________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પ્રભુની દેશના સાંભળવા ગયા. પ્રભુની ઉપશમરસથી ભરેલી દિવ્ય દેશના સાંભળતા અનેક ભવ્ય જીવોના અંતરમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. સંસારની અસારતા સમજાતા ઢંઢણકુમાર તેમજ અન્ય કેટલાક ભાવિકો પ્રભુ મુખે મુનિવ્રતો ધારણ કરી સંયમની સાધના માટે અગ્રેસર બને છે. જ્ઞાન - દર્શન - ચારિત્ર - તપની યથાર્થ આરાધના કરતા, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરે છે.
બન્યું છે એવું કે, દીક્ષા લીધા પછી ઢંઢણ મુનિ ગૌચરી માટે અનેક ઘરોમાં જાય છે પણ તેમને નિર્દોષ આહાર-પાણીનો લાભ થતો નથી. રોજ આવું બની રહ્યું છે. ઢંઢણ મુનિ પાછા ફરે છે અને શાંત ભાવે ઉપવાસ ધારણ કરી લે છે. એ તો ઠીક પણ તેઓની સાથે જે સાધુઓ જાય, તેમને પણ ગૌચરી મળતી નથી. આવું કેમ બને છે તે કોઈને સમજાતું નથી, છતાં શાસ્ત્રવચન અનુસાર ‘૩નામો તે ન તન્ના' અલાભનો પરિષહ આવે અર્થાત્ જોઈતી વસ્તુની પ્રાપ્તિ ન થાય, તો પણ મુનિનું મન દુઃખી થતું નથી. સાધુ શોક ન કરે, હતાશ કે નિરાશ ન થાય, પરંતુ સહજ રૂપે તપ સાધનાનો યોગ થયો એમ માનીને સમભાવમાં રહે. મુનિ ઢંઢણકુમાર આ જ ભાવોમાં લીન છે.
એક દિવસ કેટલાક મુનિ ભગવંતો પરમાત્મા નેમનાથ સમીપે જઈ, વિનય સાથે બે હાથ જોડી, નતમસ્તકે પ્રભુ પાસે પ્રશ્ન રજૂ કરે છે, “પ્રભો ! ઢંઢણ મુનિશ્વરને ગૌચરી ન મળવાનું કારણ શું? જેઓ કૃષ્ણ-વાસુદેવ જેવાના પુત્ર છે ! આપ જેવા તીર્થકરના શિષ્ય છે ! વળી, ધાર્મિક સુસંપન્ન અને ઉદાર ચિત્ત ગૃહસ્થો જ્યાં વસી રહ્યા છે, એવી આ નગરી છે. બધા જ સુભગ યોગસંયોગ હોવા છતાં આમ કેમ?”
આ સાંભળતા ચાંદીની ઘંટડી જેવો મધુર – મનભાવક સ્વર રણકી
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ઊડ્યો, “દેવાનુપ્રિય ! તેમના પૂર્વ ભવના અંતરાય કર્મના ઉદયના કારણે આમ થાય છે. કરેલા કર્મો તો સહુને ભોગવવા જ પડે છે.” મુનિઓ વિચારે છે, આવું કર્મ ક્યા કારણે બંધાયું હશે?
સર્વજ્ઞ - સર્વદર્શી જિનેશ્વર પરમાત્મા મુનિઓના અંતરભાવ જાણી ગયા. તેઓ ઢંઢણ મુનિના પૂર્વભવનો વૃત્તાંત બતાવે છે –
પૂર્વે મગધ દેશમાં પરાશર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. નગરના રાજાએ રાજયના ખેતરોને સંભાળવાનું કાર્ય તેને સોંપ્યું હતું. પરાશર અનેક માણસોને રોકી રાજયના ખેતરોમાં ધાન્ય વાવવાનું કામ કરાવતો હતો. માણસોને રોજી-રોટી મળી રહેતી હતી. દર વર્ષે સારો પાક ઉતરતો હતો. રાજા ખુશ હતા, પરાશર પણ આનંદમાં રહેતો હતો. પણ તેની એક ગંભીર ભૂલ ન તો પોતાને સમજાણી કે ન રાજાને ખ્યાલ આવ્યો.
માનવીના હાથમાં સત્તા આવે ત્યારે બહુધા ભાન ભૂલે અને સત્તાના નશામાં બેહોશ બની જાય છે. હિતાહિતનો વિવેક ચૂકી નિર્દોષ જીવો પર ત્રાસ ગુજારતા અચકાતો નથી. પરાશર મદમાં છકી ગયો હતો. ખેતરમાં કામ કરતાં માણસો અને હળ હાંકતા બળદો માટે ભોજનના સમયે ભોજન તૈયાર હોવા છતાં ભોજન કરવા દેતો નહીં. જોહુકમીથી પહેલા આટલું કામ પૂરું કરો, પછી જ ખાવા મળશે એમ કહેતો. માણસો તથા બળદો શ્રમ કરીને થાક્યા હોય, ખૂબ ભૂખ લાગી હોય છતાં છોડતો નહીં. માણસો મજૂર હોવાથી કંઈ બોલી શકે નહીં પણ દિલ તો દુભાય, દુઃખી થાય અને મૂંગા પ્રાણીઓની લાચારી. આ રીતે જીવોને સતાવવાના કારણે ઘોર અંતરાય કર્મ બાંધ્યું. પરાશર ત્યાંથી મરીને અહીં ઢંઢણ રૂપે અવતર્યો છે. આજે મુનિ બનીને વિચરે છે. અંતરાય કર્મ ઉદયમાં આવ્યું છે, તેથી આહાર-પાણીનો લાભ થતો નથી.
(૨૮)
(૨૦)