________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પપ્નવાસવદત્તમ’ અને ‘ઉત્તરરામચરિત
તુલનાત્મક અદયયન
ઉ. વ.ના ત્રીજા અંકમાં સીતાના સ્પર્શથી રામના શરીરમાં ચેતન આવે છે. પર્શને વિશેષ આનંદ અનુભવતા રામ વાસન્તીને આનંદદાયક સમાચાર આપે છે, “ જાનકી ફરીથી મળી.”૨૧ સીતાના સ્પર્શને રામ ઓળખી શકે છે. પરંતુ વાસન્તી તેમાં રામની ઉન્માદઅવસ્થાની કલ્પના કરે છે. રામને પણ શંકા થાય છે કે સીતા હાજર હોય તે વાસતી તેને જોઈ શકતી હેવી જોઈએ. તે શું રામને સ્વપ્ન આવ્યું હશે? પણ રામને નિદ્રા જ આવતી નથી તે સ્વપ્ન કયાંથી હોય ? સીતાની વારંવાર કલ્પના જ રામને સતાવતી લાગે છે,
સ્વપ્ન, અને ઉ. ચ.માં નાયકો જોઈ ન શકે તે રીતે નાયિકાઓની તેમની સમીપ હાજરી સેંધપાત્ર છે. સ્પર્શથી નાયિકાઓના જીવંતપણાની શંકા ઉપજાવવાની સામાન્ય ઘટના છે. સ્વપ્નશીલ ઉદયન અને સ્વપ્નશંક રામમાં પણ સ્વપ્નને ઉલેખ સામ્ય દર્શાવે છે. વંચનાથી બંને નાયકોના પ્રલાપ જેવા ઉદ્દગારો સરખા છે. બંને નાયકો સ્પર્શ સુખથી ધન્યતા અનુભવે છે. સ્વપ્ન. માં વાસવદત્તાના સ્પર્શથી ઉદયન રોમાંચિત થાય છે, તે ઉ.ચ.માં સીતા રામને સ્પર્શ કરતાં પોતે રોમાંચ અનુભવે છે. વાસવદત્તાને સ્પર્શ ઉદયન પ્રત્યેની આસક્તિ સુચવે છે; જ્યારે સીતાને રામને સ્પર્શ શૈલોક્યના જીવનની રક્ષા માટે છે. સ્વપ્ન.માં સ્વાર્થની ભૂમિ પર સ્પર્શ દર્શાવાયો તે ઉ.માં પરમાર્થની કક્ષાએ બતાવવામાં આવે.
નાયક અને નાયિકાઓની માનસિક સ્થિતિથી વાકેફ પ્રેક્ષકગણ પણ હવે તેમનાં પુનઃમિલન જેવા ઉત્સુક બને એ સ્વાભાવિક છે. બંને નાટયકારે તે માટેના પ્રયાસની શરૂઆત કરે છે.
નાયિકાઓનું પ્રત્યભિજ્ઞાન–સ્વપ્ન.માં પવતી વીણ મળી આવી. તેને જોતાં રાજાના મનમાં વાસવદત્તાનાં સંસ્મરણો તાજાં થયાં અને તેને પ્રત્યક્ષીકરણ માટે અધિરાઈ થવા લાગી. ૨ ઉ.ય.માં અંક-૪-૫ અને ૬ની ઘટનાઓ સ્વપ્ન, કરતાં વધારાની છે. ત્યાં લવ અને કુશને પરિચય આપવામાં આવ્યું છે. ચેથા અંકમાં વડીલેને પ્રતિભાવ છે, જેમાં જનક રાજાને ગુસ્સો નોંધપાત્ર છે. પાંચમા અને છઠ્ઠા અંકમાં કુમારોની શૌર્યગાથા છે. ભવતિએ કાલિદાસની માફક કુમારના પાત્રનિરૂપણમાં વિશેષ રસ દાખવ્યો છે. કથાનકના તાણાવાણા મેળવવામાં આ અકે ઉપયોગી થઈ પડયા છે. કુમારને જોતાં રામના મનમાં સીતાની યાદ તીવ્રતા ધારણ કરે છે. સ્વપ્ન. માં છઠ્ઠા અંકમાં પ્રદ્યોત મહાસેને મેકલેલાં ચિત્રો પરથી પાવતીને પોતાની પાસે રહેલી અવન્તિકાશની યોગ-ધરાણુની બેન વિશે શંકા જાગે છે. ચિત્રના જેવી જ વ્યક્તિ મહેલમાં રહે છે એમ જણાવતાં, રાજ તેને બોલાવવા કહે છે. વાસવદત્તા આવે તે જ સમયે પરિવ્રાજકશે વગધરાય તેની બેનને લેવા આવે છે. થાપણ સોંપતી વખતે સાક્ષી હોવા જોઈએ એ નિયમને આધારે કાંચુકીય અને વસુન્ધરાને સાક્ષી બનાવવામાં આવે છે. ત્યાં આ વાસવદત્તા છે કે યૌગધેરાયણની દેન છે તે માટે વિવાદ સર્જાય છે. છેવટે રાજા પોતે નિર્ણય આપશે એમ નક્કી થતાં, રાજા ઘુંઘટ દૂર કરવા આદેશ આપે છે. તે જ સમયે
૨૨ નામ:– સહિ કિમ જુના કાણા ગાનારો !
-Uttara-Rāma-Carita; Act. III; p. 96. 22 S. V. Act, VI. 3, p. 97, :
સ્વ
For Private and Personal Use Only