Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 62
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ-૪ મ. માસ્તર (મધુરમ્) સંગ્રહ 'વસંતસૌન્દર્યશ્રી' (૧૯૯૪) વગેરે ગણાવી શકાય, પણ હજુ તેમનું કેટલુંક સાહિત્ય અપ્રગટ રહેલું જણાય છે, જે કવિપરિવાર તરફથી પ્રકાશિત કરવાની યોજના છે, ગાંધી મહાકાવ્ય “મહાત્માયન અંગે– ખ્યાબી દુનિયાના આ સૌન્દર્યપરાયણ ને “જ્ઞાનયુગે મયંતા પણ કલાયુગે ભૂલા પડેલા ' અને આજે ભલાયેલા કવિએ ગાંધીજીના સ્મિતની વિશ્વહિનીના આકર્ષણથી જે એમની ગાંધીભક્તિની પ્રતીતિ કરાવતે મહાત્માયન' નામક મહાકાવ્યગ્રંથ લખે છે તે હજ ય અપ્રગટ રહેવા પામ્યો છે, જે આ જમાનાની કરણ તાસીર છે. એ મહાગ્રંથના ચાર ભાગમાં કવિએ ગાંધીભક્તિભાવના નમુનારૂપ વિવિધ છંદ ને રાગરાગિણીમાં રચિત ૧૨૦૦ જેટલાં નાનાં મોટાં કાવ્યો આપ્યાં છે, જેને કવિ “ઊર્મિમાળામહાલઘુકાવ્ય” Critical Epic તેમ જ “શ્રદ્ધાના મંગલમહાકાવ્ય રૂ૫ બૃહદ ગ્રંથ તરીકે ઓળખાવે છે. કવિ આત્મનિવેદનમાં કહે છે-“મારી અને ગાંધીજીની વચ્ચે આશકમાશકને જ સંબંધ છે. આ દુનિયામાં કોઈની પણ મને મધુમધુરી બીક લાગી હોય તે તે ગાંધીજીના સ્મિતની વિશ્વમોહિનીની. એ મધુ મરકલડાંથી હું બીત જ રહ્યો છું-બીને છું: તમે એકવાર પણ એ સ્મિતને નયણાં ભરીને નિરખ્યું છે ? એ સ્મિતની પાછળ અગમનિગમના ભેદી ભણકા હતા. “ચાલ આવ્ય, ચાલ્યો આવ્ય', “આ પુરુષની પાછળ સુતવિતદાર સર્વસમપ ચા આવ', હોમાઈ જા. હોમાઈ જા! આ દેવતાશમાં હોમાઈ જા. દેવોને પણ દુર્લભ એવી આ યજ્ઞવેદી છે. સ્વાહા સુખ-સ્વાહા શાંતિ-સ્વાહા જીવન. એક વાર એ સ્મિત મોહિનીની પાછળ ગાંડે ચકચૂર બની સરકારી નોકરી હું લગભગ ખોઈ બેઠો હતો. જવાળામુખીની ટોચ ઉપર સરકારી નેકરીમાં ત્રણેક દાયકા ગાળ્યા. ૧૯૩૦ માં પડેપડ ઉચકી નાખે તેવા રોમાંચકારી દિવસોમાં સુરતમાં મારા નિવાસ અંબાજી રેડ પરથી જ ગાંધીજીને બારણેથી પસાર થતા જોઈ પેલાં મનમોહન બલિહારસ્મિત' નિહાળી રહ્યો. અને “મારી મનોદશા વિરહિણી ગોપિકા સમી” થઈ ગઈ એ “ વિજોગણ વાંસલડી ના રહન સ્વરમાં સારા ભારતવર્ષની જિહવાની કરુણ કથની છે. અનિરુદ્ધ ગાંધીના મંદાકંદમાં સારા ભારતના નિરુદ્ધ હદયની કમાણી છે. ઈશ્વરે મને લેખક કર્યો...તો ગાંધીજીને અર્થઅંજલિ દઉં તો એમાં ખોટું શું ? આજન્મ હું ગાંધીપૂજક રહ્યો. કુમળી ચંદા કહે છે તેમ “તેજસ્વી સૂર્યપિતાજી હાર વંદના કરે દૂરથી ', “મહામાયન” સ્વાધ્યાય ને સ્વાનુભૂતિનું ફળ છે, મધુકરવૃત્તિ ને બ્રહમાંડ આ ગૃહતાત'નું છે, એ ભાવથી મળી ત્યાંથી વસ્તુ લીધી છે. કીટભ્રમરન્યાયે “મહાત્માયન' લખતાં મહાત્માની વિચાર–આચાર સછિનો કંઈ પણ સંપર્શ થયો હોય તે તેથી હું ધન્ય છું.-કૃતાર્થ છું. મારા પ્રાણ પ્રાણુને પાતાળમાં ધૂસી ગયેલા ગાંધીજીને હું કદી કાઢી શક નથી જ. ગાંધીવિચારસરણી એટલે ગીતાઉપનિષદના જ્ઞાનયોગ ને શ્રીમદ્ ભાગવતને ભક્તિયોગ. તે તે મને ગળથુથીમાં જ પવાયાં છે. “મહાત્માયન અને ત્રીજો ભાગ ઇતિહાસદર્શન ને ચે ભાગ કસૂફીને છે. કાવ્ય ને ફિલસૂફી મારા જીવનવ્યાસંગવ્યવસાય છે. લોહીને ટીપેટીપે આર્યસંસ્કૃતિની અમર ભાવના અનુભવી રહ્યો છું. જેમ અરવિંદની ફિલસૂફીના ઘૂંટડા ભરી રહ્યો છું તેમ ગાંધીજીની ફિલસૂફીના રસટડા ભરી રહ્યો છું. ગાંધીજીનું ગીતાજીવન મને ઘણું ગમ્યું છે.” For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124