Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 7
________________ (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) જૈનદર્શનમાં ઉપસર્ગ અને પરિષહ - ગુણવંત બરવાળિયા - ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) વિશિષ્ટતા એ છે કે તે પશુપંખીનાં પાત્રોને, તેના જીવનના આદર્શને રજૂ કરી પ્રેરણા પૂરી પાડે છે. સિંહના જીવનનું પરિવર્તન થતાં તે ભૂખ્યા રહેવા છતાં હિંસા કરતો નથી. ચંડકૌશિક સર્પને જાતિસ્મરણ થતાં તે કીડીને પણ નુક્સાન કરતો નથી. આમ, જૈન કથાનુયોગની કથાઓનું જીવનઘડતરમાં મૂલ્યવાન યોગદાન રહ્યું છે. જૈન કથા સાહિત્યમાં પરિષહ અને ઉપસર્ગ પ્રધાન કથાઓ પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા - એમ ચતુર્વિધ સંઘને ઉપસર્ગો નડે છે. દેવકૃત, મનુષ્યકૃત ને તિર્યંચ (પ્રાણી, પશુ, પંખી) કૃત ઉપસર્ગો આવે ત્યારે મહાન આત્માઓ સમભાવથી આવા ઉપસર્ગો સહન કરી કર્મનો ક્ષય કરે છે. સાધના જીવનમાં બાવીસ પ્રકારના પરિષદો આવે છે. પરિષહ પ્રધાન કથાઓમાં મહાન આત્માઓ કઈ રીતે સમતાભાવે પરિષહ સહન કરે છે તે વાંચતા આપણા જીવનમાં અનન્ય પ્રેરણા મળે છે. ઉપસર્ગ' શબ્દ જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. આ શબ્દ એક વિશિષ્ટ લાક્ષણિક અર્થમાં વપરાય છે. મૂળ તો ઉપસર્ગ શબ્દ સંસ્કૃત ભાષાનો છે. એના જુદા જુદા અર્થ થાય છે. દા.ત. માંદગી, વિધિ, ઈજા, હાનિ, વળગાડ, મરણનો ભય, આફત, દેવ, મનુષ્ય કે તિર્યંચ (પશુ-પંખી, જંતુ વિ.) જળચર, ખેચર સ્થળચર વિ. ની તરફથી થતી કનડગત કે તેનાથી અપાતો ત્રાસ કે પીડા. સૂત્રકૃતાંગ નામના આગમ ગ્રંથમાં ઉપસર્ગ (ક વરસ) પર એક અધ્યયન છે. ભદ્રબાહુ રચિત ઉવસગહર સ્તોત્ર જૈનોમાં પ્રચલિત છે. આ મંત્રગર્ભિત સ્તોત્ર ઉપસર્ગ હરનારું માનવામાં આવે છે. જૈન પરંપરામાં ઉપસર્ગ એટલે આવી પડેલું ભયંકર કષ્ટ છે. જે કષ્ટ મૃત્યુમાં પરિણમનારું પણ હોઈ શકે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૧ માં અધ્યયનમાં કહ્યું છે, दिल्वे य जे ज्वसम्गे तहा तिरिच्छ माणुस्से । जे भिक्खू सहई निच्चं से न अच्छड़ मण्डले ॥ જે ભિક્ષુ દેવતા, તિર્યંચ કે મનુષ્ય કરેલા ઉપસર્ગો નિત્ય સહન કરે છે તેને સંસારરૂપી મંડલમાં પરિભ્રમણ કરવું પડતું નથી. | ઉપસર્ગના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની દૃષ્ટિએ છે પ્રકાર છે. પ્રતિલોમ ઉપસર્ગ એટલે શરીરને અતિશય કષ્ટ આપનાર ઉપસર્ગ, અનુલોમ ઉપસર્ગ એટલે અનુકૂળ ઉપસર્ગ. દા.ત. કુશીલ સી. આવા ઉપસર્ગ પર વિજય મેળવવાનું કઠિન બની જાય છે. (૧૨) (૧૧)

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 109