Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual Centre View full book textPage 8
________________ - ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) શારકારે આ ચાર મુખ્ય પ્રકારના ઉપસર્ગના સોળ પેટા પ્રકાર નીચે પ્રમાણે કહ્યાં છે : ૧.દેવકૃતઃ (૧) રાગથી અથવા હાસ્યથી, (૨) દ્વેષથી, (૩) વિમર્શથી અથવા પરીક્ષાથી (વેદના સહન કરી શકે છે કે નહિ તે દેઢતા જોવા માટે પરીક્ષા કરવી તે), (૪) પૃથવિમાત્રા (ધર્મની ઈર્ષ્યા આદિને અંગે વૈક્રિય શરીર કરીને ઉપસર્ગ કરે છે તે). ૨. મનુષ્યકૃત: (૧) રાગથી અથવા હાસ્યથી, (૨) દ્વેષથી, (૩) વિમર્શથી, (૪) કુશીલથી (ઉ.ત., બ્રહ્મચારીથી પુત્ર થાય તે બળવાન હોય છે એમ ધારીને કોઈ શ્રી ધર્મવાસના વિનાના સાધુને બ્રહ્મચર્યથી ચલિત કરવા અનુકૂળ ઉપસર્ગ કરે તે.) ૩. તિર્યંચકૃત: (૧) ભયથી મનુષ્યને જોઈને તે મને મારશે એમ ધારીને વાઘ, સિંહ વગેરે સામે ધરે તે), (૨) પિત્તથી, (૩) કફથી અને (૪) સંનિપાતથી થતા ભયંકર રોગરૂપી ઉપસર્ગ, આત્મસંવેદનીયના આ ચાર પેટાપ્રકાર બીજી રીતે પણ ગણાવવામાં આવે છે; જેમ કે, (૧) નેત્રમાં પડેલું કશું વગેરે ખેંચવું, (૨) અંગોનું ખંભિત થવું, (૩) ખાડા વગેરે ઉપરથી પડી જવું અને (૪) બાહુ વગેરે અંગોનું પરસ્પર અથડાવું. સાધકો, સાધુ, સાધ્વી, ગૃહસ્થો સમતાભાવે આવા ઉપસર્ગો સહન કરી કર્મનિર્જરા કરી મુક્તિપંથગામી બને છે. -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) જૈન ધર્મમાં આવા ભયંકર ઘોર, બિહામણા ઉપસર્ગો પ્રત્યે પણ સવળી તાત્ત્વિક દૃષ્ટિ પ્રવર્તમાન છે. પરિષહ એ જૈન ધર્મનો વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે. તત્ત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વાતિએ પરિષહ વિશે મારો નિર્ણાય વરિષ તથા: પરીષદ: કહ્યું છે અર્થાત્ સંયમમાર્ગમાંથી ચલિત ન થવાને માટે તથા કર્મોની નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તેને પરિષહ કહે છે. ઉત્તરાધ્યયન સૂત્રનું બીજું અધ્યયન પરિષદનું છે. શાસ્ત્રોમાં ગણાવેલ બાવીશ પરિષહ આ પ્રમાણે છે : (૧) ક્ષુધા પરિષહ – મુનિ મહારાજે ક્ષુધા સંતોષવા ગોચરી (ભિક્ષા) વહોરવા (લેવા) જવું પડે છે. ૪૨ પ્રકારના દોષથી રહિત ભિક્ષા વાપરવાની હોય છે અને ન મળે ત્યાં સુધી ક્ષુધા-ભૂખ સહન કરવાની હોય છે. (૨) તૃષા પરિષદ - મુનિ મહારાજને તરસ લાગે ત્યારે દોષ રહિત અચિત પાણી જ વાપરવાનું હોય છે. તે ન મળે તો પાણી ન વાપરે. (૩) શીત પરિષહ - શિયાળાની ઠંડીમાં મુનિ મર્યાદા ઉપરાંત વસ્ત્રો ન રાખે - તાપણા કે હીટર વગેરેનો પણ ઉપયોગ ન કરે ને ઠંડી સહન કરે. (૪) ઉષ્ણ પરિષહ – ઉનાળાની ગમે તેવી ગરમીથી બચવા મુનિ સ્નાનાદિ, જળ કે ઔષધિનો ઉપયોગ ન કરે, ઈલેક્ટ્રીક ઉપકરણો (એ.સી., ફેન વગેરે) કે શીતોપચાર સેવે નહીં. | (૫) દંશ પરિષહ - ડાંસ, મચ્છર, માખી, વગેરે પીડા કરે તો મુનિ તે સમભાવથી સહન કરે. (૧૩) (૧૪)Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 109