Book Title: Tarangvaikaha
Author(s): Padliptsuri, Nemichandrasuri, 
Publisher: Jivanbhai Chotabhai Zaveri

View full book text
Previous | Next

Page 9
________________ પ્રસ્તાવના પ્રાચીન ભાગે છે જે મહાવીરના સમયની તદન નજીકના છે. ડે. યકેબીએ પણ આવું વિધાન ઘણાં વર્ષો ઉપર કર્યું હતું.' જૈન આગમની ભાષા “અદ્ધમાગહ' (અર્ધમાગધી) છે. એમાં કથાનુગને પોષનારાં અને ખાસ કરીને એ જ વિષયની મુખ્ય કૃતિઓ ગણાય તેવાં બે અંગો તે છે જ. બાર અંગે માં એ બેને છઠ્ઠા અને સાતમા અંગ તરીકે ઓળખાવાય છે. છઠ્ઠા અંગનું નામ નાયાધમ્મકહા છે અને એ ટૂંકી વાર્તાઓના આદર્શની ગરજ સારે છે. એના નામમાં જ “કહા” શબ્દ રહેલો છે એ પણ એની બીન અંગેની અપેક્ષાએ વિશેષતા સૂચવે છે. આ છઠ્ઠા અંગના નાય અને ધમ્મકહા એ નામના બે સુયખંધ છે. તેમાં પહેલામાં ૧૯ અજઝયણ છે અને બીજામાં દસ વચ્ચે છે. પરંપરા પ્રમાણે એમાં કરેડે કથાઓ હતી, પણ આજે તે એને હિસાબે બડ જ છેડી કથાઓ મળે છે. વેદ, બ્રાહ્મણે અને ઉપનિષદોમાં જે આખ્યાને છે તેની સાથે આ સામ્ય ધરાવે છે. એમ જિનવિજયજીએ “કુવલયમાલા ” નામના લેખમાં સૂચવ્યું છે. આ કથાઓને અંગે શ્રી. દત્તાત્રેય કાલેલકરે આ અંગના“ ભગવાન મહાવીરની ધમકથાઓ” એ નામના ગુજરાતી અનુવાદ અંગે “દષ્ટિ અને બેધ'માં નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે – આ કથામાં દેખાતે ભલે સાદી હોય પણ એમની અસર એમની સાદી, મીધી અને સચેટ શેલી ઉપર જ કેવળ નથી પણું વિહિતના સર્વ મંગળકારી સંકઃપથી કરેલા ઉમ્રમાં ઉશ્ર તપશ્ચર્યાનું બળ આ કથાઓ પાછળ છે.” -પૃ. ૧૫. " ૧ જુઓ The Sacred Books of the East (Vol. XXII) ની પ્રસ્તાવના. આને પ્રસ્તુત ભાગ મેં A fistory of the Canonical Literature ( f the Jainas (પૃ. ૬૯)માં આપેલા છે અને એમાંના અમુક અંશની--સારોશની ઓ મેરી કૃતિની જેન ધર્મ પ્રકાશમાં (પુ. ૬૦, અંક ૪)માં છપાયેલી સમાલોચનામાં, નોંધ લેવાયેલી છે. ૨ આ લેખ “ વસંત રજત મત્સવ મારક ગ્રંથ” (અમદાવાદ, ઇ. સ. ૧૯૨૭)માં પ્રસિદ્ધ થયેલ છે. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 130