્યા. આ પરિસ્થિતિ સામે ઊભા રહેલા ગાડાવાળાએ જોઈ હતી. તેણે આવીને કહ્યું કે માતાજી ! અહીંથી સામે જ વસ્તડી ગામ છે. વચ્ચે માત્ર આ દોઢ કિ.મી. નો
(૩૯)
(૪૦)