________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરસિદ્ધ મ. જોષી
પ્રતીતિ, રસ, અભિરુચિ અને આનંદના લક્ષણના નિર્દેશનને સંબંધિત છે. આધુનિક મનેવિજ્ઞાન વર્તનવાદ, મને વિશ્લેષણ, માનવતાલક્ષી (Humanistic) મને વિજ્ઞાન અને તેથી આગળ વધીને વ્યક્તિલક્ષી (Transpersonal Psychology) મને વિજ્ઞાન પ્રતિ આગળ વધ્યું છે. ભારતીય મનોવિજ્ઞાન વ્યક્તિના આંતરિક પરિવર્તન અને સ્વભાવ તથા આંતરિક વ્યક્તિત્વના રૂપાંતરના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરે છે. સાંખ્યદર્શન પુરુતત્વના શૈતન્યને સ્થાપિત કરે છે. પ્રકૃતિમાં રહેલા મહતતત્વ, બુદ્ધિ અને સત્ત્વગુણને વિકસિત કરવામાં રૌતન્યના વિશિષ્ટ કાર્યને દર્શાવે છે. અદ્વૈત વેદાંત વ્યક્તિના કુટસ્થ નિત્ય આત્મતત્વને શુદ્ધ રૌતન્ય સ્વરૂપ તરીકે પ્રતિપાદિત કરે છે. વિશિષ્ટદ્વૈત વ્યક્તિના અંતર્યામી, પ્રપત્તિભાવ અને અંશાત્મક સ્વરૂપ જીવતત્વને નિરૂપિત કરે છે. સમકાલીન તત્વચિંતનમાં શ્રી અરવિંદ રૌતન્યનાં વિવિધ સ્વરૂપને પ્રતિપાદિત કરે છે અને ત્યપુરુષ (Psychic being) કેવી રીતે આ વૈવિધ્યને તેના કેન્દ્રીય તત્ત્વ દ્વારા સંગઠિત કરે છે તે દર્શાવે છે. રૌત્ય પુરુષ વ્યક્તિના રૌતન્યતત્વનું સંકલન અને સંગઠનકાર્ય કરે છે. - પાશ્ચાત્ય અને વિજ્ઞાનમાં સમકાલીન પ્રવાહમાં ચેતન અવસ્થાઓનું વર્ણન, આલેખન અને તેનું આકલન (Apprehension) મહત્ત્વનો ભાગ ભજવે છે. ગાર્ડનર મરફી પોતાના ગ્રંથ
પરસનાલિટી-એ બાય-સ્પેશ્યલ એપ્રોચ”માં વ્યક્તિત્વના સંકલનકાર્યમાં ચેતનતત્ત્વનું વિશિષ્ટ મૂલ્ય આંકે છે. વ્યક્તિત્વના બંધારણમાં વિવિધ સંરચનાલક્ષી ધટકો રહ્યા છે અને ચૈતન્યના
સ્તર દ્વારા અન્ય પાસાંઓનું સંવાદ (Harmony) કાર્ય યોગ્ય રીતે મૂર્તિમંત થાય છે. શારીરિક કક્ષાએ જરૂરિયાત (Needs ) ભાગ ભજવે છે. તેમાં સુધા, વૃત્તિઓ અને પ્રતિક્ષિપ્ત ક્રિયાઓને સમાવેશ થાય છે. જૈવિક (Vital) કક્ષાએ તેમ જ સામાજિક સ્તરે ઈચ્છાઓ ક્રિયાશીલ રહે છે અને બૌદ્ધિક તેમ જ સાંસ્કૃતિક સ્તરે સમન્વય, સંવાદ અને સંકલન (Integration) કાર્ય કરે છે. આમ વ્યક્તિત્વના એકત્રીકરણના કાર્યમાં આખરે સમન્વયકારી ઘટકો (Holistic) મહત્ત્વનું કાર્ય કરે છે. ભારતીય અને વિજ્ઞાન સાત્વિક ગુણને પ્રધાનલક્ષી લેખે છે તેને પરિણામે સંકલનકાર્યને હેજે વેગ મળે છે.
રમૈતન્ય અને મન ઃ સમકાલીન મને વિજ્ઞાનમાં ચેતનાની (Consciousness) વિવિધ અવસ્થાઓ ધ્યાન, એકાગ્રતા અને શરીરના રૂપાંતર (Transformation)ને વિશેષ મહત્ત્વ અપાતું જોઈ શકાય છે. એરિક ફ્રેમે ઝેન બૌદ્ધધર્મ અને માનસ-પૃથક્કરણ વચ્ચે સંબંધ બાંગે છે અને “સાતરી' (Satori)ની અવસ્થાને મૂલ્યવાન લેખી છે. આ અવસ્થામાં સાધક વિષયની ચેતના સાથે એકરૂપ બને છે અને વિષયમાંથી નીકળતાં પરિવર્તનશીલ તેમ જ નકારાત્મક આંદોલનને સંયમમાં લાવે છે. તેને એ શૂન્યવત કરે છે.૧૦ ઈ. ગેલન અને ડબલ્યુ. એફ. કિલી ચેતનાની વિવિધ અવસ્થાઓની અસર સ્નાયુઓ અને તબીબી સારવારમાં આરામ તથા રાહતને ઉત્પન્ન કરે છે તે બાબતને ઉલલેખ કરે છે.૧૧ મનોચિકિત્સાના
10 Erich Fromm (Ed.): Zen Buddhism and Psycho-Analysis ; Allen and Unwin, London ; 1960: p. 168.
11 E. Gelhorn and Kiley W. F.: Mystical States of Consciousness; Neurophysiological and clinical aspects; Journal of Nervous and Mental Disorders; 1972; 154, p. 394-400,
For Private and Personal Use Only